Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
Catalog link: https://jainqq.org/explore/001999/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ aied aisiacuisin gianba nan www n 語 Page #2 -------------------------------------------------------------------------- ________________ મારી મંગલયાત્રા લેખક: સુનંદાબહેન વોહરા . * સુભાષિતમ્ : સંતો, સનો, સાધુજનોનો સંગ-પ્રસંગ એ તો સંસાર સાગર તરી જવાની નાવ છે. અવનીનું અમૃત છે. એ ગંગાસાગર જેવો નિર્મળ છે. એ સંગ જેને, જયારે, જયાં મળે ત્યાં માણજો. આ પુસ્તકમાં એવો સંગ, શબ્દશ્રુત દ્વારા કંઈક પ્રાપ્ત થશે. Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ : મારી મંગલયાત્રા લેખક : સુનંદાબહેન વોહોરા પ્રકાશકે : આનંદસુમંગલ પરિવાર અમેરીકા અમદાવાદ. પ્રકાશન વર્ષ : ઈ.સ. ૨૦૦૬ પ્રથમ આવૃત્તિ નકલ : ૧,૮૦૦ ૧. સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, અમદાવાદ ગુજરાત. ૩૮૦ ૦૦૭. ભારત ફોન : ૨૬૫૮૭૯૫૪ ર. જૈન પ્રકાશન વીર સંવત ઃ ૨૫૩ર • પ્રાપ્તિ સ્થાન • 3. ૩૨, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૨૫૩૫૬૮૦૬ વિક્રમ સંવત : ૨૦૬૨ Kalpana P. Shah 992 Mc. nair Dr. Lansdale PA 19446 U.S.A. Tel. : 2153625598 4. Urvashi V. Shah 24122 HUBER Ave Torrance CA 90501-6720 U.S.A. Tel. : 310 326 5685 મુદ્રક : શાલિભદ્ર ઓફસેટ પ્રિન્ટર્સ ૨૩૭-૮, પહેલે માળ, ગંજબજાર, જુના માધુપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪. ફોન : (૦૭૯) ૨૨૧ ૨૧ ૦૨૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્વિજન મિત્રોને સંબોધન (સૌ પ્રથમ વાંચવા યોગ્ય) વાસ્તવમાં જીવન એ યાત્રા જ છે, જીવનના ચક્રો જેમાં ગતિ-પ્રગતિમાન રહ્યા છે. એટલે મેં આગળ જણાવ્યું છે કે આ ધર્મકથા કે પરાક્રમ કથા નથી, પરંતુ સાંસારિક અને આધ્યાત્મિક જીવનના અનુભવો છે. વળી આ લેખનમાં કેવળ મારા સાંસારિક જીવનના સુખદ્ દુઃખદ્ પ્રસંગો છે એટલું જ નહિ પરંતુ વિવિધ સાધુ-ગુરુજનીના પરિચય સાથે બોધવચનો છે. પંડિતજનોના જીવનનો જીવંત સંદેશ છે. સાધકોની સાધના માર્ગની ઉત્તમ ઝલક છે. સામાજિક રીતે દીન દુઃખી માનવોની કથની છે. મંગલયાત્રાના આ વિવિધ પાસાઓ છે. તે લગભગ પ્રગતિશીલ રહ્યા છે, તેનું કારણ તેમાં પ્રારંભથી જ સંતકૃપા મળી છે. વાચક મિત્રોને એક સૂચન કે પુસ્તકનું મોટું કદ જોઈ મુંઝાતા નહિ તમે તે કદને નાનું બનાવી શકો છો. એ માટે પ્રથમ અનુક્રમ જોઈ લેજો. પછી તમારી રસરૂચિ પ્રમાણે વિષય નક્કી કરજો. ભોજન સમારંભમાં પૂરી થાળી પીરસેલી મને કોઈ પૂરું ભોજન આરોગે, કોઈ અમૂક વસ્તુ પસંદ કરી પ્રેમપૂર્વક આરોગે, બસ તમારે એવું કરવાનું છે. આ પુસ્તક તમારા સૌના “બહેન'નાં જીવનનું તારણ છે. એટલે બહેનથી પરિચિત છો તો આ પુસ્તક તમને બોલતું લાગશે. તેમાં તમે સૌએ જે યોગદાન કર્યું છે તેનું મને હાર્દિક મૂલ્ય છે. પરંતુ તેના કરતા વિશેષ તમે તેને વાંચશો, વિચારશો, વિનિમય કરશો તેનો મને આનંદ છે અને રહેશે. હવે આપણે કયારેક પ્રત્યક્ષ મળશું. પરંતુ તમારા પાસે મારું પૂરું જીવન શબ્દ-શ્રતરૂપે મળે છે. મારી તરફના સભાવની જેમ પુસ્તક સાથે પરિચય રાખશો તો આનંદ થશે. તેમાં સંતોની સરવાણીને પુનઃ પુનઃ ઘૂંટજો. ગુરુજનોએ ધર્મનો મર્મ હાર્દિકપણે જણાવ્યો છે, તેનું માત્ર અત્રે આચમન મૂક્યું છે. અત્યાર સુધીમાં પચાસ જેવા પુસ્તકો લખ્યા તેમાં ઘણી સહજતા અને સરળતા રહી. આ પુસ્તકમાં કયારેક વિકલ્પ ઉઠતો કે કયાંય અલ્પોકિત કે અતિશયોક્તિ થઈ હશે? જે જે વ્યક્તિઓ Page #5 -------------------------------------------------------------------------- ________________ આ વિષે યોગસંયોગ લખ્યા તેમાં પણ અલ્પોક્તિ કે અતિશયોક્તિ થઈ હશે. ક્યાંક દોષદર્શન થયું હશે ! વળી વિદ્ધતુજનો, સાધકો, અને સાધુસંતોનો પરિચય તથા ઉપદેશવચનોના ઉલ્લેખમાં અવિવેક થયો હશે ? છતાં સૌના સદૂભાવથી, મારા મનની સદ્ભયતાથી, સૌ પ્રત્યે આદરભાવથી લખ્યું છે તેવી મારી સમજ સૌ સ્વીકારજો. છતાં કંઈ ક્ષતિ લાગે તો તેને વ્યક્તિરૂપે ન લેતા સમગ્રભાવે નિહાળજો, સાથે ક્ષમાભાવ રાખવા વિનંતિ છે. મારા પુસ્તકો વીસેક વર્ષથી લગભગ ભગવતી પ્રેસમાં શ્રી રોહિતભાઈ કોઠારીના માર્ગદર્શનથી પ્રકાશિત થતા. દરેક રીતે સુંદર અને સંતોષજનક કાર્ય થતું હતું. આ વખતે અમારા સત્સંગી જ્યોતિબહેન સાથે તેમના પતિ પરાગભાઈ સત્સંગમાં આવતા. તેમણે જાણ્યું કે હું મારી મંગલયાત્રા લખી રહી છું. એકવાર કહે કે “આ પુસ્તકનો લાભ મને આપો.' મેં કહ્યું કે, લાભ આપું અને કામ આપું જેથી બંનેની ભાવના જળવાય ને ! તમે સત્સંગી છો એટલે આદપ્રેમથી કરશો તે લાભ છે. વળી તમારા પરિચયમાં તમારી કુશળતા વર્તાય છે. એટલે કાર્ય ઉત્તમ રીતે થશે તેનો વિશ્વાસ છે. ખરેખર તેમ જ થયું તેઓ સત્સંગના માધ્યમથી પરિચિત છે. એટલે આ લેખનમાં તેમના સૂચનો ઉપયોગી થયા. આ કાર્યમાં તેમની કુશળતાને કારણે પૂરા પુસ્તકમાં કયાં શું ફેરફાર કરવા, વળી પુસ્તકદર્શન જનસમાજના નેત્રોને નિહાળવું ગમે તેવી રચના કરવી તેનો શ્રમ તેમણે કર્યો તેથી પુસ્તક સાયંત સુંદર રીતે પ્રકાશિત થયું છે. તે માટે દંપતિને અભિવાદન આપું છું. આ યાત્રામાં વિવિધરૂપે યાત્રી બનેલા સૌનું અભિવાદન કરું છું. કોઈએ પત્રરૂપે પોતાના ભાવનું સહેજે લેખન કર્યું. કોઈએ લખવા પ્રેરણા કરી, કોઈ સ્વજનોએ પ્રસંગો દ્વારા યાત્રામાં સાથ આપ્યો. કોઈએ યોગદાન કર્યું. સાધકોએ સાથ આપ્યો અને સાધુ-ગુરુજનો એ તો શુભાશીષ દ્વારા કૃપા જ વરસાવી. આથી અંતમાં કહ્યું કે આમાં મારા કશું નહિ એટલે સૌનું સૌને અર્પણ કરી વિરમું છું. આગળ મળીએ છીએ. - સુનંદાબહેન વોહોરા Page #6 -------------------------------------------------------------------------- ________________ બોધ સૂચિત મુદ્રા અધ્યાત્મયોગી પૂ.આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી લગભગ એક દાયકા ઉપરાંતના સમયમાં વિવિધ સ્થળોએ સવિશેષ જ્ઞાનસાર ગ્રંથની અંગત નોંધમાંથી મને બોધ આપતી આ મુદ્રા મારા જીવનની આત્મોન્નતિ માટે ચિર સ્મરણિય રહેશે. કોટિશઃ વંદન. Page #7 -------------------------------------------------------------------------- ________________ ચરણપુ કોટિશઃ વંદન આગમવેત્તા પૂ. શ્રી જંબૂવિજયજી ભક્તયોગી પૂ. શ્રી યશોવિજયસૂરિજી જૈન શાસન પ્રભાવક રવ. પૂ. શ્રી ભદ્રંકરસૂરિજી શાસ્ત્ર સંશોધક પ્રવચન પ્રભાવક Jain Education is ugdolzfy For Private & Personal use Usi cozjezzy ibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ > 6 = | મારી મંગલયાત્રાનું અષ્ટમંગલ વિવિધ પુસ્તક પ્રકાશનમાં પૂ.આચાર્ય ભગવંતોના ધર્મલાભ અને શુભાશીષનું આ અવતરણ છે. સુશ્રાવિકા સુનંદાબહેન ધર્મલાભ “મુક્તિબીજ” પુસ્તકનું લખાણ જોયું, જેમાં તમે સમ્યગદર્શનનું માહાભ્ય અને વિશેષતા દર્શાવવા મહાપુરુષોના ગ્રંથમાંથી સંકલન કર્યું છે તેથી તે પ્રમાણભૂત જણાય છે. તેમાં વિવિધ વિષયોનું સંકલન હોવાથી શ્રાવકોને ઘણું ઘણું ઉપયોગીજ્ઞાન આ પુસ્તકમાંથી પ્રાપ્ત થશે, સંતજનોની મળેલી કૃપાથી અને તમારા વિશાળ વાંચન-અભ્યાસથી સુંદર સુંદર વિષયોનું અવતરણ ગ્રંથોમાંથી ચૂંટીઘૂંટીને એકત્ર કર્યું છે તે જિજ્ઞાસુ જીવોને ઘણું ઉપયોગી છે. વળી રત્નકરંડ શ્રાવકાચાર આદિ દિગંબર આમ્નાયના ગ્રંથોના આધારે કેટલુંક લખાણ લેવામાં આવ્યું છે, તે પણ તે તે ગ્રંથોનો આ વિષયોમાં વિવેચના તથા વિચારધારા કેવી છે તે જાણવામાં અભ્યાસીઓને ઉપયોગી થશે તમે જણાવો છો તેમ પરદેશમાં બંને આમ્નાયના જિજ્ઞાસુઓ એકઠા મળીને સ્વાધ્યાય સત્સંગ કરે છે તેથી સૌને માટે પ્રસ્તુત પુસ્તકની વિવિધ વિચારણા રોચક બનશે. આવા સુંદર વિષયની સંકલના કરવા માટે તથા તે તે વિષયોના તમારા વિશાળ વાંચનના આધારે થતા પ્રવચનોના નિમિત્તથી દેશ પરદેશમાં આવા તાત્ત્વિક વિષયમાં સૌ રસ લેતા થયા છે, તે પરમાર્થ કાર્ય માટે ઘણા ઘણા અભિનંદન છે. તમે સ્વ-પર શ્રેય કરતા રહો, અને સાથે તમારા જીવનમાં વિશેષપણે તાત્ત્વિક સાધના થતી રહે તેવી શુભાશીષ છે. દેવગુરુકૃપાએ અત્રે સુખશાતા છે. તમને પણ હો. જંબૂવિજયના ધર્મલાભ પંચાસર તા. વિરમગામ. ગુજરાત છે ફાગણ સુદ ૧૫-૨૨૧૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી શ્રી સુનંદાબહેન, વિજયકલાપૂર્ણસૂરિના ધર્મલાભ અધ્યાત્મસાર પર સરળ ભાવાર્થ લખી રહ્યાં છો, તે જાણી આનંદ થયો. મહાન શાસ્ત્રકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જ્ઞાનસાર, અધ્યાત્મસાર જેવા સારભૂત ગ્રન્થો લખીને ખરેખર સાધકો પર ઘણો ઉપકાર કર્યો છે, હરિભદ્રસૂરિજી મ.ના પગલે ચાલીને એમણે આગમોનો સાર લોકો સમક્ષ રજૂ કર્યો છે. એમણે માત્ર વિદ્વાનો જ વાંચી શકે તેવા જ ગ્રન્થ નથી બનાવ્યા, સામાન્ય માણસો પણ વાંચી શકે, સમજી શકે, સન્માર્ગ પર ગમન કરી શકે, એવી ગુજરાતી રચનાઓ પણ કરી છે. અધ્યાત્મસાર ગ્રંથ એમની પાસે માત્ર તર્કથી પરિકર્મિત બુદ્ધિ જ નહોતી, ભક્તિથી મધુર હૃદય પણ હતું. તર્કથી પ્રગલ્લ પ્રજ્ઞા અને સાધનાથી પરિપકવ જીવનના સ્વામી ઉપા. શ્રી યશોવિજયજી જેવી વિભૂતિઓ સેંકડો વર્ષે એકાદ જ પેદા થતી હોય છે. તેમને અધ્યાત્મ પર ખૂબ જ ઉંડો પ્રેમ હતો. સાધનાના પ્રભાવથી તેઓ આત્મિક અનુભવ પ્રાપ્ત કરી ચૂકયા હતા. એવું તેમના ગ્રન્થો વાંચવાથી સ્પષ્ટ જણાય છે. અધ્યાત્મસાર નામના પ્રસ્તુત ગ્રન્થમાં એમણે સાધકો સમક્ષ સંપૂર્ણ સાધનામાર્ગ પ્રદર્શિત કર્યો છે એમાં પણ આત્મનિશ્ચય અધિકાર, અનુભવાધિકાર તો ખાસ વાંચવા, સમજવા જેવા છે. આ ગ્રન્થના સહારે ગુરુગમ દ્વારા સાધક જો સાધના કરતો રહે તો અનેક મત-મતાંતરોની જાળમાં તે કદી ભૂલો પડે નહિ. મદ્રાસ તા. ૨૫-૨-૯૬ - વિજયકલાપૂર્ણસૂરિ દ Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ગ્રન્થની આંતરિક વાત સુશ્રાવિકા સુનંદાબહેન પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન વિજય કસ્તૂરસૂરિશ્વરજી મહારાજાને પૂ. ઉપાધ્યાયજી યશોવિજ્યજી મ.ના જ્ઞાનસાર અને અધ્યાત્મસાર ગ્રંથ અંગેનો આંતરિક લગાવ વખતોવખત ઘણી વાર જોવા મળ્યો છે. આ બંને ગ્રંથો અંગે ચિંતનાત્મક નવનીત પ્રસંગોપાત સાંભળવા પણ મળ્યું છે. અને તેથી જ તે પૂજ્યશ્રી ચાતુર્માસિક કે વાર્ષિક આલોચના માંગનાર આરાધકોને આલોચના આપતા ત્યારે જીવદળ જો તત્ત્વ રુચિવાળો ને સુજ્ઞ હોય તો આ બંને ગ્રંથો પૈકી કોઈ પણ એક ગ્રન્થ મુખપાઠ કરવા આપતાં અને એ શકય ન હોય તો આ બંને ગ્રન્થોના ભાષાંતર પણ વાંચી જવા અચૂક આલોચના અંગે આપતાં મેં જોયાં છે. મારી સંયમયાત્રાની પ્રાથમિક અવસ્થામાં બંને ગ્રંથો અંગેનો અભિપ્રાય પૂજયશ્રીને પૂછતાં તેઓશ્રીની એ રસપ્રદ એવી તત્ત્વગર્ભિત માર્મિક છણાવટ સાંભળતા પૂજ્યશ્રીની આધ્યાત્મિક ઉંચાઈનો ઉંચામાં ઉંચો ખ્યાલ પ્રથમવાર મને મળ્યો. તેઓ પૂજ્યશ્રીની ઉમેદ હતી કે જેમ અજૈનોને ગીતાજીનો સ્વાધ્યાય જરૂરી ગણાયો છે તેમ આપણા ચતુર્વિધ સંઘની પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આ બે ગ્રંથોનો અભ્યાસ અત્યન્ત આવશ્યક છે. આવા જ્ઞાન અને અધ્યાત્મના ગ્રંથનો ભાવાનુવાદ કરવા મુમુક્ષુ સંનંદાબહેન વોહોરાને પ્રે૨ણા કરતાં તેઓએ પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજ્યજી મ.ની અધ્યાત્મસાર ઉપરની ટીકાના ભાષાંતરને કેન્દ્રમાં રાખી આ અધ્યાત્મસાર ગ્રન્થનો ગુજરાતીમાં જે ભાવાનુવાદ કર્યો છે અને તે અંગે તેઓએ પોતાના ક્ષયોપશમથી જે પરિશ્રમ કર્યો છે તે અંગે તેઓની શ્રુતભક્તિ પ્રશંનીય અને અમુમોદનીય ગણી શકાય તેવી છે. અધ્યાત્મના સારભૂત પદાર્થોના જિજ્ઞાસુઓ આ ભાવાનુવાદ વાંચી જીવનમાં પોતાની આંતરિક ક્ષતિઓ, ઉણપો, દોષો અને કર્મમળને દૂર કરી અધ્યાત્મપૂર્ણ પૂર્ણતાને પામે એ જ અંતરની શુભેચ્છા સાથે એમના પરિશ્રમનું ફળ ગણીએ. પાલીતાણા ફા.સુ.૧૫. ૫-૩-૯૬ - વિજય ચંદ્રોદયસૂરિના ધર્મલાભ - Page #11 -------------------------------------------------------------------------- ________________ - Fe કરો નિવેદ્ય) (પુદ્ગલનો પરિવાર પરમાર્થની પ્રાપ્તિ) સુશ્રાવિકા સુનંદાબહેન ભદ્રગુપ્તસૂરિના ધર્મલાભ ઓ મારા મન ! પરભાવનાં આવરણો ચીરીને જરા મુક્ત થા, જેથી આત્મવિચારરૂપ ચંદનવૃક્ષની શીતલ હવા તને સ્પર્શી શકે !” મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આત્મવિચાર હવે કરવો છે ? અત્યાર સુધી તો જીવાત્માએ પુદ્ગલનો વિચાર જ વધારે પ્રમાણમાં કર્યો છે. અનંત જન્મોથી ૫દૂગલભાવોની જ રમણતા જીવે કરી છે. હવે આત્મવિચાર કરવો છે? તો એક કામ અવશ્ય કરવું પડશે; પગલભાવ કે જે પરભાવ છે, એ પુગલભાવોનાં આવરણને ચીરી નાખવા પડશે. પદૂગલભાવોનાં આવરણો નષ્ટ કરવા માટે પગલભાવોની અનર્થકારિતા તથા ભયંકરતા અને પરમાર્થનું સ્વરૂપ જાણવું પડશે, સમજવું પડશે. પગલગીતામાં યોગી ચિદાનંદજીએ પુદગલભાવોની અનર્થકારિતા અને ભયંકરતા સમજાવી છે. ખરેખર, કુરુક્ષેત્ર ઉપર શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો બોધ જેમ આપ્યો, તેમ ભીતરના કુરુક્ષેત્ર ઉપર, પુદ્ગલભાવરૂપ કૌરવોનો સંહાર કરવાનો ઉપદેશ ચિદાનંદજીએ વિષાદગ્રસ્ત બનેલા સાધકને આપ્યો છે. એટલે આ કાવ્યનું નામ એમણે “પુગલગીત આપ્યું છે. સુશ્રાવિકા સુનંદાબહેન અધ્યાત્મમાર્ગનાં પ્રવાસી છે. તેઓ શ્રદ્ધાનંત તો છે જ, સાથેસાથે સમ્યગુજ્ઞાનના ઉપાસક છે ! એમાંય આ કાવ્ય ઉપર વિવેચન લખવા, મેં જ એમને પ્રેરિત કર્યા હતાં; અને તેમણે એ વિવેચન લખ્યું ! સરળ, સુંદર અને સ્વાદિષ્ટ બન્યું છે વિવેચન. એનું નામકરણ તેમણે “પુદ્ગલનો પરિહાર અને પરમાર્થની પ્રાપ્તિ’ આપ્યું છે તે વિવેચનના માધ્યમથી સાર્થક છે. પુદ્ગલગીતાપુદ્ગલનો પરિવાર એટલે પરમાર્થની પ્રાપ્તિનું વાચન-મનન અને ચિંતન કરી સહુ જીવાત્માઓ પુગલભાવોમાં અનાસક્ત બનો. આત્મજ્ઞાનમાં અને પરમાર્થપ્રાપ્તિમાં નિમગ્ન બનો, એવી મંગલકામના સાથે વિરમું છું. ૬૫, શ્યામલ રો-હાઉસ, ૩-એ, - ભદ્રગુપ્તસૂરિ સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦ ૦૧૫. તા. ૨૪-૧૧-૧૯૯૭ દ' Page #12 -------------------------------------------------------------------------- ________________ અમૃતધારાગ્રંથ સુજ્ઞ શ્રી સુનંદાબહેનનું નામ આધ્યાત્મિક રસ ધરાવતા વર્તુળમાં આજકાલ સુપેરે પરિચિત છે. આ અગાઉ તેમનાં સંખ્યાબંધ પુસ્તકો પ્રકાશિત પણ થયાં છે. છતાં આ પુસ્તક અનેક ઘટના (કુંભના) જળને પોતાના ઘટમાં ઝીલીને સુજ્ઞ-ભાવક વાચકોને અંજલિ-અંજલિએ પાન કરાવ્યું છે. અમૃતની ધારાને ઝીલવા વાચક જો સજ્જ હોય તો તેની ધણા વખતની ભ્રમણાનું ચોક્કસ નિરસન થઈ જશે. તરસ છિપાશે. પૃ. ૬૮-૬૯ ઉપર જે વાક્યખંડ છે તે પણ આપણી એ વિષયની સમજને વિસ્તારે તો છે જ, પણ આપણી તે બાબતની સમજણના ઉંડાણમાં વધારો કરે છે. એક વાત નક્કી છે – આ પુસ્તકને (અમૃતધારા) વાર્તાના પુસ્તકની જેમ વાંચીને મૂકી દેવાનું નથી; તેના હાર્દને આત્મસાત કરવા માટે વારંવાર વાંચવા જેવું છે. તેનાથી આત્મિક વિકાસમાં પ્રગતિ થશે અને શુદ્ધદષ્ટિનો ઉઘાડ થશે તે વાત નક્કી છે. સાધકને તો સતત એક મંત્રનું સ્મરણ રહેવું જોઈએ કે આત્માના ગુણ વિકાસે સાતત્ય અને ગુણ વિશેષે સ્થિરતા કેળવવાની છે. તેનાથી જ ધીરેધીરે પણ લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે. આ જ આપણા જીવનની ફળશ્રુતિ છે. આના વાચન દ્વારા ધર્મરસિક જીવોની શુદ્ધ ચેતના વિસ્તાર પામો – (અમૃતધારા ગ્રંથ) વિ.સં ૨૦૬૦ મહા વદિ-પાંચમ-બુધવાર દેવકીનંદન જૈન ઉપાશ્રય, પલિયડનગર પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩. એ જ શ્રી નેમિ-અમૃત-દેવહેમચન્દ્રસૂરિ શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ. < * Page #13 -------------------------------------------------------------------------- ________________ હૃદય પ્રદીપ છત્રીસી ભીતર ઝળાંહળાં હૃદયપ્રદીપ પત્રિશિકા... અંદરના અંધારાને ઉલેચીને હૃદયને ઝળાંહળાં બનાવનાર છત્રીસ કડીઓ... (હૃદયપ્રદીપ છત્રીસી) આ ગ્રંથની એક એક કડીમાં હૃદયને પ્રકાશિત કરવાનું સામર્થ્ય છે. ભાવક કડીઓને ગણગણતો જાય, એ વેધક શબ્દો હૃદયની આરપાર પહોંચી જાય... અજવાળું જ અજવાળું... પૂ. વીરવિજ્ય મહારાજ સાહેબ કહે છે : “વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય...” ભાવક ચેતના આ કડીઓમાં, એના વિવેચનમાં ઝબોળાઈ ઉઠશે... જાણીતા સર્જક શ્રી હરીન્દ્ર દવેની એક પંક્તિ યાદ આવે : “ભીતર ઝળાંહળાં છે પ્રકાશનું શું થશે ?' ભીતર પ્રકાશ રેલાઈ ઉઠયો. હવે બહારના પ્રકાશનો શો અર્થ ? “હૃદયપ્રદીપ પત્રિશિકા પર અસ્તિત્વનું પરોઢ' પુસ્તકમાં ત્રણ વિદ્વદર્ય આચાર્ય પ્રવરોએ વિવેચના આપી. પ્રસ્તુત ગ્રંથમાં એ જ ગ્રંથ પરની બહુજનહૃદયને સ્પર્શી જતી મઝાની સંવેદના સુનંદાબહેનના અંતઃપૂત હૃદયમાંથી ઝરેલું આ શબ્દ ઝરણું અનેક ભાવકોના ચિત્તને નિર્મળ બનાવશે એ જ ભાવના. કાર્તિક સુદિ ૧૫, વિ. ૨૦૬૧ - આચાર્ય યશોવિજ્યસૂરિ શણગાર હોલ, દશા પોરવાડ સોસાયટી, અમદાવાદ. Page #14 -------------------------------------------------------------------------- ________________ હૃદય પ્રદીપ છત્રીસી સુવિચારની છાબને પ્રેમે વધાવીએ ગઈ | વિશ્વમાં આરોગ્યનો એક નિયમ પ્રવર્તે છે કે જયારે રોગચાળો ફેલાવા લાગે કે તુર્ત તેના પ્રતિકાર માટેના ઉપાયો ભરપૂર પ્રમાણમાં યોજવામાં આવે છે. જાહેર દૈનિકમાં પ્રજાજોગ સૂચનાઓ આપવામાં આવે છે. દવાનો પુષ્કળ પ્રમાણમાં છંટકાવ કરવામાં આવે છે. તે રોગની પ્રતિરોધક રસી મૂકવાનો પણ કાર્યક્રમ ઝુંબેશરૂપે ચલાવવામાં આવે છે. બસ આજે દુર્વિચાર અને દુર્ગાનનો રોગચાળો ફેલાયો છે ત્યારે તેના પ્રતિરોધ માટેના ભરચક ઉપાયો સજ્જનોએ યોજવા જ રહ્યા. સુવિચારોનો મારો ચલાવવામાં આવે, એટલે બધી રીતે એ દુર્વિચારોને ખાળવા માટે પ્રયત્નો કરવા જ રહ્યા. જેને જે સૂઝે તે રીતે એ ઉપાય યોજે અને દુર્વિચારના હુમલાને મંદ અને અંતે નાબૂદ બનાવે તે આજની તાતી જરૂરત છે. તે અભિયાનનાં ભાગરૂપે જ સુનંદાબહેન વોહરા એક શુભવિચારની છાબ લઈને આવ્યાં છે. આપણે સૌએ તેને સુસ્વાગતમ્ કહેવાનું છે, પ્રેમભર્યો સસ્મિત આવકાર પામવાનો છે. અહીં ૩૬ દીવડા એવા તેજવંત પેટાવવામાં આવ્યા છે, તેના તેજોવલયથી આપણી હૃદયગુહામાં યુગો જૂનાં અંધારાં ડેરાતંબૂ તાણીને પડયાં છે તેને ધ્રુજારી વછૂટે તેવો ઉજાસ આ દીવડામાં છે. મન ભરીને ફરીફરી એ દીવડાના અજવાળાને અપનાવીએ ચિત્તને તેના વડે માંજીએ એવી એ જ શુભેચ્છા - અમદાવાદ-૧૩. નારણપુરા, માગ-૧.૪ ૨૦૬૧ શ્રી નેમિ-અમૃત-દેવહેમચન્દ્રશિષ્ય પ્રદ્યુમ્નસૂરિ ૧ ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી સુશ્રાવિકા સુનંદાબેન યોગ્ય ધર્મલાભ સિદ્ધાંતનો અર્થ આપણે આ પણ કરી શકીએ કે જેને જીવનમાં આત્મસાત્ કરવાથી આત્મા અંતે સિદ્ધ બનીને જ રહે તેનું નામ સિદ્ધાંત. દૂર દેશમાં ગંભીર ગણાતા તાત્ત્વિક વિષયને સરળતાથી સમજાવી તમે ત્યાંના વર્ગને શ્રદ્ધાવાન બનાવી સદાચારવાન બનાવવામાં જે સફળતા હાંસલ કરો છો તે જાણી આનંદ થાય રોજીંદા જીવન વ્યવહારમાં પ્રભુ આજ્ઞાનો સ્પર્શ અનુભવવા મળે એ સાચે જ વિરલ પરાક્રમ છે. એવું પરાક્રમ કરનારા વિરલાઓની સંખ્યા વધતી જાય તેમાં નિમિત્ત બનવાનો લાભ મળે સ્વ-પર શ્રેય થાય. દેવ-ગુરુ કૃપાએ અત્રે આનંદ-મંગળ વર્તે છે. ત્યાં પણ તેમ જ હશે. ગઈ કાલે સાંજના જ તમારો પત્ર મળ્યો. તમારા સંસ્મરણોના બહાર પડનાર પુસ્તકને “મારી મંગલયાત્રા' એ નામ આપવાનું નક્કી કર્યું એ જાણી ખૂબ આનંદ થયો. - સાચા અર્થમાં એ પુસ્તક વાચકોની જીવનયાત્રાને મંગલયાત્રામાં રૂપાંતરિત કરી દેવા માટે પ્રોત્સાહક બન્યું રહે એજ અંતરની શુભકામના... અમે આજરોજ જયપુરમાં પ્રવેશ કર્યો છે. ૧૨ ભાવનાની અનુપ્રેક્ષા હાલમાં ચાલી રહી છે એ જાણી આનંદ થયો. હમણાં જ સાધુ ભગવંતોને અપાયેલ વાચનામાં એક વાત એ કરી કે “બીજા માટે આપણે જે કરીએ એ આપણી શક્તિ છે. પણ બીજાનું આપણે પ્રસન્નતાપૂર્વક સહીએ એ આપણો પ્રેમ છે. જીવનમાં શક્તિ જરૂર ઉભી કરીએ પણ શક્તિ કરતાં ય પ્રેમને આપણે વધુ પ્રાધાન્ય આપતા રહીએ.” એજ શુભકામના સાથે - રત્નસુંદરસૂરિ ૧ ૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ મંગલયાત્રાના સન્મિત્રોનું અભિવાદન મારી મંગલયાત્રા લખવામાં પ્રેરક અને સહયોગના સાથીઓ જેમણે મારી અમેરીકાની સત્સંગયાત્રા સાર્થક કરવામાં તન-મન-ધનથી આદર આપ્યો છે. યદ્યપિ તેઓ સૌના જીવનનો એ એક સુભગ અવસર હતો, અને આજે છે તેમ પણ કહું, કારણકે ફોન, પત્ર અને સહયોગ દ્વારા સંપર્કના અંકોડા ગુંથાયેલા જ છે. મેં તો સહેજે જણાવ્યું કે “મારી મંગલયાત્રા' લખાય છે અને સૌએ તેને સહર્ષ વધાવી લીધી. આવો સાત્વિક આત્મિય સહયોગ અન્યોન્ય શ્રેયાર્થ માટે સફળ થયો છે. તેનો મને આનંદ છે. સૌ મિત્રોની “ના” છતાં મારા આનંદની અભિવ્યક્તિ માટે આ નામ ગામ અને દામ યુક્ત શુભ નામાવલિ પ્રસ્તુત કરી છે. કયાંય ક્ષતિ હોય તો સુધારવા અપેક્ષા છે. સૌને હાર્દિક અભિવાદન. - સૌના 'બહેન' લોસ એન્જલિસ યુ. એસ. એ. હરસુખ અને આનંદી શાહ શ્રી સુશીલાબહેન ગિરીશભાઈ શાહ હિંસા અને નરેન્દ્ર શાહ શ્રી વીણા મહેન્દ્ર ખંધાર લીલાવતી એન. શાહ શ્રી બીજલ અને માલુ પ્રદીપ અને મંજરી શાહ હેમેન્દ્ર અને રેખા દોશી આનંદ અને યોગી શાહ કિશોર અને ધામિની શાહ ન્ય જર્સી જૈન સંઘ દિલીપ અને સુષ્મા પારેખ રજની અને અરૂણાબેન રોહક અને સ્મિતા શાહ રમેશ અને પ્રેમીલાબેન મહેન્દ્ર અને હર્ષિદા શાહ સુમતિ અને શૈલાબેન કામદાર રસીલાબેન શાહ અનિલ અને હેમલતાબેન શાહ વીરેન્દ્ર અને ઉર્વશી શાહ ડ. મહેન્દ્ર અને અનિલાબેન શાહ યોગેશ અને સૌરભ શાહ લક્ષ્મીબહેન ધરમશી શાહ નિખિલ અને હીના ધામી કુસુમબહેન શાહ લોંગ આઈલેન્ડ ન્યુયોર્ક જૈન સંઘ સવિતાબહેન અને ડ. મણીલાલ મહેતા સુધાબહેન પ્રફુલ્લભાઈ લાખાણી મહેશ અને મીતા શાહ વૈશાલી સતીશભાઈ શાહ પ્રદીપ અને બીના શાહ રોહિતભાઈ અને પૂર્ણિમાબેન દોશી નવીન અને સ્મીતા શાહ પ્રવીણ અને ભાવિનીબેન વાંકાણી હસ્મિતા અને ચંદ્રકાન્ત પારેખ પ્રકાશભાઈ અને દેવી મહેતા સૂરજી અને ઉર્મિલા ગડા સેંટ લુઈસ જૈન સંઘ કિશોરી અને ધીરૂ શાહ ભરત અને દેવીબેન શાહ વિજય એમ. શેઠ શારલોટ જેન સંધ રમેશ અને દીના પારેખ વિજયભાઈ અને નલીનીબહેન દોશી Page #17 -------------------------------------------------------------------------- ________________ કલીવલેન્ડ ઓહાયો હંસાબેન અને વિનોદ સુતરિયા સ્મીતા અને દિલીપ મણિયાર ચંદ્રિકા અને પ્રભુદાસ લાખાણી નલીની અને હસમુખ શાહ આશા અને દિલીપ નારીચનીયા શિકાગો સ્મૃતિ શશીકાંત શાહ હ્યુસ્ટન વસંતબહેન કે. ટી. શાહ ચેરીહીલ ન્યુજર્સી શ્રી પ્રશાન્ત અને વર્ષો પારેખ પ્રવિણભાઈ રાજેશ છેડા લેન્સડેલ પીએ કલ્પના પ્રવિણભાઈ શાહ દામિની નરેન્દ્ર શાહ મસામી ભાવના જનકકુમાર શાહ પિસબર્ગ લીના ભરતકુમાર દલાલ ગીતા ચંદ્રકાંત શાહ ડેટ્રોઈટ મીશીગના રક્ષા પંકજભાઈ શાહ અટલાન્ટા. મધુબહેન જગદીશચંદ્ર શેઠ રાલે જ્યોતિ કિરીટકુમાર શાહ ડલાસ ડલાસ જૈન દહેરાસર સંઘ વોશિન્ગટન ડીસી બીનાબહેન મહેતા યોજ્ઞા નરેન્દ્ર ગોડા શ્રી સુધાબહેન એચ. શાહ શ્રી વાસંતીબેન સંઘવી શીલ્પા અજીતભાઈ શાહ અરૂણાબેન અને અતુલભાઈ શાહ નયનાબેન તલસાનિયા જયોતિબહેન સંઘવી ઓરલાન્ડો જેન સંઘ દયાબહેન પાનાચંદ મેહતા પરિવાર હાલ ટેમ્પા ફલોરીડા (રાજકોટ) શ્રી ચંદ્રકાંત અને જ્હોન દોશી શ્રી સૂર્યકાંત અને ઉષા દવાવાલા શ્રી શૈલેશ અને નીતા શાહ શ્રી રાજેન્દ્ર અને કુમુદ મેહતા શ્રી ક્ષમા અને હીના શાહ શ્રી દીપક અને ધર્મી શાહ નાઈરોબી-કેન્યા શ્રી જયાબહેન સોમચંદ શાહ ટોરેન્ટો-કેનેડા. વનિતાબહેન લક્ષ્મીચંદ નાગદા આનંદ સુમંગલ પરિવાર, અમદાવાદ શ્રી સંઘવી પરિવાર અમદાવાદ શ્રી ચંદ્રિકાબહેન મહેન્દ્રભાઈ પૂનાતર (હાલ મુંબઈ) શ્રી નૌતમભાઈ ર. વકીલ શ્રી પ્રજ્ઞાબહેન ગૌતમભાઈ નાણાવટી નીતાબહેન ગિરીષભાઈ નાણાવટી કલ્પનાબહેન વિ. દોશી પુષ્પાબહેન કાંતીલાલ શાહ જ્યોતિબહેન કલ્યાણભાઈ શાહ મનાલીબેન તથા જીગનભાઈ શાહ પક્ષાબહેન દીલીપકુમાર શાહ સામાયિક મંડળ જેન મરચન્ટ, અમદાવાદ ૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિભાગીકરણ - વિષચસૂચિ પ્રસ્તુત પુસ્તકનું દળ જોઈ તમે મુંઝાશો નહિ. નીચે પ્રમાણે વિભાગીકરણ જોઈ તમને અનુકૂળ વિષય પસંદ કરી વાંચવાનું શરૂ કરજો. પ્રથમ પાનાથી વાંચવાનો આગ્રહ રાખવો જરૂરી નથી. ૧. મંગલયાત્રા વિષેનો મર્મ ૨. ૩. ૪. ૫. જન્મ બાલ્યાવસ્થા ઃ ચાર વર્ષ સુધી સંપન્ન માતાપિતાના વાત્સલ્યમાં ઉછે૨. ત્યાર પછી માતાની ચિરવિદાય. મોટીબહેને માતુલ્ય ઉછે૨ કર્યો. બાળપણ દોષ-સદોષમાં વીત્યું. કોઈ વિશેષતા ન હતી. શિશુવય : જન્મથી ચૌદ વર્ષનો સમય. શિક્ષણમાં કુશળતા હતી. મિત્રોમાં આદપ્રેમ હતો. વર્ગમાં નેતાગીરી જેવું પ્રદાન હતું. પ્રાથમિક શિક્ષણમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. સાંસારિક પરિણીત જીવન સૌરભ : ચૌદ વર્ષની વયે શાળાએથી સીધો જ સાસરે પ્રવેશ. ગૃહકાર્યનું શિક્ષણ મળ્યું. પતિ સાથે સર્વ પ્રકારે સુખદ જીવનનો સમય હતો. સાથે ધર્મનાં બીજની વાવણીનો યોગ મળ્યો. સુખ- સામગ્રીથી ભરપૂર સંપન્નતા હતી. કુટુંબીજનોનાં જીવન સાત્ત્વિક હતાં. પારિવારિક સંબંધોના ઋણાનુબંધ : પુત્ર-પુત્રી બે સંતાનોની પ્રાપ્તિ સાત વર્ષના ગાળામાં થઈ હતી. બંને કુટુંબોમાં સાત્ત્વિકતા અને સંપન્નતા હતી. ભાગ્યોદયે ઘણું પરિવર્તન થયું. તેમાં સૌની લેણદેણ પ્રમાણે સંઘર્ષ અને સમાધાન થતાં રહ્યા. અમદાવાદથી મુંબઈ ધંધાર્થે સ્થળાંતર : મુંબઈમાં પણ મોટું મકાન, અન્ય વિપુલ સામગ્રી, અદ્યતન સાધનો, સ્વતંત્ર જીવન, પતિની ઉજ્જવળ કારકિર્દી, કૌટુમ્બિક જીવન શારીરિક માનસિક સુખથી છલકાતું. બે બાળકો સાથે સુખદ સંયોગ. આછાં પાતળાં ધાર્મિક અનુષ્ઠાનો થતાં હતાં તેનો આનંદ હતો. વળી સાથે માનવસેવાકાર્ય કરતી હતી. પૂ. શ્રી કાનજીસ્વામીના બોધની પ્રાપ્તિ(૧૪ થી ૨૮ વર્ષનો સમય) કાળની ફાળ અને વૈધવ્યરૂપ વિષમતા : ઉપરની હકીકત ચાર દિવસના ચાંદરણા જેવી પુરવાર થઈ. જગતસ્થિતિ પ્રમાણે ક્ષણિક સાબિત ૧૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ થઈ. માનવી બધાં જોષ-મુહૂર્ત જોવરાવે. આ મૃત્યુનું મુહૂર્ત તો તેના સમયે આવે. પાંચેક દિવસની બીમારી ભોગવી પતિનું તેત્રીસ વર્ષની ભર યુવાન વયે અરમાનભર્યું જીવન સમાપ્ત થયું. મારી વય પૂરાં અઠ્ઠાવીસ વર્ષની હતી. મુંબઈથી પુનઃ અમદાવાદ ભણી : કેટલાક અનિવાર્ય સંયોગોને કારણે પુનઃ અમદાવાદ સ્થળાંતર કર્યું. જો કે તે સમયે પરિસ્થિતિ વિકટ હતી પણ સમય જતાં કંઈક કળ વળી, તેમાં પંડિત જનોના સંપર્કથી શાંતિ અને સમાધાન મળતું ગયું. સવિશેષ પૂ. પં. સુખલાલજીના સમાગમથી મનની સ્વસ્થતા કેળવાતી ગઈ. સામાજિક કાર્યના ક્ષેત્રમાં પ્રવેશ : અમદાવાદમાં સમાજકલ્યાણની ગ્રામવિસ્તારમાં બાળમહિલા પ્રવૃત્તિના ક્ષેત્રે સંતોષજનક સેવાકાર્ય તથા અપંગ માનવમંડળની સ્થાપના દ્વારા અપંગોનું શિક્ષણ અને સ્વાવલંબનનું કાર્ય પ્રસાર પામ્યું. સામાજિક સેવા સાથે સંત સમાગમનો યોગઃ આચાર્યશ્રી રજનીશજી તથા આદરણિયશ્રી વિમલાતાઈ ઠકાર સાથે ધ્યાન મૌનની સાધના તથા હિમાલયની સત્સગયાત્રાઓ. શ્રીમદ્ રાજચંદ્રની પાવન ભૂમિની સ્પર્શના શ્રેષ્ઠ સાધકોનો સમાગમ, સાધના કેન્દ્ર કોબામાં આરાધના, લંડન-આફ્રિકા પરદેશની સત્સગયાત્રાનું નિર્માણ સામાજિકક્ષેત્રના નિવૃત્તિ. ૧૦. પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં : શાસ્ત્રાનુસારી આરાધનાનો ક્રમ, અન્ય ક્ષેત્રની નિવૃત્તિ, નિવાસે સત્સંગી બહેનો સાથે વિવિધ શાસ્ત્રોમાં સ્વાધ્યાય. ૧૯૮૯માં અમેરીકાનો સકારણ પ્રવાસ : ૧૯૯૧ થી ૨૦૦૪ અમેરીકાની સાર્થક સત્સગયાત્રા ૧૨. અધ્યાત્મયોગી ગુરુવર્ય પૂ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજીની નિશ્રામાં બોધપ્રાપ્તિ અને આધ્યાત્મિક જીવનની પૂર્તિની નિઃશંકતાનું પ્રદાન. ૧૩. મોટર અકસ્માતથી ગંભીર માંદગી : અશાતાના યોગમાં બોધનો સંકેત, સાધુજનો, સન્મિત્રો-સ્વજનોનો અવિરત સદ્દભાવ. ૧૪. ગુણાનુરાગી મિત્રોનો અંતરભાવ, સમીક્ષા. ૯. ૧૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ મારી મંગલયાત્રાનો મર્મ કરૂણાનો તું સાગર મોટો, નાની છે મુજ નૈયા, ઝંઝાવાતે જાળવજે હો, ભવસાગર ખેવૈયા. નાવિક તું છે મારો, હું સાથ માંગું છું, ચરણે આવી સ્વામી, તમારો હાથ માંગું છું. તો છે ? મંગલકારી પાવનધામ તારું મંદિર છે ભગવાન, તારું મંદિર છે ભગવાન પાપોનું છે પૂર્ણ વિરામ. Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજીની જ્ઞાનતિજોરી (પુસ્તક) માંથી સદ્ગુણોના અર્જન દ્વારા જ્યાં આત્મા પ્રભુત્વની ભૂમિકાને સ્પર્શી જવા સતત પ્રયત્નશીલ બન્યો રહે છે એ યાત્રાનું નામ મંગલયાત્રા'. અહીં કહેવાતા સુખો કદાચ ઓછા હોય છે તોય પ્રસન્નતા તો પાર વિનાની હોય છે. જયાં કેવળ અસ્તિત્વ ટકાવી રાખવા જ જીવનભર ઝઝૂમતા રહેવું પડે છે એ યાત્રાનું નામ જીવનયાત્રા છે. અહીં કદાચ સુખ છે તો બિંદુ જેટલું બાકી આખી જીદંગી તનાવ જ તાનાવ છે. અહં પુષ્ટ કરવા સતત વ્યક્તિત્વ જ વિકસાવતા રહેવાના પ્રયત્નો થતા રહે છે. જેમાં તેમને ક્ષણિક આનંદ આવે છે એ યાત્રા આનંદયાત્રા છે. અહીં પુણ્યયોગે ઘણા સુખો છે પણ તેમાં સદગુણ ક્ષેત્રે તો કડાકો જ હોય છે. કારણ તેમાં ' નિર્દોષ આનંદ નથી. - આ. શ્રી રત્નસુંદરસૂરિજી. હe, Page #22 -------------------------------------------------------------------------- ________________ મારી મંગલયાત્રાનો મર્મ | “મારી મંગલયાત્રા.” શાસ્ત્રકારોએ મંગલનો અર્થ કર્યો છે કે મંગલ એટલે સુખને લાવે, અથવા પાપને ગાળે. પરંતુ અહીં મેં આ પુસ્તકનું નામ મંગલયાત્રા આપ્યું તેનું અનુસંધાન આ છે : પૂ. આચાર્ય શ્રી રત્નસુંદરજીની તિજોરી મળી (પુસ્તક) તે ખોલતાં યાત્રા વિષેનો સુંદર અભિગમ મળ્યો. “સગુણોના અર્જન દ્વારા જ્યાં આત્મા પ્રભુત્વની ભૂમિકાને સ્પર્શી જવા સતત પ્રયત્નશીલ બન્યો રહે છે એ યાત્રાનું નામ “મંગલયાત્રા'. અહીં કહેવાતાં સુખો કદાચ ઓછાં હોય છે તોય પ્રસન્નતા તો પાર વિનાની હોય છે. પૂ.શ્રીનો સમ્યગુ સંપર્ક તો હતો. તેમાં વળી તેમના જ્ઞાનધનની તિજોરીમાં યાત્રાનું હાર્દ મળ્યું. પુસ્તકના નામ વિષે મનમાં કંઈ વિકલ્પ ચાલતો હતો. પણ છેલ્લા કેટલાય સમયથી એક પ્રભુકૃપા ઊતરી છે કે આવા પ્રસંગોના ઉકેલ સામેથી મળી જાય છે, તેવું અહીં બન્યું છે. તેઓશ્રીએ જીવનયાત્રાને તો સતત તનાવવાળી અને સુખ કે સાર વર્જિત કહી છે. “મંગલયાત્રા” નામધારણને મારી પૂરી યોગ્યતા હાલ ભલે ન હોય પણ ભાવનાએ તો મને મંગલકારી જણાઈ છે. તે રીતે કે જન્મતાં દાદીએ ગળથુથીમાં નવકાર મહામંત્ર આપ્યો ત્યાંથી અજાણે મારી મંગલયાત્રાનો પ્રારંભ થયો. ત્યાર પછી તેમાં તાત્કાલિક કોઈ વિશેષતા ન થઈ. પરંતુ મંત્રબીજ વવાયું તેમ માની શકાય. તે મહામંત્ર બેત્રણ વર્ષની ઉંમરે કંઠે વસ્યો, વળી વય વધતાં તે જ મહામંત્ર સૂતાં ઊઠતાં ચૂંટાયો, અને શુભ પ્રસંગોમાં ગણાતો ગયો. આમ અજ્ઞાત અવસ્થામાં મંગલકારી મંત્ર સંસ્કારરૂપે ઘડાતો ગયો, તેની માત્રા અતિ અલ્પ હતી. પરંતુ તે સ્વયં મહામંત્ર હતો તેથી સૂક્ષ્મ રીતે જળવાઈ રહ્યો, સમયે પ્રગટ થયો. વળી આ મંત્ર સાસરે પ્રથમ વાર પ્રગટ બોલવાનો થયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ મંત્ર બરાબર ઘૂંટાયો નથી. પછી તો તે મંત્રને ઘૂંટતાં બીજા ઘણા શુભયોગ મળ્યા તે આપણે પ્રસંગે જોઈશું. અહીં તો એ જ કહેવું છે કે આ પ્રમાણે મંગલયાત્રા નામકરણ સુપ્રયોજ્ય જણાયું છે. પ્રકાશ અને અંધકાર એ સનાતન સત્યો છે. તે જીવનમાં પણ સર્જાતાં હોય છે. મંગલયાત્રાનો પ્રારંભ એ પૂર્ણતા નથી પરંતુ શૂન્યમાંથી સર્જન મારી મંગલયાત્રા વિભાગ-૧ ૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ થવાની પ્રક્રિયા છે. ક્યારેક તેમાં કેવળ અંધકાર છવાઈ જતો હોય છે. ક્યારેક પ્રકાશ રેલાઈ જતો જણાય. આથી ગુરુદેવ કહેતા : “અપૂર્ણમાં રહીને પૂર્ણતા પામવાનો પરમ પુરુષાર્થ પ્રયોજવાનો છે. પાપ અને પ્રમાદથી જેટલા દૂર એટલા પૂર્ણતાની નજીક થશો. માટે પૂર્ણપણે પ્રગટ થયા તે પરમાત્માને પકડી રાખો. પછી જ્યાં પરમાત્મા ત્યાં તમે હશો.” આ ભાવનાને પૂ.શ્રી પ્રત્યેથી અનેરું પોષણ મળ્યું. સદ્દભાગ્યે તેઓશ્રી પાસેથી વાચના મળતાં ઘણા અસદુભાવોને ખાળવાનો મહાપુણ્યોદય પ્રાપ્ત થયો, જીવન ધન્ય બન્યું. મિત્રોને એક નમ્ર નિવેદન, આ લેખન સગુરુજનોના બોધની સરવાણીઓ પછી લખ્યું છે, એટલે દરેક પ્રસંગે કે પાને બોધવચનો આવશે. તે બોધ મને મંગલકારી થયો સૌને થશે તેવી ભાવના ખરી. પુસ્તકના નામના વિકલ્પો કરેલા, સંવેદનનાં સંભારણાં અથવા જીવનદોહન. પરંતુ આ કેવળ સંવેદન જ નથી કે જીવનની તારવણી પૂરતું નથી, પરંતુ દુર્લભ એવા માનવજન્મમાં “મંગલ” સાધ્ય કરવું, સૌનું મંગળ ચાહવું તેવું આંતરિક અભિલાષાયુક્ત લેખન હોવાથી નામકળશ મંગલયાત્રા” પર ઢળ્યો છે. મંગલ એ આત્મિક સુખ પ્રત્યે લઈ જનારું સૂચક છે તેમાં સંવેદન તો આવે જ છે. મારી મંગલયાત્રાના ઉપકારી અને માર્ગદર્શક કે ગુરુજનો વિષે જે કંઈ અલ્પાક્ષરી કે મિતાક્ષરી પરિચય આપ્યો છે તે કોઈના ગ્રંથોના આધારે અત્રે પ્રસ્તુત કર્યો નથી પરંતુ તે સૌની સમીપતાથી, અનુભવથી કે શ્રવણથી જે પ્રાપ્ત થયેલું તેના આધાર પર છે. તેમાં અલ્પોક્તિ થવા પામી હોય તો ક્ષમાયાચના. સૌનું ત્રણ મારા મસ્તકે ચઢેલું રહેશે તે મારું સદ્ભાગ્ય છે. મારી મંગલયાત્રાનું વિશેષ માર્ગદર્શન તે સમયે યુવાનીમાં પ્રથમ આચાર્યશ્રીથી પ્રારંભ થયું હતું તે અન્ય આચાર્યશ્રીના સમાગમે પાંગર્યું અને આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિજીના ચરણમાં શમ્યું તે પુણ્યયોગ છે. સૌ પ્રથમ જ જણાવી દઉં કે આ નવલકથા, પરાક્રમકથા કે ધર્મકથા નથી. વળી કોઈ સતી કે મહાપુરુષોનું ચરિત્ર નથી છતાં જનજીવનમાં ઉપયોગી થાય તેવા જીવનના પ્રસંગોનું આલેખન છે. તેનો મૂળ હેતુ તો અધ્યાત્મયોગ પ્રત્યે જવાની દૃષ્ટિની મુખ્યતા છે. ગૃહસ્થજીવન પ્રભુના પાવન પંથે પ્રયોજાય તેવી જિજ્ઞાસાનું પોષણ કેવી રીતે મળે કે મળ્યું તેના પ્રસંગો અને અનુભવો છે. આ પુસ્તકના લેખનનો મૂળ આશય તો એ જ કારણનો હતો પરંતુ ઘણા વિચારના અંતે લાગ્યું કે ઉત્તરાર્ધ પૂર્વાર્ધથી વિભાગ-૧ મારી મંગલયાત્રા ૨૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ સમજવો સહેલો રહે છે. પૂર્વાર્ધ પાયો છે, ઉત્તરાર્ધ ઇમારત છે. આથી આ યાત્રા જન્મથી આલેખી છે. સામાન્ય માનવજીવનના પ્રસંગોમાં કે સાધકની સાધનાના ક્રમમાં વિશેષતા શું હોય! પરંતુ દેશવિદેશમાં અનેકવિધ જિજ્ઞાસુ મિત્રો મળ્યા. કેટલાકની સાથે અંગત પરિચય થયા. ત્યારે નિરાંતની પળોમાં જીવનમાં ઘટેલી ઘટનાઓ સહેજે વ્યક્ત થતી. તેમાં કડવો-મીઠો રસ હોય. સુખદદુઃખદ પ્રસંગો હોય, સામાન્ય માનવીઓ એમાંથી પસાર થતા હોય. પરંતુ કેટલાક મિત્રોને લાગ્યું કે મારા જીવનના ઘણા પ્રસંગો દયભેદક છે અને અધ્યાત્મનો યોગ તો મર્મસ્પર્શી છે. કેટલાક મિત્રો કહે, “હવે અમારે તમારા જીવનની ઘટનાઓના પુસ્તકના સહયોગી થવું છે માટે તમે જરૂરથી લખો.” તે મિત્રોને લાગ્યું કે જો આ અનુભવો તમારી કલમમાં ઊતરે તો ગૃહસ્થજીવન જીવતા માનવને ઉપયોગી છે. તમે સહેજે બધું કહ્યું પરંતુ ખરેખર કેટલી વીસીએ સો બને છે તે આવી તાદશ્ય ઘટનાઓથી સમજાય છે. તમે જ કહ્યું તેમ અભિમન્યુના સાત કોઠા ભેદવા જેવું છે. આજે જીવોની ધનસંપત્તિ વધવા છતાં, પરિવારનો સંક્ષેપ હોવા છતાં, બહોળો મિત્રસંયોગ હોવા છતાં, યશકીર્તિ હોવા છતાં માનવનું જીવન કેવું પાંખું છે, અશાંત છે ? વળી રસરુચિવાળાને ધર્મસાધન, શુભ સંયોગ મળવા છતાં પ્રાયે કંઈ સમાધાન નથી. - જ્ઞાનીઓએ કહ્યું છે કે એવો માનવ કે જેને ચિત્તની સ્વસ્થતા નથી, નિશ્ચિત શ્રદ્ધા નથી તે મીણના ગોળા જેવો છે. જ્યારે બોધ સાંભળે ત્યારે કહેશે ગુરુજનો કહે છે તે સો ટકા સાચું છે. પરિવારમાં બેસે ત્યારે એને લાગે છે કે આ વાતો તો સવાસો ટકા જેવી સાચી છે. આમ મીણની જેમ ગરમીમાં ઓગળે, ઠંડીમાં ઠરે. અને આયખું પૂરું થાય ત્યારે પણ નિર્ણય પર આવી ન શકે કે સાચું શું છે? તેમાં વળી જેની પાસે પૂર્વના આરાધનનું વિશેષ બળ નથી, વર્તમાનમાં સંતસંયોગ નથી તે જીવો કથંચિત સંસારમાં રઝળી પડે છે. ત્યારે સમજાય છે કે જીવનમાં સત્ત્વ અને તત્ત્વની કેવી જરૂર છે ? આ પુસ્તકમાં આલેખેલી જીવનઘટનામાં સામાન્ય રીતે માનવજીવનની અવસ્થાઓના પ્રકાર છે. જેમાં બાળઅવસ્થા, શિશુ અવસ્થા, યુવાન અવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા છે. પરંતુ તે દરેક અવસ્થામાં જે જે ઘટનાઓ ઘટી તેમાં વર્તમાન અનુભવની વિશેષતા સાથે આધ્યાત્મિક ક્ષેત્રે, સાધના મારી મંગલયાત્રા ૨૧ વિભાગ-૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ કરતાં જે જે સાધુસંતો અને વ્યક્તિ વિશેષથી જે બોધ થયો તે તે બોધ દરેક પ્રસંગ સાથે ઘટાવ્યો છે. બાળ-યુવાન જેવી અવસ્થાનો જીવનમાં નિશ્ચિત ક્રમ હોય છે. આધ્યાત્મિક ક્ષેત્રે ક્રમ છે પણ તેમાં ક્ષયોપશમ હોવાથી ચઢઊતર થયા કરે, કોઈ વ્યક્તિ પોતાનો નિશ્ચિત ક્રમ કેવી રીતે દર્શાવે ? શાસ્ત્રમાં ક્રમ નિહિત છે, જેમ કે માનુસારી, સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ, ક્ષપકશ્રેણી, મુક્તિ. ચઢઊતર થઈને આ ક્રમે જીવનને સાર્થક કરવાનું છે. વાચકને લાગશે તે તે અવસ્થામાં ત્યારે કોઈ બોધ પરિણમ્યો ન હોય, તેથી વિષમતાઓ સર્જાઈ. તો પછી તે પ્રસંગ સાથે આજે સમજાયેલો બોધ લખવાનું પ્રયોજન શું ? ઘટનાઓ ભલે બેપાંચ કે સાત દસકા પહેલાં ઘટી પણ તેનું લેખન જે અવસ્થામાં, જે વિચાર કે જે શ્રદ્ધામાંથી પ્રગટ થયું, જે બોધ ગ્રહણ થયો તે આજે સમજાયું તો પછી તે ભૂતકાળના પ્રસંગોને ભલે પ્રકાશ મળે, તેનો લાભ એ છે કે જે કંઈ વિષમતાઓ થઈ તેને માટેનો એ ઉપાય બન્યો કે “આગળ કરેલાં પાપોનો પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વોના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.” શ્રીમદ્જીએ કેવું અદ્ભુત વિધાન બતાવ્યું છે જેનાથી બોધ ગ્રહણ થઈ તે વિષમતાઓ દૂર થવાની શક્યતા ઊભી થાય છે. પૂર્વની ભૂલોનું પુનરાવર્તન થતું અટકે. અને જ્યાં સમતા-સમાધાન રહ્યાં ત્યાં ધર્મનો પ્રભાવ સમજાય છે. ધર્મ કર્મનો નાશ કરવામાં સહાયક છે. બાંધેલાં કર્મો ભોગવવાં ન પડે તેને ધર્મ કહ્યો નથી પણ ધર્મનો ભાવ સમતા રખાવે એટલે પૂર્વ કર્મો નાશ થતાં નવાં કર્મો તેવાં ને તેવાં ન બંધાય એ ધર્મની વિશેષતા છે જેની પાછળ દેવગુરુની કૃપા છે. સામાન્ય રીતે આપણને કોઈને વિષે કહેવા-લખવાનું હોય તો ગુણોનું કથન કરવાનો ભાવ રહે છે. પરંતુ જ્યારે આપણે આપણા વિષે લખવાનું હોય ત્યારે દોષને નિષ્પક્ષપાતપણે લખીએ તો તેમાં સત્યનું સત્ત્વ હોય છે. જો કે ગાંધીજી જેવી, દોષોનું વર્ણન લખવાની, નિર્ભયતા હોવી દુર્લભ છે, તે પણ મહાત્મા જેવી પ્રસિદ્ધિ મળ્યા પછી દોષોને પ્રગટપણે કહી દેવા તેમાં અંતરમાં સત્યની નિષ્ઠાનું પાચન થયેલું છે. તેટલી હદે મારા જેવા સામાન્ય માનવીની લખવાની કુશળતા કે નિર્ભયતા ન હોય. છતાં ગાંધીજીની કથાના અવલંબને કંઈક નિર્ભયપણે લખી શકાયું છે. મુખ્યત્વે ત્રીજા પુરુષની વિભાગ-૧ મારી મંગલયાત્રા ૨૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ વિચારધારાથી લખાયું છે. સ્વ-૫૨ દોષ દર્શાવવાનો હેતુ કોઈ દ્વેષપ્રેરિત નથી તેમ સ્વ-૫૨ ગુણ દર્શાવવામાં કંઈ પક્ષપાત પણ નથી. સ્વદોષદર્શન પશ્ચાત્તાપરૂપ છે, પરદોષદર્શન પ્રારબ્ધની વિચિત્રતારૂપ છે. સ્વગુણદર્શનમાં પુણ્યયોગ દર્શાવ્યો છે અને પરગુણદર્શન મારા પર થયેલા ઉ૫કા૨ને જણાવવા અનુમોદનાર્થે છે. છતાં અતિ અલ્પજ્ઞ અવસ્થામાં લખાયેલું આ લેખન પૂર્ણ સત્યને ક્યાંથી આંબી શકે ? પૂર્ણતા પામવાના મનોરથ થઈ શકે તે હેતુસભર આ લેખન છે. આ લેખન પ્રગટ થશે ત્યારે તેમાં જેના નામનો ઉલ્લેખ છે, તેમાંના થોડાક ચિરવિદાય પામ્યા છે. જેમની ઉપસ્થિતિ છે, તેઓ આ લેખનમાંથી કંઈ પણ અઘટિત લાગે તો ક્ષમા કરે. છતાં આગળ દર્શાવ્યો તે હેતુની મુખ્યતા રાખે. કારણ કે અપૂર્ણ-અલ્પજ્ઞ માનવી પૂર્ણતાને ન્યાય કેવી રીતે આપે ? એટલે વ્યક્તિ, પરિસ્થતિ અને મતિથી સાપેક્ષ આ લેખન છે. સંયોગાધીન જે કંઈ બન્યું તે ઋણાનુબંધની ચુકવણી હતી તેમ માની સૌ ઉદાર દિલે વિચારીશું તો સમાધાનનું કારણ છે. તે ક્ષેત્ર ભલે વ્યવહારિક હો કે આધ્યાત્મિક. છેલ્લાં પાંચેક વર્ષથી કેટલાક મિત્રો સૂચવતા કે તમારા અનુભવો અને પ્રસંગો લખવા જેવા છે. ત્યારે મને પૂ. પંડિત સુખલાલજી યાદ આવતા. તેઓનો નિકટનો પરિચય થયા પછી, તેમના જીવનના પ્રસંગોથી પ્રભાવિત થઈ, અમે કહેતા કે પંડિતજી આપ આ બધું લખાવો તો આપનું જીવનચરિત્ર અમે પ્રસિદ્ધ કરીએ. તેઓ જવાબ આપતા, પૂ. ગાંધીજીની જેમ દોષદર્શન યથાતથ્ય દર્શાવવાની નિષ્પક્ષ વિચારસરણી જોઈએ. વળી કેટલા મહાપુરુષોનાં જીવનચરિત્ર લખાયેલાં છે ! હજી એવા મહામાનવોનાં જીવનચરિત્ર લખાશે, તેમાં કંઈ મારી વિશેષતા નથી.” છેવટે ઘણું થોડું કંઈક મારું ‘“જીવનવૃત્ત' તેમનું લખાવેલું મળે છે. જો તેઓનો આ જવાબ હોય તો મારા જેવાની શી વિશેષતા હોય ! પચીસ માળના મકાનમાં પહેલે માળે બેઠેલી વ્યક્તિ અને પચીસમે માળે બેઠેલી વ્યક્તિ બંને એક જ મકાનમાં છે પણ બેઠકમાં અંતર છે. છતાં જેમ બંને વ્યક્તિ એક મકાનમાં છે તે હકીકત છે, તેમ મા૨ા જેવા પહેલે માળે બેસી આ સાહસ કરે તો તેને સૌ સહર્ષ સ્વીકારજો. આ મારી મંગલયાત્રાનું એક મહત્વનું અંગ છે પરદેશની સત્સંગયાત્રા. સત્કાર્યો અને સદ્ભાવથી સભર છે. વળી એ યોગ અંતરયાત્રાના ૨૩ વિભાગ-૧ ģ સત્કથા, મારી મંગલયાત્રા Page #27 -------------------------------------------------------------------------- ________________ સાધનરૂપે પરિણમ્યાં છે. તે તમે સૌ આ લેખનથી જોશો. એ અંતરયાત્રા મંગલયાત્રા કે સત્સંગયાત્રા કરતાં પણ વિશેષરૂપે ખેડાઈ. તેમાં ગુરુજનોની કૃપા જ વરસી છે. આથી જ્ઞાન, ધ્યાનની કોઈ કેડી મળે કે મારા પગ તે દિશામાં વળે, તે પણ તમે જોજો. વાસ્તવમાં મંગલયાત્રા સંક્ષેપમાં લખવી તેમ ધાર્યું હતું. પરંતુ પૂનમના ઊગવાથી સાગર ઊછળે તેમ કલમ હાથમાં આવે કે મારી વિચારધારા ઊછળે. લેખનના સંસ્કારો, ચિત્તપ્રદેશ ૫૨ અંક્તિ થયેલા અનેકવિધ અનુભવો, ઉપકારીજનો પાસેથી મળેલી જ્ઞાન સંપત્તિ, દેશ-૫૨દેશના સન્મિત્રોની ધર્મ જિજ્ઞાસાથી નિપજેલા સાત્ત્વિક-તાત્ત્વિક પરિણામો, તેમાંથી શું મૂકું અને શું લખું ? આથી કુદરતી રીતે કલમને ધપવા દીધી. એટલે વિસ્તાર તો થયો જ. વળી આ લેખન ઉતારા નથી. પરંતુ મહદ્અંશે પોતીકોપ્રદેશ છે. જેમાં વાસ્તવિક્તા રજુ થઈ છે. વળી વિશેષ સંતપુરૂષો, પંડિતજનોના બોધનું અવતરણ કે જીવન પ્રસંગો માનવજીવનને ઉપકારી છે. તે જેણે જ્યાં આલેખ્યા તેમણે માનવસેવા જ કરી છે. ગુણગ્રાહી જીવોને માટે તે ભવસાગર તરવાનું જહાજ છે. સંતપુરૂષો સત્ત્ને જીવી ગયા, પચાવી ગયા, પ્રગટ કરી ગયા. આખરે સૌને વહેંચી દીધું. પછી તો આપણી પાત્રતા પ્રમાણે આપણામાં પરિણમશે, આપણે તેને ઝીલવું પડશે. અંતમાં જણાવું કે આ લેખનમાંથી જેને જે કંઈ અનુરૂપ પડે તે સૌનું જ છે. ઉદારદિલે માણજો. આનંદ હો મંગલ હો. સર્વત્ર શાંતિ વિસ્તરો. પરાક્રમોની તમે પ્રતિમા, ચઢાણ કીધા ચરમગતિમાં; ગગનભૂમિના અમર મિનારા, પ્રભુ ! તમોને નમન હમારા. વિભાગ-૧ જીવન લડાઈ જીતી જનારા, પ્રભુ ! તમોને નમન હમારા; ૨૪ મારી મંગલયાત્રા Page #28 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રી સ્વ. નકરચંદ મગનલાલ મંગલયાત્રાના પ્રારંભમાં પરમાત્માને પ્રણામ સુનંદાબહેન વોહોરા જન્મથી માંડીને કેટલીક સુખ દુ:ખભરી કહાનીનું શ્રવણ કરેલું જે આ પુસ્તકમાં આલેખ્યું છે. સુનંદાબહેન વોહોરા શ્રવણના સંવેદનમાં જેમના મુખે શ્રવણ કહેલું તે મોટી બહેન સ્વ. સુભદ્રાબહેન Page #29 -------------------------------------------------------------------------- ________________ વ્યાપાર ક્ષેત્રે પિતા પુત્રની આદર્શ જોડી મેસર્સ સી. કે. વોહોરાની કંપનીના : આદ્ય સ્થાપક-સંચાલક : રવ. શેઠ નેમચંદભાઈ પોપટલાલ વોહોરા મેસર્સ સી. કે. વોહોરાની કંપનીના : સંચાલક: શ્રી જગતચંદ્ર નેમચંદ વોહોરા સ્વ. નેમચંદભાઈનું કુટુંબ-પુત્ર, પુત્રીઓના પરિવાર સાથે ઈ.સ. ૧૯૪૧ બીજી હરોળમાં જમણી બાજુથી જગતચંદ્ર (ખોળામાં અતુલ) બાજુમાં સુનંદાબહેન Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨ જન્મ બાલ્યાવસ્થા -શિશુવય શિક્ષણ જન્મથી ચૌદ વર્ષનો ગાળો * માતા-પિતા તથા પારિવારિક પરિચય-જન્મ * બાળપણમાં સગપણ * માતાની ચિરવિદાય * બાપુજીના ત્રીજીવાર લગ્ન * મોટા બહેનનું વાત્સલ્ય * પ્રાથમિક શાળાનું શિક્ષણ * શ્વસુર પક્ષનો પરિચય * પિયરપક્ષે આર્થિક મુશ્કેલી * બિચારી દાદી * બહેનની સાસરે વિદાય-પણ દુઃખદાયક To Con T “આ બાલ્યવયમાં કોઈના માતા-પિતા મરશો નહિ, ઓ ઈશ આવો કોપ બાળકની ઉપર કરશો નહિ.” રક્ષક તું છે મારી હું રક્ષણ માંગુ છું; ચરણે આવી સ્વામી, તમારા ગુણ માગું છું.” Page #31 -------------------------------------------------------------------------- ________________ આત્મ શક્તિ-પ્રેમ સ્વરૂપે શૂલપણે જોતાં લોખંડનો ટૂકડો કઠણ છે પાણી નરમ છે. પરંતુ પાણીમાં સૂક્ષ્મપણે લોખંડીબળ પડયું છે. લોખંડને પાણીના પાત્રમાં મૂકી રાખવામાં આવે તો કટાઈને લાલ લાલ કણ થઈને હવામાં ઉડી જશે, ત્યારે પાણીનું બળ સમજાય છે. તેમ સ્થૂલ દૃષ્ટિએ જોતા કર્મોથી આવૃત્ત જીવને કર્મ બળવાન લાગે છે. આત્મા નિર્બળ લાગે છે. પરંતુ અતંર દૃષ્ટિથી જોતાં આત્માના જ્ઞાનાદિ બળ છે તેનાથી દીર્ઘકાળના કઠિન કર્મોનો નાશ પામે છે. - જેનો વિકાસ નથી તેવા જડભૌતિક પદાર્થોનો કેવળ પરિચય કરજો . પણ જેઓ વિકાસશીલ આત્મા છે, ભલે જંતુ તો પણ તેમનો પ્રેમ કરજો, સુખી થવાનો શ્રેષ્ઠ ઉપાય છે. - પૂ. પન્યાસજી (ભદ્રંકર ગણિ) Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રાથમિક પ્રસંગપટ અમદાવાદ શહેરની એ મધ્યમ કક્ષાની પોળ (મહોલ્લો) હતી. લગભગ આઠ દાયકા પહેલાંની સ્મૃતિ પ્રમાણે કહું તો જૈન કુટુંબોથી ભરપૂર ગર્ભશ્રીમંતોના નિવાસવાળી પોળનું ચિત્ર ગૌરવવંતું હતું. યદ્યપિ સંભવ છે કે ઘણા દાયકા પછી એ પરિસ્થિતિ ઘણી પલટાઈ હોય છતાં આજે દહેરાસર, ઉપાશ્રયનું સ્થાન યથાવત્ જળવાયું છે. વળી ઘણા સમય પહેલાં આ સ્થળે લુહારો વસતા હશે કે કોઈ પણ કારણ હોય, હાલના માણેકચોકની નજીક એ લુહારની પોળ અપભ્રંશ બની લવારની પોળ એ નામે આજે પણ તેની પ્રખ્યાતિ છે. એ પોળમાં મારું મોસાળ હતું, અને જન્મસ્થળ પણ હતું. એ પોળમાં એક સામાન્ય સ્થિતિનું જૈન કુટુંબ રહેતું. ત્રણ ભાઈ, એક બહેન અને વિધવા મા. પિતા તો યુવાન વયે અવસાન પામ્યા હતા. ઘરનું ઘર પણ સ્થિતિ સામાન્ય. ત્રણે ભાઈઓ કામે લાગ્યા હોવાથી સ્થિતિમાં સુધારો થતો ગયો હતો. વિધવા મા અને દીકરી ચંપા બંને ફુરસદના સમયે ઘરના ઓટલે બેસી નિર્વાહમાં સહાયરૂપ થવા ભરતગૂંથણ કરે. તે પોળની બાજુની પોળનો એક જૈન યુવાન દહેરાસરે આવે અને આ યુવાન કન્યાને જુએ. કન્યા રૂપાળી અને મુખાકૃતિમાં ગુણનાં દર્શન પણ થાય તેવું સૌષ્ઠવ હતું. એ યુવાનને આ કન્યા ગમી ગઈ, મનમાં વસી ગઈ. લગભગ સો વર્ષ પહેલાં સમાજની રચના એવી હતી કે ઘોડિયામાં સૂવા જેવાં બાળકોનાં વિવાહ-લગ્ન થતાં. તે સમયે વર-કન્યાની કોઈ સરખામણી કરવાની ન હતી. ફકત કૌટુમ્બિક ખાનદાની સંપન્નતા, પ્રતિષ્ઠા જેવાં પરિબળોની મુખ્યતા રહેતી. તે રીતે આ યુવાનના પણ ઘોડિયા લગ્ન થયાં હતાં. વર-કન્યા ઉંમરલાયક થતાં તેમનાં લગ્ન થયાં. પત્ની સાથે ઘરસંસાર શરૂ થયો. એક સંતાનની પ્રાપ્તિ થઈ, તેનું નામ રમણલાલ પાડ્યું. આમ બેત્રણ વર્ષ નિર્વિઘ્ન નીકળી ગયાં. પરંતુ હવે યુવાનની નજરે ચંપા નજરાઈ. સ્વતંત્ર વિચારસરણીવાળા મારી મંગલયાત્રા ૨૭ વિભાગ-૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ યુવાનને માતાપિતાની રજા લેવાની જરૂર ન લાગી. તેણે ચંપાની મા પાસે ચંપાના હાથની માંગણી કરી. પતિ બીજી પત્ની કરે તે કોઈ પણ સ્ત્રીને ન ગમે પણ તે સમયે પુરુષની એ સ્વાધીનતા (સમાજે આપેલી ?) સ્ત્રી સ્વીકારી લેતી. સામાજિક કે નૈતિક રીતે એક પત્નીવ્રતનો વિશેષ પ્રભાવ ત્યારે ન હતો, સવિશેષ પુરુષને જવલ્લે લાગતું કે બહુપત્નીત્વ ખોટું છે. યુવાને ચંપાના હાથની માંગણી કરી, ત્યારે તેની માએ પ્રથમ વિચાર કર્યો કે પોતાની લાડકી દીકરીને સપત્ની થવું પડશે. પરંતુ એ કાળે એ ઘણું મહત્ત્વનું મનાતું નહિ. એટલે વધુ ટકા લાભ એ બાજુ ગયા કે પુરુષ યુવાન છે, રૂપાળો છે, કુટુંબ ખાનદાન છે, ગર્ભશ્રીમંત છે, ચાહીને કન્યાને પ્રેમપૂર્વક સ્વીકા૨વા આવ્યો છે. (Love Marriage) માએ આમ વિચાર્યું, ભાઈઓને પણ બધું યોગ્ય લાગ્યું. અને એ યુવાને ઘરમાં જ ચાર લોટાની લગ્નચોરી કરી જોષી સમક્ષ કન્યાનું પાણિગ્રહણ કર્યું. તે કાળે કન્યાને કંઈ વિશેષ વિચારવાનું રહેતું નહિ. માતા-પિતા દોરે તેમ દોરાય. તેમ ચંપાનાં લગ્ન થયાં. રાત્રે યુવાન નવી પત્ની સાથે ઘરે આવ્યો. યોગાનુયોગ જૂની પત્ની પિયર ગઈ હતી. ઘરમાં માતાપિતા હતાં. માને કહે કન્યા પરણી લાવ્યો છું. ઘડીભર માને વિકલ્પ થયો હશે પરંતુ એ કાળે આવા પ્રકારો કેવળ અજુગતા ગણાતા ન હતા. જોકે પ્રથમ વારની પત્નીને દુઃખ લાગે તે પણ સ્વાભાવિક હતું. માતાપિતાને આંચકો લાગ્યો પણ યુવાનની તેજસ્વિતા પાસે તેમણે નમતું જોખ્યું. પુરાણ કાળમાં, મધ્યકાળમાં કે વર્તમાનમાં સ્ત્રી-જીવન ક્ષેત્રે કેટલાક પ્રશ્નો જટિલ રહ્યા છે. કોઈ વાર લાગે કે કેટલાક પ્રશ્નો ઊકલ્યા છે પણ પ્રાયે એ ભ્રમ બને છે. જમીનમાં સૂકાયેલી વનસ્પતિ જળનું સિંચન થતાં જેમ ફૂટી નીકળે છે તેમ આવા પ્રશ્નો અન્ય રીતે ઉદ્ભવતા જ રહે છે. એ કાળે પત્નીને સંતાનપ્રાપ્તિ ન થાય તો પુરુષોનો દોષ કે ખામી નહિ, પરંતુ સ્ત્રીની ખામી ગણાતી અને એ કારણે પતિ બીજી-ત્રીજી પત્ની કરતો. ખેર ! પછી બન્યું એવું કે પ્રથમ પત્નીને માટે ઘ૨માં કોઈ સ્થાન નથી રહ્યું તેમ માની, માતાપિતા સંપન્ન હતાં તેથી પુત્રીને પોતાને ત્યાં રાખી લીધી. વળી એ કાળે બે-ત્રણ માતાનાં સંતાનો સુખેદુઃખે સાથે રહેતાં વિભાગ-૨ ૨૮ મારી મંગલયાત્રા Page #34 -------------------------------------------------------------------------- ________________ એટલે પ્રથમ પત્નીના પુત્રને સારું શિક્ષણ મળે તેવા વિચારથી ઉદારદિલ ચંપાબાએ તેને પુત્રવત્ સ્વીકારી લીધો અને પોતાની સાથે રાખ્યો. તે કાળ પ્રમાણે સારું શિક્ષણ મળ્યું. કામધંધે લાગ્યો અને સુંદર કન્યા સાથે વિવાહ થયા. બાપુજી પણ તે રમણભાઈને પ્રેમથી રાખતા. વ્યાપારધંધામાં પણ સાથે લઈ તેનું ધ્યાન રાખતા. માતાપિતા તથા પારિવારિક પરિચય-જન્મ : આ યુવાનનું નામ નકરચંદ એ મારા પિતા અને ચંપા એ મારી માતા. સમાજની અને વડીલોની દષ્ટિએ ચંપા સુખી થઈ, અને સાંસારિક રીતે એમ જ હતું. યુવાની, ધન, સંપત્તિ, શરીરસૌષ્ઠવ, કુશળતા આમ સાંસારિક જીવન સુખેથી જીવવાનો પુણ્યયોગ હતો. ચંપાની હાજરીમાં, ચંપાની જીવનશૈલીમાં નકરચંદ પોતાને ખૂબ સુખી માનતા. દિવસ અને રાતના ભેદ વગર બંને સુખચેનમાં જીવતાં હતાં. વળી સ્વતંત્ર ઘર વસાવી કુટુંબથી જુદા રહેવા લાગ્યાં. વેપારધંધામાં ચઢતી હતી. સાંસારિક સુખના સંયોગે ચંપાબાને પ્રથમ સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થઈ, તેનું નામ સુભદ્રા. એ કાળે વિજ્ઞાનનો વિકાસ કે રકાસ આજના જેટલો ફાલ્યો ન હતો. રકાસ એટલે સંતાન ન જોઈએ તો તેમાં ખાસ કરીને તો મા પોતાના જ વિચારથી ગર્ભમાં આવેલી પુત્રીનો નિર્દયતાથી નિકાલ કરી દે. કથંચિત વિકાસ એ અર્થમાં કે સંયમ રહિત પણ સંતાનપ્રાપ્તિ અટકાવી શકાય. ટૂંકમાં એ કાળે કોઈ વાર વર્ષે, સવા વર્ષે કે દોઢ વર્ષે કે અલ્પાધિક સમયે સંતાનપ્રાપ્તિ થતી એ કાંઈ નિવારી શકાય તેવું ભાગ્યે જ બનતું. આમ ચંપાબાને બીજા દોઢ વર્ષે વળી સંતાનપ્રાપ્તિ થઈ પણ તે બાળક અવસાન પામ્યું. બાળમૃત્યુનો આંક ત્યારે ઊંચો હતો. ખેર, ત્યાર પછી વળી એક પુત્રનો જન્મ થયો અને તેનું નામ મનુ. ચોથા ક્રમમાં જન્મેલી પુત્રીનું નામ સરસ્વતી હતું, જે પાછળથી સુનંદા થયું. જેના જીવનની સંસારયાત્રા અત્રે વર્ણવવામાં આવી છે. નામ બદલવાનું કારણ ખબર નથી. બહેનને પૂછતી કે મને દેવલોકમાંથી કોણે આ ધરતીને સોંપી, જે હોય તે સરસ્વતી અને સુનંદા બંને દેવલોકમાં છે ! ભવિષ્યમાં મોક્ષે ! સરસ્વતીનું સ્થાન જ્ઞાનવિદ્યાની દેવી તરીકે છે. સુનંદા પ્રથમ તીર્થકર ઋષભદેવનાં પત્ની હતાં. તે દેવલોકમાં છે. તે આધારે આ ઉલ્લેખ છે. મારી મંગલયાત્રા ૨૯ વિભાગ-૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ બાલ્યાવસ્થા-શિશુવય :બાળપણનું અલ્પકાલીન ગળપણ, અને સગપણ જન્મ ઈ.સ. ૧૯રર નવેમ્બર, તારીખ ત્રેવીસ, વિ.