Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૪
પંચસંગ્રહ-૧
લબ્ધિસંપન્ન શ્રુતકેવલી તે તે લબ્ધિનો ઉપયોગ કરે ત્યારે હોય છે. તેમ જ વૈક્રિયલબ્ધિસંપન્ન મનુષ્ય તિર્યંચ લબ્ધિ ફોરવે ત્યારે વૈક્રિયકાયયોગ હોય છે, દેવતા નારકોને પર્યાપ્તાવસ્થામાં વૈયિકાયયોગ હોય છે. મનયોગના ચાર ભેદ અને વચનયોગના ચાર ભેદ ચારે ગતિના સંજ્ઞીપર્યાપ્તાને હોય છે, અને ઔદારિકકાયયોગ પર્યાપ્ત મનુષ્યતિર્યંચોને હોય છે. તથા શેષ સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એકેન્દ્રિય, અપર્યાપ્તા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય અને સંક્ષીપંચેન્દ્રિય એ નવ જીવભેદોમાં એકલો કાયયોગ જ હોય છે. તે પણ ઔદારિકમિશ્નકાયયોગ જ હોય છે. અહીં લબ્ધિ અપર્યાપ્તાની વિવેક્ષા છે. જો કરણઅપર્યાપ્તાની વિવક્ષા હોત તો અપર્યાપ્ત દેવ નારકનો વૈક્રિયમિશ્રકાયયોગ પણ લીધો હોત પરંતુ તે લીધો નથી તેથી જ અહીં લબ્ધિ અપર્યાપ્તાની વિવલા છે એમ સમજાય છે. ૬. તે જ હકીકતને સ્પષ્ટ કરતાં કહે છે.
लद्धीए करणेहि य ओरालियमीसगो अपज्जत्ते ।। पज्जत्ते ओरालो वेउव्विय मीसगो वावि ॥७॥ लब्ध्या करणैश्चौदारिकमिश्रकोऽपर्याप्ते ।
पर्याप्ते उरालो वैक्रियमिश्रको वाऽपि ॥७॥ અર્થ– લબ્ધિ અને કરણથી અપર્યાપ્તામાં ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. અને પર્યાપ્તામાં ઔદારિકકાયયોગ અથવા વૈક્રિયમિશ્રકાયયોગ પણ હોય છે.
ટીકાનુ–લબ્ધિ અને કરણે એ બંને વિશેષણવાળા અપર્યાપ્તા જીવોમાં ઔદારિકમિશ્રકાયયોગ એક જ હોય છે. આ હકીકત તિર્યંચ અને મનુષ્ય આશ્રયી કહી છે એમ સમજવું. કારણ તેઓમાં જ લબ્ધિ અને કરણ એ બન્ને વિશેષણો સંભવે છે. પરંતુ દેવ નારકોમાં સંભવતાં નથી. કારણ કે તેઓ કરણ અપર્યાપ્ત જ સંભવે છે. લબ્ધિઅપર્યાપ્ત નહિ, તેઓને અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્રકાયયોગ જાણવો. તથા સાતે અપર્યાપ્ત જીવસ્થાનોને વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે કાર્મણકાયયોગ હોય છે અને પર્યાપ્ત જીવોને ઔદારિક, વૈક્રિય અને વિક્રિયમિશ્ર એ ત્રણ યોગો હોય છે. તેમાં તિર્યંચ તથા મનુષ્યોને ઔદારિક, દેવ-નારકોને વૈક્રિય અને વૈક્રિયલબ્ધિવાળા પર્યાપ્ત બાદરવાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોને વૈક્રિયકાયયોગ અને વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. તથા ગાથાને અંતે મૂકેલા અપિ શબ્દથી લબ્ધિસંપન્ન ચૌદ પૂર્વધરને આહારકકાયયોગ અને આહારકમિશ્નકાયયોગ પણ હોય છે. ૭.
અહીં કેટલાક આચાર્યો શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં મનુષ્ય તિર્યંચોને ઔદારિકમિશ્રા અને દેવ-નારકોને વૈક્રિયમિશ્ર તથા શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ શેષ પર્યાપ્તિ વડે અપર્યાપ્તા મનુષ્ય-તિર્યંચોને ઔદારિક અને દેવ-નારકોને વૈક્રિયકાયયોગ માને છે. તેમના મતને જણાવનારી અન્યકર્તક ગાથા કહે છે–
૧. અહીં નવે જીવભેદમાં ઔદારિકમિશ્ર કાયયોગ જ હોય એમ કહ્યું, પરંતુ સાતે અપર્યાપ્ત જીવસ્થાનોમાં વિગ્રહગતિમાં તથા ઉત્પત્તિના પ્રથમ સમયે કામણ કાયયોગ હોય. પછીની ગાથાની ટીકામાં આ હકીકત જણાવી છે. પણ અહીં તેની અવિવક્ષા કરી હોય તેમ લાગે છે.