________________
વાત્સલ્ય, એ પ્રતિભાવંતની ઉપસ્થિતિ સૌના ચિત્તને હરી લે તેવી હતી.
પુરું પ્રવચન અંગ્રેજીમાં હતું. ક્યાંક એકબે વાક્ય સમજાયાં હતાં.
તમારી જાતને જેવી છે તેવી જાણો. પક્ષપાત કરીને દોષો કે ગુણો ન જુઓ.
ઊંડા નિરીક્ષણથી સમજાશે કે આપણે અંતરમાં દોષને ઢાંકવા પક્ષપાત કરીએ છીએ.
જીવન પવિત્રતાથી જીવો, સૌની સાથે પ્રેમ-મૈત્રીથી જીવો. પછી તમારે ગુરુની જરૂર નહિ રહે. તમે તમારા ગુરુ છો. ખોટી જંજાળમાં ના પડશો. પ્રેમથી શાંતિનો અનુભવ થશે.
આટલું સમજાયું તે સારું તો લાગ્યું. હવે તેનું સમાધાન થાય છે. યોગ અસંખ્ય પ્રકારના છે. તે મહામના પુરુષોના ક્ષયોપશમ પ્રમાણે વ્યક્ત થાય છે. તેમાં સમગ્રતા સર્વજ્ઞ જેવી ન હોય પણ આંશિક સત્ય છુપાયેલું હોય છે, તેટલું પકડીએ તો જીવનમાં બાધકતા આવતી નથી.
શ્રી કૃષ્ણમૂર્તિના પ્રવચનમાં બીજી કંઈ વધુ સમજ ન પડી, પરંતુ ત્યાર પછી તેમના કેટલાક અનુયાયીઓને મળવાનું થતું. જો કે તેઓ ગુરુ પદ્ધતિ કે ગુરૂપરંપરાના વિરોધી હતા. પરંતુ લોકમાનસ એક યા બીજી રીતે જેના પરિચયમાં આવે તેની વાત રૂચે એટલે સહેજે તે વ્યક્તિ પ્રત્યે આદર ધરાવે, અને તેમની પદ્ધતિને અનુસરે. તમે તેને જે નામાભિમાન કરવું હોય તે કરો. ગુર, શિષ્ય, અનુયાયી (ફોલોઅર) ?.
જે. કૃષ્ણમૂર્તિ કહેતા, તમે જ નક્કી કરો કે હું કોઈ પરંપરાગત ધર્મ પ્રણાલીનો આધાર રાખવા માંગતો નથી. કોઈ ભગવાનને વ્યક્તિરૂપે કે સમષ્ટિરૂપે શ્રદ્ધા રાખવા માંગતો નથી. તે ગુરુ કે ભગવાનની કૃપા મને કિંઈ સહાય કરી શકે તેમ નથી. તમારામાં પોતામાં એવી ઊર્જા છે કે તે ખૂલશે અને તમને મૂળમાંથી બદલી શકશે. બહારનાં કોઈ સાધન તમને બદલી નહિ શકે. તમે ભ્રમમાં જ તમારો સમય ચૂકી જાવ છો. .
તમારી ઊર્જાને વિકસાવવામાં તમે તમારી માન્યતાઓથી અવરોધ ઊભો ન કરો. તમારા પુરાણા ખ્યાલોથી મુક્ત કરો. આપણે પુરાણા ખ્યાલો પર જીવનને ગોઠવ્યું છે તે આપણો વિકાસ ન કરી શકે. ગયેલા સમયને ભૂલી જાવ, ખરેખર તમે પૂર્વે જે જાણ્યું છે તે આજે નિરર્થક છે. વર્તમાનમાં તમે તમારી જાતને નિષ્પક્ષપાતથી જાણો, તેમાં દેવ ગુરુ કે તેમની કૃપાની જરૂર નથી.
આ તેમના મંતવ્યમાં સંપ્રદાયોની પરંપરાગત ચાલતી પ્રણાલી ક્યાંય મારી મંગલયાત્રા
વિભાગ-૫
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org