સં. ૧૯૭૯ કાર્તકી પૂનમ. આમ અમે ત્રણ ભાઈબહેન માતાપિતાના ખૂબ વાત્સલ્યમાં, તથા માતાપિતાની સ્થિતિ સંપન્ન હતી એટલે સુખમાં ઊછરતાં હતાં. માતા ઘરના વૈભવથી ગુણમય કુશળતાથી કુટુંબમાં પણ પ્રિયતા પામ્યા હતા. પિતા વ્યાપારધંધામાં પ્રતિષ્ઠા પામ્યા હતા. સુનંદાની વય ચાર વર્ષની હતી. કાંઈ સુંદરતા પણ ખરી, બાળવયમાં પણ હાલ આવે એવી ચપળતા. આવા કારણે એક સંપન્ન કુટુંબના વડીલોને કન્યા તરીકે ગમી ગઈ. અને તેમના પુત્ર જગતચંદ્ર સાથે ચંપાબાની હાજરીમાં બાળવિવાહ થયા. આ પ્રસંગ બંને કુટુંબ માટે સુખપ્રદ હતો. ત્યારે સાસરે લક્ષ્મીબા (નવીબા) આવી ગયાં હતાં. જોકે બાળકો-જે વરવહુ હતા તેમને આમાં કાંઈ વિશેષ જાણવાનું ન હતું. અને તેનું ભાન પણ ન હતું. ભાઈ ચાર વર્ષનો, હું લગભગ બે વર્ષની. સવારે બાપુજી ભાઈને ખોળામાં બેસાડીને નવરાવે, મને થાય કે હું પણ બાપુજીના ખોળામાં કેમ ન નહાઉં ? બા કહે તને હું નવરાવીશ. પણ હું તો કપડાં સાથે જ બાપુજીના ખોળામાં જગા કરી લઉં. બાપુજી બંનેને પ્રેમથી નવરાવે. આવું જ બનતું બાપુજી જમવા આવે ત્યારે. ત્રણ બહેનો વચ્ચે જન્મેલો ભાઈ, તે સમયે દીકરાનું માહાસ્ય વધુ હતું ને? (આજે પણ છે તો ખરું) બાને એમ થતું કે ભાઈ ભલે બાપુજીની સાથે જમે, અને મને રમવા મોકલે. પણ હું કંઈ માનું નહિ, પાછી આવી જાઉં. બાપુજી કહેતા ભલે સાથે બેસે. બાપુજી જમતા જાય અમને જમાડતા જાય. સંસારમાં માતાપિતાનું વાત્સલ્ય જ એવું હોય છે કે તેઓ પોતાની જરૂરિયાતોને ગૌણ કરે અને સંતાનોને માટે બધું જ કરી છૂટે. ત્યારે તેમને કોઈ વિકલ્પ હોતો નથી કે આ સંતાનો અમને સુખ આપશે કે નહિ ! આવા જ કારણથી જગત પર જન્મ લેતું બાળક આંખ ઉઘાડે અને માના હાથ અને ખોળા દ્વારા વાત્સલ્ય પામીને રક્ષિત રહે છે. માતાપિતા ઠપકો આપે, સમય આવે ધોલ-ધપાટ કરે કે પોલીસની બીક બતાવે સર્વ કારણોની પાછળ તેમનો વેરભાવ નથી હોતો પરંતુ 30 મારી મંગલયાત્રા વિભાગ-૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ સંતાનોને સંસ્કારી બનાવવાની ભાવના હોય છે. ક્યારેક પ્રકૃતિ હોય છે, અને તે સમયે સંતાનોની લંગાર લાગી હોય છે એટલે ધીરજ પણ ખૂટે છે. છતાં એક હાથે ધોલ મારે ને બીજે હાથે પંપાળે એવું માતાપિતાનું વાત્સલ્ય હોય જ છે. મારી મોટી બહેને જે જે કહેલું તેનું કંઈક અહીંયાં અવતરણ કર્યું છે. બીજી બાજુ વાસ્તવિકતા વિચારીએ તો કોઈક જ પુણ્યશાળી માતાપિતા વૃદ્ધાવસ્થામાં સંતાનોથી યોગ્ય સેવા પામે છે. ભલે કાળ દુષમ કહ્યો પણ કેવળ એ જ કારણ નથી. પરંતુ સ્વાર્થવૃત્તિ વધુ પ્રબળ હોય છે, એટલે માતાપિતાના વાત્સલ્યનું ઋણ અદા કરવાનું પુણ્ય ભાગ્યે જ હોય છે. વિષમ કાળના પ્રવાહનો ઝપાટો, યમરાજનું એક અડપલું ! : એ કાળ કયા ખૂણે ભરાઈ બેઠો હશે કે એકાએક વિષમ વાવાઝોડાની જેમ ફૂંકાઈને તેણે એ ઝપાટો-સપાટો એવો લગાવ્યો કે આ કુટુંબના સુખના દિવસો સ્વપ્નવત્ બની ગયા. એ હતું ચંપાબાનું અકાળે મૃત્યુ. ચંપાબાની ઉંમર લગભગ ત્રીસ વર્ષ ભરયુવાની હતી. પાંચમા સંતાનની પ્રસૂતિનો સમય હતો. પાંચમું સંતાન પુત્રી જન્મી. પણ છઠ્ઠા દિવસે માને પ્રસૂતિ સમયની કોઈ ક્ષતિ થઈ. તે કાળે આ રીતે પ્રસૂતિમાં સ્ત્રીઓ ચેપી-ઝેરી તત્ત્વનો (સેપ્ટિક) ભોગ બનતી અને મરણને શરણ થતી. કોણ જાણે કેટલાંય બાળકો માં વિહોણાં થતાં. પ્રસૂતિના છà દિવસે ચંપાબાના શરીરમાં ઝેરી તત્ત્વ વ્યાપી ગયું. કાંઈ ઉપાય કામ ન લાગ્યો. લવારની પોળમાં મોસાળના ઘરમાં માની મરણપથારીએ ઘડીઓ ગણાતી હતી. એ દિવસે સવારથી બધું સૂમસામ છતાં સગાંઓની ભીડ હતી. મોટી બહેન શૂન્યમનસ્ક થઈ મોસાળના ઘરને ઓટલે બેઠી હતી. અમે બે ભાઈ-બહેન ત્યાં નાના ચોકમાં રમતાં હતા. મોટી બહેન ઘડીકમાં રડતી, અમે પાસે જઈએ એટલે છાની રહેતી. પૂછીએ ત્યારે કહેતી બા માંદી છે. વળી અમે રમતમાં લાગી જતા. વળી પડોશીના ઘરમાં કોઈ લઈ જતા, કંઈ ખાવાપીવાની વ્યવસ્થા થતી. માતાની ચિર વિદાય : છપ્પનિયો દુકાળ સેંકડો માનવીઓનો ભોગ લઈને તે કાળે ધરાયો નહિ હોય કે શું ? તેની ક્ષુધા અધૂરી હશે કે શું ? તીવ્ર બનીને એ નિર્દય મારી મંગલયાત્રા ૩૧ વિભાગ-૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ કાળે માને દિવસના બાર વાગે ઉપાડી જ લીધી. અંદરના ઓરડામાંથી રડવાની ચીસો સંભળાઈ અને બહેન અંદર દોડી ગઈ. અમે પણ દોડ્યાં, અને મોટી બહેનને વળગી પડ્યાં, તેની સાથે રડવા લાગ્યા. સગાંઓએ બહેનને સમજાવી, અમને લઈને બહાર મોકલી. પણ ઓહ ! બહેન તો ભીંતે માથું પછાડે અને બોલે. (બહેન બહુ મોટી ઉંમરે મને આવી વાતો કહેતી તે આધારે તેમાં કંઈ ફેરફાર સાથે અવતરણ કર્યું છે.) “હે ભગવાન! હે નિર્દય કાળ ! તને આ બે બાળકોની દયા ન આવી ! તરતની જન્મેલી આ પુત્રીની દયા ન આવી ! તેં માને ઉપાડી લીધી. હે કાળ ! કોઈને ભરખવું જ હતું તો હું હતી. તારે મને લઈ જવી હતી. હજી પણ જો તને દયા આવતી હોય તો મને ઉપાડી લે. મારી માને પાછી મૂકી જા, મૂકી જા, મૂકી જા. ઓ કાળ, આ મારી અરજી મોટા મનનો થઈને સ્વીકારી લે. તારે કાંઈ ગુમાવવાનું નથી. અને મારી મા જો મળતી હોય તો મારે તારી પાસે રહેતા કાંઈ ગુમાવવાનું નથી. બહેન કોઈ વાર કહેતી, મા માંદી છે એ સાંભળ્યું ત્યારથી રડતી હતી, પણ કાળદેવે કાંઈ નોંધ ના લીધી. વળી બહેન ભીંતે માથું પછાડે, રડે. અમે તો તેની કાંખમાં ગભરાઈને ભરાઈ ગયા હતા. આ સર્વ વિગત બહેનના મુખે સાંભળેલી. તે કહેતી કે મને આવા કરુણ ભાવ ઊપજતા. ત્યાં તો બે સગાં આવ્યાં. બહેનને ખૂબ જ પંપાળી, પાસે બેસીને સમજાવી. પણ બહેનના દિલનો ઘા એવો મોટો હતો કે આ નાના મલમપટાથી રૂઝાય કેવી રીતે ? છેવટે સગાંઓએ એક ઉપાય તેની સામે ધર્યો કે આ બે બાળકને તારે કાંખમાં લેવાનાં છે. તારે તે બંનેની મા બનવાનું છે. પણ બહેન તો એક જ બોલતી કે કાળને દયા ન આવી? સગાંઓએ કહ્યું કે હવે તેને કાંઈ ઉપાય નથી. તું આ બાળકોની સામે જો; બિચારાં હિજરાય છે (આ લખતાં આજે તો પેન અટકી ગઈ.) તે સમયે કાંઈ વધુ સમજ ન હતી પણ જયારે આજે લખું છું ત્યારે એ દશ્ય સાદશ્ય થયું. કારણ કે એ બાર વર્ષની બહેનની દશા આજે સમાજમાં આવે છે. ત્યારે તો સમજ ન હતી કે બાર વર્ષની બહેનનું શું ગજું ! મા બનવાનું કે માના વિયોગે ઝૂરવાનું ! અહીંયાં સમયના વહેણને જોવા સિવાય કોઈ ઉપાય ન હતો. વિભાગ-૨ મારી મંગલયાત્રા ૩ર Page #38 -------------------------------------------------------------------------- ________________ અમે નાનાં બાળકો, તેમાં પણ જેણે હજી પૂરી આંખ ખોલી નથી, માનો ખોળો માણ્યો નથી, માના ખોળાને ભીંજવ્યો નથી, વાત્સલ્યનો સ્પર્શ પામી નથી, માના સ્તનનું પાન પણ કર્યું નથી, એ જન્મી અને માને બીમારી આવી. દુનિયામાં અંધકાર છે કે પ્રકાશ કાંઈ જુએ તે પહેલાં અંધકાર તેને વીંટળાઈ વળ્યો. દરેકના મુખમાં એ પુત્રી બિચારી' હતી. આખું વાતાવરણ આવી દુઃખદ ચર્ચાનું સ્થાન બની ગયું. વળી વચમાં બાની બા(દાદી)નું છાતી ફાટ રુદન. દરેકનાં દિલ દ્રવી ઊઠતાં. અને સગાં સ્વજનો સહુ એ રુદનમાં રુદન ભેળવીને આશ્વાસન ઊભું કરતાં હતાં. દાદીનો વલોપાત, છાતી બે હાથે કૂટતાં, માથું પછાડતાં એમ લાગતું હતું, કે આ દાદી દીકરી પાછળ પ્રાણ આપી દેશે ! તેનું જીવતર પૂરું કડવાશથી ભરાઈ ગયું. કોઈ વાર એવું લાગે છે કે આજના કાળ કરતાં તે કાળે સ્વજનના વિયોગે દુઃખ વધુ પ્રગટ થતું? એટલે કદાચ કહેવાય છે કે ગોળમાંથી ગળપણ ગયું, સગામાંથી સગપણ ગયું ! જે હોય તે દાદી પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેવું બહેન કહેતી. કરુણતાનો આખરી અંજામ : હજી કરુણતાનો આખરી અંજામ તો હવે હતો. આમ બે-ત્રણ કલાક નીકળી ગયા. અર્થાત્ નનામીની તૈયારી ચાલતી હતી. ત્યારે શબવાહિની ન હતી. સગામાં જે આવા કામમાં કુશળ હોય તેઓ બધું સંભાળી લેતા. બાની નનામી ઉપાડી પુરુષો ઘરની બહાર આવ્યા અને વર્ણન ન થઈ શકે તેવો રુદનનો ઉલ્કાપાત થયો, જાણે ગગન પણ રુદનના અવાજથી ફાટી જશે કે શું? મૃત્યુનો આવો ઘા હશે? આકાશ તો નિર્લેપ રહ્યું. બહેન લગભગ શૂન્યમનસ્ક હતી. અમે બે એને વીંટળાઈને બેઠાં હતાં. પણ નનામીનું દૃશ્ય જોઈ મૂંઝાઈ ગયાં. મેં બહેનને પૂછ્યું, “બાને બધા આમ કેમ લઈ જાય છે ?” બહેન બોલ્યાં : બા ભગવાનને ઘેર ગઈ. આવા સમાધાનની પદ્ધતિ આજ સુધી ચાલી આવી છે. ફરક એટલો કે ત્યારે બાળકો આ વાત તરત જ સ્વીકારી લેતાં. વળી માની ખોટ લાગતી ત્યારે સંયુક્ત કુટુંબના કારણે પુણ્યયોગે બાળકોને કોઈનું રક્ષણ મળતું. તેમાં કાંઈ વાત્સલ્ય પણ મળી રહેતું. કયાંક અશુભ યોગે બાળકોને ઘણું સહેવું પણ પડતું. ડાઘુઓ સૌને મારી મંગલયાત્રા વિભાગ-૨ ૩૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ તસ ર ા ા ાય રડતાં મૂકી બાની નનામી લઈ વિદાય થયા. વાસ્તવમાં બા હવે પાછી આવવાની ન હતી. એ સનાતન સત્ય છતાં, સૌની પાસે રુદન સિવાય શું હતું? સ્ત્રીમંડળ રડીને થાક્યું ! છાતીઓ કૂટીને હાથ હેઠા મૂકયા. કેવળ વિવશતા હતી. કોઈ ઉપાય ન હતો. સમય પસાર થતો હતો. સંસારના માધ્યમથી કહેવાય છે, દુઃખનું ઓસડ દહાડા. જ્ઞાનીઓ કહે છે, દુઃખનું ઓસડ વૈરાગ્ય. પણ ત્યારે કાંઈ આવું જ્ઞાન ન હતું. જોકે આ સર્વ દશ્યનું વર્ણન તે સમયની કોઈ સ્મૃતિથી નથી લખાયું. પણ લગભગ મારી ઘણી મોટી ઉંમર પછી કોઈ વાર બહેન પોતાના દુઃખનું વર્ણન કરતી, ત્યારે અમે બંને બહેનો ઘણાં વર્ષો પહેલાંના કાળમાં પહોંચી જતાં અને મન હળવું કરતાં. તે દિવસોમાં બહેન કહેતી, અનાથ આશ્રમનાં બાળકો ફંડ માટે બૅન્ડવાજાં લઈને નીકળતાં, ત્યારે ગીત ગાતાં, આ બાલ્યવયમાં કોઈનાં માતાપિતા મરશો નહિ, ઓ ઈશ આવો કોપ બાળકની ઉપર કરશો નહિ.” એ દિવસે બહેન ખૂબ રડતી. અમે કંઈ બહુ સમજતાં નહિ પણ સાથે રડતા, એટલે બહેન શાંત થઈ જતી. આજે લખું છું ત્યારે? : વળી આ લેખન કરું છું ત્યારે તો આવા અન્ય ઘણા દુઃખદ પ્રસંગોમાંથી સ્વયં મારે પસાર થવું પડ્યું છે. તેમાં વળી વીતરાગનો માર્ગ, તેની સમજ, ગુરુજનોની નિશ્રામાં મળેલો બોધ, ધર્મની શ્રદ્ધા, તત્ત્વનો બોધ, સંસારનું સ્વરૂપ, જન્મ-મરણનું રહસ્ય આવાં અનેકવિધ શાસ્ત્રવચનોનો સહારો આત્માને સમાધાન આપે છે, છતાં અપૂર્ણદશાને કારણે દુઃખદ કે સુખદ પરિસ્થિતિ અસર ઉપજાવે છે. જોકે પ્રત્યક્ષ ગુરુજનોનું સાન્નિધ્ય તેવા સમયે અત્યંત ઉપકારક બન્યું છે અને બને છે. આથી ઉપરનું વર્ણન લખતાં આવાં દશ્યો જોવા મળેલાં તેના અનુસંધાનથી તે કાળનું વાતાવરણ સાદશ્ય થયું ત્યારે જોતી હતી કે નાનપણની નિર્દોષતામાં કાંઈ વધુ દુઃખ અનુભવ્યું નહિ હોય. આજે ઘટનાઓનાં આવાં રહસ્યોની સમજના આધારે સમાધાન રહે છે. પરંતુ વચ્ચેનો ગાળો એવો કહી શકાય કે બહેન પાસે આ સર્વ સાંભળતાં ઘણું વિભાગ-૨ મારી મંગલયાત્રા ૩૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ દુઃખ લાગ્યું હતું. વળી એમ પણ વિકલ્પ ઊઠે છે કે ૮૦ વર્ષના ગાળા પછી આ લખવાનો શો અર્થ ? એવું બનતું કે કોઈ નિકટના સત્સંગીઓ અનુભવની કાંઈ વાતો પૂછતા ત્યારે સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે છતાં એવો સંસાર છૂટતો નથી એ અનુભવ-પ્રસંગો કહેતી. વળી કોઈને લાગતું કે એ બધું લખો તો સારું, અમને તો ઉપયોગી લાગે છે. એટલે લખવાની ફુરણા થતી. છતાં થોડું લખાણ થતું અને વળી વિકલ્પ ઊઠતો ખરેખર લખું ! વળી પેલા મિત્રોની પ્રેરણાથી લખવાનું શરૂ કરતી. ખેર ! બાપુજીનું શું થયું ? : બાપુજીની સ્થિતિ પણ એ સમયે દયાજનક હતી. તેઓ પણ માથું ફૂટતા હતા. વાસ્તવમાં સૌ સાંત્વન આપતા કે હવે હિંમત રાખ્યા સિવાય કોઈ છૂટકો નથી. હકીકતમાં ચંપાએ પોતાના ગુણથી બાપુજીના હૃદયમાં સ્થાન લીધું હતું. તેથી તેમનો ઘા ઘણો મોટો હતો. સંસારની રચના આ રીતે નિર્મિત થઈ છે. સંયોગ-વિયોગનાં સુખ-દુઃખ એ સંસાર. પેલી નિર્દોષ બાળકીનો શું દોષ? સૌ કપાળે હાથ મૂકી કહેતા, લલાટે લખ્યા લેખ ભૂંસાતા નથી. જીવે બાંધેલાં કર્મો ભોગવ્યા વગર કોઈ છૂટતું નથી. મોટાં મામા-મામીને સંતાન ન હતું. આથી તેમણે તરત જ એ બાળકીને પોતાના સંતાન તરીકે અપનાવી લીધી. મામા રેલવેમાં નોકરી કરતા હતા. એટલે કાંઈક સાધન-સંપન્ન હતા. આમ બાળકીનું કોઈ ખૂણે પડેલું પુણ્ય ઉદયમાં આવ્યું પણ હા, દૈવને એ મંજૂર ન હતું. મામા-મામીને લાગ્યું ભલે અમારો ખોળો ભરાયો, પણ એ બાળકી છ માસ પછી આ દુનિયા છોડી ચિરવિદાય લઈ જાણે માને મળવા પહોંચી ગઈ. વ્યક્તિ એક વિદાય થઈ હતી પણ તેના વ્યક્તિત્વથી કેટલી ખોટ ઊભી થઈ ! બહેન પાસેથી સાંભળીને, અન્ય પ્રસંગોના અનુભવથી, અન્ય કથાઓના વાંચનથી લખવામાં બોધરૂપ સરળતા રહી. કારણ કે બાળવયમાં કંઈ આ વિચારણાનો વિકાસ સંભવિત ન હતો. વળી બાપુજીની સ્થિતિ બાના સમયમાં જ સંપત્તિથી સંપન્ન થતી હતી એટલે ભાડાનું ઘર છોડી પોતે ઘાંચીની અને નાગજીભૂદરની પોળ બન્ને વચ્ચે સંધિયોગવાળું આઠેક ઓરડાનું મોટું ઘર લીધું હતું. બાની પ્રસૂતિ પતે પછી એ ઘરમાં રહેવા જવા માટે નવાં સાધનો મારી મંગલયાત્રા ૩૫ વિભાગ-૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ વિગેરેની પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી. કેવળ પ્રવેશ જ બાકી રાખ્યો હતો. અને બીજું શુભ કામ એ હતું કે જે પહેલી પત્નીનો પુત્ર રમણલાલ જેને ચંપાબાએ પોતાની પાસે રાખેલો તેનું શિક્ષણ પૂરું થયું હતું. તે ધંધામાં પણ પિતા સાથે લાગ્યો હતો. તેના વિવાહ થઈ ગયેલા. તેના લગ્નની બાને બહુ હોંશ હતી. આ બંને કામ રાહ જોતા હતા, ચંપાની પ્રસૂતિ પછીની હાજરી. પણ છુપાયેલા ભાવિના ગર્ભમાં કંઈ જુદું જ ચિત્ર નિર્માણ થયું હતું. બાપુજી કહેતા, ઘર હવે સ્મશાન લાગે છે. બહેન મોટી પણ બાર વર્ષની, નાની તો ખરી જ ને? તે આ ઘરમાં ક્યાં બેસે, ક્યાં ફરે ! એટલે ભાઈનાં લગ્ન તરત જ કરી દીધા. એક વ્યક્તિ આવવાથી બહેનને કાંઈક રાહત થઈ. પણ બાપુજીને કેમે કરી આશ્વાસન મળતું ન હતું. ધંધા-વ્યાપારમાં મન લાગતું ન હતું. દિવસો સુધી ઉપરના માળે એક ઓરડામાં ચંપા ચંપા કરતા, રડતા પડી રહેતા. એ દિવસો પણ વીતતા હતા. બાપુજીના ભાગીદાર સમજ હતા. ધંધો સંભાળી લેતા. વળી મામાઓ આવી સમજાવતા. એમ બાપુજીને કંઈ કળ વળી, દુકાને જવા લાગ્યા. બહેનનું જીવન અમને સંભાળવામાં અને અન્ય કામમાં લાગ્યું. તે કાળે બાળકોને સાચવવાં બહુ અઘરું ન હતું. ખાઈ-પીને શેરીમાં રમતાં. વળી બાળપણમાં બીજા કોઈ વિશેષ વિકલ્પો પણ ન હતા. સંસારનો ક્રમ જ એવો છે કે સમયોચિત બધું ગોઠવાતું જાય. આ પ્રસંગ સંસારમાં કંઈ પ્રથમ જ બન્યો છે તેવું ન હતું. સંસારનું સ્વરૂપ એવું છે કે જન્મ-મરણ, સંયોગ-વિયોગનાં દ્વન્દ્રમાંથી કોઈ મુક્ત નથી. પરંતુ જેને માથે આવે તેને તે પ્રસંગ કારમો લાગે. બહેન કહેતી ““તું શાંત અને ડાહી હતી.” ભાઈ એક જ હતો એટલે લાડકો હતો. તેના લાડ પૂરા કરવામાં તકલીફ હતી. રાત્રે સૂવામાં એક અગવડ થતી. બંનેને બહેનની બાજુ જોઈએ. એટલે બહેન ચત્તી જ સૂઈ જતી. જેથી બંનેનું સમાધાન થતું. વળી અમે બાની બા દાદી પાસે જતાં તેને સારું લાગતું પણ હજી તેનાં આંસુ સૂકાતાં ન હતાં. અને નાક સુધી સાડીનો છેડો ઢાંકી રાખતી. કેમ જાણે ચંપા સિવાય કોઈને મો વિભાગ-૨ મારી મંગલયાત્રા ૩૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ બતાવવું તેને યોગ્ય લાગતું નહિ હોય! મૃત્યુ સુધી તેણે આ ક્રમ જાળવ્યો હતો. એ કાળે સગાના વિયોગનું દુઃખ વધુ રહેતું એવું લાગે છે. એ કાળે કે આજે પુરુષો પત્નીના વિરહ શોકમાં ગમે તેવા હતાશ થાય પણ સમાજની પ્રણાલી, સવિશેષ પ્રકૃતિ અને સ્ત્રીસુખની જિજ્ઞાસાવૃત્તિ તેને બીજા લગ્ન કરવાની ઇચ્છા પેદા કરતી. વળી મોટાં મામી ગંભીર હતાં. બાપુજી પ્રત્યે સહાનુભૂતિવાળાં હતાં. તેમાં વળી તેમની નાની બહેન કુંવારી હતી. મામીને લાગ્યું, બાળકોની જવાબદારી છે પણ બીજી રીતે સાધનસંપત્તિવાળું ઘર. બાપુજીની ઉંમર બત્રીસ આસપાસ જે તે કાળે બહુ મોટી ન લાગતી. કન્યા સોળ વર્ષની અને બાપુજી પાસે તે કન્યાના હસ્તનો મામીએ પ્રસ્તાવ મૂકયો. બાપુજી હજી શોકમાંથી, ચંપાની મીઠી સ્મૃતિમાંથી બહાર આવ્યા ન હતા. એટલે સ્ત્રીસુખ, જિજ્ઞાસાની વૃત્તિ તાત્કાલિક ઊઠી ન હતી. જો કે આજે વિચાર કરું છું ત્યારે એટલું તો લાગે કે કોઈ જીવોને વિરહ દુઃખની વેદના વધુ ઘેરી હોય છે, કોઈને ઓછી હોય છે. આજે તો કોઈ વાર એવું લાગે છે કે જીવોને મૃત્યુનો શોક પાળવાની પણ ફુરસદ નથી. સ્ત્રી હો કે પુરુષ હો દરેક દોડમાં છે, દુઃખ થતું હોય તો પણ દુઃખને સ્વીકારવાનું બળ નથી, તેથી બાહ્ય દોડ કરીને દુઃખ ભૂલી જાય છે. જોકે તેથી કંઈ અંતરદાહ રૂઝતો નથી. યદ્યપિ ત્રણથી પાંચેક દાયકા પહેલાંના સમયમાં દુઃખનું વેદન સવિશેષ સ્ત્રીઓમાં વધુ જણાતું. તેમાં ઘણા સામાજિક, કૌટુમ્બિક સંયોગો, લાચાર દશા, શિક્ષણનો અભાવ આવાં કારણોથી સ્ત્રી વધુ દુ:ખ સહન કરતી. આજે સ્થિતિ બદલાઈ છે, પરંતુ એ સર્વાશે ન કહી શકાય. પુરુષ ક્ષેત્રે સ્વાધીનતા, બીજા લગ્નનો તરત જ અવકાશ. યદ્યપિ જીવ માત્ર સ્વજનના વિયોગથી અભ્યાધિક દુઃખ પામે તે માનવની પ્રકૃતિ છે. વળી કોઈક જ જીવ એ પરિસ્થિતિમાં બોધ પામી જીવનને ત્યાગ, વૈરાગ્ય માર્ગે દોરી દુ:ખના મૂળને છેદી નાંખે. સ્ત્રી મોટે ભાગે સ્વેચ્છાએ કે અનિચ્છાએ વૈધવ્યને સંયમથી નિભાવતી. તે કાળની સ્ત્રીજીવનની ઘણી મર્યાદાઓ હતી. તેમાં આજે ઘણું પરિવર્તન થયું છે. મોટાં મામીએ વાત બરાબર પકડી હતી. આજના માધ્યમથી વિચારીએ મારી મંગલયાત્રા વિભાગ-૨ ૩૭. Page #43 -------------------------------------------------------------------------- ________________ તો કદાચ તેમનું મંતવ્ય અજુગતું લાગે. ત્રણ બાળકો, તેમાં પણ ઘરમાં ઓરમાયો પુત્ર અને પુત્રવધૂ જેની વય અને એ કન્યાની વય સમાન હતી. પણ એ કાળનાં મૂલ્યો જુદાં હતાં. બત્રીસ વર્ષનો યુવાન છે, વ્યાપાર-ધંધો ધીકતો ચાલે છે, સંપત્તિવાન છે, મોટું ઘર છે. એ જમાનામાં ઘરઆંગણે ઘોડાગાડી હતી. મોટાં મામીને થયું કે બાળકો એમના ભાગનું ખાશે-પીશે, પણ આ મોકો જવા દેવા જવો નથી. આથી રોજ બાપુજી પાસે આવતાં અને સમજાવતાં. છેવટે મામી સફળ થયા. બાપુજીનાં ત્રીજી વાર લગ્ન થયાં: આમ કરતાં છ માસ પૂરા થયા. બાપુજી ધંધામાં પૂર્વવત્ જોડાઈ ગયા. શોકનો ભાર હળવો થયો. પ્રકૃતિ પ્રમાણે મામીની વાત પર વિચાર કરવા લાગ્યા. અને અંતે ત્રીજી વાર લગ્નગ્રંથિથી જોડાયા. ત્રીજી વારનાં પત્નીનું નામ શારદાબા હતું. શારદાબા સ્વભાવે નિખાલસ હતાં. બાપુજી પણ લાગણીભીના હતા. અમે બે બહેનોનું પ્રેમથી ધ્યાન રાખતા મનુભાઈ તો ચંપાબાનો એક જ પુત્ર. એને પ્રેમ અને લાડ બંને મળતા હતા. - દુઃખનું ઓસડ દહાડા. ઘરમાં બહેન, ભાભી અને નવાબા (ભાભુ). ત્રણે વયમાં બેત્રણ વર્ષના અંતરવાળાં એટલે સમાન વયસ્ક હતાં. રસોઈ કરનાર હતો. પૂરા સમયનો કામ કરનાર હતો. ઘોડાગાડી હતી. બાપુજી શોખ પ્રકૃતિના હતા. નવાબાનું લોકદષ્ટિએ અને પોતાની બુદ્ધિથી સુખી જીવન હતું. અર્થાત્ કુટુંબજીવનનો નિર્વાહ સુખપૂર્વક થતો હતો. વળી બાપુજી નવાબા સાથે સુખપૂર્વક જીવવા લાગ્યા. અમને બહેન સંભાળતી એટલે નવાબાને અમારા ઉછેરનો બોજો ન હતો. તે કાળે બાળકોનો સંયુક્ત કુટુંબમાં કંઈ વિશેષ ભાર ન હતો. બાપુજી ખુશમિજાજી હતા. કુશળ હતા, તેવા જ પ્રખર હતા. તેમના કહેવાથી વિરુદ્ધ ચાલનારાને તે સહી શકતા નહિ. ચંપાબાની શાંત પ્રકૃતિ અને સમજને કારણે બાપુજી પણ ત્યારે શાંતિ રાખતા હતા. એવો ચંપાબાનો તેમના પર પ્રભાવ હતો. પ્રથમ પત્નીનો પુત્ર રમણલાલ સમજદાર હતો. પિતાની જેમ કુશળ હતો. પોતાની માની સ્થિતિનો ખ્યાલ આવતાં દુઃખ લાગ્યું. તેમાં વળી ધંધાની વાતમાં મતફેર થયો. તેથી તેણે અલગ ઘર લીધું. માતાને સાથે વિભાગ-૨ મારી મંગલયાત્રા ૩૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ રાખી. પોતાનો સ્વતંત્ર ધંધો વિકસાવ્યો. આથી બાપુજી ખૂબ નારાજ થયા. મોટાં બહેનનું વાત્સલ્ય : કોઈ વાર શું બનતું તેનો ખ્યાલ નથી, ત્યારે બાપુજી મને બોલાવીને ધમકાવતા. કદાચ ભણવા બાબત હશે. હું રડતી રડતી બહેન પાસે પહોંચી જતી. બહેન મને સમજાવી દેતી. વળી મારે માથે હાથ ફેરવી દે એટલે હું શાંત થાઉં. શારદાબા ભોળાં હતાં. તેમના તરફથી કંઈ તકલીફ ન હતી. અમારી સાથે તેમનો વ્યવહાર અપર સંતાનો જેવો ન હતો, તેમ બહેન કહેતી. બહેન પણ બાની જેમ સમતાવાળી હતી. બંને સુમેળથી રહેતાં. એક વાર બહેન મને કહેતી હતી કે તું રડતાં રડતાં પૂછતી કે “બા ભગવાનને ઘેરથી પાછી ક્યારે આવશે ? વળી કહેતી હતી કે બા પાછી કેવી રીતે આવે ? મામાઓ અને બધા એને કેવી રીતે લઈ ગયા હતા? એટલે એને આવવું ના ગમે ને !” સમય પસાર થતાં બાળમાનસ પર અંકાયેલા આ તરંગો પણ શમી ગયા. બહેન પણ નવાબા સાથે ગોઠવાઈ ગઈ. પણ હા, દાદી જિંદગી સુધી દુઃખી જ રહી. હાસ્ય શું એ એને માટે કલ્પના જ બની. આજે હવે શાસ્ત્રોની વાતો જાણતા થયા એટલે એવું લાગે કે મોહની કેવી પ્રબળતા ! તે વખતે ધર્મના સંસ્કાર નહિ, સાધુજનોનો સમાગમ નહિ, સ્ત્રીને ઘરનાં કામ અને બાળકોનો વિસ્તાર, આવી દીવાલમાં ક્યાંથી જ્ઞાનીઓની વાત પહોંચે ! દાદી ક્યાંથી બોધ પામે ? એ કાળે ધર્મારાધનાના યોગ તો મળતા હતા અથવા કહો કે એવું પુણ્યબળ નહિ. અમે ભાઈ-બહેન શાળાએ જતાં થયાં. એ સમયે શાળાજીવન આજની જેમ બહુ ભારરૂપ ન હતું. પોળમાં રહેતાં એટલે બાળસુલભ રમતોનો આનંદ માણવા મળતો. કુશળતાને કારણે રમતોમાં નેતાગીરી રહેતી, યદ્યપિ એ ક્ષેત્રમાં મિત્રપ્રિયતા હતી. બાળપણ સામાન્યપણે નિર્દોષતામાં ગયું. જોકે કોઈ મોટી ગુણસંપન્નતા પણ ન હતી. કોઈ યાદગાર પ્રસંગો પણ બન્યા ન હતા. કોઈ કુચેષ્ટાના દોષ થયા હતા તેવો ખ્યાલ છે. ત્યારે તેનું ભાન ન હતું, કે એ ખોટું છે. મારી મંગલયાત્રા ૩૯ વિભાગ-૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીઓ કહે છે માનવજન્મ મળવા છતાં બાળપણ તો રમતમાંખેલકૂદમાં ગુમાવ્યું, કારણ કે પૂર્વનો કોઈ જ્ઞાનમય દૃઢ સંસ્કાર લઈને જીવ આવ્યો નથી. પૂર્વના સંયમ કે સંસ્કારયુક્ત જીવોને બાળપણથી જ આત્મહિતની સ્ફુરણા થતી હોય છે. અને એવા યોગ પણ મળી જાય છે. જેમકે અઈમુત્તા, શ્રી ગૌતમસ્વામીના યોગે આઠ વર્ષે સ્વયં સ્ફુરણાથી દીક્ષિત થઈ કેવલજ્ઞાન પામ્યા. આ કાળે પણ કેટલાક રૂડા જીવો બાળવયથી જ સંસારત્યાગ કરે છે. આ વાતને આઠે નહીં પણ આજે એંશીએ વિચાર કરું છું અને એ વય પર નજર જાય છે ત્યારે સમજાય છે કે જ્ઞાનીઓએ કહેલું સાચું છે. બાળપણ તો વહ્યું જતું હતું. કંઈક નિર્દોષતા હોય તો પણ તે જ્ઞાનમૂલક ન હોય, વળી સંભવ છે કે પૂર્વ સંસ્કારે અહંકાર જેવા અન્ય દોષનું સેવન થયું હોય, બાળપણ તો આત્મહિતના સંસ્કાર વગર ગયું. આઠ, બાર કે ચૌદ વર્ષ રમ્યાં, ભણ્યાં, ખાધું, પીધું અને પસાર થયું. ધાર્મિક શિક્ષણનો પુણ્યયોગ થયો ન હતો. વ્યવહારિક શિક્ષણ પૂરું પ્રાથમિક શાળા જેટલું થયું હતું : શાળાજીવન ભણતરની દૃષ્ટિએ સંતોષજનક હતું. કુશળતાને કા૨ણે શાળામાં ‘મોનિટર' જેવાં કાર્યોથી માન હતું. મિત્રો પણ સંસ્કારી હતાં. કથંચિત તે સમય સાધુસંતોનો પરિચય નાના બાળકોને, સ્ત્રીઓને જવલ્લે જ થતો. આજ જેટલી મોકળાશ નહિ હોય, છતાં પુણ્યયોગવાળાં જીવોને તેવો અવસર મળતો હતો. મારા જીવનમાં એ પુણ્યયોગ ન હતો. પાઠશાળાનું પણ ખાસ શિક્ષણ મળ્યું હતું. વળી આ જીવને પૂર્વનું પણ એ ક્ષેત્રનું સંસ્કારબળ ઓછું હતું. ખેર. શ્વસુર પક્ષનો પરિચય : અગાઉ જણાવ્યું તેમ બાની ઉપસ્થિતિમાં બાળપણમાં સગપણ થયું હતું. એ કુટુંબ પણ ખાનદાન હતું. સાધનસંપન્નતામાં પ્રવેશ પામેલું હતું. સસરાજીનું (નેમચંદભાઈ) બાળપણ ગરીબીમાં ગયું હતું. યુવાની ઘણા શ્રમયુક્ત હતી. પરંતુ પુણ્યયોગે હવે ધન-યશનો ઉદય થયો હતો. વળી સસરાજીને પણ બીજી વારનાં પત્ની હતાં. પ્રથમ વારનાં પત્ની બે દીકરીઓ મૂકી ગુજરી ગયાં હતાં. બીજી વારનાં પત્નીથી પ્રથમ દીકરી વિભાગ-૨ ૪૦ મારી મંગલયાત્રા Page #46 -------------------------------------------------------------------------- ________________ શારદાબહેન અને પછી એક દીકરો જગતચંદ્ર (પતિ) થયો. પત્ની પ્રસૂતિ પછી ટી.બી.નો ભોગ બન્યાં. બેએક વર્ષ પતિએ ઘણો શ્રમ કરી, ધન ખર્ચી સેવા કરી પણ કુદરતને આ સુખના દિવસો માન્ય ન હતા અને પત્નીને કાળ ભરખી ગયો. લોકસંજ્ઞા કહેતી અરે ! ભોગવવા જેવું થયું અને ચાલી. સૌ કાળને દોષ દેતા. કાળ શું કરે ? તેનું કાર્ય જે કાળે જે પળે કરવાનું હોય ત્યારે કરે. તેમાં ઈન્દ્ર, ચંદ્ર અને જિનેન્દ્ર પણ અપવાદ નથી. તો પછી માનવનું શું ગજું ? પણ લોકદષ્ટિ યુક્તાયુક્ત હતી. જેમ પિયર પક્ષે બહેને ઘણા સમય પછી પૂર્વ જીવનની વાતો કરી હતી તેમ શ્વસુરમાં પણ (નણંદ) બહેને વાત કરેલી. તેના આધારે જ આ વિગત લખાઈ છે. પ્રથમ પત્નીના બે દીકરીઓના લગ્ન થઈ ગયાં હતાં. તેમાંનાં મોટાબહેને પણ બાળકો મૂકી યુવાનવયમાં ચિરવિદાય લીધી હતી. બીજા મંજુબહેન હયાત હતાં. ઓહ એ કાળે સ્ત્રી અને બાળકો ટપોટપ કાળને આધીન થતાં. મારાં સાસુનું નામ પણ ચંપાબા હતું. તે પણ શાંત અને ગુણિયલ હતાં. સુખના દિવસો ટૂંકા હતા. તેઓ પણ ચૌદ વર્ષની દીકરી અને નવ વર્ષનો દીકરો મૂકી ભરયુવાનીમાં સદા માટે પોઢી ગયાં. જેમ પિયર પક્ષે બન્યું તેવું જ પુનરાવર્તન સાસરા પક્ષે બન્યું હતું. કાળે જાણે સ્પર્ધા માંડી હતી કે શું? ગુણિયલ પત્નીને સાજી કરવાના શ્રમ અને ભાવ છતાં લખ્યા લેખ કોણ મિટાવી શકે ? સસરાજી ઘણા દુઃખી થયા. અશુભના યોગે તેઓ પણ સખત માંદગીમાં પટકાયા. સંધિવાનું દરદ અસહ્ય હતું. ભાગ્યયોગે બીમારીમાંથી ઊઠયા પણ જિદગીભરની પગની ખોડ બીમારીએ ભેટ આપી. અર્થાત્ લંગડાતા ચાલવાનું લમણે લખાયું. પ્રારંભમાં બન્ને કુટુંબ સરખી જ સંપન્ન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હતાં : નકરચંદનાં ત્રીજી વારનાં લગ્ન થયાં. નેમચંદભાઈનાં પણ ત્રીજી વારનાં લગ્ન થયાં. યોગાનુયોગ નવાબાનાં (શારદાબા) પ્રથમ બાનાં દીકરી અર્થાત્ ઓરમાઈ બહેન જેમને ચૌદ વર્ષની રૂપાળી કન્યા હતી, તેની માતા બાળવિધવા હતા. સ્થિતિ સામાન્ય હતી. વાંચનારને ગજબનું પુનરાવર્તન લાગશે. એ કન્યા (સુભદ્રા) માટે શું ખોટું અને શું સારું એ મારી મંગલયાત્રા વિભાગ-૨ ૪૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન કોણ ઉઠાવે ? અને તેનો ઉપાય શો ? કુંવારી કન્યા માટેનું મૂલ્યાંકન કુટુંબ ખાનદાન છે, ઘર મોટું છે, સાધનસંપત્તિ છે. છોકરાં હોવાં તે કંઈ અગત્યનું ન મનાતું. પુરુષને માટે પત્નીનું સુખ મળતું, ઘરની સંભાળ લેનાર પત્નીની જરૂર જણાતી. બાળકને ભલેને પણ ઓરમાન “મા” મળતી. એ કન્યા નામે સુભદ્રા, પણ આગળની પત્નીની દીકરીનું નામ સુભદ્રા હોવાથી નામ બદલાયું. ચૌદ વર્ષની એ કન્યા હવે લક્ષ્મી (સાસુ) નામે નેમચંદભાઈ સાથે પરણીને સાસરે આવી ત્યારે સપત્નીની કન્યાઓ સમવયસ્ક હતી. નેમચંદભાઈને પગે ખોડ હતી. પરંતુ કુટુંબ ખાનદાન, સાધનસંપન્ન આથી એ સુંદર કન્યા સાથે લગ્ન થઈ ગયાં. લક્ષ્મીબાની હાજરીમાં મારું સગપણ થયું હતું. બાળપણના સગપણને યોગ્ય પ્રસંગો : યોગાનુયોગ મારું પિયર અને સાસરું એક જ પોળમાં હતું, બન્ને ઘર વચ્ચે ચાલતા જવામાં ત્રણચાર મિનિટ થતી. એક જ દીકરો અને પિતા હોંશીલા. અવારનવાર પ્રસંગે પુત્રવધૂને બોલાવવાની હોંશ થાય. આ બાજુ બાપુજી સંપન્ન હતા. છસાત વર્ષની મારી ઉંમર, સાસરાની કોઈ ગતાગમ નહિ, સુંદર વસ્ત્રો અને દાગીનાની સજાવટ, માથે સાચા જરીની ભરેલી મખમલની ટોપી, આખા પગનાં મોજાં-બૂટ, કંઠમાં મોતીનો કૉલર, પૂરી સજાવટ કરીને બાપુજી જોઈને હરખાતા, સાસરે મોકલતા. સાસરે લક્ષ્મીબા હરખાતાં, સસરાજી ખોળામાં બેસાડતા. સાસરે પણ લાડ-પ્રેમ, ખાવાપીવાની મોજ. આમ સાસરે જવામાં પણ બાળસુલભ આનંદ હતો. બહેનો આ બધું આનંદથી કહેતાં. સાંજે વિદાય થતાં મીઠાઈનું પેકેટ. દિવાળી હોય તો ફટાકડાનું બૉક્સ લઈને બાપુજીના ઘેર જવાનું. શ્વસુર પક્ષની સંપન્નતા. તમે જ કહો બાળપણમાં આ બધું સગપણનું ગળપણ ખરું ને? (બહેનો પાસેથી સાંભળેલું) સસરાજીએ મુંબઈ વ્યાપારક્ષેત્રે વિસ્તાર કર્યો. વ્યાપારી કુશળતા અને બાહોશીથી ઘણી સફળતા પ્રાપ્ત કરી. આમ પતિનો અભ્યાસ મુંબઈ થયો. વળી વ્યાપારમાં ભાગીદારો છૂટા થતાં સસરાજી પુન: અમદાવાદ પાછા આવ્યા. નવી પેઢી શરૂ કરી, તે આજે પણ ઓળખાય છે સી. કે. વોહોરા ઍન્ડ કં. “સી” અને “કે” અન્ય ભાગીદારો વોહરા નેમચંદભાઈ. વિભાગ-૨ મારી મંગલયાત્રા ૪૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ ધંધો લોખંડનો હતો. નેમચંદભાઈને બાળકો “ભાઈ' કહેતા. જગતચંદ્રને બાબુ' કહેતા. નોકરો મોટા શેઠ અને નાના શેઠ કહેતા. ત્યારે મારી વય ૧૧ વર્ષની લગભગ હતી. નાનાં નણંદ શારદાબહેનનાં લગ્ન લેવાયાં. લક્ષ્મીબા પહેરવા-ઓઢવાના શોખીન હતાં, સંપન્નતા હતી, ભાઈ એમાં સાથ આપતા. મુંબઈ ખરીદી માટે ગયા હતા. ત્યાં પોતાના માટે કર્યોfટની મોટા ચમકતા ટીકાવાળી સાડી અને બીજી વસ્તુઓ ખરીદી. મારે માટે ચણિયો, ચોળી, ઓઢણી, ચમકતા (ખોટા હીરા જડેલા ર્યોર્જટનાં વસ્ત્રો તથા એક ચળકતી ટીકીવાળું ફ્રોક લાવ્યાં હતાં. સૌ કહેતાં કે જ્યારે લક્ષ્મીએ માથામાં નાગની ફણા જેવો વાળનો મોટો મસ અંબોડો ગૂંચ્યો અને આ સાડી પહેરી શણગાર સજ્યા ત્યારે સૌ એમને જોવા ભેગાં થયાં હતાં. અને મને જ્યારે કાચ જેવા હીરા જડેલાં વસ્ત્રો પહેરાવી તૈયાર કરી ત્યારે ઢીંગલી જેવી લાગતી વહુને બધા બોલાવી પાસે ઊભી રાખીને જોતા. મને બીજી કંઈ અક્કલ હોશિયારી ન હતી. પણ બાળસુલભ ચેષ્ટા પ્રમાણે આ બાળપણના સગપણનું ગળપણ લાગતું હશે. આજે એ કાંઈ સ્મરણનો કોઈ વિકલ્પ નથી. ત્યારે કે આજે તે બાળસુલભ ચેષ્ટા જ હતી ને ! પ્રસંગો લખવા પૂરતું જ છે. ત્યાર પછી ૧૩ વર્ષની વયે લગ્નના આગલા વર્ષે મોટાભાઈના મિત્રની પુત્રીના લગ્ન નિમિત્તે વડીલો મુંબઈ લઈ ગયા હતા. ત્યારે તેઓ તો સંસારવ્યવહાર અને વ્યાપારમાં કુશળતા ધરાવતા થયા હતા. મને પણ વય પ્રમાણે કંઈ સમજ પેદા થઈ હતી. ત્યારે વળી તે સમય પ્રમાણે જીવને આનંદ હતો. હરવું, ફરવું, ખાવું, પીવું; બધું પુણ્યના ઉદયવાળું હતું. નાનામોટા દરેક પ્રસંગે વડીલો હોંશથી બોલાવતા. પ્રેમથી રાખતા. બંને બહેનો સમજવા જેવું સમજાવતાં. જૈન અને વોહોરા સરનેઈમ? નેમચંદભાઈનો ધંધો લોખંડનો હતો. તે સમયે જૈન વાણિયા મોટે ભાગે કાપડ કે કરિયાણાનો ધંધો કરે. લોખંડનો ધંધો વહોરાઓ કરતા, એટલે વહોરાના ધંધાવાળાને કારણે કદાચ લખાણમાં વહોરા થયું હોય. કુટુંબમાં એક વડીલ કહેતા અસલ પાંચસાત પેઢી પહેલાં અન્ય મારી મંગલયાત્રા વિભાગ-૨ ૪૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશથી કોઈ સંપન્ન કુટુંબ યાત્રાએ આવેલું, માર્ગમાં નાણાં ખૂટયાં. જાતે ખૂબ જ ઉત્તમ અને શ્રીમંત વહોરા કુટુંબ. તે કુટુંબને કંઈ પણ પરિચય વગર વડીલોએ નાણાં ધીર્યા હતાં. તેથી તેણે પોતાના માનભર્યા એ પરિચયમાં ““વહોરા” શબ્દ અમારા વડીલને આપ્યો હતો. વળી કોઈ વડીલ કહેતા તે સમયે સુરત તમારા વડીલો સાધુ મહાત્માઓને વોહરાવવાનો ખૂબ લાભ લેતા આમ વોહરાવવાવાળામાંથી વોહોરા રહ્યું. જે હોય તે પણ અમે ““વોરા” નહીં પરંતુ “વહોરામાંથી ઓળખાઈએ છીએ. સમયનું વહેણ વહ્યું જતું હતું ? અમારું બાળકોનું જીવન ભણવામાં, પુરુષોનું જીવન વ્યાપાર-ધંધામાં, સાંસારિક પ્રવૃત્તિઓમાં, સુખભોગમાં, પત્નીઓનું જીવન ઘર-વ્યવહાર સંભાળવામાં પસાર થઈ રહ્યું હતું. જાણે કંઈ જ બન્યું નથી ! અને જે ચાલે છે તે ઠીક છે તેમ સમયના વહેણમાં સૌનું જીવન જોતરાઈ ગયું હતું. ચંપાબાની ચિરવિદાયની, જ્યારે આજની ભૂમિકાએ એ સંયોગો તરફ દૃષ્ટિ કરું છું ત્યારે એમ જણાય કે ક્યાં ગયો એ દિવસનો કલ્પાંત, ક્યાં ધરબાઈ ગઈ એ સમયની કરુણ પરિસ્થિતિ? અનાદિ કાળથી સંસારના આવા પ્રકારો, એ જાણે જીવને સદી ગયેલો ક્રમ છે. કોઈ મર્યું નથી, અને કોઈને મરવાનું નથી ! દુઃખને માથે ઉપાડીને ઓછું ફરવાનું હોય ? વૈરાગ્યનો કોઈ અંશ જણાય તેવા પ્રકાશનું કોઈ ચિહન ન હતું. જોકે વૈરાગ્ય જેવો વિચાર ઝબકે એવું યોગબળ અને સત્સંગ ક્યાં હતાં ? અને હતાં તો આ પંચમકાળમાં અંતરની રુચિ થવી દુર્લભ જ મનાઈ છે. ત્યારે સાધુજનોના ઉપદેશનું સાધન તો હતું જ, પરંતુ સાંસારિક જીવનના મોહમાં એ ઉપદેશ મોહના કવચને ભેદી શકતો ન હતો. આજે પણ મોહનું સામ્રાજય પ્રગટ જ છે ને ! બાપુજીના ગ્રહનો પલટો : શારદાબાને ચંપાબાની જેમ સંતાનપ્રાપ્તિનો યોગ હતો. પણ ધનપ્રાપ્તિના યોગમાં તેમનું ભાગ્ય નબળું નીવડ્યું. તેમાં તેમનો દોષ ન હતો. પૂર્વ કર્મનો તેવા પ્રકારનો ઉદય હતો. બાપુજીનો કાપડનો ધીકતો ધંધો ચાલતો હતો. બજારમાં નકરચંદ મગનલાલનું નામ હતું. પણ ભાગ્યે વિભાગ-૨ મારી મંગલયાત્રા Page #50 -------------------------------------------------------------------------- ________________ ભુલાવ્યા. કાપડનો ધંધો ત્યજી શે૨બજા૨માં ઝુકાવ્યું. અને સંપત્તિના વહેણ ઓસરવા માંડયાં. અશુભનો યોગ ચારે બાજુથી ફૂટી નીકળ્યો. જોકે હજી બાપુજીના મગજની ખુમારી સતેજ હતી. બાપુજીનાં માતા-પિતાની હયાતી હતી, મોટાભાઈ હતા. માતાપિતા બંનેના ઘરે રહેતાં. ઘર વિગેરેના ભાગ વહેંચવામાં કંઈ વાંધો પડ્યો. ભાઈ-ભાઈના સંબંધ મટી ગયા. સંપત્તિની પનોતી સાથે બાપુજીની પ્રેમ-સગાઈ-સંબંધની પનોતીનો જાણે પ્રારંભ થયો. જ્ઞાનીઓ કહે છે અહો ! અજ્ઞાનવશ જીવો જડ પદાર્થના મમત્વને કારણે, અને એ મારા છે એવા અહમ્ના કા૨ણે જીવો સાથે વેર બાંધી ત્રણે કાળનું દુઃખ વહોરે છે. એક તો ભૂતકાળનો પૌદ્ગલિક પદાર્થોના પરિચયથી પડેલા દુઃખદાયી રાગનો સંસ્કાર, વર્તમાનમાં તેના ઉદયને આધીન રહી શુદ્ધ સ્વભાવથી ચ્યુત થવું, અત્યંત દુઃખદાયક છે. દૂરિત કર્મ, જે રડતા પણ જીવે ભોગવવું પડે છે. જે પદાર્થો માટે મોહ કર્યો હતો તે પદાર્થમાંથી એક ૫૨માણુ જેટલો અંશ પણ સાથે લઈ જવાતો નથી, છતાં ઘોર અજ્ઞાનવશ જીવ જીવનના મર્મને અને ધર્મને ગુમાવી દે છે. કર્મનો નચાવ્યો નાચે છે. મહદ્ અંશે આપણી સૌની સ્થિતિ આવી છે. ઋણાનુબંધની વિચિત્રતા પણ એવી કે કોઈ નિમિત્ત મળતા પ્રેમસ્નેહ, નષ્ટ થઈ જીવોમાં વે૨-વૃત્તિ સ્થાન લે છે. એવું કંઈક બાપુજીના જીવનમાં બન્યું તે કર્મની વિચિત્રતા જ હતી. વળી અહીં એ અટકયું નહીં. આ હકીકત કોઈ વ્યક્તિની છે તે માનીને લખવી નથી. પૂર્વના સંચિત અશભ કર્મના ઉદયે ઘેરાઈ જતાં જીવોની દશાનું આ ચિત્ર છે. એમ સમજીને લખું છું. સૌને માટે વિચારણીય છે. આજે વિચારું છું ત્યારે તેમાં ઘણો બોધપાઠ મળે છે. બાપુજી આમ તો તે સમયના સાધુભગવંતોના કંઈક પરિચયમાં હતા. વ્યાખ્યાનમાં પ્રશ્નકર્તા હતા. પૂજાઓ રાગ-રાગણીમાં ભણાવવામાં કુશળ હતા. ચંપાબા ગુણિયલ હતાં. શારદાબા તો ભલાં હતાં. વળી એ કાળે સ્ત્રી જવલ્લે જ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી. જોકે સ્ત્રીઓ એવા કૌટુંબિક ક્લેશમાં સામેલ ના જ હોય એવું માનવાનું નથી. છતાં શારદાબાની ભલાઈ હતી તે ક્લેશમાં પડતાં નહિ. ખેર ! બાપુજી બુદ્ધિ પ્રતિભાવાળા મારી મંગલયાત્રા ૪૫ વિભાગ-૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ હતા, પરંતુ ભાગ્ય રૂઠયું હતું ને ? કહે છે, “સુખ વેળા - સ્વજન ઘણા, દુઃખ વેળા વિરલા સંસાર” અશુભનું પરિણામ એવું છે. સંપત્તિ ગઈ, આપત્તિએ બરાબરનું જોર કર્યું. ભાઈનો સંબંધ ગયો. પુત્ર પણ જુદો થયો. અન્યોન્ય સંબંધો ન રહ્યા. દુકાનમાંથી ભાગીદાર, મામા સૌ વિદાય થયા. દુકાન વસ્તી થઈ. બાપુજી એકલા રહ્યા. અને શેરબજારનો વ્યાપાર કરતા રહ્યા. તેમના ભાગ્યે દુઃખ જ ઊભું થયું. વ્યાજ જાય પણ સમૂળગી મૂડી અને અન્ય સાધનો હોમાઈ ગયા તેવી સ્થિતિ થઈ. કોઈ આશ્ચર્ય ન પામશો, પણ બોધ પામજો. જીવ દુઃખને કેવું આમંત્રણ આપે છે? અહીં વિષયાંતર નથી કરવું. જૈન દર્શનમાં કથાની પ્રણાલી જ “પોળમાં પોળની જેમ', કથામાં કથાની છે. વળી આમાં મારી બાપુજીના દોષદર્શનની રજૂઆત પણ નથી. કેવળ સંસારમાં જન્મેલા જીવોને, સંબંધોમાં પણ કેવા પુણ્યયોગની જરૂર છે કે જેના કારણે માનવજીવન સુખેથી જીવી શકાય. એમાં મહાપુણ્ય હોય તો ધર્મમાર્ગે જીવીને નિકટ મુક્તિગામી થાય. નહિ તો અંજામ દુઃખમય જ છે. વચલા મામા જે બાપુજીની પેઢીમાં બેસતા હતા. શેરબજારમાં જતા બાપુજીનું ધ્યાન આ પેઢીમાં રહેતું નહિ. અને સાળાની બહુ કુશળતા નહિ, એટલે કંઈ ને કંઈ વાંધો પડે. તેમાંથી થયો ઝઘડો અને તેમની સાથે પણ સંબંધ સમાપ્ત થયો. દુકાન પણ આખરે વસ્તી થઈ. આ વિષમતાનો ભોગ બની બિચારી દાદી (નાની) : સૌને સાંભળીને આશ્ચર્ય થશે કે આના છાંટા કયાં ઊડ્યા? બાપુજી સાથે મતભેદ થતાં મામાઓ સાથે સંબંધ ન રહ્યો. આ પરિણામનો ભોગ દાદી અને અમે ત્રણ ભાઈ-બહેન પણ બન્યાં. બાપુજીએ બહેનને બોલાવીને જણાવ્યું : ““તમારે ત્રણે બાળકોએ મોસાળ પગ ન મૂકવો. એ ઘરનું પાણી પણ ન પીવું, દાદીને મળવું નહિ.” બાપુજીની કહેવાની કડકતા એવી હતી કે કોઈ કંઈ બોલવાની હિંમત ન કરે. શારદાબાનું પણ આમાં કંઈ બાપુજીને કહેવાનું કોઈ ગજું નહિ. દાદીના પણ પૂર્વ જન્મનાં પાપ ઉદયમાં આવ્યાં હશે ? અમે પણ તેના ભાગીદાર હોઈશું ને ? જો કે બાપુજી અમારા પર પ્રેમ રાખતા, સંભાળ લેતા. પરંતુ આ બાબતમાં વિભાગ-૨ મારી મંગલયાત્રા ४६ Page #52 -------------------------------------------------------------------------- ________________ બાંધછોડ શક્ય ન હતી. લાગણીપ્રધાન છતાં બાપુજી આમ ઉગ્ર કેમ થયા તે સમજવાનું ત્યારે અમારું ગજું ન હતું. બહેન કહેતી, એ દિવસે ચંપાબા ગુજરી ગઈ હતી અને મનને જેવો ઘા પડ્યો હતો તે જાણે પુનઃ ખોતરાયો. આપણે હવે દાદીને મળવાનું નથી એમ કહી, અમને પાસે બેસાડી ખૂબ રડી. તેણે ઘણાં વર્ષો પછી આ વાત કહી ત્યારે અમારાં મન દ્રવી ગયાં હતાં. આજે એ વિચારી શકું છું કે કોઈ ખૂણે બેસીને કોઈને એવા વિયોગ કરાવવામાં, કરવામાં, અનુમોદવામાં દોષ કર્યા હશે તેનું જ, આ પરિણામ હશે. વાસ્તવમાં “એ કર્મ તણો પ્રસાદ !' દાદી બિચારી તો હતી જ, હવે કયો શબ્દ વાપરવો !? અમારા કરતાં દાદીની હાલત હૃદયને કંપાવે તેવી હતી. તે કહેતી, ચંપાના ગયા પછી મારું જીવન એક શ્રાપ જેવું થયું છે. તમારાં મોં જોઈ જીવતી હતી હવે તો પ્રભુ મને જ ઉપાડે તો સારું ! પણ દિલ કાંઈ ઝાલ્યું રહે ! અમારા ઘરની પછવાડે એક દૂરના સગા રહે. તે સૌ ભલા હતા. એક દિવસ ત્યાં દાદી આવી. તપાસ કરી. નકરચંદ ઘેર નથી. બાજુવાળાને કહે : મારાં બાળકોને બોલાવોને ! એ બહેને બારીમાંથી ધીમેથી બહેનને બૂમ પાડીને કહ્યું, “તમારાં દાદી આવ્યાં છે.” બહેન કહેતી, પ્રથમ તો હું મૂંઝાઈ ગઈ. પણ હિંમત કરીને ગઈ. પ્રથમની થોડી મિનિટો શું થયું તેનો વાંચનારને ખ્યાલ આવ્યો હશે. બાના મૃત્યુના રુદનને યાદ કરાવે તેવું બંને વળગીને રડ્યાં. અમે ભાઈબહેન તો શાળાએ ગયાં હતાં. છેવટે પાડોશીએ સમજાવી છાનાં રાખ્યાં. દાદીના પ્રેમ માટે શું લખું ? સાલ્લાને છેડે થોડાં કાજુ, દ્રાક્ષ, બદામ બાંધીને લાવી હતી. બહેનને સૂચના આપી, “ભાઈલાને ઘણું ભણાવવાનો છે એટલે બદામ એને આપજો. અને તમે બંને બહેનો કાજુ ખાજો.” એ કાળ માટે આ વિચારસરણી સ્વાભાવિક હતી. અમને સ્વીકાર્ય હતી. વસ્તુઓ કીમતી હતી કારણ કે સાથે દાદીના હૈયાનું હેત હતું. પછી તો મહિને એકબે વાર છૂપી રીતે દાદી આવતી. કાજુ, બદામ છેડે બાંધીને લાવતી. અન્યોન્ય મોઢાં જોઈને આશ્વાસન મેળવતાં. સરળ ચિત્ત શારદાબા તેમને આ લાગણી સમજાતી કે ગમે તેમ, તે જાણતાં પણ મારી મંગલયાત્રા વિભાગ-૨ ૪૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ બાપુજીને કંઈ કહેતા નહિ. હા, કોઈ વાર બાપુજી જાણી જતા ત્યારે ઠપકાનો ભોગ અમે બનતાં પણ પછી તો તેમણે તે સ્વીકારી લીધું હતું. પુણ્યવંતી ચંપાબાના ગયા પછી મોસાળમાં મામાઓ પણ મેળ ન રાખી શક્યા. મોટામામાં તો બહારગામ નોકરીમાં હતા. વચલા અને નાના મામાની પત્નીઓને મેળ ન રહ્યો. સૌ જુદાં થયાં. દાદીને પણ એક ઓરડી આપી જુદી રાખી. બાના શોકથી દાદી નબળી પડી હતી. હવે ઉંમર પણ થઈ હતી. શું રાંધવું, શું ખાવું, એ તેને માટે મોટી વિમાસણ હતી. પોતે જ બાંધેલાં કર્મની કિંમત ચૂકવ્યા વગર છૂટકો ન હતો. પણ અજ્ઞાનવશ નવાં કર્મો બંધાતાં હતાં. દાદી લેશમાંથી બહાર ન આવી. આમ દાદી વહેલી વૃદ્ધ થઈ ગઈ. બોધનો કોઈ યોગ ન હતો. એમ દાદીનું જીવન કર્મના ધક્કે ચઢેલું સમયના વહેણમાં વહેતું હતું. બહેનની વય વધતાં ઊભી થયેલી મૂંઝવણ ઃ * મારા પિયરપક્ષે અને સાસરાપક્ષે નવાં બાનું આવવું, સૌનું કૌટુંબિક જીવનમાં ગોઠવાઈ જવું, એમ જીવન નભતું હતું. લક્ષ્મીબા નિઃસંતાન રહ્યા. પ્રસંગોપાત્ત મારે સાસરે આવવાનું થતું. એમ સમય જતાં મારી વય ચૌદ વરસની થઈ. ત્યારે ચૌદ વર્ષે ખરેખર કન્યા કાયદાથી લગ્નને યોગ્ય ગણાતી. સાસરે એક જ પુત્ર. સસરાજીની તબિયત કંઈક નાજુક એટલે લગ્નની ઉતાવળ કરતા. આ બાજુ બહેનનું સગપણ થયું ન હતું. તેનું શરીર ઠીક સ્થળભારે હતું. વળી બહેને મનમાં નિશ્ચય કરેલો કે બીજવરને (જેને આગળ પત્ની થઈ હોય) પરણું નહિ. એમ કરતાં એની વય બાવીસ વર્ષની થઈ. તે કાળ માટે આ વય ઘણી મોટી કહેવાય. મારાં લગ્ન માટે આવતું વર્ષ નક્કી થયું હતું. એટલે બાપુજી ખૂબ ચિંતામાં હતા. મોટીનાં લગ્ન કર્યા વગર નાનીનાં લગ્ન કરવાની સામાજિક દષ્ટિએ મૂંઝવણ હતી. બીજવરનાં સંપન્ન ઘર મળતાં હતાં. પણ બહેનની ના હતી. પંથવર જ જોઈએ. છેવટે ખાનદાન કુટુંબનો યુવાન પંથવર નક્કી થયો. કોઈની પેઢીમાં નોકરી કરતો હતો. બાપદાદાનો ધંધો સંકેલાઈ ગયો હતો. ત્યાં પણ નવાં બા હતાં. અને ખૂબ વસ્તારી હતા. નાનું ઘર હતું પણ પંથવર સાંભળીને બહેન તૈયાર થઈ. એને ખ્યાલ પણ નહિ હોય કે પંથવરના મોહમાં પૂરું વિભાગ-૨ મારી મંગલયાત્રા ४८ Page #54 -------------------------------------------------------------------------- ________________ જીવન જ સમસ્યા બનશે. ભાવિની ભીતરનું રહસ્ય સમજવાનું માનવીનું ગજું નહિ ને ! કર્મરૂપ ભાગ્ય કેટલા નાચ નચાવે છે. જીવ નટ બનીને નાચે છે. આજે વિચારું છું તો એ જ વિચાર આવે છે કે આવા દુઃખમય સંસારમાં જીવ કઈ ભ્રમણાથી સુખ શોધતો હશે ? દુઃખ મળવા છતાં સુખની આશાએ જીવ કેવી યાતના સહે છે ? ભગવાને સંસારના સ્વરૂપનું વર્ણન કર્યું છે તે છે તો બિહામણું પણ જીવને મોહવશ તે લોભામણું લાગ્યું છે. પરંતુ આ ગૂઢતા સમજવાનું જ્ઞાન ક્યાં છે ? ત્યારે તો ન જ હતું. અને આજે પણ કેવળ સમજાઈ ગયું છે તેમ નથી. બહેનનાં લગ્ન પણ દુઃખદાયક : ૧૯૩૫ લગભગ બહેનનાં સગપણ થયાં. તરત જ લગ્ન લેવાયાં. બાપુજીની આર્થિક સ્થિતિ નબળી પડી હતી. અત્યાર સુધી સ્વજન મિત્રો, પુત્ર વિ. સાથે સંબંધો સમાપ્ત થયા હતા. તે અશુભયોગમાં હજી બીજના અંકુર ફૂટ્યા. ધનલક્ષ્મીએ પિતા સાથે સંબંધ ત્યજી દીધો. ઘણી મૂંઝવણમાં કંઈક સગવડ કરી બહેનનાં લગ્ન લીધાં. મારે હવે છ-આઠ મહિના બહેન વગર ગાળવાના હતા. એ સમયે મારે માટે, એ દિવસો કપરા હતા. એટલે એવું નક્કી કર્યું કે લગ્ન સુધી શાળાજીવન ચાલુ રાખવું. અને એ રીતે સાત ધો૨ણનો અભ્યાસ પૂરો કરી, ફક્ત છ-આઠ માસ માટે માધ્યમિક શાળાના દરવાજા મેં જોયા હતા. નક્કી સમયે બહેનનાં લગ્ન થઈ ગયાં, બહેન વિદાય થઈ. બહેનને વળાવી હું અને બાપુજી ખૂબ રડયાં. બંનેનું કારણ જુદું હતું. હું બહેન પાસે માનું વાત્સલ્ય મેળવીને મોટી થઈ હતી એટલે બહેનનો વિયોગ મને સતાવતો. બાપુજીના રડવાનું કારણ થોડું ગૂઢ હતું તે પછીથી સમજાયું. પંથવર જોયો પણ ધંધો નહિ, સામાન્ય નોકરી, ઘરમાં મોકળાશ નહિ, કુલ નવ જેટલાં ભાઈ-બહેનો, આ દીકરી ત્યાં કેવી રીતે સુખ પામશે ? એ વાતથી, રાત બાપુજીએ રડવામાં ગાળી. રાગનું બળ માનવીને ક્ષોભ પમાડે છે તે સ્વાભાવિક છે. બીજે દિવસે સવારે બહેન સાસરેથી આવી, બાપુજી પાસે ઉ૫૨ ગઈ મારી મંગલયાત્રા ૪૯ વિભાગ-૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ અને બંનેનો રડવાનો મોટો અવાજ સંભળાયો. મારું તો કંઈ સમજવાનું ગજું નહિ. કોઈ કંઈ બોલે નહિ. શારદાબા સૂનમૂન બેઠાં હતાં. વિધવા થયેલી દીકરી આવું રડે તે સમજાય પણ સાસરેથી આવેલી દીકરીનો આવો કલ્પાંત ! આ પ્રસંગનું રહસ્ય પાછળથી સમજાયું. બહેનને સાસરે રસોડામાં તેમના ભારે શરીરે બેસી શકે તેટલી જગા જ નહોતી. તેમના સંડાસમાં બહેન બેસતી ત્યારે ભીંતમાં ભીડાઈ જતી. અને તેનો ઓરડો પણ એવા જ માપનો હતો. જ્યારે હું બહેનને ઘરે ગઈ ત્યારે મેં આ જોયું. ત્યારે તેમના રુદનનો ઘટસ્ફોટ થયો. પતિની નોકરી રૂ. ૬૦ની તે પણ નિયમિત નહિ, તે મોટી સમસ્યા હતી. વળી કોઈ કારણસર નાના એક ઓ૨ડામાં એ જ ઘરમાં જુદા થયા. દિવસે ત્યાં રસોઈ કરે રાત્રે ત્યાં જ સૂઈ જાય. દિવસો પસાર થતા હતા. બહેન ખૂબ સહિષ્ણુ હતાં. આમ કંઈ સુખ નહોતું સિવાય કે પરિણીત જીવનનું જાતીય સુખ. જોકે ત્યારે મને કંઈ બહુ સમજાતું નહિ. એમ કરતાં આઠ માસ તો વહી ગયા. મારાં લગ્નની તૈયારી કરવાની હતી. કોની પ્રાર્થનાથી થાય છે ? સૂર્ય કોની પ્રાર્થનાથી ઊગે છે ? ફૂલ કોની પ્રાર્થનાથી ખીલે છે ? પાણી કોની પ્રાર્થનાથી તરસ છિપાવે છે ? વાયુ કોની પ્રાર્થનાથી વહે છે ? વાદળ કોની પ્રાર્થનાથી વરસે છે ? કોયલ કોની પ્રાર્થનાથી ટહુકે છે ? એ તેમનો સ્વભાવ છે, ભગવાનનો પણ પરોપકાર કરવાનો સ્વભાવ છે. હેમચન્દ્રસૂરિજી વીતરાગ સ્તોત્રમાં કહે છે : ‘સંવત્ર વાધવાઃ' ભગવાન આપણને સૂચવે છે, તમે કદી પરોપકારમાં સંબંધ જોશો નહીં. વિભાગ-૨ ૫૦ આ. શ્રી કલાપૂર્ણસૂરિજી મારી મંગલયાત્રા Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી જગતચંદ્ર નેમચંદ વોહોરાનું કુટુંબ સુનંદાબહેન વોહોરા શ્રી જગતચંદ્ર વોહોરા અતુલ, દક્ષા પુત્ર, પુત્રી વય: ૭ - ૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩ સીસારિક પરિણિતો જીવનો સૌરભ વય મર્યાદા ૪ થી ર૪ * મારા લગ્ન લેવાયા * બાપુજીના પક્ષે મૂંઝવણ * ગૃહ વ્યવહારનું શિક્ષણ * શ્વસુરપક્ષે સુખસામગ્રીથી સુખજીવન * પિતા-પુત્રની આદર્શ જોડી * મંગલયાત્રામાં ધર્મભાવનાનું એક કિરણ * પૂ. આચાર્ય મહાત્માઓનો સમાગમ * બે સંતાનોની પ્રાપ્તિ * અણસમજનું પરિણામ અને સમાધાન * અંગત જીવનચર્યા * બ્રહ્મચર્યનો બોધ અને વ્રતમાં વિક્ષેપ * દાદીની ચિરવિદાય * ભાઈ, વડીલની ચિરવિદાય XTRE “સુખ સંપ સજ્જનતા વિનય પશ રસઅધિક વરસાવજો - સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિષે ઉભરાવજો.'' “સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી.'' Page #59 -------------------------------------------------------------------------- ________________ સુખ દુઃખનું કંદ (સંસારમાં સુખ પુણ્યોદયથી મળે છે માટે પુણ્ય કરો તે હકીકત હોવા છતાં સાથે એ સમજવું જરૂરી છે કે એ સુખ ભોગવવા જેવું લાગે એ પાપોદય છે. ભલે તે પુણ્યોદયથી મળ્યું પરંતુ તે સુખ છે એમ માની ભોગવે તે મનુષ્યભવ હારી જાય છે, અને દુર્ગતિગામી થાય છે. કારણ તે તો પાપાનુબંધી પુણ્ય છે. પુણ્યના સમયમાં સગુણ સંપન્ન થવું પાપના ઉદયમાં દુ:ખનો સ્વીકાર કરી સમતા રાખવી. જૈન શાસન-વીતરાગ માર્ગ ભૌતિક ઈચ્છાપૂર્તિ માટે નથી. પરંતુ ઈચ્છા દુ:ખનું મૂળ છે તેથી તેને નષ્ટ કરવાનો માર્ગ એ વીતરાગ માર્ગ છે. અનુકૂળતાનો રાગ છોડો પ્રતિકૂળતાનો દ્વેષ છોડો આ તેમના બોધનો સાર છે. આ મંત્ર આત્મસાત કરવો. - પૂ.આ.શ્રી નરવાહનસૂરિજી Page #60 -------------------------------------------------------------------------- ________________ સાંસારિક પરિણીત જીવનસૌરભ મારાં લગ્ન લેવાયાં : ૧૯૩૬માં મારી વય ચૌદ વર્ષની થઈ, મારાં લગ્નની તિથિ નક્કી થઈ. સગપણ પછી એક દસકા પછી લગ્ન લેવાયાં હતાં. સગપણ સમયે બંને પક્ષની સ્થિતિ સમાન સંપન્ન હતી. પરંતુ આ દસકામાં પિતૃપક્ષે સ્થિતિ ઘણી પલટાઈ ગઈ. આર્થિક ભીંસ ઊભી થઈ હતી. સાસરું અને પિયર એક પોળ તે માંડવીની પોળની, નાગજીભૂદરની પોળમાં હતા. લગ્ન સમયે મારી વય તો નાની હતી. તેઓની વીસ વર્ષની હતી, પરંતુ અગાઉ જણાવ્યું તેમ સસરાજીની તબિયત નાજુક હતી, વય વધતી હતી તેથી લગ્ન નાની વયમાં લેવાયા, જોકે તે સમયે એ વય નાની ગણાતી ન હતી. નેમચંદભાઈની (હવે ‘ભાઈ’ કહીશું) સંપત્તિ વધતી ગઈ. પોળનાં મોટાં બે મકાનો હતાં. વળી ત્યારે “નદીપાર' જ્યાં છુટ્ટી જગા હતી. ચારે બાજુ વનરાજી, ક્યાંક શાકભાજીનાં ખેતરો, રસ્તા ક્યાંક કાચા, હમણાંના ફાર્મ હાઉસ જેવું હતું. એક બંગલો ત્યાં વડીલે ભાડે રાખ્યો. સાંસારિક રીતે સૌ સુખમાં રહેતાં હતાં. બહેનો (નણંદો) પરણીને સાસરે હતી. સાસુ લક્ષ્મીબા શોખીન, મોજી સ્વભાવનાં, ભરતગૂંથણમાં ખૂબ કુશળ, ગાવાબજાવવામાં કુશળ. એમને ઘરવ્યવસ્થા અને વ્યવહાર પ્રયોજન પ્રત્યે રસ ઓછો. લક્ષ્ય પણ નહીં. આથી ભાઈની કુશળતા અને બંને બહેનો અવારનવાર આવી બધુ સંભાળી લેતા. લક્ષ્મીબા પિયરમાં વિધવા માનું લાડકું એક જ સંતાન એટલે અને ઘણી નાની ઉંમરમાં લગ્ન થયાં; આવાં કારણોથી તેમની ગૃહવ્યવસ્થાની કુશળતા ન કેળવાઈ. ખેર, તે સમયના નોકરવર્ગમાં કામની કાળજી જેવા કારણે ઘરવ્યવસ્થા સુંદર રીતે નભતી હતી. ભારત દેશમાં આમે નોકરવર્ગ ઘણો બહોળો હતો અને છે. તે પ્રણાલીએ આ ઘરમાં પણ બે નોકરો, રસોઈયો, ડ્રાયવર વિ. હતા. શેવરોલેટ ગાડી આંગણે હાથીની જેમ શોભતી હતી. વળી પછીથી બગી (ઘોડાની વિકટોરિયા), નાની મોટર, નાની ઘોડાગાડી જેવાં વાહનો હતા. મારી મંગલયાત્રા વિભાગ-૩ ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ જગતચંદ્ર મેટ્રિક સુધી પહોંચ્યા. જગતચંદ્રને વડીલો લાડમાં “બાબુ' કહેતા. આ લેખનમાં “તેઓ”થી લખીશું. એ કાળે પોતાનો ધીખતો ધંધો હોય તો પુત્રને વધુ ભણાવવાનું પ્રયોજન ન જણાતું. વળી ભાઈની તબિયત પણ નબળી. લક્ષ્મીબાને સંતાન નહિ. આથી ભાઈએ ૧૮ વર્ષની વયે પુત્રને ધંધામાં જોડી દીધો. અને એકવીસમા વર્ષે લગ્ન લેવાયાં. જૈન ધર્મના અભ્યાધિક સંસ્કાર પણ રૂડા જીવને ઉપકારી થાય છે. ઈ.સ. ૧૯૩૫માં કુશળ અને કાર્યક્ષમ ભાઈએ મહાવીર જૈન સોસાયટીનું આયોજન કર્યું. જ્યાં ખેતરો હતાં તે જમીનને મિત્રો ભેગા કરી ખરીદી લીધી. બાર પ્લોટ પાડ્યા. પોતે દીર્ધદષ્ટિથી બે પ્લોટ રાખ્યા. ત્યારે આજની જેમ લેનારની પડાપડી ન હતી. ખૂબ મહેનત કરી સોસાયટી ઊભી કરી, પોતાના એક ભાણેજ લાલભાઈને તૈયાર કર્યા. અને બંનેએ બંગલા બાંધવાની શરૂઆત કરી. તે સમયની ભાવના એવી કે જૈન સોસાયટી હોય ત્યાં દહેરાસર હોવું જોઈએ. પ્રભુનું સ્થાન પહેલું રખાતું. અને તેમણે બંગલામાં સુંદર મજાનું ચાંદીના પબાસનવાળું દહેરાસર કર્યું. ભાવના તો કેવી કે એક પ્લોટમાં બંગલો અને બીજા પ્લોટમાં પ્રભુની આંગીનાં ફૂલ માટે ૧૨૦૦ વારનો બાગ. તેને માટે પાલીતાણાથી માળી રાખવામાં આવ્યો. મોગરા, ગુલાબ, જાસુદ, જાઈ, જૂઈ એમ વિવિધ ફૂલોનો થાળ ભરાય. આજુબાજુના દહેરાસરે પણ મોકલે અને “તેઓ” ભાવવિભોર થઈને જાતે સુંદર આંગી રચે. આ ફૂલનો અંગત ઉપયોગ કરતા નહિ. દર માસે પૂ. લાલભાઈ સુંદર સ્નાત્રપૂજા ભણાવે. પ્રસંગે પંચકલ્યાણ વિ.ની પૂજા પણ તેઓ ભણાવે. આ નિમિત્તે ભક્તિનો સંસ્કાર તેઓને ઘણો દઢ થયેલો. શાસ્ત્રાભ્યાસ, સૂત્રાભ્યાસ ન થાય પણ ભક્તિથી પ્રસન્ન રહેતા. બે જ સ્તવન આવડે પણ મસ્ત થઈ તેઓ ગાયા જ કરે. ઘરમાં સંપન્નતા હતી. એક જ સંતાન અને એની વહુ લાવવાનો સૌને ભારે ઉત્સાહ હતો. બંગલો તૈયાર થયો. હજી અમારાં લગ્ન થયાં ન હતાં. પણ વડીલે અમને સજોડે બેસાડી ૧૯૩૬માં વાસ્તુપૂજન કરાવ્યું. વળી, ઝરૂખાવાળો બંગલો ત્યારે મીની મહેલ જેવો લાગતો. બંગલામાં ઘર-દહેરાસર તેથી સ્નાત્રપૂજા અને સ્વામી-વાત્સલ્ય તે દિવસે ખૂબ જ વિભાગ-૩ ૫૪ મારી મંગલયાત્રા Page #62 -------------------------------------------------------------------------- ________________ ઠાઠથી કર્યા હતા. ઈ.સ. ૧૯૩૬માં અમારાં લગ્ન લેવાયાં. લગ્ન એ માનવજીવનનો ઉત્સવ છે. આજે લગ્ન તો બધા હોંશથીજ કરે છે, છતાં અત્રે સહેજ વર્ણન પ્રસંગોપાત્ત જણાવું છું. સાસરે દસ દિવસ પહેલાં ઉજવણી શરૂ થઈ. અઠ્ઠાઈ મહોત્સવથી શુભ પ્રારંભ થયો. ગરબા-ગોયણીઓ પણ ખરાં. તેમાં જ્યાં જ્યાં પુત્રવધૂને બોલાવી શકાય તે પ્રમાણે મારે આવવાનું. આમ ઘણો ઠાઠમાઠ ગોઠવાયો. દસના વીસ ખર્ચાય તો વાંધો ન હતો. પુત્ર ખૂબ વિનયી, કુશળ, પિતૃપ્રેમનો આદર્શ એટલે પિતા-પુત્ર ખૂબ જ પ્રસન્ન રહેતા. પૂરું કુટુંબ આનંદમાં હતું. કુટુંબમાં ભાઈની ખૂબ સુવાસ હતી એટલે કુટુંબના અન્ય સૌ આ પ્રસંગમાં પ્રસન્ન હતા. ત્યારે બાપુજીના પક્ષે મૂંઝવણ : આ બાજુ મારા પિયરપક્ષે જાણે સોપો પડી ગયો હતો. બાપુજીને મારાં લગ્ન તો ઉત્સાહથી કરવાં હતાં. તેમના વિચારમાં ઠાઠમાઠ કંઈ ઓછો ન હતો પણ ભાગ્ય રૂક્યું હતું. કાપડની પેઢીની તો વસ્તી થઈ ગઈ હતી. શેરબજારમાં રોજે ગુમાવીને જ ઘરે આવતા. એક વાર બાપુજીના શબ્દો બહેને કહ્યા ““ચંપાની પાછળ લક્ષ્મીને પગ થયા છે. એક દીકરી ગઈ અને વધેલી લક્ષ્મીએ પગ કર્યા. બીજી દીકરી વળાવું તે પહેલાં લક્ષ્મીએ છેલ્લા પગ પણ ઉપાડી લીધા !” એમ બાપુજી વ્યથા વ્યક્ત કરતા. ક્યાં જવું, કોની પાસે નાણાં લઈ પ્રસંગ પાર પાડવો તેની મૂંઝવણમાં આનંદ ક્યાંથી હોય? નજીકના, પુત્ર ભાઈ કે ભાગીદાર સાથે તો સંબંધ સમાપ્ત થયા હતા. એક બાજુ અતિ ઉમળકો હતો. બીજી બાજુ મૂંઝવણ હતી. સામા પક્ષ પ્રમાણે વ્યવહાર નભાવવો પડે. વળી બાપુજીની અંદરની સ્થિતિ હજી જાહેર થઈ ન હતી. સમાજમાં હજી નકરચંદ મગનલાલની ખ્યાતિ હતી. વળી સામા પક્ષે પણ સુંદર આવકારની આશા હોય. ઘણી મૂંઝવણ અનુભવી. આખરે બાપુજી ભાઈ પાસે આવ્યા. એક સમયે શ્રીમંતાઈમાં માથું ઊંચું રાખનાર, બાહોશ, કુશળ એવા પુરુષની ખુમારી ક્યાં અને આજની લાચારી ક્યાં ? બાપુજી ભાઈ પાસે આવ્યા, તેમણે જણાવ્યું કે “શેઠ, તમારે મારી મારી મંગલયાત્રા વિભાગ-૩ ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ વહારે આવવાનું છે. તમારો ઉત્સાહ અને સામાજિક પ્રતિષ્ઠા જાણું છું. જો મારી સ્થિતિ હોત તો મારી પોળથી તમારી સોસાયટી સુધી માંડવો કાઢી તમારું સ્વાગત કરું. પણ હું ઘરને જ સજાવી શકે તેવી સ્થિતિમાં નથી. છેવટે પોળ સુધીનો માંડવો તમારી સહાયથી ઊભો કરી મારી-તમારી બંનેની શોભા સાચવવી છે. જો અન્ય પાસે જઉં તો કહેશે પારકે પૈસે માંડવા કાઢવાની શી જરૂર છે ?” ટૂંકમાં બાપુજીની એ વખતની વ્યથા માટે કંઈ લખવાનું પણ સૂઝતું નથી. એમ લાગે છે આ બધું લખવાનો શો અર્થ છે ? વળી હું તો આ વિષે અજ્ઞાત હતી. ભાઈને એવી રકમ આપવાની સુવિધા હતી. એટલે તેમણે પ્રેમપૂર્વક એ કામ પતાવ્યું. વર્ષો સુધી તો આ વાત તેમના અને તેઓના ઉદાર ઉદરમાં દટાઈને જ રહી. ક્યાંક લક્ષ્મીબાને કહેવાઈ જતાં બહાર આવેલી. મને પણ ત્યારે જ ખબર પડી. જોકે પિતા-પુત્રની ઉદારતાથી એ બધું શમી ગયું. રકમ ચોપડે ચઢાવી જ ન હતી, તેવી ઉદારતા હતી. ટૂંકમાં બંને પક્ષે ઉમંગથી અને સમયોચિત લગ્નપ્રસંગ ઊજવાઈ ગયો. પિતા-પુત્ર વિવેકી અને સમજદાર હતા. તેમની કોઈ માંગ ન હતી. વળી તેમને કંઈ ખોટ ન હતી. ઘરમાં પુત્રવધૂના આગમનની તેમને હોંશ હતી. તેથી વિશેષ અપેક્ષા ન હતી. શુભ વિદાય કે વસમી વિદાય ? બાપુજીની દશા : બાપુજીએ મણનો ભાર રાખીને પ્રસંગ પૂરો કર્યો. મારી ઉંમર આમ તો નાની. બહેનના વાત્સલ્યમાં કંઈ વિશેષ દુઃખ જણાયું ન હતું. સાસરા પક્ષે તો સમાજમાં સૌ કહેતા કે નકરચંદની દીકરી સોનાની ટેકરી પર બેઠી. જોકે એ સમયે અન્ય અતિસંપન્ન કુટુંબો હતાં. આ તો સમયનાં ગાણાં છે. એટલે બાપુજીને બહેનની તુલનામાં મારે માટે ખૂબ નિરાંત હતી. પણ પેલા બોજથી કે ગમે તેમ વળાવતી વખતે બાપુજી ખૂબ રડ્યા, હું પણ રડી, વાતાવરણ ખૂબ જ ગંભીર બની ગયું. કોઈએ બાપુજીને સંભાળી લીધા. મારાથી દૂર લઈ ગયા. શેવરોલેટ ગાડીમાં દીકરી વિદાય થઈ. જયારે સાસરે પહોંચી ત્યાં તો સૌને આનંદ જ આનંદ હતો. યદ્યપિ તે વખતે મારી વિચારશક્તિ કેવળ જ્યાં આવે તેના વાતાવરણને અનુસરવાનું વિભાગ-૩ મારી મંગલયાત્રા Page #64 -------------------------------------------------------------------------- ________________ હતું. સાસરે ખૂબ આવકાર મળ્યો. સાહજિક વૃત્તિ અનુસાર પતિનો યોગ પણ સુખદ હતો. તેઓ પ્રસન્નચિત્ત હતા. તે દિવસોની પ્રસંગની વિધિઓ પૂરી થઈ. મહેમાનો, સગાં સૌ વિદાય થયાં. મારું હવે ઘરમાં રોજિંદું જીવન શરૂ થયું હતું. ગૃહસ્થજીવનનું શિક્ષણ : બાળપણથી સાસરે આવતી એટલે સૌ પરિચિત હતાં, છતાં સંયોગાધીન ફરક હતો. વાસ્તવમાં નવા જીવનનો પ્રારંભ હતો. બાપુજીને ત્યાં કંઈ કામની જવાબદારી ન હતી, છેક સુધી શાળાએ ગઈ એટલે ગૃહકાર્યની કુશળતા ન હતી. વળી સાસરે નોકરચાકરો, સાધનસામગ્રીની વિપુલતા, વસ્ત્રાલંકારની વૃદ્ધિ, સુધારક વિચારના એટલે રહેણીકરણી મારે માટે કંઈ નવી લાગે. ઘરમાં ટેલિફોન હતો. થોડા દિવસ પછી એક વાર ફોન આવ્યો. પાંડુ કહે ભાભી ટેલિફોન લેજો . ત્યારે ભૂંગળા ફોન હતા. કયું કાને લાગે કયું મોટું લાગે તે ખબર નહિ. મેં લીધો નહિ, એટલે પાંડુએ લીધો તે બરાબર જોઈ લીધું. “મોનિટર” આમ અબૂઝ હતા. ઘરના ઠાઠમાઠમાં ગોઠવાતી ગઈ. “ભાઈ કંઈક સૂચના આપતા, લક્ષ્મીબા ભરતગૂંથણ તથા ગાવામાં ઘણાં કુશળ હતાં. અને તેઓ એમાં જ ગૂંથાયેલાં રહેતાં. મને પણ ભરતગૂંથણ હાથમાં આપ્યું. મારે માટે એ પણ નવું જ હતું. છતાં શીખતી, રોજ ત્રણચાર કલાક ભરતકામમાં સમય જાય. ભાઈને આ બધું પસંદ નહિ. શનિ-રવિ શારદાબહેન આવે, વડી પાપડ જેવાં કામ કાઢે તે શીખું. બુદ્ધિશક્તિ હતી એટલે વાર ન લાગતી. “મોનિટર” નપાસ થયા : એક વાર રસોઈયો દેશમાં ગયો. પાંડુએ દાળ ચઢાવી રાખી હતી તેમાં મસાલો ર્યો. મૂંઝાતા મુંઝાતા શાક કર્યું. રોટલી સરખી આવડે નહિ. બાપુજીને ત્યાં બા, બહેન, કોઈ વાર રસોઇયો હતો તેથી જમવા સિવાય રસોડું જોયું જ ન હતું. પિતા-પુત્ર સૌ જમવા બેઠા. ભાઈ રમૂજી હતા. દાળ ખાઈને કહે આજે વેવાઈએ ગોળનો રવો મોકલ્યો લાગે છે. સવારે જેમતેમ પત્યું. ભાઈને એમ કે સાંજે ખીચડી-કઢી-ભાખરી-શાક કરે તો સહેલું પડે. તે મારી મંગલયાત્રા પ૭ વિભાગ-૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ સમયમાં કૂકર ન હતાં. ખીચડીના પાણીના માપની ખબર નહિ. ખીચડી ધૂણાઈ ગઈ. અને ભાખરીના મોણ માટે દિવેલની બરણી કેવી રીતે હાથે ચઢી ગઈ ! દિવેલનું મોણ નાખી ભાખરીની કણક બાંધી. સીજવવા સગડીમાં નાખી તે વખતે ભાઈ ચોકમાં ઊભા હતા, તે સમજી ગયા કે શું થયું છે. પાંડુને મોકલ્યો, વળી એ સાંજે બધું થાળે પડયું. મોનીટર નાપાસ થયા. ભાઈએ વાત્સલ્યથી નિભાવ્યું. તેઓ તો હંમેશાં પ્રસન્ન જ હોય. ન ફરિયાદ, ન ચર્ચા. પરંતુ મારું મન મૂંઝાઈ ગયું. પોળમાં સૌ કહેતા કે નેમાભાઈની દીકરાની વહુ હોશિયાર છે. શેરીમાં સૌની ઉપરી થઈને રમે છે. અહીં તો ફિલમ જ ઊતરી. પછી શિન-રવિ બહેન આવ્યાં. વળી તેમની પાસે થોડું શીખી લીધું. જોકે ત્યાર પછી રસોઈકામ કરવાનું ખાસ આવતું નહિ એટલે એ કુશળતા તો ત્રણ દસકા પછી જ્યારે જરૂર પડી ત્યારે જ થઈ. છતાં પાંડુ જૂનો માણસ કુશળ હતો. બહેન આવતાં ત્યારે ઘણું શીખી લેતી. એકંદરે યૌવનજીવનના સુખશાંતિભર્યા એ દિવસો હતા. રોજિંદું સુખદ જીવન ઃ હવે અગત્યની વાત જણાવવાની છે. આ ઘર મારે માટે સાંસારિક રીતે શારીરિક, માનસિક સુખ ઉપરાંત ખાવું, પીવું, પહેરવું, ફરવું એવાં સુખોથી ભરપૂર હતું. તેમાં વિશેષ પુણ્ય તો એ માનું છું કે મારે માટે સાત્ત્વિક જીવન સાથે ધાર્મિક જીવનની દિશા ખૂલી. આજે વિચારું છું તો લાગે છે કે કોઈ જન્મમાં પૂજેલા દેવગુરુની કૃપા જ હતી. માનો કે એક સુભગ ચમત્કાર હતો. ધર્મનાં બી ઘણી અબોધદશામાં વવાતાં હતાં પણ ઘણા દસકા પછી એના અંકુરોની સુવાસ પ્રગટ થઈ ત્યારે દેવગુરુકૃપા પાસે મસ્તક ઝૂકી જાય છે કે ‘પ્રભુ’ મારી તો કોઈ ભૂમિકા ન હતી પણ આપે તો ત્યારે જ ભાવિ આયોજનનું બી વાવી દીધું. અને મારી મંગલયાત્રા આગળ વધતી ગઈ. લગ્નજીવન ભાવભર્યા પ્રેમથી શરૂ થયું હતું. એ કાળે કંઈ પતિપત્નીને બહુ વાતચીતો ન હતી. ક્યાંક સિનેમા જોયો હોય તેની ચર્ચા થાય. બેત્રણ મિત્રદંપતી હતા તેમને મળવાનું થાય. વળી ઘરમાં દહેરાસર એટલે સવારે સેવા-પૂજા હોય. થોડું ભરતગૂંથણ થાય. સાંજના ભાઈની વિભાગ-૩ ૫૮ મારી મંગલયાત્રા Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂચના હતી : ‘‘એક-દોઢ કલાક ફરવા જવું. ઘરમાં કંઈ કામ નથી. જીવન બેઠાડું ન કરવું.' રાત્રે થોડી વાર પાનાં રમતાં અને રાત-દિવસ આનંદપ્રમોદમાં પસાર થતા ગયા. પતિને ખ્યાલ આવ્યો કે ભણતા ભણતા આવી છું એટલે મને વાંચવાનું મળે તો ગમે. એટલે રમણલાલ વસંતલાલ, ધૂમકેતુ, કનૈયાલાલ મુનશી વગેરેની નવલકથાઓ લાવ્યા હતા. તેમને પોતાને પુસ્તકો સાથે મિત્રતા નહિ. હું વાંચું તેમાંથી કંઈ સંભળાવું. પછી થોડી વાર પાનાંબાજી ચાલે, સુખદ સમય ગાળી નિદ્રાધીન થઈએ. પિતા-પુત્રની આદર્શ જોડી : સંસારમાં મનુષ્યદેહ ઘણા પુણ્યથી મળે છે. તેમ તેની સાથે શારીરિક સ્વાસ્થ્ય અને સાત્ત્વિક ઋણાનુબંધ પણ ઘણા પુણ્ય મળે છે. આજે મોટા ભાગે કૌટુંબિક પારિવારિક સંબંધો, સંઘર્ષ અને વૈચારિક મતભેદથી ગ્રસિત થયેલા હોય છે. ક્યાંક સંવાદિતા જોવા મળે છે. આ કુટુંબમાં પિતા-પુત્રની જોડી દશરથ-રામના આંશિક પ્રેમની યાદ અપાવે તેવી હતી. પિતાએ પુત્રને ખૂબ લાડથી ઉછેરેલો છતાં પુત્રમાં લાડની કોઈ સ્વચ્છંદતા નહિ. પૂરા વિવેકથી પિતા સાથે અને અન્ય સાથે પ્રેમપૂર્ણ આચાર રાખતા. પિતા-પુત્ર સવારે દાતણ-પાણી બાંકડે બેસી સાથે જ ક૨તા. પછી પાટલા-બાજોઠી પર બેસી સવારનું શિરામણ સાથે કરતાં. જોકે અમે સૌ સાથે જ રહેતા. પિતા-પુત્ર પૂજા સાથે કરતા, ઑફિસે સાથે જતા-આવતા. ઘરે સૌ સાથે જમતાં. બપોરે ભાઈ આરામ કરતા. અમે અમારા ઓરડામાં આરામ કરતાં. વળી પુનઃ સાથે જ ઑફિસે જવાનું. સાંજે અમે ફરીને આવીએ પછી ૧/૨ કલાક પિતા-પુત્ર સાથે જ બેસતાં. તેઓ દર સપ્તાહે એક વાર ક્લબમાં જતા ત્યારે રાત્રે દસ વાગે આવતા, કે અમે કોઈ વાર સિનેમા જોવા જતા ત્યારે રાત્રે દસ વાગે આવતા, ત્યારે ભાઈ નીચેના હૉલમાં બેસી રહે. વરંડામાં આંટા મારે. તેઓ ઘરમાં આવી જાય પછી સૂવા જતા. તેઓનું કોઈ વાર સ્વાસ્થ્ય ઠીક ન હોય, તાવ જેવું હોય તો અમારા ઓરડાની બાજુમાં હૉલમાં ભાઈ મારી મંગલયાત્રા ૫૯ વિભાગ-૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ ક્યાંય સુધી બેસી રહે. તેઓ બહારગામ જાય ત્યારે રોજે એક વાર પિતા સાથે ફોનમાં વાત કરી લેતા. આ બધું તો પ્રસંગોપાત્ત છે પણ ભાઈને માનસિક રીતે અત્યંત શાંતિ આપવા સતત તત્પર રહેતા. પિતા પણ એવા જ ઉદાર અને પ્રેમાળ હતા કે પુત્રના સુખ માટે સદાય તેઓ ધ્યાન રાખતા. એ ઉપરાંત મારું પણ એટલું જ ધ્યાન રાખતા કે અમે બંને સુખ માણીએ અને આનંદમાં રહીએ. કોઈ વાર વડીલ તરીકે મીઠી શિખામણ પણ આપતા. યદ્યપિ કુટુંબમાં સૌ નેમાભાઈ કહેતા. કુટુંબમાંથી કોઈ પણ મળવા આવે, ભાઈ ખૂબ આદર આપતા, જમાડતા. સૌની સાથે આનંદ-ગોષ્ઠિ કરતા. આમ તેમની જન-પ્રિયતા વ્યાપક હતી. સમાજમાં પણ તેમના ગાંભીર્ય અને કુશળતાને કારણે તેમનું સ્થાન ગૌરવભર્યું હતું. જેવી સંપત્તિની સંપન્નતા હતી તેવી દિલની સંપન્નતા હતી. વળી વડીલોએ ઉપાશ્રય જેવાં સ્થાન કરાવ્યાં હતાં. તેમાં પણ સાથ આપી દાન જેવાં સત્કાર્યો કરતા. સાધુજનોના આદરથી સેવા કરતા. ધર્મક્ષેત્રમાં પ્રથમ પ્રવેશનું કિરણ, એક પુણ્યયોગ : મંજુબહેન-મોટાં નણંદની શીખ જીવનની નવી દિશા ખૂલવાનો પ્રારંભ ખાસ વિશેષતાવાળો ન ગણીએ તો પણ મારે માટે અગત્યનો હતો એમ આજે સમજાય છે. મારાં મોટાં નણંદ...