________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૫ प्रत्येकनाम यदुदयादेको जीव एकमेव शरीरं निवर्तयति । साधारणनाम यदुदयाद्बहवो जीवा एकं शरीरं निवर्तयन्ति । स्थिरनाम यदुदयाच्छरीरावयवानां शिरोऽस्थिदन्तादीनां स्थिरता भवति । अस्थिरनाम यदुदयात्तदवयवानामेव चलता भवति कर्णजिह्वादीनां । शुभाशुभं च ज्ञातव्यं । तत्र शुभनाम यदुदयाच्छरीरावयवानां शुभता यथा शिरसः विपरीतमशुभनाम यथा पादयोस्तथा शिरसा स्पृष्टस्तुष्यति पादाहतस्तु रुष्यति, कामिनीव्यवहारे व्यभिचार इति चेत् न, तस्य मोहनीयनिबन्धनत्वात् वस्तुस्थितिश्चेह चिन्त्यत इति । सुभगनाम यदुदयात्काम्यो भवति । तद्विपरीतं च दुर्भगनामेति । सुस्वरनाम यदुदयात्सौस्वर्यं भवति श्रोतुः प्रीतिहेतुः । तथा दुःस्वरं चैवेति सुस्वरनामोक्तविपरीतमिति ॥ २३ ॥
ગાથાર્થ– પ્રત્યેક, સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ, દુર્ભગ, સુસ્વર, દુઃસ્વર નામકર્મ જાણવું.
ટીકાર્થ– પ્રત્યેક જેના ઉદયથી એક જીવ એક જ શરીરની રચના કરે છે, તે પ્રત્યેક નામકર્મ.
સાધારણ– જેના ઉદયથી ઘણા જીવો એક શરીરની રચના કરે છે, તે સાધારણ નામકર્મ.
સ્થિર- જેના ઉદયથી શરીરના મસ્તક, હાડકાં, દાંત વગેરે અવયવો સ્થિર થાય તે સ્થિર નામકર્મ.
અસ્થિર– જેના ઉદયથી શરીરના કાન, જીભ આદિ અવયવો અસ્થિર થાય તે અસ્થિર નામકર્મ.
શુભ- જેના ઉદયથી શરીરના (નાભિથી ઉપરના) અવયવો શુભ ગણાય. જેમ કે મસ્તક શુભ ગણાય છે.
અશુભ- જેના ઉદયથી શરીરના (નાભિથી નીચેના) અવયવો અશુભ ગણાય. જેમ કે પગ અશુભ ગણાય છે.
મસ્તકથી સ્પર્ધાયેલો (=નમસ્કાર કરાયેલો) મનુષ્ય ખુશ થાય છે, અને પગથી હણાયેલો ( મરાયેલો) જીવ ગુસ્સે થાય છે.
પૂર્વપક્ષ- કામિની પગથી હણે-સ્પર્શે તો જીવ ગુસ્સે થતો નથી, ખુશ થાય છે. આથી ત્યાં આ નિયમ લાગુ પડતો નથી.