________________
“ “જેની આંખમાંથી દયાની – કરૂણાની વૃષ્ટિ થાય છે અને જેમની વાણીમાંથી સમતારૂપી સુધા નીતર્યા કરે છે, તેવા યોગીપુરુષને નમસ્કાર કરું છું'' ને એમણે એવા યોગીની કલ્પના કરી છે કે, જે વિશ્વ પર નિરંતર કરૂણા વરસાવે. કેમકે આ વિશ્વ દ્રવ્ય અને ભાવથી દુ:ખી છે. | યોગી પુરુષનું આ લક્ષણ બતાવ્યું છે કે, એ કોઈની પણ સામે જુએ, તેઓ કરૂણા વરસાવતા લાગે. આવા મહાપુરુષો પાસે જે કોઈ પણ જાય તેમના ઉપર એવી કૃપાનું બુંદ ઝરે કે, જેના દ્વારા તેના તાપ અને સંતાપ નષ્ટ થઈ જાય છે.
- મહોપાધ્યાયજી યશોવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org