મોટાં બહેન મંજુબહેન, ક્ષય રોગના દર્દી. દર્દ વધી જતાં, અમારે બંગલે રહેવા આવ્યાં. એ વખતે ખાસ દવાઓ શોધાઈ ન હતી. એક ફેફસું કામ કરતું ન હતું. ડૉક્ટર કહે “આ દીકરી મરવાની આળસે જાણે જીવતી હોય એવું લાગે છે.” બહેનમાં ધર્મના સંસ્કાર હતા. એમણે તે વખતના ઔષધ-પથ્ય શરૂ કર્યા. પણ એ બધા સદોષ હતા એટલે ભારે દુઃખ અનુભવતા. પરંતુ પતિ અને પિતાના દબાણથી દવા કરતા. હવે મરવાનું જ છે એમ સમજી ધર્મભાવનાને પોષણ આપતા. ધર્મભાવનાવાળા એટલે પ્રતિક્રમણ, સામાયિક, સેવા-પૂજા કરતા. એક દિવસ મને કહે ““મારી સાથે સામાયિક કર.” મેં તો કોઈ દિવસ કટાસણું પાથરેલું નહિ. પાઠશાળા જોઈ ન હતી. પૂર્વના કોઈ પુણ્ય ઓછા, બાપુજીને ત્યાં દર્શન કરવા અને નવકાર ગણીને સૂવા-ઊઠવા જેવું શિક્ષણ વિભાગ-૩ ૬ મારી મંગલયાત્રા Page #68 -------------------------------------------------------------------------- ________________ મળ્યું હતું. એટલે સામાયિક કેમ કરવું તે મૂંઝવણ હતી. બહેને કહ્યું તેમ બેઠી. પછી કહે ‘સ્થાપનાચાર્ય સ્થાપ’. મારે માટે આ દુનિયા સાવ નવી. આજે વિચારું છું કે મેં એ પહેલા સ્થાપનાચાર્ય જોયા હશે ? શાળાજીવનના મોનિટર ભારે મૂંઝવણમાં મુકાયા ! બહેને સામાયિક લેવરાવ્યું. મનની દશાથી કહું તો માંડ માંડ પૂરું થયું. આખી બાંધી નવકારવાળી ગણવી, જાણે માથે મણનો બોજો. મોટેથી નવકાર બોલતાં જીભ જ ન ઊપડી, પસીનો વળી ગયો. આ પરિસ્થિતિનો અંદાજ પામી બહેન કહે, ‘‘આપણને જૈન ધર્મ મહાપુણ્યે મળ્યો છે. અને નવકાર જેવાં સૂત્રો ન આવડે ? ધર્મ ન કરીએ તો માનવભવ નકામો જાય. વળી આ ઘ૨માં તારા માટે કેટલી મોકળાશ છે ! ધર્મ કરવાનો આવો અવસ૨-સમય તો અમને મળતો નથી.’’ તેમણે તો બધું સારું જ કહ્યું પણ પેલા મોનિટરનું અહમ્ ઘવાયું. મનને દુ:ખ પહોંચ્યું. પ્રારંભમાં મનમાં અણગમો પેદા થયો, પરંતુ શાંતિથી સાંભળી રહી. જોકે એ ઠપકો રુચ્યો નહિ. એ ઠપકો ન હતો પણ વય નાની એટલે જોઈએ તેવું ઘડતર થયું ન હતું ને ? તેથી મન દુભાયું. બાપુજીને ત્યાં તો સવારે તૈયાર થઈ શાળાએ જવું. આવીને લેસન કરવું. સાંજ પડે સખીઓ સાથે કૂકા, કચીયા અને કચૂકા વડે રમવું. આ સિવાયની બીજી દુનિયાની ખબર ન હતી. જીવનમાં ફરિયાદનો નજીવો પ્રસંગ : રાત્રે ઓરડામાં તેઓ આવ્યા, કદાચ નાની વયને કારણે કે ગમે તેમ મારા મોં પર જાણે કેવુંય દુઃખ પડ્યું હશે તેવું રડમસ મુખ જોઈ તેઓએ પૂછ્યું. ત્યાં તો નયન સજળ બન્યાં. આજે તો આમાં કેવળ અક્કલમંદતા જ જણાય છે. એ કંઈ વિશેષ યાદગાર પ્રસંગ પણ ન હતો. પણ સમય સમયને માન છે ને ? તેઓ સમજદાર, ખૂબ લાગણીપ્રધાન. એમનું વ્યક્તિત્વ પ્રેમથી સભર, પુત્ર તરીકે પિતાનો, લક્ષ્મીબા (ભાભીનો) આદર રાખે. તેઓને પણ પુત્ર પ્રત્યે ઘણો પ્રેમ. બહેનોને ભાઈ વહાલો. નોકરોને નાના શેઠ વ્હાલા. ભાણાઓને મામા વહાલા. સૌને માટે પ્રેમમૂર્તિ. અમે પણ અન્યોન્ય પ્રેમના ધાગે બંધાયા હતા. મારી મંગલયાત્રા ૬૧ વિભાગ-૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ મેં બધી હકીકત જણાવી. તેઓ હસીને કહે, “કેવું સારું થયું? તેં પ્રથમ વાર સામાયિક કર્યું. વળી આ ઘરમાં કંઈ કામ નથી. ભરતગૂંથણ એ જીવનમાં અગત્યનું નથી. થોડો સમય પસાર થાય તે માટે ઠીક છે. પણ જો ધર્મની ક્રિયા અને સૂત્રો શીખે તો ઘણો લાભ થાય. તને ખરેખર આનંદ આવશે. વળી બહેન લાંબો સમય રહેવાના છે એટલે શીખવાનું પણ સહજ ગોઠવાશે.” એ વાતને પ્રેમપૂર્વક એવી પલ્ટી કે મારું મન તરત જ સ્વસ્થ થયું. હું પણ હળવી થઈ ગઈ અને આનંદમાં આવી ગઈ. થોડી વાર પાનાં રમી, સુખદ રાત્રિ માની, નિદ્રાધીન થયાં. બીજે દિવસે સમય થયો. બહેને સામાયિક લેવાની તૈયારી કરી. મેં ખુશી બતાવી સાથે સામાયિક કર્યું. અને કહોને નવકારથી જ શરૂઆત કરી. પછી તો સૂત્ર શીખવામાં આનંદ આવ્યો. તેઓ ખૂબ ખુશ થયાં. દાદી દ્વારા ગળથુથી સમયે મળેલો નવકાર જાણે ઉદયમાં આવ્યો, વિસ્તાર પામ્યો જેની સાથે ભાવિ જીવનના વિકાસનું છૂ૫ રહસ્ય રહ્યું હશે. જ્ઞાનીઓ કહે છે તમે શુભ તરફ જાવ. પૂર્વે આરાધેલા ધર્મનું પુણ્ય જે ઢંકાયેલું હોય તે પ્રગટ થાય છે. તમારી ભાવનાની રાહ જુએ છે. મારા માટે આવું જ હતું. બધા ઉત્તમ સંયોગ ગોઠવાતા હતા. ધાર્મિક શિક્ષણપ્રાપ્તિના અંકોડા જોડાતા ગયા, મંગલયાત્રાની ગતિ થઈ? બહેનને વધુ ઉપચાર માટે જામનગર જવાનું થયું. ત્યારે યોગાનુયોગ મારા મામાજી કે જેમની પત્નીએ દીક્ષા લેવાથી, તેમની નાની દીકરીને લઈને અમારે ત્યાં રહેવા આવ્યા તેઓને પંડિતની જેમ સૂત્રો આવડતાં અને શાસ્ત્રાભ્યાસ પણ ખરો. ધાર્મિક શિક્ષણ પંચ-પ્રતિક્રમણનાં સૂત્રોથી થતું. આથી મામાજી પાસે સૂત્રોના પાઠનો પ્રારંભ કર્યો. શાળાનો અભ્યાસ છૂટ્યા પછી તરતનો જ આ સમય એટલે બધું સરળતાથી મુખપાઠ થતું. ત્રણેક વર્ષમાં પંચપ્રતિક્રમણનાં સૂત્રો, લગભગ નવસ્મરણ કંઠસ્થ કર્યા. વળી મામાજી અભ્યાસી હતા એટલે અર્થ સમજાવતા. આથી નાની વયે પ્રારંભથી જે કંઈ શીખવા મળ્યું તે પદ્ધતિસરનું હતું. તેને કારણે આજે પણ તે સૂત્રોના ઉપયોગમાં ભાવ ટકી રહે છે. તે સમયની પ્રણાલી વિશેષ બોધાત્મક ન હતી. પરંતુ વિભાગ-૩ ૬૨ મારી મંગલયાત્રા Page #70 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોનો મહિમા હતો. આજે સમજાય છે કે એ સૂત્રો બળપ્રેરક કેમ બનતાં હોય છે? તેની પાછળ સત્પુરુષોનું યોગબળ કાર્ય કરતું હોય છે. જીવની શ્રદ્ધા, સત્પાત્રતા અને ગણધર જેવા પુરુષોનું યોગબળ જીવને આત્મકલ્યાણરૂપ થાય છે. પ્રથમ પૂ. આચાર્ય ભગવંતોનો સમાગમ : બંગલામાં અન્ય વ્યવસ્થા સારી, અને દહેરાસર એટલે વિહાર કરતા સાધુભગવંતોનો લાભ મળતો. એક દિવસ-રાત રોકાઈ જતા એટલે સાધુ સંપર્ક અને ઉપદેશનો પણ લાભ મળતો. સંત-સમાગમથી ભાવનાઓ જાગી અને પ્રથમ વાર ચોમાસાનાં વ્યાખ્યાનો સાંભળ્યાં. સવિશેષ કથાનુયોગ પણ ખૂબ લાભદાયી બન્યો. નોવેલોનું સ્થાન ગૌણ બન્યું અને ધર્મકથાઓનું સ્થાન મહત્ત્વનું બન્યું. વળી પર્યુષણમાં પ્રથમ વાર જ છ૪, અઠ્ઠમ કર્યા. વડીલે તેનો ઉત્સવ પણ ઊજવ્યો. વાસ્તવમાં આ પુણ્યયોગ હતો, તે આજે સમજાય છે. તાત્વિક ધર્મની સમજ ન હતી. ત્યારે એવા ઉપદેશની પ્રથા પણ ગૌણ હતી. ગુજરાતી ભાષામાં તેવું સાહિત્ય ઉપલબ્ધ ન હતું. એ તાત્વિક બોધ માટે ભૂમિકા જોઈએ તે ખેડાતી હતી એવું આજે લાગે છે. હા, ભલે તેને ચાર, પાંચ, છ દસકા લાગ્યા. પરંતુ બીજ વાવાઈ ચૂક્યું હતું. કેવળ ક્રિયાત્મક ધર્મ છતાં મારો અનુભવ એ થયો કે તે ક્રિયાએ મારા માટે ભાવિ આધ્યાત્મિક વિકાસનાં દ્વાર ખોલી આપ્યાં. કશું નિરર્થક ન ગયું. આજે પણ કોઈ કિયાનો નિષેધ કરે ત્યારે મારો આ અનુભવ હું કહું છું. “તેઓને' કંઈ સૂત્ર કે શાસ્ત્રાભ્યાસ ન હતો પણ પ્રભુભક્તિનો સંસ્કાર હતો. સરળતા તો તેમને આત્મસાત હતી. કહેતા કે ““વાંચવું, ગોખવું, એમાં મારું ગજુ નહિ અને ભેજું નહિ. પણ તું કરે તો બહુ આનંદ આવે. વળી આપણે ભેદ કેવા? મારું એ તારું અને તારું એ મારું “હું કહેતી” મહારાજજી કહેતા કે જે કરે તેને જ ફળે”. તરત જ જવાબ આપતા, “પણ હું કરવામાં સાથ આપું એટલે મને અનુમોદનનો ભાગ મળે.” આમ અમને તે વખતની ભૂમિકા પ્રમાણે વ્રત, તપ અને ધર્મક્રિયામાં આનંદ આવતો. સાંસારિક સુખ પણ આનંદથી ભોગવતા. ત્યારે કંઈ ત્યાગ-વિરાગનો એક કણિયો પણ સ્પર્યો ન હતો. મારી મંગલયાત્રા વિભાગ-૩ ૬૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયાનો રસ, પણ તેમાં સાંસારિક સુખનો ભાગ હતો. આ બધા સુભગ યોગનો વિચાર કરું છું ત્યારે દેવગુરુકૃપાના મહાભ્ય આગળ મસ્તક ઝૂકી જાય છે. બહેનનો સૂત્રની અણઆવડતનો ઠપકો પણ પુણ્યમાં ફેરવાઈ ગયો. શીખવાની જિજ્ઞાસાને યોગ્ય શાસ્ત્રાભ્યાસી મામાજી મળી ગયા અને અભ્યાસનો અવસર મળ્યો. સતુદેવ, સત્વગુરુ અને દયારૂપ ધર્મથી પાયાની ઇમારત ઃ ભણવાનો મહાવરો તાજો હતો. મન-મગજ તાજાં-સાજાં હતાં. મામાજી પણ વાત્સલ્ય અને ઉત્સાહથી શીખવતા. જૈન ધર્મનું શિક્ષણ સૂત્ર-પંચ પ્રતિક્રમણથી પ્રારંભ થાય છે. સદેવગુરુની ભક્તિરૂપ શ્રદ્ધા, આચારમાં દયાની મુખ્યતા હોય છે. આમ, પ્રારંભથી જ ધર્મને યોગ્ય પદ્ધતિથી ભૂમિકા થઈ. તે સમયને યોગ્ય તેમનો ભક્તિ-ક્રિયાનો સંસ્કાર અને મારો જ્ઞાનઆરાધનાના સંસ્કારનો મેળ હતો. વાસ્તવમાં અન્યોન્ય પૂરક થતાં. દહેરાસરમાં તેમની સાથે પૂજા-સ્તવના કરતી, અને હું કંઈ શાસ્ત્રોનું અધ્યયન કરું કે સૂત્રો શીખું તેમાં તેમનું અનુમોદન મળતું. ધર્મકાર્યમાં સુમેળને કારણે જે કંઈ આરાધના થતી તે સઉલ્લાસ થતી. ભાઈ આ બધું જાણી પ્રસન્ન થતા. મારું ભક્તિમાં જોડાવું તે સરળ હતું, પરંતુ તેમનું શાસ્ત્રાદિમાં જોડાવું રૂચિ છતાં જામતું નહિ. હું કહેતી, “તમે સ્વયં સરળ છો એટલે તમારી ભક્તિમાં બધું આવી જાય. હું તમારા જેવી સરળ નથી તેથી મારે બંને વસ્તુ જોઈએ.” ત્યારે કંઈ જ્ઞાનક્રિયાભ્યાં મુક્તિ કે યોગ જેવા શબ્દો આવડતા ન હતા, જાણતી ન હતી. પૂ. શ્રી સાગરાનંદજી, પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી અને તે કાળના ત્રિપુટી મહારાજજી પધારેલા તેવો ખ્યાલ છે. પૂ. ન્યાયવિજયજી, પૂ. જ્ઞાનવિજયજી અને પૂ. દર્શનવિજયજીનો સમાગમ થયો. આનો ઉલ્લેખ કરવાનું મૂળ કારણ એ કે આ પ્રકારના સાધુભગવંતના ઉપદેશની નાની વય છતાં અસર ઘણી મોટી થઈ. મારો ખ્યાલ છે કે ત્રિપુટી મહારાજના ઉતારા વખતે અમે બન્ને તેમની પાસે બેઠા હતા. તેમણે બોધ આપેલો તેના અનુસંધાનમાં મારો પ્રશ્ન હતો કે : આપે કહ્યું કે પુણ્ય કર્યું હોય તો આ લોકનાં સુખ મળે, ધર્મની વિભાગ-૩ મારી મંગલયાત્રા Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ થાય. પણ મેં તો કંઈ પુણ્ય આ જન્મમાં કર્યું નથી. નવકાર પણ પૂરા આવડતા ન હતા. વ્રત કંઈ કર્યું નથી. ભણતાં, રમતાં, આ ઘરમાં આવી. (સાંસારિક શબ્દ બોલતા આવડતો ન હતો) આ ચારે બાજુ સુખ જ સુખ કયાંથી આવ્યું ?” મને પૂર્વજન્મ શબ્દની પણ ખબર ન હતી. એટલે વધારે પૂછતા પણ ન આવડ્યું. મહારાજજી સમજી ગયા. તેમણે કહ્યું કે, “તારી વાત સાચી. આ જન્મમાં તે કંઈ કર્યું નથી. પણ સુખ છે ને?” “હા” તેનું કારણ પૂર્વજન્મનું પુણ્ય ઉદયમાં આવ્યું છે, મને બહુ સમજાયું નહિ પણ તેમનું કહેવું માની લીધું : છતાં મારી આંખમાં પ્રશ્ન હતો કે હવે શું ? મહારાજજીએ બોધ વચન કહ્યા: “આ સુખ તો સાંસારિક છે. તે પુણ્યથી મળ્યું છે. પણ પુણ્ય વપરાઈ જાય છે માટે ધર્મ કરીને નવું પુણ્ય ઉપાર્જન કરવું. જેથી જ્યાં સુધી ભવ થાય ત્યાં સુધી સુખ મળે, પછી ધર્મથી મોક્ષ મળે.” તે સમયે મોક્ષની રજ માત્ર સમજ ન હતી. મેં પૂછ્યું તો મારે શું કરવું ?” “જો કેવો યોગ છે ! ઘરમાં ભગવાન, ધર્મ કરવાનો નિરાંતનો સમય, પતિની ધર્મભાવનાનો યોગ, કોઈ વાર મળતો સાધુસંતોનો ઉપદેશ, હવે પુરુષાર્થમાં લાગી જા. દર્શન, પૂજન, નવકાર મંત્ર, સામાયિક વિગેરે કરુ” હા, વળી તે દિવસોમાં ઘરમાં સૌના જીવન સાત્ત્વિક હતાં. ઘરમાં રાત્રિભોજન-ત્યાગ હતું. (ક્યારેક અમે છૂટ લઈ લેતાં) કંદમૂળ, માખણ, મધ જેવા પદાર્થો તો જોવા જ મળતા નહિ. અન્ય વ્યસન પણ ઘરમાં પ્રવેશેલું નહિ. પર્વો, તિથિઓમાં આરાધના થતી. આમ મહારાજજીની વાત રૂચી ગઈ. મને સાધુજનોનો સમાગમ અને બોધનો પ્રથમ અવસર હતો, પણ રુચી ગયો. તેમાં વિશેષ તો તેઓનો સાથ હતો તે કારણ હતું. તેઓ જે કહે તે ગમી જતું. તેમાં સાંસારિક રાગની-મોહની વિશેષતા હતી. તેના પ્રત્યેના રાગથી પણ મને ધર્મક્રિયાઓ રુચતી હતી, કારણ કે તેઓને એ બધું ગમતું હતું. અને સાથે કરતા હતા. ભૂપેન્દ્ર (અતુલ)નો જન્મ : આમ યુવાનીની દીવાનીમાં એક વર્ષ ઉપરાંત સમય પૂરો થયો. મને પુત્રપ્રાપ્તિનો અવસર આવ્યો. સૌ ખુશ હતાં. મારી વય તો નાની મારી મંગલયાત્રા ૫ વિભાગ-૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ હતી. પણ તે કાળે એમ મનાતું નહિ. લગ્ન પછી બે વર્ષે પુત્રપ્રાપ્તિ થઈ. ભાઈ જાણે આ અવસરની રાહ જોતા હતા. સમાચાર મળ્યા અને એક કલાકમાં સગાં-સ્વજનોને પેંડા વહેંચાઈ ગયા. તે સમયે દીકરી પ્રસૂતિ માટે પિયર માતાપિતાને ત્યાં જતી. પિતૃગૃહે સદ્ભાગ્યે સ્વાસ્થ્ય સારી રીતે જળવાયું. બાળકનો પણ પુણ્યયોગ જબરો હતો. બે મહિને ઘરે આવું તે પહેલાં તો બાળકને માટેનાં બાબાગાડીથી માંડીને પાંચ વર્ષનો થાય ત્યાં સુધીનાં પલંગ આદિ બધાં સાધનો તૈયા૨ હતાં. ચાંદીનાં રમકડાં અને ઘૂઘરા સાથે, બધાના હાથમાં જ ફર્યા કરે. સંપન્ન રીતે ઉછેર થયો. તેનું નામ ભૂપેન્દ્ર રાખ્યું પણ પછી તે ‘અતુલ’ નામે ઓળખાતો. તે દિવસે ઘરમાં નાનો ઉત્સવ થયો. ભાઈમાં, કુદરતી રીતે કુટુંબમાં બાળકો અને વ્યક્તિ માટે સ્નેહ. રાગ હતો. તેઓ પ્રત્યે તેમને ઘણો રાગ... તેમાં પણ તેઓના જન્મ પછી ત્રેવીસ વર્ષે પૌત્ર જન્મે એટલે ભાઈને આનંદ આનંદ. તે કાળે વડીલોમાં આવું મનાતું ‘મૂડીનું વ્યાજ વહાલું’. અતુલ માટે ઘરમાં ચારે બાજુ પુણ્યયોગ હતો. તેની ખૂબ સંભાળ લેવાતી. રમકડાં વિગેરેની તો વિપુલતા હતી. તેઓ તો તેની બધી જ ઇચ્છા પૂરી કરતા. ત્યારે મારે કોઈ વાર નાનો ઝઘડો થતો કે લાડથી બાળક બગડી જાય. તેઓ જવાબ આપતા, ‘‘બાળક લાડ ન કરે, તોફાન ન કરે તો આપણે ક૨વાનાં છીએ ? મોટાં થાય એટલે બધું સમજતાં થાય. આમ અતુલને લાડ લડાવવામાં આખું ઘર એક બાજુ અને હું એક બાજુ થતી એટલે મારું કાંઈ ચાલતું નહિ. ત્રણ વર્ષે બાલમંદિરમાં મૂકવાનું કહ્યું તો ભાઈ કહે, ‘‘હજી ઉતાવળ શી છે ? રમવાનો સમય છે. ૨મવા દો ને.'' જોકે તે સમયે પાંચ વર્ષે શિક્ષણ ફરજિયાત હતું. ,, એ સમયે નાની ઉંમરમાં લગ્ન થતાં એટલે બાળકો નાની ઉંમરમાં થાય. હું ધારું છું કે મા-બાપ જ હજી બાળક જેવા હોય તેમને બાળકને ઉછેરવાની શું કુશળતા હોય ! છતાં ઘરમાં વડીલો આ જવાબદારી વધુ રાખતા અને સંયુક્ત કુટુંબમાં બાળકોને સહેજે શિક્ષણ મળી રહેતું. જોકે અમારે તો ઘરમાં એક જ બાળક. બહેન તેમનાં બાળકો સાથે રજામાં આવે ત્યારે અતુલને બહુ જ ગમતું. એટલે બધાંની સાથે જમવા કરવાનું વિભાગ-૩ મારી મંગલયાત્રા હૃદ Page #74 -------------------------------------------------------------------------- ________________ સરળ રીતે થતું અને સમૂહજીવનનું શિક્ષણ પણ મળતું. તે દિવસોમાં અતુલની સ્નાનાદિની સર્વ જવાબદારી ફઈબાની થઈ જતી. લક્ષ્મીબાનો (ભાભી કહેતાં) સાધુ મહાત્મા સાથેનો પરિચય અને ફીટના દર્દીની વિદાયઃ ઘરમાં દહેરાસરના નિમિત્તે સાધુ સંતોનું આગમન થતું રહેતું. એક વાર પંજાબ બાજુથી શ્રી વલ્લભવિજય સાધુ મહારાજ પધાર્યા. તેમનું ચાતુર્માસ બાજુની સોસાયટીમાં થયું. તેઓનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. શાંત પ્રકૃતિના હતા. વસ્તૃત્વ પણ વિશાળ અને રસપ્રદ હતું. અવાજ બુલંદ હતો. તેમના વ્યાખ્યાનથી સૌ પ્રભાવિત થતાં. ઘરે પધારેલા એટલે ભાભીએ તેમની વૈયાવચ્ચ કરેલી તેથી પરિચય થયેલો. ભાભી તેમનાથી ખૂબ પ્રભાવિત થયાં. તેમના બોધથી ધર્મમાર્ગે વળ્યા. પ્રતિક્રમણ જેવાં અનુષ્ઠાનો કરતાં થયાં. તેમને જીવનમાં એ એક સુખદ સમય લાગતો. વળી આ મહાત્મા મંત્રના જાણકાર હતા. ભાભીને ફીટ-હિસ્ટીરીયાનું દર્દ હતું. તેમને સપત્નીનું નડતર છે તેમ મનાતું. ભાઈએ કાળજીપૂર્વક ઘણા ઉપચાર કર્યા હતા. પણ દર્દ શમ્યું ન હતું. - જ્યારે ફીટ આવે ત્યારે પછડાતા, ઊછળતા, ભાઈ અને ઘાટી જોરથી પકડી રાખતા. મહારાજે આ દર્દ દૂર કરવાનો મંત્ર આપ્યો. તેની વિધિ બતાવી. કાળા રાતા કપડાં પહેરી રાત્રે જાપ જપતા. બારણે લીંબુ બાંધતા. આવું બધું કંઈ કરતા, આ જોઈ મને તો ઘણો ગભરાટ થતો. આખરે મંત્ર વડે તેમની ફીટ દૂર થઈ, મૂળમાંથી દર્દ ગયું. તે હકીકત નજરે જોઈ. આ કારણે ભાભી મહાત્મા પ્રત્યે ખૂબ આકર્ષાયા. સંબંધ નિર્દોષ હતો. જો કે ભાભીને આમે ઘરમાં રસ ન હતો. હવે તેમને ભાઈ પ્રત્યે પણ કંઈ રસ ન રહ્યો. મહાત્મા પાછળ ફરવું, ધન ખરચવું, ધનની સતત માંગણી. આ એમના જીવનમાં ક્યારેય ન મળ્યું હોય તેવું સુખદાયી હતું. પણ પુરુષમાં એ ચલાવી લે તેવી ઉદારતા ન હોય ! એટલે પરિણામે ભાઈ-ભાભી વચ્ચે સંઘર્ષ વધી પડ્યો. કોઈ વાર તેમાં અમે પણ લપેટમાં આવી જતાં. વળી એ મહાત્માએ મંત્ર માટે શુદ્ધિનું વિધાન આપેલું, કે તેમણે સ્નાન કર્યા પહેલાં પૂર્ણ શુદ્ધિ સાચવવી. સ્નાન પછી અમુક કલાક મંત્રમારી મંગલયાત્રા ૬૭ વિભાગ-૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ જાપ સુધી કોઈનો સ્પર્શ ન કરવો. તેમના ઓરડામાં, તેમના સ્થાનમાં કોઈએ પ્રવેશ ન કરવો. આવું બધું ઘણું હતું. તેમાં કાંઈ ગરબડ થતી તો ભાભી ભારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અને ખૂબ અપશબ્દ બોલતા. ત્યારે અસંતોષ, ઈર્ષા બધું જ ઠલવાઈ જતું. તેમાં ભાઈ તો લપેટમાં આવે. મોટી વયે લઈ આવ્યા હતા તે કારણ મુખ્ય બની જતું. અને હું તો અકારણ અથવા તો પૂર્વના કોઈ લેણદેણની ઊણપથી લપેટમાં આવી જતી. મને પણ કંઈક સંભળાવી લેતા. સંસારમાં કૌટુંબિક જીવનમાં આવું બનવું તે કંઈ નવું નથી. એકંદરે જ્યારે વાસ્તવિકતાથી વિચારતી થઈ ત્યારે મને તેમની ઘણી અનુકંપા થતી, એ સમયે મને ધર્મબોધનું સાચું મૂલ્ય જણાતું. પણ તે સમયે કંઈ મારી ધર્મબોધની ઊંડી સમજ ન હતી. આજે માનું છું કે મેં ત્યારે સંઘર્ષ કરી કેટલાંય કર્મ અજ્ઞાનવશ, અહંકારવશ બાંધ્યાં હશે. અકારણ બંનેની અણસમજનું દુઃખદ પરિણામ અને સમાધાન : તે દિવસે કારણ સાવ જ શુદ્ર હતું. ભાભીને હિસ્ટીરીયાનું દર્દ હતું. તેમને મંત્રવાળા સાધુ મળી ગયા. તેમણે વિધિ આપેલી. તેમાં શુદ્ધિ પાળવાની હતી. આપણે અગાઉ જોયું હતું કે તેમાં સ્નાન પછી કોઈને અડવાનું નહિ. મંત્ર ભણે તે સ્થાનમાં કોઈએ જવાનું નહિ. તે માટે સ્નાન કરતાં પહેલાં સ્નાનાગાર ધોઈ નાખવાનું પછી એમાં કોઈએ જવાનું કે પગ પણ મૂકવાનું નહિ. મને આ વાતની ખબર હતી. એક દિવસની વાત છે. મને થયું, આવું તૂત શા કામનું ? એટલે હું તો સ્નાનાગારમાં જઈ આવી. ભાભી જોઈ ગયાં અને અંદરમાં રહેલું તેમનું રૌદ્ર સ્વરૂપ ઉગ્રપણે પ્રગટ થયું. એક કલાક સુધી શબ્દોનો મારો ચાલુ રહ્યો. મને પસ્તાવો થયો. પણ તે કાંઈ સમજયા નહિ. જ્યારે તેમણે ભાઈને ખૂબ અપશબ્દો સંભળાવ્યા ત્યારે ભાઈ ખૂબ અકળાયા. ભાભી તો શાંત પડે તેમ હતા નહિ. ભાઈએ મને ઠપકો આપ્યો: ““તારામાં કંઈ વિવેક છે કે નહિ? શા માટે સ્નાનાગારમાં ગઈ ?” મેં કહ્યું : “તેઓ દુકાનેથી આવે ત્યારે તેમને કહેજો . મને શા માટે કહો છો ?” આ બોલી જવું જો કે બરાબર ન હતું. મારો દોષ હતો. મારે શાંત રહેવું જોઈતું હતું. ભાઈ મારા જવાબથી ખૂબ જ દુઃખી થયા. મારી મંગલયાત્રા વિભાગ-૩ ૬૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ તેમને માટે આવું મારું વર્તન પ્રથમ વાર જ હતું. પછી મારા મનને ખૂબ દુઃખ થયું. મારે ત્યારે મિત્ર ન હતાં. એટલે આવું દુ:ખ ઠાલવવાનું એક જ સ્થાન, ક્ષેત્ર તરીકે ઓરડો અને વ્યક્તિ તરીકે પતિ, મારે માથે આભ તૂટ્યું હોય તેવું દુ:ખ વ્યક્ત થઈ જતું. તેઓ દુકાનેથી આવ્યા. પિતા-પુત્ર પ્રેમના તંતુથી બંધાયેલા હતા. બંને એકબીજાની નાડ પારખી લેતા. તેઓએ આવીને પિતા સામું જોયું. તેમના મુખ પર અકળામણ હતી. ભાઈએ જાતે જ હકીકત જણાવી : ‘‘ટૂંકમાં આજે સુનંદાએ મને આવો જવાબ આપ્યો’’. તેઓના જીવનમાં એક મોટો પુણ્ય યોગ હતો કે તેમના હૃદયમાં મારું, પિતાનું, બહેનોનું, નોકરોનું સૌનું સ્થાન સ્નેહભર્યું હતું. છતાં પિતાનો આદર વિશેષ હતો. સૌ જમવા ખાતર જમ્યા. પછી અમે ઓરડામાં ભેગા થયા. નાની વાત હતી પણ એ દિવસે સૌના દિલને ખૂબ ધક્કો પહોંચ્યો. તેમણે મને હળવેથી પ્રેમસભર કહ્યું : ‘‘તારે ભાઈને સામો જવાબ આપવો જોઈતો ન હતો. મને ખૂબ દુ:ખ થયું છે. આપણે નાના છીએ. કંઈ સાંભળી લેવામાં શું વાંધો પડે ? અને નાજુક તબિયતવાળા ભાઈના મનને ધક્કો પહોંચે તો તેમના આયુષ્યનાં દસ વર્ષ ઓછાં થાય. કેવળ જો આપણે થોડું સહન કરીને ભાઈના મનને શાંતિ આપીએ તો તેમના ઋણનો બદલો વાળી શકીએ. ભાઈ આપણા સુખમાં કેટલા રાજી છે ? આપણે આનંદમાં રહીએ તેવી કાળજી રાખે છે. તારી કુશળતાની પ્રશંસા કરે છે. તારે છેવટે મારા પ્રેમ ખાતર પણ ભાઈને દુઃખ લાગે તેવું કંઈ જ ન કરવું આટલું વચન આપ. મારા તરફથી કંઈ દુઃખ તને નહિ થાય તે મારું કર્તવ્ય. જોકે મારું મન ઘણું અસ્વસ્થ હતું તે ત્યારે તો શાંત થયું. છતાં મને થયું કોઈને મારા પ્રત્યે કંઈ પ્રેમ જ નથી. જીવોના જીવનમાં આવા સંઘર્ષો થવા એ અણસમજ છે પરંતુ અહંકાર જીવને મૂંઝવે છે ને ? વાંચનારને લાગશે વાત તો કંઈ મહત્ત્વની ન હતી. નકામા માનસ્વમાનની ગેરસમજ હતી. મારા મનનું સમાધાન થતું ન હતું. મોટા કેમ ન સમજે ? તેમાં વડીલ તો બે જ હતા. બધું મારે જ સહન કરવાનું ? મારી મંગલયાત્રા વિભાગ-૩ ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ આની અસર એકાદ-બે દિવસ રહી. કેમે કરી સહજ હસતા-રમતા રહેવું તરત જ બન્યું નહિ. છેવટે તેઓની સમતાની જીત થઈ. ગાડી પાટા પર ચઢી. વળી નિર્દોષ બાળકની હાજરી પણ સહાયરૂપ થઈ અને ભાઈએ પણ ધારેલું તો ખરું જ કે અમને દુઃખ થશે. એટલે જાતે જ વાત્સલ્યથી વાતને વાળી લીધી. અને વળી સૌનાં મન મુક્ત બન્યાં. વાસ્તવિકતા વિચારીએ તો આજના સંઘર્ષો પણ આવી અજ્ઞાન દશાના જ છે ને ! ત્યાર પછી આનું પુનરાવર્તન ન થયું તે પુણ્યયોગ. પુનઃ મેં ક્યારે પણ ભાઈનો આદર છોડ્યો નથી. - મહાત્માના બોધથી ભાભી કંઈક ત્યાગમાર્ગે વળ્યાં. પણ જ્ઞાનરહિત એ ચેષ્ટાઓ લાભદાયક ન હતી. કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય વગર જીવ સતુમાર્ગે જઈ શકતો નથી. તે કાળે ઉપદેશની પદ્ધતિ તત્ત્વરૂપ ન હતી. ભાભી પણ ખૂબ આવેશમાં રહેતાં કારણ કે ભાઈ તેમના પર ધનાદિમાં પ્રતિબંધ મૂકતા. એટલે એક દિવસ આવેશમાં તેમણે ભાઈ છતાં અંગ પરથી અલંકાર વિગેરે બધું જ ત્યાગી દીધું. કેવળ સફેદ વસ્ત્ર પહેર્યા. કદાચ હાથે બે રબરની બંગડી હશે. આ છેલ્લા સંઘર્ષે આ ઘરમાં જે સુખ-શાંતિ હતાં તેને તાત્કાલિક કંઈક આંચકો આપ્યો. પ્રારંભમાં ઘરનાં સૌ એક જાતની ગ્લાનિના ભોગ બની ગયાં. લક્ષ્મીબા તો દઢ હતાં અને મસ્ત રહેતાં. ધીમે ધીમે એ પણ થાળે પડી ગયું. અમે સૌ પુનઃ શાંતિથી રહેવા લાગ્યાં, ટેવાઈ ગયાં. વળી બધું યથાવત્ ચાલતું. આમ તો ઘરમાં બધું હતું તેમ જ હતું. એ જ ગાડી, વાડી, નોકર વર્ગ, ધન પરિવાર દરેકમાં વધારો થયો હતો. ઘરમાં સંપન્નતા વૃદ્ધિ પામતી હતી. ભાઈ પણ શોખીન અને મોજી હતા. એ કાળે સામાન્ય રીતે સ્ત્રી બીજવર સાથે સુખેથી રહે અને ગોઠવાઈ જાય. લક્ષ્મીબા પાછળથી એ સુખ માણી ન શક્યા. છતાં પોતે જ પાછાં હસતાં-રમતાં થઈ જાય એ રીતે ભોળાં હતાં. છતાં ઠરેલી આગ ક્યારે ભભૂકી ઊઠતી. સંપન્ન કુટુંબને કારણે સાધનોની વિપુલતા હતી. સાથે અલંકારોની પણ ઠીક સંપત્તિ હતી. વળી વય પણ એ સામગ્રીને માણવાની હતી. છતાં કોઈ વાર એમ થતું આ બધું ઘણું છે. વળી ઘરમાં દહેરાસર એટલે વિભાગ-૩ મારી મંગલયાત્રા Page #78 -------------------------------------------------------------------------- ________________ દિવાળીમાં ભગવાનને હીરાના મુગટવાળી આંગી થતી. ત્યારે વિચાર આવતો કે હીરાના અલંકારો ભગવાનને ચઢાવીએ તો કેવું ! પણ પ્રભુના અંગ ઉપર ચઢાવાય નહિ, અને ચઢાવીએ તો પાછા પહેરાય નહિ. આથી દિવાળીમાં અમાસને દિવસે આંગી થયા પછી, (જો કે ભગવાનને હીરાના મુગટ વિ. તો હતા) મારા અલંકારો અરીઠાથી ધોઈ, શુદ્ધ કરી, ભગવાનની આગળ ગોઠવી દેતી અને મને કંઈક સંતોષ થતો. બીજે દિવસે પહેરતી ખરી. પરંતુ તેઓના અવસાન પછી એજ દિવસથી પૂરા અલંકાર શરીર પરથી ત્યજી દીધા. પછી પુનઃ કયારે તેને માટે વિકલ્પ આવ્યો જ નહિ. ધીમે ધીમે તો રમોનાના આવ્યા પછી પૂરા અલંકાર તેને સોંપી દીધા. પછી એક વાલ પણ સોનું પાસે રાખ્યું નહિ. કોઈ વાર લાગતું કે ભગવાનને ચરણે તે દિવસે ધરી દીધાનો જ કદાચ આ સંકેત હશે કે ફલશ્રુતિ હશે. તેથી લાખોના અલંકારોનો ત્યાગ સહેજે થઈ ગયો. ઉત્તમ ભાવનાઓને યોગ કેવા સારા મળે. આ સોસાયટીમાં ભાઈ (મામા) અને તેમના ભાણેજનો એમ બે જ બંગલા હતા. એ ભાણેજ દંપતી તે કાંતાબહેન અને લાલભાઈ. સ્તવનો, સજઝાયો બહુ સુંદર આવડે. બે જ કુટુંબ એટલે એકબીજાને ત્યાં જવાનું બનતું. તેઓ પાસે લગભગ ૧૯૪પ૪૬ માં આનંદઘન ચોવીસી વિગેરેનાં સ્તવનો શીખવાનો અવસર મળ્યો. તેઓ શાસ્ત્રાભ્યાસી પણ હતાં. એટલે એ બોધ પણ સાંભળવા મળતો. તેઓ આદર્શ દંપતી હતાં વળી તેમની ગુણિયલ દીકરી જયાબહેન મારાથી લગભગ બે વર્ષ નાની હતી. પણ તેજસ્વી અને ખૂબ મળતાવડી હતી. એની પાસે વાતો કરવાની વિશાળતા પણ ઘણી. સાંજે સાથે ફરવા આવે. તેઓ બહારગામ જાય ત્યારે રાત્રે સૂવા આવે અને ઘણો સહયોગ આપે. આમ જીવનનું વહેણ વહે જતું હતું. ૧૯૪૧-૪૨ લગભગ ગાંધીજીની સત્યાગ્રહ આદિ ચળવળો અને અનેકવિધ કાર્યક્રમો ચાલતા તેમાં કંઈ કરવાનો ઉત્સાહ થયો. પણ ભાઈ કહે, “આપણું એમાં જવાનું કામ નહિ ! આ ધર્મ વધારે સારો છે. એટલે મન વાળી લીધું. સાધુ મહારાજશ્રીના ઉપદેશાનુસાર પંદર પખ્ખા એટલે રોજ એક સામાયિક કરી એકસાથે પંદર પૂરા કરી લીધા હતા. હવે બસો મારી મંગલયાત્રા વિભાગ-૩ ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ બેલા, રોજ (બે સામાયિક) કરવાનો નિયમ લીધો તે ખાસ્સો એક વર્ષ ચાલ્યો. તેમાં અભ્યાસ પણ થતો. પછી ત્રણસો તેલ્લાત્રણ સામાયિક સાથે કરવાના દિવસનો આંતરો ચાલે. પણ આ નિયમ બાળકોના કારણે ત્યારે પૂરો ન થયો. તે છ દસકા પછી ઈડર તીર્થે નિવૃત્તિના દિવસોમાં પૂરો થયો. તે સંતોના યોગબળની પ્રેરણા જ માનું છું. આ ઘરમાં નોકરીની ખૂબ જ સગવડ હતી. પરંતુ વ્યવસ્થા સંભાળવી જરૂરી હતી. તે બહેનની સહાયથી અને જૂના નોકરોની સાથે રહીને ગૃહકાર્ય લગભગ જાણી લીધું. પછી તો આ મારું ઘર છે તેવી માયા બંધાણી એટલે પૂરા ઘરની વ્યવસ્થા સંભાળવી તે ગમતું. કુટુંબમાં આમ તો ચાર-પાંચ જ હતાં. પણ મહેમાનો અને સગાંઓની અવરજવરને કારણે ઘરનો વહીવટ મોટો હતો. વળી ધનની છૂટ અને સ્વતંત્રતા હોવાથી એ સર્વે કારભાર કરવામાં ગમતું હતું. કોઈની રોકટોક ન હતી, આથી બધું સરળતાથી નભતું હતું. નિયમિત રીતે દર્શન, પૂજા, ધર્મક્રિયા થતી હતી. વળી દર રવિવારે રાજપર જેવા દહેરાસરે દર્શન કરવા જવું. બેસતા મહિને નરોડા જવું. થાળ ચઢાવવો, કુળદેવી પદ્માવતીમાને ભાવપૂર્વક સુખની અભિલાષાઓ સાથે ચૂંદડી ચઢાવવી, આ ક્રમ પણ ભક્તિ-આનંદથી થતો. કોઈ વાર વડીલ હતા ત્યારે કુટુંબ સાથે આખો દિવસ ત્યાં રહી થાળ ધરતા, પૂજા ભણાવતા, એ ધાર્મિક પ્રસંગ મનાતો. અંગત જીવનચર્યા : ભાઈની તબિયત નાજુક તેમાં હાઈપ્રેશર અને ડાયાબીટીસની તકલીફ થયેલી. તેથી ઉનાળામાં બે માસ દરિયાકિનારે બંગલો રાખી નોકર, રસોઇયા સાથે ત્યાં જવાનું થતું. એ દિવસોમાં ઉનાળુ રજા હોય એટલે કુટુંબમેળો ભેગો થાય. ખાવું-પીવું, દરિયાકિનારે રમવું, ફરવું, જો નજીકમાં દહેરાસર હોય તો જવલ્લે જ દેવદર્શન મળતાં. એટલે ફક્ત સામાયિક જેવું ક્યારેક થાય. થોડું વાંચન થાય. સૌ હળીમળીને કૌટુંબિક આનંદ લેતા. ક્યારેક પત્તાબાજીમાં સમય પસાર થતો. શિયાળામાં પંદર દિવસ જાત્રાએ-સવિશેષ પાલીતાણા-જવાનું થતું. પાલીતાણા રસોડું ખોલતાં. સાત-આઠ દિવસ યાત્રાનો અને સાધુ-ભક્તિનો વિભાગ-૩ મારી મંગલયાત્રા Page #80 -------------------------------------------------------------------------- ________________ ખૂબ લાભ લેતા. કદમગિરી તથા આગમમંદિરમાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા જેવો લાભ પણ લેતા. સાથે બહેન ભાણેજીયા પણ ખરા. આમ જીવનમાં કંઈ તાલમેલ જળવાતો. સમૂહનો અને ઉત્સવનો આનંદ મળતો તેમાં સંસ્કારસિંચન થતું. તેઓને ધંધાર્થે ક્યારેક બહારગામ જવાનું થતું. ત્યારે મૂંઝવણ થતી. મારા શાળાના મિત્રોનો અભ્યાસ ચાલુ હતો તેથી તેમનો મને સંપર્ક ન રહ્યો. નવા મિત્રો થયા નહિ, બહેન સાસરે હોય. ઘર કે બહારમાં ખાસ પ્રવૃત્તિ નહિ. આજુબાજુ લાલભાઈના ઘર સિવાય કોઈ વસ્તી નહિ, શહેરમાં વસ્તીમાં રહેલી, પોળમાં પણ બહેનપણીઓ સાસરે હોય, એટલે ત્યાં જવાનું મન થતું નહિ, બંગલામાં એકલવાયુ લાગતું. મારા મનનું બંધારણ લગ્ન પછી તેઓના આધારિત બની ગયેલું. અગર તો મિત્રોને ત્યાં જવાઆવવામાં સમય પસાર થાય. આથી બંગલે સાંજ પડે સાવ સૂનકાર લાગે. નોકરો કામ પરવારીને ગયા હોય. જોકે નોવેલો તો હતી જ. વળી જયાબહેન રાત્રે આવતાં, મને સારું લાગતું. પછી તો વળી અતુલ હતો. - મને લાગે છે કોઈ જીવની (મારી) પ્રકૃતિ વધુ મોહજનિત હોય છે. ત્યારે હું જોતી ઘણાં બહેનોના પતિ બહારગામ જતા ત્યારે તેઓ પિયર કે મિત્રોને ત્યાં મજા માણી આવતાં. મેં જ મને મોહપાશથી બાંધી દીધી હતી. ક્યાંય જતી નહિ એટલે દુઃખી થતી. ખેર, મૂળમાં જીવમાં સમજ હોવી જોઈએ. સંયોગ-વિયોગ એ તો સંસારનો ક્રમ છે. અલ્પાધિક સમયનું શું મહત્ત્વ છે ? અનાદિકાળથી આજ સુધી કેટલાય જીવો સાથે સંબંધ બાંધ્યા અને છોડ્યા. હજી આ જ જન્મમાં તો શું બનવાનું છે તે હવે જોઈશું. તેઓના હૃદયની કોમળતાનું માપ ત્યારે મને સમજાયું. એક વાર તેઓ ધંધા પ્રસંગે કલકત્તા પંદર દિવસ માટે જવાના હતા. મારે માટે એ ગાળો એકલા રહેવા માટે લાંબો હતો, પરંતુ છૂટકો જ નહતો. તેઓ મારી મનોદશા બરાબર સમજતા હતા તેથી શરદબાબુની નવલકથાનાં પુસ્તકો લઈ આવ્યા. વળી જયાબહેનને કહી રાખ્યું કે તે રોજે સૂવા આવે. તેમના કલકત્તા જવાના દિવસે મારું મન સવારથી ઉદ્વેગવાળું હતું. મારી મંગલયાત્રા વિભાગ-૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ પરંતુ મારી ફરજ હતી કે મારે સ્વસ્થ ચિત્તે વિદાય આપવી. અતુલ તેમનાથી ખૂબ ટેવાયેલો, તેથી તેઓ જ્યારે ઑફિસે જવા નીકળે ત્યારે તેને બહાર રમવા મોકલી દેવો પડે. નહિ તો પાછળ પડે, રડે. આ લગભગ રોજનો નિયમ હતો. આ દિવસે મને એમ કે પંદર દિવસ માટે જવાના છે તો ભલે ઘરમાં રહ્યો. પણ તેઓ જ્યા બહાર નીકળ્યા કે ઝભ્ભો પકડીને વળગી પડ્યો. તે લગભગ પાંચ વર્ષનો હતો. મને લઈ જાવ, હું તો તમારી સાથે આવીશ. તેઓએ સમજાવ્યો, ચોકલેટ જેવું કંઈ આપ્યું. પછી કહે કલકત્તાથી રમકડાં લાવશે, પણ તે તો વધુ રડવા લાગ્યો... મારે સાથે આવવું છે. મેં સમજાવ્યો. સમય થવા આવ્યો હતો, એરપોર્ટ પહોંચવાનું હતું. તેઓ મોટર પાસે ગયા, અતુલ મોટરમાં ચઢવા ગયો તેમણે તેને રોક્યો. બારણું બંધ કર્યું. ડ્રાઈવરે ગાડી ચલાવી. તેઓ વિદાય થયા. અતુલ થોડી વાર પછી રડીને રમતમાં લાગી ગયો. મેં નવલકથા વાંચીને મન સ્વસ્થ કરવા પ્રયત્ન કર્યો. ત્યાં તો એરપોર્ટ પરથી તેઓનો ફોન આવ્યો. અતુલ કેમ છે, રમતો થઈ ગયો ? તું કેમ છે ? મેં કહ્યું : ““ફિકર ના કરતા. બધું બરાબર છે. થોડા દિવસ વહેલા આવવા પ્રયત્ન કરજો તેઓનું હૃદય આવું કોમળ હતું. કોઈ વાર વાત નીકળતાં હું કહેતી: ““તમારામાં ઢગલો સ્નેહ અને ઢગલો સમતા કેવી રીતે સમાય છે ! મારામાં સ્નેહ છે પણ જ્યારે મને કંઈ અપ્રિય હોય તેવું બને ત્યારે ગુસ્સે થાઉં છું એટલે તમારા જેવા ઉદાત્ત સ્નેહ અને સમતા મારામાં નથી.” ત્યારે તેઓ હાસ્યથી જવાબ આપતા, કે આમાં કંઈ દુઃખી થવા જેવું નથી. પણ ક્યારે એમ કહે નહિ કે તું ગુસ્સે થાય છે તે ખોટું છે, મને ગમતું નથી. તેમનું મંતવ્ય એક જ કે આપણને શું દુઃખ છે ! નાહકનું દુ:ખ ઊભુ કરવું ? શાંતિથી રહેવું અને થાય તેવું ધર્મધ્યાન કરવું. આવા મંતવ્યને કારણે તેઓ સદાય પ્રસન્ન રહેતા. કહેતા ગૂંચ પાડવી નહિ, પડે તો સમતાથી ઉકેલવી. વિભાગ-૩ મારી મંગલયાત્રા Page #82 -------------------------------------------------------------------------- ________________ પાછા જૂની ધરતી પર, દાદીની ચિર-વિદાય : હવે આપણે પાછા જૂની ધરતી પર જઈએ, મોસાળમાં દાદીની દશા દયનીય હતી. એકલી રાંધી ખાતી. હવે શરીર પણ ચાલતું ન હતું. સંભાળ પણ લેવાતી નહિ. અમારા પર પ્રતિબંધ હતો. એક વાર બહેન કહે, ‘આપણે છાનામાના જઈને પણ ચાકરી કરવી જોઈએ ! બહેનની પણ સ્થિતિ નાજુક હતી. એટલે મેં જ કહ્યું કે હું મોસાળ જઈશ. બાપુજી ઠપકો આપશે તો સાંભળી લઈશ. વળી સાસરેથી જવાનું હતું. આમ વિચારી અમુક દિવસે ખાવાનું લઈને જતી. કપડાં ધોવાનું વિગેરે કરતી. દાદીને કંઈક રાહત થતી. આ બધું વાંચીને સૌ એમ વિચાર કરજો કે કર્મની સત્તાના ગૂઢ ભેદ કેવા છે ! ક્યારે બાંધ્યા, કેમ બાંધ્યા એ પ્રશ્નોના કંઈ ઉકેલ નથી, કેવળ સમતાથી ભોગવ્યા સિવાય. બાપુજીને કંઈ ગમ્યું નહિ. પણ અમે સાસરેથી જતાં એટલે ખાસ વાંધો ન આવ્યો. પછી તો દાદી પથારીવશ થયાં. મોટાં મામા-મામીએ નજીક ઘર લીધું હતું. નોકરીમાં મામાને લાંબી રજાઓ ભેગી થઈ હતી તેથી તેઓ આવ્યા. દાદીને તેમના ઘેર લઈ ગયા. મારે રોજ બે-ચાર કલાક મદદ કરવા જવું તેમ નક્કી કર્યું. અતુલ શાળાએ જતો હતો. ઘાટી સારી રીતે સાચવે તેવો હતો, એટલે બધું ગોઠવાઈ ગયું. થોડા મહિનાની માંદગી ભોગવી. દાદી તેની દીકરી પાસે પહોંચી ગઈ. દાદીનું જીવન અશાંતિમાં ગયું હતું. પરંતુ પુણ્યયોગે અંતિમ બીમારીમાં શાતા પહોંચે તેમ તેમની સેવાચાકરી થઈ. અંતે તેમણે શાંતિપૂર્વક ચિર વિદાય લીધી. મને થયું કે દાદીએ જન્મ સાથે નવકાર આપ્યો હતો, ત્યારથી મારી મંગલયાત્રાનો પ્રારંભ થયો હશે, સમય જતાં તે વિકાસ પામી. તેની સેવાચાકરી કરવાની તક મળતી તેમાં એક ઋણનો ભાવ સમજું છું. ભાઈની ચિરવિદાય : આમ લગભગ સાત વર્ષો નાની બાબતોને ગૌણ કરીએ તો સુખપૂર્વક પસાર થયાં. ૧૯૪૩ માં ત્રણ દિવસની ટૂંકી બીમારી ભોગવી લગભગ અઠ્ઠાવન વર્ષની વયે ભાઈનું અવસાન થયું. ત્યારે ભાભી લગભગ આડત્રીસ મારી મંગલયાત્રા ૫ વિભાગ-૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ વર્ષનાં હતાં. એટલે યુવાન જ હતાં. તેમને માથે દુઃખ આવી પડયું. તેઓને તો પિતાના વિયોગે ઘણો ક્ષોભ પેદા થયો. છતાં સમય તો વણથંભ્યો વહે છે. ભાઈના અવસાન પછી “તેઓએ ભાભીને કંઈ પણ ઓછું ન આવે તેમ બધી જ સગવડ કરી દીધી. ખરેખર ! અમને બંનેને ભાભી દુ:ખી થતાં ત્યારે તેનું દુઃખ લાગતું. માંગણી પ્રમાણે આપતા તેથી વળી કંઈ શાંતિ જળવાતી. પણ તે ઉપર ઉપરની હતી. વડીલ વીલ વડે યોગ્ય વ્યવસ્થા કરી ગયા હતા. હાલનો બંગલો અતલના નામે કરી ગયા હતા. ભાભીને તેમાં અમુક ભાગમાં જીવે ત્યાં સુધી રહેવાનો હક્ક હતો. તે ઉપરાંત અમુક રકમ પણ તેમના નામે કરી હતી. પણ ભાભીને તે માન્ય ન હતી. એટલે અસંતોષનું દુઃખ રહ્યા કરતું હતું. વળી પેલા સંતના કહેવા પ્રમાણે અનુષ્ઠાનમાં ધનના ઉપયોગની મર્યાદા ચૂકી જતાં અને દુ:ખી થતાં. દક્ષાનો જન્મ : ભાઈના અવસાન પછી ૧૯૪૪માં દક્ષાનો જન્મ થયો. જન્મથી જ હૃષ્ટપુષ્ટ દેહ, પ્રિય લાગે તેવી મુખાકૃતિ હતી. તેઓ સ્વયં પ્રેમાળ હતા. તેમને દક્ષા અત્યંત પ્રિય. મોટી થતી ગઈ તેમ તેમ ભદ્રિકપણાને લીધે સરળતાથી ઉછેર થતો. લક્ષ્મીબાને તથા સૌને પ્રિય લાગતી. તેને નિદ્રાયોગ સારો હતો એટલે મારી ધર્મારાધનામાં અનુકૂળતા રહેતી. જીવનમાં વ્રતનો પ્રારંભ-બ્રહ્મચર્ય વ્રતમાં ક્ષતિ : આમ સાંસારિક રીતે સુખભોગમાં રાચતું અમારું જીવન પસાર થઈ રહ્યું હતું. પુણ્યયોગે ધર્મપ્રવૃત્તિની તક મળી હતી. પોળમાં વડીલે સર્જન કરેલા ઉપાશ્રયને નિમિત્તે ચાતુર્માસમાં ઉપાશ્રયમાં પૂ. આચાર્ય ભગવંતોની પધરામણી થતી. તેમાં વડીલ અને તેઓની સાથે અમે પણ વ્યાખ્યાનમાં જતા. તે સમયે કથાનુયોગની વિશેષતા રહેતી, સાથે રોજના જીવનના પાપોથી વિરામ પામો તેવો બોધ પણ મળતો. એક ચાતુર્માસમાં આચાર્યશ્રીએ પ્રથમનાં પાંચ પાપ પૈકી મૈથુનસેવનઅબ્રહ્મના પાપનું વર્ણન કર્યું. જેમાં અસંખ્ય જીવોની હિંસા થાય. જીવને તેમાં તીવ્રરાગ થાય એટલે દુર્ગતિનું કારણ છે. તેમાં કેવળ સ્પર્શ સુખની વિભાગ-૩ ૭૬ મારી મંગલયાત્રા Page #84 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક કલ્પના છે. જીવો કંચન અને કામિનીના સુખાભાસમાં અધમ પરિણામો વડે અધમ પાપો કરી નરકગામી થાય છે. માટે જીવોએ બ્રહ્મચર્યનું પાલન કરી આ પાપથી મુક્ત થવા પ્રયત્ન કરવો. વળી આ વિષયવાસનાનો સંસ્કાર પ્રાણીમાત્રને મૂંઝવે છે. સ્થૂલ બ્રહ્મચર્ય પાળે તો પણ માનસિક સંસ્કાર જતો નથી તે માટે દૃઢ મનોબળ કેળવવા અને તપશ્ચર્યા કરવી જોઈએ. તેને માટે સચોટ દષ્ટાંત પણ આપ્યાં હતાં. આ પ્રવચન સાંભળી મેં તેઓને કહ્યું કે આપણને તો આ પાપ છે તે જ ખબર નથી. આપણે તો વિષયવાસનાની તીવ્રતામાં સુખ માનીએ છીએ. મહારાજજીની વાત સાચી છે વિષય સુખ કેવળ વાસના જ છે, સુખ નથી. તેઓ તેમની આદત મુજબ સાંભળી રહ્યા. આ બ્રહ્મચર્ય કેમ પાળવું તેનો અમને પૂરો ખ્યાલ નહિ. બહેને સમજાવ્યું કે ‘‘સ્પર્શ કરવાનો નહિ. પથારી, ઓઢવા વિગેરેને જુદાં કરવાં. જોકે તમે નાનાં છો પણ બ્રહ્મચર્ય જેટલું પળાય તેટલું સારું છે. એટલાં પાપ ઓછાં થશે.’’ મેં તેઓને વાત કરી તેઓને લાગ્યું કે પાંચ તિથિ બરાબર છે પણ લાંબો વખત સંયમ ટકે નહિ એ રીતે અમે ખ્યાલ રાખીને અભ્યાસ શરૂ કર્યો. એ સમયે મારી વય ચોવીસની અને તેઓ લગભગ ત્રીસ નજીક હતા. વાસનાની પ્રચુરતા તો હતી. પણ તેઓએ કંઈ વિરોધ ન કર્યો. જ્યારે બીજે વર્ષે ચાતુર્માસ આવ્યું, તે પહેલાં મને ભાવ થયો કે પૂરું ચાતુર્માસ નહિ પરંતુ પ્રથમના દોઢ માસ આપણે બ્રહ્મચર્યનું પાલન કરીએ ? તેઓની પ્રકૃતિમાં વિરોધનો ભાવ ન હતો. મારો ઉલ્લાસ હતો તેથી સંમત થયા પણ કહે આપણું મનોબળ કદાચ ન પણ ટકે માટે પ્રતિજ્ઞા નથી લેવી, પ્રયાસ કરશું. આમ નક્કી કરી મેં મારે માટે પથારી કઢાવી નાંખી અને ધાબળો પથરાવ્યો. આમ બહેનેં સમજાવ્યું હતું તેમ બધું જુદું કર્યું. સાથે સામાન્ય તપ કરતાં. ચાતુર્માસનાં વ્યાખ્યાન હતાં એટલે જેમતેમ મનોબળ ટક્યું તો પણ સૂક્ષ્મ રીતે તો વિક્ષેપ થતો. છતાં દોઢ માસ બ્રહ્મચર્યનું સ્થૂલપણે પાલન થયું. યદ્યપિ ત્યારે એ પણ સમજાયું કે આપણામાં વિષયવાસનાની પ્રચુરતા અને સંસ્કાર ઊંડા છે તેથી સહજપણે પળાવાને બદલે પ્રયાસ કરવો પડે મારી મંગલયાત્રા વિભાગ-૩ ૭૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ છે. વ્રત વચન કાયાથી તો પળાયું પણ મનને દૃઢ રાખવા પ્રયત્ન કરવો પડયો હતો. જોકે એ રીતે પણ પછીના ચાતુર્માસમાં આ ક્રમ જળવાઈ રહ્યો, તેથી લાગ્યું કે અભ્યાસ કરવાથી એ વ્રત પાળવું શક્ય છે. અને તેમાં પ્રસન્નતા રહી. મને લાગતું કે એ દિવસોમાં ધર્મ-અનુષ્ઠાનોમાં પણ સ્થિરતા રહેતી, અને પતિપત્નીના સંબંધોમાં સ્નેહમાં નિર્દોષતા રહેતી. મોટે ભાગે વાસનાના આવેગને જીવો પ્રેમ માને છે, તે ખોટું છે તે સમજાતું ગયું. યદ્યપિ વાસના જિતાઈ ન હતી. વ્રતમાં વિક્ષેપ : લગભગ ૧૯૪૫માં તેઓએ પર્વાધિરાજ શ્રી પર્યુષણમાં અઠ્ઠાઈ તપની આરાધના કરી. છેલ્લા દિવસ સુધી સ્વસ્થતાપૂર્વક, સઉલ્લાસ, શાતા સહિત તપ પૂર્ણ કર્યું. મને ભાવ હતો સાથે અઠ્ઠાઈ કરવાનો પણ ચાર ઉપવાસ પૂરા થતાં પહેલાં તો મનોબળ તૂટી ગયું. રાત્રે ઊંઘ ન આવે, આહારસંજ્ઞા જાગી ઊઠે, એટલે એ ભાવના અધૂરી રહી. પછી ક્યારેય એ હિંમત ન આવી. અઠ્ઠાઈ તપના પારણે સાધુમહાત્માનાં પગલાં કરાવ્યાં. વહોરાવવાનો ઉમંગભેર લાભ લીધો. પછી અમે હાથ જોડીને ઊંભા રહ્યાં. મહારાજ સાહેબ કહે, ‘‘કંઈ પ્રતિજ્ઞા લો.’’ અમે તો હાથ જોડીને ભાવપૂર્વક ઊભા હતાં. તેમણે સ્વયં એક માસ બ્રહ્મચર્ય અને રાત્રિભોજનત્યાગનું પચ્ચક્ખાણ આપ્યું. અમારા હાથ જોડેલા હતા. રાત્રિભોજનત્યાગ તો સહજપણે થતું. પણ અમે છેલ્લાં બે વરસથી ચોમાસામાં પ્રથમનું ૧૫ માસી બ્રહ્મચર્ય વ્રત સ્થૂલપણે પાળતાં હતાં. તેથી એ વ્રત તરત જ કરવાનું હતું. અને અંતરાય વગર લંબાવવામાં જરા કસોટી થઈ. વ્રતમાં ટકી ન શક્યા ત્યારે પ્રાયશ્ચિત્ત લેવાની સમજ પણ ન હતી. અને સંકોચ પણ ખરો. વળી જાણીજોઈને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત શું હોય ! આમ વ્રતભંગ થયો હતો. મેં પહેલાં જ જણાવ્યું છે કે જ્યારે મારા જીવનપ્રસંગો લખવાની હિંમત કરી તે ત્રાહિત વ્યક્તિપણું રાખીને લખું છું તેથી મનમાં ભૂતકાળ સતાવતો નથી. આવી ઘણી ક્ષતિઓ થતી હતી. અહીં સહેજે જણાવી છે. વિભાગ-૩ મારી મંગલયાત્રા ૦૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ જેમ તપ કર્યા પછી આહાર તો લેવાનો છે તેથી તપમાં મનોબળ ટકતું તેમ કથંચિત બ્રહ્મચર્ય પાળ્યા પછી વળી પાછું વિષયસુખ તો છે તેથી તે દિવસોમાં સંસ્કાર શાંત રહેતો હતો. પણ મૂળમાં તો તેની અસર હતી. છતાં તેમાં પાપ છે તે વાત મનમાં વસી જવાથી એ વ્રત પાળવાના ભાવ ટકી રહેતા. પરંતુ મૂળમાં વૃત્તિ તો હતી જ. વળી જ્યારે શાસ્ત્રાભ્યાસ કર્યો ત્યારે એ ભાન થયું કે આ પ્રકૃતિનો નાશ નવમા ગુણસ્થાનકના પ્રારંભમાં થાય છે. તેવી દશાની પ્રબળતા માટે સાધકોએ નીચેની કક્ષાએ અભ્યાસ તો કરવો જ જોઈએ. તો જ સંસ્કારનાં મૂળ નબળાં થાય. જો અભ્યાસ ન કરો તો સંસ્કાર જીવને આ માર્ગે આગળ વધવા ન દે. અનુભવે જણાય છે કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ-મૂછના સંસ્કાર કેટલા ઘેરા છે. તપ જેવાં અનુષ્ઠાનો છતાં આ સંસ્કાર જીવના મનોબળને પાંખું કરી નાખે છે. માટે સાધકે પુનઃ પુનઃ પુરુષાર્થ કરી મનુષ્યજન્મમાં મળેલી શક્તિનો સઉપયોગ કરી આ સંજ્ઞાઓને ઉપશમાવવા પ્રયાસ કરવો. એમ વિચારણા કરતી. વિશેષપણે તો સ્વભાવ સન્મુખતા કેળવ્યા વગર આ સંસ્કારો મૂળમાંથી જતા નથી તે તથ્ય ઘણું મોડું સમજયું હતું. તેઓની લાગણીવશતા : તેઓ જેવા સમતાવાન તેવા લાગણીપ્રધાન હતા. અતુલને ગળામાં કાકડાનું દર્દ થયું, તેની સર્જરી કરવાની હતી. તેને માટે અમે મુંબઈ ગયા. અતુલ હોસ્પિટલનું નામ સાંભળી રડે. તે જોઈને તેઓ હોસ્પિટલે સાથે આવી ન શક્યા. કાકાને લઈને હું ગઈ. થોડી વારે ફોન કરીને ખબર આપી કે ચિંતા ન કરશો. બીજો પ્રસંગ એવો બન્યો કે દક્ષા ગર્ભથી જ વજનદાર હતી. તેના જન્મ વખતે કંઈ ભૂલ થવાથી કોઈ નસ દબાવાથી તેની ડોક જરા વાંકી થઈ. તે જયારે બેસતી થઈ ત્યારે ખ્યાલ આવ્યો. મુંબઈ જઈને ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે તેઓને બોલાવીને કહ્યું કે જુઓ, હું બતાવું તે પ્રમાણે તમારે ગળાને પકડીને ખેંચવાની કસરત કરાવવાની છે. ડૉક્ટરે એ વિધિ બતાવી ત્યારે દક્ષા રડી ઊઠી. તેઓએ તરત જ ડૉક્ટરને કહ્યું તમે આ મારી મંગલયાત્રા વિભાગ-૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ વિધિ તેની મમ્મીને બતાવો. તેઓનું હૃદય આવું કોમળ હતું. - ત્યાર પછી એ વિધિ મેં શીખી લીધી તે પ્રમાણે ચાર માસ રડાવીને રોજે બે વાર તે મસાજ કરવું પડતું. નહિતર આઠ. દસ વરસની થાય ત્યારે સર્જરી કરાવવી પડે. આથી મેં મન દઢ કરીને એ મસાજ ચાર માસ કર્યા કર્યો અને ડોક સીધી થઈ ગઈ. આમ મારી છાપ જબરી છે એમ પડતી ગઈ. આખરે ફાવ્યા વખણાય તેવું છે. લગ્નજીવનનાં સાતેક વર્ષમાં સામાન્ય પ્રસંગે કંઈ મનદુઃખ થતું તો તેનું સહજ સમાધાન થતું. તેઓ જે કંઈ સમાધાન કરતા તે સ્વીકારી લેતી. ભાઈના અવસાન પછી ભાભી તો પોતાની પ્રકૃતિ પ્રમાણે સંઘર્ષ કરતાં, મેં જોયું. હવે મને તે ખટકતું એટલે હું તેમના પર ગુસ્સે થતી. અતુલ જીદ કરે ત્યારે તેને પણ ધોલધપાટ કરતી. યદ્યપિ તેમની સમતા જોઈ શાંત થઈ જતી. કોઈ વાર એ તસવૃત્તિ લાંબી ચાલતી પછી જયારે મન શાંત થતું ત્યારે કહેતી કે તમે મારા ગુસ્સા સામે ગુસ્સો કરો તો મને લાગે છે કે હું શાંત રહી શકું. તેઓ સ્મિત કરી લેતા, શું જવાબ આપે ! તેઓમાં બુદ્ધિપ્રતિભા હતી, યશસ્વી જીવન હતું, પરંતુ કોઈ ક્ષેત્રે તેઓ ઉગ્ર થઈ શકતા નહિ. કોઈના દોષ જોઈ શકતા નહિ. પછી મારો દોષ ક્યાંથી જુએ ! આથી મારા ગુસ્સાને સમતાથી નિભાવી લેતા, અતુલની જીદને વાત્સલ્યથી નિભાવતા, ભાભીની ઉગ્રતાને લક્ષ્યમાં લેતા જ નહિ. તેઓ કહેતા કે આપણને શું દુઃખ છે ! નાહકના અશાંતિ કરવી. પછી તો મુંબઈ ગયા. ત્યાં કોઈ વિશેષ સંઘર્ષનું કારણ ન હતું. જીવન સુખદપણે વહ્યું જતું હતું. તે આગળ જોઈએ. | હતા કૌરવ અને પાંડવ, જગતના મહાબળી યોદ્ધા ન જાણ્ય શ્રી કૃષ્ણ જેવાએ ન જાયું ભીષ્મપિતાએ સવારે શું થવાનું છે ? વિભાગ-૩ ૮૦ મારી મંગલયાત્રા Page #88 -------------------------------------------------------------------------- ________________ અમદાવૉદથી શુંબઈ ભણી સ્થળાંતર ૧૯૪૭ * અતુલની બિમારીના નિમિત્તે મુંબઈ ભણી * નવા મકાનનું નિર્માણ * બાળકો સાથેની સુખદ ચર્યા * મુંબઈમાં જગતશેઠની અલ્પકાલીન ઉજવળ કારકીર્દિ * મુંબઈમાં મારી મુંઝવણ * સામાજિક માનવસેવાનો પ્રારંભ * સરલાબહેનની હાર્દિક મિત્રતા * કુદરતના ખોળે સૌંદર્યનો આનંદ * પૂ. કાનજી સ્વામીનું આંશિક બોધ શ્રવણ તથા નિશ્રાનો યોગ “લક્ષ્મી અને અધિકાર વધતા, શું વધ્યું તે તો કહો ? શું કુંટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો વધવાપણું નસ સાર નું, નરેદેહને હારી જેવો. તેનો વિચાર નહિ અહોહો એકપળ તમને હવી . ઉશ્રીમદ્ રાજચંદ્રજી “સત્કર્મો ની સુ ગંધી તારી ચોગરદમ ફેલાશે, બિંદુ સૌમાં આતમ નિરખજે, ફેરો સાર્થક થાશે.” Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રભુભક્ત શ્રાવકની ભવ્યતા રાધનપુરના શ્રેષ્ઠી કમળસીભાઈ બહુ મોટા પ્રભુ ભક્ત હતા. તેમના માતુશ્રીની માંદગી દરમ્યાન કમળસીભાઈએ પુછેલું : મા! તારા દાગીના બસો તોલાના છે; એનું શું કરવું છે ? માએ કહયું : તારી ધર્મપત્નીને એ આપજે. કમળસીભાઈએ કહ્યું : મા ! તું કહેશે એ પ્રમાણે થશે. પણ તારી પુત્રવધુ એ દાગીના પહેરશે તો એને રાગ થશે; અને જો એ સોનાની પ્રભુની આંગી કરાવીશું તો લોકો એનું દર્શન કરીને વિરાગી બનશે. તું કહે મા ! શું કરવાનું ? માએ કહયું : તો પ્રભુની આંગી બનાવરાવજો ! શ્રાવકપણું આમ પ્રગટ થાય, પરિણામે જીવ પ્રભુપરાયણતા પામે છે. - પૂ. આ. શ્રી યશોવિજ્યસૂરિજી Page #90 -------------------------------------------------------------------------- ________________ | અતુલની બીમારી નિમિત્તે મુંબઈ ભણી ૧૯૪૫/૪૬માં અતુલને ખુરસીની બીમારી થઈ. ડૉક્ટરની સલાહ મુજબ મુંબઈ ગયા. ત્યાંના નિષ્ણાત ડૉક્ટરને બતાવ્યું. તેમણે સલાહ આપી, નાસિક સૂકી હવામાં આ બાળકને ચાર માસ રાખવો. સાથે કેટલાક ઇલાજ લખી આપ્યા. ભારે દવાઓ આપી. આમેય થોડી જીદની પ્રકૃતિ તેમાં બીમારી આવી. દવાઓથી કંટાળી જતો. તેઓ વ્યાપારમાં બાહોશ, પણ લાગણીપ્રધાન હોવાથી મૂંઝાયા. મુંબઈમાં વડીલકાકાની ઘણી ઓથ હતી. આમ અમે લગભગ ચારેક માસ નાસિક રહ્યાં. અતુલને કારણે આહારાદિમાં પૌષ્ટિકતા, ફળ-ફળાદિની વિપુલતા, તેથી ખાવા-પીવાની ભારે મિજબાની તો હતી. રસોઇયો, ઘાટી, બાઈ, ડાયવર, ગાડી બધી જ વ્યવસ્થા હતી. માંદગી તથા ભારે દવાઓને કારણે અતુલનું શરીર વળે જ નહિ. ત્યારે દીકરી દક્ષા ત્રણેક વર્ષની, મૂળથી સારી તંદુરસ્ત, આમ પણ અમે ત્રણે સારા હૃષ્ટપુષ્ટ હતાં, તેમાં વધારો થયો અને જેને માટે આ પ્રયોજન હતું, તે અતુલભાઈના વૈશાખ ચઢ્યા નહિ. પણ રોગ દૂર થયો. (માણસોને પણ કામ ઓછું, ખાવાનું સરખું એટલે બધાંનું લોહી ચઢ્યું.) - તેઓ નાસિકથી ધંધાર્થે મુંબઈ બજારમાં જતા; સાંજે પાછા આવતા. કોઈ વાર અમદાવાદ જતા... પાછા તરત જ આવતા. પરંતુ મુંબઈમાં ધંધામાં વધુ વિકાસ જણાવાથી તેઓએ મુંબઈ સ્થાયી થવાનું વિચાર્યું અને શ્રેજીસ રોડ પર એક પ્લોટ ખરીદ્યો જેમાં ત્રણમાળામાં ભાડૂઆત હતા. બાજુના ખાલી પ્લોટમાં ત્રણ માળનું નવું મકાન બંધાવવાનું શરૂ કર્યું. અમદાવાદ પાછા આવી મુંબઈ જવાની તૈયારી કરી. મુંબઈ સ્થાયી થયા : ૧૯૪૭માં વેકેશન હતું એટલે અમે જુહુ દરિયાકિનારે રહ્યાં, ત્યાં સુધીમાં મકાન તૈયાર થઈ ગયું. ચાર બ્લૉક ભાડે આપ્યા. બે બ્લોક અમે રાખ્યા. કુલ આઠ ઓરડામાં અદ્યતન ફર્નિચર વસાવ્યું. એક ભાડૂઆત ઘર દેરાસર સાથે આવ્યા. તેમને પ્રથમ અગ્રિમતા આપી. આથી મનમાં ભક્તિભાવ હતા તે સચવાઈ ગયા. થોડા વખતમાં નોકરો વિગેરે પણ સારી રીતે મળી ગયા. ભૌતિક રીતે લાગ્યું કે બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. પણ હાય ! કોણ જાણતું હતું મારી મંગલયાત્રા વિભાગ-૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ કે આ બધું ચાર દિવસના ચાંદરણા જેવું નીવડવાનું છે. સુખ કૂદકા મારતું હતું કે દુઃખ તરફ લઈ જતું હતું તે કુદરતનું ગૂઢ રહસ્ય હતું. ૧૯૪૭માં આમ તો શુભ મુહૂર્ત વાસ્તુપૂજન કરી નવા મકાનમાં રહેવા લાગ્યા. આખરે તો તે મુહૂર્ત ઠગારું નીવડ્યું. મુંબઈ રહેવા ગયા ત્યારે અતુલને નવ વર્ષ અને દક્ષાને ચાર વર્ષ પૂરાં થયાં હતાં. મુંબઈમાં ફેલોશીપ માધ્યમિક શાળામાં અતુલ અને દક્ષાનું ભણતર શરૂ કર્યું. અતુલનો સ્વભાવ મળતાવડો એટલે ગોઠવાઈ ગયો. દક્ષા સાથે બાઈ શાળાએ મોકલવી પડતી. બાઈ કલાસની બહાર બેસી રહેતી. જેવી રિસેસ પડે કે દક્ષા બાઈના ખોળામાં ગોઠવાઈ જાય. શરીર તંદુરસ્ત (જાડું), મુખ પર ભદ્રિકતા એટલે શાળાના સૌ શિક્ષકો પણ તેના ગાલ પર હાથ ફેરવી લેતા. વળી ભણવામાં કુશળ એટલે એક વર્ષ આગળ લેવામાં આવી. બાળકો સાથેની સુખદ ચર્યા : દક્ષા શરીરે હૃષ્ટપુષ્ટ એટલે વજન સારું હતું. છતાં સાંજે પપ્પા આવે, ગાડીનું હૉર્ન સાંભળે, દોડતી નીચે જાય. પપ્પાનું પાકીટ પોતે બગલમાં રાખે અને પપ્પા તેને તેડીને દાદરા ચઢે. માળામાં સૌ કહે, “આ જાડીને તેડીને ચઢતા હાંફી જશો ત્યારે તેઓ સસ્મિત જવાબ આપતા : જાડી તો વહાલી છે. ભાર લાગતો નથી. વળી ઉપર જઈને તે મારા પગ દબાવે છે.” કોઈવાર નીચેથી જ અતુલ સાથે થઈ જતો. ત્રણે બાજુમાં રમકડાંની દુકાને ઊપડી જાય, અને ઢગલો રમકડાં લઈને આવે. ઘાટીને પૂછું કે “કેમ કોઈ દેખાતું નથી ?” ઘાટી કહે, ““બાબાભાઈ અને બેબીબહેન શેઠ સાથે કંઈ ગયા છે.” આમ સાંસારિકપણે તેઓ બાળકો સાથે સુખદ જીવન માણતા હતા. સાંજે જમી પરવારીને નિરાંતે બેસે ત્યારે દક્ષા તેઓના પેટ પર ગોઠવાઈ જાય... જાણે તે ખોરાક પચાવવાની ક્રિયા હોય ! અતુલ બાજુ પર બેસીને તેઓના હાથની કોણીને પંપાળે. હું સામે બેઠી જોયા કરું. આમ મુંબઈમાં બે વર્ષ સુખમાં ક્યાંય પસાર થઈ ગયા. બાળકો થોડી વાર માળામાં મિત્રો સાથે રમવા જાય. પછી વળી થોડી વાર બાળકોને કંઈક રમાડીએ, હું વાર્તા કહું. બાળકો સૂઈ જાય. અમે કંઈક વાતો કરીએ. થોડી વાર ભાડૂઆત મિત્રને ત્યાં જઈએ. અગર થોડી વાર પાનાં વિભાગ-૪ ८४ મારી મંગલયાત્રા Page #92 -------------------------------------------------------------------------- ________________ રમીએ. સૂઈ જઈએ. આમ કંઈ ક્લેશ કે વિક્ષેપ વગર જીવન પાણીના રેલાની જેમ સુખમાં વહ્યું જતું હતું. વળી તેઓના શોખ પણ ભારે. મારે બજારમાં સાડીઓ જોવા મહદ્અંશે જવું ન પડે. અમરચંદકાકાની પુત્રી મંજુલાબહેન નવી સાડીઓ લાવે એટલે તેઓ મંગાવી લે. તે રીતે અલંકારો નવા નવા આવી જાય. અતુલ-દક્ષાને પણ દર ત્રણચાર માસે નવાં નવાં કપડાંના ઢગલા થાય. પોતે પણ તેવા જ ભારે કપડાં લાવે. બીજી પણ અનેક વસ્તુ ઘરમાં આવે. એ પ્રમાણે દાન જેવાં કાર્યો પણ કરે. આવી મસ્તીથી જીવતા હતા. મુંબઈમાં જગતશેઠની ઉજ્જવળ કારકિર્દી : ૧૯૪૭માં મુંબઈ ગયા પછી હ્યુજીસ રોડ પર મકાન લીધું અને ખાલી જગામાં બીજા ત્રણ માળ બાંધ્યા, અદ્યતન ફરનિચર વગેરે વસાવ્યું. વળી તેઓનો ધંધો સફળતાપૂર્વક વિકસતો હતો. વય નાની (૩૦/૩૧) પણ તે ક્ષેત્રે ભાગ્ય મોટું હતું ! અમદાવાદ લોખંડ એસોસિએશનના પ્રમુખ હતા. મુંબઈમાં એક વર્ષમાં સારી ખ્યાતિ મેળવી. ધન-સમૃદ્ધિમાં વધારો થયો. સાથે દાન-ધર્મ પણ રુચતો ગયો અને દાનનું સત્કાર્ય થતું રહેતું. વર્ષમાં એક વાર ખૂબ દબદબાથી હિલ સ્ટેશને એકાદ માસ જવું. નવી નવી વસ્તુઓ ખરીદવી. ઘણા પ્રકારના મોજશોખથી રહેવું. વર્ષમાં એકબે વાર યાત્રાએ જવું. ત્યાં પણ લક્ષ્મીનો સદ્વ્યય કરવો. જરૂરિયાતવાળાને ગુપ્ત રીતે સહાય કરવી, ઉત્સવ-મહોત્સવ કરવા. ધાર્મિક સંસ્થાઓમાં યોગદાન કરવું એટલે એ ક્ષેત્રમાં પણ સારી ખ્યાતિ મેળવી. અમદાવાદ કુલ સાતેક મકાનો હતાં. વળી મુંબઈનાં મકાનોનો વધારો થયો. આ સર્વ પરિસ્થિતિમાં મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્દભવતા કે આટલું બધું શા માટે ? વળી હવે ભાઈ ન હતા એટલે પેલા ગાંધી બાપુની હાકલ સંભળાતી. જો કે ૧૯૪૭માં આઝાદી મળી એટલે દેશની રૂપરેખા બદલાઈ ગઈ. ગાંધીબાપુ કહેતા, ““સૌ રચનાત્મક કામ કરો.” અને મને એ વાત રચતી. મુંબઈમાં મારી મૂંઝવણ : વળી મારા માટે મુંબઈમાં સમય પસાર કરવો તેની મૂંઝવણ હતી. નવું હતું એટલે મિત્રો નહિ, ત્યારે આજ જેવા ધર્મનાં મંડળો નહિ, ક્લબ જેવું જીવન તો પસંદ ન હતું. ઘરમાં નોકરો કામ કરે તે જોવા સિવાય કંઈ મારી મંગલયાત્રા વિભાગ-૪ ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ કામ ન હતું. કેટલું વાંચું? કેટલાં સામાયિક કરું? બન્ને બાળકો શાળાએ જતાં. તેઓ ઓફિસે જતાં ૧૧ થી ૪ સુધી સમય ખાવા ધાતો. એક દિવસ મેં કહ્યું, ““મને મુંબઈ ગમતું નથી, અમદાવાદ મારે એકલા રહેવું નથી. મારે ગાંધીજીની હાકલ પ્રમાણે કંઈ કામ કરવું છે. આ સાધનોથી ભરપૂર ઘરમાં મને તો મૂંઝવણ થાય છે. કોઈ ગરીબોનું કામ કરીએ તો આપણું જીવન સફળ થાય. કોઈને સુખ આપીએ, સુખ વધે.” મારી વય લગભગ ૨૭ વર્ષ જેવી. આ વિચાર થવા એ મારું પુણ્ય હતું. અગર જે ઘરમાં સોનાની થાળીમાં પ્રભુની પૂજા કરવાની, ચાંદીનાં પાત્રોમાં જમવાનું, ચાંદીની કુંડીમાં વાર-તહેવારે નહાવાનું, હીરા-સોનાના સેટ પહેરવાના, મોટા આરસના હૉલમાં અદ્યતન સોફાસેટમાં બેસવાનું, એરકંડિશન રૂમમાં સૂઈ જવાનું, યુવાની દીવાની જેવું હતું. પણ તે જવાની પણ હતી ને ! વળી બન્ને સાથે પ્રતિક્રમણ, સામાયિક, પ્રભુ-પૂજા કરતાં એટલે કંઈ મૂંઝવણનું કારણ ન હતું. પ્રથમ તેઓને ન સમજાયું કે મને આ સુખમાં મૂંઝવણ કેમ થાય છે ? એની પાછળ મારા મનમાં તો ઘણા વિકલ્પ હતા. આ માટે આપણે થોડાં વર્ષો પાછળ જોવું પડશે. કે ત્યારે શું શું બન્યું અને તેને મારા મન પર કેવા પ્રત્યાઘાતો પડ્યા હતા. પરોપકારની ભાવના સાથે એ પ્રસંગો પણ મારી આ મૂંઝવણનું આંશિક કારણ હતું. મારા પિયર પક્ષની આર્થિક નબળી પરિસ્થિતિનો મનમાં રંજ હતો. કોઈ વાર ઉકેલ સૂઝતો નહિ. બાપુજી : શેરબજારમાં ધન ગુમાવતા રહ્યા. એ ખોટ પૂરી કરવાનું શક્ય ન હતું. મારી પાસે અઢળક ધન હોય તોય મારી ગુંજાયશ રોજના નિર્વાહમાં સહાય કરવા જેટલી હોય. જો કે તે તો શારદાબાનાં ભાઈબહેન પણ નિભાવતા. સંતાનોને પણ રાખતા. છતાં દરેકની મર્યાદા રહેતી. બાપુજી મારી પાસે વિશેષ અપેક્ષા રાખે તે સ્વાભાવિક હતું. પણ મારી કેટલીક મર્યાદાઓ રહેતી તેથી બાપુજી નારાજ રહેતા. બહેન : તેમના પતિને નોકરી ન હોય. “તેઓએ' કોઈ જગાએ નોકરીમાં મૂક્યા પરંતુ તેમના ખટપટી સ્વભાવથી ત્યાં ટક્યા નહિ. શેરબજાર જતા, ગુમાવતા, લાવતા એમ કંઈક નભતું હતું. સંતાનપ્રાપ્તિની વૃદ્ધિ થતી રહેતી. તેમને ઘણી મદદ કરવી પડતી. તેથી દુઃખે દુઃખે નભતું હતું. તેથી મને દુઃખ થતું. વિભાગ-૪ મારી મંગલયાત્રા LE Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાઈ : મારાથી મોટા હતાં ગ્રેજયુએટ થઈ શક્યા નહિ એટલે નોકરીમાં તકલીફ થતી. બાપ-દાદાનો ધંધો નહિ. “તેઓએ” લોખંડના એસોસિએશનમાં મૂકી આપ્યા. પરંતુ લગ્ન થયેલાં, જુદા રહેલા, સંતાનપ્રાપ્તિ થતી રહી... આ કારણોથી તે પણ આર્થિક ભીંસમાં રહેતા એટલે મારી પાસે અપેક્ષા રાખતા. વળી સામાન્ય સહાય કરવાથી નભતું. બીજી બાજુ પોળમાં વડીલનો ઉપાશ્રય. અમારું કુટુંબ અગ્રગણ્ય ગણાય. પર્વોની આરાધનામાં પ્રભાવનાની; ઉત્સવની ભાવના થતી એટલે તેમાં ધનનો સદ્વ્યય થતો તેવું “તેઓને વડીલને લાગતું. અને તેઓ તે પ્રમાણે સત્કાર્યો કરતા. મારું સાસરું અને પિયર એક જ પોળમાં એટલે આ બધું સૌની નજરે પડતું, તેથી પણ સહાય માટે કોઈ વિકલ્પો તે સૌને ઊઠે તે બનવા જોગ હતું. ગમે તેટલી સંપત્તિ હોય તો પણ વડીલની હાજરી એટલે અમારી મર્યાદા રહેતી. અમે મુંબઈ સ્થળાંતર કર્યું ત્યારે ઉપરની હકીકતમાં કોઈ ફેર પડ્યો ન હતો તેની મને રંજ જરૂર રહેતો. પણ નાની વય, સ્ત્રી પ્રકૃતિની ઉદારતા ઓછી એટલે મારાથી વધુ કંઈ બનતું નહિ. જે કંઈ આશિક બનતું તેમાંથી કંઈ વળતું નહિ. દરેકની બધી જ જરૂરિયાત પૂરી થઈ શકતી નહિ. માનવજીવન કેવળ સુખ ભોગવવા માટે નથી : ઉપરનાં આ કારણોથી કે કોઈ પૂર્વના સંસ્કારથી ગમે તે કારણે તેઓના નિરંતર સહવાસ સિવાય, ખૂબ મોજશોખ, ખૂબ વસ્ત્રાલંકાર, ખૂબ સાધનસામગ્રી વિગેરેમાં સુખ તો લાગતું પણ લોલુપતા ન થતી. ક્યારેક વૈભવનો અહંકાર આવી જતો, પરન્તુ અન્ય સેવાનાં ક્ષેત્રોના કારણે તે વધુ વેગ ન પકડતો. તેઓના શાંત સરળ સ્વભાવ, ખૂબ પ્રેમભર્યા સહવાસમાં મને ક્યારેક સુખનું શિખર હોય તેવું લાગતું. છતાં ભૌતિક સુખ કેમ મૂંઝવતું હશે ? આમાં પૂર્વે જણાવેલાં ઘણાં કારણો સાથે મુખ્ય કારણ મને લાગતું કે આપણે સુખી છીએ. સમય છે તો તેનો ઉપયોગ કરવો. સવિશેષ માનવસેવાનાં કામ કરવાં, એવી એક ભાવના હૃદયમાં ભરેલી હતી. એક દિવસ સાંજે બેઠા હતા. મેં પૂછયું : ““આખો દિવસ વિશાળ ઘરમાં મારે શું કરવાનું !' “બાળકો છે, નવલકથાઓ વાંચો, સામાયિક કર.” એવા જવાબથી મારી મંગલયાત્રા વિભાગ-૪ ૭. Page #95 -------------------------------------------------------------------------- ________________ મને સંતોષ ન થયો. મારે તો ગાંધીજીએ કહ્યું છે તેવું કંઈ કામ કરવું છે. “માનવજીવન કેવળ સુખભોગ માટે નથી.” ગાંધીજી અને ધર્મ પણ આમ કહે છે કે માનવને માટે અવકાશ પરોપકાર કરવો તે કર્તવ્ય છે. તેઓ મારી વાતમાં સંમત થયા. તેમની પ્રકૃતિમાં વિરોધ કરવાનું હતું નહિ તેથી મને સરળતા રહી. સામાજિક ક્ષેત્રે માનવસેવાનું મંડાણ : સામાજિક સેવાના વિચારોને તેઓએ સહકાર આપ્યો. બીજે દિવસે અમારા વડીલ અમરચંદકાકાના ભાઈને ત્યાં ગયા. તેમની દીકરી સરલાબહેન, ગાંધીજીના કાર્યક્રમોમાં ભાગ લેતાં, તેમનો મને પરિચય કરાવ્યો. હું તેમની સાથે કામે લાગી. તે બહેન તો ખૂબ ભણેલાં. ચળવળમાં હિંમતપૂર્વક કામ કરેલું. તેમની પાસે હું તો ઘણી અણઆવડત જેવી લાગે. શાળાનું શિક્ષણ અલ્પ. પણ મારે તો કામ કરવું હતું એટલે મને તેનો સંકોચ ન થયો. તેમણે નક્કી કર્યા મુજબ તેમની સાથે ગઈ. એ હતી ચંદનવાડી ખારવા માછીમારોની ચાલ. ચારેય બાજુ માછલાં સૂકાતાં હોય તેની ગંધ. ઘરોમાં લસણના વઘાર થાય તેની ગંધ, અને તેમના જાજરૂ તો પાણીની અછતે ગંદકીથી ઊભરાય. આમ ગંધની ત્રિવેણી ખરી પણ અપવિત્ર સંગમના આરે મારે કામ કરવાનું હતું, કેમ થશે ? ઘરમાં એક રજકણનો કચરો ન દેખાય તેવી સ્વચ્છતા, બાથરૂમ તો આરસ કે અદ્યતન રંગબેરંગી ટાઇલ્સનાં. બે વચ્ચે એક જ બાથરૂમ વપરાય, તે પણ બે વાર ધોવાય. કાંદા-લસણ તો જોયેલા જ નહિ. અને આ વાતાવરણમાં બે-ત્રણ કલાક બેસવાનું. આપણું પાણી સાથે લઈ જઈએ તો પણ પીવાની ઇચ્છા ન થાય. છતાં મનમાં એમ હતું કે ગાંધીજીના આદર્શ પ્રમાણે કામ તો કરવું. વળી સરલાબહેન પણ સંપન્ન ઘરના જ હતાં. તે કામ કરે તો મારાથી કેમ ના થાય? પ્રથમ દિવસે ચાલીમાં ફરી, પ્રૌઢ શિક્ષણનું કામ કરવાનું અને સારા સંસ્કાર મળે તેવી વાતો કરવાની. ચાલીના સૌએ ખૂબ આવકાર આપ્યો. તેમની ઓરડીઓ સ્વચ્છ હતી. પણ તેમના શરીરમાં તેમના આહાર પ્રમાણે ગંધ આવતી ! મનમાં મૂંઝાઈ અને નક્કી કર્યું “હવે કાલે નહિ આવું.” પણ સરલાબહેનને ““ના” ન પાડી શકી રોજે મન “ “ના”' વિભાગ-૪ ૮૮ મારી મંગલયાત્રા Page #96 -------------------------------------------------------------------------- ________________ પાડતું, પણ બીજે દિવસે જતી. બાળકો શાળાએ જાય, તેઓ ઑફિસે જાય, ત્યારે બપોરે ૨ થી ૪ સુધી ચાલીમાં જતી, પછી તો તે સૌનો સભાવ, સરલાબહેનની પ્રેરણા, અને સેવાકાર્યની ભાવનાને કારણે લગભગ સાતઆઠ વર્ષ ત્યાં કાર્ય કર્યું. વચમાં સંયોગાધીને એક વર્ષ જઈ શકી ન હતી. સમયના સદુઉપયોગનો સંતોષ મળ્યો હતો. સરલાબહેનની હાર્દિક મિત્રતા : મુંબઈમાં અમારા વડીલ અમરચંદકાકા, તેમના ભાઈની સુપુત્રી તે સરલાબહેન. અમે મુંબઈની સફરે જતાં ત્યારે કાકાને ત્યાં રહેતાં, ત્યારે સરલાબહેનનો સામાન્ય પરિચય થયો. તેઓ ગાંધીજીએ ચીંધેલા રચનાત્મક કાર્યમાં જોડાયેલા. સરળ સ્વભાવ, સેવાભાવ, કાર્યકુશળતા સાથે એમ.