________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૪
ત્રસ જે કર્મના ઉદયથી જીવ (સ્વેચ્છાથી) ચાલી શકે, અને અંગાદિને હલાવી શકે છે, તે ત્રસ નામકર્મ.
બીજાઓ કહે છે કે જીવને ત્રસપણું જ મળે (એટલે કે જીવ ત્રાસ કહેવાય) તે ત્રસ નામકર્મ.
સ્થાવર- જેના ઉદયથી જીવ (સ્વેચ્છાથી) ગતિ ન કરી શકે તે સ્થાવર નામકર્મ. બીજાઓ કહે છે કે જીવને સ્થાવરપણું જ મળે (એટલે કે જીવ સ્થાવર કહેવાય) તે સ્થાવર નામકર્મ.
બાદર– જેના ઉદયથી જીવ બાદર (=સ્થૂળ શરીરવાળો) થાય તે બાદર નામકર્મ.
બીજાઓ કહે છે કે જેના ઉદયથી જીવ ઇંદ્રિયોથી જાણી શકાય તે બાદર નામકર્મ.
સૂક્ષ્મ જેના ઉદયથી જીવ અત્યંત સૂક્ષ્મ થાય, અર્થાત્ ઇંદ્રિયોથી ન જાણી શકાય તેવો થાય, તે સૂક્ષ્મ નામકર્મ.
પર્યાપ્ત- જેના ઉદયથી સ્વપ્રાયોગ્ય ઇંદ્રિય પર્યાપ્તિ વગેરે સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ થાય તે પર્યાપ્ત નામકર્મ.
અપર્યાપ્ત– જેના ઉદયથી સ્વપ્રાયોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ ન થાય તે અપર્યાપ્ત નામકર્મ.
અહીં આહાર-શરીર-ઇંદ્રિય પર્યામિની અપૂર્ણતા ન ગ્રહણ કરવી, કિંતુ શ્વાસોશ્વાસ આદિની અપૂર્ણતા ગ્રહણ કરવી. કારણ કે બધા ય જીવો આગામી ભવનું આયુષ્ય બાંધ્યા પછી જ મરે છે.
આગામી ભવનું આયુષ્ય આહાર-શરીર-ઇંદ્રિય પર્યાતિથી પર્યાપ્ત જીવોને જ બંધાય છે. (આથી આ ત્રણ પર્યાતિઓ સર્વ જીવો અવશ્ય પૂર્ણ કરે છે.) (૨૨) पत्तेयं साहारण-थिरमथिरसुहासुहं च नायव्वं । सूभगदूभगनामं, सूसर तह दूसरं चेव ॥ २३ ॥ [प्रत्येकं साधारणं स्थिरमस्थिरं शुभाशुभं च ज्ञातव्यम् ।
सुभगदुर्भगनाम सुस्वरं तथा दुःस्वरं चैव ॥ २३ ॥] ૧. બીજી વ્યાખ્યા કરવાનું કારણ એ છે કે વાયુકાય-તેઉકાયના જીવો ગતિ કરે
છે, છતાં તેમને સ્થાવર નામકર્મનો જ ઉદય હોય છે.