________________
વિલીન થવાનું છે. જ્યાં જવાનું છે એ જગ્યા હાલ ખાલી થઈ નથી. આવા પ્રખર જ્ઞાની-નિત્ય આત્મ સમરણ કરવાવાળાને આજે તૂટો પડી ગયો છે. જૈન શાસનને આને મટે ફટકે છે. આજે સમાજમાંથી સાધુ થવા નીકળે છે ઓછા અને જે થાય છે તેમાં પણ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવાની ધગશવાળા અને ભગવાનને માર્ગે યથાર્થ રીતે ચાલવાવાળા ઘણાં ઓછા છે.
આવા મહાપુરૂષનું જીવન અને મૃત્યુ આપણને ખૂબ બધ આપી જાય છે. મહારાજ સાહેબની છેલી અવસ્થા અમે જોઈ છે. જમ્બર આરાધના કરી હતી. દેહાધ્યાસ કેટલે બધે છૂટી ગયા હતા, તે પ્રત્યક્ષ દેખાતું હતું. નિરંતર સમાધિ ભાવમાં જ સ્થિર જોઈને આપણને એમ થાય છે કે કયાં એમની સમતા અને જ્યાં આપણી પામરતા ! એમના જીવનમાંથી આપણે સદ્ગુણ લેવાના છે. મહાપુરૂષોના જીવન સાંભળીને-વિચારીને તેમના જીવનની સુવાસ આપણા જીવનમાં ઉતરે તે કલ્યાણ થાય.
વ્યાખ્યાન નં-૫
*
અષાડ વદ ૬ ને મંગળવાર તા. ૧૩-૭–૭૧
સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. વન્તિ દશામાં નિષધકુમારના અધિકારમાં ભગવાન ફરમાવે છે, તે કાળ તથા તે સમયની એટલે વર્તમાન અવસર્પિણી કાળના ચોથા આરામાં જ્યારે ભગવાન નેમનાથ પ્રભુ વિચરતા હતા એમના વખતની આ વાત છે. દ્વારિકા નામની નગરી હતી. નગરી બાર જે જનની લાંબી એટલે અડતાલીસ ગાઉ લાંબી હતી. નવ જનની પહેલી એટલે છત્રીસ ગાઉની પહોળી હતી. નગર ચરસ હોય છે. પણ નગરી લાંબી વધારે અને પહોળી ઓછી હોય છે. નગરીમાં ખૂબ બાગ-બગીચા હોય. જયાં વાવ, કુવા, નદી તથા પહાડ હોય. આંબા તેમજ અનેક જાતના વૃક્ષ હોય. અનેક જાતના ફુલ હેય. આ બધું નગરીનું સૌદર્ય છે. જંગલમાં પણું ઝાડ હોય છે. અને બાગમાં પણ ઝાડ હોય છે પણ કેટલે ફેર છે. વ્યવસ્થાપૂર્ણ અને કલાપૂર્ણ ગોઠવાયેલા ઝાડાને બાગ કહીએ છીએ. માળી એક જગ્યાએ અમુક રોપ તથા વૃક્ષને રોપીને સુશોભિત કરે છે. મેંદીને કાપી કાપીને વનસ્પતિમાં અનેક આકારે પાડી બાગની શોભા વધારે છે. ત્યાં પાણીનો છંટકાવ કરે છે. ફુવારા કરે છે. બેસવાના આસને ગોઠવે છે. ત્યાંનું વાતાવરણ એકદમ શાંતિપૂર્ણ અને આહલાદ ઉત્પન્ન કરવાવાળું