એ. સુધીનો અભ્યાસ પણ ખરો, હજી કુંવારા હતા. સરલાબહેનનો પરિચય એ સમયે મારે માટે ખૂબ જ ઉપયોગી અને આશ્વસ્ત હતો. કારણ કે ૧૯૪૮માં સરલાબહેન સાથે મેં સેવાકાર્ય શરૂ કર્યું અને ૧૯૪૯માં તેઓએ ચિરવિદાય લીધી. ત્યારે મિત્રની જેમ સરલાબહેન ઘણો સાથ આપતાં. બાળકો સાથે ખૂબ જ પ્રેમથી ભળી જતાં. એટલે કુટુંબના સભ્ય જ હતા. હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા સમયે સરહદ પર કટોકટી ઊભી થઈ ત્યારે સ્ત્રીઓની ખૂબ હાલાકી થઈ હતી. ત્યારે તે વિસ્તારમાં તેઓ સેવા આપવા ગયા હતા. ત્યાં કષ્ટ પણ સહેવું પડ્યું. સંપન્ન ઘરમાં ઊછરેલાં છતાં સેવાભાવથી વરેલાં હતાં. આમ તે સમયે આવા સેવાકાર્યમાં ઓતપ્રોત રહેતાં. ત્યાર પછી તેમણે ચંદનવાડી ખારવાની ચાલીમાં સ્થાયી રચનાત્મક કાર્ય શરૂ કર્યું જે અગાઉ જણાવ્યું છે. હું તેમનામાંથી પ્રેરણા લઈને એ કાર્યમાં ટકી હતી. અતુલ-દક્ષા તો તેમની સાથે ખૂબ જ હળી ગયેલાં. તેના પરિણામે સરલાબહેન બાળકોને ટ્યૂશન આપતાં. તેઓ કહેતાં મને નાણાંની જરૂર છે તેમ નહિ. પોતે કુંવારા હતાં. એટલે એમ કે મારામાં શક્તિ છે તો હું સ્વાવલંબી થાઉં. આમ સમજી તેઓ ટ્યૂશન લેતાં થયા હતાં. અતુલદક્ષાને પણ તે ખૂબ અનુકૂળ હતું. તેઓ સરલાબહેનને ખૂબ આવકારતાં. હું કોઈ હરવા-ફરવાના સ્થળે જતી નહિ. એટલે બાળકો સરલાબહેન સાથે કાશ્મીર પણ ગયાં હતાં. મારી મંગલયાત્રા ૮૯ વિભાગ-૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ સેવાકાર્યના ફોત્રમાં તેમને માર્કડભાઈ ઠાકોરનો પરિચય થયો હતો. તે થોડા વર્ષે પ્રણયમાં પરિણમ્યો. એક બાજુ સેવાકાર્યનો રસ અને બીજી બાજુ માનવીય પ્રકૃતિ. છેવટે લગભગ પાંત્રીસથી પણ વધુ વયે પહોંચ્યા પછી લગ્નજીવન સ્વીકાર્યું. એટલે જીવનપદ્ધતિ બદલાઈ. થોડી જવાબદારી પણ ખરી. એટલે અમારે ત્યાં આવવાનું ઓછું બનતું. આથી અતુલદક્ષાને પ્રારંભમાં દુઃખ લાગતું. તેઓ બંને માનવપ્રેમી હતાં. તેથી જાણે તેમના વગર સૂનું લાગતું પણ ટેવાઈ ગયાં. પછી તો માર્કડભાઈ સાથે અમારો પરિચય વૃદ્ધિ પામ્યો. અમારાં કામોમાં તે સહાયક થતા. બાળકોને પણ તેમની સાથે ગમતું. વળી સરલાબહેને પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેનું નામ શીવાની છે. ૧૯૫૬માં અમે અમદાવાદ સ્થળાંતર કર્યું. મારી જેમ સરલાબહેનના જીવનમાં અધ્યાત્મભાવના જાગી. તેઓએ ચંદનવાડીનું કામ અલ્પ કર્યું અને સત્સંગમાં વધુ સમય ગાળવા લાગ્યા. સવિશેષ તેમનો દિગંબર સંસ્કાર હોવાથી તેમના સ્વાધ્યાયી વિગેરે એ પ્રણાલીનાં હતા. પરંતુ તત્ત્વ- જિજ્ઞાસાને કારણે તેઓ ધ્યાન જેવી પદ્ધતિઓ યોગ્ય લાગે તેમાં ઉત્સાહથી જોડાઈ જતાં. આથી આમ અમે પાછળના સમયમાં સત્સંગી મિત્રો થઈ ગયાં હતાં. છતાં ગૃહસંસારની ગૂંચો તો આવતી હતી. જ્યારે તેઓ મૂંઝાઈ જતા, ત્યારે અમદાવાદ આવીને પંદરવીસ દિવસ રહી જતા. તેમની સાથે અમારો પારિવારિક સંબંધ પણ ઘણો લાંબો સમય રહ્યો અર્થાત ત્રણ પેઢી સુધી રહ્યો. અમે લગભગ સમવયસ્ક હતા. ૧૯૯૯માં હું અમેરિકા હતી. સરલાબહેનને એકાદ વરસથી શારીરિક નબળાઈ, કંઈક તકલીફો શરૂ થઈ હતી. તેમાં કિડનીને કંઈ તકલીફ થઈ અને પંદરેક દિવસની માંદગી ભોગવી તેઓ ચિરવિદાય થયાં. અમે બંને સુખદુઃખનાં સાથી હતાં તે પ્રસંગોની યાદ હજી પણ સ્મૃતિમાં છે. તેથી આ લખવા પ્રેરાઈ છું. કુદરતના ખોળે સૌંદર્યનો આનંદ : ભાઈ હતા ત્યારે તેમની નાજુક તબિયતને કારણે અમે ક્યાંય ફરવા જતા નહિ, જોકે ત્યારે એ પ્રણાલી પણ ઓછી હતી. વળી અમે વર્ષમાં એક વાર યાત્રાએ અને એક વાર દરિયાકિનારે સૌ સાથે જ જતાં, એટલે અન્ય પ્રયોજન રહેતું નહિ. વિભાગ-૪ મારી મંગલયાત્રા O Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૩માં ભાઈનું અવસાન થયું. ૧૯૪૪માં દક્ષાનો જન્મ થયો. તે એક વર્ષની થઈ ત્યારે ૧૯૪૫માં અમે અમારા મિત્ર શ્રી હીરાલાલ ભગવતીના કુટુંબ સાથે કાશમીર ગયાં. ત્યારે અમારે આહારના કેટલાક નિયમ હતા. વળી તેમનાં બે અને અમારાં બે એમ ચાર બાળકોની સગવડ સચવાય એટલે રસોઈયો અને નોકર સાથે લઈ ગયા હતા. ત્રણેક સપ્તાહ ત્યાં હાઉસ બોટમાં રહ્યાં, અન્યત્ર ફર્યા. તેઓના શોખ પ્રમાણે સારી એવી ખરીદી પણ કરેલી. ત્યારે ત્યાં હાલ જેવી સગવડો ન હતી. અને ઠંડી તો ઘણી જ છતાં યુવાની હતી એટલે સહ્ય હતું. આનંદપૂર્વક સફર થઈ હતી. કાશ્મીરના સૌંદર્ય ને કારણે પચાસ વર્ષ પહેલાં સૌંદર્યરસિયા શ્રીનગરને સ્વર્ગ કહેતા. અહીંનાં સ્થળો લીલાછમ પ્રદેશને કારણે અતિ રળિયામણા લાગતા. હિમગિરિની હારમાળાનું સૂર્યના તેજમાં ચમકતું સૌંદર્ય ઘડીભર જોવા જેવું જણાતું. જોકે મારી પ્રકૃતિમાં આવાં સ્થળોમાં, બોટમાં ફરવું વિગેરેનો ઘણો રસ ન હતો. તેથી કોઈ વાર દક્ષાને લઈને નિવાસે જ રહેતી. થોડું ગમતું ત્યારે વળી સૌની સાથે સૌંદર્યને જોવામાં આનંદ લેતી. બજારમાં પણ ઓછું જવાનું બનતું. તેઓ પોતે ઘણું ખરીદીને લાવતા એટલે ખાસ પ્રયોજન રહેતું નહિ. પૂરો એક માસ કુદરતના ખોળે આરામથી અને આનંદથી રહ્યા. પુનઃ જવાનું બન્યું નથી, ઈચ્છયું નથી. ત્યાર પછી મુંબઈ નિવાસ થયો ત્યારે માળાના જ ભાડૂઆત રમણભાઈ વસુબહેનના કુટુંબ સાથે ૧૯૪૮માં ઉટાકામંડ બાજુ ગયા હતા. ત્યારે પણ રસોઇયા ઘાટીને લઈને ગયા હતા. ત્યાં ફરવા માટે અગાઉથી શેવરોલેટ ગાડીમાં માણસો મોકલ્યા હતા. આહારનો શોખ એટલે ઘણી વસ્તુઓ ગાડીમાં મૂકી હતી. ત્યારે પણ પંદરવીસ દિવસ મજા માણી આનંદથી પાછા ફર્યા. - ઉટી જતાં વચમાં એકબે સ્થળોની મદ્રાસ-બેંગલોરની યાત્રા ગોઠવી હતી. ત્યાં દેવદર્શનનો લાભ મળ્યો હતો. ખરીદીનો પણ ઘણો લાભ લીધો હતો. આમ તેઓનું માનસ મોજશોખ પ્રત્યે ઝૂકતું. પણ સાથે ધર્મના સંસ્કાર હોવાથી ક્યાંય આહારમાં દૂષણ લાગવા ન દેતા, મુસાફરીમાં પણ તપનો દિવસ આવે તો ઉપવાસ કરી લેતા. આથી કંઈક ભાવનાઓ જળવાતી, યદ્યપિ યુવાનીમાં સંપન્નતા પ્રમાણે જીવન મોજીલું હતું. મારી મંગલયાત્રા વિભાગ-૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉટાકામંડનો વિસ્તાર રળિયામણો છે. છતાં કાશ્મીર જેટલું ન ગણાય. પરંતુ સહેલાણીઓ માટે આનંદપ્રમોદ મળી રહે તેવું છે. એક પ્રકારની ભૌતિક નિવૃત્તિનો એ આનંદ હતો. પુનઃ કેટલાક સત્સંગી-સહેલાણીઓ સાથે ૧૯૮૮માં ઉટી બાજુ જવાનું બન્યું હતું. ત્યારે મદ્રાસ વિગેરે સ્થળોની યાત્રાનો ભાવ હતો. જોકે બહુ યાત્રા જેવું બન્યું નહિ. આથી જ્યારે સૌ ફરવા નીકળતા કે સરોવર જેવા પાણીના પ્રવાહમાં સહેલગાહે નીકળતા ત્યારે નિવાસેહોટેલમાં સામાયિક વાંચન કરતી. એક વાર એવા સરોવરને પા૨ે બેઠી હતી. દૂર સુધી ગીચ જંગલ હતું. દૂર નજર નાંખી અને જોતી હતી કે ભગવાન આવા જ વનમાં રાત્રિદિવસ નિર્ભયપણે ગાળતા હતા અને તે દૃશ્યથી હૃદય ભાવભીનું થઈ જતું. આ સરોવર વીસ માઈલના વિસ્તારવાળું હતું. પ્રથમ દિવસે ઉટીમાં મિત્રોને પૂછ્યું અહીં દેરાસર હશે ? સૌ કહે નથી. સૌ બજાર વિગેરે ફરવા ગયા હતા. હું હોટેલના ઓરડામાં સામાયિક કરતી હતી. મને ભાવમાં દેરાસર દેખાય. સામાયિક પૂરા કરી બહાર નીકળી હોટેલના મૅનેજરને પૂછ્યું. દેરાસ૨માં ન સમજ એટલે કહે ‘જૈન મંદિર હૈ.’ અને સાંજે મિત્રોને વાત કરી બીજે દિવસે દેરાસર પહોંચ્યા ત્યાં પૂજા કરી. બજારના જૈન વ્યાપારી તેમના નિવાસે લઈ ગયા અને આદરપૂર્વક પ્રીતિભોજન કરાવ્યું. ઘણા દિવસે પ્રભુનો સ્પર્શ મળ્યો. મારું હૃદય પ્રસન્ન થઈ ઊઠયું હતું. સ્વપ્નની જેમ બે વરસ પસાર થયાં. સમય જલ્દી પૂરો ક્યારે થાય અને લાંબો ક્યારે લાગે તે માનવના મનની અંતર પરિસ્થિતિ અને બાહ્ય સંયોગો પર આધારિત છે. ઘડિયાળના કાંટા તો એના એ જ ફરે છે. કૅલેન્ડરનાં પાનાં પણ ફરતાં રહે છે. માનવનું મન લોલકની જેમ લટક્યા કરે છે. અમદાવાદમાં કૌટુમ્બિક જીવનની કેટલીક ઘટનાઓથી સંઘર્ષ પેદા થતો, કેટલાક સામાજિક બંધનો પણ ખરાં, મુંબઈમાં તો તદન સ્વતંત્ર જીવન. કંઈ અંતરાય નહિ. સૌની તંદુરસ્તી પણ ખરી. વળી ધર્મભાવનાના કારણે પણ આંતરિક આનંદ જે સાંસારિક પુણ્યયોગ સાથે જોડાયેલો હતો. જીવન એક સંવાદિતાથી વહ્યું જતું હતું. રાત્રિદિવસ આંખની પલકમાં પસાર થતાં એવું લાગતું. વિભાગ-૪ ૯૨ મારી મંગલયાત્રા Page #100 -------------------------------------------------------------------------- ________________ વળી સંતાનો સાથે અમારું જીવન પણ સુખરૂપ હતું. અમારી ચર્યા સુંદર રીતે ચાલતી હતી. મકાનમાં બીજા ભાડૂઆત હતા. તેમાં એક કુટુંબ પોતાની સાથે દેરાસર પણ લાવ્યા હતા. સવારે પાંચ વાગે ઊઠી અમે સામે જ હંગિંગ ગાર્ડનમાં ફરવા જતાં. છ વાગે આવી પ્રતિક્રમણ કે સામાયિક સાથે કરતાં. પછી બાળકોને ઉઠાડી, સાથે નવકારશી કરતાં. સ્નાનાદિથી પરવારી સાથે સેવા-પૂજા કરતાં. રવિવાર હોય તો સાથે દર્શન કરવા જતાં. ૯ થી ૧૦ બાળકોને શિક્ષક ભણાવે અમે વળી કંઈ વાંચન કે સામાયિક કરીએ. પછી તેઓ અને બાળકો જમી લે. તેઓ ઑફિસે જાય, બાળકો શાળાએ જાય. હું ઘરમાં એકલી પડું. નોકર, રસોઇયો અને બાઈ હતાં. એટલે મારે કંઈ કરવાનું નહિ. નોવેલ વાંચું. ધાર્મિક વાંચું... પણ કેટલા કલાક થઈ શકે ? એટલે મૂંઝાતી કે ક્યારે સાંજ પડે ? ચાર વાગે બાળકો આવે; તેઓ છસાત વાગે આવે. વળી પાછો ઉલ્લાસ આવે. મુંબઈમાં હજી અમને બહુ પરિચય ન હતો એટલે બહાર જવાનું ન હોય પરંતુ અમને બાળકો સાથે ઘરમાં પણ આનંદ હતો. વળી કોઈ વાર બીઝીક પાનાં રમીએ. કોઈ વાર ભાડૂઆત મિત્રો સાથે બેસતાં, બાળકો ત્યાં રમતાં. ઘરમાં કોઈની કંઈ રોકટોક ન હતી એટલે કંઈ પણ અંતરાય વગર દિવસો સુખચેનમાં પૂરા થતા. પૂ. શ્રી કાનજીસ્વામીનો બોધ : | મુંબઈ અમારા એક ભાગીદાર, કાળીદાસકાકા, સોનગઢના મહાન સંત શ્રી કાનજીસ્વામીના ભક્ત હતા. ઈ.સ. ૧૯૪૯ની શરૂઆતમાં પૂ. સ્વામી મુંબઈ પધાર્યા હતા. કાકા અમને વ્યાખ્યાનમાં લઈ જવા બહુ આગ્રહ કરે. હું શ્વેતાંબર સંપ્રદાયના સાધુ-આચાર્યોના વ્યાખ્યાનની પ્રધાનતા ધરાવતી. તેવા અભ્યાસથી ટેવાયેલી એટલે મને ખાસ રૂચિ ન થતી. એક વાર નજીકમાં વ્યાખ્યાન હતું. કાકા કહે તમે ચાલો, પછી અનુકૂળ ના પડે તો ના આવશો. તેઓ કહે ચાલો, એમાં કંઈ વાંધો નથી. મને ધર્મ કાર્યમાં ખાસ વિરોધ કરવાની ટેવ નહિ, એટલે અમે ગયા. પૂ. સ્વામીની વાણીની મધુરતા, મુખ પર સંયમ-પવિત્રતાનો ઘણો પ્રભાવ. તેમના પ્રત્યેની ભક્તિથી શ્રોતાજનોમાં ભાવવિભોરતાનું વાતાવરણ. કાકાએ અમારી બેઠકની વ્યવસ્થા પણ સુંદર રીતે કરી હતી. પૂ. સ્વામીજીનું વ્યાખ્યાન દિગંબર શૈલીનું સવિશેષ તાત્ત્વિક હતું. મારી મંગલયાત્રા વિભાગ-૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન દઈને સાંભળતી હતી, આ પદ્ધતિ કે તાત્ત્વિક શબ્દોનો મહાવરો નહિ. તેથી ખાસ સમજાયું નહિ. પરંતુ પૂ. સ્વામીજીની વાણી એવી હતી કે શ્રવણપ્રિય લાગતું. વાતાવરણમાં બેસવું ગમ્યું અને સાંભળ્યું કે “સમ્યગ્દર્શન વગરનાં તપ, જપ, પૂજા, અનુષ્ઠાનો નિરર્થક છે. ભલે પુણ્ય બંધાય પણ સંસારનું પરિભ્રમણ સમાપ્ત ન થાય. એ પુણ્ય પણ પાપ છે.” મારા કાન એકદમ ચમક્યા. થોડી વાર પછી પુનઃ બોલ્યા: “કંઈ સમજાણું? “સમ્યગ્દર્શન વગર બધું જ વ્યર્થ.” પૂરા વ્યાખ્યાનમાં આટલું બરાબર સ્મરણમાં રહ્યું. પણ એ પ્રણાલીથી બિલકુલ અજાણ. એટલે પ્રથમ લાગ્યું કે આવું કંઈ હોય? અમે તો કેવા ભાવથી ધર્મ કરીએ છીએ, તે કંઈ વ્યર્થ હોય? આમાં આપણું કામ નહિ. પુણ્ય પણ પાપ ? તેઓ તો ભદ્રિક જીવ. આનંદ આવ્યો એટલું કરીને ખુશમિજાજમાં ઘરે આવ્યા. રવિવાર હતો. થોડી વારે એ જ વાત પૂછું કે આપણે ધર્મ કરીએ છીએ તે બધું વ્યર્થ એવું કંઈ હોય ? સમ્યગ્દર્શન શબ્દ ખાસ સાંભળ્યો કે વાંચેલો નહિ અને કથંચિત શ્રવણમાં આવ્યો હોય તો લક્ષ્ય નહિ. પુણ્ય લઈને આવ્યા છો, પુણ્ય કરો. આટલો ધર્મ સમજાયો હતો. અને નિશ્ચિત મને એ બધું થતું હતું. પરંતુ હવે વિચારમાં મોટો ઊહાપોહ જાગ્યો. જ્યારે નિરાંતે બેસીએ, ત્યારે આ જ મારો પ્રશ્ન : “શું આપણે કરીએ છીએ, તે બધું વ્યર્થ ?' સરળ ચિત્તે તેઓ કહે : “જો, મને આમાં સમજ ન પડે, કાકા આવે ત્યારે પૂછજે.” બેત્રણ દિવસ પછી કાકા આવ્યા. તેઓ કહે, ““આને ભારે અજંપો થયો છે. તમે સમજાવો.” મે કહ્યું: “સ્વામીજી કહેતા હતા કે સમ્યગુદર્શન વિના બધું વ્યર્થ. જુઓ, અમે તો કેવા ઉત્તમ દ્રવ્યથી, ઉત્તમ ભાવથી સેવા, સામાયિક, જાત્રા વિગેરે કરીએ છીએ. અમારા મહારાજજી તો કહે છે કે સારું કરો છો ! અને પૂ. સ્વામી કહે છે “બધું વ્યર્થ”! આ કંઈ સમજાતું નથી.” કાકા કહે મહારાજજી તમારી ભૂમિકાએ સારું કહે પણ સિદ્ધાંતથી તો પૂ. સ્વામી કહે છે તેમ જ છે. તમારે વધુ જાણવું હોય તો એક પંડિતજી છે તે તમને આ બધું સમજાવશે. મને એ રચ્યું. તેઓને કંઈ પ્રશ્ન ન હતો, પૂરો સહયોગ હતો. અને બીજે દિવસે વિભાગ-૪ મારી મંગલયાત્રા ૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ કાકા પંડિત શ્રી ચીમનલાલ, જે દિગંબર શાસ્ત્રમાં પારંગત હતા તેઓને લઈ આવ્યા. તેમને આદરસહ યોગ્ય આસન આપી, અમે બન્ને સામે બેઠા. તેઓએ જૈન સૈદ્ધાંતિક પ્રવેશિકાથી અભ્યાસ શરૂ કરાવ્યો. જોકે તે પદ્ધતિનો અભ્યાસ કરેલો નહિ એટલે પ્રારંભમાં કઠણ લાગ્યું. તેઓ સાથે બેસતા સમજણ ન પડે પણ શ્રદ્ધા રાખતા. પૂ. શ્રી કાનજીસ્વામીનો અલ્પકાલીન નિશ્રાનો યોગ : શ્રી કાળીદાસભાઈ પાસેથી સાંભળેલું કે શ્રી કાનજીસ્વામી અધ્યાત્મક્ષેત્રે મહાન વિભૂતિ છે. તેઓએ કેવળ બાહ્યક્રિયામાં જ ધર્મ માનતા જીવોને જાગ્રત કર્યા છે. તેઓએ સ્થાનકવાસી સમાજમાં દીક્ષા લીધેલી. પરંતુ શ્રીમદ્ રાજચંદ્રની શ્રી આત્મસિદ્ધિ, અપૂર્વઅવસર જેવા ગૂઢાર્થવાળાં પદોથી ખૂબ પ્રભાવિત થયા. સ્વયં મેધાવી, સૂક્ષ્મદષ્ટિવાળા, તત્ત્વચિંતક તો હતા જ. તેમાં વળી દિગંબર આમ્નાયનો સમયસારજી ગ્રંથનો અભ્યાસ કરતાં તેમની આંતરિક અવસ્થા પલટાઈ ગઈ. તેઓ સંપ્રદાયના કોચલામાં રહી ન શક્યા. તેઓનો જગતમાં જીવો સાથે એક જ પડકાર હતો. “તારા ત્રિકાળી ધ્રુવ પરમશુદ્ધાત્માને જાણ, તેનો બોધ પામ, તે પ્રત્યે દૃષ્ટિ લઈ જા. આ સઘળી બહારની કડાકૂટ મૂકે. તું બહારમાં કંઈ કરી શક્તો નથી. પુણ્યપાપના ભાવ પણ તારા નથી. તું તો કેવળ શુદ્ધાત્મા જ છું. નિશ્ચયનયની દ્રવ્યદૃષ્ટિની મુખ્યતાથી તેઓ ઉપદેશ આપતા. સમ્યગ્દર્શન માટે તેઓ અત્યંત ભાર આપતા. તે સિવાય કરેલા બધા તપાદિ વ્યર્થ છે.” જોકે મને આમાં કંઈ સમજાતું નહિ છતાં તેમની વાણીની મીઠાશ, વ્યાખ્યાનની તેજસ્વિતા, તેમની પવિત્રતા મને સ્પર્શી ગઈ. આથી એક વાર કાકા સાથે અમે સોનગઢ બેત્રણ દિવસ માટે ગયાં. અમને પૂ.શ્રીએ બે દિવસ થોડો સમય આપી સ્વભાવધર્મનો બોધ આપ્યો. મને ત્યારે ખૂબ જ ભાવના ઊઠી હતી કે પૂ.શ્રીનો બોધ સાચો છે. તેઓ ભદ્રિક હતા તેથી પ્રસન્ન થઈ ગયા પૂ.શ્રી કહે : “બાઈ કુશળ છે, એટલે માર્ગ પકડી લેશે. ભાઈ ભદ્રિક છે એટલે માર્ગ પકડી લેશે. બંને જીવો રૂડા છે.” વળી કાકા સાથે વિચાર કરી અમે ત્યાં બે ઓરડા રખાવ્યા. જેથી થોડા દિવસે રહેવા આવી શકાય. મુંબઈ આવી પંડિતની પાસે અભ્યાસ ચાલુ કર્યો ત્યાર પછી સંયોગો બદલાઈ ગયા. વળી કાકા ભાગીદારીથી છૂટા થયા. તેઓનો સંપર્ક ઓછો થયો. એમ આ યોગ ત્યાં જ અટકી ગયો. યદ્યપિ મને પૂ.શ્રી પ્રત્યે આદરભાવ તો રહ્યો જ છે. મારી મંગલયાત્રા ૯૫ વિભાગ-૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રીનો બોધ સાંભળ્યા પછી અમે મુંબઈ આવ્યાં. મારા મનમાં બોધનો રણકાર ગુંજતો હતો. મેં તેઓને કહ્યું કે તમને સહેલાઈથી ધનપ્રાપ્તિની વૃદ્ધિ થાય છે તેમ ભૌતિક સુખસામગ્રી વધે છે. અને પૂ.શ્રી તો કહેતા કે જ્યાં સુધી ભૌતિક સુખનો રાગ ન છૂટે ત્યાં સુધી સભ્યોધ ન થાય. માટે હવે કંઈ મર્યાદા કરવી જોઈએ. વળી આ રીતે સહેલાઈથી મળતાં નાણાંથી આપણી ભૌતિકતા કેટલી વધી છે. જોકે કાકા પણ તેઓની સાથે ભાગીદારીમાં જ હતા. તેઓ આ વાત સાંભળીને વિચાર કરતા થયા હતા. ત્યાં તો આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. હાલ તેમનું સાહિત્ય અને પ્રવચનો પણ વાંચું છું. તેમાં યથાશક્તિ ગ્રહણ કરું છું. પરંતુ કેવળ દ્રવ્યદૃષ્ટિની મુખ્યતા અને આચારની ગૌણતા એ મારા ભાવમાં બેસતું નથી તેથી વિશેષ પરિચય રાખ્યો નથી. વળી એ ક્ષેત્રે સાધુસંતોનો સમાગમ પણ ન મળે. આમ એ ક્ષેત્ર છૂટી ગયું. જોકે અભ્યાસ દ્વારા દ્રવ્યદૃષ્ટિની સમજ તો કેળવી છે. હાલ મને શ્રી ગોકુળભાઈનું માર્ગદર્શન મળી રહે છે. અને સમજાયું પણ છે કે તત્ત્વદૃષ્ટિ, દ્રવ્યદૃષ્ટિ, કે સ્વરૂપલક્ષ વગર સમ્વ સાધ્ય નથી તો મુક્તિ તો ક્યાંથી મળે ? આથી તેમના બોધથી મને સમ્યક્ પ્રાપ્તિની ઝંખના લાગી, તે પૂ.શ્રીનું ઋણ છે. નિશ્ચય રાખી લક્ષ્યમાં જે આદરે વ્યવહારો જી તે પુણ્યવંત પામશે, ભવથી પારો જી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી હવે તો પૂ. ઉપાધ્યાયજીના જ્ઞાનસાર જેવા ગ્રંથો વાંચી, પૂ. સ્વામીજીની વાત અપેક્ષાએ સમજાઈ છે કે નિશ્ચયદૃષ્ટિ વગર વ્યવહારધર્મનું મૂલ્ય નથી. પરંતુ જે વ્યવહારમાં નિષ્ણાત થયો નથી અને નિશ્ચયને જાણવાને ઇચ્છે છે એટલે કે જેણે વ્યવહારનયથી બનાવેલી ક્રિયાઓ જીવનમાં આચરીને પચાવી નથી અને નિશ્ચયનય મુજબની આત્મામાં લીન બનવાની વાતને અપનાવે છે, તે તળાવમાં તરવાને અસમર્થ હોવા છતાં સાગરને તરવાની ઇચ્છા કરનાર જેવો મહામૂર્ખ છે. પહેલાં વ્યવહારનયને જીવનમાં પચાવો, તેનું પાચન એ જ નિશ્ચયનયમાં લીન બનવાની ભૂમિકા છે. મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી વિભાગ-૪ ૯૬ મારી મંગલયાત્રા Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વર્ષ ૨૬ વર્ષ ૨૮ વર્ષ Page #105 -------------------------------------------------------------------------- ________________ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૧વ્યની વિષમ દુર્ઘટના વયમર્યાદા-૨૮ * ૧૯૪૯માં ઓગષ્ટની ૧૯મીએ કાળની ફાળ * સુખ સંપન્નતા ચાર દિવસના ચાંદરણા જેવી થઈ પરિણામે વૈધવ્યની વિષમ દુર્ઘટના હું સ્વયં સર્વસ્થાનથી બાકાત થઈ, બાળકોની પણ દીન દશા * મનની અસર તન પર પડી - લમીબા હતા પણ લક્ષ્મીજીએ પગ કર્યા * નિર્મળાબહેન-ભરતભાઈ સાથે કર્મગ્રંથનો અભ્યાસ * શ્રી પરમાનંદભાઈનો પરિચય શ્રી જે. કૃષ્ણમૂર્તિનું દૂરથી દર્શન * પ્રજ્ઞાચક્ષુ પૂ. પંડિતની સુખલાલજી મારે આંગણે * સંત કેદારનાથજીનો સમાગમ * લક્ષ્મીબાએ હાઈકોર્ટના દરવાજા બતાવ્યા “ના મારા તન રૂપ કાંતિ યુવતિ, ના પુત્ર કે ભ્રાત ના ના મારા ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના ના મારા ધન ધામ યવન ધરા, એ, મોહ અજ્ઞત્વના રે રે જીવ વિચાર એમજ સદો અન્યત્વદી ભાવના.'', I પિક / To શ્રીમદ રાજચંદ્ર ‘‘સુખદુ:ખ સરજયા જાણી રે આપદ સંપદ હોય, લીલા દેખી પરતણી કરી રોજ મ ધરજો કોઈ રે પ્રાણી, મન ના આણો વિખવાદ આતો કર્મતણો પ્રસાદરે.” Page #107 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળા (મુખપત્ર) તેઓશ્રીની ફરતા ફોનની જેમ ફરતી પાઠશાળા છે. તેમાં સવિશેષ ઉત્તમ પાત્રોને શાસ્ત્રોમાંથી શોધીને પાઠશાળાને પાને ચઢાવે છે. તે ઘણા પ્રેરક હોય છે. તેવું એક પાત્ર ઉજમફઈ. ભાવનગરના ગર્ભશ્રીમંતની દીકરી ઉજમ, લગ્ન લેવાયા. પિતાએ કરિયાવરમાં અઢળક સામગ્રી આપવા તૈયાર કરી. પણ આ ઉજમનો તેમાં કંઈ પ્રતિસાદ નહિ ! પિતાને લાગ્યું કંઈ ઓછું પડયું છે ? ઉજમ કહે ‘ના મારે તો ગિરિરાજ પર પ્રભુમંદિર જોઈએ.’ અને આપણે નવટુંકમાં દર્શન કરીએ છીએ તે ‘ઉજમફોઈની ટૂંક’નું નિર્માણ થયું. સમય થતાં ઉજમના લગ્ન થયા ત્યારપછી ભાઈ સાથે ઉજમ પાલીતાણા નવાણુ કરવા ગયા. અમદાવાદ પતિ અકાળે અવસાન પામ્યા. પાલીતાણા ખબર આવ્યા. ભાઈએ અમદાવાદ જવાની તૈયારી કરી. ઉજમફોઈ કહે ‘ભાઈ બન્યું તે ફરનાર નથી આપણે ભગવાનની ભક્તિ છોડીને શું પામશું ? માટે અમદાવાદ જવું નથી.” ત્યાર પછી ક્રમ પ્રમાણે નવ્વાણુ યાત્રા પૂરી કરી ઉજમ ફોઈ સમતાભાવે અમદાવાદ પહોંચ્યા. અંદરનો આત્મા જાગી ગયો હતો. વૈરાગ્યના વહેણ વહેતા હતા. પછી પૂરી જીંદગી ઉજમ ફોઈએ આત્મારાધનામાં ગાળી. ઓ સંજ્ઞા ત્યજી લોકસંજ્ઞા ત્યજી યોગદષ્ટિ પામ્યા. નામ અમર બન્યું. ગિરિરાજ સાથે ઉજમફોઈની ટૂંક રહેશે. સૌ જીવો આ પ્રેરણા પામીને ધન્ય બનીએ, વૈધવ્યના દુઃખનો કડવો ઘૂંટડો ભક્તિના અમૃતમાં પરિવર્તિત કરી આત્મધર્મ માણ્યો. - પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી Page #108 -------------------------------------------------------------------------- ________________ કર્મની ગતિ ન્યારી છે ? ૧૯૪૭થી અમે મુંબઈ સ્થાયી થયા હતા. પરંતુ અમે દિવાળી મુંબઈ કરતા, અને શ્રી પર્યુષણ અમદાવાદ કરતા હતા. કારણ કે પોળમાં અમારા વડીલ સ્થાપિત ઉપાશ્રય હતો, તેથી સ્વપ્નદર્શનના ચઢાવા વિગેરે ઉત્સવમાં અમને ઉલ્લાસ રહેતો. આથી અમે ૧૬મી ઓગસ્ટના રોજ નીકળીને અમદાવાદ જવાની સઘળી તૈયારી કરી લીધી હતી. વળી તપ વિગેરે કરવામાં પણ અમદાવાદ સારા ભાવ થતા. મુંબઈમાં ૧૯૪૯ની સાલ, આઝાદીને બે વર્ષ પૂરાં થયાં હતાં. ભારતમાં ૧૫મી ઓગસ્ટ ઊજવાઈ. અમે પણ મકાનને લાઈટ અને ધ્વજથી શણગાર્યું. પર્યુષણની આરાધના માટે અમદાવાદ જવા ૧૬મીએ તૈયારી કરી, પણ તે સાંજે તેઓને તાવ ચઢ્યો. ડૉક્ટરની સલાહ મુજબ રોકાઈ ગયાં. તાવ તો વધતો ગયો. તે વખતે ફલુ કે હાઈ ફીવર ભારતમાં નવો ફેલાયો હતો. તેની યોગ્ય દવા શોધાય તે પહેલાં ઘણાં ભરખાઈ ગયાં. તેઓને એવો હાઈફીવર કે કોઈ દવા ઇંજેક્શન લાગુ ન પડે. ત્યારે તે વખતે હાઈ ડોઝ ક્લોરોમાઈસેટીન દવા શોધાયેલી. તે પણ મળે નહિ. ક્યાંકથી રૂ. ૩૦૦ની એક એવી થોડી ગોળીઓ મળી. તા. ૧૭મીએ આ દવા શરૂ કરી, કદાચ તેની પ્રતિક્રિયા ન થાય તેવું ઇંજેક્શન આપવું જોઈએ તે ગમે તે કારણે આપેલું નહિ. બે ગોળીઓથી તાવ તો ૧૮મીએ સડસડાટ ઊતરી ગયો પણ હૃદયને તોડતો ગયો. હાર્ટ પર એવી અસર થઈ કે તેઓએ ભાન ગુમાવી દીધું. અર્ધી રાત્રે ડૉ. કોહીયાર આવ્યા. તેઓ પણ ભારે ચિંતામાં પડ્યા. બે કલાક બેઠા, ઉપાય કર્યા પણ વ્યર્થ. ડૉક્ટર સવારે નિરાશ વદને વિદાય થયા. ૧૯૪૯ની ૧૯ ઑગસ્ટની સવારે કરાળ કાળની ફાળ : ઑગસ્ટ ૧૯મીની સવાર, આમ તો તેઓની બેભાન જેવી સ્થિતિ. સવારે છ વાગ્યા હશે. હું પાસે બેઠી હતી. નર્સ પણ હતી. ત્યારે તેઓ હાથ એકબીજા પર ફેરવવાની ચેષ્ટા કરે. પૂછવાથી કોઈ જવાબ ન મળે. મને એવું લાગ્યું કે સામાયિકનો આ સમય છે. અંતરમાં પડેલા કોઈ સંસ્કારથી આ મુહપત્તીની ચેષ્ટા થતી હશે ? પછી ભાન સાવ ઓસરતું ગયું. પુનઃ ડૉક્ટર આવ્યા. ઉપાય કર્યા. પણ બધું વ્યર્થ. લગભગ ૧૨ વાગે આમે કાળનો સમય. કાળ ત્યાં જ ફરતો હતો. છેલ્લા શ્વાસ શરૂ થયા. મારી સમજમાં એ ભયંકર સ્થિતિનો ખ્યાલ જ ન મારી મંગલયાત્રા વિભાગ-૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ આવ્યો કે આ શું થઈ રહ્યું છે ? કોઈએ ત્યાંથી ઉઠાડી દૂર બેસાડી. એક વડીલ આવ્યા તેમણે નવકાર સંભળાવ્યા. મને આટલી ગંભીરતાનો ખ્યાલ નહિ. બાળકોને શાળાએ મોકલ્યાં હતાં, તેમને બોલાવી લીધાં. બપોરે ૧-૩૦ લગભગ તેઓના આત્માએ આ પાર્થિવ દેહ, વહાલો પરિવાર, ઘણા અરમાને સજાવેલાં ઘરબાર, વહાલા સંતાનો, પત્ની, જેમનું તેમ ત્યજીને ચિરવિદાય લીધી. જાણે કે એની સાથે હવે કોઈ સંબંધ નથી. મારા માટે આ રીતે ભાઈની વિદાય પછી નજીકથી મૃત્યુનો પ્રસંગ પ્રથમ હતો. ખૂબ ક્ષોભ પામીને મૃત્યુશય્યા પાસે બેઠી હતી. કોઈ વડીલે મને ઉઠાડી ત્યારે પણ મને હજી વાસ્તવિકતાનું ભાન ન હોય તેમ ઊઠી. વળી એકાએક ઊભી થઈ, મૃત્યુશય્યા પાસે જવા લાગી અને વડીલે મને પાછી વાળી. પ્રેમથી બેસાડી અને મારો અશ્રુનો ધોધ તૂટી પડ્યો. ભૂપેન્દ્ર દસ વર્ષનો, દક્ષા પાંચ વર્ષની. શાળાએથી આવ્યા. પાસે બેઠાં. બન્ને ખૂબ મૂંઝાઈ ગયાં. હું એટલી ક્ષોભ પામી ગઈ કે બાળકોને ખોળામાં બેસાડી ખૂબ રડી. વૈધવ્યની વિષય દુર્ઘટના ઃ મારું મન એક જ વાતનું રટણ કરતું હતું. ભગવાન ! આ તમે શું કર્યું ! તમારી પાસે બીજું કંઈ આપવા જેવું દુ:ખ ન હતું ? દરિદ્રતા આપવી હતી. ઝૂંપડી આપવી હતી. મને મૃત્યુ આપવું હતું. પણ ભગવાન, આ વિયોગ અતિ અસહ્ય છે. તમારી દયા ક્યાં ગઈ ? આ બાળકો તો કેટલાં વહાલાં, જે માંગે તે હાજર થતું. હવે આ બધું કોણ ક૨શે ? કુદરતમાં કોઈ સંકેત હોય છે. તેઓ છેલ્લા છ માસથી ઑફિસે જાય. વળી વચમાં ફોન કરીને મારી, બાળકોની પૃચ્છા કરે ઃ શું કરો છો ! બહારગામ જવાનું ટાળે. વળી ઘ૨માં અમે અને બાળકો એટલે જે કંઈ દિનચર્યા થતી તે સાથે જ થતી. સવારે ફરવા જવું, આવીને સામાયિક પૂજા કરવી, બાળકો સાથે જમવું, સાંજે આવે ત્યારથી રાત્રિનો ક્રમ તદન નિકટવર્તી રહેતો. કુદરતને શું આ મંજૂર નહોતું ? શું દોષ હતો કે આંખની પલકમાં બધું છિન્નભિન્ન થયું, જાણે એક સ્વપ્ન પૂરું થયું ? આજે ધર્મની સહાય અને સમજ પેદા થઈ છે એટલે સ્વસ્થ ચિત્તે લખી શકું છું. બાકી તો આભ તૂટી પડે તે પણ મને ઓછું લાગ્યું ! કોઈ આકાશમાંથી ફેંકી દે અને એકે અંગ સાજું ન રહે તેવી મારી દશા. એક વખતની ખમા ખમા થતી, ક્ષણ માત્રમાં બિચારી થઈ ગઈ ! ખૂબ ઉમળકાથી વિભાગ-૫ ૧૦૦ મારી મંગલયાત્રા Page #110 -------------------------------------------------------------------------- ________________ સજાવેલું ઘર સ્મશાન થઈ ગયું. પ્રેમથી નીતરતું જીવન જ મરણ જેવું થઈ ગયું. ભગવાનને દયા ન આવી પણ તેઓને પણ દયા ન આવી ? એક દિવસનો સહવાસ છોડવાનું જેને ગમતું ન હતું. તેને કાયમ છોડવાનું કેમ ગમ્યું ? બાળકોનો પણ વિચાર ન આવ્યો. આવી મથામણ ચાલતી. સગાં-સ્વજનો મારે રુદન જોઈને કહેતાં કે એ જીવને પણ આ બધું છોડવું કેમ ગમ્યું હશે ? પણ મરણ આગળ સૌ અશરણ છે. મારા મનનું સમાધાન કેમેય થતું ન હતું. વડીલો, નોકરો, સૌ મારી દશા જોઈ મૂંઝાઈ જતા. વળી મન મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર ન થતું. એટલે ઊભી થઈ મૃત્યુશય્યા પાસે જવા પ્રયત્ન કરતી, ત્યારે વડીલો બાજુએ બેસાડતા અને પ્રેમથી સમજાવતા. આમ હવે કલાકોનો જ હિસાબ હતો. એક બાજુ સંસારના ખેલ પ્રમાણે બધી વ્યવસ્થા થઈ. ચંપાબાનું અવસાન થયું ત્યારે કંઈ સમજાયું ન હતું કે સગાંઓ જ આવી રીતે લઈ જાય ! એ દિવસે પ્રશ્ન એવો થયો કે આ બધાંને ખરેખર કંઈ દયા-માયા જેવું નથી. આજે એ સમજાય છે કે સંસારનું સ્વરૂપ લોભામણું ભલે હો પણ ભારે બિહામણું છે. શ્રીકૃષ્ણ જેવાને પણ કાળે ભર જંગલમાં એકાકી ઉપાડી લીધા હતા. સંસારમાં જન્મમરણ નક્કી છે પણ ખરાં અને નક્કી નથી પણ. જન્મ છે તો મરણ નક્કી છે પણ જ્યારે તે નક્કી હોવા છતાં આપણે જાણતા નથી. મરણ પછી કર્મ પ્રમાણે જન્મ છે પણ જ્યાં તે જાણતા નથી. કુદરતનો આ નિયમ અબાધિત છે છતાં માનવ નિશ્ચિત થઈને જીવી શકે છે. મૃત્યુની ભયંકરતા પણ ક્ષણિક નીવડે છે. જોકે હું તો આવી ક્ષણિકતા સ્વીકારવા વર્ષો સુધી તૈયાર ન હતી. તેવા બોધનું મારું ગજું પણ ન હતું. મન એક જ પોકાર કરતું. મને શા માટે આવું દુઃખ હવે કેમ જીવી શકાય! માનવનો દેહ ચેતન-રહિત શબ મનાય છે, તેને જવા દેવું ગમતું નથી અને રખાતું નથી. એટલે જ્ઞાનીઓ કહે છે, છેવટે દેહ અગ્નિ સંસ્કારને યોગ્ય છે. વ્યવહારિક વ્યવસ્થા સૌએ સંભાળી, જે કરવું પડે તે સૌએ કર્યું. તેમ કર્યા વગર છૂટકો ન હતો. પ્રસંગને આધીન વિધિઓ કરવાની હતી તે થઈ. તેઓની વસમી વિદાય પછી સ્નાન માટે મને લઈ ગયા. એ વખતે દુઃખના આવેગમાં મને એમ થયું કે હવે આ અલંકાર વિગેરે કોના માટે ? અને સર્વે દાગીના મારી મંગલયાત્રા ૧૦૧ વિભાગ-૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ ઉતા૨ીને મૂકી દીધા. સાડી સફેદ પહેરવાની શરૂ કરી. અગ્નિસંસ્કારની વિધિ પતાવી સગાં-સ્વજનો વીલે મોઢે ઘરે આવ્યાં તેમની સાથે અત્યંત કલ્પાંત, રુદન, આક્રંદ, સિવાય મારી પાસે કાંઈ ન હતું. એ વડીલ કાકાને મેં કહ્યું, ‘કાકા, તમે આ બધાંની સાથે ભળી ગયા ? અને તેઓને પાછા ન લાવ્યા ?'’ પણ કોઈનો કાંઈ ઉપાય ન હતો. આવી કરુણતાનો આ તો પ્રારંભ હતો. હજી ઘણું વીતવાનું બાકી હતું. મારું રુદન એવું કરુણ હતું કે મારાં બાળકો પણ મારી પાસે આવતાં મૂંઝાઈ જતાં. દક્ષા કહેતી : પપ્પાને ભગવાન ક્યારે મોકલશે ? જવાબમાં મારી પાસે આંસુ હતાં. ભોળી દીકરી મારાં આંસુ લૂછતી. બીજે દિવસે મેં લૂખું સૂકું ખાવાનું શરૂ કર્યું. ધર્મપ્રવૃત્તિમાં એકલવાયાપણું લાગવાથી મન લાગતું ન હતું. મારી આવી હાલતમાં સગાંઓ પણ મૂંઝાઈ ગયાં તેઓ પણ કેટલું રહી શકે ? સૌને પોતાની જવાબદારી હોય. સમય થતાં સૌ વિદાય થયાં. હું સર્વ સ્થાનેથી સ્વયં બાકાત થઈ ગઈ, સાથે બાળકોની દીન દશા : ધર્મના અને સાંસારિક વ્યવહારોના પ્રસંગોમાંથી જાણે હું જાતે જ બાકાત થઈ ગઈ. એટલે સોનગઢ અને પૂ. સ્વામીની નિશ્રા પણ મારે માટે સ્વપ્ન બની ગયું. યોગ-સંયોગની પણ કેવી વિચિત્રતા હોય છે ? પંદર દિવસ પછી હું અને બાળકો રહ્યા. એક વરસ લગભગ ઘરની બહાર ન નીકળી. આને કારણે બાળકોને ભારે અન્યાય થયો. જોકે તે વખતે દુ:ખગ્રસ્ત વૈરાગ્યની ધૂનમાં વિચાર આવ્યો ન હતો. પણ બાળકો મોટાં થયાં. ચર્ચા કરતાં ત્યારે એ વાત સમજાઈ કે મારા પોતાના વિયોગના દુઃખના કારણે મેં જે ત્યાગ-વૈરાગ્યની પદ્ધતિ સ્વીકારી તેમાં બાળકોને મોટો અન્યાય થયો હતો. કારણ કે બાળકોને પિતા અને માતા બંનેનું વાત્સલ્ય મળવું જરૂરી હતું. અને મારે જ તે આપવાનું હતું. પણ ગયો વખત કાંઈ પાછો આવતો નથી. એ સર્વે ભાવિભાવ. મારા માટે સિનેમા, નાટક, પ્રદર્શન, લગ્ન જેવાં સ્થાનોમાં જવાનું ન બન્યું. યાત્રાએ જવાનું ન બન્યું. મારું મન એવું કઠોર થઈ ગયું કે મને શા માટે આવું દુઃખ ! હવે મારે કોઈ સુખ જ ના જોઈએ. એટલે બાળકોને પણ આ બધું શોષવું પડ્યું. પતિના મોહથી એ દુઃખગર્ભિત વૈરાગ્ય કે ત્યાગ કાંઈ સાચા સુખની ઝંખનાનાં ન હતાં. છતાં પ્રબળ મોહના વિરહમાં તે ટકયા. પુનઃ ભૌતિક સુખનો કોઈ વિકલ્પ ક્યારે પણ ઊઠયો નહિ. અને શીલાદિ સારી રીતે વિભાગ-૫ ૧૦૨ મારી મંગલયાત્રા Page #112 -------------------------------------------------------------------------- ________________ સચવાયાં. એકાદ વરસ પછી કંઈ ખ્યાલ આવતાં બાળકોને અન્યની સોબત કરી આપી લગ્ન જેવા પ્રસંગમાં કે અન્ય સ્થળોએ મોકલતી અને સંતોષ લેતી. પણ એ થીગડા મારવા જેવું હતું. મારી ઊણપ તો ખરી જ. ખૂબ સુંદર સજાવટવાળી મમ્મીને બદલે તદન ગરીબ કે સાધ્વી જેવી સફેદ ખાદીનાં જાડાં વસ્ત્રોમાં અલંકારહીન જેવી મમ્મીને જોઈને તેમના કુમળા મન પર કંઈ અસર પેદા થઈ હશે તે ત્યારે તો મારા શોકગ્રસ્ત મનમાં કંઈ વિચાર પેદા ન થતો, અને મારો ઉપાય પણ ન હતો. મન દુ:ખગર્ભિત વૈરાગ્યથી ભરાઈ ગયું હતું. તેમાં કોઈ વિચારને અવકાશ ન હતો. હા, બાળકોને જેમ રહેતા તેમ રાખવામાં કાંઈ અગવડ ન હતી. પણ મારું મન સાવ સૂકા રણ જેવું શુષ્ક બની ગયું હતું. માણસો જવાથી ઘર પણ સૂનકાર થઈ ગયું. સ્વજન, મિત્રો, માણસો એક પછી એક વિદાય થયા હતા. તિથિ પ્રમાણે આ દિવસો શ્રી પર્યુષણના હતા. શ્રાવણ વદ દસમના દિવસે તેઓએ દેહ ત્યજી દીધો. બારસથી પર્યુષણ હતા. શોક, વિરહાગ્નિએ મને એવી ઘેરી લીધી કે મને એ પણ ભાન ન રહ્યું કે આ પર્વાધિરાજ પર્યુષણ કર્મનાશ થવા માટે છે. અને હું તો આર્તધ્યાનથી કર્મને બાંધું છું. મારી આવી અવદશા જોઈને કોઈ મને એ વાત સમજાવવાની હિંમત કરતું નહિ. મને એ પણ સ્મરણમાં આવતું નહિ કે અમે તો આરાધના કરવાના હતા. ભલે દુઃખ છે પણ ભક્તિ-વાંચન તો કરી શકાયને ? મોહથી મૂંઝાયેલી હું ભગવાનને બદલે તેઓના ફોટા પાસે કલાકો સુધી બેસી રહેતી. આમ દિવસો તો પસાર થતા હતા. માત્ર સાત દિવસ પહેલાં લાગતું હતું કે સુખના શિખરે છું. અને જાણે વાદળાં વીખરાય તેમ સઘળું વીખરાઈ ગયું. કર્મની વિચિત્રતાની ગહનતા જાણવાનું માનવનું શું ગજું ? પંચર પડેલી ગાડી ગેરેજમાં ધક્કાથી પહોંચે તેમ જીવન કર્મના ધક્કે જિવાતું થયું. મારે માટે એક મિનિટ એક વરસ જેવી બની ગઈ. ન દેવદર્શન જેવા સ્થાને જવું, ન કોઈ મિત્રને ત્યાં જવું, ન વ્યવહારિક પ્રસંગમાં જવું, ન માનવસેવાના કામે જવું. દરેકને મારો એક જ જવાબ હતો : “હું એકલી ક્યાંય નહિ આવું.” આ કોઈ ઉપાય ન હતો. જીવન એક બોજ બની ગયું. મિત્રો, સ્વજનો માટે મારું જીવન કરણામય થઈ ગયું. જે ઘડી કે દિવસ પહેલાં મારી મંગલયાત્રા ૧૦૩ વિભાગ-૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ અતિ સુખમય ગણાતું હતું, તે જ જીવન કાળજાને કોરી ખાવા લાગ્યું. ધર્મસ્થાનો પણ તેઓના વગર રસહીન થઈ ગયાં. આજે સમજાય છે કે મોહનીય કર્મનું કેવું વિચિત્ર સામ્રાજ્ય છે. દિવસ જેમ તેમ પસાર થતો. રાત તો વળી મોટી સમસ્યા બની ગઈ. સૂવાનો ઓરડો, સાધનો બદલાયાં અને સહવાસ વગર નિદ્રા પણ રિસાણી. ભાગ્યે જ એકાદ કલાક જરાક ઝોલા જેવું આવતું. એમ થઈ આવતું કે આવું વ્યર્થ જીવન જીવવા કરતાં જીવનને સમાપ્ત કરી દઉં ! આવી નિરાશામાં દિવસો નથી જતા, તો વર્ષો કેમ જશે ! અને આ જીવન જીવવાનો હેતુ શો ! ધર્મની આંશિક સેવેલી ભાવના તો ક્યાંય ગાયબ થઈ ગઈ ! જાણે કંઈ કર્યું જ નથી. મનમાં બાળચેષ્ટા જેવા તરંગો ઊઠતા કે તેઓને શોધવા જંગલમાં ચાલી જાઉં ! ભગવાનને કહું અહીં રહીશું પણ તે તેઓને પાછા મોકલી દે ! ક્યારેક મન તદન ખોટી આશા સેવતું ““આવશે”, ““પાછા આવશે.” આ પ્રિય બાળકોને માટે તો આવશે જ વળી સગાંઓ મને સમજાવતાં કે જીવને પણ શે જવું ગમ્યું હશે ? માટે તું મનને અન્ય ધર્મકાર્યોમાં પરોવી દે. સમાજસેવામાં પુનઃ લાગી જા. પણ મારી વિચારશક્તિ કુંઠિત થઈ ગઈ હતી. લક્ષ્મીબા તો હતાં પણ લક્ષ્મીદેવીએ ધીમેથી પગ કર્યા? તેઓની ચિરવિદાયને સાતેક દિવસ થયા અને ભાગીદારો આવ્યા. તેઓએ ભાગીદારીના દસ્તાવેજ અન્વયે કહ્યું કે જે ભાગીદારનું અવસાન થાય તેનો ભાગ રદ થાય છે. અતુલ સગીર હતો તેનો ભાગ નંખાય નહિ. મેં કહ્યું : “ભલે.” વળી જૂના ટેક્સ બાકી વિગેરે ગણતરી કરી, સામાન્ય રકમની ચુકવણી કરી, પૂરી દુકાન બધો કબજો મેળવી મારી સહી કરાવી. મારે સંપત્તિ માટે લાંબું વિચારવાનું ન હતું. - સાંજે કાકાને વાત કરી, તેઓ કહે ““અરે ! આ ભાગીદારો જેમને જગત મુંબઈ લાવ્યો ત્યારે ભૂલેશ્વરની ઓરડીમાં રહેતા હતા તેઓ આજે તાલેવંત થયા છે. તેમણે વડીલ થઈને અતુલના હિતનો વિચાર ન કર્યો. તેઓ વડીલ હતા ત્યારે જગત તો નાનો હતો, ત્યારે તેઓ વડીલ જેવા હતા છતાં રાખી શક્યો. તેમણે જ આવું વર્તન કર્યું. અને મામૂલી રકમથી ચૂકવી દીધું ?” આમ, એક કામ સમેટાઈ ગયું. મને કંઈ રંજ નહોતો. અને ખાસ કિંઈ કુશળતા ન હતી. મન ક્ષોભિત હતું. કાયદેસર જે હતું તે થયું. વિભાગ-૫ ૧૦૪ મારી મંગલયાત્રા Page #114 -------------------------------------------------------------------------- ________________ થોડા દિવસ થયા સારાભાઈ, રમણભાઈ બધા ભેગા થયા. કબાટ જોયું : ચાંદીનાં વાસણોનો ઢગલો, ૧૦૦ સેટ, ચાંદીની નહાવાની કૂંડી વિગેરે જોઈ વિચારમાં પડ્યા, તેઓ યુવાન હતા, સાત્ત્વિક અને સાદાઈવાળા હતા. વળી વિચાર્યું કે સુનંદાને એકલું રહેવાનું, આવું જોખમ રાખવું બરાબર નહિ. મારે કંઈ લાંબો વિચાર કરવાનો ન હતો. બીજે દિવસે મિત્રો બધું લઈ ચાંદી બજારમાં વાસણો ગળાવી ૧૯૪૯માં ૩00 કિલોના ૩૦ હજાર લઈ આવ્યા. જોખમ ગયું, નિરાંત થઈ. થોડા દિવસ થયા એક મિત્ર આવ્યા કે મારે ધંધામાં ખોટ ગઈ છે. તમારે ઘરમાં જોખમ છે. હું તમને વરસમાં આપી દઈશ. મારે તો લાંબો વિચાર કરવાનો ન હતો. મિત્ર સજજન હતા ત્રીસ હજાર રોકડા આપ્યા. પછી શું થયું તે સમજી જજો. લક્ષ્મીજીએ સ્થાન બદલ્યું ! વળી મિત્રોએ સેઈફમાંથી દાગીના જોયા એ પણ ઘણું હતું. મને કંઈ એવો વિચાર કરવાની શક્તિ ન હતી કે બાળકો મોટાં થશે. તેમને કામ લાગશે. તે મિત્રોના કહેવાથી થોડાક દાગીના કાઢી નાંખ્યા. ચાલીસ હજાર આવ્યા. થોડા દિવસ પછી તેઓના લોખંડના વ્યાપારી મિત્ર આવ્યા. “જુઓ, ભાગીદારોએ તો અતુલનું હિત ના જોયું. હું નવી કંપની કરું છું તેમાં ભાગ રાખીશ. તમે આ રકમ હમણાં આપો તે તમને પાછી મળશે.” જૂના મિત્ર હતા. મેં એ રકમ આપી. પછી કંપની તો કરી જ નહિ. વળી માંડ માંડ થોડી રકમ પાછી આપી. છેલ્લે મૂંઝાઈને મકાન પણ સસ્તામાં વેચ્યું. જેના એક બ્લૉકની કિંમત એક લાખ થાય તે પૂરા સાત બ્લોકનું મકાન અઢી લાખમાં વેચ્યું. પાઘડી લેવી ન હતી. ત્યાં એક મિત્ર આવ્યા. મેં ફેકટરી કરી છે. તેમાં શેર લો, પછી અતુલ મોટો થશે એટલે ડિરેકટર બનાવશે. એમાં અઢી લાખ આપ્યા. કંપની ચાલી નહિ. હાજર હતા તેમણે પોતાની રકમો લઈ લીધી. અને આ લક્ષ્મીજી તો પગ કરી ગયાં. આમાં મારી અણઆવડત અને લેણદેણ.... કથાના પ્રસંગો જેવું લાગે છે ને ? મિત્રો સાત્ત્વિક, નિસ્વાર્થી અને સર્જન હતા. હું એકલી, યુવાન, વળી શુષ્ક જીવન એટલે કેટલીક મિત્રપત્નીઓને બહુ આવવું, મળવું રુચતું નહિ. એમ ઘણાનો સંપર્ક છૂટી ગયો. પણ તે સારા માટે થયું. કારણ કે પછી સાત્ત્વિક મિત્રોનો સંપર્ક મળતો રહ્યો. પ્રારંભમાં હું તો ઘરની બહાર જ નીકળતી નહિ. મારી મંગલયાત્રા ૧૦૫ વિભાગ-૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ મેં સિનેમા, નાટક, પ્રદર્શન, લગ્ન જેવા પ્રસંગો, અરે યાત્રાનાં સ્થળો, ઉપાશ્રયો સર્વ સ્થાનોએ જવાનું છોડી દીધું હતું. ક્યાંય એકલી ગયેલી નહિ તેથી ક્ષોભ થતો હતો. એકાદ વરસ પછી મને બાળકો માટે ખ્યાલ આવ્યો તેથી તેમને લઈ સાંજે દરિયાકિનારે જાઉં, વળી કોઈ સ્થળે તેમના મિત્રો સાથે લઈ જાઉં. પણ તે થીગડાં મારવા જેવું. તેમની રુચિ પ્રમાણે અન્ય જરૂરિયાત પૂરી થતી હતી. તેમના પપ્પાની જેમ વિપુલ સામગ્રીઓ લાવી શકતી નહિ. આમે કરકસરની પ્રકૃતિ, તેમાં ગાંધીજીના આદર્શની અસર સ્વીકારેલી. શ્રમ અને સાદાઈ, તે વળી સારા માટે છે એવા વિચાર એટલે બાળકોને પણ એ પદ્ધતિએ ઉછેર કરવાનો પ્રયત્ન કરતી. દક્ષાને હજી ખાસ સમજ ન હતી તે ગોઠવાઈ ગઈ. અતુલ બાળપણથી પપ્પાના શોખ અને પદ્ધતિથી ઊછર્યો હતો. તેને કોઈ વાર કંઈ લેવા જવાની ઇચ્છા થતી. તે વળી સમયોચિત પૂરી થતી. થોડા દિવસ થયા, અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વીમા કંપનીના માણસોને લઈને આવ્યા. તેઓનો એક લાખની રકમનો વીમો મારા નામે ચઢાવેલો હતો. તે રકમ મારે સહી કરીને લેવાની હતી. મેં કહ્યું: અરે! તેઓના મૃત્યુ નિમિત્તે મારે ધન લેવાનું છે? મારે તે જોઈતું નથી.” ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહે : બહેન, આ તો કાયદાની પદ્ધતિ છે. તેમાં મારે સહી કરવાની વિધિ કરવી ફરજિયાત છે. આમ તેઓએ મને પંદર મિનિટ સમજાવી. મેં આંખમાં અશ્રુ સાથે સહી કરી ચેક લીધો, તે વખતે મારા હાથમાં કંપ થયો, સાથે મનમાં એક સદ્દવિચાર ઝબક્યો કે આ રકમ સાંસારિક કામમાં નહિ વાપરું, પણ તેનાથી સત્કાર્ય કરીશ. સમય પ્રમાણે તે રકમ સત્કાર્યમાં વપરાઈ હતી. આ વિચારની પાછળ મને લાગ્યું કે તેઓની જ કોઈ સાત્ત્વિકતાએ બળ આપ્યું હશે. રસોઇયા મહારાજની ભાઈની હાલપ : સવારે મહારાજ મારી ટેવ મુજબ દૂધ-નાસ્તો લાવે. હું તે હડસેલી મૂકું અને રડીને મહારાજને કહ્યું ““તેઓને ગમતું તેવું કંઈ પણ મારી પાસે લાવવું નહિ.” બપોરે જમવાનું લાવે, મારો આ જ કકળાટ : “ભાઈને ગમતી કોઈ ચીજ કરવાની નહિ, મને આપવાની નહિ.” એક વાર કારેલાનું શાક લાવ્યો. તે બહુ સુંદર બનાવતો. તેઓ શોખથી ખાતા. મેં એ શાકવાળી થાળી પાછી આપી. વિભાગ-૫ મારી મંગલયાત્રા ૧ne Page #116 -------------------------------------------------------------------------- ________________ મહારાજ કહે, ભાભી, ભાઈ તો ખીચડી-છાશથી માંડીને બધું જ પ્રેમથી જમતા, મને જમાડતા પણ આનંદ થતો. પણ મારું મન મોહના શોકથી એટલું બધું પ્રસાયેલું હતું કે મને સમાધાન થતું નહિ. બાળકને પણ જમવા પાસે બેસાડી શકતી નહિ. મહારાજ બાળકોને જમાડી લેતો. એકાદ વરસમાં બીજું ઘણું બની ગયું. જેમાં તેઓ જમવામાં શોખીન હતા, તેમ મહારાજ રોજ નવી નવી વાનગીઓ બનાવવામાં ઉત્સાહિત. મારી જમવા પ્રત્યેની અતિ ઉદાસીનતાથી મૂંઝાઈને એક દિવસ જતા રહ્યા. જતાં કહે કે હું બીજા શેઠની નોકરી નહિ કરું, પણ મને અહીં ગમતું નથી. તેણે રોજી માટે અન્ય વ્યવસાય શોધી કાઢ્યો. મને થયું તે કેવો ઘર છોડીને જઈ શક્યો, હું ન ગમે તો પણ ઘરમાં રહું છું ! પછી જૂનો ડ્રાઈવર દેશમાં ગયો ત્યાં કોઈએ અદાવતથી મારી નાખ્યો. બાઈને તેના દેશમાં કામ મળી ગયું. આમ બધા જતા રહ્યા. મેં તે સૌના વગર ચલાવવા માંડ્યું. પાંચછ નોકરને બદલે એક ઘરઘાટી અને એક છૂટક નોકરથી નવ્યું. કારણ હવે કામ પણ શું હોય ! બાળકોની શાળા નજીક હતી. માણસ મૂકી આવતો. આમ વૈભવી કુટુંબમાં એક ઓટ આવી. બધી સામગ્રી તો હતી, પણ તેનો હવે લગાવ ન રહ્યો ! જે થાય તે ઠીક થાય છે. કોઈ દિવસ રસોઈ કરેલી નહિ, પૂરી આવડત નહિ. પ્રારંભમાં બાઈની મદદથી રસોઈ કરતી. પછી બાઈ ગઈ. હું તો જાણે દુ:ખના મેદાને પડી હતી. બીજી બાઈ ન રાખી. મારે વાસ્તવિકતાની ધરતી પર જવાનું હતું : થોડાં સગાં-સ્વજનો આવેલાં વિદાય થયાં. મારું મન દુઃખગર્ભિત ત્યાગ અને વૈરાગ્ય તરફ જવા લાગ્યું. આમ તો તે જ દિવસે હીરાના, સોનાના દાગીના કીમતી વસ્ત્રાલંકાર શરીર પરથી કાયમ માટે તો કાઢી જ નાંખ્યા હતા. લૂખે સૂકું ખાવું. ક્યાંય બહાર જવું નહિ. ઘરમાં દિલ લાગતું નહિ. બાળકોને ગમતું કરી આપવા પ્રયત્ન કરતી પણ પહેલાં જેવું તો નહિ. મારે હવે વાસ્તવિકતાઓ વિચારવાની હતી. તેઓના અવસાન પછી મારે અમદાવાદ રહેવા જવું તેવું સગાંઓનું મંતવ્ય. સાસરામાં આમ તો સગાંમાં બે બહેનો, તેમના પતિ અને સાસુ સિવાય તો બધાં પિતરાઈ સગાં હતાં. એ બધાં ભેગાં મળી એક જ સૂર પર આવેલાં, મારે અમદાવાદ જવું જોઈએ. મારી નાની વય, યુવાની, અઢળક સંપત્તિ સંભાળીને રહેવું જોઈએ. તે માટે અમદાવાદ રહેવું યોગ્ય છે. કેમ જાણે હું સદ્દ્યારિત્રમાં મારી મંગલયાત્રા ૧૦૭ વિભાગ-૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ ટકી શકીશ કે નહિ. આવા કંઈ તુક્કાઓ સગાંઓ લગાવતા. વળી તેઓ એકાએક અવસાન પામ્યા એટલે વીલ જેવું કંઈ નહિ. એટલે સૌને થાય કે અમને કંઈ મળવું જોઈએ. આથી સૌએ ખોટું લગાડીને મુંબઈ આવી સહાનુભૂતિથી સાથે રહી ખાસ સાથ ન આપ્યો. એવું લગતું. મુંબઈમાં તેઓના વખતના અમરચંદકાકા વડીલ જેમનો નિઃસ્વાર્થ સંબંધ લગભગ ત્રણ પેઢીનો હતો. તેઓ કહેતા હું જીવું ત્યાં સુધી તને અમદાવાદ જવા ન દઉં. આ બધા તને સુખેથી જીવવા નહીં દે. તારું શું ને બદલે અમારું શું ? તેમાં તું કેવી રીતે જીવીશ ? તે સમયના સંઘર્ષો શમાવતા મારા મનને અને મારાં સ્વજનોને ઘણી તકલીફ પડી. વળી એટલાં આંસુ સાર્યા હતાં કે હવે જાણે રડવું આવતું ન હતું. તેઓના અવસાન પછી અલંકાર તો ઊતર્યા પરંતુ વસ્ત્રોમાં પણ અત્યંત સાદાઈ સ્વીકારી. તેમાં વળી ગાંધીજીના આંદોલનની અસર અને તેમાં સૂર્યકાંત પરીખ જેવા મિત્રોના સંપર્કે ખાદી પહેરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ત્રણેક જોડ કપડાં ખરીદ્યાં પછી તો સૂર્યકાંતે હાથ-રેંટિયો આપ્યો એટલે કાંતવાનું શરૂ કર્યું. તેમાં વળી વિચાર થયો કે જેટલું કંતાય તેટલાં જ વસ્ત્રો રાખવાં. હાથ-રેટિયામાં બે જ જોડ કપડાં થાય તેટલું કિંતાતું હતું. એ પ્રમાણે સાતેક વર્ષ ચાલ્યું ખાસ્સાં જાડાં કપડાં થતાં. એ પહેરીને સગાંઓને મળવાનું થતું તેઓએ અગાઉ મને અદ્યતન પ્રકારે વસ્ત્રાલંકારમાં જોયેલી તેથી દુઃખી થતા. હું કહેતી મેં તો આ આદર્શ લીધો છે, તેનો મને આનંદ છે. લગ્ન જેવા પ્રસંગે જતી જ નહિ. હું કહેતી કે તમારી બહેન સાધ્વી હોય તો શું કરો ! એ ન આવે તો ચાલેને ! એમ તમારે સમજવું. દુઃખ લગાડવું નહિ. શોકથી અત્યંત ઘેરાઈ ગયેલી, જ્યાં સુધી આંતરિક સમજ પેદા ન થાય ત્યાં સુધી બહારના આશ્વાસન શું કરે ? મોહનો, સંસારસુખનો પ્રભાવ આવો ઘેરો હોય તે સમજવાનું ગજું પણ નહિ. સૌની ફરજ પ્રમાણે સગાંઓ આવતાં અને વિદાય થતાં. અમદાવાદના તેઓના બાળપણના મિત્ર રમણભાઈ અને વસુબહેન રહ્યાં હતાં, સાત્ત્વિક અને નિઃસ્વાર્થ ભાવવાળાં. મારા દુઃખે દુઃખી થતાં હતાં તેઓ બાળકો મૂકીને આવ્યાં હતાં પરંતુ મારી દશા જોઈ તેઓ અમદાવાદ જવાનું ઉચ્ચારી શકતાં ન હતાં. છેવટે તેમનું જવાનું નક્કી થયું. વિભાગ-૫ મારી મંગલયાત્રા ૧૦૮ Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિર્મળાબહેન અને ભરતભાઈ સાથે અભ્યાસનો યોગ : આ દંપતી સાત્ત્વિક અને ધર્મવૃત્તિવાળા હતાં. સંસારમાં છતાં અલ્પ આરંભ અને સાદાઈથી રહેતાં હતાં. આથી ધંધાર્થે વધુ સમય ગાળતા નહિ. વળી તેઓ પંડિતજી રાખીને કર્મગ્રંથનો અભ્યાસ કરતાં હતાં. યોગાનુયોગ રમણભાઈને વિચાર આવ્યો કે હું તેમની સાથે અભ્યાસ કરું. મને પણ એ વાત રિચ ગઈ. આમ તો હું ઘરની બહાર નીકળતી ન હતી. પરંતુ એમ કરતાં જ છ માસ પૂર્ણ થયા. ભરતભાઈ અને નિર્મળાબહેન અવારનવાર ઘરે આવતાં આથી મને તેમને ત્યાં જવાના ભાવ થયા. મેં જવાનું શરૂ કર્યું. પૂ. પંડિતજી પાનાચંદ સરળ સ્વભાવી અને સાધુજીવન જેવા હતા. તેમની પદ્ધતિ બાહ્યક્રિયાની સાથે ભાવશુદ્ધિની વિશેષતાવાળી હતી. તેઓ કહેતા કે પ્રતિક્રમણ કરી કયા પાપથી પાછા વળ્યા ? પાપ શું છે તે જાણો છો ? વિભાવ માત્ર પાપ છે. પરમાત્માની પૂજા શા માટે કરો છો ? પૂજા ક૨તાં આત્માનો મહિમા વિચારો છો ? જીવને કર્મના બંધનની ખબર નથી તો મુક્તિનો બોધ કેમ થશે ? અંતરશુદ્ધિ તે મોક્ષનો માર્ગ છે. તેનાં સાધનો સમ્યગ્દર્શનાદિ છે. અનાદિકાળનાં બાંધેલાં કર્મો સમય પાક્તાં ઉદયમાં આવે ત્યારે જીવને સુખના રાગમાં વિવશ બનાવે છે, દુઃખમાં મુંઝવે છે. તેથી પુનઃ નવાં કર્મ બંધાય છે. પૂર્વનાં કર્મ ઉદયમાં આવે જ, ત્યારે જીવને આત્મબોધ હોય તો જ પુનઃ કર્મ ન બંધાય. તે માટે આ કર્મગ્રંથનો અભ્યાસ ક૨વાનો છે. આતમને ઓળખ્યા વગર આ સંસારનો ક્ષય શક્ય નથી. આવા બોધનો નોટમાં ઉતારો કરતી. આ જીવનું મન શોકથી ગ્રસ્ત હતું. પંડિતજીનું શિક્ષણ મને ખૂબ ઉપયોગી હતું. કર્મનો હિસાબ એવો સ્પષ્ટ સમજાવતા, પણ મોહે અજ્ઞાનનું ગોદરેજનું તાળું એવું માર્યું હતું કે તેમનો બોધ મૂળ સુધી ન પહોંચ્યો. એટલો સમય, જીવન હળવું લાગતું વળી એક સમસ્યા બની જતું. કેવળ જ્યારે ‘‘હું’ના કેન્દ્રસ્થાને રહેતી ત્યારે મને લાગતું આ સંસાર કેવાં દુ:ખથી ભરેલો છે. અને ધર્મ-અનુષ્ઠાનમાં બેસતી ત્યારે લાગતું કે આ રીતે કર્મ ખપતા જશે માટે અભ્યાસ કર. ભરતભાઈ-નિર્મળાબહેન તદન કૌટુંબિક ભાવે ભળ્યા હતા, સાથે ધર્મમૈત્રી પણ સાત્ત્વિકરૂપે વિકસતી હતી. અતુલ-દક્ષાને તેઓ ખૂબ વહાલ આપતા. સાંજ પડે અમારા સૌને માટે સૂકા રણમાં તેઓ મીઠી વીરડી જેવા હતા. તેમની રાહ અમે ત્રણે મારી મંગલયાત્રા ૧૦૯ વિભાગ-૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ આતુરતાથી જોતા. તેમની સાથે અમારી સાંજ આનંદમાં જતી. અમે વળી અભ્યાસ વિષે ચર્ચાવિચારણ કરતા. પંડિતજીએ આપણને જે દિશા બતાવી છે તેવી સમજથી ધર્મ ક૨વો જોઈએ. અંતરમાં સંસારનાં સુખની રુચિ છે અને બાહ્યક્રિયાઓ કરીએ તો છાણ પર લીંપણ જેવું છે. માટે આપણે અહંકાર અને મમત્વ ત્યજવાં જોઈએ. વળી કંઈ આપત્તિ આવે છે તે કર્મનો હિસાબ ચૂકવવા આવે છે. તેને વધુ અશુભ તરફ ન લઈ જાવ. મનને ભગવાનના માર્ગબોધથી દૃઢ કરો તો અશુભકર્મ હળવું બનશે. મનની અસર તન પર પડી : પૂ. પંડિતજીના પરિચયથી હળવાશ લાગતી પરંતુ મન પર દુઃખનો બોજ હતો. વિરહાગ્નિથી મન સંતપ્ત હતું. મનની આ દશાની અસર શરીર પર પણ પડી. ત્રણચાર માસમાં લગભગ ૬૦ પૌંડ વજન ઊતરી ગયું. ૧૫૦ ૫૨થી ૯૦ પૌંડ થયું. એટલે બીમારીઓ પણ વધી. પ્રેશર ઘટી જાય. સંગ્રહણી થઈ. પેટમાં કૃમિ પેદા થયા. કિડનીમાં કંઈ તકલીફ થઈ. અનિદ્રાનો રોગ લાગુ પડ્યો. સૌને મારું શરીર, સાદાઈ, ઉદાસીનતા જોઈને સહાનુભૂતિ થતી. હું કહેતી મને હવે એ બધું ગમતું નથી માટે કોઈએ સંતાપ ના કરવો અને મને કંઈ પહેરવાનો કે ખાવાનો આગ્રહ ન કરવો. મને કામે લઈ જતાં સરલાબહેન ત્યાં કામે લઈ જવા આવતાં તેમણે જોયું કે મારું શરીર તો ઘસાઈ રહ્યું છે. વજન ૧૫૦ પરથી ઊતરી ૯૦ જેવું થઈ ગયું હતું. તેઓ ખૂબ દુ:ખી થયાં. તેઓ ખૂબ પ્રેમાળ અને પરોપકારી હતાં. મને ડૉ. ભણશાળીને ત્યાં લઈ ગયા. જેઓને તેઓની છેલ્લી ઘડીએ વિઝિટ માટે બોલાવ્યા હતા. તેઓ ઓ૨ડામાં આવ્યા ને તેઓએ છેલ્લો શ્વાસ મૂકયો. આટલો જ તેમનો પરિચય. મને તપાસી કહે, “તારો ભાઈ છું. હું કહું તેમ તારે કરવાનું છે. મારે તને મરવા દેવી નથી. બાળકો માટે પણ તારે જીવવાનું છે.” મેં કહ્યું : તમારી વાત સાચી. પણ મને જીવનમાં કંઈ રસ નથી. બાળકો વહાલાં છે. જાણું છું હું જ મા અને હું જ પિતા છું પણ મારો એક એક દિવસ પહાડ જેવો જાય છે. જ્ઞાનીઓ જીવનની પળને લાખની કહે છે જ્યારે તે સમયે મારી તો અવળી દશા આ હતી. ખૂબ રડી. ડૉ. સાહેબે ખૂબ સ્નેહથી સમજાવી. ઔષધ વિ. આપ્યા. ફી તો નાં જ લીધી. જોકે તેમની લાગણી સહિત દવાથી ઠીક થવા લાગ્યું. અને ખરેખર બાળકો વિભાગ-૫ ૧૧૦ મારી મંગલયાત્રા Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેના પ્રેમથી મારે જીવવું હતું. તેવી જિજીવિષા ખરી. મારે બાળકોને વાત્સલ્યથી રાખવાં હતાં. વળી મારું મન માને કે ન માને-મારે વાસ્તવિક્તા પર આવવાનું હતું. ઘ૨, બહાર, વ્યાપાર ક્ષેત્ર સર્વ સ્થળે મારે માથે કાર્ય ઊભું હતું. - અમદાવાદની પેઢી અમારા પિતરાઈ જેઠ (મેનેજર તરીકે) ખૂબ પ્રામાણિક અને નીતિથી સંભાળતા. તે તેઓની જેમ સાહસથી નવો વ્યાપાર ન કરે એટલે ખાસ આવક ન થાય. મુંબઈના મકાનના ભાડા પર નભી જતું કારણ કે નોકરો ઓછા થયા. જીવન સાદાઈવાળું હતું. ત્રણ ગાડીમાંથી એક ગાડી રાખી. પાર્ટ ટાઇમ ડ્રાઇવર હતો. વળી મેં જાતે ગાડી ચલાવવાનું શીખી લીધું. આ સર્વ જવાબદારી પણ મુશ્કેલીવાળી હતી. સરલાબહેનના સદ્ભાવ અને આગ્રહથી મેં ચંદનવાડીનું સેવાકાર્ય શરૂ કર્યું. દુઃખ તો સતીઓને કેવાં પડ્યાં હતાં તેમાં મારું તો બિંદુ જેવું છેઃ તેઓની હયાતીમાં સાડી, કપડાં, દાગીના, શાકભાજી કે બાળકોની વસ્તુઓ લેવા જવાનું તેમાં પણ એકલા તો બન્યું જ ન હતું. જરૂર પહેલાં વસ્તુઓ ઘરમાં આવી જતી. હવે એ પણ મારા માટે આકરું હતું. બેંકમાં કોઈ વાર ગઈ જ ન હતી. એક મિત્રની સહાયથી તે શીખી લીધું તો પણ બેંકમાં જતાં તો જાણે કેવો ગભરાટ થતો ! સંસારના વ્યવહાર પણ ગજબની માયાજાળ જેવા છે. એ બધું ગમતું નહિ પણ કરતી થઈ. મોટર તો હતી પણ ડ્રાઈવર ન હતો. બસમાં જવા તો ટેવાયેલી નહિ. તે પણ બન્યું. એકવાર એક વડીલ બસ સ્ટેન્ડે મળ્યા. ગળગળા થઈ ગયા. ઘણા વર્ષે સુકલકડી કાયામાં, તદન સાદાઈભર્યા પહેરવેશમાં અને તે પણ બસ અને ઊભેલી ! તેમણે આંસુ સાથે મનની વ્યથા વ્યક્ત કરી. ઓહ, એક વર્ષમાં આવું બન્યું છે ! મને કોઈને આવું લાગે તેનું દુઃખ ન થતું. બસમાં જવાનું પણ દુઃખ ન થતું. મારો બધો વળ એક છેડે આવતો કે તેઓની હયાતી નથી. પૂ. શ્રી પરમાનંદભાઈનો પરિચય : ભાવનગરના તે કાળના ઉત્તમ શ્રાવક અને વિદ્વાન કુંવરજી કાપડિયાના સુપુત્ર પરમાનંદ કાપડિયા સ્વબળે મુંબઈમાં આર્થિક ક્ષેત્રે ઠીક, પણ વિદ્વત્તાના ક્ષેત્રે અગ્રગણ્ય ગણાતા હતા. મુંબઈમાં જૈન યુવક સંઘમાં તેઓએ વર્ષો સુધી સેવાઓ આપી હતી. આજ સુધી સંઘની પ્રવૃત્તિ વિકસતી રહી છે. મારી મંગલયાત્રા ૧૧૧ વિભાગ-૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ મારે ત્યાં રહેતાં મારાં ભત્રીજી જયાબહેનને કારણે મને તેમનો પરિચય થયો. શ્રી પરમાનંદભાઈ સુધારકવાદી હતા, તેમની વિદ્વત્તાનો સુધારક ક્ષેત્રે ઠીક ઉપયોગ કરતા. તેમણે બાળદીક્ષા વિરોધી કમિટીની સ્થાપના પૂ. પં. શ્રી સુખલાલજીના પ્રમુખપણા નીચે કરી હતી. જ્યાં જ્યાં એવી દીક્ષાઓ થતી ત્યાં તેઓ વિરોધ નોંધવતા. વળી તેમણે જૈન સમાજમાં સાધુજનો દ્વારા ચાલતાં વ્યાખ્યાનોને રૂઢિ પરંપરા માની વ્યાખ્યાનમાળા શરૂ કરી હતી. જેમાં વિવિધ પ્રકારના વ્યાખ્યાતાઓને બોલાવતા અને અનેક વિષયોનાં પ્રવચનો ગોઠવતા, જે લોકભોગ્ય થતાં. વળી આ સંસ્થા દ્વારા “પ્રબુદ્ધ જીવન” મુખપત્ર પણ પ્રસિદ્ધ થતું હતું જેમાં તેઓએ સેવા આપી હતી. જે આજ સુધી અસ્તિત્વમાં છે. તે ઉપરાંત આ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ વિકસતી રહી છે. તેઓની નજર હંમેશાં મુંબઈ નગરમાં પધારતા વિદ્વજનો તરફ રહેતી. તેઓને આદરપૂર્વક મળવું, ચર્ચા-વિચારણા કરવી, વિદ્વાનોનાં પ્રવચનો ગોઠવવાં. આ તેમનો વ્યવસાય કહો કે વ્યસન કહો પણ તેમાં ચૂકતા નહિ. વળી વિદ્વતજનો પરમાનંદભાઈનો આદર રાખતા. અપેક્ષાએ તેમણે જૈન સમાજની ઘણી સેવાઓ કરી છે. શ્રી જે. કૃષ્ણમૂર્તિનું દૂરથી દર્શન-શ્રવણ : પૂ. પરમાનંદભાઈ સુધારકવાદી વિદ્વાન હતા. પરંપરાગત ચાલતા પ્રવાહમાં ન હતા. તેઓને વિદ્વાનોનો બહોળો સંપર્ક હતો. એક વાર મને તેમની સાથે શ્રી જે. કૃષ્ણમૂર્તિના પ્રવચનમાં લઈ ગયા. મેં કહ્યું કે મને અંગ્રેજી એક શબ્દ પણ નહિ સમજાય. છતાં કહે : ચાલો આનંદ થશે. કોઈ હૉલમાં પ્રવચન હતું. સૌ પ્રથમ મને એ ગમ્યું કે વક્તાના આવતા પહેલાં શિસ્તબદ્ધ બેઠક, સોય પડે ને સંભળાય તેવી શાંતિ, સૌના મનમાં વક્તા પ્રત્યેનો આ આદર હતો. સેંકડો વર્ષો થયાં. આપણે ઉપાશ્રયમાં આવું કેમ કરી શકતા નથી? આપણે કદાચ ઘોંઘાટને ઉમંગ કે ઉત્સવ માનતા હોઈશું? આ વાતાવરણમાં મને લાગ્યું કે સંતપ્ત મન પણ શાંત થઈ જાય. વક્તા પ્રવચન ન આપે તો પણ જીવ ઠરીને બેસી શકે. પૂ. દીદીની સભાઓ લગભગ આ પ્રકારની થતી. સમયસર શ્રી કૃષ્ણમૂર્તિ પધાર્યા. તેમનું સપ્રમાણ શરીરસૌષ્ઠવ, સાદાં વસ્ત્રો, કોઈ આડંબર નહિ. પ્રસન્ન મુખમુદ્રા, તેજસ્વી ચક્ષુ જેમાંથી ઝરતું વિભાગ-૫ ૧૧૨ મારી મંગલયાત્રા Page #122 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્ય, એ પ્રતિભાવંતની ઉપસ્થિતિ સૌના ચિત્તને હરી લે તેવી હતી. પુરું પ્રવચન અંગ્રેજીમાં હતું. ક્યાંક એકબે વાક્ય સમજાયાં હતાં. તમારી જાતને જેવી છે તેવી જાણો. પક્ષપાત કરીને દોષો કે ગુણો ન જુઓ. ઊંડા નિરીક્ષણથી સમજાશે કે આપણે અંતરમાં દોષને ઢાંકવા પક્ષપાત કરીએ છીએ. જીવન પવિત્રતાથી જીવો, સૌની સાથે પ્રેમ-મૈત્રીથી જીવો. પછી તમારે ગુરુની જરૂર નહિ રહે. તમે તમારા ગુરુ છો. ખોટી જંજાળમાં ના પડશો. પ્રેમથી શાંતિનો અનુભવ થશે. આટલું સમજાયું તે સારું તો લાગ્યું. હવે તેનું સમાધાન થાય છે. યોગ અસંખ્ય પ્રકારના છે. તે મહામના પુરુષોના ક્ષયોપશમ પ્રમાણે વ્યક્ત થાય છે. તેમાં સમગ્રતા સર્વજ્ઞ જેવી ન હોય પણ આંશિક સત્ય છુપાયેલું હોય છે, તેટલું પકડીએ તો જીવનમાં બાધકતા આવતી નથી. શ્રી કૃષ્ણમૂર્તિના પ્રવચનમાં બીજી કંઈ વધુ સમજ ન પડી, પરંતુ ત્યાર પછી તેમના કેટલાક અનુયાયીઓને મળવાનું થતું. જો કે તેઓ ગુરુ પદ્ધતિ કે ગુરૂપરંપરાના વિરોધી હતા. પરંતુ લોકમાનસ એક યા બીજી રીતે જેના પરિચયમાં આવે તેની વાત રૂચે એટલે સહેજે તે વ્યક્તિ પ્રત્યે આદર ધરાવે, અને તેમની પદ્ધતિને અનુસરે. તમે તેને જે નામાભિમાન કરવું હોય તે કરો. ગુર, શિષ્ય, અનુયાયી (ફોલોઅર) ?. જે. કૃષ્ણમૂર્તિ કહેતા, તમે જ નક્કી કરો કે હું કોઈ પરંપરાગત ધર્મ પ્રણાલીનો આધાર રાખવા માંગતો નથી. કોઈ ભગવાનને વ્યક્તિરૂપે કે સમષ્ટિરૂપે શ્રદ્ધા રાખવા માંગતો નથી. તે ગુરુ કે ભગવાનની કૃપા મને કિંઈ સહાય કરી શકે તેમ નથી. તમારામાં પોતામાં એવી ઊર્જા છે કે તે ખૂલશે અને તમને મૂળમાંથી બદલી શકશે. બહારનાં કોઈ સાધન તમને બદલી નહિ શકે. તમે ભ્રમમાં જ તમારો સમય ચૂકી જાવ છો. . તમારી ઊર્જાને