________________
વિગેરેની પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી. કેવળ પ્રવેશ જ બાકી રાખ્યો હતો. અને બીજું શુભ કામ એ હતું કે જે પહેલી પત્નીનો પુત્ર રમણલાલ જેને ચંપાબાએ પોતાની પાસે રાખેલો તેનું શિક્ષણ પૂરું થયું હતું. તે ધંધામાં પણ પિતા સાથે લાગ્યો હતો. તેના વિવાહ થઈ ગયેલા. તેના લગ્નની બાને બહુ હોંશ હતી. આ બંને કામ રાહ જોતા હતા, ચંપાની પ્રસૂતિ પછીની હાજરી.
પણ છુપાયેલા ભાવિના ગર્ભમાં કંઈ જુદું જ ચિત્ર નિર્માણ થયું હતું. બાપુજી કહેતા, ઘર હવે સ્મશાન લાગે છે. બહેન મોટી પણ બાર વર્ષની, નાની તો ખરી જ ને? તે આ ઘરમાં ક્યાં બેસે, ક્યાં ફરે ! એટલે ભાઈનાં લગ્ન તરત જ કરી દીધા. એક વ્યક્તિ આવવાથી બહેનને કાંઈક રાહત થઈ.
પણ બાપુજીને કેમે કરી આશ્વાસન મળતું ન હતું. ધંધા-વ્યાપારમાં મન લાગતું ન હતું. દિવસો સુધી ઉપરના માળે એક ઓરડામાં ચંપા ચંપા કરતા, રડતા પડી રહેતા. એ દિવસો પણ વીતતા હતા. બાપુજીના ભાગીદાર સમજ હતા. ધંધો સંભાળી લેતા. વળી મામાઓ આવી સમજાવતા. એમ બાપુજીને કંઈ કળ વળી, દુકાને જવા લાગ્યા.
બહેનનું જીવન અમને સંભાળવામાં અને અન્ય કામમાં લાગ્યું. તે કાળે બાળકોને સાચવવાં બહુ અઘરું ન હતું. ખાઈ-પીને શેરીમાં રમતાં. વળી બાળપણમાં બીજા કોઈ વિશેષ વિકલ્પો પણ ન હતા. સંસારનો ક્રમ જ એવો છે કે સમયોચિત બધું ગોઠવાતું જાય. આ પ્રસંગ સંસારમાં કંઈ પ્રથમ જ બન્યો છે તેવું ન હતું. સંસારનું સ્વરૂપ એવું છે કે જન્મ-મરણ, સંયોગ-વિયોગનાં દ્વન્દ્રમાંથી કોઈ મુક્ત નથી. પરંતુ જેને માથે આવે તેને તે પ્રસંગ કારમો લાગે.
બહેન કહેતી ““તું શાંત અને ડાહી હતી.” ભાઈ એક જ હતો એટલે લાડકો હતો. તેના લાડ પૂરા કરવામાં તકલીફ હતી. રાત્રે સૂવામાં એક અગવડ થતી. બંનેને બહેનની બાજુ જોઈએ. એટલે બહેન ચત્તી જ સૂઈ જતી. જેથી બંનેનું સમાધાન થતું. વળી અમે બાની બા દાદી પાસે જતાં તેને સારું લાગતું પણ હજી તેનાં આંસુ સૂકાતાં ન હતાં. અને નાક સુધી સાડીનો છેડો ઢાંકી રાખતી. કેમ જાણે ચંપા સિવાય કોઈને મો વિભાગ-૨
મારી મંગલયાત્રા
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org