________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૫૧ છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઘટે છે ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે.”
(પ્રશ્ન- બેથી નવ પલ્યોપમ વગેરે કર્મસ્થિતિ ક્રમશઃ જ ઘટે કે જલદી
પણ ઘટે ?
ઉત્તર– બંને રીતે ઘટે છે. કોઈ જીવની ક્રમશઃ તેટલી સ્થિતિ ઘટે તો કોઈ જીવની વર્ષોલ્લાસથી વિશેષ પરિણામ પ્રગટે તો જલદી પણ ઘટી જાય.')
પ્રકૃષ્ટ ગુણો અને પ્રકૃષ્ટ આચરણપૂર્વક થતો મોક્ષ પ્રસિદ્ધ જ છે. (અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જો જીવ ગ્રંથિદેશ સુધી આવતો ન હોય તો તેને સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ ન થાય. એ ગુણોની પ્રાપ્તિ ન થાય તો મોક્ષ પણ ન થાય. જ્યારે મોક્ષ તો પ્રસિદ્ધ જ છે. એથી માનવું પડે કે જીવ ગ્રંથિદેશ સુધી આવે છે.)
આથી “ઘણું બાંધે છે થોડી નિર્જરા કરે છે” એ સૂત્ર વિશેષવિષયવાળું જ છે, અને આ આ પ્રમાણે જ સ્વીકારવું જોઈએ. અન્યથા એ સૂત્રના અધિકારમાં જ કહેલ “કુંભ જેટલું કાઢે છે અને કંઈપણ નાખતો નથી” એ (૩૭) સૂત્રનો વિરોધ આવે. કારણ કે અપ્રમત્ત સંયત પણ બંધક છે. કહ્યું છે કે- “અપ્રમત્ત સંયતની ઉત્કૃષ્ટ બંધસ્થિતિ આઠ મુહૂર્ત અને જઘન્ય બંધસ્થિતિ અંતર્મુહૂર્ત જાણવી.” ઇત્યાદિ. આથી “ઘણું બાંધે છે અને થોડી નિર્જરા કરે છે” એ સૂત્ર સામાન્યવિષયવાળું જ છે, અર્થાત્ બધા જ મિથ્યાદષ્ટિ જીવો ઘણું બાંધે એવો નિયમ નથી. (૪૨)
अवसितमानुषङ्गिकम् अधुना प्रकृतं सम्यक्त्वमाहसंमत्तं पि य तिविहं, खओवसमियं तहोवसमियं च । खइयं च कारगाइ व, पन्नत्तं वीयरागेहिं ॥ ४३ ॥ [सम्यक्त्वमपि च त्रिविधं क्षायोपशमिकं तथौपशमिकम् । क्षायिकं च कारकादि वा प्रज्ञप्तं वीतरागैः ॥ ४३ ॥]
सम्यक्शब्दः प्रशंसार्थः अविरोधार्थो वा, तद्भावः सम्यक्त्वं, प्रशस्तः मोक्षाविरोधी वात्मधर्म इत्यर्थः । अपि तत्रिविधं एतच्चोपाधिभेदात्त्रिप्रकारम् । ૧. ક્રમશઃ અને જલદી એમ બંને રીતે સ્થિતિ ઘટતી હોવા છતાં મોટા ભાગના
જીવોની કર્મસ્થિતિ ક્રમશઃ ઘટે છે. બહુ જ ઓછા જીવોની કર્મસ્થિતિ જલદી ઘટે છે. આથી સામાન્યથી સમ્યકત્વપ્રાપ્તિ અને દેશવિરતિપ્રાપ્તિનો અંતરકાલ બેથી નવ પલ્યોપમ છે. ઉપદેશ રહસ્ય ગા.૨૩ની ટીકા.