વિકસાવવામાં તમે તમારી માન્યતાઓથી અવરોધ ઊભો ન કરો. તમારા પુરાણા ખ્યાલોથી મુક્ત કરો. આપણે પુરાણા ખ્યાલો પર જીવનને ગોઠવ્યું છે તે આપણો વિકાસ ન કરી શકે. ગયેલા સમયને ભૂલી જાવ, ખરેખર તમે પૂર્વે જે જાણ્યું છે તે આજે નિરર્થક છે. વર્તમાનમાં તમે તમારી જાતને નિષ્પક્ષપાતથી જાણો, તેમાં દેવ ગુરુ કે તેમની કૃપાની જરૂર નથી. આ તેમના મંતવ્યમાં સંપ્રદાયોની પરંપરાગત ચાલતી પ્રણાલી ક્યાંય મારી મંગલયાત્રા વિભાગ-૫ ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ બંધ બેસતી ન થતી. અને જનસમાજ પરંપરાથી કોઈ ને કોઈ પ્રણાલીમાં ગોઠવાયેલો હોય. નવું સાંભળવું સારું લાગે, પણ જેઓ ઊંડાણમાં ઊતરે તે જ સમજી શકે. જૈન દર્શનમાં એક નિશ્ચયનય છે તેની પ્રણાલી સ્વતંત્ર અને સ્વાવલંબી છે પરંતુ તેનું બીજું પડખું વ્યવહારનય છે. તે તે સ્થાને બંને સત્ય છે તે વાત નિશ્ચયનય સ્વીકારીને વસ્તુનું દર્શન કરાવે છે. આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ છે. તેને દેવગુર કંઈ આપતા નથી તે નિશ્ચયનયનું દર્શન છે. પરંતુ ભૂમિકાનુસાર સાધકે કેવી રીતે નિશ્ચયનયને અનુસરવું તે વ્યવહારનયનું દર્શન છે. આમ એકાંતે સત્યનું દર્શન થતું નથી. એથી એવી પ્રરૂપણાઓ શ્રવણનું સુખ આપે. થોડી સાત્ત્વિકતા કેળવાય પણ તાત્ત્વિકપણે મુક્તિની પ્રાપ્તિમાં અનેકાંત પદ્ધતિ સત્યનું દર્શન કરાવે છે એમ જ્ઞાનીજનો કહે છે. વળી મારો સંસ્કાર દેવગુરુ-પરંપરાનો હતો તેથી આ કંઈ બહુ રુચ્યું નહિ, એટલે વધુ પરિચય ન રહ્યો. પ્રજ્ઞાચક્ષુ પૂ. પંડિતજી સુખલાલજી મારે આંગણે : પૂ. પરમાનંદભાઈના પરિચયે ૧૯પરમાં પૂ. પંડિત સુખલાલજીનો ઉતારો મારે ત્યાં થયો. ઘરમાં પુરુષ નહિ એટલે થોડો સંકોચ થતો પરંતુ તેમના જ ભક્તો સર્વ વિગતો સંભાળી લેતા. ઘર મોટું હતું તેથી સગવડ બધી સચવાતી. વળી પંડિતજી પ્રજ્ઞાચક્ષુ એટલે ખૂબ જ સાવધ અને સ્વાયત્ત હતા. પ્રથમ દિવસે જ મને કહે, “મને જાજરૂ અને જમવાની સગવડવાળી જગા બતાવી દો.” મેં તે એક વાર બતાવ્યું. તેમણે એટલી ભૂગોળ પગલાથી માપી લીધી. સાથે માણસ હતો છતાં આ બાબતમાં તેઓ સ્વાયત્ત હતા. ધર્મમાર્ગમાં ઝોલાં ખાતા મારા જીવને આવા પ્રખર, ભારતવર્ષમાં ખ્યાતનામ, વિકજનનો યોગ મળ્યો તે સૌભાગ્ય હતું. અન્ય વિદ્વાનોનો પરિચય પણ થયો. પંડિતજી સાથે સાંજે બેસતી ત્યારે તેમના વાત્સલ્યતાથી મારા જીવને સ્વસ્થતા મળતી. જાણે સ્નેહાળ પિતા હોય તેમ વાત કરતા. ધર્મનો મર્મ પણ સમજાવતા. થોડા દિવસમાં નિકટનો પરિચય થયો એટલે ક્યારેક મારી માનસિક વેદના પણ કહેતી. ત્યારે મારું મનોબળ વધે અને શાંતિ મળે તેવી હળવી વાતો કરતા. ત્યારે મને એમ લાગ્યું, આ વડીલ વિદ્વાન અને ધર્મપરાયણની છત્રછાયા મળવાથી મારું દુ:ખ-શોક જરૂર હળવો થશે. એ દિવસો ખરેખર આનંદમાં ગયા. કંઈક કળ વળી કે જીવનને શોકમાં વેડફવા જેવું નથી. વિભાગ-૫ ૧૧૪ મારી મંગલયાત્રા Page #124 -------------------------------------------------------------------------- ________________ જીવન ઉત્તમ રીતે જીવવાનો હજી ઘણો યોગ છે. આપણા કરતાં પણ ઘણાં દુ:ખી જીવો છે તેમને સહાય કરવી. જીવનની બીજી તકોને વિકસાવી જીવન સાર્થક કરવું. તેઓ થોડા દિવસ રહ્યા પરંતુ જીવનકાળ સુધી તે સહારો સચવાઈ રહ્યો. ખરેખર, ડૂબતા માનવને સાગરમાં સીસમનું લાકડું મળ્યું તેવું લાગ્યું. બાળકો પણ તેમની પાસે બેસતા ત્યારે બાળકોની સાથે પણ તેઓ પ્રસન્નતાથી વાતચીત કરતા. થોડા દિવસ પછી તેઓ વિદાય થયા. સમયનું વહેણ વહેતું હતું? ભોર ભયો ને શોર સૂણું, કોઈ હસે કોઈ રૂએ ન્યારું, સુખિયો સૂએ દુ:ખિયો રૂએ અકલ ગતિએ વિચારું.” - શ્રી મુનિસુવ્રત જિન સ્તવન દુઃખ શું છે ? સુખ ક્યાં છે? વિચારવાનું માનવનું પરિબળ કેટલું ! જીવન આમ ઝોલા ખાતું હતું. જીવનમાં પહેલાં પણ કંઈ ધ્યેય નક્કી કર્યું ન હતું. એવી સમજણ પણ ન હતી ને ! પણ સુખથી વહેતું હતું. આજે તો કોઈ ધ્યેય નક્કી થાય તેવી માનસિક સ્થિતિ ન હતી. એટલે ઉપરની પંક્તિ પ્રમાણે જીવન વ્યતીત થતું હતું. અંતરમાં ઘેરો શોક ભર્યો હતો. છતાં તેમાં સહસ્રાંશ જો શાંતિ મળતી હોય તો તે કંઈક ધર્મભાવનાની હતી. સંતો અને મિત્રોના સહવાસની હતી. આ બધું લખતાં વિચારું છું કે આજે એ શોકની કંઈ અસર ઊપજતી નથી ને! આ પૂરો લેખ લખવાની હિંમત જ જીવને ત્રાહિત વ્યક્તિની કથા ઉપજાવીને લખતી હોઉં તેવું લાગ્યા પછી જ કરી છે. જેમ કોઈ સતીની કથા વાંચતાં વાસ્તવિકતા સ્પર્શ, દિલ દ્રવે, ઉપદેશ સ્પર્શે, સત્ત્વ મળે અને તત્ત્વદૃષ્ટિએ સમાય તેવું કેવલ આંશિક લગભગ અનુભવું છું. આ મારી કથા નથી પણ જીવોની કર્મની અનેક પ્રવૃતિઓની વિચિત્રતાનું દર્શન છે. હા, સતીઓ કે પુરુષો જેવી ઊંચાઈ કે મહાનતા નીપજી નથી એટલે સામાન્ય જીવનઉપયોગી જીવનની કથા, વ્યથા છે. છતાં દેવગુરુ કૃપાએ ધર્મક્ષેત્રે નીપજેલી આંશિક સાર્થકતા અને સફળતા સૌને બોધરૂપ નીવડશે. આખરે આપણે મંગલયાત્રા તરફ જવાનું છે ને ! સમય વણથંભ્યો પસાર થતો હતો. વળી કંઈક સૂઝ થવા માંડી હતી. ચાર-છ માસ થાય ત્યારે નણંદોને, બહેનને, બાપુજીને એમ બોલાવ્યા કરતી. તેઓને મળ્યાનો સંતોષ થાય, મને અને બાળકોને ઘર ભર્યું ભર્યું લાગે. અતુલ-દક્ષાને ખૂબ જ ગમતું, એ સૌ બાળકો ઉપર પ્રેમ રાખતાં. મારી મંગલયાત્રા ૧૧૫ વિભાગ-૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ એટલે ખાસ જવા આવવાની ટિકિટ મોકલાવી દેતી. તે સૌને પણ હવાફેર જેવું થતું. અને અમારી સાથે આનંદથી રહેતાં. ત્યારે હું પણ હળવા દિલથી કોઈ શોક સંતાપની વાત કર્યા વગર આનંદથી તેમની સાથે સમય ગાળતી અને ભોજન વિગેરે પણ સૌ સાથે મળીને વિવિધ પ્રકારનાં બનાવતાં. ઉનાળામાં કેરીનો રસ અને આઇસક્રીમ જેવા પ્રકારો પણ થતા. બાળકોને સૌને આનંદ આવતો. સૌ હળવાશ અનુભવતાં. જોકે મારે ઘણી વસ્તુઓ વર્જ્ય હતી. તે દરમ્યાન મને વિચાર આવ્યો કે બહેનને બાળકોને ઉછેરવાની, શિક્ષણ આપવાની ઘણી જ અગવડ છે. તેથી તેમની બે દીકરીઓને મુંબઈ ભણવા લાવી. વળી રસોઇયાએ જેમ બીજા શેઠ ન કર્યા તેમ મેં બીજો રસોઇયો ન રાખ્યો. અને આ દીકરીઓની મદદથી રસોઈ કરી લેતા. આ દિવસો દરમ્યાન પૂ. પંડિતજી પાસે અભ્યાસ કરતા મિત્ર દંપતીએ મુંબઈથી અમદાવાદ સ્થળાંતર કર્યું. આગળ જણાવ્યું તેમ કેટલાક મિત્રો પૈકી એ દંપતી લગભગ રોજ સાંજે આવતાં. ધર્મચર્ચા કરતા. દિવસે કરેલા અભ્યાસનું પુનરાવર્તન કરતાં. એટલે દિવસે અને સાંજે કંઈક પ્રસન્નતા રહેતી. બાળકોને પણ એમનો સહવાસ ગમતો. આ વાત કંઈ મોટી ન હતી. પણ ડૂબતાને તણખલાની કિંમત લાગે તેમ મારે અને બાળકોને ઉત્તમ સહવાસની ખોટ ઊભી થઈ. નિર્મળાબહેન અને ભરતભાઈ ખૂબ સાત્ત્વિક ધર્મજિજ્ઞાસુ, સજ્જન અને પ્રેમાળ. આવા દંપતીની હૂંફ પણ જવાની હતી. છતાં વળી તેઓએ એક મિત્રનો પરિચય કરાવ્યો. તે પન્નાલાલભાઈ મોદી હતા. તેમણે સંસાર માંડ્યો ન હતો. ગાંધીજીની જીવનશૈલવાળા હતા. આમ એક પછી એક સન્મિત્રોના અંકોડા ગોઠવાતા હતા. પન્નાલાલભાઈની પ્રેરણાથી પૂ. કેદારનાથજીનો સમાગમ થયો. યોગાનુયોગ તે ગાંધીબાપુની વિચારધારાવાળા હતા. તે પૂ. કેદારનાથજીના સાંનિધ્યમાં સાધના કરતા. તેમની સાથે જવાનું રાખ્યું. પૂ. નાથજીનો બોધ વ્યવહારશુદ્ધિનો હતો. મોજશોખની અત્યંત ગૌણતા હતી. એમાં મને બહુ તકલીફ ન પડી. જોકે હવે અંશે વ્યાપારી અને વ્યવહારિક કાર્યોની જવાબદારી હતી. એમાં કોઈ વાર સ્વાર્થવશ ભયાધીન માયાથી અસત્ય વચનની ક્ષતિ થાય તેવો સંભવ હતો. સ્વાર્થવશ થોડી ક્ષતિઓ થઈ પણ ખરી. છતાં પૂ. નાથજીના બોધની અસરથી જાગૃત રહેતી. જેવું અશુભ ઉદયમાં હતું, તેવો પુણ્યયોગ પણ હતો. તેથી વિભાગ-૫ ૧૧૬ મારી મંગલયાત્રા Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ મહાત્માઓનો સંગ મળી રહેતો. તેને કારણે મુંબઈના માળાના વેચાણમાં હજારોની ૨કમ પાઘડીમાં મળે તે લેવાનો અંશમાત્ર વિચાર ન આવ્યો. તે રીતે મળેલું ભારરૂપ લાગતું હતું કે હવે વધારે કોના માટે? સંત પૂ. કેદારનાથજી : કેદારનાથજીને સૌ સંત કહેતા. ગૃહસ્થ છતાં સંતપણાના ગુણો હતા ને ! એક વાર તેઓ હરદ્વાર બાજુ યાત્રાએ ગયા હતા. પગપાળા દર્શને નીકળ્યા હતા. માર્ગમાં એક ઘોડાગાડીમાં કેટલાક પ્રવાસીઓ જતા હતા. કોઈ પરિચિતે ગાડી ઊભી રખાવી. પ્રણામ કરી કહ્યું કે નાથજી આવો ગાડીમાં બેસી જાઓ, જગા છે. નાથજીએ હાથ જોડીને ના પાડી. ગાડીવાળો કહે બાપજી, બેસો, જગા છે, ખર્ચ આપવાનું નથી. નાથજી કહે, “ભાઈ તારો આભાર. પણ ઘોડો રજા આપે તો બેસું, એનો ભાર વધે ને ? ચાલવાની શક્તિ છે. પ્રાણીની દયા અને પોતાની જાતને ઘસવી આ સંતપણું છે ને ? તેઓ ક્યાંય ગુસ્તાભાવ લાવતા નહિ. ગાંધીબાપુને તેઓ વડીલ માનતા. તેમના ગુણ ગાતા. છતાં કિશોરલાલ કે ગાંધીબાપુને જરૂર પડે તો તાત્ત્વિક માર્ગદર્શન આપતા. તેઓ નમ્રભાવે પ્રાર્થના કરતા કહેતા કે આપણે સૌએ એવા ભાવ કરવાના છે કે જે સગુણો આપણામાં ન હોય તેનો ખટકો આપણને રહે, અને માનવોચિત એ સદ્દગુણો હોય તો તેનું અભિમાન ન રહે, તે પ્રગટ કરવાની લાલચ ન રહે, અને તે સદગુણ કોઈને જણાવવાની વૃત્તિ ન ઊઠે. આપણા અંગત દોષોની આપણને ખબર હોય છે. તે દોષોને આપણે જ કાઢવાના છે. લડવું છે તો એની સાથે લડો. અને સદ્ગુણ કેળવાય તેવા દર માસે એક એક નિયમને દઢ કરતા જાવ. જેમ કે ધંધામાં નીતિ રાખીશ. આ મહિને સત્ય બોલીશ. સિનેમા જેવા પ્રકારોનો ત્યાગ કરીશ. આમ તેઓ જીવનને સદાચાર યુક્ત જીવવાનો સંદેશો આપતા. કડવા અનુભવ અને જાગૃતિ : સદ્ભાગ્યે આ મિત્રો સવૃત્તિવાળા હતા એટલે સહાય કરતા. કોઈ વાર કડવા અનુભવ પણ થતા. પુરુષપ્રકૃતિમાં સ્ત્રી ભોગ્ય વસ્તુ મનાઈ છે. પુરુષમાં મહઅંશે સંયમ ગૌણ હોય છે. ભલે પુરુષ વધુ પરાક્રમી ગણાતો હોય, પણ જો તેનામાં કામુક્તા હોય તો તે નિર્બળ મનનો પરસ્ત્રીના સંગમાં પણ પાપ માનતો નથી, છેવટે સહન સ્ત્રીને કરવું પડે છે. માટે શીલના સંસ્કાર એ મારી મંગલયાત્રા ૧૧૭ વિભાગ-૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ જ સ્ત્રીનું રક્ષણ માનું છું. એક વાર તે વ્યક્તિ કોઈ તુચ્છ અપેક્ષાવાળી પણ પરિચયમાં આવી. પરંતુ ધર્મના સંસ્કાર, તેઓના પ્રત્યેના સ્નેહે એવો જવાબ વાળ્યો કે પુનઃ મોં જ ન બતાવી શકે. તેવે સમયે ઉગ્રતા પણ આવતી. એટલે આક્રોશથી જવાબ આપતી. જેથી પુનઃ તે વ્યક્તિ મારી પાસે આવવાની ચેષ્ટા જ ન કરે. જો કે તેની વાતો એવી કે મારે આ બાળકોનું ધ્યાન રાખવું છે. ભલે તેમના પપ્પા નથી પણ હું ભણાવીશ. વળી તમારું કામ કરવાનો આનંદ આવશે. મેં કહ્યું જુઓ, તેઓ ઘણું મૂકતા ગયા છે. કોઈની જરૂર પડે તેવું નથી. અને હું જ મા છું અને બાપ પણ હું જ છું. એ ખોટ હું જ પૂરી કરીશ. તમારે એ માટે અહીં આવવાનું જરૂરી નથી. તમે તમારાં બાળકોને સંભાળો. એમનું કામ આનંદથી કરો. એ વ્યક્તિ સમજી ગઈ. અહીં કંઈ મળે-વળે તેવું નથી. એટલે પુનઃ આવવાનું પ્રયોજન ન રહ્યું. આમ ઘણું સંભાળવું પડતું. ત્યારે લાગતું કે ધર્મની નિષ્ઠાના અંશતઃ સંસ્કાર કેવા ઉપયોગી નીવડે છે ? અને બળ આપે છે. જે શીલને સાચવી રાખે છે. વળી તે મિત્ર પ્રત્યે મનમાં કંઈ દ્વેષભાવ પણ ન હતો તેથી મૈત્રી મુંબઈ રહી ત્યાં સુધી દૂરથી જાળવી રાખી. આવા બે-ત્રણ પ્રસંગો બની ગયા. પ્રારંભના દિવસોમાં પતિવિરહના દારુણ દુઃખમાં અન્ય સંસ્કાર ઊઠતા નહિ. જમવા વિગેરે દરેક કારણોમાં તેઓની આકૃતિ નજરમાંથી ખસતી નહિ. પરંતુ કહે છે સમય જતા બધું બદલાય છે. આથી શારીરિક વાસનાના સંસ્કારો પણ ક્યારેક ઊઠતા. જોકે થોડો બ્રહ્મચર્યનો અભ્યાસ હતો તેથી વળી શમી જતા. તેમાં પાપ છે તે સંસ્કાર દઢ હોવાથી ક્યારેય કોઈ અન્ય વિકલ્પ અલ્પાંશે ઊઠ્યો ન હતો. જીવનમાં એ પ્રસંગો બન્યા ત્યારે શીલના સંસ્કારે તે વ્યક્તિઓ સામે કડક વલણ રાખીને પવિત્રતા જાળવી હતી. તેમાં પાળેલા વ્રતના સંસ્કારનું બળ પણ ખરું. વળી મારા મનમાં તેઓ માટેનો અતિ મોહ પણ મને અન્ય સંબંધમાં ચલાયમાન કરી શકતો નહિ. તેવા પ્રસંગોમાં મારી ઉગ્રતા વ્યક્ત થતી. યદ્યપિ મારો મહદ્અંશે પરિચય સજ્જન અને સાત્ત્વિક મિત્રો સાથે હતો. પંડિતજનો પાસે અભ્યાસ થતો હતો એટલે તેવો પ્રસંગ ક્વચિત જ બનતો. વળી આપણો પરંપરાનો સંસ્કોરવૈધવ્ય સંયમથી પાળવાનો પણ ખરોજ. આ હકીકત જણાવવાનો હેતુ કે સ્ત્રી પક્ષે સ્ત્રીએ કેટલું મનોબળ વિભાગ-૫ ૧૧૮ મારી મંગલયાત્રા Page #128 -------------------------------------------------------------------------- ________________ કેળવવું જરૂરી છે ? અગર તો સંસાર લપસણી ભૂમિ જેવો છે. માટે સ્ત્રીએ સ્વયં આ સંસ્કાર ઉત્તેજિત થાય તેવા વાતાવરણ, સિનેમા જેવાં કારણોથી દૂર રહેવા પ્રયત્ન કરવો. સાંસારિક ક્ષેત્રે આવા અનુભવ થાય તે ઉપરાંત જેને આપણે ધર્મવૃત્તિવાળા માનીએ તે પણ નબળા મનના માનવી તરીકે પુરવાર થતા હોય છે. એવી એક વ્યક્તિ મને મળી તે કહે : સાથે ફરવા જવામાં કંપની રહેશે, આનંદ આવશે. તેમની વાત કરવાની કામુક પદ્ધતિનો મને ખ્યાલ આવી ગયો. હું કહેતી : ફરવામાં મને એકલા જ આનંદ આવે છે. મને તમારે તે વાત પૂછવી જ નહિ. આમ, એવી વ્યક્તિઓને ટાળવી પડતી. એક વ્યક્તિને એવી ટેવ કે કંઈ નિમિત્ત મળે, પુસ્તક આપવાનું કે જતી વખતે “આવજો' કહેવાનું હોય ત્યારે શરીરને સ્પર્શ કરીને વાત કરવા જાય. મને તેની વૃત્તિનો ખ્યાલ આવી ગયો. એક વાર કહી જ દીધું કે જે કોઈ પુરુષ જાણીને સ્પર્શ કરે તો મારે આયંબિલની આલોચના છે. છતાં તેની ચંચળતા એવી કે એ વાત ગણકારે નહિ. ત્યારે મારાથી તેમને ટાળવાનું જ બનતું, તે આવે ત્યારે મળું જ નહિ, અથવા કામ લઈને બેસું. આમ સ્ત્રીને પક્ષે પ્રભુકૃપાએ રક્ષણ કરવાનું કેવું જરૂરી છે ! વિષમતાઓમાં ભળી સમસ્યા - એક દુઃખદ ઘટના : ત્યારે લક્ષ્મીબા (સાસુજી) ના માન્યાં તેઓ હતા ત્યારે અમારા મુંબઈ રહેવા ગયા પછી તેઓએ લક્ષ્મીબાને અમદાવાદ બંગલે બધી જ વ્યવસ્થા પણ કરી આપી હતી. તે અને સામાજી રહેતા હતા. ગમે તે કારણે ભાભી ખૂબ ખર્ચો કરતાં. તેઓ હતા ત્યાં સુધી નમ્યું. પણ પછી તો મુંબઈના મકાનના ભાડાની આવક અને બીજી થોડી આવક પર જ અમારે ચલાવવાનું હતું. વળી મારામાં એવી ઉદારતા પણ ક્યાંથી હોય ? આમ મારી મર્યાદા હતી. અને સ્વાર્થ પણ ખરો. છતાં વડીલ સુખેથી રહે એવી ભાવના રાખતી. તેઓના વખતની જેમ ખર્ચ આપી શકતી ન હતી. તેમની બધી વ્યવસ્થા બંગલે કરી હતી. વળી તેમનો વિકલ્પ સાચો હતો કે દસ જેટલાં મકાનો, લાખોના દાગીના, ચાંદીના વાસણો, ધીકતો ધંધો હતો એટલે બીજું પણ ઘણું હોય. વળી કુટુંબના વડીલોના કહ્યા પ્રમાણે હું અમદાવાદ રહેવા ન ગઈ એટલે સૌએ ભાભીની સહાનુભૂતિ રાખી. વડીલની અને વકીલની સલાહ લઈને લક્ષ્મીબાએ અર્ધી મિલકતનો હક માંગ્યો. એટલે જયારે મુંબઈ સૌ મળ્યા ત્યારે મેં વડીલની સલાહ મુજબ અમદાવાદનો બંગલો, પૂરા સમયનો મારી મંગલયાત્રા વિભાગ-૫ ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ નોકર કે બાઈ અને દર માસે રોકડા રૂ. ૩૫૦ મોકલવા (૧૯૫૪માં) એમ નક્કી કર્યું. વડીલો અને લક્ષ્મીબાની નજર ઉપર જણાવ્યું તે મિલકત પર હતી. તે અધધધ-ઘણું લાગે તે સ્વાભાવિક હતું. એના પ્રમાણમાં આ ઘણું ઓછું કહેવાય. તે પણ સાચું હતું. મને એમ કે હવે આ પતી જશે. તેઓ અમદાવાદ પહોંચ્યા. બંગલો છોડીને પોતે પોતાના પિયર બા પાસે રહેવા ગયાં. થોડા સમયમાં તેમણે કોર્ટમાં કેસ કર્યો. લક્ષ્મીબા ખરેખર ભોળાં હતાં. સાથે હિતાહિતનો સાંસારિકપણે વિચાર કરવાની ક્ષમતા ઓછી હશે ! ગમે તે, પરંતુ સામાન્ય સ્ત્રી-પ્રકૃતિએ વિચારીશું તો તેમાં તેમના પક્ષે ખોટું ન ગણાય. તે સમયે હું તેમની સગવડમાં સહમત હતી. તેથી તેમને સુખ મળે એવી ભાવના રાખતી. અલબત્ત સ્ત્રીની સામાન્ય પ્રકૃતિના પ્રમાણે મને કંઈ તેમનો આ વર્તાવ ગમ્યો તો ન જ હતો. પણ લેણદેણ ગણી દુઃખ સાથે સમતા રાખવા પ્રયત્ન કરતી. આજે વિચારું તો લાગે કે તેમની ભૂમિકા પ્રમાણે અન્યની સલાહ મુજબ જે કાંઈ કર્યું તે તે વખતે તેમને માટે ઠીક હશે ? ખેર. લક્ષ્મીબા :- મારા સમાન હક્કનું શું ? તેમણે વિચાર્યું કે આ ઘરમાં હું આવી, તું આવી. તેઓ હતાં, ત્યાં સુધી વીલના બંધારણ પ્રમાણે બધું પતિનું. અમદાવાદનું ઘર અતુલના નામે હતું અને મુંબઈની મિલકત મારે નામે હતી. તેમણે વિચાર્યું કે હું અને તું બન્ને સરખા હકદાર છીએ. ત્યારે તેમણે નાનાં બાળકોની નોંધ નહિ લીધી હોય અને તેમણે જોયેલું કે આટલી અઢળક સંપત્તિ એ એકલી ભોગવે ? તેમને સમજાવવા કઈ રીતે કે હું ભોગવતી નથી, મારે ભોગવવી નથી. મારે તો તે ઉપાધિ છે. વાસ્તવમાં મને જ મારી વ્યવસ્થા અને મિલ્કતની પૂરી સમજ ન હતી. વડીલે વીલ દ્વારા તેમની પૂરી વ્યવસ્થા કરી હતી. આથી તેમના હક્કનો પ્રશ્ન ન હતો. તેઓ સુખેથી રહે તેવી ભાવના રાખતી. જોકે તેમને તો ઘણી અપેક્ષા હતી. - અમદાવાદ મહાવીર સોસાયટીમાં અમારા બંગલામાં દેરાસર હતું. તેમાં ચાંદીનું સિંહાસન વિગેરે હતું. તે લક્ષ્મીબા આબુ લઈ ગયાં. વળી પેલા સાધુ-મહાત્મા સાથે તેઓ આબુ દેલવાડા રહેવા લાગ્યા. તેમના કહેવા પ્રમાણે ખર્ચ કરતાં. એટલે એમને જે કંઈ વીલના આધારે મળેલું તે થોડા વખતમાં વપરાઈ ગયું. કાળક્રમે સાધુ-મહાત્મા કાળધર્મ પામ્યા. તેમનું કંઈ લખાણ નહિ એટલે આ ચાંદીની લાખોની સામગ્રી સાથે ભગવાનનો કબજો દેલવાડાની પેઢીએ લઈ લીધો. આજે પણ આ વસ્તુઓ વિભાગ-૫ ૧૨૦ મારી મંગલયાત્રા Page #130 -------------------------------------------------------------------------- ________________ ત્યાં એક ઓરડીમાં રાખવામાં આવી છે. લક્ષ્મીબાનો પણ તેમાં હક ન રહ્યો. મેં તો તે વાત પર પડદો જ પાડી દીધો. આખરે લક્ષ્મીબાએ હાઈકોર્ટના દરવાજા બતાવ્યા : કલ્પી ન શકાય તેવી દુઃખદ ઘટના ઘટી. એક દિવસે બપોરે આરામ કરતી હતી ત્યાં દરવાજાની ઘંટડી રણકી. ચારપાંચ સાવ અજાણ્યા માણસો હતા. તેમણે શિસ્તબદ્ધ કોર્ટનો કાગળ બતાવ્યો. તેમાં કોર્ટની કાર્યવાહી હતી. ઘરની તમામ વસ્તુઓ નોંધાવી દેવી. હું આ અંગે કંઈ વિચાર કરું ત્યાં તો અમદાવાદના અમારા મૅનેજર ભાઈનો કોલ આવ્યો કે અહીં ઑફિસે કોર્ટ તરફથી સીલ લાગ્યા છે. બંગલાની વસ્તુઓની પણ નોંધ લીધી છે. કારણ લક્ષ્મીબાએ તમામ મિલકતમાં ભાગ મળે તેમ હાઈકોર્ટમાં કેસ કર્યો છે. તેની આ કાર્યવાહી છે. કોર્ટના આવા કામનો વિચાર કરવાનું મારું ગજું નહિ, કોઈને પૂછું તેવો અવકાશ નહિ. ઘરમાં કોઈ વડીલ તો હતા નહિ, આવી સ્થિતિમાં રડવા સિવાય મને શું સૂઝે ? પેલા માણસો તેમની ચિઠ્ઠીના ચાકર. સમન્સ બજવવો પડે છતાં તેઓ શાંતિથી બેઠા. મને જરા કળ વળી. પરિસ્થિતિનો સ્વીકાર કરી ઊભી થઈ. એ લોકોએ માંગ્યું તે બધું ખોલી આપ્યું. પહેલાં જણાવ્યું તેમ ચાંદીનાં મોટા ભાગનાં વાસણો કાઢી નાંખ્યાં હતાં. જોકે તે માણસોને મારો ગભરાટ જોઈને કે ગમે તેમ પણ સેઇફ ડિપોઝિટનું ખાનું યાદ નહિ આવ્યું હોય, - તેમને વસ્તુઓ લખવાનું કામ સોંપી હું સેઈફમાં દોડી ગઈ. પૂ. કાકાને લાખોના દાગીનાનું બૉકસ સોપી આવી. એમાં કંઈ ઊંડી અક્કલ ન હતી. પણ એ વસ્તુઓ જાહેર ન થાય એ ભયથી સોંપી હતી. એ ગભરાટમાં કાંઈ સત્યનો ધર્મ મને સૂઝે કેવી રીતે ? એટલે મેં એ વાત ભયથી છુપાવી. આમ વિચારીએ તો કેવી વિચિત્રતા ! એ દાગીના પહેરવા ન હતા. તે પ્રત્યે મોહ પણ ન હતો. આજે વિચારું છું કે ત્યારે છુપાવ્યા કેમ ? ઊંડાણમાં ક્ષોભ અને મોહ હતો. ખેર ! છતાં સત્ય આગળ આવ્યું, તે હવે જોઈશું. સાંજે અમારી ત્રણ પેઢીના વડીલ, નિઃસ્વાર્થવૃત્તિવાળા, ખૂબ સાધનસંપન્ન, જેમની સલાહથી મુંબઈ છોડ્યું ન હતું એવા શ્રી કાકા પાસે ગઈ અને અશ્રુનો ધોધ છૂટ્યો. તેમણે સાંત્વન આપ્યું અને સમજાવ્યું કે માથે આવ્યું તે ઉકેલવું પડે. તેઓએ મને પ્રતિષ્ઠિત એવા અમારા સોલિસિટર કાંગા એન્ડ કાં.વાળા પાસે કેસ મૂકવાનું કહ્યું. તેમના કાર્યાલયે જતાં મારી મંગલયાત્રા ૧૨૧ વિભાગ-૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ પહેલાં તેમના હાથ નીચેના વકીલ પાસે મને તેમના ઘરે લઈ ગયા. તેઓ ખૂબ સમજદાર હતા. બધું સાંભળ્યા પછી કહે : આપણે સેઇફના બધા દાગીના નોંધાવી દેવાના. તારા ભાગ્યમાંથી કોણ લઈ જશે ? આપણે જે કંઈ કરવું તે સાચું જ કરવું. આજે લાગે છે કે ધર્મ-સંસ્કાર આ રીતે સહાય કરતો હોય છે, એટલે અસત્ય કરવા ગઈ છતાં તેને સુધારવાની તક મળી. તેમની વાત સમજાઈ. ગભરાટ ઓછો થયો. અને કેસના કાગળ તૈયાર કરવામાં એ દાગીના નોંધાવી દીધા. જીવનમાં વડીલો કે વકીલો મળે તે પણ સત્યપરાયણ મળે તેને પણ સુયોગ માનું છું. આમેય મને તેઓના ગયા પછી એ વૈભવમાં રસ ન હતો. એ બધું બોજા જેવું જ હતું. અને બાળકો નાનાં હતાં એટલે મને કંઈ દાગીનાની ઉપયોગિતાનો કોઈ વિચાર એ રીતે ઉદ્ભવતો પણ ન હતો. હવે ન્યાયમંદિરના દરવાજા જોવાના હતા : આમ, છ માસ પછી કેસની મુદત આવી. હાઈકોર્ટમાં હાજર થવાનું હતું. તે દિવસે મન પર ભારે અસર થઈ. પ્રેશર ઘટી ગયું. શરીર શિથિલ થઈ ગયું. ભૂખ મરી ગઈ. તેઓની હાજરીમાં સાડી, દાગીના કે શાકભાજી લેવા પણ એકલી ક્યાંય ગઈ ન હતી. તેમાં માંડ થોડી પા પા પગલી ભરી ત્યાં તો કુદરત કહે દોડ. ક્યાં ? હાઈકોર્ટના દરવાજે, જીવનમાં આવતી આવી આફતોમાં સ્વજન-મિત્રો, ધર્મની સાત્ત્વિકતાની રુચિના સંસ્કાર, સંતોના સમાગમ, તેમનું માર્ગદર્શન, સંસ્કારનાં બીજ વાવે છે. તેનું વૃક્ષ થઈ કસોટીના સમયે છાયા આપે છે. તે આ ક્ષેત્રમાં પ્રવેશેલાઓનો અનુભવ છે. તે ચમત્કાર નથી, સાક્ષાત્કાર છે. આમ સવાર તો કેવી ઊગી તેની વ્યથા શું લખું ? મનમાં ગત આત્માને ઉદ્દેશીને કહેતી હતી કે મને આને માટે મૂકતા ગયા છો ? તમારા ગુણ પ્રમાણે દેવલોકમાં હશો ત્યાં સુખમાં અને મારે માથે દુ:ખના ડુંગર ? શું તમારી પ્રીત સાચી હતી ? વળી મારે ક્યાં આ વૈભવ જોઈતો હતો ? ! મને તો છઠ્ઠી આંગળી જેવો લાગે છે. છતાં આ બધું સંભાળવાનું, વેઠવાનું ? આમ માનસિક વિકલ્પોનો ઝંઝાવાત ઊમટ્યો હતો. ન્યાયમંદિર કે પ્રભુમંદિર ? : હવે શું કરવું ? મનમાં કેટલાય તરંગો ઊઠતા. નિરાશ થઈ સોફા પર બેઠી હતી ત્યાં સામે ટેબલ પર ગાંધીબાપુનું પુસ્તક ‘સત્યના પ્રયોગો’ હતું, જાણે કોઈ દેવે લબ્ધિથી મૂક્યું કે શું ? મેં હાથમાં લીધું. વાંચવામાં વિભાગ-૫ ૧૨૨ મારી મંગલયાત્રા Page #132 -------------------------------------------------------------------------- ________________ કંઈ રસ ન હતો પણ અમસ્તુ પાનું ખોલ્યું. તે પાનું કે વાક્ય યાદ નથી પણ એવો મતલબ હતો કે સત્યનું આચરણ કરનારને સત્ય મદદ કરે છે. આ વાક્યની સાથે બીજાં વાક્યો વાંચ્યાં, મનમાં હાશ થઈ, હળવાશ થઈ. મને થયું કે મારે કંઈ ખોટું કરવું કે કહેવું નથી. લક્ષ્મીબાના સુખમાં રાજી છું. મને ચિંતા શાની ? મહાત્માઓના પ્રસંગોમાં, કથનમાં કેવો ચમત્કાર-સાક્ષાત્કાર હોય છે ? શરીર-મન સ્વસ્થ થયું, પ્રેશર સરખું થઈ ગયું. થોડુંક જમી. અવલંબનરૂપ વિચાર-ચિંતનની ટેવ સહારે આવી. કોર્ટ એટલે ન્યાયમંદિર. પ્રભુમંદિરમાં પ્રભુનાં ગુણગાન ગાવાનાં. ન્યાયમંદિરે નવકારમંત્ર ગણવાના અને આ જ સત્ય જાળવીને અમારા પિતરાઈ જેઠ જે અમદાવાદની પેઢીના મૅનેજર હતા. તેમની સાથે ન્યાયમંદિરે (હાઈકોર્ટમાં) પહોંચી. પ્રભુમંદિરે ન જાય તો કુદરત પણ શું કરે ? ન્યાયમંદિર બતાવેને ? આ દિવસોમાં અમરચંદકાકાનું અવસાન થયું હતું. પરંતુ ભરતભાઈના સસરાજી શ્રી ત્રિકમલાલ અનુભવી હતા તેમનું માર્ગદર્શન મળી રહેતું. વળી સારાભાઈ મણિયાર પણ સહાયરૂપ થતા. લક્ષ્મીબા તેમના ખ્યાતનામ વકીલ સાથે હાજર હતાં. હૃદયની અંતઃકરણની સાક્ષીએ એક વડીલની જેમ તેમના પ્રત્યે સદ્દભાવ રાખી, મેં તેમની સામે નજર મેળવી. શક્ય તેટલા નવકાર ગણવા પ્રયત્ન કરતી. જોકે મનમાં સ્થિરતા પકડાતી ન હતી. મૂંઝવણ ટળી હતી પણ એક પ્રકારનો શૂનકાર જણાતો હતો. જોકે લક્ષ્મીબાને જોઈને મને કોઈ દ્વેષ પેદા થયો ન હતો તેનો બરાબર ખ્યાલ છે. કારણ કે મારા મનમાં તો તેઓ સુખી થાય તેવા ભાવ હતા. પાપનાં છિદ્રો પુરાઈને કયારેક પુણ્ય પણ પ્રગટતું : અમારા સોલિસિટર કાંગા કે ના હતા. ઘણાં પ્રતિષ્ઠિત. જેવું નામ મોટું તેવું દામનું કામ પણ મોટું જ હોયને ! કેસની તૈયારી માટે બોલાવે ત્યારે એક મુલાકાતના, ફક્ત પાંચસાત મિનિટના ૫૦૦/૧૦૦૦ની રકમ હોય. તે ઉપરાંત બીજા ખર્ચા જુદા. કેસની રજૂઆત લગભગ ૧૨ વાગે થઈ, ત્રણચાર વાગ્યા સુધી બધી રજૂઆત થઈ. વડીલે કરેલું વીલ એવું સ્પષ્ટ હતું કે તેમાં લખ્યા ઉપરાંત ક્યાંય તેમનો હક્ક ન હતો. અને તેઓએ રજૂ કરેલી મિલકતો લગભગ અતુલ કે મારા નામ પર કાયદેસર હતી. સામેના વકીલ સ્વાભાવિક છે કે તેમના અસીલ માટે પૂરતો પ્રયત્ન કરે, અમારા હાજર રહેલા વકીલ મારી મંગલયાત્રા વિભાગ-૫ ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન હતા. ખૂબ કુશળ હતા. તેમણે વિચાર્યું કે જો આજે કેસ નહિ પતે તો વળી મુદત પડશે. બંને પક્ષે ૧૯૫૫ની સાલમાં દરેકના વકીલની ફી એક દિવસની રૂ. ૨૫,૦૦૦ જેવી હતી. આમ બંને વિધવા બાઈઓની મિલકત વેડફાઈ જશે. આથી તેમણે જજસાહેબને આવું કંઈક સમજાવ્યું. તેઓ પણ જૈન હતા. આ એક સુયોગ હતો. તેઓ અમને ખાનગી ચેમ્બરમાં લઈ ગયા. તેમણે મને કંઈક પૂછ્યું. મેં કહ્યું લક્ષ્મીબાને સુખ પડે તેમ કરો. બંગલો વિગેરે મેં પહેલાં જે નક્કી કર્યું હતું તે કહી દીધું. સામે પક્ષે વકીલે ભાગ માટે દલીલો કરી ત્યારે જજસાહેબે જણાવ્યું કે વીલ પ્રમાણે જે છે તે ઉપરાંત કાયદેસર બીજું કંઈ જ મળે તેવું નથી. એમ જજસાહેબે અભિપ્રાય આપ્યો ત્યારે સામેના વકીલ મૂંગા થઈ ગયા. આખરે જજસાહેબે જજમેન્ટ લખાવ્યું કે બંગલામાંથી ત્રણ ઓરડામાં લક્ષ્મીબા જીવે ત્યાં સુધી રહેવાનો હક્ક, જે વીલમાં લખેલું હતું. માસિક રૂ. ૪૦૦ આપવા. હું હવે હિંમત કરીને વચમાં બોલી કે ““સાહેબ, તેમને પૂરો બંગલો આપો મને વાંધો નથી. મારે મુંબઈમાં મોટું મકાન છે. જજસાહેબ : ““તારે અમદાવાદ જવાનું થાય, બાળકોના ભાવિમાં પ્રસંગો આવે, તો ક્યાં રહીશ ? વળી તેઓ એકલા છે એટલે આ પૂરતું છે.” આમ વડીલો સાથે જે વિચાર્યું હતું તેનાથી કંઈ વધ્યું ન હતું. કેસ પત્યો પણ એ કાળે બે પક્ષના થઈને એક લાખ જેવી રકમ ખર્ચાઈ ગઈ. કહે છે જયાં જયાં જે લેણાં હોય તે ચૂકવવાં પડે. તે પછી વકીલો, વૈદ્યો કે વ્યક્તિઓ દ્વારા હોઈ શકે તેનો અફસોસ કરવો વ્યર્થ હતો. લક્ષ્મીબાને સંતોષ ન થાય તે સ્વાભાવિક હતું. જો આ વાત ઘર બેઠે પતી હોત તો કંઈ ગુમાવવાનું ન હતું. હજારોની રકમ ખર્ચાને પણ મેં પહેલાં જે કહ્યું હતું તે જ પ્રમાણે તેમને મળ્યું. આખરે એ કામ પત્યું તેમ માનવું. તે બાંધેલી આ મહેલાતો અને વૈભવ સાથે ના આવે, સૌનું ભાવિ સૌની સાથે તેની ચિંતા શા માટે, જે ના આવે સંગાથે તેની માયા શા માટે? વિભાગ-૫ ૧૨૪ મારી મંગલયાત્રા Page #134 -------------------------------------------------------------------------- ________________ ઈ.સ. ૧૯૫૬ મુંબઈથી પુનઃ અમદાવાદ ભણી જતાં દક્ષા (પુત્રી) અતુલકુમાર (પુત્ર) વય-૧૨ સુનંદાબહેન, વય-૩) સરલાબહેન ઠાકોર સામાજિક સેવા ક્ષેત્રના સહયાત્રી, મુંબઈ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વર્ષ ૪૫ વર્ષ અતુલ, દક્ષા, રમોના Page #136 -------------------------------------------------------------------------- ________________ ૬ મુંબઈથી પુનઃ અમદાવાદ ભણી * * * * * * જીવનમાં એક વળાંકનો સંયોગ સમસ્યાઓની વણઝાર અમદાવાદમાં લક્ષ્મીજીએ પુનઃ જગા બદલી બંને બાળકો સાથે ગંભીર વિચારણા લક્ષ્મીબા પુનઃ બંગલે રહેવા આવ્યા શ્વસુર પક્ષના અન્ય સંબંધો અમદાવાદમાં પુનઃ પિયર પક્ષની પરિસ્થિતિ * પુનઃ પંડિત શ્રી સુખલાલજીના સમાગમમાં * પૂ. પંડિતશ્રી સુખલાલજીનો સંક્ષિપ્ત પરિચય * આ કાળની બોધદાયક આશ્ચર્યકારી ઘટના * * * મન માનવનો મુસીબતે મળે | ચરાણો ગુરુવારના તી પુર્ણયથી મળે માટીના કુંભથી તો પાણી ઢળી જાય, દિવસને રાત મને એમ કહી જાય.” Page #137 -------------------------------------------------------------------------- ________________ પૂ. પં. શ્રી સુખલાલજીમાં પાંચવ્રતના દર્શન થતાં અહિંસા : તેઓ વાત્સલ્યપૂર્ણ, નિર્લોભી તથા નિસ્પૃહ / હોવાથી કોઈને પીડા થાય તેવો બાહ્ય આચાર કરતા નહિ અને અંતરમાં તેવા ભાવ પેદા ન થતાં તે પ્રત્યક્ષ કળાતું. સત્ય : તેમની વાણી પ્રખરે છતા સત્યપરાયણ હતી તેથી તેમાં માયા, દંભ, માન જેવા દોષો ભળી શકતા નહિ, સત્ય છતાં હિત અન મિત. અચૌર્ય : તેઓ પોતાની મર્યાદાથી કશું વિશેષ રાખતા નહિ, કોઈનું કંઈ લેતા નહિ, અરે લેખન જેવા કાર્યોમાં પણ સ્પષ્ટતા રાખતા. બ્રહ્મચર્ય : આજીવન બ્રહ્મચારી હતા. સાથે સાથે જીવનની પવિત્રતામાં જાગૃત હતા. અપરિગ્રહ : તેઓ ત્રણ જેડ વશ, એક ટુવાલ, બે નેપકીન, એક જ ડ જૂતા, સુવા ઓઢવાના અલ્પ સાધન સિવાય, આ ગણત્રીથી કશું વધવા દેતા નહિ. આહારમાં પણ અતિ અલ્પાહારી હતી. આજીવિકામાં સ્વાયત્ત રહેતા તેમાં પણ અલ્પ પરિગ્રહ હતો. Page #138 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં એક વળાંકનો સંયોગ ૧૯૫૪ લગભગ કોર્ટનું કાર્ય ઉપાધિ છતાં સરળતાથી પત્યું. ૧૯૫૫ લગભગ અતલની કોઈ ભૂલથી તેને તથા અન્ય વિદ્યાર્થીઓને એસ.એસ.સી.ની વાર્ષિક પરીક્ષાનું ફૉર્મ મળ્યું નહિ. મારે માથે આ ચિંતાનો વિષય હતો. હજી ભણવાનું હતું. મુંબઈમાં કોઈ ઑફિસ નહિ, ભાગીદારોએ તો આ બાબતમાં સંપર્ક જ રાખ્યો ન હતો. હવે શું કરવું? એ દિવસોમાં રોજ તેની શાળાએ આંટા ખાવા, પ્રિન્સિપાલને વિનંતી કરવી, મન ઉદ્વેગમાં હતું, તેમાં વધારો થયો. છતાં પ્રયત્ન કરીને ફોર્મ મેળવ્યું. બીજા વિદ્યાર્થીઓને પણ મળ્યું. તે બધા પાસ પણ થયા. જોકે આ પ્રસંગ બન્યા પછી અતુલ માનસિક રીતે ભણવામાં નબળો થયો એટલે પરીક્ષા સમયે ગભરાટ રહેતો. છતાં અન્ય મિત્રોને સાથે રાખી વંચાવતી, એમ કરતા પાસ થયો. કૉલેજમાં દાખલ થયો ત્યારે પણ કંઈક એવું બન્યું. એક પેપરમાં તે નપાસ થયો. હવે આ પ્રશ્ન ગંભીર બન્યો. મારી પણ કંઈ વિશાળ સમજ નહિ. કોઈને ત્યાં કંઈ કામે લાગે તેવા સંયોગ નહિ. વળી કોઈની ખુશામત કરવી પડે. આથી આ પ્રશ્ન જટિલ બન્યો. સાથે બીજી સમસ્યાઓ પણ ખરી. સમસ્યાઓની વણઝાર : (૧) અતુલ નપાસ થવાથી એક વર્ષ તો ઘરે જ રહેવાનું હતું. મુંબઈમાં વ્યાપારી ક્ષેત્રે તે અજાણ હતો. કંઈ કામ વગર જીવનવિકાસ કેમ થાય? (૨) જેની હુંફ હતી તે ભરતભાઈ નિર્મળાબહેન અમદાવાદ સ્થાયી થયા, પછી ૫. પાનાચંદભાઈ બીમાર થવાથી અભ્યાસ પણ છૂટી ગયો. (૩) સરલાબહેને પણ લગ્ન કરી લીધાં એટલે તેમનો સહવાસ ઓછો થયો, એટલે અમને સૌને એકલવાયું લાગતું. (૪) અમારી સંભાળ રાખતા સલાહ આપતા તે અમરચંદકાકાનું અવસાન થયું. વહીવટી કાર્યોમાં તકલીફ રહેતી. (પ) મારી તબિયત સારી રહેતી ન હતી. હજી માનસિક ઉદ્વેગ શમ્યો ન હતો. (૬) બહેનનાં બાળકોને બહુ ગમતું નહિ અને મકાન મોટું હતું તે હવે જાણે ખાવા ધાતું હતું. (૭) મુંબઈના મકાન વિગેરેની વ્યવસ્થા કેવી રીતે કરવી ? મારી મંગલયાત્રા ૧૨૭ વિભાગ-૬ Page #139 -------------------------------------------------------------------------- ________________ આમ અભિમન્યુના કોઠાની જેમ ચક્રવ્યૂહ રચાયો હતો. વળી એ સમયે એટલી કુશળતા નહિ અને માનસિક સ્વસ્થતા નહિ કે બધું કાર્ય સરળતાથી ચાલે. છેવટે એમ લાગ્યું કે અમદાવાદ સ્થાયી થવું. પુનઃ અમદાવાદ ભણી : અમદાવાદ જઈને બધું સુખરૂપ છે તેમ તો ન હતું. પરંતુ સાત્ત્વિક મિત્રોની હૂંફ હતી. અતુલ પેઢીએ બેસતો થાય અને વ્યાપાર સંભાળે તેની મુખ્યતા હતી. આખરી નિર્ણય કરી સારાભાઈ અને માર્કંડભાઈની સહાયથી, મુંબઈનું ફર્નિચર અમદાવાદ રવાના કર્યું. મકાન વેચવાની જાહેરાત કરી. અમે ૧૯૫૬ના વેકેશનમાં અમદાવાદ પહોંચ્યા. સંયોગવશાત્ માનવી દેશવિદેશમાં ફરે, સ્થળાંતર કરે તેમાં કંઈ વિશેષતા ન હોય. અહીં મારા જીવનની ઘટનાઓ કેવી રીતે ઘટી, મારી મંગલયાત્રા કેવી રીતે થતી હતી તે જણાવવા, તે તે યાત્રામાં સહાયતા કેવી રીતે મળી તે જણાવવા માટે આ ચિત્રામણ જરૂરી લાગ્યું છે. આમ, જીવનમાં પાછો એક વળાંક આવ્યો. અને તે પ્રમાણે અમારે ત્રણેએ હવે જીવન ગોઠવવાનું હતું. અતુલ : અતુલનું બાળપણ ખૂબ લાડાકોડમાં ગયેલું. એ મોજી પ્રકૃતિનો હતો. પછી પિતાશ્રીએ પણ લાડ પૂરા કર્યા હતા. વળી બીમારીને કારણે પણ તેની પ્રકૃતિમાં ઉગ્રતા હતી. પરંતુ ખાવું, ખવરાવવું, ઉદારદિલ અને જરૂર પડે મિત્રોને સહાય કરવી, પરોપકાર જેવા ગુણો હતા અને છે. ખાસ કરીને રમૂજી છે. તેને કારણે તેનું મિત્રમંડળ મોટું છે. અમદાવાદ આવી તેનો અભ્યાસ શરૂ થયો. જોકે તેને અભ્યાસમાં રુચિની વૃદ્ધિ થઈ નહિ, મારા દબાણથી ગ્રેજ્યુએટ થયો. ધંધામાં કાંતિભાઈ (કાકા) ઘણું સંભાળી લેતા એટલે તેને બહુ બોજો ન હતો. વળી પછી તેણે ધંધાની પદ્ધતિ બદલી, તે અનુકૂળ ન આવવાથી નિવૃત્ત થયો. પોતાની રીતે જીવન ગોઠવાઈ ગયું. દક્ષા : દક્ષાને અમદાવાદ બિલકુલ ગમે નહિ. તેને કોઈ મિત્ર નહિ. નવી શાળા. એ રડતી-કહેતી : “મમ્મી ! તમે મને કહેશો તે બધું હું કરીશ. પણ ચાલોને મુંબઈ પાછાં જઈએ, મને અહીં ગમતું નથી.” આમે સ્વભાવે વિભાગ-૬ ૧૨૮ મારી મંગલયાત્રા Page #140 -------------------------------------------------------------------------- ________________ ભદ્રિક, ઉંમર ૧૧ વર્ષની, તેથી બીજી કંઈ સમજ ન હોય, આમ કહી રડતી અને તેની સાથે હું પણ રડી જતી. વાત્સલ્યથી તેને સમજાવતી, આખરે તે પણ ગોઠવાઈ ગઈ. અતુલ આમ પણ ઘણો મળતાવડો એટલે થોડા વખતમાં મિત્રોમાં અને ભણવામાં ગોઠવાઈ ગયો. મુંબઈની જેમ અમદાવાદમાં પણ લક્ષ્મીજીને પગ થયા : અમદાવાદ અતુલના પિતા અને દાદાએ સર્જન કરેલી સંપત્તિ ઠીક હતી તે વિશેષ સ્થાવર હતી. એ સઘળો વહીવટ કરવાની પણ ત્રેવડ જોઈએ. તેથી તેનું વેચાણ શરૂ કર્યું. પોળનાં ત્રણ ઘર ભાડે આપેલાં એટલે આપણી ગરજને કારણે ઓછી કિંમતે વેચાણ થયું. બજારમાં માર્કેટમાં બે દુકાનો હતી. તે એક સંબંધીએ અતુલને સમજાવી થોડા વખત માટે ભાડે લીધી, પછી તે પોતે જ ઓછી કિંમતે લઈ લીધી. બીજી દુકાન પણ વેચાઈ ગઈ. પાલડીમાં એક મકાન હતું તે પણ વેચાઈ ગયું. પછી આ મૂડી ક્યાં જતી તે સમજાતું નહિ. ખેર, લક્ષ્મીજી પગ કરતા ગયા. આખરે લાખોની કિંમતની સી. કે. વોહોરાની પેઢી તે પણ સસ્તામાં ગઈ. અરુણ સોસાયટીનો પ્લૉટ ઝૂંપડાવાસીએ પચાવ્યો. બીજી ખાલી જગા જે નેમચંદભાઈએ મહાવીર સોસાયટીમાં રાખેલી તે પણ વેચાઈ ગઈ. જવા દો... હજી યાદી લાંબી નથી કરવી. હા, પણ અતુલનો પુણ્યયોગ સોનીના ભંગાર જેવો છે. સોનીના ભંગારમાં પણ સોનાની રજકણો નીકળે. તેમ આ હકીકત બનવા છતાં અમે સૌ સંતોષ, શાંતિ અને સુખ-સંપન્નતાથી રહીએ છીએ. સંસાર છે... કંઈ ને કંઈ સંઘર્ષ તો ૨હે. વળી તેનું પણ સમાધાન થાય. અમદાવાદ કેટલીક મુશ્કેલીઓ હતી, મુંબઈમાં પણ હતી. અશુભનો યોગ સાથે જ રહે. છતાં મને ખ્યાલ હતો કે અમદાવાદમાં પૂ. બાપુજી (શ્રી ત્રિકમલાલ), ભરતભાઈ, કલ્યાણભાઈ જેવા સાત્ત્વિક મિત્રોનો સંગ મળશે. પૂ. પંડિતજી પણ હતા. એકંદરે મુંબઈ કરતાં તો અમારે માટે અમદાવાદ રહેવું યોગ્ય હતું. મુંબઈમાં ઘણો ખાલીપો-સૂનકાર લાગતો. તે રીતે મને પણ નિશ્ચિંતતા લાગતી. છતાં એક વાત તો નિવારી શકાય તેમ ન હતી. તે એ હતી કે દર વખતે આવતા ત્યારે ‘તેઓ’ની ઉપસ્થિતિ હતી. મન ભર્યું ભર્યું રહેતું, ઘર પણ સગાં-સ્વજનોના ઉલ્લાસથી ભર્યું ભર્યું રહેતું. આ સમયે અમદાવાદ આવવામાં ઘણું અંતર આ હતું. મારી મંગલયાત્રા વિભાગ-૬ ૧૨૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં સગાં, સ્વજન, મિત્રોનો સહવાસ હતો. સાધનસામગ્રી હતી. પરંતુ છેલ્લાં વર્ષોમાં મારું જીવન તેઓના આધારે હતું. તેઓની આજુબાજુ ગોઠવાઈ ગઈ હતી. આથી અન્યત્ર મને કંઈ લગાવ રહ્યો ન હતો. આથી મારા મનને હજી સમાધાન થતું ન હતું, કે તેઓ વગર અમદાવાદ કેવી રીતે જીવવું ! જે સ્વીકાર્યા વગર છૂટકો ન હતો. બંને બાળકો સાથે ગંભીર વિચારણા ? : મારા પર ગાંધીજીની વિચારધારાની અસર તેથી શ્રમની મુખ્યતા રાખી, એક જ નોકરથી કામ ગોઠવ્યું. ગાડી પણ મુંબઈથી એકાદ વર્ષે આવી. ત્યાં સુધી બસ-રિક્ષાથી નવ્યું. બાળકોને મોટરને બદલે સાઈકલ પર જવાનું રહેતું. આ સાદાઈ અને શ્રમ મારા માટે સંતોષકારી હતાં. બાળકોનું બધું સચવાતું પણ તેમણે જિંદગીનાં પ્રથમ વર્ષોમાં પિતાની હાજરીમાં જે સુખસામગ્રી, અઢળક વસ્ત્રો, અનેક પ્રકારના ખાવા-પીવાના શોખ, રમતનાં સાધનો, મોટરની સગવડ એ બધું અલ્પ થઈ ગયું હતું. તેમને એ વખતે દુ:ખ લાગ્યું હશે. પણ કહેવા જેવી વય નહિ ! તેઓ ટેવાઈ ગયા હતા. તેમની કોઈ ફરિયાદ નહોતી. દક્ષાને મમ્મીની સાથે રહેવામાં જ બધું સમાઈ જતું. અતુલને જે કંઈ ઊણપ હતી તે મિત્રો કે સગાં દ્વારા પૂરી કરી લેતો. તે સ્વયં ઉદાર અને કોઈનું કામ કરી લેવાની વૃત્તિવાળો. તેમ સગાંઓ તેને ખૂબ જ પ્રેમથી સાચવતા. મારા સાદાઈના આદર્શની ધૂનમાં બાળકોના મનના ઊંડા સ્તર પર શું ચાલતું હોય તેની મને સૂઝ ન હતી. મને લાગતું સાદાઈ તો આદર્શ છે. વડીલો કહેતાં શું દુઃખ છે ? નોકરો અને બીજી સગવડ મૂકી શા માટે ગરીબીમાં જીવે છે? શું જવાબ આપું? એ સાદાઈમાં મને હવે દુઃખ ન હતું. સ્વેચ્છાએ મેં તેનો સ્વીકાર કર્યો હતો. તેથી મને સંતોષ હતો. બાળકોને સારા સંસ્કાર મળે તેવું મારું મંતવ્ય હતું. એમ કરતાં અતુલ લગભગ વીસનો થયો. દક્ષા પંદરની થઈ. એક વાર નિરાંતની પળે વાત કરતાં તેઓએ મનમાં પડેલા કેટલાક વિચારો વ્યક્ત કર્યા. ત્યારે ખબર પડી કે પપ્પાએ ભલે દસ વર્ષમાં પણ, ઘણાં સુખ-સગવડ અને તેમની ઇચ્છાઓ પૂરી થાય તેમ ઉછેર્યા હતાં. અને મેં તો પછી એકાએક જ તેમને, સાદાઈના આદર્શોમાં સાધનસગવડો ગૌણ કરી ઉછેર્યા. મારી કરકસર તેમને માટે ક્યારેક અગવડ ઊભી કરતી. વિભાગ-૬ ૧૩) મારી મંગલયાત્રા Page #142 -------------------------------------------------------------------------- ________________ જેમકે ગાડીને બદલે સાઇકલ મળે. દક્ષાને બહુ વાંધો ન આવતો પણ અતુલ તેના પિતાની જેમ શોખીન, સાધનસામગ્રીની વિપુલતા ગમે. એટલે ક્યારેક મનદુઃખ થતું હશે. જો કે ૧૯૬૨થી લગભગ તો તેણે જ ધંધો અને ઘરવ્યવસ્થા સંભાળી લીધાં હતાં. તેથી પોતાની સગવડો પ્રમાણે સામગ્રીઓ વસાવી લેતો. આમ તેની રીતે પોતે રહેતો હતો. એટલે હવે તે અંગે મારી જવાબદારી ગૌણ થઈ હતી. લક્ષ્મીબા પુનઃ બંગલે રહેવા આવ્યાં; સંઘર્ષના અંતનો સંતોષજનક અંત : મુંબઈના કોર્ટના ચુકાદા પછી લક્ષ્મીબા અમદાવાદ પાછાં આવી, પોતાના બાને ત્યાં રહેવા ગયાં, મારાં ભાઈ-ભાભીને ઘરની તકલીફ હતી, અને બંગલો સચવાય એટલે તેઓ અમારા બંગલામાં રહે તેવી ગોઠવણ કરી હતી. કોર્ટના ચુકાદા પ્રમાણે લક્ષ્મીબાના ત્રણ ઓરડા ખાલી હતા. છતાં કોઈ નાની સામાન્ય બાબત માટે વળી તેમણે વકીલ દ્વારા કેસ કર્યો. થોડો વખત એમ ચાલ્યું. પણ બધું પત્યું. તેમનાં બાનું અવસાન થવાથી તેઓ બંગલે રહેવા આવ્યાં. આથી મારાં ભાઈ-ભાભીએ બીજે મકાન લીધું. અમે બંને સાસુ-વહુ ઘરમાં પણ સ્વતંત્ર રહેતાં અમારા રસોડા જુદા હતા. લક્ષ્મીબા રહેવા આવ્યાં પણ તેમની અસલ પેલા મંત્ર માટેની શુદ્ધિ જાળવવી વિગેરે અને બીજાં પણ કારણો સંઘર્ષનાં મળતાં. આમ અમારે લક્ષ્મી અને સરસ્વતીને (મારું મૂળ નામ) કંઈ મેળ પડતો નહિ. પરંતુ યોગાનુયોગ અમારી જે જૂની બાઈ ચાલી ગઈ હતી તે મારી પાસે નોકરી માટે આવી. તેને મેં લક્ષ્મીબા પાસે ગોઠવી દીધી. તેને અમારે માટે લાગણી એટલે તેને કારણે વળી બધું શાંતિથી ચાલ્યું. વળી બાઈને મેં કહેલું કે તમારી રોજની વસ્તુ સિવાય બહારથી કંઈ લાવવું નહિ. આપણા ઘરમાં ઘણું છે. એટલે લઈને વાપરજો. આમ મેળ પડતો ગયો. ભાવ એ જ કે વડીલ સુખેથી રહે. કોઈ સંઘર્ષમાં ન ઊતરે. મને પણ શાંતિ મળે. પરંતુ લક્ષ્મીબાને હજી પૂરતું મળ્યું ન હતું, તેનો અસંતોષ હતો. તેથી કોઈ વાર કજીયો કરતાં. એક વાર મારો રોષ પણ એવો ભભક્યો કે બરાબર ધમકાવ્યા. ત્યારથી શાંત થઈ ગયાં. ફક્ત બહાર તેમના મિત્રોમાં જયાં જયાં જાય ત્યાં ઘણી ખોટી મારા ચારિત્ર-દૂષણની ઉપજાવેલી વાતો કરી આવે. મારાં કૌટુમ્બિક, ધંધાકીય અને સમાજસેવાનાં કાર્યો એવાં મારી મંગલયાત્રા વિભાગ-૬ ૧૩૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ હતાં કે જેમાં પુરુષોની સહાય અને પરિચય રાખવો પડે. ધર્મના સંસ્કારે અને સહજ રીતે હું તો જાગ્રત હતી. પવિત્રતા જાળવતી. પરંતુ તેમને આ બધું પસંદ ન હોય એટલે સ્ત્રી-પ્રકૃતિ મુજબ વાતો ફેલાવતાં ત્યારે હું મૌન રાખતી. હું તેની નોંધ ન લેતી. બધાં પાસે ખૂબ રડે. સૌને એમની દયા આવે. અને મારો દોષ દેખાય. પણ તેમાં ધીરજ સિવાય મારો ઉપાય ન હતો. પ્રભુને પ્રાર્થના કરતી કે મને સમતા આપો. તેમને શાંતિ અને સાવ આપો. અને ખરેખર આ પ્રાર્થનાએ કામ કર્યું. છેલ્લાં પાંચ વર્ષ તેઓ પ્રસન્નતાથી સાથે રહ્યાં. ગાડી જરૂર પડે વાપરતાં, કજીયો પણ છોડી દીધો. મારી પ્રણાલી અને સમજ માટે તેમને માન થયું. પછી તો અન્યને સલાહ આપતાં કે તમને તકલીફ હોય તો મારી સુનંદાને પૂછો. તમને માર્ગદર્શન આપશે. અતુલ-રમોના અને તેમનાં બાળકો પ્રત્યે પણ પ્રેમ રાખે. આમ આ જન્મમાં અમારી વચ્ચે ક્લેશ શમી ગયો. તે પ્રભુકૃપા. તેઓએ થોડા દિવસની બીમારી ભોગવી ૭૦ વર્ષની વયે ચિરવિદાય લીધી. સેવાચાકરી કરવાની તક આપી યશ આપતાં ગયાં, પોતે પણ અંતિમ દિવસોમાં શાંતિથી રહ્યાં. અમદાવાદમાં પુનઃ પિયરપક્ષની પરિસ્થિતિ : બાપુજી : જોકે હવે તેમનાં સંતાનો મોટાં થયાં હતાં તેમાં મોટાં ચાર તો લગભગ મામા-માસીને ત્યાં જ હતાં. કંઈ થોડું કમાય તો પણ બાપુજીને સહાય કરી ન શકે. વળી બીજાં ચાર સંતાનો હવે બાપુજીના ઘરે રહેતાં એટલે થોડી આર્થિક મૂંઝવણ ખરી. હું પુનઃ અમદાવાદ આવી ત્યારે મારી સ્થિતિમાં અકલ્પનીય તફાવત હતો. તેઓની હાજરી નહિ. હજી અતુલ ધંધે લાગ્યો ન હતો, આવકની મર્યાદા હતી. તેથી મારી મુશ્કેલી તો મનમાં જ શમાવી દીધી હતી. બાપુજી શેરબજા૨માં બધું જ ગુમાવી બેઠા હતા. હવે અવસ્થા થઈ હતી. શારદાબાનાં ભાઈ-બહેનો સહાય કરતાં, ક્યારેક હું કરતી, જોકે તે પૂરતું ન હોવાથી બાપુજી પહેલેથી નારાજ હતા જ. વળી બહેનની તો પૂરી જવાબદારી હતી. તેને તો કોઈ જ મદદ કરે તેમ ન હતું. આમ આઠ સંતાન, પત્ની છતાં બાપુજીનું જીવન છેલ્લે સુધી ઉપાધિયુક્ત રહ્યું. તેમના ગયા પછી સંતાનો મોટાં થયાં. કામે લાગ્યાં, વિભાગ-૬ ૧૩૨ મારી મંગલયાત્રા Page #144 -------------------------------------------------------------------------- ________________ તેમના પુણ્યયોગે સૌ સંપન્ન છે, શારદાબા આ બધું જોઈને ગયાં. જેવા ભાવિભાવ. બહેન-સુભદ્રાબહેન : તેમની સ્થિતિમાં પણ કોઈ સુધારો નહિ. તેમના પતિને એક જગાએ કામે મૂકયા પણ વક્રતાને કારણે ટકી ન શક્યા. ધંધા માટે રકમ આપી તે મૂળમાંથી ગઈ. બહેનને બીજો કોઈ આધાર જ ન હતો. શિક્ષણ, અનાજ, વસ્ત્રો, બધું જ પૂરું કરવું પડતું. હું પણ કયારે વિચારતી કે આવું ક્યાં સુધી ચલાવવું. બહેન સમતાવાળાં હતાં પણ તે શું ઈલાજ કરે ! હજી સંતાનપ્રાપ્તિ ચાલુ હતી. સાત સંતાનો થયાં પછી માની ગયાં અને કુટુંબનિયોજનનો ઉપાય કર્યો. આમ છતાં કોઈ વાર સાંજની આહારની સામગ્રી ન હોય ત્યારે મારી પાસે આવતાં. થોડી વાર વાતો કરે. મને તાપમાં ગામડે બહાર જતી જોઈને ચિંતા કરે. છેવટે જતી વખતે કહે શેર-બે શેર લોટ હોય તો આપ, ઘરમાં કંઈ નથી, લોટનું ખીચું કરીને છોકરાઓને જમાડી શકું. અમે બંને દુઃખી થતાં, વળી જરૂરી ચીજો આપી દેતી. બીજી વ્યવસ્થા પણ કરતી. આમ કરતાં તેમની મોટી દીકરી મંદાને ભણાવીને તૈયાર કરી. મારી સંસ્થામાં નોકરી એ રાખી. તે વખતે ૧૨૫ રૂ. પગાર હતો. તેમાં થોડી મદદ કરીને પૂરું થતું. વળી પછી દીકરાને કામે મૂક્યો. તે તો પાછો આવ્યો જ નહિ, કંઈ આડે ચઢી ગયો. ત્યાર પછી દીકરીઓ ભણતી ગઈ તેમ કામે લાગતી ગઈ. વળી બનેવીને ગાંધીનિધિમાંથી જેલનિવાસ કરેલો એટલે કંઈક મળતું અને રોજનું જીવન સ્વસ્થતાથી નભતું હતું. હવે એ ઓરડામાં સાત સંતાનો અને પોતે બે-નવ વ્યક્તિઓ સૂએ કેવી રીતે ? - હવે બે-ત્રણ દીકરીઓ કમાતી હતી, એટલે બહાર સોસાયટીમાં એક ફલેટ લઈ આપ્યો. દર માસે હતા તેમને ભરવાના હતા. આમ રોજિંદુ જીવન થાળે પડ્યું. સંસારમાં કશું થાળે કે માળે ચઢતું નથી. તેમ બહેન દાદરેથી પડી ગયાં, પગે ફ્રેક્ટર થયું. ફલૅટ થયો, રોજિંદા જીવનની ચિંતા ટળી ત્યારે ખાટલાવશ, તેમ સત્તર વર્ષ ગયાં, જોકે સમતાવાળા હતાં. એટલે ટકી ગયાં વળી દીકરીઓએ સેવાચાકરીમાં જરાપણ કચાશ રાખી નહિ. આમ ચોર્યાશી વર્ષની વયે તેઓ ચિરવિદાય થયાં. જોકે મારી મંગલયાત્રા ૧૩૩ વિભાગ-૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ દીકરીઓ ચાર કુંવારી રહી. પુત્ર તો આવતો જ નહિ. છેલ્લે આવ્યો તો કમાણી નહિ, છતાં તેઓ આંશિક રીતે પાછળનું જીવન શાંતિથી જીવી શક્યા. પથારીમાં શક્ય તેટલાં સામાયિક કરતાં, વાંચતાં, આમ જીવનયાત્રા સમાપ્ત થઈ. ભાઈ-મનુભાઈ : તેઓને તેમણે નોકરીએ મૂક્યા હતા. પણ તે ખાતું બંધ થવાથી નોકરી નહિ. ચાર સંતાનો હતાં. આમ તો મારા બંગલે રહેતા પણ હવે જુદા થયા. સામાન્ય નોકરી હોય પણ પૂરું ન થાય. ભાભીના ભાઈબહેનો આંશિક સહાય કરતાં એટલે તેઓ મારી પાસે અપેક્ષા રાખે. જો પૂરી ન થાય તો સંબંધ પણ ગૌણ થઈ જતા. એમ કરતા તેમના બે દીકરાઓને મેં નોકરી પર મૂકી આપ્યા. એટલે જીવન તો સ્વસ્થતાથી નભતું થયું. અમારા સંબંધ સુધર્યા. જોકે મેં તો ભાભી સાથે સંપર્ક રાખ્યો હતો. તેઓ ખૂબ બીમાર થયાં ત્યારે નાના પુત્રને ત્યાં રહેતાં. ભાઈએ પૂરા પ્રેમથી તેમની લગભગ ૭૦ જેવી વય છતાં આદર્શ સેવાચાકરી કરી. ભાભીનું મૃત્યુ થયું. ભાઈને લગભગ ૭૫ વર્ષની વયે કેન્સર થયું. તેઓ સમતાવાળા હતા. કેન્સર દર્દ જાણીને સ્વયં નક્કી કર્યું કે મારે કંઈ ઉપચાર કરવા નથી. ઉપચારનું દર્દ સહન કરવું. તેના કરતાં કુદરતમાં જે થવાનું હશે તે થશે. અન્નનળીનું કેન્સર એટલે આહાર બંધ થયો. ફક્ત એક ગ્લાસ જેવા પાણી પર પૂરો દિવસ ગાળતા. આમ એકવીસ દિવસની માંદગી ભોગવી. તેમનું મનોબળ દઢ હતું. હું ત્યારે રોજે જતી, નવકારમંત્ર તથા પંચસૂત્રના પાઠ સંભળાવતી. પછી મારે અમેરિકા જવાનું થયું, ત્યારે મળવા ગઈ. મને લાગ્યું કે હવે પુનઃ મળશું ? તેઓ પણ એ જ બોલ્યા કે ““હવે આપણું મળવાનું નહિ બને.” અને અમારા જીવનને પૂરા પ્રેમથી અમે તે દિવસે આવકાર્યું, અને ક્ષમાપના કરી. અમારાં નેત્ર સજળ બન્યાં. ત્યાર પછી તેઓ છેલ્લા બે દિવસ વધુ બીમાર થયા. તેમના બનેવીએ સુંદર નિર્ધામણા કરાવી. તેઓ શાંતિથી ચિરવિદાય થયા. ત્યારે હું અમેરિકા હતી. રોજે ફોનથી વાત કરીને નવકારનું સ્મરણ કરાવતી. આમ આ બધું કેટલી વીસીએ સો થવા જેવું બન્યું છે ? વિભાગ-૬ ૧૩૪ મારી મંગલયાત્રા Page #146 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ પુનઃ પંડિત શ્રી સુખલાલજીના સમાગમમાં : ૧૯૫૬માં મુંબઈથી સ્થળાંતર થયું. સાત વર્ષો ઘણા પ્રસંગોમાંથી પસાર થઈ હતી. અમદાવાદમાં જીવન ગોઠવાતું ગયું. મુંબઈમાં હતી તેના કરતાં મનોબળ સુધર્યું હતું. સંસારકથા હમણાં મુલત્વી રાખીએ અને સત્સંગ ભણી જઈએ. વાંચકોને પણ સંસારકથાથી હવે સત્સંગનો લાભ મળશે. મુંબઈમાં પૂ. પંડિતજીનો પરિચય હતો તેથી પૂ. પંડિતજી પાસે રોજે ત્રણેક કલાક જુદા જુદા વિષયો વાંચી સંભળાવતાં મને પણ લાભ થયો. તેમની પાસેથી વસ્તુને ઉત્તમ રીતે વિચારવાની શક્તિ મળી. જે આજે ચિંતનરૂપે વિકાસ પામી. વળી પૂ. પંડિતજી પ્રખર સત્યવાદી, છતાં વાત્સલ્યપૂર્ણ એટલે તેમની પાસે જ્ઞાન સાથે જીવનબળ મળી રહેતું. આમ બપો૨ે બે-ત્રણ કલાક આનંદમાં જતા. વળી પૂ. પંડિતજી સાથે અન્ય મિત્રો અને ઉચ્ચ વિદ્વાનો, સાધકો સાથે મળવાનું થતું. પદ્મશ્રી વિભૂષિત પૂ. પંડિતજી વિદ્વાનોમાં પ્રથમ કોટીના ગણાતા. પણ ચૂસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં તેઓનું સ્થાન ગૌણ હતું. કારણ કે તેઓ પૂર્વે બાળ દીક્ષા પ્રતિબંધના હિમાયતી હતા. તથા બીજાં એવાં થોડાં કારણો હતા. જોકે તે સમયે સાધુજનોનો મને પરિચય નહિ. અને પંડિતજી એ સમાજથી બહાર હતા. વળી તે સમયે મારામાં સંપ્રદાયની પકડની અસર ન હતી. એટલે તો તેમનો લાભ લેવા પચીસ જેવાં વર્ષો સંપર્કમાં રહી. સામાજિક કાર્યોની સાથે સાથે તેમની સાથે ધર્મચર્ચાઓનો સમય ગોઠવાઈ જતો. મારું જીવન સાવ સાદું, લોકરંજનના કાર્યક્રમો વર્જ્ય હતા. એટલે સમય ઘણો મળતો. મને એમ કે સંસ્કૃત શીખું તો શાસ્ત્રાભ્યાસ થવાથી મને નવી દિશા મળશે. મૂળ શાસ્ત્રોનો અભ્યાસ થશે. આથી પૂ. પંડિતજીની પાસે મેં પ્રસ્તાવ મૂકયો. પંડિતજીએ બહારની સર્વ પ્રવૃત્તિઓ સંકેલી હતી. ઘણે ભાગે એકાંત જ ગાળતા. જોકે ઘણા વિદ્વાનો વિગેરે ધર્મગોષ્ઠી માટે આવતા. તેથી મને પણ તેનો લાભ મળતો. જે આજે અંકુર રૂપે ઊગ્યો તેમ માની શકાય. પૂ. પંડિતજીની સંમતિથી સંસ્કૃત શીખવા તેનાં પાઠ્યપુસ્તકો લાવી. પૂ. પંડિતજી પાસે શીખવાનું શરૂ કર્યું. પણ આ “રામઃ રામૌ રામાઃ” વિગેરે ધા૨ણ જ ન થાય તો પણ પાંચેક પાઠ શીખી. પછી તો ગાડી પાટે મારી મંગલયાત્રા વિભાગ-દ ૧૩૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ ન ચઢી. પૂ. પંડિતજી ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા. તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. એટલે મને કહે : ““તમને હજી શોકનો ઘા રૂઝાયો નથી. એટલે ચિત્ત સ્વસ્થ નથી. વળી ચારે બાજુના વાતાવરણમાં પણ ક્લેશનાં કારણો ઘણાં છે. એટલે પણ ચિત્ત સ્વસ્થ નથી. આ સંસ્કૃતિનો અભ્યાસ સ્વસ્થ ચિત્તે થાય. મારે તમને નિરાશ નથી કરવા. ગુણવિકાસ તરફ લક્ષ્ય રાખવું તે આત્મિક વિકાસ છે અને સમાજના દુઃખી વર્ગની સેવા કરવી તે હમણાં શોકમુક્તિનો ઉપાય છે. તમારે માટે આજની પરિસ્થિતિ અને ભૂમિકા પ્રમાણે એ બરાબર છે.” વળી મુંબઈમાં હું માનવસેવાનું કામ કરતી હતી તેથી મને તે વાત રુચી ગઈ. પૂ. પંડિત સુખલાલજી વિષે સંક્ષિપ્ત પરિચય : પૂ. પંડિતજીનું વ્યક્તિત્વ, પ્રતિભા, સાદું જીવન અને નિઃસ્પૃહતા એટલી ઊંચાઈએ હતાં કે મારા જેવાની કલમ તેમને વિષે શું લખી શકે ? છતાં તેમના પ્રત્યેનો મારો અહોભાવ કંઈક લખવા પ્રેરાય છે. પૂ. પંડિતજીનો જન્મ સંભવતઃ ગુજરાત-સૌરાષ્ટ્રના વઢવાણ નજીક લીમલી ગામે થયો હતો. ત્યારે કોણ જાણતું હતું કે માટી મિશ્રિત સોનાની ખાણમાંથી નગદ સોનું પ્રગટ થશે! પૂ. શ્રીનો કૌટુમ્બિક ધર્મ સ્થાનકવાસી પ્રણાલીનો હતો. આ કુટુંબ સંઘવી ઓળખાણ ધરાવતું. સંપન્ન ઘરમાં તેઓ લગભગ સોળ વર્ષના થયા ત્યારે તેમને ભારે બળિયાના રોગે ઘેરી લીધા. તેમાં આંખનું તેજ હરાઈ ગયું. અર્થાત્ પૂ. અંધાપાના ભોગ બન્યા. પૂ.નો ગામની શાળામાં સાત ધોરણનો અભ્યાસ થયો હતો. ત્યાં વળી આ ભયંકર આફતે ઘેરી લીધા. સંયુક્ત કુટુંબ એટલે અન્ય મુશ્કેલી ન હતી, પરંતુ હવે જીવનના વિકાસનું શું ? જો કે માતા-પિતા વિચારતાં કે પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. ઘરમાં ખાશે, પીશે અને ધર્મમાર્ગે આરાધના કરશે. આથી ગામના ઉપાશ્રયે આવતા સાધુજનો પાસે પૂ. જતા અને કંઠે થાય તે રીતે શાસ્ત્રનો અભ્યાસ કરતા. સાથે કેટલાક વ્રતનિયમ ધારણ કર્યા હતા. સાધુજનોનો વિશેષ પરિચય થતાં કોઈ સાધુમહાત્માએ આ સોનાને પારખી લીધું કે આગળ અભ્યાસ માટે બનારસ જાય તો ઘણો લાભ થાય. વિભાગ-૬ ૧૩૬ મારી મંગલયાત્રા Page #148 -------------------------------------------------------------------------- ________________ લગભગ સો વર્ષ પહેલાં વડીલો આવું સાહસ કરવા તૈયાર થતા નહિ. પરંતુ સાધુમહાત્માના કહેવાથી પૂ.ની અંદર રહેલી શક્તિએ આ વાત ઝીલી લીધી, અને પોતે બનારસ જવા તૈયાર થયા. પણ જવું કેવી રીતે ? ખર્ચ કોણ આપે ? ભાગ્યયોગે સમાચાર મળ્યા કે કાશીમાં જૈન સાધુ-મહાત્મા સંસ્કૃત વિગેરેનો અભ્યાસ કરાવતા. વળી માંડલના શ્રાવકોએ સાધુ કે ગૃહસ્થ વિદ્યાર્થીઓને કાશી અભ્યાસ કરવા જવા સગવડ કરી આપે છે, તેવી ખબર મળી. પૂ.ને અધ્યયનની તીવ્ર ઝંખના હતી. અને પોતાની પરાધીનતા જાણતા હતા છતાં આ સમાચારથી તેઓ કાશી જવાનો નિર્ધાર કરી ચૂકયા. હવે વાત આવી વડીલોની સંમતિ લેવાની. પ્રથમ તો વડીલે નનો ભણ્યો. પણ જ્યારે પૂ.ની દઢતા જોઈ ત્યારે સંમતિ આપી. પૂ. જે વિધિ કરવાની હતી તેમાં સફળ થયા અને એક દેખતા ભાઈ સાથે કાશી પહોંચ્યા. ત્યાં કોઈ ઉદારતાથી સહયોગ આપે ન આપે પણ અંતરમાં અભ્યાસની તીવ્ર અભિલાષાએ અગવડને સગવડ માનીને પૂ. કાશીની પાઠશાળામાં ગોઠવાઈ ગયા. માંડલના શ્રાવકોની ઉદારતાથી જમવાની તો સારી સગવડ હતી. અભ્યાસ માટે ઘણી મુશ્કેલીમાંથી તેઓને પસાર થવું પડ્યું. ત્યારે કંઈ બ્રેઈલલિપિ ન હતી. કોઈ સંભળાવે તે સાંભળીને અભ્યાસ કરવામાં ઘણી તકલીફ થતી, છતાં અંતરમાં અદમ્ય ઉત્સાહ તેમને ટકાવી રાખતો. આથી તેઓ ટૂંક સમયમાં વ્યાકરણ જેવા કઠિન વિષયોનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા. અંતે પ્રાધ્યાપક તરીકે કાર્યનો આરંભ કર્યો. પૂ.ના મૂળ સંસ્કાર સ્થાનકવાસી હતા. એક મંદિરમાં પૂજા સાંભળીને તેમને મૂર્તિના આલંબનનો સ્વીકાર થયો. વળી શાસ્ત્રના અભ્યાસ દ્વારા તેમાં વૃદ્ધિ કરી. જોકે મૂર્તિપૂજાની તેમની આ ભાવના કેવળ જૈન પરંપરા પૂરતી સીમિત ન હતી. તેમને લાગ્યું કે સ્થાનકવાસીનો મૂર્તિપૂજા વિરોધ ફક્ત તેમાં થયેલી અતિશયોક્તિ પૂરતો છે. તેમાં વિવેક જાળવવાને બદલે મૂર્તિ, શાસ્ત્રો અને સંસ્થાઓનો વિરોધ કરીને તેમાં રહેલો સાર ભાગ ગુમાવ્યો છે તેમ તેઓ માનતા. વળી શ્વેતાંબર તથા દિગંબર બંને ફિરકામાં ઘણી સુધારણાની જરૂર છે તેમ તેઓ માનતા. આમ, તેમની વિચારસરણી મહદ્અંશે સંપ્રદાયથી મુક્ત હતી. મને જયારે પૂ. પંડિતજીનો પરિચય થયો ત્યારે ઉપરની આવી મારી મંગલયાત્રા વિભાગ-૬ ૧૩૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ હકીકતોથી હું અજ્ઞાત હતી. પરંતુ તેઓ મારે ત્યાં મુંબઈમાં રહ્યા ત્યારે તેમનાં વ્યક્તિત્વ, જ્ઞાનપ્રતિભા, સાધુ જેવા આકિંચન્યના ઉચ્ચગુણોથી મને તેમનું સાન્નિધ્ય રુચ્યું હતું અને લાભદાયી જણાતું હતું. તેઓએ મને ક્રિયાની શુદ્ધિ, જીવનમાં સત્યનું સ્થાન વિગેરે જણાવ્યું હતું પરંતુ ક્યારેય ક્રિયાનો નિષેધ કહ્યો ન હતો. જોકે ગાંધીજીના પરિચયે તેઓ મને રચનાત્મક કાર્ય માટેનું ધ્યાન દોરતા, અને તે મારે માટે યોગ્ય માનતા. આથી મેં પણ તે પ્રમાણે માનવસેવાના કાર્યમાં ઝુકાવ્યું. ૧૯૭૮માં તેમનો દેહવિલય થયો ત્યારે ૯૮૯૯ વર્ષની તેમની વય હતી. જોકે તેમણે શારીરિક પ્રતિકૂળતાને કારણે લગભગ વીસેક વર્ષથી બહારની પ્રવૃત્તિઓ સંકેલી લીધી હતી. વિદ્વજનો કે વિદ્યાર્થીઓ તેમની પાસે આવતા તેમને યોગ્ય માર્ગદર્શન આપતા. સ્વયં ચિંતનપ્રધાન પ્રકૃતિના હતા એટલે મહદ્દઅંશે તેઓ ચિંતનમાં જ વધુ રત રહેતા તેવું લાગતું. તેમની સ્મૃતિ છેલ્લા સમય સુધી સતેજ હતી. કોઈ વિદ્વજન સાથે ચર્ચા કરતા ત્યારે જે કંઈ પ્રશ્ન હોય તેનો શાસ્ત્રકથન કે તે તે પ્રસંગોને તાદશ્યપણે કહી દેતા. પંડિતજી તો પોતાના ચિતન વિગેરેમાં જ રહેતા. તેમની બાહ્ય સગવડ તેમના ભત્રીજાથી સચવાતી. તેમને અન્ય જરૂરિયાત હતી નહિ. વ્યાખ્યાન વિગેરેની પ્રવૃત્તિ તો સમેટી લીધી હતી તેમની જે કંઈ મૂડી હતી તેના વ્યાજમાંથી બધું નભતું હતું. વસ્તુની મોંઘવારી થઈ. આવક તો વધવાની ન હતી. એટલે પોતાના જ આયોજનમાં ફેરફાર કર્યો. મોસંબીના રસને બદલે લીબુ પાણી, દૂધ-વપરાશમાં ઘટાડો. કપડાં તો બે જોડ જ રાખતા. એક ઓઢવાની ચાદર કે ધાબળો. એક જોડ જૂતા. આ તેમની જીવન-સામગ્રી. તમે જાણો છો ? તેમના બેચાર ભક્તો ઘણાં શ્રીમંત હતા. તેઓ કઢાયુ દૂધ અને મોસંબીના રસ પૂરા પાડે તેમ હતા. પણ તેમણે તો આવક-જાવકમાં સ્વાતંત્ર્ય રાખ્યું હતું. એક વાર મારા જાણવામાં આવ્યું ત્યારે હું તરત જ ઘીનો ડબ્બો અને મોસંબીનો કરંડિયો લઈને ગઈ. ઘરમાં મુકાવ્યા. સુશીલાએ પંડિતજીને વાત કરી. પંડિતજી મને કહેઃ જુઓ, મારે તો વ્રત છે કે કોઈનું કંઈ લેવું નહિ. વિભાગ-૬ મારી મંગલયાત્રા ૧૩૮ Page #150 -------------------------------------------------------------------------- ________________ છતાં તમે મારી ધર્મપુત્રી છો. જરૂર પડે તમારા તરફની મેં છૂટ રાખી છે. સુશીલાને પણ કહ્યું છે. અને મારે માથે હાથ મૂક્યો. એ વખતે મારી આંખમાંથી અશ્રુ સરી પડ્યાં. મેં કહ્યું : પંડિતજી, ઉપકારનો કંઈક તો લાભ લેવા દો. ઋણ અદા કરવા દો. માથે હાથ ફેરવતાં કહે : મેં જે કંઈ આપ્યું તે મારું ક્યાં હતું? ભગવાનના કેવળજ્ઞાનના સાગરના સ્રોતનો એ લાભ હતો. વળી જરૂર પડે તમારે કરવાનું છે. પણ ક્યારેય જરૂર ઊભી થવા દીધી નહિ. એક વાર તેઓ બીમાર પડ્યા. હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં ધોતિયું બદલવાનું થયું. પરંતુ ત્રીજું રાખતા જ ન હતા. હું તરત જ ખાદીમંદિરમાં જઈને ધોતિયું ખરીદી લાવી. તે પહેરાવ્યું. ધોતિયું કોરું હતું. હાથનો સ્પર્શ થતાં સુશીલાને પૂછ્યું. ધોતિયું કોરું લાગે છે. “હા, જરૂર હોવાથી બહેન લાવ્યાં છે.” ભલે, રકમ ચૂકવી દેજો.” મારી આંખ અને મન ગગદ થઈ ગયાં. પણ તેમાંથી શીખવાનું ઘણું મળ્યું. લોભ ઉપર એક બૂચ જાણે માર્યો હોય તેવું લાગ્યું. જોકે આ જીવ કંઈ એવો બળવાન ન હતો એટલે આંશિક પાલન થઈ શક્યું. તેમના જેવી દઢતા ન આવી. આમ તેમની વાચા કરતાં પણ તેમની જીવનશૈલીમાંથી ત્યાગનું - અપરિગ્રહના સંસ્કારનું બળ મળ્યું હતું તે આજ સુધી જળવાઈ રહ્યું છે. સુશીલાનાં લગ્ન પછી તેમના ભત્રીજાએ તેમની બધી જ વ્યવસ્થા સંભાળી લીધી હતી. વય વધતી ગઈ. શરીર સ્વસ્થ હતું પણ નાની તકલીફો થતી ત્યારે ઔષધ લેવાનું ટાળતા. અને કહેતા : હવે શરીર પડે તો ભલે. પણ ઉપચાર તો કરવા પડતા. છેલ્લી માંદગીમાં પેશાબની તકલીફ થતી. ઔષધ લેવાનું ટાળતા ત્યારે મારા કહેવાથી નાના બાળકની જેમ માની જતા. એ મારે માટે સૌભાગ્ય હતું. છેલ્લે પેશાબ બંધ થઈ જવાથી વા.