________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • પપ આ ત્રણમાંથી શુદ્ધ કર્માણુઓની સમ્યકત્વ મોહનીય એવી સંજ્ઞા છે. અર્ધ શુદ્ધ કર્માણુઓની મિક્ષ મોહનીય સંજ્ઞા છે. અશુદ્ધ કર્માણુઓની મિથ્યાત્વ મોહનીય સંજ્ઞા છે. આમાંથી જો શુદ્ધ કર્માણુઓનો ઉદય થાય તો જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે છે. ક્ષય અને ઉપશમ એ ભાવોથી જે સમ્યકત્વ પ્રગટે તે ક્ષાયોપથમિક છે. હવે આમાં ક્ષય અને ઉપશમ કેવી રીતે છે તે વિચારીએ. પૂર્વે (=સમ્યકત્વ પામ્યા પહેલાં) મિથ્યાત્વ કર્મના જે કર્માણુઓ ઉદયમાં આવ્યા હતા તેનો ભોગવીને ક્ષય કરી નાખ્યો છે. આથી ક્ષય ભાવ છે. સત્તામાં પડેલું મિથ્યાત્વ ઉદયમાં નથી આવ્યું તેથી ઉપશમ છે. આમ ક્ષય અને ઉપશમ એ બે ભાવોથી સમ્યકત્વ પ્રગટતું હોવાથી ક્ષાયોપથમિક સમ્યક્ત્વ છે.
પ્રશ્ન- આ સમ્યક્ત્વ ઔદયિક ભાવ છે. કારણ કે સમ્યકત્વ મોહનીય મોહનીય કર્મના ઉદયનો ભેદ છે. આથી એનો ક્ષાયોપથમિકભાવ યુક્ત નથી.
ઉત્તર– તમોએ અભિપ્રાય જાણ્યો નથી. જેવી રીતે જ્ઞાનગુણ આત્માનો સાંસિદ્ધિક (=સહજ) પરિણામ છે, તેવી રીતે સમ્યકત્વ ગુણ પણ આત્માનો સાંસિદ્ધિક પરિણામ છે. ક્રોધ વગેરેની જેમ કર્માણુઓના સંબંધથી થયેલો પરિણામ નથી. તે આ પ્રમાણે– મિથ્યાત્વરૂપ વાદળસમૂહનો ક્ષય થયે છતે સ્વચ્છ આકાશ સમાન સમ્યક્ત્વના પરમાણુઓને જીવ તે રીતે અનુભવતો હોવા છતાં તે જીવને તેવા પ્રકારના (=વાદળ વિનાના) સૂર્યના પ્રકાશની જેમ સહજ જ આ સમ્યકત્વ પરિણામ હોય છે. આથી ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થતો આ સમ્યક્ત્વપરિણામ ક્ષયોપશમ વિના ન થાય. આથી ઉદય નહિ પામેલા મિથ્યાત્વના ઉપશમ વિના ઉદય પામેલા મિથ્યાત્વના ક્ષયથી સમ્યકત્વ પરિણામ ન થાય. પણ ક્રોધાદિ પરિણામ ઉપધાનના પાસે રહેલ જપાકુસુમ વગેરે વસ્તુના) સામર્થ્યથી થયેલી સ્ફટિક મણિની રક્તતાની (=લાલાશની) જેમ અસહજ છે.
પૂર્વપક્ષ- જો સમ્યક્ત્વ આત્મપરિણામ છે તો મિશ્રભાવરૂપે પરિણમેલું વેદાઈ રહ્યું છે અને ક્ષાયોપથમિક છે એનો વિરોધ આવે છે. કારણ કે મિશ્રભાવરૂપે પરિણમેલા મોહનીયના જ ભેદો વેદાઈ=અનુભવાઈ રહ્યા છે.
ઉત્તરપક્ષ- આમાં વિરોધ નથી. તેવા પ્રકારના (શુભ) પરિણામના હેતુ હોવાથી મોહનીયના ભેદોમાં જ સમ્યકત્વનો ઉપચાર કરવામાં આવ્યો છે. | વિસ્તારથી સર્યું. (૪૪)