________________
કહેવાતી નથી. ભક્તિ શરતવાળી ન હોય. ભક્તિ કરવી એટલે પિતાને તે રૂપ બનાવવું. મારું સ્વરૂપ અને તારૂં સ્વરૂપ સરખું છે. મારે તારા જેવું બનવું છે. ભક્તિ એટલે એકતા. ચેય ભગવાન થવાને હા જોઈએ. મારે અને તારે આત્મા સરખે છે તો હું તારા જે ક્યારે બનું? એવી અંદરથી ઉર્મિ ઉછળવી જોઈએ. અદમ્ય ઉત્સાહ પ્રગટવો જોઈએ. જેને મોક્ષના ફળ ચાખવા છે તેને તેવાં કાર્યો કરવા જોઈએ. ભાવ વગરની સાધનાથી સિદ્ધિ નહીં મળે. ખાલી વાતે કરવાથી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. પાણીનું ગમે તેટલું વલેણું કરી નવનીત મેળવવા મથામણ કરશે તો શું એમ નવનીત મળશે?
રેતમાંથી કદિ તેલ શું નિકળે, દૂધ વંધ્યા સ્તને હોય કયાંથી, ઝાંઝવાના જળે તરસ છીપે કદિ, તે સુખ સંસારમાંથી, વસ્તુ કે વ્યક્તિમાં સુખ રહેતું નથી, સુખ સાચું ભર્યું આત્મખાણે,
બંધને તોડી જે દ્રષ્ટિ અંતર કરે, તે નિજાનંદ તે અચળ માણે.” રેતને ગમે તેટલી પીલે તે શું તેમાંથી તેલ નીકળશે? રણની અંદર જઈ રહ્યા હોય, ગ્રીષ્મ ઋતુ હોય, મધ્યાહુને સમય હોય. તૃષા ખૂબ લાગી હોય. રામે ઝાંઝવાના જળ દેખાય ને તે પીવા માટે દોડો તે ત્યાંથી પાણી મળશે ? નહિ મળે. તેમ સંસારમાંથી સુખ મળતું નથી. કેઈપણ વસ્તુ કે કેઈપણ વ્યક્તિમાં સુખ નથી. જેની જેની ખાણ ખાદતાં જાવ તેમાંથી તે તે વસ્તુ પ્રાપ્ત થતી જ જાય છે. તેમ અઢળક સુખ આત્માની ખાણમાંથી પ્રાપ્ત થાય છે. મેહ-મમત્વના, રાગ-દ્વેષના બંધને તેડી માયા મરિચિકામાંથી છુટી જે દષ્ટિ અંદરમાં કરે તે નિજાનંદની મસ્તી માણી શકાય.
સસા સીંગનું વહાણ કર્યું અને મૃગતૃષ્ણામાં જઈને તર્યું, વધ્યા સૂત બે વહાણે ચડ્યાં, ખંપુપો વસાણાં ભર્યા.” આ બધું જેમ અશક્ય છે તેમ સંસારમાંથી કદિ પણ સાચું સુખ મળતું જ નથી. શાશ્વત સુખ મેળવવા માટે પ્રભુની સાથે પ્રીત કરે. પ્રભુ વીતરાગી છે. એને રાગછેષ નથી. પણ આપણે એના જેવા બનવા માટે એનું સ્મરણ કરવાનું છે. અરિહન્ત થવા માટે અરિહન્તને ભજવાના છે.
“ક્ષણે ક્ષણે તમે જાગૃત રહીને, અનુપમ સાધના કીધી, નિદ્રા અને પ્રમાદ કરીને ઘેર વિરાધના કીધી, પેલે પાર તમે પહોંચ્યા ને હું રડ્યો કાંઠા ઉપર, મારી તમારી વચ્ચે લાખે જે જન કેરૂં અંતર.” સિદ્ધશિલા ઉપર આપ બીરાજે ને હું ધરતી ઉપર, મારી તમારી વચ્ચે લાખે જોજન કેરૂં અંતર.”