સા. હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. ત્યાં તેમનું અવસાન થયું. વાસ્તવમાં પંડિતજી એક મહાન વિભૂતિ હતા. પરંતુ તેમના જ વિચારોના પડઘા પડ્યા કે શું? હોસ્પિટલમાં અમે આઠ-દસ જણ હતા ત્યાંના સ્ટ્રેચરમાં તેમના પાર્થિવ દેહને ક્રીમેટોરિયમમાં લઈ ગયા અને અંત્યેષ્ટિક્રિયા ત્યાં કરી. ન કોઈ જાહેરાત, ન કોઈ ભીડ. જાણે એક પડદો ઊંચકાઈ ગયો. જો કે તેમનું સાહિત્ય તેમના જીવનનો મારી મંગલયાત્રા ૧૩૯ વિભાગ-૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ સંદેશો આપે છે તે જ તેમની ચિરસ્મૃતિ છે. પરંતુ મારો આંતરિક વિસામો હતો તે વિરામ પામ્યો. પૂ. પંડિતજી બોધની ભાષામાં વિશેષ કંઈ કહેતા નહિ પરંતુ તેમનું સત્યપરાયણ, આર્કિન્ય, નિઃસ્પૃહભાવ, મનોબળ જેવા ગુણો ઘણું શીખવતા. કોઈ વિષયની સમજણ આપે ત્યારે તેના ઊંડા સ્તરે લઈ જાય. પૂ. પંડિતજીના સાન્નિધ્યનો યોગ લગભગ ૨૫ વર્ષ રહ્યો. તેમાં ઘણું મનોબળ અને સત્યનિષ્ઠા કેળવાયાં, દઢ રહ્યાં. જે આજ સુધી જળવાયાં છે. પિતા સમાન વાત્સલ્ય એ વખતે મારી મૂડી હતી. તેમના સમાગમથી મારા મનની સ્વસ્થતા પુનઃ પાંગરતી હતી. જયારે વેતનથી કામ કરતા ત્યારે જે કંઈ ભેગું થયેલું તેના વ્યાજ માંથી (અલ્પ આવક) નિભાવ કરતા. વળી તેમના દેહવિલય પછી જેની સેવા મળેલી તે સૌને તે રકમ આપી દેવાનું લખીને આપ્યું હતું. આમ જાણે પાછળ કંઈ લેવાદેવાની કોઈ ખટપટ ન હતી. આ તેમનો બોધ હતો. લાંબા જીવનનો પણ સઘન અને આચારયુક્ત બોધ તેમના જીવનને વાચા આપતો. આ કાળની બોધદાયક આશ્ચર્યકારી ઘટના : પૂ. શ્રી રમણીકભાઈ અને તારાબહેનનો પરિચય ગાંધીજીના ચુસ્ત અનુયાયી અમદાવાદના રમણીકલાલ અને તારાબહેન મોદી હતાં. તેમનો પરિચય બાપુજીએ (શ્રી ત્રિકમલાલે) કરાવ્યો હતો. રમણીકભાઈએ ૧૮ વર્ષની યુવાનવયે સાધુસંપર્કમાં આવતાં દીક્ષા લેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં તો ગાંધીજીના પરિચયમાં આવ્યા. તેમાનાથી ખૂબ પ્રભાવિત થયા. બાપુના કહેવાથી સત્યાગ્રહમાં જોડાયા. બાળપણમાં તેમનાં ઘોડિયા લગ્ન થયેલાં. હવે તેઓ તો ગૃહસ્થપણે રહ્યા. એટલે કન્યાના વડીલોએ લગ્નનો પ્રસ્તાવ મૂકયો. ખૂબ દબાણ લાવ્યાં. કાકાએ તો દીક્ષા લેવાના ભાવથી આજીવન બ્રહ્મચર્ય લીધું હતું. કન્યાના વડીલો માને નહિ. અમે સૌ તેમને કાકા-કાકી કહેતાં હતાં. - કાકા તો ગયા ગાંધીજી પાસે. બાપુને બધી વાત જણાવી બાપુ કહે, “કન્યા અને તેમનાં વડીલોને કહો કે લગ્ન કરું પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત લીધેલું છે તે પાળીશ.” કાકાને ઉકેલ મળી ગયો. તેમણે વડીલોને વાત કરી. કન્યા જ સ્વયં વિભાગ-૬ ૧૪૦ મારી મંગલયાત્રા Page #152 -------------------------------------------------------------------------- ________________ તૈયાર થઈ ગઈ. આમ રમણીકભાઈ તારાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. પણ બ્રહ્મચારી રહ્યા. સાધુ થયા ન હતા. પણ પાંચે વ્રતના પાલનકર્તા જરૂર હતા. ગાંધીજીની વિચારસરણીમાં સાદાઈ અને સંયમ તો હોય જ તેથી અહિંસા ધર્મ પળાતો. સત્યનિષ્ઠ તો હતા જ. મનથી, તનથી કે ધનથી અચૌર્ય તો પાળતા હતા. બ્રહ્મચારી હતા. ગાંધીજીની રાહબરીમાં રચનાત્મક કામ કરતા હતા. સમય જતાં દેશ સ્વતંત્ર થયો, ત્યાર પછી વૃદ્ધાવસ્થામાં બાપુના આશ્રમમાં જ રહેતા. ગાંધીનિધિમાંથી જે મળતું તે તેમના નિર્વાહનું સાધન હતું. અલ્પ પરિગ્રહી હતા. પિતાજીએ કંઈક મૂડી મૂકી હતી. તેનું એમણે અપંગ માનવ મંડળમાં દાન કર્યું હતું. ત્યાર પછી ગાંધીનિધિમાંથી જેલ ભોગવનારને સરકારે પુરસ્કાર આપેલો, તે પચીસ હજાર જેવી રકમનું પણ તેમણે અપંગ માનવ મંડળમાં દાન કર્યું. " મેં કહ્યું, “કાકા, આ રકમ હમણાં રાખો. વીલમાં લખી દેજો. એટલે પછી મેળવી લઈશું.’’ કાકા : ‘‘અત્યાર સુધી આ રકમ ક્યાં હતી ? છતાં જીવન નમ્યું છે ને ? હવે પણ નભશે.’’ તેઓ અમને બોધ પણ આવો જ આપતા. સત્યથી જીવજો. પરિગ્રહના પાપને વધારશો નહિ. નિસ્પૃહ ભાવે સેવા કરો. ઓછું બોલતા, પણ માર્મિક બોલતા. સ્વભાવે ઘણા ભદ્રિક હતા. આવાં કાકા-કાકી પાસે કલ્યાણભાઈ-ભાભી અને હું ઘણુંખરૂં જતાં. સત્સંગ... ગોષ્ઠિ કરતાં. તેઓ પ્રસન્ન થતાં. તેઓના પવિત્ર જીવનની અમારા ઉપર ઘણી અસર થતી. તેઓ પણ જ્યાંથી સત્સંગ સાંભળીને આવીએ તે પ્રેમપૂર્વક સાંભળતા. કાકી બોલકા અને કુશળ હતાં. પણ તેમની વાતોમાં સાંસારિક કંઈ ન હોય. કારણ તેમનો સંબંધ સાંસારિકપણે ખાસ કંઈ હતો નહિ. એટલે ગાંધીજી સાથેના જેલવાસના વિગેરે પ્રસંગો કહેતા. હવે તો કાકા-કાકીની વૃદ્ધાવસ્થા હતી. લગભગ રસોઈ વિગેરે સ્વયં કરી લેતાં. થોડુંક કામ બાઈ પાસે કરાવતાં. અમે જતાં ત્યારે નાનુંમોટું કામ કરી લેતાં. મારી મંગલયાત્રા ૧૪૧ વિભાગ-૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ કાકીને પગે હાડકાં ભાંગી જવાથી પથારીવશ થઈ ગયાં હતાં. કાકા તેમને મા ગણી, પોતે પુત્ર હોય તેમ નિર્દોષતાથી સ્નાનાદિ સર્વ સેવા જાતે કરતા. બ્રહ્મચર્યની નિષ્ઠા જાણે વિજયશેઠ અને વિજયા શેઠાણીનું દૃષ્ટાંત પૂરું પાડે તેવી હતી. સમતા અને ધીરજ એવી અડગ કે કાકી અકળાય તો પણ તેઓ મા મા કરીને સેવા કરતા. કાકા ટૂંકી માંદગી ભોગવીને લગભગ ૯૨ વર્ષની વયે અવસાન પામ્યા. ગાંધી આશ્રમમાં પથારીવશ કાકીને એકલાં રાખવાની તકલીફ હતી. તેથી તેમના એક દૂરના સગા તેમને લઈ ગયા. તેમના પછી તેમની મૂડી તેઓને મળે તેમ વ્યવસ્થા કરી, છેવટે કાકી પણ અવસાન પામ્યાં. આ દષ્ટાંતનો સાર એ છે, કે પ્રભુ મહાવીરના પવિત્ર શાસનમાં તે કાળના વિજય શેઠ, વિજયા શેઠાણીના સંસ્કારના વારસાના આપણને આ કાળમાં કંઈક દર્શન થાય છે. આથી નિશ્ચય રાખવો કે ધર્મશાસન સનાતન છે. ગૃહસ્થ છતાં સાધુની જેમ પાંચ વ્રતનું પાલન કરી આકિંચન્યપણે રહેવાની ભાવનાવાળા જીવોનું દર્શન થાય છે. પ્રારબ્ધ પર વિશ્વાસ કેવો! ભાવિ પ્રજા ન હતી કે તેમનો નિર્વાહ કરે. નવી આવક થવાની ન હતી. છતાં પિતાની મૂડી અને ગાંધીનિધિનો પુરસ્કાર મળ્યો તેને એક રાત પણ પોતાની પાસે રાખ્યો નહિ. નિર્ભયતા અને નિર્લોભતાને આત્મસાત્ કરી ગયા. આવા જીવોનું જીવન શાસ્ત્રને પાને ભલે ન ચડે પણ જનસમુદાય પર સૂક્ષ્મ રીતે તેની અસર નીપજે છે. તે જ તેનું મૂલ્ય છે. અમે-તેમની પાસે જનારા મિત્રો ઉપર તેમના જીવનની પવિત્રતા સુરેખ અંકાયેલી છે. અમે માનીએ છીએ કે આ અમારી મૂડી છે. જન્માંતરે સાથે આવે એવી વીમા યોજના છે. અમારા જન્મો થતા રહેશે ત્યાં સુધી અમને હાથ પકડી ઊંચે લઈ જનારા આ રૂડા આત્માઓનો સંયોગ થતો રહેશે, અને સન્માર્ગે જવું સરળ બનશે. મારી મંગલયાત્રામાં આ ઘટનાઓ એક અંગ છે. વિભાગ-૬ ૧૪૨ . મારી મંગલયાત્રા Page #154 -------------------------------------------------------------------------- ________________ સમાજ કલ્યાણ સંઘના કાર્યાલયના ભૂમિપૂજનની વિધી રાજ્યપાલશ્રી મહેંદી નવાઝ જંગના વરદ્ હસ્તે વિધી અતુલકુમાર - ૨મોના વોહોરા વિધીમાં બેઠા છે. અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘના કાર્યાલયના ભૂમિપૂજન સમયે રાજ્ય ગવર્નર શ્રી મહેંદી નવાઝ જંગ, ભૂમિપૂજનનો લેલો પાછો આપવાનો છે ? સંસ્થાના પ્રમુખશ્રી ઈન્દુમતીબહેન શેઠ સંસ્થાના મંત્રી શ્રી સુનંદાબહેન વોહોરા સંઘ સંચાલિત કઠવાડા કન્યા છાત્રાલયના ઉદ્ઘાટન સમયે રાજ્યપાલશ્રી શ્રીમન્નારાયણ સાથે Page #155 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓના સંસ્મરણ સંસ્થાના કમિટિના સભાસદો-૧૯૬૦ રાજભવનની મુલાકાતે ગ્રામવિસ્તારનો બાળમેળો ગ્રામવિસ્તારના બહેનોનું મહિલા સંમેલન Page #156 -------------------------------------------------------------------------- ________________ અપંગ માનવ મંડળની પ્રવૃત્તિઓ લંડનના મુમુક્ષુઓ - અિપંગ માનવ મંડળની મુલાકાતે બાળકોની પ્રવૃત્તિઓ અપંગ, મીન.વ મંડળ સંચાલિને.. નીરસMI[Ėન પહોશ માધ્યમિક શા સ્થાપના વર્ષ જુન ૧૯૮૭ સુનંદાબહેન વોહોરા માધ્યમિક શાળા Yog) TWAMWનો ભજનિક પુરૂષોત્તમઝલોટાનું સ્વાગત રજતાંતિ સમયે Page #157 -------------------------------------------------------------------------- ________________ અપંગ માનવ મંડળની પ્રવૃત્તિઓ અપંગ માનવ મંડળના મકાનની ભૂમિપૂજન વિધી રમોના - અતુલ વહોરા અપંગ માનવ મંડળના મકાનના ભૂમિપૂજન પ્રસંગે રાજ્યપાલશ્રી મહેંદી નવાઝ જંગ, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ઈન્દુમતીબહેન શેઠ, રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના ચેરમેન શ્રી પુષ્પાબહેન મહેતા સંસ્થાની મુલાકાતે - બાળકોની સલામી રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિ તથા શિક્ષણપ્રધાન શ્રીમતી ઈન્દુમતિબેન સાથે સંસ્થાના સારવાર કેન્દ્રની મુલાકાતે રાજ્યપાલશ્રી વિશ્વનાથન Page #158 -------------------------------------------------------------------------- ________________ સામાજિક માનવ સેવાકાર્યના હીરોમાં પ્રવેશી મિથી થાળી દીસા થી પાંત્રીસ વર્ષ * કાર્યના પ્રારંભમાં મુંઝવણ * શ્રી પુષ્પાબહેન મહેતાનો પરિચય * સમિતિના અન્ય કાર્યકરોનો સઉલ્લાસ સહકાર છે. ગ્રામ વિસ્તારના નાના બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ * અ. જિ. સમાજ કલ્યાણ સંઘની સ્થાપના * પ્રમુખશ્રી ઈન્દુમતીબહેનનો પરિચય * ગ્રામવિસ્તારની ત્યક્તા-વિધવા વિગેરે બહેનોનું શિક્ષણ કાર્ય બહેનોની આપવીતી ઘટનાઓ છે. આ ક્ષેત્રે સ્ત્રીઓને જોખમદારી ખરી * સંસ્થાની પ્રવૃત્તિઓ અને ફળશ્રુતિ * અપંગ માનવ મંડળની સ્થાપના * અપંગોના કાર્યમાં મુશ્કેલી હતી અપંગ માનવ મંડળના કાર્યની ફળશ્રુતિ “રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, સાચા દિલથી સેવા કરતા રીઝે મારા નાથ. દુ:ખની વેળા મહીં હારી જશો ના હામ, જળ કમળ જેવા બની કરો સઘળા કામ. ૧ મળી છે કાયા માનવીની, જગતમાં ધુપે સળી થાજો, સુ બધી અન્ય ને, દવા, તમે જાતે બળી જા જો. તમારૂં થાય તે થાય ન કરજો કો ઈને દુ:ખી, તમારી દેહ ઘંટીથી, બીજાના દુઃખ દળી જાજો.'' Page #159 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યનું સત્વ - ‘જયાં સુધી મનુષ્યને તમે કેવળ હાડમાંસનું પૂતળું સમજીને માનવ સેવાને કેવળ અન્ન વસ્ત્ર આવાસની વ્યવસ્થા કરવામાં બાંધી દેશો ત્યાં સુધી આ દુનિયા શાંતિ, સમતા, પ્રેમ, સહયોગનો રસ્તો પકડી નહિ શકે. મનુષ્ય કેવળ વિકારી વિચારોનો પુંજ નથી. મનુષ્યનું સત્વ આત્મસત્તામાં છે. ભગવદ્યત્તામાં છે. તેને પ્રગટ કરવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે.’ તેઓ ઘણીવાર કહેતા સમાજસેવા કરતા પહેલા અધ્યાત્મને જાણો, આત્મસત્તાની શુદ્ધતાને સમજે. તમારા અહં મમત્વ દૂર થશે. અન્યને તમે ભગવરૂપે જોશો. ત્યારે તમે સાચી સમાજસેવા કરશો. પ્રેમતત્ત્વનો સાચો પ્રસાર થશે. જીવનમાં સમગ્રતાનો સંચાર થશે તે સાચા સુખનો રાહ છે. - શ્રી વિમલાતાઈ ઠકાર (પૂ. દીદી) Page #160 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદમાં સામાજિક કાર્યનો પ્રારંભ (૧૫૮-૧૯૮૪) પ્રારંભમાં મૂંઝવણ : અમદાવાદ સ્થિરતા પછી પૂ. પંડિતજીના માર્ગદર્શન પ્રમાણે તેમની પાસે તેમનું જરૂરી સામાન્ય વાંચન ચાલુ રાખ્યું. તેમાં મને ઘણું જાણવાનું મળતું. તેમની આજ્ઞા, સલાહ મુજબ મેં પૂ. ત્રિકમલાલ બાપુજી પાસે જઈ વાત કરી કે મારે સામાજિક કાર્ય કરવું છે. તેઓ મને અમદાવાદના વિકાસગૃહમાં લઈ ગયા. ત્યારે સંસ્થાપક પુષ્પાબેન મહેતા હતાં તેમનો પરિચય કરાવ્યો. હું વધુ ભણેલી નહિ એટલે, મને કામ સોંપ્યું રેંટિયો કાંતતાં શીખવવાનું એમ સામાજિક સેવાનો પ્રારંભ થયો. જો કે મને એ કામ ફાવ્યું નહિ. એટલે એ સેવા ત્યાં જ અટકી ગઈ. મારું મન વિરહના શોકમાંથી તથા અન્ય વિષમ સંયોગોથી હવે હળવું બન્યું હતું. પરંતુ મારે સમયનો સદુઉપયોગ કરી જીવનને પ્રફુલ્લ કરવું હતું. જીવનની સાર્થકતા કરવા મને ક્યાં તો ધાર્મિક શિક્ષણ કે ક્યાં તો પરોપકારયુક્ત જીવન આ બે પાસા દેખાતા હતા. તેમાં પૂ. પંડિતજીની સલાહથી મેં માનવસેવાની ભાવના રાખી. સાથે સત્સંગ-સ્વાધ્યાયનો યોગ તો હતો જ. વળી સંસ્કાર પ્રમાણે ઘરે સામાન્ય ધર્મ-અનુષ્ઠાન થતાં હતાં. સત્સંગી મિત્રોનો સંપર્ક રહેતો હતો. અગાઉ જણાવ્યું તેમ મુંબઈમાં તેઓની ઉપસ્થિતિમાં સુખી જીવનમાં મળેલા સમયના સપિયોગ માટે સેવાકાર્ય કર્યું હતું. અમદાવાદ સ્થિર થયા પછી એક વર્ષ પૂરું થયું. ત્યાં વિકાસગૃહમાં મળી હતી તે શ્રી પુષ્પાબહેને મનમાં મારી ભાવનાની નોંધ રાખી હશે. તેથી એક દિવસ તેમનો ફોન આવ્યો કે ભદ્રમાં અમદાવાદ જિલ્લા પંચાયતના મકાનમાં સમાજકલ્યાણ સમિતિ દ્વારા ગ્રામવિસ્તારનું કામ ચાલે છે. તે સમિતિના તમને “ચેરમેન' તરીકે નીમવામાં આવ્યાં છે. તમે કાલે સવારે અગ્યાર વાગ્યા પછી ત્યાં જજો. મેં ભલે' કહીને ફોન મૂકી દીધો. પછી વિચાર કર્યો કે મને હજી એ ખબર નથી કે ચેરમેન એટલે શું અને ચેરમેને શું કરવાનું? આમ આ “મોનિટર' છતાં મારે ઘર બહાર બધાં જ ક્ષેત્રો અણખેડાયેલાં એટલે કાર્યની ભાવના હતી, પણ મૂંઝવણ થઈ. આથી બાપુજીને ફોન કર્યો કે મારી મંગલયાત્રા ૧૫ વિભાગ-૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ આવો ફોન આવ્યો છે, પણ મને આ કામ કેવી રીતે આવડે ? બાપુજી કહે : “ભલે, હું પુષ્પાબહેનને ના પાડી દઉં છું. પછી વળી જો ઈશ.' તે પ્રમાણે બાપુજીએ ફોન કર્યો. એટલે પુષ્પાબહેનનો મારા પર પુનઃ ફોન આવ્યો : ““તમારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં છ માસથી પત્રવ્યવહાર થયો પછી સંમતિ મળી છે. એટલે તમારી નિમણૂક રદ કરવામાં અને બીજાની નિમણૂક કરવામાં પાછા છ માસ જોઈશે. માટે તમે હમણાં તો આ કામ હાથમાં લો, વાંધો નહિ આવે.” આ પ્રમાણે વાત થયા પછી વળી હું પૂ. પંડિતજી પાસે ગઈ. તેઓ કહે : ““કામ કામને શીખવશે. તેમાં કંઈ મૂંઝાવાની જરૂર નથી. તેઓએ શુભાશિષ આપી કે નિષ્કામ સેવા કરો, આ કર્મયોગ છે. માન-હોદ્દાથી દૂર રહેવું. ધન મેળવવાની અપેક્ષા ન રાખવી તો આ ક્ષેત્રે પણ તમારી ધર્મભાવના જળવાશે. તમારું દુઃખ પણ વિરામ પામશે.” મને લાગ્યું કે નિઃસ્પૃહ એવા સંતોની વાણીમાં લાભ જ હોય છે. વળી પૂ. પંડિતજીના આશિષ છે પછી મૂંઝાવાનું કોઈ કારણ નથી. વાસ્તવમાં પૂ. પંડિતજીના આશિષથી કાર્ય નિષ્કામભાવે થયું. ખૂબ વિકાસ પામ્યું. માન હોદ્દાની અપેક્ષા ગૌણ રહેતી. ચિત્તને પ્રસન્નતા મળતી. પછી આગળ શું બન્યું તે જોઈએ. શ્રી પુષ્પાબહેન મહેતા : સામાજિક ક્ષેત્રે એક સંનિષ્ઠ વિભૂતિ તેમને કેમ ભુલાય? શ્રી પુષ્પાબહેન કામ ઘણું કરતાં, ખપ પૂરતું બોલતાં સામાજિક ક્ષેત્રે સેવાકાર્યમાં તેમનો પ્રથમ પરિચય થયો હતો. જોકે વધુ નિકટતા ન હતી, પરંતુ તેમની સેવાની નિષ્ઠા, સમજ અને નિર્ભયતા માટે ઘણું માન હતું. મારા સાંભળવા પ્રમાણે તેઓ બાળવિધવા હતાં. મને પરિચય થયો ત્યારે છ દસકા જેવી વય હશે તો પણ રૂપ-લાવણ્ય દેખાતું. તે કાળમાં વિધવા માટે શિક્ષણકાર્યનો લગભગ સામાજિક વિરોધ હતો. તે કપરા કાળમાં પુષ્પાબહેને શિક્ષણ માટે હામ ભીડી. ત્યાર પછી અનુક્રમે પોતાની આવી પરિસ્થિતિનો વિચાર કરી સમાજની અન્ય બહેનોને સહાયભૂત થવા માટે સ્ત્રી-વિકાસગૃહની પ્રથમ સ્થાપના કરી. સમાજમાં અનાથ, વિધવા અને ત્યજાયેલી સ્ત્રીઓના રક્ષણ અને સ્વાવલંબનનું કાર્ય આ સંસ્થા દ્વારા હાથ ધર્યું. ત્યારે તેમને સમાજનો અને સ્ત્રીઓનાં સગાંવહાલાંનો ઘણો સામનો કરવો પડ્યો. પરંતુ તેમની કાર્યશૈલી પુરુષના પુરુષાતન જેવી હતી. વિભાગ-૭ ૧૪૬ મારી મંગલયાત્રા Page #162 -------------------------------------------------------------------------- ________________ પોતાને જે સહન કરવું પડ્યું તેનો બોધ ગ્રહી તેમણે અન્ય સ્ત્રીઓને તે મુશ્કેલીઓમાંથી ઉગારી સન્નારીત્વની જ્યોત જલાવી. તેમનું આ સત્કાર્ય ભારતદેશનું ગૌરવ હતું. સ્વભાવે પ્રખર છતાં શાંત ગંભીર અને બુદ્ધિસંપન્ન હતાં. હંમેશાં કાળી સાડી અને સફેદ બ્લાઉઝ પહેરતાં. એક વાર કહે : કાગડાનો રંગ કાળો, બોલે કા કા કરી, પરંતુ વિઝા પણ વહેંચીને ખાય. કા કા કા કરીને કાગ મિત્રોને બોલાવે. ભલે તેનો રંગ કાળો પણ ઉદાર ખરો. આમ કાળા રંગનો ગુણ કહેતા. આથી લાગતું કે તેઓ કેવા ગુણગ્રાહી છે? સ્ત્રીઓના રક્ષણ અને સ્વાવલંબનનું કાર્ય સ્ત્રી-વિકાસગૃહ દ્વારા હાથ ધરીને સ્ત્રીસમાજમાં સ્ત્રીના ઉત્કર્ષ દ્વારા તેમણે ઘણી ચાહના મેળવી હતી. ખરેખર તે સમયના પુરુષોની સામે નિર્ભય અને દઢ મનોબળથી પોતાનો પ્રભાવ ટકાવી રાખતા. તેમના સહકારથી અમારું કાર્ય વિકસ્યું હતું. તેમને કેમ ભુલાય ? પ્રથમ દિવસે શું બન્યું? : એ પ્રમાણે પૂ. પંડિતજીના આશિષ લઈ, બાપુજીને જાણ કરી બસમાં બરાબર અ.જિ.પં.ના મકાનમાં કાર્યાલયે પહોંચી. ત્યાં પટાવાળો બેઠો હતો. તેણે મારા ખાદીનાં સફેદ જાડાં કપડાં જોઈને માની લીધું કે હું નોકરી મેળવવા આવી છું. તેણે આરામથી બેઠા બેઠા જ મને જવાબ આપ્યો કે “બહેન, અહીં કોઈ જગા ખાલી નથી અને જે બહેનો કામ કરે છે તેમને છ માસથી પગાર મળ્યો નથી.' હું પણ વિચારમાં પડી કે મારે તેને શું કહેવું ? હું નોકરી માટે નથી આવી, ચેરમેન થઈને આવી છે તેમ બોલી ન શકી. એ તો આરામથી કોઈની સાથે વાત કરવા લાગ્યો. ત્યાં તો જિલ્લા પંચાયતની ઓફિસેથી પટાવાળો કહેવા આવ્યો કે પુષ્પાબહેનનો ફોન છે કે ત્યાં સુનંદાબહેન આવશે. તે હવે તમારી જિલ્લા સમિતિના ચેરમેન છે. તેમને બેસાડજો.” કાર્યાલય? (નાની ઓરડી) કાર્યાલયનો પટાવાળો સમજી ગયો આ હવેનાં ચેરમેન સુનંદાબહેન છે. તરત જ નેતરની તૂટી ગયેલી ખુરશી સાફ કરી જર્જરિત ટેબલ સાફ કર્યું. હું તેના પર બેઠી. સ્વાગતમાં એક ખૂણામાં ધૂળ ખાતો ઘોડો (સ્ટેન્ડ) અને તેના પર પંદર-વીસ ફાઈલો પણ અણ-ઊઘડી ધૂળ ખાતી પડી હતી. બીજી એક પાટલી, પાણીની માટલી અને એક-બે પવાલાં હતાં. જીપ મારી મંગલયાત્રા ૧૪૭ વિભાગ-૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ ચાર વ્હીલ ઉતારેલી પડી હતી. આ કાર્યાલયની સામગ્રી હતી. તેણે કહ્યું કે છ માસથી ચેરમેન આવતા નથી. સમિતિના સભ્યો સાથે કંઈ વાંધો પડ્યો છે. એટલે કોઈ સભ્યો પણ આવતા નથી, અને શિક્ષિકાઓ પગાર લેવા આવે છે તે પાછા જાય છે. તમે ચેરમેન તરીકે આવ્યા તે સારું થયું. હવે કંઈ કામ થશે. અને તે મારી સામે પાટલી પર બેઠો. હું તો મનમાં મૂંઝાતી હતી કે આ ઘંટ મેં ક્યાં ગળે બાંધ્યો? અડધા કલાક પછી એક પ્રૌઢ ભાઈ આવ્યા. તેઓ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા શ્રી છોટુભાઈ પટેલ. પિતા જેવી તેમની પ્રતિભા હતી. જિલ્લામાં તેમનાં કાર્યો વડે તેઓ લોકપ્રિય હતા. ગાંધીજીની વિચારસરણીવાળા હતા. તેમણે કહ્યું હશે એટલે એક બીજા ભાઈ પણ આવ્યા. મારી પાસે તો આ કામનું જ્ઞાન ન હતું. એટલે કંઈ વાત પણ ન હતી. કાર્યાલય શહેરમાં હતું પણ કાર્યક્ષેત્ર ગામડાં હતાં. તેઓએ વાત શરૂ કરી કે બળતું ઘર કૃષ્ણાર્પણ જેવું છે. અમારે જૂના ચેરમેન સાથે મેળ ન હતો, પણ તમને જરૂર સાથ આપશું. આ સમિતિ દ્વારા પાંચ ગામમાં બાળમંદિર ચાલે છે, તે આપણે જોઈશું. વળી તમને કાર્યાલયમાં કામમાં સહાય કરે એવા એક નિરીક્ષકબહેન પણ મળશે. તેઓ ગયા પછી મેં ફાઈલો માંગી તે ધૂળ ખંખેરીને પટાવાળાએ આપી. પણ એ બધું અંગ્રેજીમાં હતું તેથી મેં પાછી મૂકી. કારણ કે મને અંગ્રેજી આવડતું ન હતું. પ્રથમ દિવસે મને એમ કે કાર્યાલયના સમય સુધી બેસવું પડે. એટલે ૧૧ વાગે પહોંચે ૬ વાગે ઘરે જઉં. બસમાં જવાઆવવાનું હતું. આ છ-સાત કલાકનું કરવું શું? વાંચવાનું પુસ્તક લઈ જતી. પાણી સાથે લઈ જતી. પણ કંઈ સ્નાનાગાર ઓછું લઈ જવાય ? મનમાં થતું કે આ બધું કેમ ગોઠવાશે. પણ સમાજ-માનવસેવાના ભાવ હતા એટલે ટકવા પ્રયત્ન કરતી. પછી તો ખ્યાલ આવ્યો તેથી બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જતી. સમિતિમાં શ્રી ચીનુભાઈ શાહ ઉત્સાહી, કાર્યક્ષમ હતા. તેઓ રોજ બપોર પછી આવે. તેમની વાતોમાંથી ફલિત થયું કે પ્રથમ પગારની જોગવાઈ થાય તો કામ સરળ બને. મને થયું કે કામ કરવું છે તો ઘસાવું પડે એટલે લગભગ પાંચ હજાર મેં મારા પોતાના કાર્યાલયમાં આપ્યા. પગાર ચૂકવાયા. પછી દિલ્હીથી મંજૂરી મેળવી લગભગ છ માસે જીપ રિપૅર કરી. પગાર મળ્યા, નિરીક્ષકબહેન ત્યા ડ્રાઈવરની મંજૂરી મળી. કાર્યાલયમાં ચેતન આવ્યું. શિક્ષિકાઓની અવરજવર થઈ. સમિતિના વિભાગ-૭ ૧૪૮ મારી મંગલયાત્રા Page #164 -------------------------------------------------------------------------- ________________ બીજા સભ્યો આવવા લાગ્યા. સૌને લાગ્યું કે જાડાં ખાદીનાં કપડાંમાં ગરીબ જેવાં દેખાતાં બહેન ઘરનાં સંપન્ન અને મનનાં ઉદાર છે તેથી સૌનો ઉત્સાહ પણ વધ્યો. જૂની સમિતિના સભ્યોએ નક્કી કર્યું કે આપણે બોર્ડને બતાવીએ કે કામ કરવા અમારી તૈયારી છે, આથી સમિતિએ ઉત્સાહપૂર્વક મને સાથ આપ્યો. ચીનુભાઈ પત્રવ્યવહાર અંગ્રેજીમાં સંભાળતા. કાર્યક્રમોની ઉજવણી દ્વારા બતાવવાનું હતું કે સમિતિના સભ્યો કાર્યક્ષમ છે. આથી આ ભાઈઓએ સૌ પ્રથમ પાંચ ગામના સરપંચ, શિક્ષિકાઓ, સભ્યો અને અન્ય નાગરિકોની લાંભામાં મારા સન્માન માટે એક સભા યોજી. તેમાં સૌએ ખૂબ ઉત્સાહ બતાવ્યો. વક્તાઓનું વક્તવ્ય પૂરું થયું. સંચાલકે કહ્યું હવે ચેરમેનનું પ્રવચન થશે. હું તો મનમાં કંઈ ભાંજગડમાં હતી અને અહીં ચેરમેન હું છું તે તો ખબર ન હતી. એટલે બેઠી હતી તેમ જ બેસી રહી. ત્યારે પેલા ભાઈ મને કહે : બહેન તમે હવે સભાને સંબોધન કરો. ડિસેમ્બરમાં પ્રથમ પ્રવચનમાં પરસેવો થયો : મારો ખ્યાલ છે આ લગભગ ૧૯૫૮નો ડિસેમ્બર હતો પણ મને તો પરસેવો વળ્યો. મને થયું હું ક્યાં ભરાઈ પડી ! છતાં ઊભી થઈ. પહેલાંના વક્તાઓએ ભાષણો કરેલા તેનો થોડો ખ્યાલ રાખી માંડ પાંચ વાક્યો બોલી : ““મારે ગામડાં પ્રથમ જ જોવાનાં છે. મને ખાસ અનુભવ નથી પણ આપણે સૌ સાથે રહીને સુંદર કામ કરીશું.” સૌએ તાળીઓથી વિધાવી. આ કામની ખાસ આવડત નહિ. વળી થોડું કામ શરૂ કર્યું પછી થોડી મૂંઝવણ થઈ. ધાર્મિક અભ્યાસનું શું ? પૂ. પંડિતજી મને કહે : જાઓ તમારી બુદ્ધિપ્રતિભા છે. એટલે કામ કામને શીખવશે. હમણાં તો ચાલુ રાખજો.” મેં કહ્યું : આપની પાસે શિક્ષણકાર્યને બાધા પહોંચશે. તેઓ કહે એ પછી જોઈશું. પૂ. પંડિતજીના શુભાશિષ, બોધ અને તેમની સત્યપરાયણતાની લબ્ધિએ મને ત્રીસ જેવા વર્ષની સેવામાં નિષ્કામતાની ભાવના આપી. વળી જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે લગભગ બપોરે કે સાંજે જાઉં. બોધ મેળવું, વાંચન કરું. વિશેષ કરીને મનની સ્વસ્થતાનું બળ મળી રહેતું. હવે હું પ્રસન્ન રહેતી. સમિતિના અન્ય કાર્યકરોનો ઉલ્લાસ સહકાર : સમિતિના સભ્યો, નશાબંધી આયોજન સમિતિ અને જિલ્લા મારી મંગલયાત્રા વિભાગ-૭ ૧૪૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ પંચાયતના પ્રમુખ, સૌએ મને સહકાર આપ્યો. એ સંસ્થાઓના દર માસે ગ્રામ વિસ્તારમાં કાર્યક્રમ હોય. તેમાં મને અચૂક સાથે લઈ જાય. એ રીતે મને ઘણું શીખવા મળ્યું. અ.જિ.પંચાયતના પ્રમુખે તે વખતે સો ગામમાં બોરિંગ કરવાનું સૌને વચન આપ્યું હતું. મને પણ કેવું સૂઝયું ! મેં કહ્યું તમે જે જે ગામોમાં બોરિંગ કરો ત્યાં ત્યાં બાલમંદિર માટે પણ કહો. પછી તો મને તે વિષે ભાષણ કરવાનો સમય આપતાં. તે માટે ઘેર ગાંધીજી, વિનોબાજી, રવિશંકરદાદાનું સાહિત્ય વાંચી-ગોખીને જતી અને સંતોષજનક ભાષણ આપતી. પછી અનેકવિધ કાર્યક્રમો ઊજવાતા. રોજે છાપામાં નામ આવે, ફોટા આવે તેથી મારી પ્રસિદ્ધિ પણ થઈ. એટલે કામને વેગ મળ્યો. મને આ બધું ગમતું, ભાવતું અને ફાવતું થઈ ગયું. મુંબઈથી અમદાવાદ પાછા આવવાનું થયું ત્યારે અગાઉ જણાવ્યું તેમ શારીરિક નબળાઈ હતી. ૧૯૫૮માં અમદાવાદ જિલ્લાનાં ગામડાંઓમાં ફરવાનું, કાર્યકરોનો સહવાસ, કાર્યનો ઉમંગ, સવિશેષ ગામડાંના ચોખ્ખાં ઘી-દૂધનો ખોરાક મળતો તેથી શારીરિક નબળાઈ દૂર થઈ વજન વધવા લાગ્યું. દવાઓ તો સાત દસકા પૂરા થયા ત્યાં સુધી જરૂર ન પડી. ટૂંકમાં પરોપકારની નિઃસ્વાર્થભાવનાનો આનંદ હતો. સેવાકાર્યમાં અંતરની વાત : એક તો સંપન્ન ઘર, ખાસ શરીર કસાયેલું નહિ, અને ગાંધીજી જેવાનું સીધું સાન્નિધ્ય-બળ નહિ. એટલે અન્ય કાર્યકરો કાર્ય માટે ગમે ત્યાં જઈ ગમે તેવા સંયોગોમાં કામ કરતાં તેમાં મારી મર્યાદા રહેતી. છતાં પણ મારી ભાવના હતી તેથી કાર્ય તો ખૂબ વિકસ્યું. સમાજનું એક નબળું અંગ વિધવા, ત્યકતા, નિરાધાર પરાધીનતાને કારણે, લાચારીને કારણે દુષ્ટ તત્ત્વોનો ભોગ બનતી, તેવી બહેનોને સ્વાવલંબન મળ્યું. જીવનમાં તક મળી. તેનો આનંદ હતો. આથી મને એક સંતોષ હતો કે મારું દુઃખ ભૂલવાનો, સમયના સદ્દઉપયોગનો મારે માટે સારો અવસર હતો. એ બહેનોનાં દુઃખ પાસે મારે કંઈ દુઃખ ન હતું. વાસ્તવિકપણે કહું તો મને તો એ બહેનોની દુઆ જ મળી છે, જે આજ સુધી મારા તન-મનને અદશ્ય સહાય કરે છે. - તેમાં પણ અનુભવી શ્રી પુષ્પાબહેન મહેતા, ચારુબહેન યોદ્ધા, ઈન્દુમતીબહેન શેઠ, સરલાદેવી સારાભાઈ, મણિબહેન પટેલ જેવા સાથીઓ પાસેથી ઘણું શીખવા મળ્યું. કાર્યને ઠીક સફળતા મળી. આજે એ કામ ચાલુ છે. લગભગ ૧Oજેવાં બહેનોને સ્વાશ્રયી જીવન મળ્યું, હજારો વિભાગ-૭ ૧૫૦ મારી મંગલયાત્રા Page #166 -------------------------------------------------------------------------- ________________ બાળકો પાયાનું શિક્ષણ પામ્યા, તે મોટો લાભ હતો. ગામડાંમાં બાળકોનું પ્રાથમિક શિક્ષણ પાંચ વર્ષે ચાલુ થતું. એટલે ત્રણથી પાંચ વર્ષનાં બાળકોને રમત સાથે શિક્ષણ સંસ્કાર મળે તેવાં બાલવાડીબાલમંદિરોની જરૂર હતી. તેની ૧૫૮માં સમિતિ દ્વારા પાંચ બાલવાડીઓ ચાલતી હતી. મેં ૧૯૬૦માં નવી પાંચની માંગણી કરી તે મંજૂર થઈ. આમ કામ વિકસતું થયું. તે ઉપરાંત દિલ્હી સમાજ કલ્યાણ બોર્ડમાંથી સુંદર સહકાર મળ્યો, અને ગ્રાન્ટ પણ મળી. જેથી કામ કરવામાં ઘણી સરળતા થઈ. આ લખું છું તે સમય ૧૯પ૭/૧૯૫૮ લગભગનો. અમદાવાદથી દસ માઈલ પછી ગામોમાં જવાના રસ્તા કાચા, ચોમાસામાં બંધ થાય; પછી એવા ખાડા-ટેકરા થઈ જાય કે એક અધિકારી મને કહેતા કે જો પેટમાં એપેન્ડિકસ હોય તો મટી જાય, અને ન હોય તો થાય ખરું. એક વાર જઈને આવીએ ત્યારે ધૂળમય થયેલાં કપડાં તરત જ બદલવા પડે. છતાં દર સપ્તાહે ગામડાંમાં જવાનું થતું. ચોમાસાના ચાર માસ... ગામોના રસ્તા કાદવથી ખરડાઈ જતા. ત્યારે નંદનવનની ઉપમા અહીં એળે જતી. છતાં જીપને કારણે સુવિધા રહેતી. જોકે કોઈ વાર જીપ પણ પાણીમાં કે કાદવમાં ખૂંપી જતી ત્યારે બળદો મંગાવીને બહાર કઢાવવી પડતી. છતાં કાર્ય કરવાનો ઉત્સાહ, અને પરિણામ દેખાવાથી આ કાર્યમાં આનંદ આવતો. ગ્રામજનોના ભાવ, તેમના દૂધ, રોટલા ખાઈને મારી તબિયત પણ સુધરી ગઈ, તે લાભ મોટો હતો. શ્રી ઈન્દુમતીબહેન શેઠના પ્રમુખપણાથી અમદાવાદ જિલ્લા સમાજકલ્યાણ સંઘની સ્થાપના (૧૯૬૦) : આમ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી છોટુભાઈ તથા અન્ય સભ્યો સાથે અમારું કામ થોડા વખતમાં વિસ્તાર પામ્યું. વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. આથી સમિતિના સભ્યોએ વિચાર્યું કે હવે તાલુકાને બદલે જિલ્લામાં આ કાર્યનો વિસ્તાર કરવો. તેથી શ્રી ઈન્દુમતીબહેન શેઠના પ્રમુખપણા નીચે અમે ૧૯૬૦માં અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘની સ્થાપના કરી. ભારતભરમાં બાલવિકાસ ક્ષેત્રે આ સંસ્થાની પ્રથમ હરોળમાં ખ્યાતિ હતી. હજારો બાળકો ધૂળમાં ઘૂમવાને બદલે કાલી કાલી ભાષામાં ગાતાં, નાચતાં, સંસ્કારયુક્ત થયાં. આજે તે સૌ પણ કુટુંબ-પરિવારવાળા અને ખાધેપીધે સંપન્ન છે. મારી મંગલયાત્રા ૧૫૧ વિભાગ-૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ આ કાર્ય કરતાં એનો સંતોષ હતો કે સેંકડો દુખિયારી બહેનોને અને ગ્રામવિસ્તારનાં હજારો બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે ઊજળું જીવન જીવવાની તક મળી છે. બહેનો દીનહીન દશાથી મુક્ત થયાં છે. વળી મારી વિચારધારા પ્રમાણે અમે વર્ષમાં દસ દિવસની એક શિબિર રાખતાં. તેમાં આ બહેનોને તેમના શિક્ષણ સાથે, ગુણસંપન્ન કેમ થવું તેનું શિક્ષણ આપતાં. વળી સંસ્થાના ગ્રામવિસ્તારના નિરીક્ષક તરીકે કામ કરતા. મંદાબહેન શાહ ખૂબ કુશળ અને સન્નિષ્ઠ હતા. તેથી પ્રવૃત્તિઓનો વિકાસ થતો રહ્યો. આ સર્વે કાર્યો કરવામાં, સરકારી ગ્રાંટો મેળવવામાં કંઈક સંઘર્ષો કે અટપટાં કાર્યો કરવા પડતાં, ત્યારે સમાધાન એ થતું કે દુઃખી બહેનોના લાભમાં છે. આપણે કંઈ લેવું નથી. શ્રી ઇન્દુમતીબહેનનો સંક્ષિપ્ત પરિચય : શ્રી ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ ગુજરાતના ગાંધીયુગના સેવાભાવી સામાજિક કાર્યકર હતાં. અતિ શ્રીમંતાઈમાં ઊછરેલાં, સંસ્કારસંપન્ન અને કર્તવ્યનિષ્ઠ હતાં. લગભગ નવેક દસકા પહેલાંના જમાનામાં પણ કૉલેજનો અભ્યાસ કરેલો. ગુજરાતભરમાં પ્રસિદ્ધ સી. એન. વિદ્યાવિહાર તે તેમના પિતાશ્રીની સ્થાપિત સંસ્થા આજે પણ ઘણી પ્રસિદ્ધિ ધરાવે છે. તેઓએ તેના વિકાસમાં ઘણો ફાળો આપ્યો હતો. મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહ વિગેરે આંદોલનોમાં સક્રિય ભાગ લીધો હતો. તે કાર્યની નિષ્ઠા માટે આજીવન કૌમાર્યવ્રત સ્વીકાર્યું હતું. જેલવાસ ભોગવ્યો હતો. દેશ આઝાદ થયા પછી રચનાત્મક કાર્ય માટે સંસ્થાઓની સ્થાપના કરી હતી. અને પોતે અનેકવિધ સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપતાં. લગભગ રાત્રિદિવસ તેમનું જીવન સેવામય હતું. અમારી સંસ્થાના વિકાસ અને વિસ્તાર માટે થોડા સભ્યોએ નિર્ણય કર્યો કે અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘની સ્થાપના કરવી. તેને માટે કુશળ, સેવાભાવી અને આ ક્ષેત્રમાં ક્ષમતા ધરાવતી વ્યક્તિ માટે અમે વિચાર કરતાં હતાં. તે માટે શ્રી ઇન્દુમતીબહેનને વિનંતી કરી. તેમણે સહર્ષ સંમતિ આપી. તેમના પ્રમુખપણા નીચે અમને ઘણું માર્ગદર્શન મળતું. અમારું કામ ઘણું વિકસ્યું. તેઓ અમારી સાથે ગ્રામવિસ્તારમાં ફરતાં, અને ઘણો સાથ આપતાં. તેઓ પોતાના જીવનકાળ સુધી પોતાની સેવાઓ આપતાં રહ્યાં હતાં. હું જ્યારે લગભગ ૧૯૮૦માં તેમને મારી નિવૃત્તિની વાત કરતી ત્યારે કહેતાં : આ ધર્મ નથી ! એકલા નિવૃત્ત થવું એ જ ધર્મ છે ? ત્યારે વિભાગ-૭ ઉપર મારી મંગલયાત્રા Page #168 -------------------------------------------------------------------------- ________________ હું તેમને ભગવાન મહાવીરના બોધની વાત કહેતી, ત્યારે કહેતાં : ભલે એ બધું કરો પણ આ કામ તો તમારે કરવાનું છે. પ્રેમ અને ગંભીરતાથી કહેતાં ત્યારે હું પણ તેમને દુભવી શકતી નહિ. તેમની વાત માનીને થોડાં વર્ષો કામ અને નિવૃત્તિ એમ મારો ક્રમ જળવાતો. તેઓએ મારા જીવનમાં આ ક્ષેત્રે વડીલ જેવી હૂંફ આપી છે તેમને કેમ ભુલાય? તેઓ રાજ્યના કેળવણી મંત્રી તરીકે નિમાયાં ત્યારે પણ આ સંસ્થાના પ્રમુખપણાને જારી રાખ્યું હતું. ૨માબહેન ઝવેરી માનદ્ મંત્રી : તેઓ કઠવાડામાં રહેતાં હતાં તેમને ખેતી તથા દૂધની ડેરી હતી. તેઓ મારી સાથે કામમાં જોડાયાં હતાં. રમાબહેન ખૂબ સંપન્ન કુટુંબનાં હતાં. તેમનાં દાદીસાસુ ગંગાબા ઝવેરી જેમને ગાંધીજીનું સાન્નિધ્ય અને સંસ્કાર મળ્યાં હતાં. જેલવાસ ભોગવ્યો હતો. આમ રમાબહેનને તેમના તરફથી પણ સમાજસેવાની ભાવના મળી હતી. પોતે કુશળ અને કાર્યક્ષમ હતાં. જીવન સમૃદ્ધ છતાં સાદું હતું. આથી અમારા બંનેનો મેળ બરાબર સચવાતો. દરેક કામમાં પૂરો સહકાર આપતા. આખરે હું નિવૃત્ત થઈ પરંતુ તેઓએ તો આ કાર્ય બરાબર નિભાવી રાખ્યું. આમાં તેમના પતિ નવીનભાઈ ઝવેરીનો ઘણો સાથ હતો. શ્રી મણિબહેન પટેલ (સાણંદવાળા) : તેઓ આ સંસ્થાના સભ્ય હતાં. ગ્રામવિસ્તારમાં ફરવામાં ખૂબ સાથ આપતાં. શહેરના સભ્યો કાર્યાલય પૂરતી હાજરી આપતા. મણિબહેને શ્રી સંતબાલજી પાસે ગ્રામસેવાકાર્યનો ભેખ લીધો હતો. દલિત વર્ગમાં વિશેષ કાર્ય કરતાં. તેઓની કાર્યસૂઝ અને હિંમત પ્રશંસનીય હતી. અમદાવાદ જિલ્લામાં તેઓ સન્માનીય હતા. તેથી મને પ્રારંભમાં તેમનો સાથ ઉપયોગી રહ્યો. સાથે ફરીએ એટલે કેટલી જીવનકથાઓ પણ ચર્ચાતી. એક વાર કહે હું તો સાસરે ઘર ને વર જોયા વગર જ વિધવા થઈ છું. હું તો ઘડીભર સાંભળી જ રહી. અર્થાત્ ઘોડિયા લગ્ન થયેલાં. અને પતિ તો બાર વર્ષની વયે જ મૃત્યુ પામ્યો. ત્યારે તેઓ નવ વર્ષનાં હતાં. વળી પૂર્વના સંસ્કાર, અને તે વખતે ગાંધીજીનાં રચનાત્મક કાર્યોનો વેગ દેશભરમાં ફેલાયેલો હતો. અવસર મળતાં તેઓ તેમાં જોડાઈ ગયાં. પૂ. સંતબાલજી પાસે શિક્ષણ પામ્યાં. અને પૂરી જિંદગી તેઓએ મારી મંગલયાત્રા ૧૫૩ વિભાગ-૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ ગ્રામવિસ્તારમાં મૂક સેવક તરીકે કાર્ય કરી એ જ ભાવનામાં ગાંધીનગરના કોઈ કાર્યાલયમાં હૃદયરોગના હુમલો થતાં થોડા સમયમાં દેહનો ત્યાગ કર્યો. તેમનો સાથ-સહકાર આજે પણ મારી સ્મૃતિમાં અંકિત છે. ગ્રામવિસ્તારના ત્યક્તા, વિધવા વિગેરે બહેનોનું શિક્ષણકાર્ય : અમને મુખ્ય મુશ્કેલી હતી ગામડામાં શિક્ષણની યોગ્યતાવાળી બહેનો મળતી નહિ. તેથી બોર્ડની શિક્ષિકા તાલીમની યોજના લીધી. અમારે તે યોજના ગ્રામવિસ્તારમાં કરવી પડે. તે માટે રમાબહેનના પ્રયત્નથી કઠવાડા ગામ પાસે ત્યાંના કોઈ ઉદ્યોગપતિની ડેરીની ખાલી પડેલી જગ્યા હતી, જેમાં માણસો અને પશુઓ માટેનાં મકાનો હતાં તે અમને માફીથી વાપરવા મળ્યાં. અમે ત્યાં સમારકામ કરી શિક્ષિકા તાલીમ શરૂ કરી. મોટા ભાગની બહેનો દુઃખી, દરિદ્રિ અને ત્યક્તા હતી. તેમના જીવનની કથનીઓનું એક અલગ પુસ્તક લખ્યું છે. તાલિમાર્થી બહેનો દુખિયારી હતી. તેમના મન અસ્વસ્થ હતા. અમે તેમને ખૂબ પ્રેમથી મોસાળ કે પિયર આવ્યાં હોય તેમ રાખીએ. ત્રણથી ચાર વર્ષે તેઓ પ્રમાણપત્ર સાથે તૈયાર થતાં, અને ગામડાની બાલવાડીમાં શિક્ષિકા તરીકે કામે લાગી જતાં. જીવન સ્વાવલંબી બનતાં, તેમના જીવનમાં ઝળકાટ આવતો. ગ્રામવિસ્તારમાં બાળકોને શિક્ષણ મળતું. અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘની સ્થાપના પછી, કાર્યનો વેગ વધ્યો. હવે લોકસંપર્ક પણ ઘણો રહેતો, એટલે કાર્યાલયના મકાન માટે આયોજન કર્યું. સૌ પ્રથમ મેં રૂ. ૧૫,૦૦૦-૦૦ આપ્યા. જેમાં, જિલ્લા પંચાયતની સહાય અને ફાળો ભેગાં કરી ભદ્રમાં જિલ્લા પંચાયત દ્વારા મળેલી જગામાં જ ત્રણ માળનું મકાન બાંધ્યું. ૧૯૫૮માં ગામડાંમાં ખાસ સમજણ આપી બાળમંદિર ચાલુ કરાવવા પડતાં હતાં. પણ એ બાળમંદિરો દ્વારા જિલ્લામાં ચારે બાજુ અમારી સંસ્થાની પ્રસિદ્ધિ થઈ એટલે હવે ગ્રામ પંચાયતો પોતે જ બાલવાડી માટે માંગણી કરતી. આમ બીજાં દસ વર્ષમાં સોનો આંકડો બેવડો થયો. આ કાર્યમાં ચીનુભાઈ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ વડીલની જેમ સાથ આપતા. વળી સાણંદવાળાં મણિબહેન પટેલ તો ગામડે ગામડે ફરવામાં ખુબ સાથ આપતાં. ગ્રામસેવાકાર્યમાં તેઓ કુશળ હતાં. બહેનોની આપવીતી ઘટનાઓ : જેમાં બધા પ્રસંગો આલેખ્યા છે તે પુસ્તકનું નામ હતું “નારીજીવનના તડકા ને છાયા.” અહીં એકાદ-બે દાખલો આપું. એક વિધવા વિભાગ-૭ ૧૫૪ મારી મંગલયાત્રા Page #170 -------------------------------------------------------------------------- ________________ બહેન ઉંમર ૨૮ વર્ષની, ચાર બાળકો મૂકીને ભણવા આવેલી. આવકનું કોઈ સાધન નહિ. એક બાળક મોસાળ, બે બાળકો સાસુ પાસે, ચોથું બાળક બહેનને ત્યાં. વિચાર કરીએ તો તેનું મન ભણવામાં કેવી રીતે લાગે ? કોઈ વાર બાળકો યાદ આવે અને રડે. વળી તેના જેવી જ દુઃખિયારી બહેનોને જોઈ આશ્વાસન મેળવે. તેણે બે વર્ષ ભણવાનાં પુરાં કર્યા બાળકોને લઈ ગામડે ગઈ. કામે લાગી પગાર મેળવી કંઈક હાશ અનુભવી. બીજી બહેનને પતિએ બાળવા પ્રયત્ન કરેલો, બચી ગયેલી, તે પણ ભણી અને કામે લાગી; આનંદથી સ્વાવલંબનથી જીવતી થઈ. એક બહેન પોતાની બહેનની સુવાવડ કરવા ગયેલી, બનેવીની લાલચનો ભોગ બની. કુંવારી માતા થઈ બાળકને આશ્રમમાં મૂક્યું. તે ભણીને કામે લાગી. વળી કોઈ થોડી સંપન્નતાવાળા પણ બાળકોના શિક્ષણને પહોંચી વળવા, ભણીને નોકરીએ લાગે. એક બહેન રૂપાળી, કુશળ અને ચંચળ. પતિ શાંત એટલે ફાવે નહિ. જ્યાં ત્યાં ફરે. તેને નોકરી આપી કે મન શાંત થશે એટલે ગોઠવાશે. પણ તે કોઈ પુરુષની સોબતે ચઢી ગઈ. તેને એક બાળકી થઈ. પુરુષનો મોહ છૂટી ગયો. ઘણા ઝઘડા થતા. તે તેને જૂનાગઢ જંગલમાં લઈ ગયો અને તેના બાળકને તથા બાઈને મારી નાંખી. એક વાર એક બહેન ઘરે મળવા આવી. તેનું મુખ દર્દથી ભરેલું હતું. કેમ આવી છું ? “મને સાસરે દુઃખ છે. પતિ મારે છે, તેને સાસુ સાથ આપે છે. ત્રણેક વર્ષનો દીકરો છે તેને મૂકીને નોકરી માટે આવી છું. મારાં માતાપિતા અત્યંત ગરીબ છે. ત્યાં જઈને શું કરું? સાસરેથી કહ્યા વગર આવી છું. પાછી જાઉં તો મારશે.” તે દિવસે રવિવાર હતો, મેં કહ્યું ક્યાં રહે છે, ““ધોળકા ગામ સાસરું છે.” આજે તો રવિવાર છે, કાર્યાલય બંધ છે. તું કાલે કાર્યાલયે આવજે કયા ગામે તને નોકરી મૂકવી તે મને ખબર નથી. અને કાગળો તૈયાર કરવાં પડે તેથી તું કાલે મને કાર્યાલયે મળજે. તે સાંભળી તે થોડકી ક્ષણો વિચારમાં પડી, ક્યાં જાઉં ? મેં તેને કહ્યું કે તું આજે અહીં રહી જા. એમ કહી તેને કંઈ ખાવાનું મારી મંગલયાત્રા વિભાગ-૭ ૧૫૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ આપ્યું. થોડી વાર પછી તે ઊઠી, કહે હું કાલે કાર્યાલયે આવીશ. તેના ભાવિમાં કંઈ જુદું જ લખ્યું હશે ? ત્રણ દિવસ પછી સમાચાર આવ્યા કે તે બહેનને સાસુ અને પતિએ મારી નાંખી છે. તપાસ કરાવી તો ગામમાંથી જાણવા મળ્યું કે કંઈ થઈ શકે તેમ નથી. અનુમાન કરતાં એમ લાગ્યું કે તેણે વિચાર કર્યો હશે કે બાળક મૂકીને આવી છું, કાલે નોકરી મળશે એટલે સાથે રાખી શકીશ. તેથી બાળકને લેવા ગઈ હશે. બે દિવસથી કહ્યા વગર નીકળેલી તેથી પતિએ ક્રોધે ભરાઈને મારી નાખવા પ્રયત્ન કર્યો હશે. સાસુએ સાથ આપ્યો હશે. આમ બિચારીનું જીવન ટૂંકાઈ ગયું. આવા પ્રસંગો કોઈ બહેનોના જીવનમાં બનતા ત્યારે લાગતું કે આવી સ્ત્રી-વિકાસની સંસ્થાઓ આ બહેનોને માટે માતૃગૃહ જેવી હોય છે જે તેમને સ્વમાનભેર જીવતા શીખવાની તક આપે છે. દુઃખિયારી, સમાજથી કુટુંબની તરછોડાયેલી બહેનોને અમારા કર્મચારીઓ સાથ આપતા. અમે પ્રેમથી આવકારતા. છતાં તેઓની ભૂલો થતી ત્યારે તેમને યોગ્ય શિક્ષા પણ મળતી. છતાં એકંદરે ઊંડાણના સો માઈલના વિસ્તારમાં પથરાયેલા કામનો સારો વિકાસ થયાનો સંતોષ છે. આમ, આ કામમાં ઘણુંબધું આવું બનતું. પણ એ બહેનોની જરૂરિયાત એવી હતી કે આ કામોનું સાહસ કરવું પડતું. મોટે ભાગે તો ગ્રામજનોના સહકારથી સુખદ પરિણામ જ આવતાં. નવું શિક્ષણ લઈ હસતાં-રમતાં પાછાં પોતાને સ્થળે પહોંચી જતાં, પોતાનું કાર્ય કુશળતાથી કરતાં. આ ક્ષેત્રે સ્ત્રીને જોખમદારી ખરી : સ્ત્રી પુરુષ માટે ભોગ્ય વસ્તુ છે તેવી પુરુષની માન્યતાથી સ્ત્રીને ઘણું જાગ્રત રહેવું પડે. તેમાં વળી સ્ત્રી એકલી હોય, અસહાય હોય ત્યારે દુર્જન પુરુષ તેનો લાભ ઉઠાવવા પ્રયત્ન કરે. કામુકતાની માઝા મૂકે ત્યારે સ્ત્રી ખરેખર મુશ્કેલીમાં મુકાય. તેમાં જો દુષ્ટ મનુષ્યની નજરે ચડી તો સ્ત્રીને પોતાનું શીલ પાળવું પણ દુર્ઘટ થઈ જાય. તેમાં સ્ત્રીઓએ પણ પોતાના સત્ત્વને અને શીલને જાળવવાનાં છે. આકર્ષક હાવભાવ, નિર્લજ્જ વસ્ત્રપરિધાન જેવા કારણે પુરુષ સ્ત્રીનો ગેરલાભ ઉઠાવવા ઉત્સુક થાય છે. તેના પરિણામે કુંવારું માતૃત્વ જેવું વિભાગ-૭ મારી મંગલયાત્રા ૧૫૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ પરિણામ સ્ત્રીએ જ ભોગવવું પડે છે. સ્ત્રી-પુરુષનું યૌવન કેવળ ભોગ માટે નથી તે બંને પક્ષે સમજવું જરૂરી છે. સવિશેષ સ્ત્રીઓએ મનોબળ કેળવીને પણ પુરુષના દુષ્ટભાવને આધીન ન થવું જોઈએ. સામાજિક, કૌટુમ્બિક કે ધાર્મિક ક્ષેત્રે પણ કામજનિત વૃત્તિથી, વિજાતીય સંબંધોથી સ્ત્રી-પુરુષ બંને દુરાચાર સેવે છે. પરિણામે સ્ત્રીને તેનું પરિણામ ભોગવવું પડે છે. ગ્રામ-વિસ્તારનાં અમારાં કામોમાં આ જોખમ છે, હતું અને રહેવાનું. સાગરમાં માછલાં અન્યોન્ય અથડાય છતાં જળમાં પોતાનો માર્ગ કરી લે છે, તેમ સ્ત્રીઓએ સ્વબળે માર્ગ કરવો રહ્યો. વળી હવે તો સ્ત્રીઓને રક્ષણ આપતી સંસ્થાઓનો વિકાસ થવાથી સ્ત્રીઓ માટે મુશ્કેલીમાં માર્ગ મળી રહે છે. આ ક્ષેત્રે મહદ્અંશે પુરુષવર્ગ સાથે કામ કરવાનું, પુરુષોની વિચિત્ર પ્રકૃતિઓને જાણીને, ચેતીને, ચાલવાનું. વળી મારી સાથે કામ કરનાર બહેનો લગભગ યુવાન જ હોય. તેમને એકાકી ગામડામાં બાલમંદિર ચલાવવા મોકલવાના, પુરુષોને વારંવાર મળવાનું, તેમની કામુક્તાથી બચવા સાવધ રહેવાનું. તેમાં આ બહેનોને ઘણું સત્ત્વ સાચવવું પડતું. યદ્યપિ બે-પાંચ પ્રસંગો જતા કરીએ તો એમ કહેવું પડે કે ગામે ગામે સજ્જનતાનો સારો સહકાર મળતો. વળી આ બહેનો પણ ગામમાં અનુકુળ થઈને રહેતી. માનવ પોતે જ અપૂર્ણ છે એટલે સો ટકા અપેક્ષા કેવી રીતે રખાય ? છતાં આજે સેંકડો બહેનોને સ્વાવલંબન મળ્યું અને હજારો બાળકોને બાળવયમાં સંસ્કારનું શિક્ષણ મળ્યું. આ કામમાં બહેનોને જ્યારે મુશ્કેલીઓ પડતી ત્યારે અમારા કર્મચારીઓ તેમને સાથ આપી સમાધાન કરી લેતા. મંદાબહેન પોતે સત્વશાળી હતા. સૌને સમજ આપતા. અમારા વખતમાં ગાંધીજીના જીવનસંદેશના આદર્શની અસર હતી એટલે માનસેવા આપવાની ભાવનાવાળાં ભાઈબહેનો આ ક્ષેત્રમાં સુંદર કામગીરી બજાવતાં. આજે એ ભાવનાઓ ટકી છે પરંતુ વિચારોનું અને આદર્શોનું વહેણ કંઈક બદલાયું છે. માન, ધન કે સત્તાના લોભે લોકોને આકર્ષિત કર્યો છે. છતાંય ગાંધીજીના આદર્શોની પરંપરા જળવાઈ રહી છે અને આજે પણ માનવસેવાનાં કાર્યો વિકસતા જાય છે. બાળપ્રવૃત્તિને વેગ : વર્ષે એક વાર બાલવાડીનાં બાળકો જેનું છેલ્લું વર્ષ હોય તેમનો મારી મંગલયાત્રા ૧૫૭ વિભાગ-૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ બાળમેળો કરતાં. અમદાવાદની ચારેબાજુનો સો માઈલનો વિસ્તાર હતો. સરપંચો સહકાર આપી બાળકો માટે વાહનની વ્યવસ્થા કરી મોકલતા. આ બાળકો માટે અમે વિશાળ જગ્યા માટે શાળાના મકાનમાં આયોજન કરતા લગભગ બે-ત્રણ હજાર જેટલાં બાળકો આવતાં દરેકની મંડળી નાટક જેવા કાર્યક્રમો રજૂ કરતી. દરેકને નામ-ગામનો બિલ્લો અલગઅલગ રંગનો લગાવવામાં આવતો, નહિ તો જો બાળકોને ઓળખવામાં ભૂલ થાય તો બાળક એક ગામને બદલે બીજે ગામ પહોંચી જાય અને મોટી મુશ્કેલી ઊભી થાય. વળી આ બાળકોએ છૂટા ચાલવાનું નહિ. એક-બીજાનું કપડું પકડીને છૂક છૂક ગાડી કરીને ચાલવાનું. - નવા નવા કાર્યક્રમો યોજાય. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને મોટા હોદ્દેદારો આવે. મોટી સભા થાય. હવે તો ભાષણ કરતાં આવડી ગયું હતું. વળી પ્રસંગે છાપાંમાં નામ આવે, ફોટા આવે, પ્રસિદ્ધ થાય. ગ્રામજનો ખૂબ આદર આપે. શિક્ષિકા બહેનો તો “મા” ગણે. સંસ્થાનો લાખોનો વહીવટ પણ સરળતાથી ચાલે. ક્યારેક મુશ્કેલી થતી, છતાં બધું પાર પડી જતું. સમિતિમાં સૌ આદર રાખતા. એટલે એ કાર્ય મારે માટે કેવળ માનવતાનું કે પરોપકારનું, પણ રાજકારણની કોઈ અસર ન હતી. તે ખાતાંઓ જ કાર્યની સુવ્યવસ્થા જોઈ યોગ્ય સહાય કરતા. સેન્ટ્રલ અને સ્ટેટ સમાજ કલ્યાણ બોર્ડમાંથી સરકારી સહાય તથા ગ્રામ પંચાયતની સહાયથી સંસ્થાની સધ્ધરતા અને સંપન્નતા વૃદ્ધિ પામી હતી. ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણ સંઘ : વળી ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થઈ. ત્યારે ગાંધીનગર પાટનગર તરીકે અસ્તિત્વમાં આવ્યું. અને જિલ્લા તરીકે તેનાં ગામોનું અલગ સ્થાન ઊભું થયું. આ કારણે ગ્રાંટનું માળખું બદલાયું. એટલે અમે ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણ સંઘની સ્થાપના કરી. કાર્યાલય તો એક જ હતું. આમ અમદાવાદ અને ગાંધીનગરના ગ્રામવિસ્તારમાં સો માઈલ સુધી વિસ્તરેલાં ત્રણસો જેવાં ગામોમાં કાર્યના વ્યવસ્થિત સંચાલન માટે અમે દરેક કેન્દ્ર પર છાપેલા સાહિત્ય એક જ પદ્ધતિથી દરેક શિક્ષિકાને આપતાં, જેમાં દરેક મહિનાની પાંચ તારીખ સુધીમાં તેઓ સુલેખ હેવાલહિસાબ મોકલતાં. તે દરેક બહેનોને દર માસે પગાર અને ખર્ચની રકમ સમયસર મળે તે માટે કાર્યાલયે તેની વ્યવસ્થા નિયમિત જળવાતી. તેના વિભાગ-૭ ૧૫૮ મારી મંગલયાત્રા Page #174 -------------------------------------------------------------------------- ________________ લાખોના હિસાબનો વહીવટ ઑડિટ કરાવી દિલ્હી બોર્ડને સુપ્રત કરવાનો રહેતો. આથી કાર્યાલયમાં પણ પંદર-વીસ કર્મચારીઓ કામ કરતા. ગ્રામવિસ્તારનું નિરીક્ષણ કરવા માટે અલગ નિરીક્ષકો રાખવામાં આવતા. વહીવટી કાર્ય વ્યવસ્થિત ચાલે તેનો હું આગ્રહ રાખતી તેથી રોજે બપોરે ૨ થી ૬ કાર્યાલયમાં હાજર રહેતી. પ્રસંગે ગ્રામવિસ્તારની મુલાકાત કરવા જતી. વળી હવે મંદાબહેન ગ્રામવિસ્તારનું ઘણું કામ સંભાળી લેતા. સંસ્થાની પ્રવૃત્તિની રૂપરેખા : સંસ્થાની પ્રવૃત્તિ મુખ્યત્વે અઢીથી પાંચ વર્ષનાં બાળકોનું પૂર્વપ્રાથમિક શિક્ષણ, પ્રૌઢ તથા સિલાઈ વર્ગો, પૂર્વ પ્રાથમિક મહિલા શિક્ષણની હતી. વળી આ ક્ષેત્રમાં ગ્રામવિસ્તારના આવા વર્ગો ચલાવવા માટે શિક્ષિત બહેનો મળતાં નહિ. આથી ગ્રામવિસ્તારનાં જ બહેનોને શિક્ષણ આપી અમે તૈયાર કરતાં. સમાજથી તરછોડાયેલી તથા દારિદ્રતાવસ્થાથી દુ:ખી બહેનો માટે આ સંસ્થા આશીર્વાદરૂપ હતી છે. સંસ્થા દ્વારા તેમનું સ્વાવલંબન થતું. ગ્રામવિસ્તારનાં બાળકોને શિક્ષણ તથા સંસ્કાર મળતાં, બહેનોને સિલાઈ જેવું શીખવા મળતું. વળી સત્સંગ અને ભક્તિના કાર્યક્રમ થવાથી સંસ્કાર મળતા. પ્રથમ પાંચ ગામની પ્રવૃત્તિથી શરૂ થયેલું કાર્ય એક દસકામાં અમદાવાદ જિલ્લાના સો ગામ સુધી પહોંચ્યું. જનતામાં જાગૃતિ આવવાથી બીજા દસકામાં આ આંકડો બેવડો થયો. અને ૧૯૭૫ સુધીમાં તો લગભગ ત્રણસો ગામોમાં આ પ્રવૃત્તિ વિકાસ પામી. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જનતાના સહકારથી લગભગ દરેક ગામે પાકાં મકાનોની સગવડ થઈ. કણ વાવો મણ ઊગે તેમ સૌની સદ્ભાવના અને સહકારથી આ પ્રવૃત્તિ ગુજરાતભરમાં વિશિષ્ટતા અને પ્રશંસનીય બની. ડેરીના મકાનની ચાલતી પ્રવૃત્તિઓ જોઈને તે વિસ્તારના સંપન્ન સજ્જનોની અને પંચાયતની સહાયથી કઠવાડા ગામની હદમાં સંસ્થાની માલિકીનાં છાત્રાલય, માધ્યમિક શાળા વિગેરે સુંદર પ્રવૃત્તિઓ ચાલે છે. - સ્વાવલંબન મળતાં બહેનોની શક્તિ પણ યોગ્ય ક્ષેત્રે પ્રગટ થઈ. આર્થિક સધ્ધરતા થઈ. દર વર્ષે આ બહેનોની દસ દિવસની શિબિરનું આયોજન કરી, તેમની સાથે પારિવારિક સંબંધ કેળવાતો. નવાં નવાં આયોજન કરી, તેમને દર વર્ષે નવું શીખવા મળતું. જે બાળકો અને બહેનો સુધી ગ્રામવિસ્તારમાં વ્યાપક બનતું. મારી મંગલયાત્રા ૧૫૯ વિભાગ-૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ વળી સેન્ટ્રલ બોર્ડનો સુંદર સહકાર મળવાથી બાળકોને સાત્ત્વિક નાસ્તાનું સુંદર આયોજન થતું. ગ્રામજનોનો સુંદર સહકાર હતો. હું તો ૧૯૮૪૮૫થી આ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ ત્યારે શૂન્યમાંથી થયેલું સર્જન સંતોષજનક અને આનંદદાયક હતું. સંસ્થાની આર્થિક સદ્ધરતા થઈ હતી. હવે કોઈ વાર દર્શનાર્થે તે માર્ગે જાઉં ત્યારે ગામનો દેખાવ એવો પરિવર્તન પામ્યો છે કે મને આશ્ચર્ય થાય કે આ એ જ ગામ છે ! ત્યાં કાદવ-કીચડ જોવા મળતાં કેટલાંક ગામો હાઈવે પર આવી ગયાં છે. પાકા રસ્તા, પાકા મકાન, ફેક્ટરીઓ જેવા ધંધાનો વિકાસ થયો તેમ તેમ ગામજનતાનો પણ અમુક અંશે વિકાસ થયો છે. - ત્રીસેક વર્ષ આ કાર્ય કરી અંતર ધ્વનિના આધારે હું તો નિવૃત્ત થઈ. પરંતુ રમાબહેન વિગેરે આ પ્રવૃત્તિને સારી રીતે નિભાવી રહ્યાં છે. એ સૌની “દુવા” મારી સાથે છે. મારી શુભભાવના તેમની સાથે છે. કાર્યની ફલશ્રુતિ : વાસ્તવમાં ૧૯૫૮માં સામાજિક કાર્યનો પ્રારંભ કર્યો ત્યારે જેમ એક દરિદ્રી કુટુંબના જીવનની શરૂઆત હોય તેવું હતું. પરંતુ સૌના સહકારથી કાર્ય વિકસ્યું. રૂ. ૧૦૦/- ના ફંડ માટે મિલમાલિકો પાસે જતાં, ફંડફાળો કરતાં. મે માસની ગરમીમાં ગામડાંમાં જીપમાં ફરતાં, વરસાદ પડી ગયા પછી કાદવ ખૂંદીને ગામોમાં ફરતાં. નદીના વહેળામાં પાણી આવે ત્યારે જીપ ફસાઈ જતી, ત્યારે બળદ બોલાવી બહાર કઢાવતા. હવે ગામેગામ રસ્તા પાકા થયા છે, અન્ય સગવડો પણ થઈ છે. સંસ્થાની સંપન્નતા વધી છે અને ક્ષેત્રનો વિકાસ થયો છે. ગ્રામવિસ્તારમાં પ્રતિષ્ઠા પણ વૃદ્ધિ પામી હતી. મારે હવે રાજકારણમાં જવું તેવી સૌ સલાહ આપતાં. વળી ધારાસભાની બેઠક માટે મને તક હતી. પ્રથમ નજરે પણ આ બેઠકની લાલચ થાય એવું મને ન હતું. તેનું મુખ્ય કારણ પૂ. પંડિતજીની શીખ અને આજ્ઞા હતી. વળી રાજખટપટના અટપટા કાવાદાવામાં મારું સાહસ પણ નહિ. પરંતુ જિ. પં. પ્રમુખે જ્યારે ધારાસભામાં જવાનું સ્વીકાર્યું ત્યારે અમારા ક્ષેત્રમાંથી તેમને કંઈક સહાયક થઈ હતી. તે ફક્ત તેમના ઋણને કારણે. આથી મુ. મોરારજીભાઈ દેસાઈ કહેતા : ખેતી કરીને ખેતરનો પાક બીજાને આપે છે ? અર્થાતુ કેટલો શ્રમ કરી ગ્રામવિસ્તારમાં શિક્ષણ વિગેરેનું કાર્ય કર્યું, અને જ્યારે આવું પદ મળે છે ત્યારે તમે લેતાં નથી ? ત્યારે હું હસી લેતી. તેમને કંઈ કહેવા જેવું લાગતું નહિ. વિભાગ-૭ મારી મંગલયાત્રા ૧૬૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ કેટલીક અણધારી આફત આવતી : સમાજ કલ્યાણ સંઘમાં કામ કરતાં અટપટા પ્રસંગો બનતા ત્યારે વ્યવહારિક કુશળતા પૂરતો જ વિચાર આવતો. પરંતુ જેને સાત્ત્વિક કે તાત્ત્વિક કહીએ તેવું મનોબળ કામ ન કરતું તે આજે અનુભવું છું. તે સમજ માટે ઘણું મોડું ભાન આવ્યું. એ પ્રસંગ એ હતો કે સંઘના કામ માટે એક અપંગને સહાયભૂત થવા હિસાબનીશ તરીકે રાખ્યો. તેને કામ માટે તૈયાર કર્યો. તેણે થોડા વરસ કામ સારું કર્યું. ધંધુકા બાજુનાં ગામડાંનો માણસ દરબાર જાતિનો હતો. સંઘનો વહીવટ ક્રમે કરી દરમાસે લાખોના હિસાબનો હતો. તેમાં કેટલીક રોકડ આવે. આ માણસની દાનત બગડી, કદાચ ફીચર જેવા ધંધે ચઢયો હશે કે કેમ? રોકડની પહોંચ આપતો અને રકમ ચોપડે ચઢાવતો નહિ. છ માસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિસાબ તપાસી જતા. તેમણે જોયું કે લાખ રૂપિયા જેવી રકમ જમા થઈ નથી. આ માણસ કંઈ જવાબ ન આપે. તેના ઘરે તપાસ કરાવી તો રકમ ઘરે ગઈ જ નથી. તેના વડીલને કહ્યું કે જો આ રકમ જમા ન થાય તો કેસ થશે. એટલે તેઓ ઘરમાં જે કંઈ દાગીના હતા તે વેચીને થોડી રકમ ભરી ગયા છતાં મોટી રકમ બાકી હતી. અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહે : તમે વકીલની સલાહ લો. વકીલ કહે : ચેરિટેબલ સંસ્થા છે એટલે તમારે કેસ માંડવો પડે. નહિ તો તમારે રકમ ભરવી પડે, વળી રકમ ભરો તો સંભવ છે કે તમારો હિસાબનીશ કહે મેં તમને જ રકમ આપી હતી. આમ મારે તો ભેંસનાં શીંગડાંમાં માથું ભેરવવા જેવું થયું. કેસ માંડીને રકમ મળવાની ન હતી. કોર્ટમાં મારે જ હાજર થવું પડે. ભારે ઉપાધિનું કામ આવી પડ્યું. માનવતાનું કાર્ય કર્યાનો આનંદ થોડી વાર માટે ઝંખવાયો. પરંતુ હિંમત હારી ન હતી. આ રકમ ક્યાં મૂકી, શું થયું ! તેનો પેલો માણસ જવાબ ન આપે. ૨કમ ભરી શકે તેવી સ્થિતિ નહિ. ખેતરો હતાં પણ તેનો વકીલ તેને કંઈ વેચવાની સલાહ ન આપે. એટલું સારું હતું કે એ ભલા હિસાબનીશે એવું ના કહ્યું કે આ રકમ તો મંત્રીઓએ જ લીધી છે. અમારા વકીલને એવી શંકા હતી, એવો અનુભવ હતો. પણ કેસ તો માંડવો જ પડ્યો. નીચલી કોર્ટમાં દર માસે ધક્કા ખાવાનો ભારે કંટાળો આવતો. ત્યારે મનને મારી મંગલયાત્રા ૧૬૧ વિભાગ-૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ મનાવતી કે આ પણ કર્તવ્ય છે. વકીલને કહેતી કે આ માણસને સજા થાય તેવું હું ઈચ્છતી નથી. તે થોડી રકમ ભરે તો પછી કંઈ રસ્તો કાઢીશું. પણ વકીલ કહે કોર્ટથી જે નિકાલ આવે તે જોવું પડે. બે વર્ષે નિકાલ આવ્યો : તે માણસને સખત કેદની સજા થઈ. તે સાંભળીને મને દુઃખ થયું. જો પહેલા વિચાર્યું હોત તો થોડી રકમ ઉઘરાવીને રસ્તો નીકળી શક્યો હોત. પણ ત્યારે એવું સૂઝયું નહિ. વળી ટ્રસ્ટની જવાબદારીથી તે સંગત ન હતું. આથી એ યુવાનને સાચે માર્ગે ચઢાવવાની તક આપવાની ભાવના છતાં મારી હિંમત ન રહી. એક વાર એક દષ્ટાંત વાંચ્યું કે એક શેઠે ચોરી કરનાર નોકરને ગામે જઈને બોલાવ્યો. રકમ માફ કરી અને પાછો કામે ચઢાવ્યો. એવાં ઘણાં દષ્ટાંત સાંભળ્યાં ત્યારે મારે માટે તે મોડું હતું. આવા ઉદાત્ત વિચાર કરવાનો સંસ્કાર ઘડાયો ન હતો. વ્યવહાર પ્રમાણે કામ કરવું પડે પણ માણસને દુઃખી કરીને વ્યવહાર સાચવવાને બદલે થોડું સહન કરીને કે અન્ય ઉપાય કરીને રસ્તો કાઢવો જોઈએ તેવું આજે લાગે છે. છતાં સંસ્થામાં સંસ્થાકીય ઉપાય કરવા સૌની સાથે રહેવું પડ્યું તે હકીકત છે. વસ્તુનો લગાવ, ફરજનું ભાન, પોતાનો યશ-અપયશ, વ્યવહારુ ઉકેલ આવાં ઘણાં કારણો, આમાં ભાગ ભજવતા હોય છે. અંતે એવું લાગે છે કે અન્ય માણસને દુ:ખ આપવામાં સાથ ન આપવો તેવું વિચારબળ કેળવવું જોઈએ. તો જ આપણાં સત્ત્વ અને તત્ત્વ બળવાન રહે. ખેર. સંસારમાં જે કંઈ કરીએ તેમાં બધું સરળ, સુખદ અને સુગમ ક્યાંથી હોય? તેમાં મુશ્કેલી આવે તે પણ નિભાવવી પડે અને હસતે મુખે ઉપાય કરવા પડે. ભાવના રાખતી કે કોઈને દુઃખ ન પડે. સૌને સદબુદ્ધિ મળે. યદ્યપિ આ કારણથી સંસ્થાની કોઈ પ્રવૃત્તિને કંઈ આંચ આવી નથી. અપંગ માનવ મંડળની પ્રવૃત્તિ : ૧૯૬૦માં અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘની સ્થાપના પછી ગ્રામવિસ્તારનું કાર્ય ખૂબ વિકાસ પામ્યું. આ કારણે સામાજિક ક્ષેત્રે મારી પ્રસિદ્ધિ થતી. તે સમયે શિરીષ શાહ જે અપંગતા ધરાવતા હતા પણ પોતાની કુશળતાથી કોર્ટના ન્યાયાધીશ પદે પહોંચ્યા હતા. બીજા કનુભાઈ મહેતા જે બે પગે અપંગતા ધરાવતા હતા. તેઓ પણ પોતાની બુદ્ધિપ્રતિભાથી ગ્રેજ્યુએટ થઈ, અંબિકા મિલમાં કામ કરતા હતા. છતાં તે દિવસોમાં તે બંને યુવાનોને ખૂબ મુસીબત નડી હતી. તેવા અનુભવને વિભાગ-૭ ૧૬૨ મારી મંગલયાત્રા Page #178 -------------------------------------------------------------------------- ________________ કારણે તેમણે અન્ય અપંગોની સહાયતા માટે આરોગ્ય સમિતિ, પ્રીતમનગરની સંસ્થામાં બેસી અપંગોની સેવા માટે નોંધણી શરૂ કરી. તે દરમ્યાન તેમણે મારું નામ સાંભળી મને તેમના કાર્યમાં સાથ આપવા વિનંતી કરી. મને માનવસેવામાં રુચિ હતી. આથી મેં તરત જ તેમની વાતને વધાવી લીધી. એકાદ માસ તેમની સાથે ચર્ચાવિચારણા કરી. મેં કહ્યું કે કામ કરવું હોય તો આપણી પાસે કંઈ સાધન જોઈએ. કેવળ નોંધણીથી કામ ન થાય. આ વિચાર મેં અ.જિ. પંચાયતના પ્રમુખ જેમનો મને સંઘમાં ઘણો સથવારો હતો, તેમને વાત કરી તેઓએ વા.સા. હૉસ્પિટલ સામે રેવાબાઈની ધર્મશાળામાં અમને પતરાના છાપરાવાળો નાનો એક ઓરડો બાંધી આપ્યો. અમે તેમાં કામ શરૂ કર્યું. અપંગોનું કાર્ય કરવાનું કંઈક મુશ્કેલ હતું : અ.જિ.સા.ક.સંઘમાં જેમ ઘરેથી રકમ અને સાધન લઈને કામ શરૂ કર્યું હતું તેમ અપંગ માનવ મંડળમાં પણ સૌ પ્રથમ ઘરેથી થોડાં સાધન લઈ ગઈ. છાપામાં જાહેરાત આપી કે અપંગોની સહાયતા માટે કામનો પ્રારંભ કર્યો છે. તો અપંગોએ જાતે આવીને મળી જવું. પ્રથમ દિવસે ત્રણ અપંગ ભાઈઓ આવ્યા. એકને પગ નહોતા, બીજાને બેસવાની ખોડ હતી, ત્રીજો મંદબુદ્ધિ હતો. અમે તેમની મુલાકાત તો લીધી પણ શું જવાબ આપીએ? અમને અનુભવ નહિ. વળી ત્રણેની ખાસિયત, ખોડ પણ અલગ પ્રકારની. એ દિવસે મારો ઉત્સાહ ઓગળી ગયો. છતાં એમ કરતાં બીજા બે-ત્રણ અપંગો આવ્યા. અને સિલાઈ કામ શરૂ કરાવ્યું. વળી ફાઈલો બનાવવા જેવું કામ શરૂ કર્યું. અતિ મંદગતિએ કામ થતું. અમે તેમને ૧૯૬૦માં રોજના દસ રૂપિયા આપતા. એક દિવસ બસ સ્ટેન્ડે ઊભી હતી ત્યાં ત્રણ અપંગ ભિખારી ભીખ માંગતા હતા. તેમને બીજે દિવસે સંસ્થામાં બોલાવ્યા. એ ત્રણમાંથી બે તો બીજી વાર આવ્યા જ નહિ, કારણ કે તેમને ભીખમાં રોજના વીસ રૂપિયા જેવું મળતું હતું. અમે રોજના દસ રૂપિયા આપતા. આથી એક જ ભિખારી રહ્યો. ત્યાર પછી અપંગ ભાઈ-બહેનો આવતાં થયાં. સંખ્યા ૨૫ ઉપર થઈ. અમારી સંસ્થાના પ્રમુખ શ્રી જયકૃષ્ણભાઈએ અમને વા.