________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૪૭
(=અભાવ) થાય. બંધાતા કર્મપુદ્ગલોનો અસંભવ થાય તેમાં (ગાથાના ઉત્તરાર્ધથી) યુક્તિને કહે છે— આ પ્રમાણે અનંતગુણા કર્મપુદ્ગલો અધિક ગ્રહણ કરવાથી તે સર્વ કર્મ પુદ્ગલો (=વિશ્વમાં જેટલા કર્મપુદ્ગલો છે તેટલા બધા કર્મપુદ્ગલો) જીવોની સાથે જોડાય છે. અતિશય ઘણા કર્મપુદ્ગલોનું ગ્રહણ થવાથી અને અતિશય અલ્પ કર્મપુદ્ગલો છૂટા થવાથી સમય જતાં બધા જ કર્મપુદ્ગલો જીવોની સાથે સંબંધવાળા થાય છે. આ વિષે દૃષ્ટાંત આ પ્રમાણે છે— હજાર રૂપિયા છે. સો પુરુષો દ૨૨ોજ તેમાંથી પાંચ રૂપિયા લે અને એક રૂપિયો પાછો મૂકી દે તો ત્રણ દિવસમાં હજાર રૂપિયા પૂર્ણ થઇ જાય.
ઉપનય– જેવી રીતે અહીં હજાર રૂપિયામાંથી દરરોજ સો માણસો પાંચ રૂપિયા લે અને એક રૂપિયો મૂકે તો ત્રણ દિવસમાં હજાર રૂપિયા ખલાસ થઇ જાય, તેમ બધા જ મિથ્યાદષ્ટિ જીવો ઘણાં કર્મો બાંધે અને અત્યંત અલ્પ કર્મોની નિર્જરા કરે તો વિશ્વમાં જેટલા કર્મપુદ્ગલો (કાર્યણ વર્ગણાના પુદ્ગલો) છે તેટલા બધા કર્મપુદ્ગલોનો જીવોની સાથે સંબંધ થઇ જાય. એના કારણે વિશ્વમાં કર્મપુદ્ગલોનો સંપૂર્ણ અભાવ થઇ જાય, અને તેના કારણે કર્મબંધનો અભાવ થાય. (૩૯)
आह चोदकः—
मोक्खो संखिज्जाओ, कालाओ ते अ जं जिएहिंतो । भणिया णंतगुणा खलु, न एस दोसो तओ जुत्तो ॥ ४० ॥ [मोक्षोऽसङ्ख्येयात्कालात् ते च यतो जीवेभ्यः ।
भणिता अनन्तगुणाः खलु नैष दोषः ततो युक्तः ॥ ४० ॥]
मोक्षः परित्यागः असङ्ख्येयात्कालादसङ्ख्येयेन कालेन उत्कृष्टतस्तेषां कर्मपुद्गलानाम् । तत ऊर्ध्वं कर्मस्थितेः प्रतिषिद्धत्वात् । ते च कर्माणवः यतो यस्माज्जीवेभ्यः सर्वेभ्य एव भणिताः प्रतिपादिता अनन्तगुणाः खलुशब्दस्यावधारणार्थत्वादनन्तगुणा एव । नैष दोषो ऽनन्तरोदितो बन्धाभावप्राप्तिकाललक्षणः ततो युक्तो बहुतरबन्धः प्रभूततरग्रहणेऽल्पतरमोक्षे च सत्यपि तेषामनन्तत्वात् स्तोककालाच्च मोक्षादिति । न हि शीर्षप्रहेलिकान्तस्य राशेः प्रतिदिवसं पञ्चरूपकग्रहणे एकरूपकमोक्षे च सति वर्षशतेनापि पुरुषशतेन योगो भवति प्रभूतत्वात् । एवं दार्ष्टान्तिके भावनीयमिति ॥ ४० ॥