________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૭
યશકીર્તિ— જેના ઉદયથી યશ-કીર્તિ પ્રાપ્ત થાય તે યશકીર્તિ નામકર્મ છે. યશ અને કીર્તિમાં આ ભેદ છે– કીર્તિ દાનપુણ્યના ફળવાળી છે, અર્થાત્ દાનપુણ્યથી કીર્તિ મળે છે. યશ પરાક્રમથી કરાયેલું છે, અર્થાત્ પરાક્રમથી યશ મળે છે.
અયશકીર્તિ— જેના ઉદયથી અયશ-કીર્તિ પ્રાપ્ત થાય તે અયશ-કીર્તિ નામકર્મ.
નિર્માણ— જેના ઉદયથી તે તે જાતિમાં સર્વ જીવોના અંગોની અને ઉપાંગોની (પોતપોતાના નિયત સ્થાને) રચના થાય તે નિર્માણ નામકર્મ. બીજાઓ કહે છે કે તે તે જાતિ પ્રમાણે લિંગ અને આકૃતિની વ્યવસ્થાનું નિયમન જેના ઉદયથી થાય તે નિર્માણ નામકર્મ.
તીર્થંકર– જેના ઉદયથી મનુષ્ય દેવ-મનુષ્ય-અસુરોથી સહિત જગતને પૂજ્ય બને તે તીર્થંકર નામકર્મ. આ કર્મ અતુલ છે=સર્વ શુભ કર્મોમાં પ્રધાન છે. આ કર્મ પ્રધાન હોવાથી અને સૂત્રના ક્રમ પ્રમાણે છેલ્લું હોવાથી ચરમ (=અંતિમ) છે. (૨૪)
गोयं च दुविहभेयं, उच्चागोयं तहेव नीयं च । ચમં ચ પંચમેગં, પન્નત્ત વીયાર્દિ॥ ૨ ॥ [गोत्रं च द्विविधभेदमुच्चैर्गोत्रं तथैव नीचं च । चरमं च पञ्चभेदं प्रज्ञप्तं वीतरागैः ॥ २५ ॥]
गोत्रं प्रानिरूपितशब्दार्थं भवति द्विविधं द्विप्रकारम् उच्चैगोत्रं तथैव नीचं चेति नीचैर्गोत्रं च । तत्रोच्चैर्गोत्रं यदुदयादज्ञानी विरूपोऽपि सत्कुलमात्रादेव पूज्यते । नीचैर्गोत्रं तु यदुदयाज्ज्ञानादियुक्तोऽपि निन्द्यते ॥ चरमं च पर्यन्तवर्ति च सूत्रक्रमप्रामाण्यात्पञ्चभेदं पञ्चप्रकारं प्रज्ञप्तं प्ररूपितं वीतरागैरर्हद्भिरिति ॥ २५ ॥
ગાથાર્થ— ગોત્ર કર્મ ઉચ્ચગોત્ર અને નીચગોત્ર એમ બે પ્રકારનું છે. ચરમ (અંતરાય) કર્મ અરિહંતોએ પાંચ પ્રકારનું કહ્યું છે.
ટીકાર્થ– ઉચ્ચગોત્ર– જેના ઉદયથી અજ્ઞાની અને કદ્રુપો હોય તો પણ માત્ર સુકુળના કારણે જ પૂજાય તે ઉચ્ચગોત્ર નામકર્મ.
નીચગોત્ર– જેના ઉદયથી જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોવા છતાં નિંદાય છે તે નીચગોત્ર નામકર્મ.
ચરમ– ચરમ એટલે સૂત્રના ક્રમ પ્રમાણે છેલ્લું. (૨૫)