________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૨ ટીકાર્થ- નયન, લોચન, ચક્ષુ એ પર્યાયવાચી શબ્દો છે. એથી નયનદર્શનાવરણ કે ચક્ષુદર્શનાવરણ એ બંનેનો એક જ અર્થ છે. ચક્ષુદર્શનાવરણ એટલે ચક્ષુના સામાન્ય ઉપયોગનું આવરણ.
ઇતર દર્શનાવરણ એટલે અચક્ષુદર્શનાવરણ, અર્થાત્ ચક્ષુ સિવાય શેષ ઇંદ્રિય દર્શનાવરણ. એ જ પ્રમાણે અવધિ અને કેવલદર્શનની પણ યોજના કરવી, અર્થાત આત્માથી સાક્ષાત દેખાતા રૂપી પદાર્થોના સામાન્ય દર્શનને આવરે તે અવધિદર્શનાવરણ. તેમ જ આત્માથી એકી સાથે સાક્ષાત્ દેખાતા જગતના રૂપી-અરૂપી સર્વ પદાર્થોના સામાન્ય દર્શનને આવરે તે કેવલદર્શનાવરણ. જે આલ્હાદરૂપે વેદાય-અનુભવાય તે सातवहनीय.४ परिता५३५-६:५३५ वय ते मसातवहनीय. (१४)
दुविहं च मोहणीयं, दंसणमोहं चरित्तमोहं च । दंसणमोहं तिविहं, सम्मेयरमीसवेयणियं ॥ १५ ॥ [द्विविधं च मोहनीयं दर्शनमोहनीयं चारित्रमोहनीयं च । दर्शनमोहनीयं त्रिविधं सम्यक्त्वेतरमिश्रवेदनीयम् ॥ १५ ॥]
द्वे विधेऽस्य तद् द्विविधं द्विप्रकारम् । चः समुच्चये । मोहनीयं प्रानिरूपितशब्दार्थम् । द्वैविध्यमेवाह- दर्शनमोहनीयं चारित्रमोहनीयं च । तत्र दर्शनं सम्यग्दर्शनं तन्मोहयतीति दर्शनमोहनीयम् । चारित्रं विरतिरूपं तन्मोहयतीति चारित्रमोहनीयम् । तत्र दर्शनमोहनीयं त्रिविधं त्रिप्रकारं सम्यक्त्वेतरमिश्रवेदनीयम् । सम्यक्त्वरूपेण वेद्यते यत्तत्सम्यक्त्ववेदनीयम् । इतरग्रहणान्मिथ्यात्वरूपेण वेद्यते यत्तन्मिथ्यात्ववेदनीयम् । मिश्रग्रहणात्सम्यग्मिथ्यात्वरूपेण वेद्यते यत्तत्सम्यक्त्वमिथ्यात्ववेदनीयम् । एवमयं वेदनीयशब्दः प्रत्येकभिसंबध्यते । इदं च बन्धं प्रत्येकविधमेव सन्कर्मतया त्रिविधमिति ॥ आह- सम्यक्त्ववेदनीयं कथं दर्शनमोहनीयं ? न हि तद्दर्शनं मोहयति तस्यैव दर्शनत्वात् । उच्यते- मिथ्यात्वप्रकृतित्वादतिचारसंभवादौपशमिकादिमोहनाच्च दर्शनमोहनीयमिति ॥ १५ ॥
ગાથાર્થ– મોહનીય કર્મ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ બે પ્રકારનું છે. દર્શન મોહનીય સમ્યકત્વવેદનીય, મિશ્રવદનીય અને મિથ્યાત્વવેદનીય એમ ત્રણ પ્રકારનું છે.