________________
યોગાનુયોગ પૂ. શ્રી ૧૯૯૦માં અમદાવાદ પધાર્યા હતા. કોઈ સત્સંગીએ સમાચાર આપ્યા. તરત જ પંકજ સોસાયટીમાં ઉપાશ્રય પહોંચી ગઈ. તેઓ ઓળખી ગયા. મેં પણ સહજ જ પૂછયું : “સાહેબજી બોધનો કંઈ લાભ આપો.” તેઓએ તરત જ સાંજે ૫ થી ૬ નો સમય આપ્યો. લગભગ ૧૪/૧૫ દિવસ શ્રીદેવચંદ્રના સ્તવનના ભાવાર્થ જે ઘણા ગૂઢ છે તે મને બોધરૂપે સમજાવ્યા. પૂરું કથન તો લખતી નથી પણ મને તેમના એ બોધથી તત્ત્વનિષ્ઠાની વાસ્તવિકતા સમજમાં આવી. અને નિર્ણય પાકો થતો ગયો કે તત્ત્વબોધ વગરની ધર્મારાધના ઘી વગરની રોટલી જેવી કે સાકર વગરની મીઠાઈ જેવી છે.
અમદાવાદના સમાગમ પછી પૂ. શ્રી ધ્રાંગધ્રા હતા. ધ્રાંગધ્રાના ચાતુર્માસની વિશેષતા એ હતી કે વ્યાપારીઓએ સંગઠિત થઈને નક્કી કર્યું હતું કે પૂ. શ્રીના ચાતુર્માસમાં બજારની દુકાનો ૧૦ વાગે ખૂલે. સૌએ આ વાત પ્રેમથી વધાવી લીધી હતી. એક-બે કલાક સંસાર-વ્યાપારની દુકાનને બદલે ધર્મવ્યાપારના વ્યાખ્યાને સૌ જતા.
વળી રાત્રે ૮ થી ૯ પૂ. શ્રી પોતે જ નવતત્ત્વના વર્ગો ચલાવતા. લગભગ સો જેટલા પુરુષો આ વર્ગમાં આવતા. તેમાં ડૉક્ટરો અને એન્જિનિયરો પણ સારો લાભ લેતા. આ પ્રથા અનુકરણીય છે.
હું ધ્રાંગધ્રા ગઈ ત્યારે સવારે ૧૦ થી ૧૧ અને ૩ થી ૪ મને સમય આપ્યો હતો. એક વાર એક ડૉક્ટર ત્રણ વાગે આવ્યા. “મને ૧૫ મિનિટ આપો. હું રાત્રે વર્ગમાં આવ્યો ન હતો. મને એ પાઠ સમજાવી દો તો રાત્રે તૈયાર થઈને બધાની સાથે જોડાઈ શકે.” અને પૂજ્યશ્રીએ સહર્ષ પંદર મિનિટમાં પાઠ સમજાવ્યો. ડૉક્ટર પણ કેવા ઉત્સાહી કે બપોરના વિરામના સમયનો ઉપયોગ કરી લીધો.
પૂ. શ્રીનું સાન્નિધ્ય આવું અનોખું હતું. પૂરા ધ્રાંગધ્રાના વાતાવરણમાં તેમની ઉપસ્થિતિ છવાયેલી જણાતી હતી.
બપોરે સાધ્વી મહારાજ બહેનોના વર્ગો ચલાવે. ૫. શ્રીના આદેશથી એક દિવસ મારો સ્વાધ્યાય રાખ્યો હતો. સંચાલકોને કહ્યું કે આ બહેન પાસે બહેનોને તત્ત્વનો બોધ આપવાનું ગોઠવજો. અને સો જેવાં બહેનોએ લાભ લીધો હતો. પૂ. શ્રીનો સુરતના ઉપાશ્રયે મળેલો બોધ :
બીજી વાર સુરતમાં ચાતુર્માસ હતું ત્યારે ત્યાં વાચનાનો લાભ મળ્યો હતો. સુરતમાં પૂ. શ્રીએ જ્ઞાનસારના પૂર્ણતાના પ્રથમ અષ્ટકની સ્વવિભાગ-૧૨
મારી મંગલયાત્રા
૩૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org