________________
અમેરીકાના ફલોરીડા સ્ટેટના ઓરલાન્ડો સીટીમાં વસતા મૂળ અમદાવાદના દીપકભાઈ અને ધર્મબહેન નિકટના સત્સંગી મિત્રો છે. તેમને ત્યાં સ્થિરતા હોય ત્યારે સવારે ફરતા કે રાત્રે મોડા હળવી વાતો થાય તેમાં મારા જીવનના અનુભવો સાંભળી કહે તમે આ બધા અનુભવોનું પુસ્તક લખો. આમ પ્રસ્તુત પુસ્તકના લેખનના પ્રથમ પ્રેરક આ દંપતિ છે પરંતુ આ અપ્રગટ રહસ્ય કોઈ આંતરિક બળથી ઘણા મિત્રોનાં હૃદયતંત્ર સુધી પહોંચ્યુ. વળી અન્ય મિત્રો પણ કહેવા લાગ્યા. આથી લખુ વળી અટકું તેમ કરતા એ સૌના પ્રેરકબળથી લખાયું તે પણ વિસ્તારથી બન્યું, તેમાં તે સૌના તન મન અને ધનની સદ્ભાવના છે.
ગુરૂવાર, માર્ચ ૨૩, ૨૦૦૬
પુજ્ય ગુરૂવર્ય બેનશ્રી,
“જે સ્વરૂપ સમજયા વિના, પામ્યો દુ:ખ અનંત સમજાવ્યું તે પદ નમુ, શ્રી સદ્ગુરૂ ભગવંત’
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ કૃપાળુ દેવના દોહા આ કાગળમાં લખ્યા છે તેવા શ્રી સદ્ગુરૂ ભગવંત પૂજ્ય બેનને પ્રણામ.
સુખના આભાસને સુખ માનવાની ભૂલ સુધારીને સાચું સુખ બતાવવા માટે આપશ્રીનો ખૂબ ખૂબ અંતઃકરણથી આભાર. આ દોહાની કોપી શ્રી સીમંધરસ્વામી ભગવાનની સામે રાખી છે અને દરરોજ તેના દર્શન કરતા આપને ભાવથી દર્શન વંદન કરું છું.
-
આપશ્રીના સ્વાસ્થ્યના સમાચાર જાણી આનંદ થયો. શ્રીસંઘમાં સૌ આપના નીરોગી સ્વાસ્થ્ય અને દીર્ધાયુ માટે પ્રાર્થના કરે છે અને અમેરીકા આવી સૌને ધર્મ પ્રત્યે જાગૃત રાખો તેવી ભાવના રાખે છે.
આપશ્રીની ‘આઠ દાયકા’ની બુક સંપુર્ણ થવા આવી છે. તે જાણી ખૂબ આનંદ થયો. તે માટે અમારા લાયક સેવા આપશો . ૧૮મી મે, ૨૦૦૬ મારા પૂ. પિતાશ્રીની પ્રથમ વર્ષની પુણ્ય
મારી મંગલયાત્રા
Jain Education International
૩૬૫
For Private & Personal Use Only
વિભાગ-૧૪
www.jainelibrary.org