________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૦ तत्कथमेतदिति, उच्यते- तदुपयोगादिहेतुः क्षयोपशम एकेन्द्रियादिसंज्ञानिबन्धनं च नामेति न दोषः । शरीरनाम यदुदयादौदारिकादिशरीरभावः । अङ्गोपाङ्गनाम यदुदयादङ्गोपाङ्गनिवृत्तिः, शिरःप्रभृतीन्यङ्गानि श्रोत्रादीन्यङ्गोपाङ्गानि । उक्तं चसीसमुरोदरपिट्ठी दो बाहू ऊरूभया य अटुंगा । अंगुलिमाइ उवंगा अंगोवंगाई सेसाइं ॥ १ ॥ बन्धननाम यत्सर्वात्मप्रदेशैर्गृहीतानां गृह्यमाणानां च पुद्गलानां संबन्धजनकं अन्यशरीरपुद्गलैर्वा जतुकल्पमिति।संघातननाम यदुदयादौदारिकादिशरीरयोग्यपुद्गलग्रहणे शरीररचना भवति। संहनननाम वज्रऋषभनाराचादिसंहनननिमित्तम् । संस्थाननाम समचतुरस्रादिसंस्थानकारणम् । चः समुच्चय इति गाथार्थः ॥ २० ॥ ગાથાર્થ– નામકર્મ ૪૨ પ્રકારનું છે. તે આ પ્રમાણે– ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત, સંઘયણ, સંસ્થાન. ટીકાર્થ– નામ શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે. ગતિ– જેના ઉદયથી નરકાદિ ગતિમાં જવાનું થાય તે ગતિ નામકર્મ. જાતિ-જેના ઉદયથી એકેંદ્રિયાદિ જાતિમાં ઉત્પત્તિ થાય તે જાતિ નામકર્મ. પ્રશ્ન- સ્પર્શન આદિ ઇંદ્રિયોના આવરણનો ક્ષયોપશમ થવાથી એકેંદ્રિયપણું વગેરે પ્રાપ્ત થાય છે. નામ ઔદયિકભાવ છે. તેથી એકંદ્રિય વગેરે નામકર્મ કેમ કહેવાય ?
ઉત્તર- ઇંદ્રિયોના ઉપયોગ આદિનો હેતુ સયોપશમભાવ છે. આ જીવ એકેંદ્રિય છે, આ જીવ બેઇંદ્રિય છે ઇત્યાદિ જે સંજ્ઞા, એ સંજ્ઞાનું કારણ નામકર્મ છે. આમ અહીં કોઈ દોષ નથી.
શરીર– જેના ઉદયથી ઔદારિક વગેરે શરીરની પ્રાપ્તિ થાય તે શરીર નામકર્મ.
અંગોપાંગ- જેના ઉદયથી અંગોપાંગની રચના થાય તે અંગોપાંગ નામકર્મ. મસ્તક વગેરે અંગો છે અને કાન વગેરે ઉપાંગો છે. કહ્યું છે કે- “મસ્તક, છાતી, પેટ, પીઠ, બે હાથ, બે જંઘા =પગ) એ આઠ અંગો છે. આંગળી વગેરે ઉપાંગો છે. બાકીના અવયવો અંગોપાંગો છે.
બંધન– સર્વ આત્મપ્રદેશોથી ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા પુદ્ગલોનો લાખની જેમ (એકમેક) સંબંધ કરે તે બંધન નામકર્મ અથવા