Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 406
________________ પ્રસ્તુત પુસ્તક સંબંધિત પાત્ર પરિચય લગભગ આઠ દસકા સુધીની હૃદયાંકિતની યાદિ હજી વિશાળ છે. ગણ્યા ગણાય નહિ તો પછી કાગળમાં કયાંથી સમાય ? ઋણમુક્તિ માટે વિશેષ શું કરું ? સૌના સહયોગ, ઉપકાર, માર્ગદર્શન, સુબોધ આવા વિવિધ પ્રદાનનું મારા જીવનમાં બહુમૂલ્ય છે. વાસ્તવમાં કહું તો મારા જીવનના અનેકવિધ વિકાસની કડીઓના સૌ શિલ્પી છે. આ પરિચય નોંધ ઉપરાંત આ લેખન શ્રુતમાં અન્ય પરિચયોનો ઉલ્લેખ છે. તે સર્વેનું અહોભાવથી અવતરણ કર્યું છે. અત્રે સવિશેષ જેની નિશ્રા મળી તેટલું જ જણાવ્યું છે. કેટલુંક પુસ્તકમાં અવતરણ થયેલું છે. પરિચયની પૂરી યાદિ જોતાં ચતુર્વિધ સંઘનો સહેજે સમન્વય સધાયો છે. અર્થાત સૌ તેમાં સમાઈ જાય તેવી જૈન સંઘની ઉત્તમ પ્રણાલિ છે. સૌનું આત્મય હો. પારિવારિક પરિચય (આવશ્યક સંક્ષિપ્ત) :પિતૃપક્ષ નામ સંબંધ શ્રી નકરચંદ મગનલાલ પૂ. પિતાશ્રી શ્રી ચંપાબહેન નકરચંદ પૂ. માતુશ્રી (ચાર વર્ષ અલ્પકાલીન છાયા મળી) શ્રી શારદાબહેન નકરચંદ નવા માતુશ્રી શ્રી સમરથબહેન પૂ. દાદી (નાની) જેણે જન્મથી ગળથુથીમાં નવકાર મંત્ર આપ્યો. શ્રી સુભદ્રાબહેન પૂ. મોટા બહેન (મા તુલ્ય) માતાના અવસાન પછી વાત્સલ્યથી ઉછેર કર્યો શ્વસુરપક્ષ પરિચય (આવશ્યક સંક્ષિપ્ત) :શ્રી નેમચંદ પોપટલાલ પૂ. સસરાજી શ્રી લક્ષ્મીબહેન નેમચંદ પૂ. નવા સાસુજી શ્રી મંજુબહેન નેમચંદ પૂ. મોટા નણંદ જેમણે સામાયિક જેવી ધર્મ ક્રિયામાં પ્રવેશ કરાવ્યો શ્રી શારદાબહેન નેમચંદ જેમણે ગૃહવ્યવહારનું શિક્ષણ આપ્યું શ્રી જગતચંદ્ર નેમચંદ સાંસારિક સુખદ જીવન સાથે સામાજિક સેવા તથા ધાર્મિક જીવનમાં સાથ આપ્યો. મારી મંગલયાત્રા ૩૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412