________________
પર શ્રેયની પ્રવૃત્તિ કરી રહ્યા છે. યદ્યપિ તેઓ શ્વેતાંબર આપ્નાયની પદ્ધતિથી અનુષ્ઠાનો કરે છે, કરાવે છે છતાં તેમના દ્વાર સૌને માટે અભંગ છે.
તેઓ જૈન સમાજ માટે વડીલ જેવા છે. ગુંચ પડે તો ઉકેલવાની ક્ષમતા ધરાવે છે. તેથી જૈન સમાજમાં તેમનું સ્થાન આદરણીય છે. અમારી સત્સગયાત્રા ખૂબ આનંદમય રહેવામાં તે દંપતીનો ઘણો સહયોગ છે. સુશીલાબહેન સ્વયં તપસ્વી છે. માસક્ષમણ જેવું તપ પણ સહજ રીતે તેમને ઉપાસ્ય છે. સૌમ્યતા અને ઓછાબોલા એ એમની પ્રકૃતિ છે. સેવાપરાયણતામાં ઉત્સાહી છે. આથી અન્યોન્ય અમે સત્સંગનો લાભ લઈ શક્યા છીએ. - ઘરમાં સુંદર અલગ નાનું દેરાસર અને વ્યવસ્થિત સાધનાખંડ છે જ્યાં સહાધ્યાયીઓ અભ્યાસ કરતા હોય છે. કોઈ વાર દેશાવગાસિકનું આયોજન થતું હોય છે. આ ઉપરાંત વ્રત, તપ તથા નિયમની તેમની પ્રેરણાથી સૌમાં આચારયુક્ત આરાધના ટકી રહી છે. દર સપ્તાહે ત્રણ સ્વાધ્યાયનો લાભ આપે છે. અમે અન્યોન્ય સન્માર્ગની આરાધનામાં પ્રેરક કલ્યાણમિત્રો છીએ તે સુભગ યોગ છે. ધર્માવલંબી ઉર્વશી વિરેન શાહ (લોસ એંજલીસ) :
દર વર્ષે જાઉં અને નવા સન્મિત્રોનો સાથ મળે. લગભગ ૨૦૦૧ ની સત્સગયાત્રામાં ઉર્વશી સાથે રહી. મથાળે ધર્માવલંબી લખ્યું છે પણ હું એને ધર્મલોભી કહ્યું છે. સત્સગયાત્રામાં તેનો મૂળ આશય સેવાભાવનો હોય છે. જોકે યજમાનને ત્યાં કંઈ ખાસ કામ ન હોય તો પણ તે સ્વયં સેવાભાવી છે. બે વરસીતપમાં પણ સાથે જ રહી હતી. તપનું આરાધન ચાલુ જ હોય.
કામથી મુક્ત થાય ત્યારે તેને યજમાનના ઘરના સ્વાધ્યાયખંડદેરાસરની જગામાં શોધવી પડે. તેનું પાથરણું ત્યાં પાથરેલું જ હોય. તિથિએ દેશાવગાશિક દસ સામાયિક કરી લગભગ મૌન રાખે એ જ પાથરણા પર પૂરો દિવસ ગાળે. તે કહે : તમારી સાથે રહી આરાધના કરી લઉં તો કર્મભાર ઓછો થાય ને ? આ સંસારભાવ છોડવો છે તે આરાધના વગર કેમ છૂટે ?
ઉર્વશીને દીકરીઓ અને પતિ વિરેનનો ઘણો સહકાર મળે. મારા પુસ્તક-વિતરણનું બધું કામ વિરેન સંભાળે છે.
મેં એક વાર તેને એક પ્રશ્ન પૂછ્યો કે ““મને લાગે છે કે ભગવાન ઋષભદેવના સમયમાં આપણે બંને સાથે હતાં. તે કેવી રીતે ?” તેને વિભાગ-૧૧
૩૨૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org