સા. હૉસ્પિટલમાં મોટા બે ઓરડા અપાવ્યા. સરકારી ખાતાનું સિલાઈ કામ અને ફાઈલોનું કામ અમને મળતું થયું. અને અપંગોને રોજી મળતી ગઈ. વળી ડૉ. હસમુખ શાહ પણ આ કાર્યમાં સહાયક હતા. મારી મંગલયાત્રા ૧૬૩ વિભાગ-૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ આમ પતરાના શેડ (ઓવનમાંથી) અમે મોટા ઓરડામાં કાર્ય કરતા થયા. સૌનો સહકાર મળી રહેતો. અપંગો ઉત્સાહથી કામ કરતા. તેમનું નિર્વાહ થઈ જતો. સમાજ કલ્યાણ સંઘને કારણે મારે પણ સરકારી ખાતા સાથે સારો પરિચય હતો. આથી અમારા કાર્યને કામ અને ગ્રાંટ વિગેરેથી ઘણો વેગ મળ્યો. વળી અમારા સત્સંગી મિત્ર કલ્યાણભાઈ ત્રિકમલાલ પણ આ સંસ્થામાં જોડાયા. પછી તો ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ આ સંસ્થામાં પ્રદાન આપ્યું. દરેક સભ્યો તન, મન અને ધનથી પણ સહાય કરતા. સૌનું લક્ષ્ય એક જ હતું. અપંગ બાળકોને સુંદર જીવન જીવવાની તકો પૂરી પાડવી. ત્યાર પછી લગભગ ૧૯૭૦માં અમને વસ્ત્રાપરની હદમાં સરકારી ખાતા તરફથી એક તલાવડી થોડી જગા સાથે માફીથી મળી. નજીકમાં જગા મેળવવા અને પાંચ વરસથી ઘણી ઓફિસોમાં આંટા લગાવતા, છેવટે તલાવડીવાળી જગા મળી. તે જગા બતાવવા કમિશનરશ્રી કાંટાવાળા મને લઈ ગયાં. તલાવડીનો મોટો ખાડો જોઈને મારી આંખો સજળ થઈ ગઈ. તેઓ કહે બહેન, આ જગા રૂપિયા એકથી તમને આપવામાં આવે છે. તમે બેત્રણ વરસ રાખો. પછી ન જોઈએ તો પાછી સોંપજો. તેઓ અનુભવી અને દીર્ધદષ્ટિવાળા હતા. ખરેખર આજે એ જગા લાખોના મૂલ્યની થઈ છે. વસ્ત્રાપુરની તલાવડી મળી તે રાત્રે મને ઘણા વિકલ્પો ઊઠ્યા. તેની સાથે એક વિકલ્પ ઊઠ્યો કે સાચો સેવાભાવી પાયામાં પુરાય.” અને મને થયું કે હું અતુલને વાત કરું કે આ ખાડો આપણે પુરાવીએ. તેણે તરત જ સંમતિ આપી. ૧૯૭૦ માં આ ખાડો પૂરવાના ૨૫ હજારનું ખર્ચ થયું. જમીન સમતળ થઈ એટલે તેના પર એક મોટો શેડ બાંધી કામકાજ શરૂ કર્યું, જેમાં કેવળ ઉદ્યોગની તાલીમ અને અપંગોનું સ્વાવલંબન થતું. તે કામો અમને સરકારી ખાતામાંથી મળતાં. એક નિશ્ચિત સ્થાન મળ્યું એટલે અમારું વિચારબળ વિકસિત થયું. અમે સમાજ કલ્યાણ સેન્ટ્રલ બોર્ડમાં અરજી કરી. બોર્ડ અમને તાત્કાલિક બધી યંત્રસામગ્રી આપી. પછી મકાનના પ્લાન કર્યા. તેમાં સંસ્થાના સભ્યો, ટ્રસ્ટીઓ, સેન્ટ્રલ બોર્ડ અને જનતાની સહાયથી પંદર ઓરડાનું મકાન બાંધ્યું. જેમાં વર્કશોપ, અપંગનું સારવાર કેન્દ્ર અને પ્રાથમિક શાળા શરૂ કર્યા. ત્યારે અમદાવાદમાં આ એક જ સંસ્થા હતી. જયાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી. વિભાગ-૭ મારી મંગલયાત્રા ૧૬૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ વળી ૧૯૭૫માં એ જ પ્રમાણે સહાય મેળવી બે છાત્રાલય બાંધ્યાં, કન્યા અને કુમારી બંને માટે આ પ્રવૃત્તિ ચાલતી. તેમાં આઠ વર્ષથી વીસ-પચીસ વર્ષના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ હતાં. તેથી કોઈ વાર જાતીયતાના સંબંધોથી પ્રશ્નો ઊભા થતાં. આથી ૧૯૮૫ લગભગ કન્યા છાત્રાલય જુદું બાંધ્યું. ત્યાર પછી તો નાણાંકીય રીતે સંસ્થાનો ઘણો વિકાસ થયો. એક જ સંસ્થા દ્વારા કન્યા, કુમાર છાત્રાલય, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉદ્યોગકીય તાલીમ, સારવાર કેન્દ્ર, કયૂટર પદ્ધતિથી શિક્ષણ વિગેરે સમગ્ર પ્રવૃત્તિ ભારતભરમાં કોઈક જ સંસ્થા દ્વારા યોજિત ગણતરીની સંખ્યામાં સંસ્થાઓ હતી. ત્રણ વ્યક્તિઓથી કરેલી શરૂઆત, આજે ત્રણસો જેવી અપંગ વ્યક્તિઓને લાભ મળે છે. અપંગો વધવા એ અગત્યનું નથી પણ તેમને તક મળી તે અગત્યનું છે. આમ જ્યારે હું નિવૃત્ત થઈ ત્યારે સંસ્થાની ગરીબાઈ નિવારી શકાઈ હતી. સંસ્થાને અનેક પ્રકારની સહાય મળતી થઈ. અને વિવિધ ક્ષેત્રે ઘણો વિકાસ થતો રહ્યો છે. તેમાં કોઈ વાર મુશ્કેલીઓ આવતી તે નિવારી લેતાં. વળી રમાબહેન ઝવેરી સંસ્થાની નજીક રહેવા આવ્યાં હતાં. તે પણ મારી સાથે માનદ્ મંત્રી તરીકે ખૂબ સારું કામ કરતાં હતાં. શ્રી કાલિન્દીબહેન કાજી મુંબઈથી આવી વસ્યાં હતાં. કોલેજનાં સ્નાતક હતાં. સંપન્ન કુટુંબમાંથી આવ્યાં હતાં. પતિ હાઈકોર્ટના પ્લીડર હતા. કાલિન્દીબહેન સમાજસેવાની વૃત્તિવાળા હતા તેથી તેનું ક્ષેત્ર શોધતા હતા. બંને સંસ્થાઓની કાર્યવાહી, અનેક પ્રવૃત્તિઓ છાપામાં પ્રસિદ્ધ થતી. તે આધારે તેમણે મને શોધી કાઢી. એક દિવસ અપંગ માનવ મંડળની સંસ્થામાં પેલા પતરાના શેડમાં આવીને ઊભાં રહ્યાં. ““તમે સુનંદાબહેન ?” ““હા.” “મારે સમાજસેવાનું કામ કરવું છે, તમારું નામ સાંભળીને આવી છું.” મેં કહ્યું, “બહુ સારું. આનંદ થયો, અમારે તમારા જેવાની જરૂર છે.” પછી તો તેઓ રોજ બે કલાક આવતા થયા. કુશળ હોવાથી તરત જ કામ ઉપાડી લીધું. નાની મોટી સર્વ બાબતોમાં દિલચસ્પીથી કામ કરે. મને તો એક સાથીદાર મળી ગયા. તેઓ અનેક ક્લબ જેવા ક્ષેત્રોના સભ્યપદે તથા પતિ પણ કાર્યક્ષમ એટલે અમારા કામને ઘણો સહકાર અને દાન મળતાં. વાસ્તવમાં સૌના સહકારથી સંસ્થા ઘણી વિકાસ પામી. મારી મંગલયાત્રા ૧૬૫ વિભાગ-૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ હું તો નિવૃત્ત થઈ. પરંતુ કાલિન્દીબહેન કેન્સરના દર્દી છતાં છેલ્લા શ્વાસ સુધી તેમણે સંસ્થાની નિઃસ્વાર્થપણે સેવા જાળવી રાખી હતી. તેમના પરિવારનો અર્થ-સહયોગ પણ ઘણો મોટો રહ્યો. અપંગોને માટે હવે ઘણાં શહેરોમાં સ્વમાનભર્યું જીવન જીવવા માટેની સંસ્થાઓ સ્થપાઈ છે. ક્યારેક નિરૂપાયતા દેખાતી : વળી શક્ય તેટલી અપંગતા નિવારવા તબીબી સારવાર અપાતી. છતાં કોઈ વાર તેનો ઉપાય ન થઈ શકે તેવી પરિસ્થિતિ પેદા થતી. એક વાર પંદરેક વર્ષના યુવાનને લઈને તેના પિતા આવ્યા. તેના બે હાથ ન હતા. સંચામાં વસ્તુ મૂકતાં હાથ ખેંચાઈને છુંદાઈ ગયા તે કપાવવા પડ્યા હતા. અત્યાર સુધી અમારી સંસ્થામાં છેવટે એક હાથ હોય તેવાં બાળકો હતાં, પણ બે હાથ વગરના બાળકને કેવી રીતે રાખવો ? તેવો પ્રશ્ન મને થયો. બે પગ વગરનાં હતાં તેમને અમે સગવડ આપીને ભણાવતાં હતાં. તે બાળક કહે હું મારું બધું કરી લઈશ; તમે મને અહીં ભણવા રાખો. તેની હિંમત પરખી અમે તેને સંસ્થામાં રાખ્યો. ખરેખર તે પોતે જ પગનો ઉપયોગ હાથની જેમ કરતો, કયાંય થોડી સહાય કે અન્ય વિદ્યાર્થીઓ કે માણસો કરતા. જમવા માટે દાળની વાટકી હોઠ વડે પકડી, રોટલી પણ તે રીતે પકડી જમી લેતો. લખવાનું પગ વડે થોડુંક કરતો, પછી તેને પેઈન્ટરની તાલીમ આપી. તેમાં તેણે કુશળતા મેળવી અને પેઈન્ટરનો ધંધો કરી શકે તેવો તૈયાર થઈ ગયો. સ્વાવલંબી બન્યો. આમ કોઈ વાર અશક્ય પણ પ્રયત્નથી શક્ય બનતું. ત્યારે લાગતું કે સંસ્થાઓ દ્વારા આવા કેટલાયે અપંગોને સુંદર તક મળે છે. આથી અપંગ યુવાન કહેતો કે અમારાં અંગો અપંગ છે પણ અમારાં દિલ-દિમાગ અપંગ નથી. અમને તક મળે તો અમે સ્વમાનથી જીવી શકીએ તેમ છીએ. કોઈ વાર કોઈ ઉપાય જડતો નહિ ત્યારે અમે નિરૂપાય થતાં. એક વાર એક કન્યાને લઈને એનાં માતા-પિતા આવ્યાં. દેખાવે સુંદર મુખાકૃતિવાળી કન્યાના ગળા નીચેના બધા જ અવયવો હાડકામાંસનો કોથળો ભર્યો હોય તેવા હતા તેને ઊંચકીને જ બધું કરવું પડતું. વળી ઉંમર પણ વીસ વર્ષની હતી. એટલે શાળાનું શિક્ષણ પણ આપી શકાય વિભાગ-૭ ૧૬૬ મારી મંગલયાત્રા Page #182 -------------------------------------------------------------------------- ________________ નહિ. હાથ-પગથી કંઈ કરી શકે નહિ તેથી કંઈ શીખવી શકાય નહિ. આથી આવી વ્યક્તિઓને પ્રવેશ ન આપી શકતાં. ત્યારે દુઃખ થતું પણ ઉપાય કરી શકતા નહિ. આમ દરેક અપંગ બાળક પાછળ કોઈ પ્રસંગ છુપાયેલો પડ્યો છે તેનું અલગ પુસ્તક લખ્યું છે “એક માળાના મણકાં.” અર્થાતુ દેશભરમાં અને આ સંસ્થામાં આવા અપંગો હળીમળીને શિક્ષણ મેળવે છે. કર્મચારીઓને કહેતી તમને સારું કામ કરવાની તક મળી છે તેમ સમજી કામ કરો. અમે કાર્યકરો તો આ બાળકોને વાત્સલ્યથી આવકારતાં. એમાં અમને સંતોષ થતો. અપંગ માનવ મંડળ વિષેની વિશેષ માહિતી : ભારતભરમાં પ્રસિદ્ધિ પામેલી આ સંસ્થામાં અપંગ બાળક પ્રવેશ મેળવતાં તે લગભગ ઘણી ગરીબીમાંથી આવતાં. બીમાર જેવા હોય, આથી પ્રથમ તબીબો દ્વારા તેમની શારીરિક તપાસ કરતા. તેની યોગ્ય સારવાર આપતા. પ્રથમ ધોરણમાં દાખલ થઈ દસમા ધોરણ કે આગળનો અભ્યાસ કરી, ધંધાકીય તાલીમ મેળવી સ્વાવલંબન સુધી પહોંચી જતા. આ સંસ્થાના ઘણા વિદ્યાર્થીઓ ઊંચા હોદ્દા પર છે. વળી તેમની અપંગતા શક્ય તેટલી નિવારવા સર્જરી પણ કરાવતા. સંસ્થામાં ઓર્થોપેડિક સારવાર વિભાગની સગવડ કરેલી છે. એક વાર કોઈ ખાસ પ્રસંગે સંસ્થાના ગૃહપતિએ સુંદર રજૂઆત કરી હતી કે “આ સંસ્થાની જગા એટલે વસ્ત્રાપુરની તલાવડી હતી. એ જગા જોઈને સુનંદાબહેનની આંખમાંથી બે અશ્રુ ટપક્યાં હતાં. તે છીપમાં પડેલા સ્વાતિ નક્ષત્રનાં હતાં. તેમાંથી આજે કેટલી મોતી જેવી વ્યક્તિઓ પેદા થઈ છે ! આ એક-બે ભાઈ તો મારુતિ ગાડી રાખે છે અને વકીલની કારકિર્દી ધરાવે છે, બીજા ભાઈ ગાંધીનગરના સચિવાલયના સારા હોદ્દા પર છે. કેટલાક કલાકાર છે. વ્યાપારી છે. આમ સંસ્થામાંથી અભ્યાસ કરીને મોતીઓ પાકયા છે. એ તેમના અશ્રુબિંદુનો પ્રભાવ માનવો રહ્યો.” લગભગ ૧૯૮૪માં મંડળમાંથી મેં નિવૃત્તિ લીધી. ત્યારપછી અન્ય કાર્યકરોએ ઘણો વિકાસ કર્યો છે. વળી મને ભાવના થતાં મેં માધ્યમિક શાળામાં સત્સંગી મિત્રો દ્વારા અમેરિકાની કેટલીક સહાયથી સાત લાખની રકમનું પ્રદાન કર્યું છે. તેથી સંસ્થાએ સુનંદાબહેન વોહોરા માધ્યમિક મારી મંગલયાત્રા ૧૬૭ વિભાગ-૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ શાળા” એમ નામકરણ કર્યું છે. આજે સૌનો સદ્ભાવ એ જ અમારી મૂડી છે. વળી સંસ્થાની આર્થિક સધ્ધરતા પણ સ્થિર થતી જાય છે. બાળકોના સર્વાગી વિકાસના ધ્યેયથી સૌ સદૂભાવથી કાર્ય કરી રહ્યા છે. હાલના ટ્રસ્ટીજનોની આદરભરી ભાવના હતી કે સંસ્થામાં મારી સેવાઓ અને દાનના સ્વીકાર સાથે એક પ્રતિકૃતિ (બાવલું) મુકાય. તેમની આ ભાવના માટે મેં તેમનો આભાર માની શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચિત્રપટ પ્રાર્થના ખંડમાં મૂકવા મોકલી આપ્યું. જોકે માધ્યમિક શાળા સાથે મારું નામ જોડ્યું છે. પૂ. પંડિતજીની શીખનું આ પરિણામ હતું કે મનમાં માનના ભાવ ઊપજતા નહિ. આમ પચીસ વર્ષ અપંગોના સેવાકાર્યમાં નિમિત્ત થવાનું બન્યું. તે સંતોષજનક હતું. સંસ્થાની પ્રારંભની પ્રવૃત્તિના સમયે ડૉ. હસમુખભાઈની માનદ્ સેવા પ્રશંસનીય હતી. વળી ડૉ. મણિભાઈ દેસાઈ જેઓ વા.સા. હૉસ્પિટલમાં કાર્ય કરતા હતા તેઓ આ પ્રવૃત્તિમાં ખૂબ પ્રેરણા આપતા. કનુભાઈએ તો સંસ્થાને જીવન અર્પણ કર્યું હતું. તેઓ નિવૃત થઈ સંસ્થામાં પૂરો સમય કામ કરવાની ભાવના રાખતા હતા. તેમની આ ભાવના સાકાર થાય તે પહેલાં તેઓ સંસ્થાના કાર્યાલયમાં કામ કરતાં કરતાં ખુરશી પર હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા. સંસ્થાના કાર્યકરો અને બાળકોની શ્રદ્ધાંજલિ સાથે તેઓ ચિરવિદાય થયા. વિકસતા વિજ્ઞાન અને શિક્ષણ પ્રમાણે સંસ્થાના કાર્યકરો ભાવના અને પરિશ્રમ દ્વારા અમારા પ્રારંભ કરેલા કાર્યને વિકસાવી રહ્યા છે. એક વિશાળ વડલા જેવી આ સંસ્થામાં કયાંયે ખૂણે પડેલા અપંગોનું જીવન વિકાસ પામી રહ્યું છે તેનો સૌને સંતોષ છે. મારા જીવન દરમ્યાન જે આ સેવાકાર્ય થયું તેનો મને સંતોષ છે. મારી પ્રાર્થના છે કે અપંગ બાળકો તથા સૌનું કલ્યાણ હો. મુંબઈના નિવાસને છેલ્લી સલામ : અગાઉ મુંબઈમાં પસાર કરેલા સુખદ અને દુ:ખદ પ્રસંગોથી આપણે પરિચિત છીએ. ૧૯૪૮માં ઘણાં અરમાનથી સજાવેલું મકાન ખાલી કરી ૧૯૫૬માં અમે અમદાવાદ સ્થાયી થયા. પરંતુ હજી મકાનની વેચવાની કાર્યવાહી બાકી હતી. મારી શક્તિ-બુદ્ધિ નહિ. મુંબઈમાં કંઈ સથવારો નહિ. કોઈ માણસ વ્યવસ્થા સંભાળે તેવું બન્યું નહિ. તેથી આખરે તે વેચી દેવું તેમ નક્કી કર્યું. મૂળમાં મને હવે આ વૈભવ પ્રત્યે કોઈ લગાવ ન હતો. વળી અમદાવાદ માં જે હતું તે ઘણું હતું. પાંચ રૂમના બે બ્લોક. વિભાગ-૭ ૧૬૮ મારી મંગલયાત્રા Page #184 -------------------------------------------------------------------------- ________________ ઘણી મોટી જગા ભાડે આપીએ ને વળી ખાલી ન થાય. તે સમયે સરકારી કાયદો હતો મકાન ખાલી હોય તો સરકાર કબજો મેળવે. તે ઉપરાંત તે વર્ષો “મુંબઈ અમચી આહે'નું આંદોલન ચાલતું હતું આમ ત્રિપાંખિયા તકલીફ હતી. આથી હજી મારે બે માસ પછી દર એક માસ મુંબઈ રહેવા આવવું પડતું. અમદાવાદ દક્ષાને કોઈને ત્યાં મૂકવી પડે. કારણ કે બંગલામાં કોઈ હતું નહિ. તેની શાળાનો સમય-સવારે ૫-૩૦ની બસ એટલે મુંબઈ રહું ત્યારે એની ચિંતા. અને મુંબઈ તેઓના સમયના જે પરિચિતો હતા તે હવે આવતા જ ન હતા. સરલાબહેને, અને પન્નાલાલે ઘરસંસાર માંડેલો એટલે પોતાના કારભારમાં હતાં. મારે અન્ય મિત્રો નહિ અને કામ નહિ. થોડા જ સમય પહેલા મોટા મકાનનું ગૌરવ હતું તે મકાન હવે ઓસરી ગયું. ફક્ત એક જ ઓરડો ખુલ્લો રાખતી. એકલાં રહેવાનું, સૂવાનું; રાત્રિદિવસ પહાડ જેવા જણાય. આ ઉપરાંત ઉદરપૂર્તિ કરવી પડે, શું રાધું ને શું ખાવું ? જૂના ઘાટીને શોધીને જેમતેમ બધું નભાવ્યું. એમ કરતાં એક વરસ પૂરું કર્યું. તેમાં થોડો સહારો શ્રી પરમાનંદભાઈ કે સારાભાઈ જેવાનો મળી રહેતો. છેવટે કોઈ મકાન લેનાર મળી આવ્યા પરંતુ પેલી ત્રિપાંખિયા તકલીફને લીધે સાવ મફતના ભાવે મકાન વેચવાનું નક્કી કર્યું. અઢી લાખમાં લીધેલું. તેના ઉપર છ માળા બાંધ્યા. તેમાં બે માળા ખાલી હતા છતાં લક્ષ્મીજીએ આવી રીતે સરળતાથી જવાનું પસંદ કર્યું. મકાન અઢી લાખમાં વેચાયું. મને થયું કે હાશ એક છૂટકારો થયો. વળી એ રકમ પણ કોઈ મિત્રે સારા માટે રોકાણ કરવા લીધી તે એ રીતે કે એ રકમ સંભાળવાની ઉપાધિ ટળે. ઉપાધિ ટળી કે નહિ તેનો શું વિચાર કરવો ? ખેર પરિસ્થિતિઓ કેવા વળાંક લે છે ? - જ્ઞાનીઓએ સંસારને આમ જ અસાર કહ્યો છે. તેને ગમે ત્યાંથી ઉકેલો... સાર હોય તો નીકળે ને ? ટૂંકમાં મને તો લાગ્યું કે એક ભાર ઊતર્યો. અમદાવાદ આવીને પણ મનમાં નિરાંત લાગી. આથી હવે ધર્મક્ષેત્રે કે પરોપકાર ક્ષેત્રે કાર્ય કરવાની અંતરમાં ફુરણા થઈ. તે હવે આગળ જોઈએ. પૂ. પંડિતજીના માર્ગદર્શનથી હવે સામાજિક ક્ષેત્રે પ્રવેશ થયો. સામાજિક કાર્ય સાથે કૌટુમ્બિક કાર્યો પણ ઊકલતાં ગયાં. સૌની સાથેના ઋણાનુબંધમાં પણ શુભયોગ વિકસતો ગયો. તે પહેલા ઘણું ચૂકવવું પડ્યું, એ તો જેવી લેણદેણ. મારી મંગલયાત્રા વિભાગ-૭ ૧૬૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ કૌટુમ્બિક કાર્યો : અતુલનાં લગ્ન આપણે ૧૯૭૯ સુધી પહોંચ્યાં હતાં. હવે પુનઃ ૧૯૬૩માં પાછાં જઈએ છીએ. મુંબઈથી અમદાવાદ સ્થળાંતર થયું હતું. અતુલનો અભ્યાસ પૂરો થયો હતો. અમારા કર્મગ્રંથના અભ્યાસના સાથીમિત્રો અમદાવાદ આવી સ્થાયી થયા હતા. અતુલ તેમના ઘરે વારંવાર જતો હતો. ત્યાં તેમના મોટાભાઈની દીકરી રમોના સાથે પરિચય થયો. સગપણ નક્કી કર્યું અને ૧૯૬રમાં તેમનાં લગ્ન લેવાયાં. અતુલ પોતે શોખીન હતો. હવે સ્વતંત્ર રીતે બધું કરતો હતો. એટલે લગ્નનું ઘણુંખરું કામ તે જ પતાવતો. મારી પોતાની તે ક્ષેત્રે રસરુચિ ઓછી એટલે કુશળતા પણ ઓછી. આથી શારદાબહેન અને નાનુભાઈ (નણંદ-નણંદોઈ) બન્નેએ ઘણીખરી વ્યવહારિક જવાબદારી ઉપાડી હતી. તેઓ દંપતી મારા નાનામોટા વ્યવહારિક કામમાં ખૂબ સભાવથી સહકાર આપતાં. એટલે હું નિશ્ચિત રહેતી. કારણ કે તેઓ આવા સર્વ કામમાં કુશળ હતાં. વળી આવા પ્રસંગોમાં કોઈને કંઈ મનદુઃખ થાય તે પણ બધું ઊકલી જતું. કૌટુમ્બિક ક્ષેત્રે અગાઉ જણાવ્યું તેવી તકલીફ હવે રહી ન હતી. તેથી સૌએ પ્રેમથી લગ્નપ્રસંગમાં હાજર રહી શુભેચ્છાઓ આપી હતી. સામે પક્ષે જૈનકુળ, ગર્ભશ્રીમંત અને પ્રતિષ્ઠિત કુટુંબ હતું. એટલે બન્ને પક્ષે લગ્નોત્સવ આનંદથી ઊજવાયો. સવિશેષ ત્યારે હું સામાજિક ક્ષેત્રે ઘણી પ્રતિષ્ઠા ધરાવતી હતી, એટલે માનનીય ગવર્નરશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી તથા અન્ય હોદ્દેદારો અને સામાજિક કાર્યકરો શ્રી સરલાદેવી, શ્રી ઈન્દુમતિબહેન શેઠ વિગેરેએ હાજરી આપી હતી. તે સમયમાં તેનું પણ ગૌરવ હતું. ફોટોગ્રાફર તેવા પ્રસંગોમાં કેમેરાની ચાંપ અવશ્ય દબાવી દેતા અને ફોટા પાડતા, તે સમયે કંઈક ગમતું. મા હતી એટલે સંતાનનાં લગ્ન નિર્વિને થાય, ઉમંગથી થાય તેવી લાગણી રહે. પણ અંતરમાં પેલો જખમ હતો ને તે પાછો આ પ્રસંગે ખૂલ્યો. આમ તો એ સંયોગના વિયોગને ચૌદ વર્ષ થયાં હતાં એટલે ઘણી સ્વસ્થ હતી. મનને વાળી લીધું હતું. અતુલ ઘરમાંથી વરઘોડે જવા નીકળ્યો અને પપ્પાજીના ફોટાને વંદન કરવા ગયો. તે ખૂબ રડી પડ્યો ત્યારે મારી પણ હિંમત છૂટી ગઈ. તે દિવસોમાં મન પર ઘણું દબાણ રાખ્યું હતું. સૌને હું ખૂબ સ્વસ્થ વિભાગ-૭ મારી મંગલયાત્રા ( ૧૭૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ દેખાતી હતી. પરંતુ એ પળે અતુલ, દક્ષા અને હું ખૂબ રડી પડયાં. જો કે હાજર રહેલાં સૌ ગદ્દગદ થઈ ગયાં. છેવટે વડીલોએ અતુલને શાંત પાડ્યો. અમે સૌ શાંત થયાં. છેવટે ખેલ ખલકની જેમ વરઘોડો નીકળ્યો. અને લગ્નોત્સવ ખૂબ આનંદપૂર્વક નિર્વિને થયો. અતલે વ્યાપાર-વ્યવહાર સંભાળી લીધો હતો. જો કે હજી શરૂઆત હતી. મારી કરકસરની અને સાદાઈની પ્રકૃતિ, એની તેઓના (પિતાજી) જેવી ઉદારવૃત્તિ હતી. અમારે કંઈક મતભેદ થતા, ઘર્ષણ થતું. તે તરત શમી જતું. વિચાર કરતી હવે મારે ક્યાં લેવા-ચૂકવવાનું છે ? વધે-ઘટે એમને જ લેવાનું-મૂકવાનું છે. એટલે મન વાળી લેતી. ક્યારેક અતુલ ઉગ્ર થતો ત્યારે હું પણ ઉગ્ર થતી. પરંતુ છેવટે તો-અમે શાંત થઈ જતાં. અને પાછાં અમે કૌટુમ્બિક ભાવથી જોડાઈ જતાં. આજ સુધી શાંતિથી સાથે રહ્યાં છીએ. વળી સમય પરિપક્વ થતાં રમોનાએ કુશળતાથી ઘરની ઘણી જ જવાબદારી સંભાળી હતી. છતાં હજી હું ઘરના કામમાં વ્યવહારમાં અલ્પાધિક રસ લેતી, થોડી જવાબદારી ગણતી. જમાનાના સંસ્કાર પ્રમાણે ક્યારેક અન્યોન્ય કંઈક મનદુઃખ થતું પણ રમોના કંઈક નમ્ર હતી. એટલે અમારા સંયોગોમાં ઉગ્રતા ન આવતી. તેથી તે બધું ત્વરાથી શાંત થઈ જતું. સમયોચિત તેઓને પણ બે પુત્રીઓ પ્રાપ્ત થઈ હતી. બંને પુત્રીઓ મોટી થતાં રમોનાએ સ્વયં ધંધાકીય પ્રવૃત્તિ ધરમાં શરૂ કરી હતી. જે ઘણી કાર્યદક્ષતાથી નિભાવતી રહી છે. દક્ષા વિષે : અમદાવાદ આવી ત્યારે દક્ષા લગભગ અગિયાર વર્ષની હતી. ભરતભાઈને કારણે તેમના કુટુંબનો પરિચય થવાથી તેમનાં વિધવાભાભી સવિતાબહેનની દીકરીઓ સાથે તેને શ્રેયસમાં ભણવા મૂકી હતી. અગાઉ જણાવ્યું તેમ મારે વચમાં કામ માટે મુંબઈ જવું પડતું ત્યારે કલ્યાણભાઈને ત્યાં કે મારા ભાઈને ત્યાં રહેતી. ત્યારે તેને ઘણું વસમું લાગતું. તે દિવસો પણ વીતી ગયા. મારા મન પર તેને એકલી મૂક્યાનો બોજ રહેતો કારણ કે શાળાએ જવા માટે બસ ૫-૩૦ વાગે સવારે આવે. પણ એ દિવસ નિભાવ્યા વગર છૂટકો ન હતો. દક્ષા નમ્ર અને ભદ્રિક હતી. તેથી તેના તરફની થોડી ચિંતા રહેતી. દક્ષાનું શ્રેયસમાં ભણતર પૂરું થયું. તેને શારદામંદિરમાં મૂકી. હવે મોટી થઈ હતી. ગોઠવાઈ ગઈ હતી. મિત્રો પણ થયા હતા. એસ.એસ.સી. મારી મંગલયાત્રા ૧૭૧ વિભાગ-૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ પાસ કરી. ગુજરાત કૉલેજમાં એમ.એ. સુધી અભ્યાસ કર્યો. તેની પ્રકૃતિ એવી હતી કે ફર્સ્ટ કલાસ પાસ થવા જેવી મહેનત નહિ અને સેકન્ડ ક્લાસથી નીચે જવું નહિ. આમ એકધાર્યો અભ્યાસ કરી એમ.એ. થઈ. સાથે રસોઈ જેવા કામમાં પણ કુશળ હતી. ખાસ કંઈ અન્ય વિશેષતા ન હતી. થોડો વખત પૂ. પંડિતજી પાસે જતી. વળી અપંગ માનવ મંડળમાં સેવાકાર્યનો પ્રયત્ન કર્યો. પરંતુ કંઈ ગોઠવાયું નહિ. વળી હવે તેનાં લગ્ન માટે પણ ગોઠવવાનું હતું. લગભગ ૧૯૬૬થી શ્રી દીદીના સમાગમમાં આવ્યા પછી વર્ષમાં બે-ત્રણવાર હું આબુ નિવૃત્તિ માટે જતી. ત્યારે રમોના ઘરને સંભાળે તેવી થઈ હતી. દક્ષા હજી કુંવારી હતી. બંને બહેનોની જેમ પ્રેમથી રહેતાં. વળી મિત્રમંડળ પણ હતું. ' હવે દક્ષાનાં લગ્ન કરવાનું કાર્ય બાકી હતું. તે સમયના હાઈકોર્ટના જજસાહેબ શ્રી જયંતિલાલ મહેતા જે સત્યપરાયણ અને સાત્ત્વિક પ્રકૃતિના હતા. તેમનો એક પુત્ર નિરંજન જે પોતે હાઈકોર્ટમાં પ્રેકિટસ કરતા હતા. દક્ષા લગભગ ચોવીસ વર્ષની થઈ હતી. તેનાં સગપણ નિરંજન સાથે નક્કી થયાં. અને તરત જ લગ્નની તિથિ પણ નક્કી કરી. લગ્ન પહેલાં એક દુર્ઘટના બની ગઈ તેનો સહેજ ઉલ્લેખ કરું છું. એક નાજુક ઘટના : પ્રસંગે આપણી મનોવૃત્તિના સંસ્કારો પ્રગટ થાય ત્યારે સમજાય છે કે ગુણોની ઊંચાઈએ પહોંચવા કેવું મનોબળ જોઈએ છે ! ૧૯૬૮માં દક્ષાનાં લગ્ન થવાનાં હતાં. પ્રસંગે પહેરવા ઘરમાં દાગીના રાખ્યા હતા. આમ તો એ બધું રમોના પાસે રહેતું. પણ દક્ષા સાસરે જતાં-આવતાં પહેરતી તેથી કેટલાક દાગીના દક્ષાના કબાટમાં હતા. તે સમયે રાખેલો નોકર કામમાં કુશળ અને નમ્ર હતો. અમે વિશ્વાસ રાખતા. એ કામ કરતા કબાટ ખોલવા વિગેરે જોતો હશે. દક્ષા કબાટની ચાવી સાથે ન રાખતી. અમુક જગાએ મૂકતી, તે જોઈ ગયો હશે. તે દિવસે નણંદ-ભાણિયા વિગેરેને જમવા બોલાવ્યાં હતાં. અમે સૌ નીચે કામમાં હતાં. લગભગ અગ્યાર વાગે કામ માટે નોકરને બોલાવ્યો, પણ તે ઘરમાં જ ન હતો. બે કલાક થયા દેખાયો નહિ. આથી અતુલને અમસ્તો જ વિચાર આવ્યો કે દાગીના કબાટમાં મૂક્યા છે તેની ચાવી ઠેકાણે છે ને ? રમોનાએ જોયું એની ચાવી એની પાસે હતી. દક્ષા ઉપર ગઈ. વિભાગ-૭ મારી મંગલયાત્રા ૧૭ર Page #188 -------------------------------------------------------------------------- ________________ જોયું તો ચાવી કબાટમાં ભરાવેલી હતી. કબાટ ખોલ્યું તો ખાનામાં દાગીના ન મળે. એ વખતે તે લાખોની કિંમતના હતા. અતુલે તરત જ પોલીસમાં ખબર આપ્યા. વેલ્થ ટેકસમાં ભરેલા ફોર્મ પ્રમાણે વસ્તુ અને કિંમત નોંધાવી. બીજે દિવસે છાપામાં પણ તે પ્રસિદ્ધ થયું. તેમાં વળી પાંચ-સાત દિવસે પેલા નોકરનું એક કાર્ડ આવ્યું કે “મેં તમારે ત્યાં ચોરી કરી હતી. મારી સાથે એક માણસ પાલડી ગામનો હતો. અમે અમદાવાદથી ભાગ્યા. પણ પછી મને પસ્તાવો થયો એટલે હું તો નદીમાં પડતું મૂકીને ડૂબી જાઉં છું.” શું થયું હશે તે ખબર નથી પણ આ કાર્ડ પરથી પોલીસે પેલા માણસને શોધી કાઢ્યો. પેલા માણસની બનાવટ હશે અને જે માણસ બધું પચાવી ગયો તેને પકડાવી દેવાની તેની દાનત હશે. આ બે માણસોએ ખાવાપીવા માટે થોડાક દાગીના વેચ્યા હતા પરંતુ કીમતી દાગીના રહ્યા હતા. - હવે પકડાયેલા માણસે જણાવ્યું કે અમે કોઈ શહેરથી ટ્રેઇન પકડવા સ્ટેશને આવ્યા. અમારી પાસે રકમ હતી. એટલે પેલો માણસ થોડા દાગીના લઈ શહેરમાં ગયો. બધું સાથે લઈ જવામાં જોખમ હતું. મને સ્ટેશન પર બેસાડ્યો હતો. મારી પાસે આટલો બધો માલ આવી ગયો ત્યાં વળી ટ્રેઇન મળી ગઈ એટલે હું તો અમદાવાદ આવી ગયો. આ પ્રમાણે રાત્રે બાર વાગે પોલીસો પેલા ચોરને મુદ્દામાલ સાથે લાવ્યા. તેને માર પડેલો તેવું તેના શરીર પરથી લાગ્યું હતું. જોકે ત્યારે મને કંઈ વિચાર નહિ આવેલો. પેલા માણસે પાણી માંગ્યું. મેં તેને પોલીસોની જેમ કોકાકોલા પીવા આપી તે ગટગટાવી ગયો. ત્યારે મને દયા આવી કે અરેરે, આને કેવો માર પડ્યો છે ? છતાં તેને કંઈ મળ્યું તો નહિ. સંસારના પ્રસંગોમાં જાણે-અજાણે આપણે કેવા નિમિત્તમાં ભરવાઈ જઈએ છે તે પરિણામે દુઃખદાયક હોય છે. તેમાં કંઈ મેળવવાનું હોતું નથી. જીવનમાં આવા પ્રસંગે અન્યને દુ:ખ ન પડે તેવા મનોભાવ બળવાન સંસ્કાર વગર ઉભવતા નથી તેથી ગુણોની ઊંચાઈ થતી નથી. ત્યારે મહાપુરુષોના પ્રસંગોનું સ્મરણ થઈ આવતું. ખેર. દક્ષાની સાસરે વિદાય ૧૯૬૮ : લગ્નનાં કાર્યોમાં અતુલ-રમોના નિપુણ હતાં એટલે દક્ષાની સામાન્ય ખરીદી સિવાય મારે કંઈ કરવાનું ન હતું. વળી જમણવાર જેવા પ્રસંગ માટે મારાં નણંદ અને નણદોઈ શારદાબહેન અને ન્હાનાલાલને બોલાવી મારી મંગલયાત્રા વિભાગ-૭ ૧૭૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ લીધાં હતાં. તેઓ વ્યવહારનિપુણ હતાં તેથી બધું સંભાળી લેતાં. આથી મારે માથે ખાસ ભાર હતો નહિ. એ સમયે મારું સામાજિક કાર્ય ચાલુ હતું. એટલે ભૂપેન્દ્ર (અતુલ)નાં લગ્નની જેમ માનનીય ગવર્નર, માનનીય મુખ્યમંત્રીશ્રી તથા અન્ય પ્રધાનો, સામાજિક કાર્યકરો વિગેરે પધાર્યા હતા. તે પ્રસંગ માટે શોભાસ્પદ હતું. સૌની સાથે ફોટા પણ પડતા હતા. કૌટુમ્બિક રીતે પણ ઘણો સુમેળ હતો. સર્વ કુટુંબીજનોને આમંત્રણ આપ્યું હતું. અતુલે મંડપ, જમણવાર વિગેરેની સુંદર રચના કરી હતી. એ રીતે લગ્નસમારંભ સાનંદ સંપન્ન થયો. વેવાઈપક્ષ પણ પ્રતિષ્ઠિત અને સંપન્ન હોવાથી ઘણો સમુદાય ઉપસ્થિત હતો. વરકન્યાને વિદાય આપવાનો સમય થયો. સવિશેષ દક્ષાને વિદાય આપવાની હતી. અતુલ વરઘોડે ચઢ્યો અને પપ્પાની સ્મૃતિમાં જે વાતાવરણ થયું હતું તેવું રુદનનું વાતાવરણ દક્ષાને વિદાય આપતાં થયું. લાડકોડથી ઊછરેલી કન્યાને અન્યના હસ્તમાં સોંપી દેવાની? જોકે આજે કંઈ તે બહુ દુઃખદાયી મનાતું નથી. કારણ કે પતિ સાથે પરિચિત હોય છે. છતાં વિદાય એટલે વિદાય. આ વાતાવરણ જો ઈ નિરંજન બોલ્યા : ““મમ્મી, તમે દક્ષાની ફિકર ના કરશો. અમે દક્ષાને બરાબર સાચવશું.” વરકન્યા અને તેમનો પક્ષ વિદાય થયો. અમારાં સ્વજનો વિદાય થયાં. ધમધમતા મંડપમાં સૂનકાર છવાયો. અમે સૌ ઘરમાં આવ્યાં. એ જ ઘર હતું. એક જ વ્યક્તિ ગઈ હતી. ઘર ખાલી લાગ્યું. રમોના કહે : મમ્મી, દક્ષા સાસરે ગઈ... ઘર સૂનું લાગે છે.” અને ૨ડી ગઈ. મેં કહ્યું : તું પણ આમ જ આવી હતી ને ? ત્યાં તો પૌત્રી નંદિતા રડવા લાગી : મને આન્ટી સાથે પરણાવી દોને તો હું તેની સાથે સાસરે જાઉં. મને આન્ટી વગર ગમતું નથી.” આવા પ્રસંગો જીવનમાં બને છે, અવનવા ભાવો ઊઠે અને અમે છે. ત્યાર પછી કેટલાંક કામો સમેટ્યાં. સૌ નિદ્રાધીન થયાં. સવાર પડી, સૌ કામે લાગ્યાં. રિવાજ પ્રમાણે દક્ષા સાસરેથી પ્રસન્નચિત્તે આવી. આમ આ પ્રસંગ નિર્વિઘ્ન ઉકેલાયો. ત્યાર પછી સૌની વિચારસરણી પ્રમાણે દક્ષા-નિરંજન પિતાશ્રીથી અલગ રહ્યાં. તેમની હાઈકોર્ટની કારકિર્દી ક્રમે કરીને ખૂબ વિકસતી ગઈ. વિભાગ-૭ મારી મંગલયાત્રા ૧૭૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ શરૂઆતમાં ફલૅટમાં ભાડે રહ્યાં. પછી પોતાનું મોટું મકાન રાખી સંપન્નપણે સ્થાયી થયા. જોકે આ પણ મારા જીવનની જેમ ઠગારું નીવડ્યું તે આગળ જોઈશું. વાસ્તવમાં સંસારમાં કશું વ્યવસ્થિત નથી. ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ જગતમાં જીવે સ્થાયીપણું માનવું એ ભ્રમ નીવડે છે. આવો બોધ દુર્લભ મનાયો છે. વળી અનુક્રમે દક્ષાને બે સંતાનોની પ્રાપ્તિ થઈ તે પ્રસંગો પણ સમયોચિત ઊકલ્યા. આમ પ્રથમના ત્રણ દસકા જેવો સમય સાંસારિક રીતે સામાન્ય રીતે સુખદુઃખ છતાં ધર્મભાવનાઓમાં કંઈક પુણ્યયોગવાળો હતો. ત્યાર પછી વૈધવ્યપણે એક દસકો સ્વયં દીનદશામાં વિતાવ્યો. વળી પુનઃ એક દસકો તે દીનદશા નિવારવા અને કંઈ સેવાની ભાવનાથી પૂરો થયો. એમ કરતાં આપણે લગભગ ૧૯૭૦ સુધી આવ્યાં. પછી સંતોના સમાગમના અવસરમાં વિશેષતા થઈ. તેના બોધના સરવાણી પૂર્વે વચમાં મારી કુટુંબકથા કરી લીધી. વળી આમ તો ૧૯૬૭થી માનસિક સ્વસ્થતા રહી, વિષાદમુક્તિને કારણે આંતરિક પ્રસન્નતા હતી. તેમાં બહારના સેવાકાર્યથી પરોપકારભાવનો સંતોષ હતો. કૌટુમ્બિક રીતે પણ બાહ્ય અને ઘરમાં કંઈ વિષમતા ન હતી. સંસાર વિષમતાથી ભરેલો છે તે વાત સહી પરંતુ આવા પુણ્યયોગને આપણે સુખદ માનીએ છીએ. વળી હવે બંને સંસ્થાઓનો પણ ઘણો વિકાસ થયો હતો. ભારતભરમાં પ્રશંસનીય કાર્ય તરીકે પ્રસિદ્ધિ હતી. તે પ્રવૃત્તિને યોગ્ય કાર્યક્રમો થતાં તેમાં પણ એક પ્રકારના વિકાસથી સંતોષ હતો. આમ લગભગ ૧૯૭૫ સુધી આ યાત્રા થતી રહી, તેમાં આ રજનીશ અને પૂ. વિમલાતાઈ ઠકારનો પરિચય થતાં અંતરમાં પડેલા અધ્યાત્મજીવનના-આત્મદર્શનના સંસ્કારો ચમકવા લાગ્યા. અમારા કલ્યાણભાઈ વિગેરે મિત્રો પણ આ વિચારમાં પ્રવૃત્ત થયા. તે ગાળામાં મને સાધુજનોનો સંપર્ક ન હતો. તેથી પ્રારંભમાં હું ઈડરવડવા શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમોમાં સત્સંગી મિત્રો સાથે નિવૃત્તિ લઈ આરાધના માટે જવા લાગી. ત્યારે મારા મનમાં સુલસા, સુભદ્રા, ચંદના જેવી પરમ શ્રાવિકાઓનું ચિત્ર કથા દ્વારા અંકિત થતું. અને મને લાગતું કે હવે જીવન પ્રભુ પ્રીત્યર્થે જીવવું છે. જોકે આ પદ્ધતિ અપનાવ્યા પછી લગભગ ૧૯૮૪ સુધી સંસ્થાનાં મારી મંગલયાત્રા ૧૭પ વિભાગ-૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ કાર્યો, ગૌણતાથી ચાલુ હતાં. કૌટુમ્બિક કાર્યોથી તો મહદ્અંશે નિવૃત્તિ હતી. એટલે આરાધના સ્થિરતાથી થતી હતી. પછી તો સંત-સમાગમથી અધ્યાત્મબળની વિશેષતા માટે વિશેષ થઈ તે હવે જોઈશું. આ સંત-મહાત્માઓનો સંગ, નિશ્રા એ તો મારા જીવનમાં અમૃત બની ગયું. જીવન ખેંચી કાઢવાનું છે એવું નબળું મનોબળ તો ક્યાંય નષ્ટપ્રાય બની ગયું. આ સંતો દ્વારા જ્ઞાનની ગંગોત્રી અને વાત્સલ્યની જન્મોત્રી માણવા મળી, તેમાં ઊંડી ડૂબકીઓ લીધી અને જીવનની બધી સમસ્યાઓ પાતાળમાં ધરબાઈ ગઈ. જે જે સંતોની નિશ્રામાં રહેવાનું થયું તે તે સમયે તે તે સંતો પાસેના અમૃત રસાયણમાં આ જીવન પણ રસાતું ગયું. કોઈ પુણ્યયોગે આવો જીવનરસ મળ્યો તેને પરખવા હૃદયમાં અંકિત કરવા, જ્યારે જ્યારે એવો અવસર મળે તેને વધાવી જ લેતી. શું વર્ણન કરું શું ના કરું ? ક્યાં પેલી ચૌદ-ચોવીસ વર્ષની બાલચેષ્ટા? કયાં પેલી વૈધવ્ય દશાનું આક્રંદ ? દીન-હીન દશા તથા શોક પછીના વિષાદનો જખમ ? એ બધું વર્ણન થઈ ચૂક્યું છે. આ સંતોએ શું જાદુ કર્યું... એવું લાગે જાણે એ બધાં વાદળા સંતોની કરુણાના સમીરથી વીખરાઈ ગયાં. ચિદાકાશ ચોખ્ખું થયું. હા, પણ જાગ્રત તો રહેવાનું છે. કોને ખબર પૂર્વસંચિત કોઈ ખૂણામાં પડેલાં પાછા ઉદયકર્મના વાદળાં ઊમટી આવે ? તપ-જપ-મોહ-મહા તોફાને, નાવ ન ચાલે ન માને. પણ ભય નહિ મુજ હાથો હાથે, તારે તે (સંતો) છે સાથે. આમ સંતોના સથવારે જે બન્યું તે અકલ્પનીય છે. હવે તેના જ સહારે સંસારસાગર પાર કરવાનો છે. તેનો વિશ્વાસ એ જ આ સંતોનું આપેલું અમૃત છે. “જે કર્મ એકવાર ભોગવીને છૂટી જાય તેવા આત્મા સાથે એકાકાર થયેલા કર્મના જોડાણને બંધ કહેવાય છે. અને જે કર્મો, ભોગવતી વખતે નવાં કર્મનાં બંધન મૂકીને જાય છે. ફરી એને ભોગવતાં એ બીજાં બંધન મૂકી જાય છે. એવા આત્મા સાથેના પરંપરાવાળા કર્મના, જોડાણને અનુબંધ કહેવાય છે. “આત્માને ઓળખો' એવી નિશ્ચયનયની બૂમો પાડવાને બદલે, બંધનોને સૌ પ્રથમ ઓળખો. બંધનોને ઓળખ્યા પછી એ બંધનોનો તોડો.” બંધનના કારણોથી દૂર રહો. વિભાગ-૭ ૧૭૬ મારી મંગલયાત્રા Page #192 -------------------------------------------------------------------------- ________________ આદરણિય માનવંતા વિદ્વતજનોની સાથે દીર્ઘકાળ જેમનું વાત્સલ્યપૂર્ણ સાન્નિધ્ય અને વિવિધ વિષયોનાં જ્ઞાનગોષ્ટિ સમયની મુદ્રા પૂ. પંડિત શ્રી સુખલાલજી નિવાસે પૂ. શ્રી રવિશંકરદાદા તથા પૂ. દીદી સાથે સુભગ યોગ શ્રી ગોકુળભાઈની કુટિરમાં સત્સંગ પછી શ્રી નેમુભાઈ ચંદરયા તથા શ્રી ચંદ્રિકાબેન સાથે, અમદાવાદ Page #193 -------------------------------------------------------------------------- ________________ આદરણિય માનવંતા વિદ્વતજનોની સાથે પૂ. દાદા શ્રી સુજાનમલ જૈન સાથે શ્રી ઈડર તીર્થ શ્રી સમેત શિખરજીની યાત્રા પછી અતુલ આયોજિત ભોજન સત્કાર મિલન પૂ. શ્રી આત્માનંદજીની સાથે શ્રી અધ્યાત્મસાધના કેન્દ્ર, કોબાના પ્રાંગણમાં Page #194 -------------------------------------------------------------------------- ________________ સાથે પ્રાપ્ત સામાજિક એ પાજિક સેવા કાર્યની સાથે પણ સંતસમાગમ * પૂ. પંડિત સુખલાલજી નિશ્રા સાથે * આચાર્ય શ્રી રજનીશજીનો સમાગમ ૧૯૬૮ સુધી * પૂ. આદરણિયશ્રી વિમલાતાઈ ઠકારનો સમાગમ શ્રીલંકા તથા હિમાચલ પ્રદેશની સત્સંગયાત્રા * વિષાદમુક્તિ, અંતરંગ પ્રસન્નતાની અનુભૂતિ : આસામના મૈત્રી આશ્રમમાં કુદરત સાથે કદમ * પૂ. વિમલાતાઈથી સકારણ ક્ષેત્રિય નિવૃત્તિ સામાજિક કાર્યોથી આંશિક નિવૃત્તિ ૧૯૮૪થી - સો પ્રાણી આ સંસારના, સયિત્રિ મુજ વહાલા હજો, સદ્ ગુણમાં આનંદો મા નું મિરા કે વરી હજો . દુ:ખીયા પ્રતિ કરૂણા એને દુશ્મને પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા.” Page #195 -------------------------------------------------------------------------- ________________ 'મૃત્યુ શું છે. મનુષ્ય માને છે કે તે જીવી રહ્યો છે. વાસ્તવમાં ને જે જીવન દેખાય છે. તે પૂર્ણ થઈ મૃત્યુમાં પરિણત | થાય છે. જાણે કે જીવન જેવું કંઈ હતું જ નહિ કેવળ મૃત્યુ પ્રત્યેની યાત્રા હતી. જીવો એ મૃત્યુને જાણતા નથી, તે કેવળ મૃત્યુથી ભયભીત છે. જ્ઞાની કહે છે મૃત્યુ તો અજ્ઞાત છે, તો પછી તેનો ભય શા માટે ? જેને આપણે મૃત્યુનો ભય કહીએ છીએ તે શું છે ? જેને આપણે જીવન કહીએ છીએ તેનું સમાપ્ત થવું અને જે જ્ઞાન છે તેનું ગુપ્ત થવું તે મૃત્યુ છે. ભૌતિક પદાર્થો જેનો આપણને પરિચય (જ્ઞાન) છે. શરીર, ગૃહ સંપત્તિ, પ્રતિષ્ઠા, સંસ્કાર, આ સર્વે સાથે તાદાય છે. અને તાદામનું છૂટી જવું તેનો ભય છે. તાદામ્ય જનિત પદાર્થોમાં મારાપણાના, ‘હું'ની માન્યતા ભય પેદા કરે છે. તે તે પદાર્થોનું તાદાઓ છૂટી જાય, તો જીવ એમ જાણી લે કે જેને હું' માનતો હતો તે '' નથી. હું તે સર્વથી ભિન્ન છું તે જ ક્ષણે ભય વિસર્જિત થઈ જાય છે. આ. રજનીશજી Page #196 -------------------------------------------------------------------------- ________________ સંત સમાગમનો સુઅવસર સામાજિક ક્ષેત્રે કાર્ય કરતાં મનમાં પૂ. કાનજીસ્વામીનો બોધ સ્મરણમાં આવતો “સમ્યગ્દર્શન.” તે અન્વયે કંઈ અવસર મળતો તેને વધાવી લેતી. સાત્ત્વિક મિત્રોના સાથથી, પંડિતવર્યના સંપર્કથી આ બોધનું ગુંજન રહ્યા કરતું. મારી મંગલયાત્રામાં વળી માનવસેવાનું સત્કાર્ય આનંદદાયક હતું. મૂળ જિજ્ઞાસાથી થોડો વળાંક હતો પરંતુ તે વખતની એ ભૂમિકા અને યોગ પ્રમાણે જે બન્યું તે ઠીક જ હતું. - પૂ. પંડિત સુખલાલજીનો સંપર્ક ચાલુ હતો. વાંચન-અધ્યયનનો અવકાશ રહેતો હતો તથા તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ થયો હતો એથી સામાજિક કાર્ય સાથે આ યોગ મને હિતકારી હતો. આચાર્ય શ્રી રજનીશજીનો સમાગમ : ૧૯૫૪/૫૫ થી આચાર્ય શ્રી રજનીશજી આધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ વક્તા તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા. શ્રી પરમાનંદ કાપડિયાના કારણે મુંબઈમાં તેમનો પ્રથમ પરિચય થયો હતો. તેઓની સાત્ત્વિકતા અને તેજસ્વિતા ઘણી ઉચ્ચ કોટિની હતી. વચનલબ્ધિ પણ ઘણી માર્મિક હતી. એમનું પૂરું વ્યક્તિત્વ અતિ પ્રભાવશાળી હતું. તેમના બોધની ઊંડી અસર થતી. તેમના પ્રવચનમાં આનંદ આવતો. અમદાવાદમાં ૧૯૫૭માં મૃત્યુ વિષેનું પૂ. રજનીશજીનું પ્રવચન ટાઉન હૉલમાં સાંભળી મન અત્યંત પ્રસન્ન થયું. યદ્યપિ આખી સભા જ સ્તબ્ધ હતી. “મૃત્યુ એ મહોત્સવ છે, આનંદથી આવકારો” આ શબ્દ પર હું તો ખૂબ જ વારી ગઈ. સભા વિખેરાઈ પછી પણ દસ મિનિટ તેમના શબ્દલોકમાં મારા અસ્તિત્વને ભૂલી ગઈ. થોડી ક્ષણો તો થયું કે દેહ છૂટી ગયો છે. આત્મા નિશ્ચિત થયો છે, ન દુઃખ છે ન સુખ છે. હૃદયની દુનિયા નિરામય બની ગઈ. જોકે મારી જેમ થોડા માણસો બેસી રહ્યા હતા. વળી તેમાંથી જાગ્રત થતાં બહાર આવી વ્યવહારકાર્યની વાસ્તવિકતામાં રોજની જેમ ગોઠવાઈ ગઈ. પરન્તુ આજે પણ તેની સ્મૃતિ એવી ને એવી જળવાઈ છે. જો કે અન્ય સંસ્કારને કારણે તેનું બળ વિશેષ પ્રવર્તન કરતું નહિ. વળી તે સમયે એક અદમ્યભાવ ઊઠ્યો કે આ મહાપુરુષ છે. તેના બોધથી | સંપર્કથી મારો અજંપો ટળશે. આત્મદર્શન થશે, શેષ જીવન આનંદપૂર્ણ બનશે અને સાર્થક થશે. આથી તેમના સાહિત્યનો પણ આધાર મારી મંગલયાત્રા વિભાગ-૮ ૧૭૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ લેતી. તેમના ગ્રંથો વાંચતાં એવા ભાવ થતા કે હવે મારા હૃદયમાં કંઈ ભાર કે શંકા નથી. એમના સાહિત્ય અને બોધથી મને અંદરમાં નિરાંત લાગતી. વાસ્તવમાં તેમનાં પ્રવચનો અને ગ્રંથો મારે માટે એક સહારો બન્યાં. - આચાર્ય શ્રી રજનીશજી અમદાવાદ આવતા ત્યારે બાપુજી (પૂ. શ્રી ત્રિકમલાલ)ને ત્યાં ઉતારો હોય. તેમની સેવા માટે બાપુજી મને બોલાવી લેતા. તે વખતે તેમનું સાન્નિધ્ય જીવને જે આનંદ આપતું, તેનું વર્ણન ત્યારે કરી શકતી ન હતી. આજે પણ કેમ કરી શકું? પૂ. પંડિતજી પાસે આચાર્યશ્રીના પ્રવચનનો સાર કહેતી ત્યારે તેઓ કહેતા કે તેઓનાં પ્રવચનો તર્કપ્રધાન છે. પણ વક્તવ્ય ઘણું સચોટ હોવાથી જનતાને રુચે અને તેનાથી પ્રભાવિત થાય તે સ્વાભાવિક છે. એ સમયે હું મને ખૂબ સદ્દભાગી માનતી. તેઓની સાથે વાતો કરવાનું ગજું ન હતું. પરંતુ તેમની નિશ્રામાં કોઈ જાદુ હતો. નેત્રોમાં જાણે ગજબનું આકર્ષણ હતું. જોકે તેમની સેવાનું ખાસ કામ ન રહેતું. તેમનો તે સમયે વસ્તુનો પરિગ્રહ બહુ સીમિત હતો. આહાર સાદો હતો. માત્રા અલ્પ હતી. સામાનમાં એક બૅગ. તેમાં વધારાનાં બે જોડ વસ્ત્રો, નીચેની લુંગી, ઉપરનું ખેસ જેવું, એક આશીકું. તેઓ કહેતા : ““રનેકા સ્થાન બદલતા રહેતા હૈ, હમેં યહ પિલો અનુકૂળ રહેતા હૈ.” નાના કોઈ બૉક્સમાં બ્રશ વિ. અને બાટાની સ્લિપર, એકાદ-બે પુસ્તકો, સ્વયં પોતે જ પુસ્તકાલય જેવા હતા. તેઓ કહેતા કે તેમણે દસ હજાર જેટલાં પુસ્તકો વાંચ્યાં છે. તેઓની સ્વાધ્યાયલબ્ધિ ગજબની હતી. પાના પર આંખ જ ફેરવતા અને પાનું વંચાઈ જતું. અક્ષરશઃ સ્મૃતિમાં અંકાઈ જતું. પછી તો તેઓના મહારાષ્ટ્રમાં, સૌરાષ્ટ્રમાં અને અમદાવાદમાં ઘણાં પ્રવચનો યોજાતાં. છેવટે જનતાની સંખ્યા ૨૦/રપ હજાર જેવી થતી. પરન્તુ ટી.વી.ની સગવડ, તેમની વચનલબ્ધિ, તેમની આંખની ચમત્કારિક નજર... સભા મંત્રમુગ્ધ બનતી. પ્રવચનધારાનાં વાક્યોનો અસ્મલિત પ્રવાહ શ્રોતાજનોના કાનમાં ગુંજ્યા કરતો. પછી તો અનેક સ્થળોએ શિબિરો થતી. જનતા સર્વ સ્થળે ઊમટી પડતી. ચારે બાજુ પ્રસન્નતા પ્રસરી જતી. સૌમાં નવું ઓજસ પ્રગટ થતું. દરેક સમયે એક કલાક અખ્ખલિત પ્રવચનધારા વહેતી. લગભગ ૧૯૬૦ થી ૧૯૭૦ તેમના ઘણા કાર્યક્રમોમાં જવાનું થતું. વિભાગ-૮ ૧૮0 મારી મંગલયાત્રા Page #198 -------------------------------------------------------------------------- ________________ તેઓનો અંગત પરિચય પણ થતો. ત્યાર પછી તેઓની શૈલીમાં શાસ્ત્રસિદ્ધાંત, વર્તમાન ધર્મની સાત્ત્વિક, તાત્ત્વિક લોકપ્રણાલીથી ઘણું વિરુદ્ધ વાતાવરણ ઊભું થતું લાગ્યું. કુંડલિની જાગૃતિનું તેમનું આંદોલન તેમાં કોઈક શિબિરાર્થીઓ નગ્ન થઈ નાચે, એવા પ્રકારો પ્રદર્શિત થતાં, તેમાં તેઓ અજુગતું ન માનતા. એવું ઘણું બનવા માંડ્યું. મને અંગત રીતે તેમના વિષે ઘણો અહોભાવ હતો. પરંતુ આ પ્રણાલીમાં મારું મન સંમત ન થયું. વિષયવૃત્તિઓને ઉત્તેજિત કરવી નથી પડતી તે તો જીવ માત્રમાં મૂળમાં પડી છે. સંયમ પેદા કરવો પડે છે. તેમ મારા સંસ્કાર હતા. વિકારોને ઉત્તેજિત કરી, તે વ્યક્ત થઈ વિરમી જાય તે લગભગ અસંભવ છે. જેણે સંસારથી મુક્તિ પ્રાપ્ત કરી છે તે સૌએ વિષયથી મુક્ત થઈ, સંયમ દ્વારા જ પ્રાપ્ત કરી છે. તેમ મારું શિક્ષણ હતું. તે કેવળ રૂઢ માન્યતા ન હતી. પરન્તુ સપુરુષોએ પ્રગટ કરેલો માર્ગ છે. આવા મારા અને મારા મિત્રોના મંતવ્યથી અમે તેઓનો સંપર્ક ત્યજી દીધો. તેઓ સાથે આ ચર્ચા કરવા જેવું મને લાગતું ન હતું. મનમાં કંઈ માર્ગ મળ્યાનો વિશ્વાસ પેદા થયો તેમાં વળી આ કઠિનાઈ ઊભી થઈ. કારણ કે હજી આ ક્ષેત્રે સ્વાવલંબન બન્યું ન હતું. આચાર્ય શ્રી રજનીશજીનું પુનઃ મિલન : જોકે તે દરમ્યાન શ્રી વિમલાતાઈ-દીદીનો પરિચય થયો હતો. એટલે ધ્યાનમાર્ગે આગળ વધવાની તક મળી હતી. થોડાં વર્ષો બાદ મારે મુંબઈ સ્ટેશને કોઈને લેવા જવાનું થયું. ત્યારે સ્ટેશન ઉપર “હરે રામ'ની ધૂન સાથે એક ટોળું આવતું હતું. મેં જોયું તો આચાર્ય શ્રી રજનીશજીની આજુબાજુ વર્તુળ કરીને સૌ “હરે રામ'ની ધૂન સાથે આવતા હતા. હું કંઈ વિચાર કરું તે પહેલાં મારા પગ તેમની તરફ વળ્યા. પહેલાંનો સદ્દભાવ, તે સમયની મારી પરિસ્થિતિ પ્રમાણે તેઓ વડે થયેલો લાભ. આવા અંતરમાં પડેલા ભાવે તેમની પાસે જઈને મેં હાથ જોડી નમસ્કાર કર્યા. એ જ વાત્સલ્યપૂર્ણ નજરે પ્રસન્ન વદનથી બોલ્યા, “કૈસે હો સુનંદાજી?” અને મારા જોડેલા બંને હાથ પર તેઓએ એક ક્ષણ હાથ મૂકયો. પણ તેમના એ વાત્સલ્યપૂર્ણ સ્પર્શમાં શું હતું ? ત્રણ દિવસ મારા હાથ પર તેની અસર રહી. જેમાં નિર્દોષ પ્રસન્નતાનો અનુભવ થતો. ત્યાર પછી ક્યાંય મળવાનું બન્યું નથી. જીવનમાં તેમનો ઉપકાર હતો. મારી મંગલયાત્રા વિભાગ-૮ ૧૮૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ તે આજે પણ માનું છું. તેથી હવે સામાજિક ક્ષેત્રને બદલે આધ્યાત્મિકતા પ્રત્યે આંતર ઝુકાવ વધતો ગયો. જે જે સમયે મનના સ્તર પર જે બન્યું તે જેવું છે તેવું આલેખું છું. ત્યાર પછી જીવનમાં ઘણા પ્રસંગો બન્યા તેમ ઘણું બદલાતું પણ રહ્યું. જે જે વીતરાગ માર્ગથી દૂર લાગ્યું તે સહજપણે છૂટી જતું. તે સમજ પાકી હતી. મારો સંસ્કાર એ પ્રણાલીથી ઘડાયો હતો ને ? આચાર્ય શ્રી રજનીશજીનો સાદર સંક્ષિપ્ત પરિચય : આપણું બંધારણ ભાવસ્વરૂપ છે. સંયોગ અને યોગ પ્રમાણે ભાવના પરિવર્તન પામે છે. પૂ. શ્રી રજનીશજી સાથેના સમાગમમાં કંઈ મળ્યું હતું, ગુમાવ્યું ન હતું તેવું આજે લાગે છે. મારી ભાવના, મંતવ્ય અને શ્રદ્ધાથી કંઈ વિપરીત લાગવાથી હું તેમના સાન્નિધ્યથી દૂર થઈ. પરંતુ તેમનાથી મળેલા લાભને કારણે કૃતજ્ઞતા કેમ છોડાય ? તેથી તેમના પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરવા મારી અલ્પબુદ્ધિ વડે કંઈક લખવા પ્રેરાઈ છું. તેમનું વ્યક્તિત્વ વિશ્વવ્યાપી છે, તે કંઈ નાની કલમમાં સમાય નહિ. આચાર્ય રજનીશજીને તેમના અનુયાયી “ઓશો” કહેતા અને માનતા. તેમની જીવનકથા લખાઈ હશે. પરંતુ છેલ્લાં વર્ષોમાં એ પ્રત્યેનો પરિચય ન હોવાથી કંઈ ખાસ માહિતી મારી પાસે નથી અને મેળવીને લખવું તેના કરતાં મને મારા ભાવ જણાવવા વધુ પસંદ છે. આથી પરિચિત મિત્રો પાસેથી અને તેમના સ્વ-મુખે સાંભળેલું તેની સ્મૃતિ દ્વારા અત્રે મારી પાત્રતા પ્રમાણે કેટલાક ભાવો રજૂ કરું છું. તેમનો દેહવિલય ૧૯૯૦માં થયો ત્યારે તેઓની વય લગભગ ૫૯ વર્ષની હતી. જો કે તેઓ આ જીવનના જન્મને ઉત્પાદ કે મરણને અંત માનતા ન હતા. વાસ્તવમાં સ્વ-સ્વરૂપે તો જીવને જન્મ-મરણ નથી. શ્રી પરમાનંદભાઈ કહેતા કે તેઓ જબલપુરના સ્થાનકવાસી જૈન હતા. જન્મથી અતિ બુદ્ધિશાળી હતા. દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. થયા હતા. તેમની વિદ્યાર્થીજીવનની કારકિર્દી જ તેમની પ્રતિભાને ઉપસાવતી હતી. તેઓને કૉલેજમાં આચાર્યપદવી પ્રાપ્ત થવાથી તેઓ આચાર્ય રજનીશ તરીકે પ્રખ્યાતિ પામ્યા. કૉલેજમાં આચાર્યપદે થતા પ્રવચનોથી વિદ્યાર્થી તેમના પ્રત્યે સહેજે આકર્ષણ પામતા. પછી તો તેઓને ભારતભરમાં પ્રવચન માટે આમંત્રણ મળવા લાગ્યાં. વિભાગ-૮ મારી મંગલયાત્રા ૧૮૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ પૂ. વિમલાતાઈ જબલપુર તેમની મુલાકાતે ગયાં હતાં તેમ સાંભળેલું. તેના અનુસંધાનમાં જાણવા મળ્યું હતું કે તેઓ જબલપુરના જંગલમાં રાત્રે જતાં અને ક્યારેક વૃક્ષ નીચે કે વૃક્ષ ઉપર તેઓ ધ્યાન ચિંતન કરતાં. ત્યારે એક વાર તેમનો પાર્થિવ દેહ અને ચેતના ભિન્ન થયેલાં તેમણે અનુભવ્યાં. ચેતનના પ્રદેશો જાણે દેહથી દૂર અનુભવ્યા. આ તેમનો આત્મસાક્ષાત્કાર હતો. ત્યાર પછી એવી સાધના દ્વારા તેમને અન્ય લબ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હોય તેવું જણાતું. જેમકે તેમની મનમોહક વાણી, દષ્ટિ સામે આપણી આંખ મળે ત્યારે જાણે બે સર્ચલાઈટના ગોળા જેવું જણાતું. તેમની નજીક બેસતાં કંઈક કંપનનો પરિચય થતો. તેઓના પ્રવચનમાં તર્કપ્રધાનતાની વિશેષતા હતી, પરંતુ શ્રોતાગણને તે મંત્રમુગ્ધ કરતી. તેમણે એક વાર કહેલું કે તેઓએ હજારો પુસ્તકો વાંચ્યાં છે. પુસ્તકનાં પાનાં પર નજર કરતાં જ તેમને પૂરું પાનું સ્મૃતિમાં અંકિત થઈ જતું. તેઓની કુંડલિની શક્તિ તીવ્રપણે જાગ્રત થઈ હતી, તેની પણ આ બધી લબ્ધિઓ હોઈ શકે ! આવી અનેક શક્તિઓ-સંપન્ન તેમને એક કૉલેજક્ષેત્ર કેવી રીતે પુરતું થાય ? આથી તેઓ આચાર્યપદથી સ્વયં મુક્ત થઈ, આધ્યાત્મિક ક્ષેત્રને સ્વીકારી દેશનાં અનેક ક્ષેત્રોમાં પ્રવચનો આપતાં. મારા લેખનમાં તેમના પ્રવચનની લબ્ધિ કે શક્તિનું વર્ણન કર્યું છે. તે મેં જાતે અનુભવ્યું છે. લોકો કહેતાં કે તેઓ સંમોહન શક્તિ ધરાવે છે તેથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય છે. તેમને પ્રાપ્ત કુંડલિની શક્તિ કે લબ્ધિ દ્વારા હવે તેઓ ધ્યાન શિબિરો પણ કરતા. જોતજોતામાં તેમનો શ્રોતાગણ હજારોની સંખ્યામાં વૃદ્ધિ પામ્યો હતો. ૧૯૫૪માં મુંબઈના પ્રથમ પ્રવચનમાં ૫૦૦ શ્રોતાગણ હતા. ૧૯૬૬ લગભગ અમદાવાદમાં શ્રોતાગણની સંખ્યા ૨૫/૩૦ હજાર ઉપરાંત હતી. તે દિવસોમાં લૂંગી અને ઉપરનું ઉત્તરી વસ્ત્ર, મુખ દાઢીવાળું આ તેમની દેહાકૃતિ પણ માનવને આકર્ષણ પેદા કરતી. તેઓનો બોધ સ્વયંને જાગ્રત કરવાનો હતો. તમે સ્વયંમાં ઝૂકો ત્યાં પરમઆનંદ, અમૃત પડેલું છે. તમે સૌ ત્યાં પહોંચવાનું સાહસ કરો. તેને માટે તમારે કેટલીક અનઉપયોગી જૂની પ્રણાલી ત્યજવી પડે તો તે સાહસ કરજો. તમારા સુખની ખોજ તમારા સ્વયં અસ્તિત્વમાં કરો. ત્યાંથી જ મળશે તે તમારું સ્વનું હશે, અને અનંત અવ્યાબાધ સુખરૂપ હશે.” મારી મંગલયાત્રા ૧૮૩ વિભાગ-૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ પૂરા ભારતમાં આ. રજનીશજીની લોકચાહના ખૂબ વિસ્તાર પામી. પ્રસંગકથાઓ ઉપજાવવાની તેમની શક્તિ અદ્દભુત હતી. જોયું છે કે રજનીશનો વિરોધ કરનારા વક્તાઓ પણ તેમની પ્રસંગકથાઓનાં નામ બદલીને, જરા ફેરફાર કરીને પોતાનાં પ્રવચનોમાં ઉપયોગ કરે છે. વાસ્તવમાં તેમની એ પ્રસંગકથાઓથી લોકોના મન સુધી તેમની વાણી સ્પર્શતી, ક્યાંક તે કથાઓ હાસ્યરસ વેરતી તો ક્યાંક પાત્ર જીવને વિચારની જાગૃતિ આપતી. પૂ. પંડિતજી કહેતા કે આ. રજનીશનું વસ્તૃત્વ ધારદાર તર્કયુક્ત છે. સવિશેષ તેમની વાણી અને નયનમાં પેલી કુંડલિની શક્તિ દ્વારા કહો કે તેમને થયેલા આત્મસાક્ષાત્કારનું કારણ કહો, એક જાતનું સંમોહન હતું. જેથી તેમના વાણી-શ્રવણમાં લોકો ડોલી ઊઠતા કે એકાગ્ર થઈ જતા. જૈનદર્શનના પરંપરાગત માળખાથી તેમની પદ્ધતિ નિરાળી હતી. પરંતુ તેઓ તે બાબતમાં નિર્ભય હતા. ગમે તેમ હો પણ તેમના શ્રોતાગણ, શિષ્યગણ હજારોની સંખ્યામાં વિસ્તૃત હતા. જોકે એ કારણ કોઈને જ્ઞાની તરીકે પુરવાર કરવા માટે ન હોઈ શકે. તેઓ દ્વારા યોજાતી ધ્યાન શિબિરોમાં પણ હજારોની સંખ્યા થતી. વળી તેમણે પૂનામાં આશ્રમ સ્થાપ્યો, પછી અમેરિકામાં શિષ્યોએ ઓરેગોનના રણવિસ્તારમાં વિપુલ જગ્યામાં મોટી સંસ્થા ઊભી કરી. તે પણ તેમના કોઈ લબ્ધિબળે રણ જેવા વિસ્તારમાં અતિ આકર્ષક એવું સ્થળ અલ્પ સમયમાં અસ્તિત્વમાં આવ્યું તેમ લોકો માનતા. પછી તો અન્ય વૈભવ પણ વધ્યો. એક વાર તેઓ ગહન મૌનમાં પણ રહ્યાં. તેમનું પ્રભુત્વ ગજબનું હતું. એક વાર પૂનામાં તેઓનું પ્રવચન હતું. તેઓ સમયસર આવ્યાં. પોતાની બેઠક પર આવી એક કલાક મૌન રહ્યાં. હજારો માનવો પણ મૌનમાં બેસી રહ્યા. સાંભળેલું કે મૌનની પણ મન કેસેટ ઊતરેલી તે હજારોની સંખ્યામાં વહેંચાઈ. આ વિભૂતિનું માપ કાઢવા જેટલી મારા જેવાની ગુંજાયશ નહિ. પરંતુ સંભોગથી સમાધિ, નગ્નપણે શિબિરોમાં નાચવું તે મારા મંતવ્ય કે જૈનદર્શન અન્વયે વીતરાગ માર્ગને અનુરૂપ ન હતું. જૈનદર્શનનો માર્ગ વિષયથી વિરક્તિ અને કષાયોથી મુક્તિરૂપ વૈરાગ્યનો છે, તેમાં એવું નથી કે પહેલાં ભોગવો પછી છૂટી જશે. ભોગવીને પણ જે આખરે વિભાગ-૮ ૧૮૪ મારી મંગલયાત્રા Page #202 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યવંત થયા તે જ મુક્તિ પામ્યા છે. સંસારમાં રહ્યા છતાં બંધાય નહિ તે કોઈ વીતરાગ કોટિના જીવો હોય છે. દમન કે શમન, ભૂમિકા પ્રમાણે જીવે મુક્તિના માર્ગે પુરુષાર્થ પ્રયોજવો પડે છે. કોઈ વાર આવી પ્રવૃત્તિ આરાધનાને નામે કરીને જીવ વિકૃતિ પોષે અને અજ્ઞાનપણે જન્મ વેડફે એવું બને, જે હોય તે... આવી મારી માન્યતા અને શ્રદ્ધા હોવાથી મેં તેમનું સાન્નિધ્ય ત્યજી દીધું. જોકે આપણા જેવાની અનઉપસ્થિતિ તેમને કંઈ ઓછપ લાવતી નથી. તે તો જેમ વિકસવાનું હતું તેમ વિકસ્યું. અને જે બનવાનું હતું તે બન્યું. ત્યારપછી તેઓ અકાળે દેહવિલય પામ્યા. જેવી તેમની વાણીની પ્રતિભા હતી તેવી તેમના સાહિત્યની પણ વિસ્તૃત પ્રસિધ્ધિ થઈ અને આજે થતી રહી છે. અનેક ભાષાઓમાં તેમનું સાહિત્ય પ્રગટ થયું છે. આજે હજારો ચાહકો તેમના પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે. મને મારા સંસ્કાર અને આગમ પ્રણિત સિદ્ધાંતોથી વિપરીત લાગવાથી મેં તે તરફનું વલણ સદંતર ત્યજી દીધું. તે તે સમયે જે લાભ થયો તે પૂરતો તેમનો આદર રહ્યો છે. આદરણીય શ્રી વિમલાતાઈ ઠકારનો સમાગમ (૧૯૬૬ થી ૧૯૭૯): સામાજિક કાર્યનું ક્ષેત્ર વિસ્તરતું જતું હતું. સાથે સાથે હવે આધ્યાત્મિક ક્ષેત્રે પણ કંઈક ભાવના ઊઠી હતી. અંતરમાંથી અવાજ ઊઠતો કે હવે આધ્યાત્મિક વિકાસનો સમય થયો છે. મુંબઈમાં શ્રી પરમાનંદભાઈના નિમિત્તે આચાર્ય શ્રી રજનીશજીનો પરિચય થયેલો, ત્યાર પછી હું અમદાવાદ સ્થાયી થઈ હતી. તે દરમ્યાન લગભગ ૧૯૬૬માં શ્રી પરમાનંદભાઈનો અમદાવાદ પત્ર આવ્યો કે આબુમાં શ્રી વિમલાતાઈ ઠકાર નિવાસ કરવાનાં છે. વિદ્વાન વિદુષી, આધ્યાત્મિક દૃષ્ટિયુક્ત બાળબ્રહ્મચારી છે. આ બહેનનો પરિચય કરવા જેવો છે. તમે કહેતા હતા કે મારે કોઈ મહિલા સંત પાસે ધ્યાન વિગેરેનો અભ્યાસ કરવો છે, તમને અનુકૂળ આવશે. વળી તેઓએ શ્રી વિનોબાજી સાથે પૂરી ભારતની પદયાત્રા કરેલી તેનો અનુભવ, શ્રી કૃષ્ણમૂર્તિનો પરિચય અને સ્વતઃ પોતાનો અંતરંગ આધ્યાત્મિક અભિગમ, બ્રહ્મચર્યનું ઓજસ આમ ઘણા પ્રકારે તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે. વળી થોડા દિવસ પછી શ્રી બાપુજી ખબર લાવ્યા કે આબુમાં હું શ્રી વિમલાતાઈ ઠકારને મળીને આવ્યો છું. તેઓએ આબુમાં નિવૃત્તિ માટે મારી મંગલયાત્રા ૧૮૫ વિભાગ-૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ મકાન લીધું હતું. તેઓ અવારનવાર જતા અને શ્રી તાઈને મળતા, તેમનાથી પ્રભાવિત થયેલા. બાપુજીના કહેવાથી કલ્યાણભાઈ, સુશીલાભાભી અને હું અમે ત્રણે આબુ તેમની પાસે પહોંચી ગયાં. પ્રથમ મુલાકાતે તેમના તેજસ્વી ચક્ષુઓ અને મધુર વાણી જેમાં જીવનલક્ષી દૃષ્ટિની વિશેષતા હતી, તે અમને સ્પર્શી ગઈ. મારામાં અધ્યાત્મપ્રેરક સાધનાની ઉત્કંઠા તીવ્ર બનતી હતી. તે માર્ગે મને અવલંબનની જરૂર હતી. તેથી તેમના પરિચયમાં મને આશા બંધાણી. અમે ત્રણ દિવસ તેમની નિશ્રામાં રહ્યાં. રોજે બે કલાક સત્સંગ થતો. ૧૯૬૬થી અમે તેમના પરિચયમાં આવ્યાં. પછી અમે તેમને “દીદી” કે બહેન કહેતાં. લગભગ ૧૯૬૭ના જાન્યુઆરીમાં દીદી સાથે આબુમાં ત્રણચાર દિવસ તેમની નિશ્રામાં રહેવાનું થયું હતું. તેમની વિચારધારાનું મુખ્ય ધ્યેય વર્તમાનમાં જીવો, સમગ્રતામાં જીવો, પ્રતિક્રિયાથી જાગ્રત રહો, મૈત્રીભાવ કેળવો, અંતરનિરીક્ષણ કરો. કોઈ પણ પરિસ્થિતિમાં મૂંઝાઈને વિકલ્પોની, શંકાઓની જાળમાં જીવનને ખંડિત ન કરવું. અંગત કે સફાઈ જેવાં કાર્યો કરો તો તે પૂરા ધ્યાનથી કરો. કપડાં સૂકવો કે જે કંઈ કાર્ય કરો, ઉપયોગપૂર્વક કરો. આથી જ્યારે ધ્યાનમાં જશો ત્યારે ઉપયોગની ચંચળતા નહિ રહે. સમગ્રતામાં અસ્તિત્વ જેવું શુદ્ધ છે તેવું પ્રગટ થવા દો. વ્યવહારમાં દૂષણથી મલિનતા ન લાવો. પ્રેમનું ફલક વિશાળ થવા દો સંકુચિતતાનો ત્યાગ કરો. સત્યનું આચરણ કરો. અર્થાત્ અધ્યાત્મને લગતી ઘણી ઉત્તમ પદ્ધતિ હતી. એટલે મને પ્રારંભથી જ બધું રુચતું ગયું. સાથે જ્ઞાન-ધ્યાન અને મૌનનું શિક્ષણ વધુ આનંદદાયક હતું. - ત્યાર પછી અનુકૂળતાએ તેમની પાસે અમે જતાં હતાં. એમ અમારો પરિચય વૃદ્ધિ પામ્યો. પૂ. વિમલાતાઈ વિષે મિતાક્ષરી પરિચય : વાસ્તવિક્તા એ છે, વિભૂતિઓનો પરિચય સ્વયં તેઓની પ્રતિભા જ પ્રગટ કરે છે. છતાં પણ તેમના પ્રત્યેના અહોભાવથી જ કંઈક પરિચય આપવાની પ્રેરણા થાય છે. યદ્યપિ ગમે તે કારણે મેં પૂ. પંડિતજી, રજનીશજી, દીદી કે ૫.પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિ સુધી કોઈની સાથે અંગત પરિચયની વાત કરી નથી. ક્યારેક પ્રસંગોપાત્ત જાણવા મળ્યું તે અથવા અન્ય વ્યક્તિઓ પાસેથી સાંભળ્યું હોય તેના આધારે અહીં હાર્દિક અહોભાવ વ્યક્ત કરું વિભાગ-૮ મારી મંગલયાત્રા ૧૮૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ છું. તેમાં કંઈ ક્ષતિ હોય તો તે માટે ક્ષમાયાચના. પૂ. વિમલાતાઈને અમે તાઈ કે દીદી કહેતાં. તેઓ જન્મે મહારાષ્ટ્રી બ્રિાહ્મણ હતાં. દર્શનશાસ્ત્ર સાથે તેઓ એમ.