________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૬
એ દુઃશક્ય બને છે. અહીં ક્રોધને રેખાની સાથે સરખાવવામાં ઘણું રહસ્ય રહેલું છે. રેખા પડવાથી વસ્તુનો ભેદ થાય છે, ઐક્ય નાશ પામે છે. તેમ ક્રોધના ઉદયથી પણ જીવોમાં પરસ્પર ભેદ પડે છે અને ઐક્યનો સંપનો નાશ થાય છે.
માન- સંજવલન માન નેતર સમાન છે. જેમ નેતર સહેલાઈથી વાળી શકાય છે, તેમ સંજવલન માનના ઉદયવાળો જીવ સ્વઆગ્રહનો ત્યાગ કરી શીધ્ર નમવા તૈયાર થાય છે. જેમ કે બ્રાહ્મી-સુંદરીનાં વાક્યોથી મહાત્મા બાહુબલી. પ્રત્યાખ્યાનાવરણ માને કાષ્ઠ સમાન છે. જેમ કાષ્ઠને વાળવામાં થોડું કષ્ટ પડે છે તેમ પ્રત્યાખ્યાનાવરણ માનના ઉદયવાળો જીવ થોડો પ્રયત્ન કરવાથી નમે છે નમ્ર બને છે. અપ્રત્યાખ્યાન માન અસ્થિ સમાન છે. જેમ હાડકાને વાળવામાં ઘણું કષ્ટ પડે છે, તેમ અપ્રત્યાખ્યાન માનના ઉદયવાળો જીવ ઘણા કષ્ટથી વિલંબે નમવા તૈયાર થાય છે. અનંતાનુબંધી માન પત્થરના સ્તંભ સમાન છે. જેમ પથ્થરનો થાંભલો ન નમાવી શકાય, તેમ અનંતાનુબંધી માનવાળો જીવ નમે તે દુઃશક્ય છે. જેમ નેતર વગેરે પદાર્થો અક્કડ હોય છે તેમ માન કષાયવાળો જીવ અક્કડ રહે છે. આથી અહીં માનને નેતર આદિ અક્કડ વસ્તુ સાથે સરખાવવામાં આવેલ છે.
માયા– સંજવલન માયા ઇંદ્રધનુષ્યની રેખા સમાન છે. જેમ આકાશમાં થતી ઇંદ્રધનુષ્યની રેખા શીધ્ર નાશ પામે છે. તેમ સંજવલન માયા જલદી દૂર થાય છે. પ્રત્યાખ્યાનાવરણ માયા બળદ આદિના મૂત્રની ધારા સમાન છે. જેમ મૂત્રની ધારા (તાપ આદિથી) જરા વિલંબે નાશ પામે છે તેમ આ માયા થોડા વિલંબે નાશ પામે છે. અપ્રત્યાખ્યાન માયા ઘેટાના શિંગડા સમાન છે. ઘેટાના શિંગડાની વક્રતા કષ્ટથી દૂર થાય છે, તેમ આ માયા ઘણા કષ્ટથી દૂર થાય છે. અનંતાનુબંધી માયા ઘનવાસના મૂળિયા સમાન છે. જેમ ઘનવાંસના મૂળિયાની વક્રતા દૂર થઈ શકતી નથી તેમ અનંતાનુબંધી માયા પ્રાયઃ દૂર થતી નથી. જેમ ઇંદ્રધનુષ્યની રેખા વગેરે વક્ર હોય છે તેમ માયાવી જીવ વક્ર હોય છે. આથી અહીં માયાને ઇંદ્રધનુષ્યની રેખા આદિની ઉપમા આપી છે.
લોભ- સંજવલન લોભ હળદરના રંગ સમાન છે. વસ્ત્રમાં લાગેલો હળદરનો રંગ સૂર્યનો તાપ લાગવા માત્રથી શીધ્ર નીકળી