________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૩ ટીકાર્થ– દર્શન એટલે સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શનમાં મુંઝવે (=સમ્યગ્દર્શન પ્રગટવા ન દે અથવા પ્રગટેલા સમ્યગ્દર્શનમાં અતિચારો લગાડે) તે દર્શન મોહનીય. ચારિત્ર એટલે વિરતિ. વિરતિમાં મુંઝવે (વિરતિ ન થવા દે અથવા થયેલી વિરતિમાં અતિચારો લગાડે) તે ચારિત્ર મોહનીય. સમ્યકરૂપે વેદાય તે સમ્યક્ત્વવેદનીય. મિથ્યાત્વરૂપે વેદાય તે મિથ્યાત્વવેદનીય. સમ્ય-મિથ્થારૂપે વેદાય તે મિશ્રવેદનીય. બંધ વખતે એક દર્શન મોહનીય (=મિથ્યાત્વમોહનીય) જ બંધાય છે. તેથી બંધમાં એક જ હોવા છતાં કર્મરૂપે ત્રણ પ્રકારનું થાય છે.
પ્રશ્ન- સમ્યકત્વવેદનીય દર્શન મોહનીય કેવી રીતે છે? કારણ કે તે સ્વયં દર્શનરૂપ હોવાથી દર્શનમાં મુંઝવતું નથી.
ઉત્તર- સમ્યકત્વવેદનીય મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ હોવાથી અતિચારનો સંભવ છે એથી અને ઔપશમિકાદિ સમ્યકત્વમાં મુંઝવતું હોવાથી (=પ્રગટ ન થવા દેતું હોવાથી) દર્શન મોહનીય છે. (૧૫)
दुविहं चरित्तमोहं, कसाय तह नोकसाय वेयणियं । सोलसनवभेयं पुण, जहासंखं मुणेयव्वं ॥ १६ ॥ [द्विविधं चारित्रमोहनीयं कषायवेदनीयं तथा नोकषायवेदनीयं । ષોડશનવમેન્દ્ર પુનર્વથાસંä મુખિતવ્ય | ૨૬ I] द्विविधं द्विप्रकारं चारित्रमोहनीयं प्रानिरूपितशब्दार्थं । कषायवेदनीयं तथा नोकषायवेदनीयं चेति । वेदनीयशब्दः प्रत्येकमभिसंबध्यते । तत्र क्रोधादिकषायरूपेण यद्वेद्यते तत्कषायवेदनीयं । तथा स्त्रीवेदादिनोकषायरूपेण यद्वद्यते तन्नोकषायवेदनीयम् । अस्यैव भेदानाह- षोडश नवभेदं पुनर्यथासङ्ख्येन मुणितव्यं । षोडशभेदं कषायवेदनीयम् । नवभेदं नोकषायवेदनीयम् । भेदाननन्तरं वक्ष्यत्येवेति ॥ १६ ॥
ગાથાર્થ– ચારિત્રમોહનીય કષાયવેદનીય અને નોકષાયવેદનીય એમ બે પ્રકારનું છે. તે બે અનુક્રમે સોળ પ્રકારે અને નવ પ્રકારે જાણવું.
ટીકાર્થ– ચારિત્રમોહનીયનો શબ્દાર્થ પહેલાં જણાવી દીધો છે. ક્રોધાદિ કષાયરૂપે જે વેદાય તે કષાય વેદનીય. સ્ત્રીવેદાદિ નોકષાયરૂપે જે વેદાય તે નોકષાયવેદનીય. કષાયવેદનીય સોળ પ્રકારનું છે. નોકષાયવેદનીય નવ પ્રકારનું છે. આ ભેદોને હવે પછી તુરત કહેશે જ. (૧૬)