________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૭
જાય છે, તેમ સંજ્વલન લોભ કષ્ટ વિના શીઘ્ર દૂર થાય છે. પ્રત્યાખ્યાનાવરણ લોભ દીવાની મેશ સમાન છે. જેમ વસ્ત્રમાં લાગેલી દીવાની મેશ (કાજળ) જરા કષ્ટથી દૂર થાય છે તેમ આ લોભ થોડા કષ્ટથી વિલંબે દૂર થાય છે. અપ્રત્યાખ્યાન લોભ ગાડાના પૈડાની મળી સમાન છે. વસ્ત્રમાં લાગેલી ગાડાના પૈડાની મળી જેમ ઘણા કષ્ટથી દૂર થાય છે, તેમ આ લોભ પણ ઘણા કષ્ટથી દૂર થાય છે. અનંતાનુબંધી લોભ કૃમિરંગ (કીરમજી રંગ) સમાન છે. જેમ વસ્ત્રમાં લાગેલ કીરમજી રંગ વજ્ર નાશ પામે ત્યાં સુધી રહે છે તેમ આ લોભ પ્રાયઃ જીવ મરે ત્યાં સુધી રહે છે. લોભ રાગ સ્વરૂપ છે. માટે અહીં લોભને હળદર આદિના રાગની=રંગની સાથે સરખાવેલ છે. અહીં કોઠો આ પ્રમાણે છે–
કષાય | સંજ્વલન
ક્રોધ | જલરેખા
માન નેતર
માયા | ઇંદ્રધનુષ્ય રેખા
લોભ હળદર રંગ
પ્રત્યાખ્યાનાવરણ અપ્રત્યાખ્યાન
અનંતાનુબંધી
પૃથ્વીરેખા
પર્વતરેખા
અસ્થિ
પથ્થરસ્તંભ
ઘેટાનાં શિંગડાં | ઘનવાંશ મૂળિયા
શકટચક્ર મળી કીરમજી રંગ
રેણુરેખા
કાઠ
મૂત્ર ધારા
દીપક મેશ
સંજ્વલન ૧૫ દિવસ સુધી, પ્રત્યાખ્યાનાવરણ ચાર માસ સુધી, અપ્રત્યાખ્યાની ૧૨ માસ સુધી અને અનંતાનુબંધી જીવનપર્યંત રહેનારા છે. ક્રમશઃ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિને સાધવાના હેતુ કહ્યાં છે.
(ગતિનો આ નિયમ વ્યવહારથી (=સ્થૂલદૃષ્ટિથી) છે. કારણ કે અનંતાનુબંધી કષાયના ઉદયવાળા તાપસો, અકામનિર્જરા કરનારા જીવો, અભવ્યસંયમી વગેરે દેવલોકમાં કે મનુષ્યલોકમાં ઉત્પન્ન થાય છે. તથા અપ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્યો અને તિર્યંચો દેવગતિમાં અને દેવો મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળા દેશવિરતિ મનુષ્યો અને તિર્યંચો દેવગતિમાં ઉત્પન્ન થાય છે.) (૧૭)