એ. નું વ્યવહારિક શિક્ષણ ધરાવતાં હતાં, તે વિગતો જોકે તેમના વિશાળ અને આધ્યાત્મિક જીવન આગળ ગૌણ છે. તેમની દષ્ટિ અને સૃષ્ટિનું ફલક સમગ્રતા છે. તેઓએ પૂ. વિનોબાજી સાથે પૂરા ભારતની ભૂદાનયાત્રા કરી હતી. તેમના અનુભવોનું ક્ષેત્ર વિશાળ હતું. તેમ છતાં તેમનો સ્વયં અભિગમ વિશેષ કરીને અધ્યાત્મક્ષેત્રનો, આંતરિક સંશોધનનો અને જીવનની સમગ્રતા પ્રત્યેનો હતો. તેમના સાન્નિધ્યમાં તેમની વિચારધારાનાં દર્શન થતાં, વળી તેમાં એક પ્રકારનું માધુર્ય હતું. જેથી તેમની સમીપતાનું આકર્ષણ રહેલું. ભૂદાનયાત્રાથી મુક્ત થઈ તેઓએ અંતરની અદમ્ય પ્રેરણાથી લગભગ ૧૯૬૪/૬પ આબુમાં સ્થિર નિવાસ કર્યો. યદ્યપિ ત્યાર પછી પોતાને પ્રાપ્ત અધ્યાત્મનું રહસ્ય જનસમૂહ સુધી પહોંચાડવા દેશવિદેશમાં તેઓએ ઘણી પ્રવાસયાત્રા કરી, સાથે ધ્યાન શિબિરોનું આયોજન કરતાં. તેમની પ્રવચન પદ્ધતિનું ફલક કોઈ પણ મત પંથથી મુક્ત હતું. વાણીમાં પ્રખરતા છતાં મધુરતાનો સ્વાદ મળતો. તેમના નિકટના પરિચયથી સાધકોને યોગ્ય માર્ગદર્શન મળતું. તેમના ચાહકોની સંખ્યા વિશાળ હતી. આખરે તેમણે આ સઘળી પ્રવૃત્તિઓ સંકેલીને આબુમાં સ્થિરવાસ સ્વીકાર્યો છે. ક્યારેક કોઈ સાધકને મળવાનો અવકાશ રાખે છે. તે સિવાય સ્વયં અંતર્મુખ થઈને રહ્યા છે. વિશેષ તો તેમની સાથેના યાત્રા પ્રવાસમાં મેં ઘણું જણાવ્યું છે. આજે પણ મારા જીવનમાં તેમના ઋણ માટે આદરભાવ છે. મારો-તેમનો સમાગમ લગભગ તેર વર્ષ જેવો રહ્યો. તેમાં ઘણો બોધ પ્રાપ્ત થયો. તેમના સાહિત્યથી તે પ્રસિદ્ધ થયેલા છે એટલે વિશેષ વિસ્તાર કરતી નથી. ક્યારેક દર્શનનો લાભ મળે છે. પૂ. દીદીની નિશ્રામાં અન્ય સત્સંગીઓનું મિલન : વળી હિમાલયમાં મરતોલા આશ્રમમાં દીક્ષિત થયેલા ગુજરાતના સાક્ષર શ્રી કિશનસિંહ ચાવડા ત્યાં એકાંત સાધના કરતા હતા. તે દીદીના પરિચયમાં આવ્યા. અને મીરતોલા છોડી ઘણો સમય દીદી સાથે રહેવા લાગ્યા. કોઈ વાર પૂ. દાદા ધર્માધિકારીનો સંપર્ક થયો હતો, એ રીતે અન્ય વિશિષ્ટ વ્યક્તિઓનો સંપર્ક થતો હતો. મારી મંગલયાત્રા ૧૮૭ વિભાગ-૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ વળી ભાગવત કથાકાર શ્રી ડોંગરેજીનાં ધર્મપત્ની શાલિનીબાઈ જેમનું નામકરણ પૂ. દીદીએ કૃષ્ણામાઈ કર્યું હતું. અમે સૌ કૃષ્ણામાઈ કહેતાં. તેઓ ડોંગરેજીનો સંબંધ ત્યજી પૂ. દીદીને સમર્પણ થયાં હતાં. પાંચ-સાત વર્ષ સાથે રહ્યા પછી કેન્સરના દર્દમાં તેઓ દીદીની નિશ્રામાંથી ચિરવિદાય થયાં. પૂ. દીદી સાથે શ્રીલંકાની ચિરસ્મરણીય યાત્રા-વિષાદ મુક્તિ : લગભગ ૧૯૬૭માં હું પૂ. દીદી સાથે શ્રીલંકા ગઈ હતી. તેમનાં પ્રવચનોનો કાર્યક્રમ હતો. તેમની નિશ્રા અને સેવા સિવાય ફરવા કે જોવાનું કંઈ બીજું પ્રયોજન ન હતું. એક વાર સાંજે અમે નિરાંતે બેઠાં હતાં. મેં પૂછ્યું : ““દીદી” આપ મારા જીવનથી કંઈક પરિચિત છો. પતિના અવસાન પછી પ્રારંભમાં જીવન પ્રત્યે દુઃખગર્ભિત વૈરાગ્યથી કઠોરતા આવી તેમાંથી શુષ્કતા આવી, ત્યાર પછી હવે અંતરમાં શાંતિની, આનંદની ચાહના ઊઠે છે. પણ પેલા શુષ્કતાના સંસ્કારથી એક પ્રકારના ઉદ્વેગનો, વિષાદનો સંસ્કાર થઈ ગયો છે. બહારમાં પ્રસન્ન છું. મને દુઃખ છે તે ભાવ પાંખો પડ્યો છે. વિષમ પ્રસંગે દુઃખ લાગે છે, તે તો સંસારના ક્રમને સમતાથી નિભાવી લેવાય છે. મહાભારતમાં છે કે અર્જુનનો વિષાદ ૧૭મા અધ્યાયે દૂર થયો. મારા આ વિષાદને સત્તર વરસ પૂરાં થયાં છે. તેને માટે અધ્યાત્મની કોઈ ચાવી બતાવો.” સામાજિક સેવા કરી દુઃખી બહેનોની ઘણી દુવા મળી. અપંગ બાળકો પણ ઘણો સદ્દભાવ રાખે છે. સત્સંગી મિત્રોનો પ્રેમ મળ્યો છે, તમારું સાન્નિધ્ય મળ્યું છે. પણ મારા અંતરનો ખાલીપો રૂઝાતો નથી. સમય સારી રીતે સત્કાર્યમાં પસાર થાય છે. પણ તેમાંથી આંતરિક આનંદનું વહેણ મળતું નથી. કેવળ સત્કાર્ય કર્યાનો સંતોષ છે. હવે કંઈ પરિણીત જીવનની ઝંખના જેવા સાંસારિક વિચારો સતાવતા નથી. આથી અધ્યાત્મની વ્યાખ્યા સાંભળું છું પણ આત્માની સમીપ જવાતું નથી. વચમાં આ વિષાદનો સૂક્ષ્મ સંસ્કાર નડે છે? વર્તમાનમાં જીવવાનું એટલે “જાણો, પણ ગૂંચાઈ ન જાવ', તે સાંભળું છું પણ જાણવાને બદલે જીવ પરભાવમાં મૂંઝાઈ જાય છે. મનમાં કોઈ ખૂણે શારીરિક વાસનાઓ પડી છે તેનો સંસ્કાર જાગે છે પણ સંતકૃપાએ શમી જાય છે. જગતના અન્ય સુખભોગના કોઈ વિકલ્પો ખાસ મૂંઝવતા નથી. એ વિભાગ-૮ મારી મંગલયાત્રા ૧૮૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ બધા ત્યાગમાં તો હળવાશ અનુભવું છું. જગતમાં કશું જોવા-જાણવાનો, હરવા-ફરવાનો કોઈ પ્રતિબંધ નથી. પરંતુ એ સંતકૃપા કહો, કોઈ પણ વૃત્તિ પેદા થતી નથી. ત્યાગ-વૈરાગ્યનો ભાવ દૃઢ થતો જાય છે. તેમાંથી આનંદ મળવાને બદલે શુષ્કતા-ખાલીપો કેમ લાગે છે? એવું માનું છું તે બરાબર છે ? ક્યારેક સાત્ત્વિક આનંદ અનુભવું છું ત્યારે લાગે છે કે હવે કાર્ય સિદ્ધ થતું જાય છે. પરંતુ તે ભાવ વાદળાની જેમ વિખરાઈ જાય છે. આ સર્વ હું કહેતી ગઈ; તેઓ શાંતિથી સાંભળતાં હતાં. આવું ઘણું કહી હું શાંત થઈ. દીદી કહે : ““જયારે તમે જેને સુખ માન્યું હતું તે કોણે આપ્યું હતું? તે કોનું હતું ? કેમ મળ્યું હતું ?” મેં કંઈ જવાબ ન આપ્યો. મારે કહેવાનું મેં કહી દીધું હતું. પુનઃ કહે : ““ત્યારે તમે એમ માનતાં હતાં કે આ સુખ સદાનું છે, મારું છે. મારા પુણ્યથી મળ્યું છે. પણ તે પ્રારબ્બાધીન હતું. પ્રારબ્ધઈશ્વરે આપ્યું તે પૂરું થયું. જેણે આપ્યું હતું તેણે પાછું લીધું. આનો તમે સ્વીકાર કરી શક્યા નથી. તેથી તમારું દુઃખ હળવું બનતું નથી. અધ્યાત્મ એ છે કે સુખ તમારું હતું. ગમ્યું હતું. દુઃખ પણ તમારું છે, સમતાથી ગમાડવું જોઈએ. તો દુઃખ ટળશે.” પછી જરા તેજ સ્વરે કહ્યું : “તમે કર્મગ્રંથ ભણ્યા તેનો બોધ પરિણામ પામ્યો નથી. અધ્યાત્મનો બોધ પરિણામ પામશે ત્યારે તમે આત્મભાવે જીવતા શીખશો. તે જ સમયે દુ:ખ, શુષ્કતા, બોજ બધું દૂર થશે. તમારી ભાવના અધ્યાત્મજીવનની છે, એટલે એ કાર્ય મુશ્કેલ નથી. તમે જરૂર એ દિશામાં પહોંચી શકશો. પંડિતજીએ શિક્ષણ આપ્યું છે ને ?” પુનઃ કહે : “અત્યાર સુધી તમે સત્કાર્ય કર્યું. પંડિતજી પાસે વાંચન કર્યું, કર્મગ્રંથ શીખ્યા, સત્કાર્યમાં છિદ્રવાળું પાત્ર ભરાય નહિ, જો કે તમે સમય પસાર કર્યો તે નિરર્થક નથી ગયો. પણ તેનું વહેણ આત્મ પ્રત્યે વહ્યું ન હોવાથી એ પાસું નિરામય ન બન્યું. હૃદય ભીંજાયું નહિ, પણ બધું શોષાઈ ગયું. હજી સમય છે, શક્તિ છે. મનોબળ કેળવો, પ્રભુને સમર્પિત થાઓ. તમારી અંદર રહેલી શક્તિને આનંદરૂપે પ્રગટ થવા દો. થશે તેની ખાતરી રાખો. મારી શુભાશિષ છે.” પ્રસન્નતાની અનુભૂતિ : આમ ઘણી રીતે મારા મનનો ખુલાસો કર્યો. સમય થતાં તેઓ મારી મંગલયાત્રા વિભાગ-૮ ૧૮૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ આરામ માટે ગયાં. અમારો ઉતારો દરિયાકિનારે શાંત સ્થળે હતો. મારી નિદ્રા આમે ઓછી હતી. તેમાં આ ચર્ચામાંથી ઘણા વિકલ્પો ઊડ્યા. લગભગ રાતના બે વાગ્યા સુધી વરંડામાં એકલી બેસી રહી. જેમ વૃક્ષ ઉપરથી પાકાં પાન ખરતાં જાય તેમ મારા મનના વિકલ્પો ખરતા ગયા તેમ તેમ પેલો અજંપો શમતો ગયો. શું અનુભવ થયો ? બરાબર બે વાગે મારું ચિત્ત મૂળ અસ્તિત્વના આનંદથી ભરાઈ ગયું. જાણે મને કહેવા લાગ્યું તારી અંદરમાં સુખ જ છે. શા માટે દુઃખની ભૂતાવળ ઊભી કરે છે ? આમ ઘણી હળવાશ અનુભવી. વરંડામાંથી રૂમમાં ગઈ, તરત જ નિરાંતે નિદ્રાને આધીન થઈ. સવારે ઊઠતાં ખૂબ પ્રસન્નતા અનુભવી, અંતરસંશોધન દ્વારા થયેલા સમાધાનથી વિષાદ દૂર થયો. સવારે અમે મળ્યાં મૌન હતાં. પરંતુ દીદી મારા મનની શાંતિને કળી ગયાં. મારો હાથ દબાવી પ્રતિસાદ આપ્યો. પૂ. દીદીના સ્વશિક્ષણમાં શિસ્તબદ્ધતા : પૂ. દીદીની આરાધના-પદ્ધતિ ઘણી જ શિસ્તબદ્ધ હતી. પ્રમાદવશ અમારી ભૂલો થયા કરે ત્યારે શિક્ષામાં મૌન અને એકાંત સૂચવતાં, ત્યારે થોડી મૂંઝવણ થતી. પરંતુ તેમના પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ ટકાવી દેતાં. ધર્મક્રિયા કે સેવા, વાંચન કે વ્યવહારક્રિયા, દરેકમાં વ્યવસ્થિત-ચોક્કસપણાનો ખૂબ આગ્રહ-શિસ્ત રાખતાં. તેઓ સ્વશિક્ષણની મુખ્યતા સમજાવતાં. ટૂંકમાં એમાં આ જીવને ઘણું શિક્ષણ મળ્યું. તેઓ અંતરથી વાત્સલ્યપૂર્ણ હતાં. તેથી અમે સૌ તેમની પાસે ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યાં. નિકટતા સાધી શક્યાં હતાં. હવે તેઓ આબુમાં વધુ સમય ગાળે છે. તેમના નિવાસનું નામ “શિવકુટિ છે. વિશેષમાં આબુ તથા હિમાલયમાં શિબિરોનું આયોજન થતું. ત્યારે મુખ્યત્વે મૌન ધ્યાન પ્રેરિત શિક્ષણ મળતું, તે મને ઘણું લાભદાયક થયું છે. તેઓ મને કોઈ વાર કહેતાં પ્રથમ જીવનમાં અધ્યાત્મ કેળવો, જેમાં આકુળતા નથી. પછી સામાજિક સેવા થશે તો તે પણ અધ્યાત્મરૂપ બનશે. પૂ. દીદીના સાનિધ્યમાં હિમાલય પ્રદેશમાં નારાયણ આશ્રમની સત્સંગ યાત્રા : પૂ. દીદીના પરિચયમાં વિવિધ સ્થળો અને વ્યક્તિઓનો વિશેષ પરિચય રહ્યો. તેઓ પોતે શ્રી વિનોબાજી સાથે પૂરા ભારતની પગપાળા ભૂદાનયાત્રા કરીને આવ્યાં હતાં. એટલે વિવિધ સ્થળોનો પરિચય હતો. વિભાગ-૮ મારી મંગલયાત્રા ૧૯૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ વળી પોતે મેધાવી, ઘણા અનુભવી અને અધ્યાત્મબળવાળાં હતાં. તેથી સૌ તેમના સાન્નિધ્યમાં રહેવા ઇચ્છતાં અને બોધ પામતાં. સાધકો, વિદ્વજનો, સંતો, સામાજિક કાર્યકરો એમ વિવિધ વ્યક્તિઓ તેમના પરિચયમાં આવતા તેવી તેમની પ્રતિભા હતી. હિમાલયના પ્રદેશોમાં બે વાર ડેલહાઉસી ઉપરાંત એક વાર ૧૯૬૭માં અમે નારાયણ આશ્રમ ગયાં હતાં, જે કૈલાસ જતા માર્ગમાં આવે છે. મોટરમાં કે બસમાં અલમોડા થઈ વહેતી નદીના પ્રવાહો પાસે ધારચૂલા ગામ થઈને લગભગ ચૌદ કિલોમીટર પહાડ ચઢવાનો છે. હાલ તો લગભગ છેક સુધી વાહનવ્યવહાર થઈ ગયો છે. નારાયણ આશ્રમ લગભગ ૧૧,૦૦૦ ફીટ ઊંચો છે. વર્ષો પહેલાં નારાયણ સ્વામી નામના સંત આ ટેકરી પર કુટિર બાંધીને રહ્યા હતા. નારાયણ આશ્રમ જતાં પહેલાં વિશ્રામ સ્થળ જેવું નારાયણનગર આવે છે. ત્યાં ત્રણ દિવસ રહ્યા.. તે સમયે વાહનવ્યવહાર નહીં હોવાથી માણસો પીઠ પર સામાન લાવતા. ઘણા પરિશ્રમે કાર્ય થતું, છતાં આ આશ્રમમાં સુંદર સામાન્ય સગવડવાળાં મકાન, રાત્રિ-દિવસ પાણીની સુવિધા, પહાડમાં પણ સપાટ ભૂમિમાં મીઠા પાણીનું સરોવર આવેલું છે. સપાટ ભૂમિ પર ઉનાળામાં વટાણા જેવું કંઈક શાક મળી રહેતું. તે સિવાય કોઈ પણ ચીજ ચૌદ કિલોમીટર નીચેથી લાવવી પડતી. તાર-ટપાલ પણ એ જ રીતે મળતાં. નારાયણ આશ્રમથી કૈલાસ પગપાળા જવાતું. પૂ. દીદીએ કૈલાસ જવાના વિચારથી આ સ્થળ પસંદ કર્યું હતું પણ ત્યારે અમને ત્યાં જવા માટે મંજૂરી મળી ન હતી. પૂ. દીદીના પરિચયથી અમને ત્યાં સારી સુવિધા મળી હતી. નીચે તવાગાઢ નામના ગામ પાસે એક ગેસ્ટ હાઉસ હતું. અમે બસમાં ત્યાં પહોંચ્યા. અમને લેવા આશ્રમના ૫૦ માણસોનો એક કાફલો લેવા આવ્યો હતો. પૂ. દીદી, કલ્યાણભાઈ, ભાભી, તેમનો દીકરો શ્રીકાંત, પ્રભાબહેન, હું, દક્ષા અને અમે એક માણસ સાથે લીધો હતો. પૂ. દીદીની પદ્ધતિમાં પૂરી સગવડ કરીને જવાનું રહેતું. અને છતાં અગવડ પડે તો હસતા મુખે રહેવાનું. ન અવાજ, ન ફરિયાદ. હું, પ્રભાબહેન અને ભાભી ત્રણે તાજી જ સર્જરીવાળાં હતાં. એટલે અમારી ડોળીના દરેકના ૮ માણસ અદલાબદલી કરવાને કારણે કુલ ૨૪, મારી મંગલયાત્રા ૧૯૧ વિભાગ-૮ Page #209 -------------------------------------------------------------------------- ________________ અમારા દરેકના ત્રણ મુદ્દા અને થોડી રસોઈ, ખાખરા, નાસ્તાના સામાનના ત્રીસ જેવા મુદ્દા, તે ઊંચકવા માટે ૧૫ જેવા માણસો - આમ લગભગ અમારો ૫૦ જેવા માણસનો કાફલો પહાડ પર ઊપડ્યો. વહેલી સવારે નીકળ્યાં. વચમાં થોડું રોકાતાં, અમે સાંજે ચાર વાગે નારાયણ આશ્રમ પહોંચ્યાં. સ્થળ સાવ અજાણ્યું પણ અત્યંત રળિયામણું, ગમે તેવું હતું. જ્યાં જુઓ ત્યાં ચાંદીની જેમ ચમકતી હિમગિરિની હારમાળા. વાતાવરણ એવું શાંત કે સોય પડે તો પણ સંભળાય. રાત્રે આપણા હૃદયના ધબકારા મોટા અવાજ જેવા લાગે. એક-બે કલાકમાં અમે ગોઠવાઈ ગયાં. લગભગ મેની આખરનો સમય હતો. સાંજ પડી. થોડો વરસાદ અને કરા પડ્યા, અને અમે તો ઠરી ગયાં. ખીચડી જેવું કરીને જમ્યાં. થોડી વાર તાપણાં પાસે બેઠાં પછી સૂવાની તૈયારી કરી. તાપણા પાસેથી ઊઠ્યા અન્ય ઓરડામાં તાપણાં ન હતાં. જાડા બે ઓઢવાના અને જે કાંઈ પહેર્યું હોય તે. મને કંઈ આવી ઠંડીનો ખ્યાલ નહિ. મારી પાસે પહેરવાનું ઓછું હતું. મારી ઊંઘ ઓછી, રાત્રે બહાર જવું પડે, ઠંડીને કારણે લગભગ રાત્રિ જાગતા કાઢવી પડી. દિવસે પણ ફક્ત નાક-આંખ ખુલ્લાં રખાય તેવી ઠંડી ખરી. છતાં આરાધનાનો આનંદ હતો. પૂ. દીદી સાથે દિવસે ધ્યાન-વાચનમાં એકાંત નિરવ શાંતિમાં આનંદ આવતો. જુદી જ દુનિયા લાગતી. બપોરે તડકો થાય ત્યારે સારું લાગે પણ સાંજ પડે ઠંડી વધે અને વરસાદ પડે. રાત પડે નિદ્રાદેવી રિસાય ત્યારે કાગને ડોળે હું સવારની રાહ જોઉં. અન્ય સૌ ઠંડીમાં ગોદડામાં ઊંઘી જતાં. તે સૌને મીઠી ઈર્ષાથી જોતી, ભલે તે સૌ સુખે નિદ્રા લે. - સવારના ત્યાં ડબ્બાના દૂધની ચા બનતી. હું સૂંઠની ગોળી લઈ જતી, તે ઊકળતા પાણીમાં નાખીને પી લેતી. (રાબ) નાસ્તો લઈ ગયા હતાં તે કરતાં. રસોઈમાં મસૂરની દાળ, ક્યારેક ભાત, રોટલી તૈયાર લોટની, ક્યારેક વટાણા મળતા. કોઈ ભાજી મળતી, અમે હાથે જ રસોઈ બનાવતા. તે રસોઈ તે પ્રદેશમાં મીઠી લાગતી. હિમાલયના પ્રદેશમાં સવારે વહેલી થતી. ૪-૩૦ થી પ-૦૦ વાગે જો આકાશ ચોખ્યું હોય તો સૂર્યદેવ પ્રગટ થતા. હિમમાળા પણ ચાંદીની જેમ ચમકતી. તે જોવાનો પણ આનંદ હતો. અમે વહેલાં ઊઠી જતાં. સવારે પ-૩૦ થી ૬-૩૦ ધ્યાનમાં બેસતાં. પછી દૂધ-પાણી વિગેરે પતાવી, વિભાગ-૮ મારી મંગલયાત્રા ૧૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ સ્નાન કરવાની ગરમ પાણીની સારી સગવડ હતી. ત્યાં સ્નાનની રોજે જરૂર ન હતી. પરંતુ આદત પ્રમાણે સ્નાન કરતાં. ૧૦ થી ૧૧ પૂ. દીદી બોધ આપતાં. પછી જમી પરવારી અંગત વાંચન કે ધ્યાન કરતાં. વળી ૩-૩૦ વાગે પૂ. દીદી સાથે બેસતાં. સાંજે થોડું ફરતાં. સવારે વહેલી તેમ સાંજ પણ વહેલી થતી. સાંજે પ્રભાબહેન, ભાઈ, ભાભી ખાસ વાતચીત માટે અન્યત્ર બેઠા હોય ત્યારે સાંજે મને એકલવાયું લાગતું. છતાં પૂ. દીદીનો સહવાસ જ પ્રસન્નતાપૂર્ણ હતો. તે દિવસોમાં આરાધનાનું બળ વિકાસ પામ્યું. ઠંડક હોવા છતાં પ્રમાદ વગર દિનચર્યા ગોઠવાતી. તેમાં દીદીનો સત્સંગ વિશેષ આનંદ આપતો. આ સ્થાન સાંસારિક વિષયો સ્પર્યા વગરનું પવિત્ર હતું. એટલે એકાગ્રતા માટે બહુ પ્રયાસ કરવો પડ્યો ન હતો. - નારાયણ આશ્રમમાં ત્યાંના બેચાર નિવાસી રહેતા હતા. ક્યારેક વાતચીત થાય ત્યારે તેમના જાણવામાં આવ્યું કે હું અમદાવાદ સમાજસેવા કરું છું. ત્યારે મને કહે કે તમે અહીં રહી જાવ. થોડે અંતરે અહીં વચમાં બેચાર ગામ છે ત્યાં અમને તમારી સેવાનો લાભ આપો. મેં કહ્યું, “ઉનાળો છે છતાં હું તો સાંજ પડે ઠરી જાઉં છું. એટલે જો અહીં રહું તો શિયાળામાં તો તદ્દન જ ઠરી જાઉં. પછી કામ શું કરું? થોડા દિવસ સગવડભર્યું રહેવાનું, જ્ઞાન-ધ્યાન કરવાનું એટલે ભાઈ, અમને સારું લાગે. બાકી અમે તો સમતળ ભૂમિમાં રહેનારા જીવો. અહીં રળિયામણું છતાં અમને ડરામણું લાગે.” મારી તથા દક્ષાની આશ્રમથી વિદાય : મારે અને દક્ષાને એકવીસ દિવસ પછી અમદાવાદ મોસાળાના પ્રસંગ માટે નીકળવાનું હતું. બીજા સૌ હજી પંદર દિવસ રહેવાનાં હતાં. અમે બંને ડોળીમાં વીસેક માણસ સાથે નીકળ્યાં. નીકળતાં અમારાં નયન સજળ હતાં. દક્ષા કહે : મને રહી જવા દો. પણ વળી કહે : ના, પણ તમે એકલા કેવી રીતે જાવ ? છેવટે અમે બંને નીકળ્યાં. અગાઉ જણાવ્યું તે પ્રમાણે અમદાવાદ વહેલા આવવાનું પ્રયોજન મારે શારદાબહેનની દીકરીનાં લગ્નનું મોસાળું લઈ જવાનું હતું. આશ્રમની નીચે તવાગાઢ પહોંચ્યાં. ડોળીવાળા પણ પાછા જતા હતા. ત્યારે દક્ષા કહે : “મમ્મી” ચાલોને પાછા નારાયણ આશ્રમ જઈએ. અમદાવાદ ભાઈભાભી મોસાળું કરી આવશે. તેને સમજાવી તો પણ ડોળીવાળાને જતા મારી મંગલયાત્રા ૧૯૩ વિભાગ-૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ જોઈને રડી પડી. ખરેખર આપણે અમદાવાદ જવું પડશે ! માથે હાથ ફેરવીને છાની રાખી. થોડી વાર તેની સાથે પાનાં રમી પણ તેને પાના રમવામાં રસ ન પડ્યો. સૂનમૂન થઈને ઊંઘી ગઈ. આપણું મન કેવું પાતળી કાચની બંગડી જેવું છે ! ગમેલું છૂટી જતાં નંદવાઈ જાય. મુસાફરીમાં સજ્જનતાનો અનુભવ : - નારાયણ આશ્રમની તળેટીમાં તવાગાઢ રાત્રે રહ્યાં. ત્યાંના એક ભાઈ સાથે સવારે બસમાં રાણીખેત પહોંચ્યાં. વળી સવારે નીકળી રાત્રે દિલ્હી પહોંચ્યાં. સ્ટેશન પર ખબર પડી કે અમારું રિઝર્વેશન થયું નથી. દક્ષા હજી સ્વસ્થ ન હતી. અમે ફર્સ્ટ કલાસના એક ડબ્બામાં સામાન ગોઠવીને બેઠા ત્યાં એક યુવાન તેનાં ત્રણ નાનાં ભાઈ-બહેનો સાથે આવ્યો. તે ટિકિટ બતાવી કહે આ ડબ્બામાં મારું રિઝર્વેશન છે, તમે ખાલી કરો. મેં કહ્યું : ભાઈ, અમને રિઝર્વેશન મળ્યું નથી. અમે રાત્રે નીચે બેસી જઈશું, તમે તમારી સીટ પર આરામ કરો. ત્યાં તો ટી.ટી. આવ્યા. સામાન્ય રીતે ટી.ટી. તો આમાં ખાસ રકમ પડાવે. પરંતુ સદ્ભાગ્યે તે સજ્જને પેલા યુવાનને સમજાવ્યો કે ભાઈ, તમારી મા માની આ બહેનોને બેસવા દે. તારાં ભાઈ-બહેનો તો નાનાં છે. જગાનો વાંધો નહિ આવે. પેલો યુવાન આમ રેલવે અધિકારીનો દીકરો હતો તેથી શરૂઆતમાં જરા આકરા થઈ ના પાડી. ટી.ટી. ને ખ્યાલ હતો જ કે આમે આ યુવાન તો ફ્રી પાસેથી મુસાફરી કરવાનો છે. તેથી કે ગમે તેમ પણ ટી.ટી.એ તેને શાંતિથી સમજાવ્યો. યુવાન જરા ધીમો પડ્યો. તેણે તેનો સામાન ગોઠવી દીધો. રાત્રે લગભગ ૯ વાગ્યા હતા. અમે મા-દીકરીએ નીચે બિસ્તરો પાથર્યો. દક્ષાના મનને વાળવા મેં પાનાં કાઢ્યાં. આમ હું તો રમતી નહિ પણ તેણે પાનાં સાથે રાખેલાં. અમે પાનાં રમવાં શરૂ કર્યા. તે વખતે પેલાં નાનાં બાળકો અમારી આજુબાજુ ગોઠવાઈ ગયાં. તેઓને પાનાં રમવાની મઝા પડી. પછી તો યુવાન પણ અમારી સાથે પાનાં રમવા બેઠો. આમ એકાદ કલાક આનંદથી પસાર થયો. આમાં સંતોનાં આશિષ પણ કામ કરે છે. સૌએ સુવાની તૈયારી કરી. પેલો યુવાન કહે : મારાં ભાઈ-બહેનો નાના છે, ઉપર સૂઈ નહિ જાય. તમે ઉપરની એક ખાલી સીટ છે તે લઈ વિભાગ-૮ ૧૯૪ મારી મંગલયાત્રા Page #212 -------------------------------------------------------------------------- ________________ શકો છો. આમ દક્ષા ઉપર સૂઈ ગઈ હું વચમાં સૂઈ ગઈ. અમે બંને નારાયણ આશ્રમની મીઠી સ્મૃતિને મનમાં વાગોળતા હતા. મન કહેતું શા માટે વહેલા પાછા વળ્યા ? - સવાર થઈ ત્યાં તો હવે પેલો યુવાન અમારે માટે પાણી લઈ આવ્યો. બીજા કામ પણ પૂછવા લાગ્યો અમારે કંઈ કામ હતું નહિ. દક્ષા આહારમાં ચીકણી હતી. એટલે એને કંઈ ખાવું ન હતું. મારે પણ ખાવાનું ન હતું. એમ કરતાં ૧૧ વાગે સાબરમતી આવ્યું. અમને લેવા અતુલ, રમોના. નંદિતા આવ્યાં હતાં. નંદિતાને જોઈને દક્ષા રાજીરાજી થઈ ગઈ. તેને ઉપાડીને વહાલ કરવા લાગી. મને લાગ્યું કે નારાયણ આશ્રમ હવે ભુલોચો? હજી દક્ષાનાં લગ્ન થયાં ન હતા. પેલા યુવાનનો આભાર માની, સામાન લઈ અમે ઘરે જવા નીકળ્યાં. ઘરે પહોંચ્યાં એટલે થોડી વારમાં બધું ગોઠવાઈ ગયું. સંસારના ખેલ આવા છે. ઘડી રાજી ઘડી નારાજી, ઘડી હર્ષ ઘડી શોક. આમે અતુલ-દક્ષા નાનાં હતાં ત્યારથી તેમને માણસોની હાજરી ખૂબ ગમે. ખાવા-પીવાના જલસા થાય. હું તે પ્રમાણે બધું કરી આપું. પણ તકલીફ એ કે જ્યારે સૌ વિદાય થાય ત્યારે માણેલો આનંદ બાષ્પીભવન થઈ જાય. બંને લગભગ રડી જાય. વળી થોડો વખત થાય એટલે રમતાં થાય. તેમાં પણ તેમના પિતાજીના ગયા પછી તેઓને સગા-મિત્રો સાથે રહેવું બહુ જ ગમતું. આમ અમારો પ્રવાસનો પ્રસંગ સંપન્ન થયો. અમદાવાદ આવી મોસાળાને દિવસે મોસાળું લઈને હૉલ પર ગયાં. સૌએ આવકાર્યા, બેઠકમાં બેઠાં, ત્યાં એક વિચાર ઝબક્યો કે હું આ પ્રસંગમાં આવી ન હોત તો વરઘોડિયાં કુંવારાં રહે ખરાં ! આ પ્રસંગ અતુલ-રમોના કરી શકયાં હોત. અને તે વખતે એક નિર્ણય કર્યો કે હવે સત્સંગ જેવાં અનુષ્ઠાનો છોડી સાંસારિક પ્રસંગમાં જવું નહિ. આમ જોકે હું તેઓના ગયા પછી લગ્ન વિગેરેમાં જતી ન હતી. પરંતુ વળી છેલ્લાં દસ વર્ષથી, અતુલનાં લગ્નથી જવાનું શરૂ કર્યું હતું. તે હવે ગૌણ કરવાનો નિર્ણય કર્યો અને છેવટે લગભગ ૧૯૭૫ થી તો તદ્દન ત્યાગ જ કર્યો. એમાં મારી હાજરીની જરૂર જણાતી ન હતી. અતુલ-૨મોના તે માટે સક્ષમ હતાં, તે કાર્ય કરી લેતાં. કોઈ વાર તે પ્રસંગોના ધાર્મિક પ્રકારોમાં હાજરી આપતી. મારી મંગલયાત્રા ૧૫ વિભાગ-૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ પૂ. દીદી સાથે ડેલહાઉસીની સત્સગયાત્રા : પૂ. દીદી સાથે ૧૯૬૬માં પ્રથમ વાર ડેલહાઉસી સત્સંગ યાત્રા થઈ ત્યારે અમે પાંચ જ હતાં. એક સગવડવાળું મકાન રાખીને છ સપ્તાહ સાથે જ રહ્યાં. કામ માટે એક માણસ લઈ ગયા હતા. અમારું મકાન એકાંત સ્થાને હતું. અહીં ઠંડી સહ્ય હતી. પૂ. દીદી સાથે હું, કલ્યાણભાઈ, સુશીલાભાભી, પ્રભાબહેન, રહેતાં. વળી જે કોઈ પરિચિત આવતા તે પોતાની વ્યવસ્થા કરી લેતા. સવારે સ્નાનાદિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરીને પૂ. દીદીની સાથે ધ્યાનમાં બેસતાં, સવારે ૫ થી ૬ ધ્યાન થાય. પછી એક કલાક દીદી અધ્યાત્મપ્રેરક વાર્તાલાપ કરતાં. સવારનું શિરામણ થઈ જાય પછી સ્વાધ્યાય કરીએ. રસોઈ વિગેરે કરી જમીને તરત જ ૧૨ થી ૧ લગભગ ૫-૭ કિલોમીટર ફરવાનું. કારણ કે સાંજે આ પ્રદેશમાં લગભગ વર્ષા થતી. બપોરે આરામ કરી વળી એક સ્વાધ્યાય થતો. સાંજે રસોઈ જમી પરવારી પૂ. દીદી સાથે હળવી ચર્ચા-વિનોદ થતાં. બીજા સૌને નીંદર સાથે મિત્રતા, એટલે નવ વાગે સૂઈ જતા. કોઈવાર ભાઈ, ભાભી અને પ્રભાબહેન તેમની ખાસ ચર્ચા માટે બેસતા ત્યારે હું કંઈ વાંચન કરતી, પછી સૂઈ જતી. આ સ્થાનોમાં આવનાર બે-પાંચ દિવસ રહે પછી અન્ય સ્થળે જાય. અમે છ સપ્તાહ રહેવાના હતા. એક દિવસ એક ઓળખીતા મિત્ર મળ્યા. “તમે અહીં આટલો વખત શું કરશો?” “અમે અહીં કંઈ ન કરવા માટે આવ્યા છીએ. કરવાનું તો અમદાવાદ પડયું છે, હા પણ આરામ કે મોજમજા માટે નથી આવ્યા. પરંતુ જ્ઞાન-ધ્યાનની આરાધના માટે આવ્યા છીએ.” એ ભાઈ કેવી રીતે સમજે? અહીં કોઈ તીર્થ નહિ, મંદિર નહિ. અને અહીં સાધના શું કરવાની ? અરે ભાઈ ! જ્યાં સંતોનો સમાગમ તે તીર્થ, અને આરાધકોનો સમૂહ જ્યાં બેસે તે આરાધના સ્થળ હોય ! વળી અધ્યાત્મ પ્રેરક શિક્ષણ લેવું તે સાધના. અમે સાંસારિક વ્યવહાર-વ્યાપારનાં કાર્યોથી મુક્ત થઈને આવ્યાં હતાં. હિલ સ્ટેશને પણ શરીરના ધર્મ ખાતર ફરવાનું રાખતાં. કંઈ જોવાજાણવાનું હતું નહિ. જે કાંઈ જોવું-જાણવું હતું તે હવે અંતઃસ્તલમાં હતું. તેથી બાહ્ય જીવનની પ્રણાલીઓની ગૌણતા થઈ જ જતી. આહારાદિમાં પણ સંયમ પળાતો. આમ જીવનમાં આરાધનાનો ઉત્તમ અવસર હતો. વિભાગ-૮ મારી મંગલયાત્રા ૧૯૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ વળી ક્યારેક આજુબાજુના પ્રદેશોમાં પૂરો દિવસ ગાળતાં, ત્યાં પણ ધ્યાનપ્રવચન હોય. પુનઃ ડેલહાઉસીની સત્સંગયાત્રા : પછી બીજી વાર લગભગ ૧૯૭૩માં ડેલહાઉસી ગયાં. ત્યારે તો વ્યક્તિગત જુદા નિવાસમાં રહેવાનું હતું. જેથી એકાંત, મૌન તથા નિર્ભયતાનો ગુણ કેળવાય. એક હૉટેલના મકાનમાં આઠ જેવા બ્લૉક રાખ્યા હતા. ત્યાં સૌના વ્યક્તિગત નિવાસમાં પોતાની રસોઈ કરી લેવાની. કોઈએ ભેગાં મળીને ગપ્પાં ગોષ્ઠિ કરવાનાં નહિ. પૂ. દીદીએ દર્શાવેલો ક્રમ સ્વતંત્રપણે કરવાનો. બપોરે ફક્ત ૩ થી ૪-૩૦ પ્રવચન હોય. તે પછી ફરવામાં મિત્રો મળે. છ વાગતાં તો નિવાસે પહોંચી જવાનું. કારણ કે સાંજ પડે ઠંડક અને વર્ષો લગભગ થાય. કોઈ વાર તદ્દન એકાંતથી મૂંઝવણ થાય. સમાજનાં કાર્યો, ઘરનાં સ્વજનો યાદ આવે. તેમાં પણ નંદિતા ત્રણેક વર્ષની હતી. અમારી સાથે રહેતી, સૂતી એટલે તે યાદ આવતી. વળી ખબર આવતાં કે નંદિતા તમારા વગર રડી જાય છે. ત્યારે સવિશેષ યાદ આવતી. પરંતુ પૂ. દીદીનું પ્રેરકબળ અને નવકારમંત્ર દ્વારા મન પ્રસન્ન થતું. સવારે દૂધ, ખાખરા; બપોરે પૂરું જમણ ચાર ચીજનું દરેકે જાતે બનાવવાનું હતું. સાંજે દૂધ, ફળ. આમ આહારનો ક્રમ રહેતો. એકંદરે આરાધનાનો આનંદ હતો. સાથે પૂ. ગંગાબા બાજુના બ્લોકમાં હતાં, આબુમાં મને તેમના નિવાસ સાથે રહેવાનો પરિચય હતો. એક વાર એવું બન્યું કે બાજુના ઓરડાઓમાં પાંચ-સાત યુવાનો આવેલા. તેઓ વ્યસન કરીને તોફાને ચઢેલા. મારું એક બારણું તે ઓરડામાં પડતું હતું. એટલે થોડો ડર લાગ્યો. પણ જાગતી રહી. નવકાર ગણ્યા. આમ નિર્ભયતાનો અભ્યાસ થતો. તે સમયે સમાજસેવાનું કામ ચાલુ હતું. એટલે મારે અમુક તારીખે નીકળવાનું મેં પૂ. દીદીને જણાવ્યું હતું. બીજાં બધાં એક દિવસ પછી નીકળવાનાં હતાં. મારે એકલા નીકળવાનું હતું. તેથી ટિકિટ લેવા જનાર ભાઈ પૂછવા આવ્યા કે અમારી સાથે તમારી ટિકિટ કરાવીએ ? મેં કહ્યું: “મેં દીદીને મારી તારીખ આપી છે. તેથી હવે ફેરફાર ન કરી શકું.” ““પણ તમે સાવ એકલા છો, અને અમે તો દસ વ્યક્તિઓ છીએ.” હા, પણ ફેરફાર કરું તે બરાબર નહિ.' મારી મંગલયાત્રા ૧૯૭ વિભાગ-૮ Page #215 -------------------------------------------------------------------------- ________________ પેલા ભાઈને ટિકિટ લેવા લગભગ ૪૦ માઈલ નીચે જવાનું હતું. તેથી કંઈ કામકાજ છે એમ પૂછવા પૂ. દીદી પાસે ગયાં. તેમણે પોતે પૂ. દીદીને સહેજે વિગત જણાવી. અને ખાસ કહ્યું કે સુનંદાબહેન એકલાં જ છે. આપને તારીખ કહી હોવાથી ફેરફાર કરવાની ના કહે છે. પૂ. દીદીએ તરત જ ફેરફાર કરાવી દીધો. આમ જે થાય તે ઠીક જ થાય છે. અમે સૌ સાથે નીકળ્યાં. આજ્ઞાપાલન પણ જળવાયું. પૂ. ગંગાબા પણ સાથે હતાં. પૂ. ગંગાબા ઝવેરીનો પરિચય : પૂ. દીદીના સમાગમ સમયે પૂ. ગંગાબાનો મારો પરિચય દીર્ઘકાળ સુધી રહ્યો તેથી કંઈક લખવા પ્રેરાઈ છું. તેઓ બાળવિધવા હતાં. અમદાવાદના ગર્ભશ્રીમંત લગભગ પાંચ દસકા જેવી વયના શ્રી બાલાભાઈ ઝવેરી સાથે ગંગાબા સોળ વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયાં, અલ્પ સમયમાં વિધવા થયાં. વૈધવ્યના દિવસો દુઃખે પસાર તો થતા હતા. સંયુક્ત કુટુંબમાં જીવન નભતું હતું. જ્ઞાતિ અને ધર્મ અને સમાન પ્રણાલીનાં હતાં. લગભગ ૧૯૪૨માં ગાંધીજીની સત્યાગ્રહની લડતમાં, કાર્યક્રમમાં તેઓ નીડરતાથી જોડાયાં. સાથે કુટુંબ પણ જોડાયું હતું. પૂરું કુટુંબ ગાંધીજીના રંગે રંગાઈ ગયું. આથી ગંગાબાને ઘણી મોકળાશ રહી. તેઓએ જેલવાસ ભોગવ્યો હતો. વળી સાબરમતી આશ્રમ સ્થપાયો ત્યારે તેઓ બા અને બાપુજી સાથે નિકટતાથી રહ્યાં. તેઓ તેમના અનુભવ કહેતાં ત્યારે લાગતું કે જ્યાં તેમની શ્રીમંતાઈ અને ક્યાં અત્યંત સાદાઈભર્યું શ્રમવાળું જીવન ? પણ બા પાસે આંતરિક બળ ઘણું હતું. આઝાદી પછી આબાદી માટે જે જે કાર્યોનું આયોજન થતું તેમાં ભાગ લેતાં. વળી વિકાસગૃહ કે જયોતિસંઘ જેવી સંસ્થાઓમાં વયોવૃદ્ધ થયા છતાં હાજરી આપતાં. ત્યારે તો યુવાન જ લાગે. આબુમાં તેમના દીકરાઓએ નખી તળાવ ઉપર મકાન રાખેલું. કોઈ વાર ત્યાં જતાં, તેમને પૂ. દીદીનો પરિચય થયો. પછી તો ઘણી વાર તેમના સંપર્કમાં રહેતાં. પૂજ્ય દીદીના આદેશથી તેમની સાથે સત્સંગ યાત્રા માટે ડેલહાઉસી એક વાર આવ્યાં હતાં. આબુમાં મને તેમનો પરિચય થયો. મને તે વડીલ જેવી હૂંફ આપતાં. આબુ મારે ઘણી વાર તેમની સાથે રહેવાનું થતું. તેમનો એક જૂનો માણસ સાથે રાખતાં. એટલે મારે કંઈ કામ ન હોય પરંતુ, તેમને પ્રવચનમાં લઈ જવાં, તેમની વિભાગ-૮ મારી મંગલયાત્રા ૧૯૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ સાથે ભક્તિ-સત્સંગ કરવાથી તેમને આનંદ થતો. એક વાર મને કહે : “તમે મારી કેવી સેવા કરે છો ? આવતા જન્મ તમે મારો દીકરો થજો.’ “બા, હવે આપણે વળી આવા જન્મ લેવાના ભાવ કરવાના ના હોય; જન્મ-મરણ ટાળવાના ભાવ કરવાના છે” ““તો એમ કરો મારા મરણ પછી મારી નનામી ઊંચકવા આવજો” “બા, તમારે ચાર દીકરા (પૌત્રો) ચાર બાજુ ઊંચકે એવા છે પછી મારું શું કામ ?” (સાવકા પુત્રોનો પરિવાર હતો પણ ભેદ ન હતા.) “તો દોણી લઈને પાછળ આવજો.” “એ પણ તમારા સ્વજન કરે ને ?” “સારું જા, તો પછી અંત સમયે નવકાર સંભળાવવા તો અવાયને?” “બા, હા, એ તો આપણા બંને માટે સારું.” પછી મેં હસતાં રમૂજ કરી કે “બા. તમે દીકરો બનાવવાની વાત કરો છો પણ તમારા વીલમાં મારું નામ લખ્યું છે કે પછી દીકરો દીકરો બોલ્યા કરો છો?” બા કહે, “તમે બહુ જબરા નીકળ્યા.” આમ બા સાથે અમારો નિર્દોષ નાતો હતો. એક વાર હું અપંગ માનવમંડળના કાર્યાલયમાં બેઠી હતી. બા લાકડી ઠકઠક કરતાં આવ્યાં. મેં તેમનો હાથ પકડી મારી સામે ખુરશી પર બેસાડ્યાં. “બા, આજે અહીં ક્યાંથી? આવ્યાં તે સારું કર્યું.” “તમે કહેતા હતા ને કે વીલમાં મારું નામ લખ્યું છે ? લો, આ પચાસ હજારનો ચેક. તમે તો લો નહિ એટલે આ તમારી સંસ્થાને આપવા આવી છું.” આમ તેમણે મજાકની વાતને પણ સાચી ઠરાવી. આ રીતે મારે તેમની સાથે ઘણી વાર રહેવાનું થતું. અમે અન્યોન્ય સરળભાવથી રહેતાં. ક્યારેક ગાડી રાખતાં ત્યારે રોજે દેલવાડા દર્શનપૂજા કરવા લઈ જતી. તેઓ મારી જેમ શ્વેતાંબર મૂર્તિપૂજક સંસ્કારના હતા તેથી તેમને પણ એ બધું ગમતું. સામાયિક અને નવકારની આરાધના અમે સાથે કરતાં. પૂ. દીદી પણ અમારા નિવાસે કોઈ વાર ભોજન માટે પધારતાં. નિરાંતે બેસતાં, સત્સંગ કરતાં. તેઓ બાની બહુ સંભાળ રાખતાં. એથી બા વધુ ખુશ રહેતાં. “સંતોનો સ્નેહ ક્યાંથી. ?” તે વખતે ગંગાબા લગભગ બાણું વર્ષની વય વટાવી ગયા હતા. મારી મંગલયાત્રા ૧૯૯ વિભાગ-૮ Page #217 -------------------------------------------------------------------------- ________________ પાછળથી પગ અટક્યા એટલે જવા-આવવાનું બંધ થયું હતું. ત્યાં તો તેમને એક દિવસ બીમારી આવી. બેભાન થઈ ગયાં. કંઈ સુધારો થાય તેવો ન હતો. બે દિવસ સુધી મને ખબર મળ્યાં ન હતાં. રમાબહેન અપંગ માનવ મંડળમાં મારી સાથે કામ કરતાં હતાં. બે દિવસથી જોયાં નહિ એટલે પૂછતાં ખબર મળ્યાં કે તેમનાં દાદી-સાસુ બીમાર છે. મને એમ કે બે દિવસ પછી જઈશ. સંસ્થામાંથી ઘરે આવવા નીકળી. ત્યાં વળી વિચાર આવ્યો કે ગંગાબાની ખબર લેવા આજે જ જવા દે. અને ગાડી તેમના દીકરાના ઘરે લેવરાવી. જોકે ગંગાબા તો બેભાન હતાં. પણ મને પેલું તેમનું વચન યાદ આવ્યું કે નવકાર સંભળાવવા આવીશને ? મને થયું કે તેમને ભલે ભાન નથી પણ હજી શરીરમાં ચેતના છે. એટલે તેમની પાસે બેસી મેં નવકારમંત્ર શરૂ કર્યા. બરાબર ત્રણ નવકાર પૂરા થયા, ત્યાં તો નર્સે હાથ કર્યો, હું સમજી ગઈ કે તેમનો આત્મા આ પાર્થિવ દેહ ત્યજી પ્રયાણ કરી ગયો છે. મને એટલો સંતોષ થયો કે તેમની ભાવના અને મારું વચન બંને પૂર્ણ થયાં. સંતોના સમાગમમાં કરેલી ભાવનાઓ આ જન્મે આ રીતે સાકાર થાય છે, તે ઉપરાંત તેનો સંસ્કાર સાથે આવી અન્ય જન્મમાં પણ સહાયક નીવડે છે. માટે જેને સુખી થવું હોય તેણે સંત-સમાગમ સેવવો. પૂ. દીદી સાથે બનારસની યાત્રામાં પૂ. આનંદમયી માનો સંપર્કઃ પૂ. દીદી સાથે એક બે વાર બનારસ જવાનું થયું હતું. ત્યાં તેમના પ્રવચનો હતા. તેઓને આરામ પણ કરવો હતો ત્યારે શ્રી કિશનસિંહ ચાવડા સાથે હતા. જો કે મારો નિવાસ તેમનાથી થોડે દૂર એક ઓરડામાં જુદો હતો. પરંતુ દિવસે તેમના સાન્નિધ્યમાં રહેવા જમવાનું ગોઠવાતું. તે સમયે પૂ. આનંદમયી મા ને મળવાનું થયું હતું. સંસારથી અલિપ્તભાવે રહેનાર વ્યક્તિઓમાં પવિત્રતા પમરે છે તેવી અનુભૂતિ પૂ. મા ને મળીને થઈ. તેઓ ખાસ વાતચીત કરતા નહિ. અમે તેમની સામે મૌન બેઠા હતા. તે અમારી સાથે નજર મેળવી “કૃષ્પો' બોલી સસ્મિત વદને પાછા શાંત થતા. પરંતુ તેમની પ્રસન્નતા અને “કૃષ્ણો' શબ્દનો ગુંજારવ મારા પર અજબનો પ્રભાવ પાડતું. તે સમયે મને નીરવ શાંતિનો અનુભવ થયો. પાર્થિવ જગતના ભાવ શમી ગયા તેવું અંતરમાં અનુભવાયું. આમ જીવનમાં કેટલા મહામના આત્માઓનું પવિત્ર ઝરણું વહ્યું છે ! વિભાગ-૮ મારી મંગલયાત્રા ૨OO Page #218 -------------------------------------------------------------------------- ________________ જેનો સ્ત્રોત બળપ્રેરક રહ્યો છે, ઘડતર થતું રહ્યું છે. આસામના “મૈત્રી' આશ્રમમાં શિબિર : આસામની સરહદે શ્રી વિનોબાજીએ મૈત્રી આશ્રમ સ્થાપ્યો હતો. મૂળ આશય એ હતો કે ત્યાં પાકિસ્તાનની સરહદ હતી, તેમાં મૈત્રીભાવ સ્થાપિત થાય. આ આશ્રમ ભારતના ગ્રામીણ જીવનના આદર્શ પર રચાયો હતો. તેના સંચાલક અમૃતકુંવર બહેન ગર્ભશ્રીમંત કુટુંબનો ત્યાગ કરી આજીવન ભેખ લઈ અત્રે સ્થિર થયાં હતાં. લગભગ પચીસ જેવાં બહેનો અત્રે સેવાકાર્ય કરતાં હતાં. તેમની સાદાઈ, શ્રમ અને સેવાભાવથી ઘણું શીખવા મળતું. તેને માટે આપણી આંખ, મન ખુલ્લાં જોઈએ. પૂ. દીદીની નિશ્રામાં અહીં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમનું નામ “મૈત્રી' હતું. આથી વિષય પણ મૈત્રી જેવો જ રાખ્યો હતો. બે વાર પ્રવચન થતાં હતાં. પૂ. દીદી સાથે શ્રી કિસનસિંહ ચાવડા, બનારસથી પ્રેમાબહેન અને હું અમે ચાર આસામ ગયાં હતાં. આ આશ્રમમાં આધુનિક વિજ્ઞાનનો કાંઈ સ્પર્શ ન હતો. આ પ્રદેશમાં દૂધાળાં પશુઓની અલ્પતા છે. વળી આ આશ્રમ તદન સરહદ પર હતો એટલે તાજા દૂધની શક્યતા ન હતી. મોટે ભાગે આશ્રમાર્થીઓ ચા જેવી આદતથી મુક્ત હતાં. છતાં પાવડરની ચાની વ્યવસ્થા થઈ શકતી. વળી હજી અહીં ગેસના ચૂલા જેવી સગવડ ન હતી. લાકડાના ચૂલે રસોઈ કરવાની અને કૂવામાંથી પાણી કાઢવાનું હતું. ત્યાં કેળ પર કેળાં થતાં તે શાક, મસૂરની દાળ અને ચોખા મળતાં. અમે સાથે થોડો ઘઉંનો લોટ લઈ ગયા હતા. અમારી સાથે બનારસથી પ્રેમાબહેન જોડાયાં હતાં. તેઓ પૂ. દીદીનાં પ્રવચન અક્ષરસઃ લખી આપતાં. જેનું પછી પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. મેં રસોઈનું કામ લીધું હતું. કોઈ બહેનો લાકડાનો ચૂલો સળગાવી આપતાં. તો પણ લીલા લાકડાં એટલે આંખમાંથી પાણી (રડાવે) નીકળે. કોઈ વાર પૂ. દીદી વહેલાં આવી જાય તો કહે : ““અરે ક્યોં રડતી હૈ, ઘર યાદ આતા હૈ ન !'' આમ હસે-હસાવે. વળી કોઈ બહેન મદદ કરે... એમ આનંદપૂર્વક રસોઈ થતી. વળી કૂવેથી નહાવા, કપડાં ધોવાનું પાણી કાઢવાનું, ગરગડી હોય પણ દોરડું ખેંચવું પડે, એટલે શરીરમાં લોહી છે તેની ખબર પડે, હાથ લાલ લાલ થઈ આવે ને! મારી મંગલયાત્રા ૨૦૧ વિભાગ-૮ Page #219 -------------------------------------------------------------------------- ________________ મસૂરદાળ, ભાત, રોટલી કે પરોઠા, કેળાંનું શાક તેઓનો રસમ પણ હોય. આ બધું ખૂબ સાત્ત્વિક હતું, તેવું સ્વાશ્રયી હતું. આપણા આશ્રમોની જેમ નોકરની પ્રથા જ નથી. આશ્રમાર્થીઓ લગભગ સાધુ જેવું સાદું જીવન ગાળતા. તેમનું જીવન જોઈને સહેજે જ શીખવા મળતું. અહીં અમે પંદર દિવસ રહ્યાં. એકંદરે પ્રસન્નતાપૂર્વક તે દિવસો પસાર થયા. અન્યત્ર બેત્રણ સ્થળોએ જવાનું થયું હતું. અમે આસામથી નીકળ્યાં. પ્રેમાબહેન બનારસની ટ્રેઈન બદલવા વચમાં ઊતરવાનાં હતાં. પૂ. દીદી અને કિસનસિંહભાઈ એક કૂપમાં હતાં. અમે બંને બીજા કંપાર્ટમેન્ટમાં હતાં. પ્રેમાબહેન રાત્રે ઊતરી ગયાં. પછી હું બારણું બંધ કરી બેઠી હતી, કોઈએ બારણું ખખડાવ્યું. મને જરા ભય લાગ્યો પણ મેં બારણું ખોલ્યું જ નહિ. પછી તો સવાર સુધી બેસી રહી. અજાણ્યો પ્રદેશ અને એકલી હતી. પરંતુ ગુરુકૃપાએ કંઈ વાંધો ન આવ્યો. નિર્ભયતાનો ગુણ કેળવાતો ગયો. પૂ. દીદીના શિક્ષણમાં મૈત્રી, નિર્ભયતા જેવા ગુણોનો બોધ વિશેષ પ્રકારે રહેતો. તેવા પ્રયોગ પણ કરાવતા. શ્રી બદ્રીનાથજી તથા શ્રી કેદારનાથજીની યાત્રા : લગભગ ૧૯૭૦માં પૂ. દીદીએ ચાર ધામની યાત્રા નક્કી કરી હતી. તેઓની સાથે કલ્યાણભાઈ, ભાભી, પ્રભાબહેન અને હું જોડાવાનાં હતાં. પરંતુ અમારે ત્રણેને સર્જરી થયેલી એટલે પૂ. દીદી વહેલાં નીકળ્યાં. ગંગોત્રી-જમનોત્રી જઈ આવ્યાં. ત્યાર પછી બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા માટે અમને તેમનો આદેશ મળ્યો. કલ્યાણભાઈ, સુશીલાભાભી, પ્રભાબહેન અને હું. અમારે ચાર મિત્રોએ અમદાવાદથી અમારી ગાડી લઈને તેમને હરદ્વાર મળવું એમ નક્કી થયું. લગભગ મે માસમાં અમે ગાડીમાં નીકળ્યાં. ત્રણ દિવસે તેઓને હરદ્વાર અમે મળ્યાં. પૂ. દીદી પગપાળાં ભૂદાનયાત્રામાં ઘણાં સ્થળોએ ગયેલાં. એટલે ખૂબ પરિચિત હતાં. દરેક સ્થળે અમને એમના કારણે સારી સગવડ મળતી. વળી અમે ખાવાનું ઘણું ખરું જાતે બનાવતાં. એટલે અમારી પાસે સામાન ઘણો હોય. જ્યાં ઊતરીએ ત્યાં કલ્યાણભાઈ બહારનું કામ સંભાળે. પ્રભાબહેન પૂ. દીદીનું કામ સંભાળે. હું અને ભાભી પ્રાયમસ પર રસોઈનું કામ સંભાળીએ. આમ અમારી સત્સંગયાત્રા ખૂબ જ સ્વાશ્રયી અને સાત્ત્વિકતાપૂર્ણ હતી, વિભાગ-૮ ૨૦૨ મારી મંગલયાત્રા Page #220 -------------------------------------------------------------------------- ________________ વિરામસ્થાનોએ વિશ્રામ કરતાં. સત્સંગ કરતાં આનંદથી પ્રવાસમાં આગળ વધતાં હતાં. પહાડના પેટમાં ગાડી ચાલે. પૂરા રસ્તા એકમાર્ગી ટ્રાફિકવાળા હોય. સવારે બસો તથા બધાં જ વાહનો ઊપડે. બપોરે બધાં વાહનો પાછો ઊતરે એવી વ્યવસ્થા હતી. એટલે એકાંત છતાં વાહનોનો મોટો કાફલો સાથે જ હોય. એક જ વાહન જઈ શકે. વાહનનું ઉલ્લંઘન તો થાય જ નહિ. એક બાજુ ઊંચા પહાડ, તેની બીજી બાજુ મોટી ખીણ. જેમાં નદીનું જબરજસ્ત વહેણ વહેતું હોય. એકસરખું જોતાં ચક્કર જ આવે. હરદ્વારથી બદ્રીનાથ અમે અમારી ગાડીમાં જવા નીકળ્યા. આમ તો સાંજે પહોંચી જવાનું હતું. પરંતુ માર્ગમાં કોઈ જગ્યાએ શીલા ધસી જવાથી માર્ગ બંધ થયો હતો. હિમાલય પ્રદેશમાં પાકિસ્તાનની સરહદ નજીકમાં એટલે મિલિટરી અને વાહનવ્યવહારની સુવિધાવાળા માર્ગો હતા. અને તેથી માર્ગમાં મિલિટરી દ્વારા તરત જ સુધારો થઈ જતો, છતાં એક રાત તો અમારે ક્યાંક ગાળવાની હતી. માર્ગ બંધ થવાથી બધા જ સો જેવાં વાહનો. જે ગામમાં સો જેવાં માણસોને સૂવાની સગવડ મળે ત્યાં હજાર માણસ રોકાઈ ગયું. સાંજ પડી, ઠંડી વધી. લોકો જ્યાં જગા મળી ત્યાં ગોઠવાયા. ઠંડી ઘણી હતી. ગરીબ, શ્રીમંત ભેદ ટળી ગયા હોય તેવું લાગ્યું. અમને એક જગાએ એક ઓશરી મળી ગઈ. ત્યાં અમે અમારા બિસ્તરા પાથરીને રાત ગાળી. પૂ. દીદીમાં મુશ્કેલીમાં પણ હિંમત અને ધીરજથી જે મળે તે વ્યવસ્થા સ્વીકારવાનું સત્ત્વ હોવાથી અમને ખાસ તકલીફ જેવું લાગ્યું નહિ. સવારે ઊઠ્યાં, નજીકમાં કંઈ કુદરતી કાર્યની સગવડ મળી. તૈયાર થયાં. આમ તો એકાદ કલાકનો જ માર્ગ બાકી હતો. માર્ગનું સમારકામ થતાં અમે વળી ઊપડ્યાં. સાંજ પહેલાં બદ્રીનાથ પહોંચ્યાં. અમારા ઉતારાની વ્યવસ્થા “હાશ' થાય તેવી હતી. એક મોટો ઓરડો, સૂવાના-ઓઢવાનાં સાધનો હતાં. જો કે ઠંડીનું પ્રમાણ ખરું છતાં અમને સગવડ સારી મળી હતી. સામાન્ય રીતે આ સ્થળે લોકો બે-ત્રણ દિવસ રહે. અમે નવ દિવસ રહેવાનાં હતાં. પવિત્ર સ્થળની સ્પર્શના લાંબો વખત રહેવાથી જ લાભદાયી થાય. સાધનસામગ્રી પ્રમાણે રસોઈ વિગેરે કરતાં. ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી લેતાં. અમારો સમય જ્ઞાન-ધ્યાનની આરાધનામાં જતો. પૂ. દીદી હિમાલયમાં વધુ મૌન રાખતાં મારી મંગલયાત્રા ૨૦૩ વિભાગ-૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ છતાં ખૂબ પ્રસન્નતાનો અનુભવ થતો. પૂરા નવ દિવસ બદ્રીનાથજી રહ્યાં પછી અમે કેદારનાથ જવા નીકળ્યાં. આ સ્થળ લગભગ ૧૩૦૦૦ ફીટ ઊંચાઈએ છે. ૨૨ માઈલ જેવું ચઢાણ છે. અહીં વાહનવ્યવહાર નથી. પહાડના પેટમાં પગપાળા માર્ગ કરેલો છે. પૂ. દીદીએ પૂરી યાત્રા પગપાળા કરી. કલ્યાણભાઈ લગભગ પગપાળા ચઢ્યા. અમે ત્રણ ડોળીમાં હતાં. અર્ધા પહાડ ચડ્યા પછી તો પહાડમાંથી હાથે જ બરફ લઈ શકાય તેમ જાણે (બરફના પહાડ) હિમગિરિના સાક્ષાત નજીકથી દર્શન થતાં હતાં. થોડું ચાલીએ... વળી વચમાં વિરામસ્થાનોમાં રોકાઈએ. જરૂરી સામાન સાથે માણસોનો કાફલો પણ હતો. ગાડી અને વધારાનો સામાન નીચેના ગામે મૂકી દીધાં હતાં. શ્રી કેદારનાથ પહોંચ્યાં ત્યારે સાંજ ઢળવા આવી હતી. ઠંડી તો ધ્રુજાવે તેવી હતી. ઘણાં તો સાંજે દર્શન કરી પાછાં ફરી વચ્ચેના વિરામસ્થાનમાં જતાં રહેતાં. અમે તો ત્રણ દિવસ રહેવાનાં હતાં. અહીં નાની નાની ચોખ્ખી બ્રાહ્મણો સંચાલિત વીશીઓ હતી. ગરમ પરોઠા અને આલુનું શાક મળતાં. અમે એવી એક વીશીમાં જમ્યાં. પૂ. દીદીને કારણે ઉતારાના બે ઓરડા અમને મળ્યા હતા. ગરમી માટે સગડી-નાની ભઠ્ઠી જેવું પણ હતું. રાત્રે સગડી પાસે બેસીને સત્સંગ કર્યો. વળી ગરમ પાણીની કોથળીઓ ભરી પથારીમાં પડ્યા. - આ જીવને બે મણની તળાઈ મળે, બે ઓઢવાનાં ગાદલાં મળે. ગરમ કપડાં હોય પણ નિદ્રાદેવી લાડકાં; જલ્દી માને નહિ. સૌની પ્રથમ નિદ્રા પૂરી થાય ત્યારે થોડી નવરાશ લઈ નિદ્રા આવે. વળી આ ક્ષેત્રોમાં તો ચાર વાગ્યા પછી તરત જ સવાર શરૂ થાય.એટલે સારું લાગે પણ ઠંડીને કારણે પથારી છોડવી ન ગમે. અમે કંઈ હિલ-સ્ટેશન સમજીને ગયાં ન હતાં. એટલે સમયસર ધ્યાન વિગેરે ક્રમ શરૂ થાય. લગભગ ત્રીજે દિવસે સારો તડકો હતો. કપડાં જરૂરી જ લાવ્યાં હતાં. એટલે મને એમ કે એક ચણિયો ધોઈ લઉં. પાણી તો ગજબનું ઠંડું. પાણીમાં કપડાં બોળીને પછી તારવવા માટે હાથ કામ ન કરે. તે એવા ઠરી ગયા કે આંગળાં તો વાદળી થઈ ગયાં. માંડ માંડ કપડાં તારવીને તડકે નાખી, સ્વયં તડકે જ બેસી રહી. આંગળાંમાં કંઈ કૌવત આવ્યું ત્યારે બીજું કામ થઈ શકયું. તોપણ એકંદરે ત્રણ દિવસ અમારે માટે આરાધનાના હતા. એટલે આનંદ આવ્યો. વિભાગ-૮ ૨૦૪ મારી મંગલયાત્રા Page #222 -------------------------------------------------------------------------- ________________ જૈનોનાં પર્વતીય તીર્થસ્થાનોથી આ તીર્થો ઊંચાઈએ છે. તેથી યાત્રામાં માનીએ તો ઠંડી વિગેરે કષ્ટ ખરું. સગવડ ઓછી છતાં પણ દર વર્ષે હજારો આબાલ-વૃદ્ધ યાત્રિકો પગપાળાં મસ્તીથી યાત્રા કરતાં હોય છે. ભારતની અધ્યાત્મભૂમિમાંથી આવું બળ મળતું હોય છે. જેમાં સગવડ ગૌણ હોય છે. યદ્યપિ હવે તો ઘણી સગવડો મળતી જાય છે. તો પણ વિશેષતા તીર્થદર્શનની હોય છે. વૃદ્ધો “જય ભોળાનાથ'ના ધ્વનિ સાથે યુવાનોની જેમ પહાડ ચઢતા દેખાતા. ૧૯૬૭માં પૂ. દીદીનો સમાગમ થયા પછી તીર્થયાત્રાઓ સિવાય ૧૯૭૦ થી ૧૯૮૦ સુધી લગભગ પૂ. દીદી આબુ હોય ત્યારે વર્ષમાં બેત્રણ માસ તેમના સમાગમનો લાભ મળતો. ક્યારેક સાથે રહેવાનું હોય, ક્યારેક જુદું મકાન લેવાનું હોય. જ્યાં લગભગ એકાંત અને મૌન સાધના થાય માટે દરેકે પોતાનો નિવાસ અલગ લેવાનો હોય. વર્ષમાં એક વાર આબુમાં શિબિર થતી, ત્યારે ધ્યાન-મૌનની વિશેષતા રહેતી. ત્યારે આત્મદષ્ટિને પોષણ મળે તે રીતે પ્રવચનો થતાં. તેઓની સાથેની પાંચ સત્સંગયાત્રાની પુસ્તિકા લખાઈ હતી તે “પંચધારા' સાધના સમયના અનુભવો : પૂ. દીદી સાધકોની સાધના પ્રત્યે સદાય સજાગ રહેતાં. શિબિરોમાં વિશેષ મૌન-ધ્યાનના પ્રયોગ થતા. તેમનું સાન્નિધ્ય આંતરિક બળપ્રેરક બનતું. એક વાર ધ્યાન શિબિરમાં બહેનોની અને ભાઈઓની હાર વચ્ચે થોડી જગાએ બેઠક હતી. સભા પૂર્ણ થઈ પછી એક ભાઈ મારી પાસે આવ્યા. તેમણે કહ્યું કે તમે તો ઘણું પ્રાપ્ત કરી લીધું છે. હું કંઈ સમજી નહિ પુનઃ કહે : તમારી બાજુમાં મારી બેઠક હતી મને સ્પંદનો મળતા હતા. મેં કંઈ જવાબ ન આપ્યો. પૂ. દીદીને મેં આ વાત કહી. તેઓ કહે “ચિત્તની સ્થિરતા અને શુદ્ધિથી કોઈ વાર સ્પંદન પ્રગટ થાય. તમારે તેને માહાન્ય આપવું નહિ અને વાત પ્રગટ ન કરવી. હવે ધ્યાનમાં શાલ ઓઢીને બેસવું. જો વાત વહેતી થાય તો તમારી શક્તિ ત્યાં જ અટકી જશે.” જોકે અન્યોન્ય આવી વાતો કરવાની મના હતી તેવું શિસ્ત પળાતું. એક વાર અમે બેઠાં હતાં, મેં કહ્યું : દીદી, કોઈ ઘંટનો સુંદર રણકાર ગુંજે છે. આટલામાં મંદિર તો નથી ? મારી મંગલયાત્રા વિભાગ-૮ ૨૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ તેરે કાનો મેં યે રણકાર બજતા હૈ, શાંતિ સે શ્રવણ કરના !'' એક વાર હું તેમને પુસ્તક વાંચી સંભળાવતી હતી. મારી આંખો પુનઃ પુનઃ તેજથી ભરાઈ જાય. મેં તેઓને કહ્યું કે મારી આંખમાં કંઈ થયું છે. તેજ છૂટ્યા કરે છે. “તમે આંખો બંધ કરી શાંતિથી જોયા કરો, તેનો કોઈ વિકલ્પ ના કરશો. ધ્યાનમાર્ગમાં આંતરિક શુદ્ધિ સાથે આવા અનુભવ થાય તે જોયા કરવા. તેને માહાભ્ય ન આપવું કે ઘટસ્ફોટ ન કરવો. તેમ કરવાથી શક્તિ વીખરાઈ જશે.” આજ સુધી આ વાતો અમારા મિત્રોમાં કોઈ જાણતું નથી. અહીં પ્રસંગોપાત્ત રજૂ કરી છે. કોઈ વાર નિરામય અંતરના ભાવોનું તાદશ્ય ચિત્ર ઊપસતું. ત્યારે આનંદ આવતો, પ્રસન્નતા રહેતી. છતાં તેમનો બોધ હતો કે તે તો મનની સપાટી ઉપરનું છે. આગળ વધો... આત્મિકબળ વૃદ્ધિ પામશે. વળી મનના તરંગોની ચઢ-ઉતર થતી. કોઈ વાર બળ મંદ પડતું ત્યારે કષાયભાવ, શારીરિક વિકારો ઊઠતા. પરંતુ પેલા સંસ્કારનું બળ પકડી લેતાં તે બધું શમી જતું. પૂ. દીદીના સમાગમનો બારથી તેર જેટલાં વર્ષો લાભ મળ્યો. તેને માટે ઋણી છું. આજે પણ તેમના પ્રત્યે અહોભાવ છે. વાસ્તવમાં જેનું સાન્નિધ્ય મળ્યું તે સમયે મારી ભૂમિકા પ્રમાણે ત્યારે જે પૂર્તિ થતી તેનો મને લાભ થયો છે. વળી કોઈ ગૂઢતા મને આગળ મોકલી દે છે. એક વાર પૂ. દીદી ત્રણ દિવસ માટે બહારગામ જવાનાં હતાં. મને કહે તમે શિવકુટિમાં રહેજો, આરાધના કરજો. તેઓ વિદાય થયાં, મારે એકલાં રહેવાનું હતું. ક્યારેક ભૂતપ્રેતની વાતો થતી. છતાં તેમના આદેશમાં બળ હતું, પ્રારંભમાં થોડો ડર રહ્યો. પણ પછી નિશ્ચિત થઈને રહી. મારે કોઈ લોકસંપ્રર્ક કરવાનો ન હોતો. મેં ત્રણ દિવસ મારો આરાધનાનો ક્રમ ગોઠવ્યો. સવારે ૫ વાગ્યાથી રાત્રે દસ સુધી શું શું કરવું. બે વાર ફરવા જવું. સાંજે કોઈ એકાંત સ્થળે બેસવું. ચિંતન કરવું, ત્રીજે દિવસે મનમાં ભાવ આવ્યા, કંઈક લખીને દીદીને આપું. અને મેં મારો ત્રણ દિવસનો પૂરો ક્રમ અને અંતર ભાવ કાગળ પર ચીતર્યા. મેં પાંચ વાગ્યાથી રાત સુધી શું શું કર્યું ? બધું સારું જ લખ્યું હતું. વિભાગ-૮ ૨૦૬ મારી મંગલયાત્રા Page #224 -------------------------------------------------------------------------- ________________ ત્રણ દિવસ પછી દીદી આવ્યાં. સાંજે મેં પેલો લાંબો કાગળ આપ્યો. તેમણે તેના પર નજર ફેરવી, કાગળ બાજુ પર મૂક્યો. હું તેમના સામું જોઈ રહી હતી. કહે “બધું બહારનું છે; અંતરમાં શું શુદ્ધિ થઈ ! આત્માને જાણ્યો ! સમજાયો ? ત્રણ દિવસનું એકાંત અંતર્મુખ થવા માટે હતું. તમે ત્રણ દિવસ નિર્ભયપણે, પ્રસન્નતાથી ગાળ્યા તે તો લાભ છે. પરંતુ હજી અંતરના ઊંડાણમાં ઊતરવાની જરૂર છે. પ્રયાસ કરજો. તમે પંડિતજી પાસે શિક્ષણ પામેલા છો, એટલે કઠણ નહિ પડે. થોડા પ્રયાસની જરૂર છે. જે તમારે જોઈએ છે તે મળી રહેશે.' પૂ. દીદીનું સાન્નિધ્ય પણ છોડવાનું થયું ? પૂ. દીદીની નિશ્રામાં સાધનાનો ક્રમ જળવાતો હતો. શ્રી કલ્યાણભાઈ વિગેરેનો સાથ મળતો હતો. પરંતુ લગભગ ૧૯૭૮/૭૯ સાલમાં કટોકટી જાહેર થતાં તેઓને ફુરણા થઈ કે શ્રીકૃષ્ણને સમયોચિત રણમેદાનમાં ઊતરવું પડ્યું હતું ને ! તો દેશની આવી અવદશામાં મારે કંઈ પ્રદાન કરવું જોઈએ. યદ્યપિ તેઓ શ્રી વિનોબાજી તથા સર્વોદયના મુખ્ય કાર્યકરોના સંપર્કમાં હતા. એક આપદ્ધર્મ તરીકે તેમણે કટોકટીની પદ્ધતિ સામે દેશના હિતની કેટલીક પ્રવૃત્તિ હાથ ધરી. તેની સાથે તેમને અનુસરતા, સમર્પિત થયેલા ચાહકોએ તેમની સાથે રહેવાનું નક્કી કર્યું. આથી આ પ્રશ્ન મારી સમક્ષ આવ્યો. મારામાં વીતરાગમાર્ગનો સંસ્કાર હતો, વળી હું સ્વયં સામાજિક કાર્યને સમેટી અધ્યાત્મજીવન ઈચ્છતી હતી. તેથી તેઓની દષ્ટિએ એ આપધર્મ હોય તો પણ મને તેમાં રાજકારણ જેવું લાગતું. ભૂગર્ભ પ્રવૃત્તિમાં ભાગ લેવો વિગેરે મને રુચ્યું નહિ. વળી મેં એવું સમર્પણ કર્યું ન હતું. આથી થોડા દિવસ વિચાર કરી મેં પૂ. દીદીને એક પત્ર લખી, આ ક્ષેત્રે મારી નબળાઈ, અને અધ્યાત્મની રુચિ, જણાવી મુક્તિ માંગી. આમ મેં તેઓ પ્રત્યે અંતરમાં આદર રાખી, ક્ષમા યાચી લગભગ ૧૯૭૯માં ક્ષેત્રીય નિવૃત્તિ લીધી. આંતરિક સભાવના સાથે હતી. ત્યાર પછી ક્વચિત્ જો દર્શનનો લાભ મળે તો જતી. તે સિવાય તેમના પ્રત્યેથી મળેલા લાભ અને માર્ગદર્શન માટે આજે પણ અહોભાવ છે. તેમનું મારા પ્રત્યે વાત્સલ્ય વહેતું રહ્યું છે. મારી મંગલયાત્રા ૨૦૭ વિભાગ-૮ * Page #225 -------------------------------------------------------------------------- ________________ તે સમયે મારી ભૂમિકા પ્રમાણે મને તેમના સમાગમમાં અંતરંગ જીવનમાં શાંતિનો, જાગૃતિનો, નિર્ભયતા જેવા ગુણવિકાસનો લાભ મળ્યો તે માટે ઋણી છું. તેઓ પણ મિત્રો મળે ત્યારે મારી સંભાળ પૂછે છે. તેઓનો સંપર્ક છૂટ્યા પછી તે ક્ષેત્રે શ્રી કલ્યાણભાઈ વિગેરે સત્સંગી મિત્રોનો સંપર્ક પણ અતિ અલ્પ થઈ ગયો. મિત્રો ! જ્ઞાનીઓ કહે છે કે જે કંઈ થાય છે તે ઠીક માનવું, સ્વીકારવું. મારા માટે લગભગ આવું બન્યું છે. આગળના વિકાસ માટે મને કોઈ ગૂઢ રહસ્ય ધક્કો મારી આગળ ધપાવે છે. પૂ. દીદીનો સંપર્ક મૂક્યા પછી આ જીવને કંઈક ઊણપ તો લાગી, કે હવે આગળ કોનો સાથ લઈ આ ગૂઢ માર્ગનું જોડાણ કરવું ? પછી શું બન્યું તે હવે જોઈશું. પૂ. દીદીની હિતશિક્ષા : “પ્રતિકૂળ જેવા વિષય પ્રસંગે પ્રસન્ન રહેવાની મૂડીને આત્મસાત્ કરવાનું સાહસ વિરલ જીવો કરી શકે ખરા. તેમને સંસારના ઠંદ્રનો વાસ્તવિક ખ્યાલ હોય છે. ધાર્યું કંઈ પણ થાય કે ન થાય, અણધાર્યું ઘણું બની જાય છે. આવો સંસાર છે, તેનો બોધ પ્રાપ્ત થયો હોય તો વિષમતાઓ પચાવી શકાય છે. જન્મ સાથે નિશ્ચિત થયેલા પ્રારબ્ધને ફેરવવાનું નથી. પ્રતિક્રિયા કરવાની નથી. કેવળ સાક્ષી બનવું તે પરમજ્ઞાનીઓનો માર્ગ છે. તે માર્ગે ચાલવાનું છે.” એક પ્રસંગનું સ્મરણ જેનું વિરલ વ્યક્તિત્વ હતું તે પૂ. ગંગેશ્વરાનંદજીનો આબૂમાં નિવાસ હતો. ત્રણ વર્ષની વયે ચક્ષુનું તેજ હરાઈ ગયું. પૂ. પંડિતજીની જેમ તેઓ બનારસ અભ્યાસ કરવા ગયા. વેદાંતના પ્રકાંડ પંડિત તરીકે તેમની પ્રતિભા હતી. પૂરા છ ફૂટની કાયા, ૯૫ જેવા વર્ષે પણ નખી તળાવનો એકાદ ફેરો કરે. પ્રસન્નમુદ્રા, વાત્સલ્યપૂર્ણ મધુર વાણી. જયારે જાવ ત્યારે શાંત ચિત્તે અંતરમાં સ્થિર થઈને બેઠેલા જોવા મળે, ત્યારે તેમનામાં યોગાત્વના દર્શન થાય. કોઈવાર પૂ.દીદી તેમની પાસે તેમની સુખાકારીની પૃચ્છા માટે મોકલે. તેમની સામે જઈને અંતરમાં આદરભાવ સહેજે આવે. હું સુનંદા છું, વંદન કરું છું, વિમલાજીએ આપને વંદન કહ્યા છે, સુખાકારી પૂછી છે. તરતજ સસ્મિત જવાબ આપે. વિમલાજી કો નમસ્કાર કહના, મેં ઠીક હું, વિમલાજી ઠીક હૈ ? તુ ભાગ્યશાલી હૈ, વિમલાજી કે પાસ રહતી હૈ. આજે પણ તેઓની આ મુદ્રા સ્મૃતિપટ પર અંકિત છે. વિભાગ-૮ ૨૦૮ મારી મંગલયાત્રા Page #226 -------------------------------------------------------------------------- ________________ T - e - ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે. ક્ષીરનીર પેઠે તુમશું મળશું, વાચકાશ કહે હેજે હળશું. - ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જીવનયાત્રા, સત્સંગયાત્રા, મંગળયાત્રા ફર્યા - હવે અંતિમલક્ષ્ય ઠર્યા Page #227 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય પછીની તેના અંગરૂપે અનુપ્રેક્ષા Page #228 -------------------------------------------------------------------------- ________________ 步步步步步步步步步步步步步步步步步步 ક શ્રેષ્ઠ સાધકોનો સમાગમ 555555 步步步街5555555555555 છે. શ્રીમદ્ રાજચંદ્રની પાવન ભૂમિની સ્પર્શના * શ્રી રાજચંદ્ર વિષે અંતરભાવ : શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનું ભાવાત્મક અવતરણ-અભ્યાસ * કલ્યાણમિત્ર જ્યોતિબેહન પ્રત્યેનો અહોભાવ * પ્રજ્ઞા ચક્ષુ શ્રી મોટાભાઈનું મળેલું યોગદાન (ખંભાત) ક સ્વાધ્યાય વરસીતપ * અંતરંગ અનુભવની આછી ઝલક * પૂ. દાદાશ્રી સુજાનમલ જૈનનો સમાગમ * પૂ. શ્રી પનાભાઈ ગાંધી પાસે દ્રવ્યાનુયોગનો અભ્યાસ * ઈડરમાં શ્રેષ્ઠ સાધક શ્રી ગોકુળભાઈનો સમાગમ * એકાંતવાસી સાધક શ્રી યોગેશભાઈની સાથે ધર્મવાર્તા * ઈડરની અનોખી ભેટ (હર્ષાબહેન દીક્ષિત થયા) * આદરણિય પૂ. શ્રી આત્માનંદજીની નિશ્રામાં સ્વ-પર શ્રેયરૂપ સાધના કષાયની ઉપશાંતલા, માનીમોલ અભિલાષ, ૨. " ભલેખે અંતર દયા, તે કહીએ જિશાસ. તે જિજ્ઞાસુ જીવન થાય સદ્ગુરૂ બોધ તો પામે સમકિતને વર્તે અંતે શોધે છે - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #229 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન સ્વામી જે વર્ધમાન સ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા | હતા, અવ્યવસાયી જેવા હતા, નિઃસ્પૃહ હતા, અને સહજભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને નીરસ ગણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારની સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યું કાર્યો પ્રવર્તન પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રૂચિ વિલય કરવા યોગ્ય છે. એમ ન કરવામાં આવે તો ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા તે ઈચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેની જિજ્ઞાસા ઘટતી નથી, કારણ કે બેય જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય એમ ત્રિકાળમાં બનવા યોગ્ય નથી. - શ્રીમદ્ રાજચંદ્રજી Page #230 -------------------------------------------------------------------------- ________________ | શ્રીમદ્ રાજચંદ્રની પાવન ભૂમિની સ્પર્શના સામાજિક કાર્યથી નિવૃત્ત થવાની ભાવના સાથે, પૂ. દીદીના સમાગમમાં હતી. પરંતુ ત્યાં સકારણ મુક્ત થઈ. મારો અભિગમ ધ્યાન, મૌન, શાસ્ત્રવાંચનની મુખ્યતાવાળો હતો. અમારા સત્સંગી મિત્રો, વસુબહેન તથા રમણભાઈ, જ્યોતિબહેન ઈડર રહેતા હતા. પૂ. બાપુજી શ્રીમદ્ રાજચંદ્રની શ્રદ્ધામાં હતા. અને પૂ. દીદી પાસે આવતા કેટલાક સાધકો પણ એ મતમાં હતા. તેથી તે સૌની સાથે ક્યારેક ઈડર, વડવા જેવા સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં જવાનું થતું હતું. વાચકને થશે તમારા કુટુંબની પરંપરામાં તો ધર્મની પ્રણાલી હતી. એ વાત સાચી પણ પ્રથમ જ જણાવ્યું તેમ તેઓના ગયા પછી એ બધા સંયોગો જ પલટાઈ ગયા. અમદાવાદ આવી, ઘર-દહેરાસર પરત પધરાવી દીધું. ભગવાન જ ઘરમાંથી વિદાય કર્યા, આથી સાધુ-સંતોનો સંપર્ક પણ છૂટી ગયો. અને તે પદ્ધતિનો સંપર્ક પણ છૂટી ગયો. વળી હું સામાજિક સેવા કરતી, ત્યારે જૈન સમાજમાં જવલ્લે જ એવાં ક્ષેત્રોમાં કોઈ બહેનો જોડાતી. આમ ઘણી રીતે જે પરંપરાગત સંયોગો હતા તેનાથી હું દૂર હતી. તેમાં મને આ સત્સંગી મિત્રો સાથે ખૂબ આત્મીયતા થઈ. અને મેં ઈડર, વડવા ક્ષેત્રે મારી નિવૃત્તપ્રધાન સાધનાને વેગ આપ્યો. વળી ૧૯૭૫થી લગભગ પૂ. દીદી આબુ ન હોય ત્યારે ઈડરમાં નિવૃત્તિ અને મૌન માટે જતી હતી, તેથી તે સ્થળ મને પરિચિત હતું. તે દિવસોમાં નિવાસે હતી. મનમાં સાધનામાર્ગે વિકાસની ઝંખના હતી. થોડો અજંપો હતો. એક વાર સવારે લગભગ ચાર વાગે ઊઠી, રોજની સામાયિક સાધનાની જગાએ આસન પર બેઠી. મારી આંખો બંધ હતી, ત્યાં મને એકાએક ઓરડામાં પ્રથમ કંઈક પ્રકાશ દેખાયો. પછી એક તેજસ્વી હસ્તમાં ભગવાનના ચિત્રપટના સ્પષ્ટપણે દર્શન થયા, અને ભણકાર થયો કે આ તારો આધાર છે. ભક્તિ કરો, આગળનો માર્ગ મળી રહેશે. આ ચમત્કાર નથી, સહજ સંકેત છે. સંભવ છે કે શાસનદેવીની સહાય હોય. જે ચિત્રપટ મને વર્ષો પહેલાં ભરતભાઈએ આપ્યું હતું. થોડી વાર પ્રસન્ન ચિત્તે જોતી રહી, પછી તે ચિત્રપટ અદશ્ય થયું પણ મારા મન પર બરાબર અંકિત થયું હતું. મુંબઈથી અમદાવાદ સ્થળાંતરમાં તે ચિત્રપટ ગુમાઈ ગયું હતું. આથી પુનઃ તે મેળવવા હું સવારે ભરતભાઈને મારી મંગલયાત્રા વિભાગ-૯ ૨૧૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ ત્યાં ગઈ. મેં કહ્યું : “તમે ઘણાં વર્ષો પહેલાં ભગવાનનું ચિત્રપટ આપ્યું હતું. તે હવે મારી પાસે નથી, અને બીજું આપો.” તેમણે કહ્યું : ““હાલ મારી પાસે નહિ હોય.” મેં કહ્યું : ““ઉપર ચાલો તમે. તમારા કબાટમાં જ્યાં આવી વસ્તુઓ રાખો છો ત્યાં હશે.” અમે ઉપર ગયા. કબાટ ખોલ્યું. તેમાંથી એ ચિત્રપટ મળ્યું. મેં મસ્તકે લગાડી આનંદથી ગ્રહણ કર્યું. જાણે સાક્ષાત આધાર મળ્યો તેમ નિશ્ચિત થઈ. ઘરે લાવી તેનું યોગ્ય જગ્યાએ સ્થાપન કર્યું, જેનાં દર્શન આજ સુધી થાય છે. એટલે એમ લાગે છે કે ગ્રંથ, ગુરુ કે ભગવાન કોઈને પણ સેવ્યા હોય, ઘૂંટ્યા હોય તેનો યોગ મળી રહે છે. - વર્તમાનકાળે ભારતની ભૂમિ પર અનેકવિધ ધર્મમતી પ્રવર્તે છે. જીવ પોતાની બુદ્ધિ વડે જવલ્લે જ સતુધર્મને પામે છે, અથવા તેનો નિર્ણય કરી શકે છે, આથી મોટાભાગે પરંપરાએ સંપ્રદાયનો જેવો યોગ હોય તે મતના ગુરુજનોની પ્રણાલીમાં જીવો ધર્મ કરે છે. તેમાં વિરલ જીવો સધર્મને પામી સતુ પુરુષાર્થ કરી શકે છે. કોઈ વાર સંપ્રદાયમાં જ્ઞાનીજનોનો યોગ થતાં જીવને સાધનાનું બળ મળી રહે છે. સંસાર ત્યજીને નીકળેલા ત્યાગીજનોને પણ યથાયોગ્ય જ્ઞાની ગુરુજનોની નિશ્રા ન મળે તો આત્મવિકાસ અટકે છે. વળી જે જીવો અધ્યાત્મમાં ઊંડા ગયા તેવા આનંદઘનજી જેવા યોગીઓ સમુદાયની પ્રણાલીમાં ટકી ન શક્યા. અને એકાંત વન-ઉપવનમાં ગુપ્ત થઈ ગયા. પણ તે તો જયારે જીવ સ્વભાવાલંબનમાં ટકી શકે તેવા ઉચ્ચ કોટિના સાધકોની દશા છે. તે સિવાય ગુરુગમે માર્ગે ચઢાય છે. વિકલ્પ વિષયોત્તીર્ણ સ્વભાવલંબન સદા જ્ઞાનસ્ય પરિપાકો યઃ સ શર્મા પરિકિર્તતઃ - શ્રી જ્ઞાનસાર જેમના વિકલ્પો શમ્યા છે તેઓ તો સ્વભાવનું જ આલંબન લે છે. આથી તેમનું જ્ઞાન પરિપક્વ થાય છે. તે જ્ઞાનનું ફળ સમતા છે. એટલે સ્વભાવમાં સમાઈ જવું. પરંતુ તેવી દશા ન થાય ત્યાં સુધી યોગીજનોનું અવલંબન જરૂરી છે. વિભાગ ૨૧૨ મારી મંગલયાત્રા Page #232 -------------------------------------------------------------------------- ________________ ઈડર-શ્રીમદ્ રાજચંદ્ર વિહારભવન (ઘંટિયો પહાડ) : કૌટુમ્બિક સંબંધથી પરિચિત શ્રી રમણભાઈ તથા વસુબહેન સાથે ઈડર જવાનું થતું. મુંબઈ છોડ્યા પછી અમદાવાદ સ્થિર થઈ. એટલે તેઓનો સાથ મળતો. એક વાર લગભગ ૧૯૫૪માં ઈડર એટલે તદ્દન કુદરતી વાતાવરણમાં બે-ત્રણ પતરાંના છાપરાવાળાં મકાનોનો આશ્રમ. લગભગ ૩૫૦ જેટલાં પગથિયાં ચઢી ટેકરી ઉપર રહેવાનું. ત્યારે લાઇટ, પંખા, પાણીની વ્યવસ્થા આ ટેકરી પર ન હતી. નીચે જઈ સ્નાનાદિ કરવાનાં. કોઈ વાર માણસો કાવડથી પાણી ઉપર લાવતા. કોઈ વાર સાપ, રીંછ, દીપડા જેવાં પ્રાણીઓ દેખાય. આજે પણ તે જીવો દેખાય છે. એટલે ખૂબ કાળજીપૂર્વક રહેવું પડે. તેમના કુટુંબમાં બધાને રુચિ એટલે ઉનાળાના વેકેશનમાં બાળકો સાથે દસ-પંદર દિવસ ત્યાં જતાં. જો તમારે હાલ તેની ઉપમા આપવી હોય તો ઓવનમાં બપોરના ૧૨ થી રાતના આઠ સુધી રહેતાં. રાતના આઠ-નવ વાગે પથરા ઠરતા. દિવસે ચારે બાજુ સૂકા ડુંગરા તપે. છતાં સૌ આનંદથી રહેતા. કારણ કે વધુ સગવડની ટેવ તે સમયે ઓછી હતી ને ? ઈડરની આ ટેકરી શ્રીમદ્ રાજચંદ્રના ચરણસ્પર્શથી પાવન થયેલી છે. તેઓ એક શિલા પર સાત કલાક આરાધના કરતા. મુનિઓને ઉપદેશ આપતા. તેમના દેહવિલય પછી તેમના અનુયાયી ભક્ત શ્રી ભોગીભાઈએ ઈ.સ. ૧૯૩૦માં એ ટેકરી પર નિવૃત્ત જીવન ગાળવા થોડી સગવડ કરી હતી. શ્રીમદ્જીની પવિત્રભાવનાનાં સ્પંદનોનો ત્યાં લાભ મળતો. આજે તો ખૂબ સુવિધા-સગવડવાળા નિવાસની રચના કરવામાં આવી છે. તીર્થભૂમિ તરીકે આજે પણ સાધકો ત્યાં સાધના કરે છે. નાનું દેરાસર, ઉપાસના. સ્વાધ્યાયખંડ-વાસ્તવમાં પૂરી ટેકરી જ ઉપાસના માટે પવિત્ર છે. ત્યારપછી સામાજિક ક્ષેત્રે સેવાકાર્ય લીધું. એટલે જવાનું ઓછું થયું. તે પાછું ૧૯૭પથી લગભગ ચાલુ થયું. ૧૯૭૮માં ચાતુર્માસમાં દોઢ-બે માસ સળંગ રહેવાનું બન્યું ત્યારે જયોતિબહેન ત્યાં ઘણુંખરું હોય એટલે તેમનો સત્સંગ-સહકાર મળી રહેતો. શ્રીમદ્ રાજચંદ્ર વિષે અંતરભાવ : શ્રીમદ્ રાજચંદ્ર વિષે તેમના પ્રભુત્વ વિષે જાણવા તેમનું ગદ્યપદ્ય સાહિત્ય પૂરતું છે. છતાં અહીં પ્રસંગોપાત્ત જણાવવું છે. તેઓ સૌરાષ્ટ્રના મોરબી સ્ટેટના વવાણિયા ગામમાં હીરાની ખાણમાંથી હીરો ઝગમગે તેમ તેઓનો જન્મ લગભગ ૧૩૦ વર્ષ પહેલાં થયો હતો. પૂર્વજન્મની જ્ઞાનસંપત્તિ મારી મંગલયાત્રા ૨૧૩ વિભાગ-૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ સાથે લાવનાર જન્મથી જ્ઞાનવૃદ્ધ હોય છે. તેવું તેમની બાબતમાં બન્યું હતું. શાળાના અભ્યાસની તેમને જરૂર ન હતી. વ્યવહાર પુરતો કર્યો. સ્વયં પોતે જ બાર વર્ષની ઉંમરે આશ્ચર્યજનક છતાં ધર્મની વિગતોથી ભરપૂર લેખન કરતા. સોળ વર્ષની ઉંમરે મોક્ષમાળા લખાઈ. પ્રગલ્કતા વિશેષ પ્રગટ થઈ હતી. વ્યાપારમાં જોડાયા ત્યારે “સાચા શેઠ” તરીકે બજારમાં ઓળખાતા. - સવિશેષ વ્યાપારમાં બેઠા, વૈરાગી જેવી તેમની ચર્ચા હતી. માતા સ્થાનકવાસી સંસ્કારવાળાં, પિતા વૈષ્ણવધર્મી. પરંતુ શ્રી રાયચંદ તો ગચ્છમતથી પર. જો કહેવું હોય તો એમ કહેવાય કે આત્મામતના હતા. આમ તેમની દૃષ્ટિનું ફલક અતિ વિશાળ અને ગહન હતું. સાતેક વર્ષની વયે તેમના કાકાનાં અકાળ અવસાન અને અંતિમક્રિયા જોઈ તેમને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું હતું. તે પ્રસંગ તેમની પૂર્વની આરાધનાનો અંકોડો બન્યો, જેથી તેમનામાં વૈરાગ્યની ભાવનાઓ દઢ થઈ. વળી તેઓ સહેજે જયોતિષનું જ્ઞાન ધરાવતા હતા; તે ઉપરાંત શતાવધાની હતા. જગતજીવોને સામાન્યતઃ અલભ્ય એવા શતાવધાન જેવા જ્ઞાનની તેમને સહજ પ્રાપ્તિ છતાં તેમાં લૌકિકતા જાણી ક્ષણમાત્રનો વિચાર કર્યા વગર તે વિદ્યાઓ અપ્રગટ કરી. જો તેમણે ધાર્યું હોત તો આ વિદ્યાઓથી અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી શકયા હોત. પરંતુ અંતરમાં અનાસક્તયોગની શક્તિ ઝળહળતી હતી. સાચા સુખનું મહાભ્ય આત્મસાતુ હતું. તેથી તેમને ધનની ટંકશાળ પણ તુચ્છ લાગી. પ્રસિદ્ધિ તો એક પ્રકારનું બંધન જ લાગ્યું. વળી ગૃહસ્થજીવન હતું, ભોગકર્મ બાકી હતું. માતાપિતા-પત્નીપુત્રો પરિવારની જવાબદારી હતી. એટલે મુંબઈમાં શ્રમજીવન પસંદ કરી, સચ્ચાઈથી ધંધો કરી, જેની લેણદેણ હતી તે ચૂકવતા હતા. તેમ છતાં તેમનું ચિત્ત તો સત્સંગ ઝંખતું. જરા પણ સમય મળે કે ધંધો મૂકી તરત જ સત્સંગપત્રો લખે. તે પત્રોનો અભ્યાસ કરીએ તો જણાય કે તેમની અંતરંગ દશા અને વ્યથા કઈ હતી. જાણે ગૃહસ્થજીવન પણ નિર્જરા માટે જ હતું. અંતરંગના કોઈ ભાવો કઠિન શબ્દોમાં અંકિત થયા છે તે સંપ્રદાયવાદીને ખટકે તેવા છે. પરંતુ તેમાં તેમનો અહંકારરહિત સહજ વિભાગ-૯ મારી મંગલયાત્રા ૨૧૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ આશય ગર્ભિત છે. તેમાં તેમની વ્યથા એ છે કે જીવો સાચો માર્ગ પામે. જૈનદર્શનની તેમની ભક્તિ તેમના જ શબ્દોમાં અંક્તિ થઈ છે. તે કેટલાક પત્રોથી જોઈશું. શ્રીમદ્ રાજચંદ્ર નામે વચનામૃતના ગ્રંથમાં ઘણા રહસ્યો પ્રગટ થયા છે. આખરે સંસારત્યાગની ભાવના સેવતા હતા. ત્યાં તેઓ લખે છે કે “સહરાનું રણ વચ્ચે આવ્યું. પગ થાકી ગયા.” છેલ્લાં બે વર્ષમાં તેઓ શારીરિક નબળાઈના ભોગ બન્યા. જે બીમારીથી તેઓનો એ મનોરથ આ જન્મે પૂર્ણ ન થયો. પરંતુ તેમના જ શ્રીમુખે તેમણે જણાવ્યું છે કે “દેહ એક ધારીને જાશું સ્વદેશ જો.” સામાન્ય રીતે લાગે કે આ જન્મમાં તેઓ કાર્યની પૂર્ણતા કરી ન શક્યા, પરંતુ આવી વિભૂતિઓની યાત્રાનું સાતત્ય હોય છે, જે પૂર્ણતા સુધી જળવાય છે. સ્વ-પરકલ્યાણરૂપ તેમનાં વચનામૃતો-પત્રો એ તેમનો અક્ષરદેહ છે. જેના આધારે અને શ્રદ્ધાએ પાત્રજીવો સન્માર્ગે જવા પ્રયત્ન કરી રહ્યા છે. આથી અનુયાયીવર્ગ તેમને “પરમ કૃપાળુ દેવ” કહેતા. આપણી એક પ્રણાલી છે કે જેનો ઉપદેશ પ્રાપ્ત થયો હોય તે ગોપવવું નહિ, ભલે પછી અન્ય પરિચય થતાં તે પરિચય છૂટી જાય, પરંતુ જે અતીતમાં લાભ થયો હોય તેને માટે કૃતજ્ઞ રહેવું. કોઈ ઋણાનુબંધ મને તે તે ક્ષેત્રમાં લઈ ગયો. ત્યાં મને વચનામૃતનો અભ્યાસ કરતાં મારી ભલે અલ્પમતિ છતાં વીતરાગમાર્ગને ઉપયોગી ઘણો બોધ મળ્યો. ત્યારે મારા અંતરમાં ઉત્તમભાવોનું સેવન થયું. એ નિમિત્તના ઉપકારવશ મેં મારા ભાવ વ્યક્ત કર્યા છે. વિશાળ દૃષ્ટિથી તે સમજાય તેવું છે. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનું અાક્ષરી ભાવાત્મક અવતરણ : શાસ્ત્ર-અધ્યયનનો સુઅવસર મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન મહા યોગીન્દ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ કરજો. જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્તદશાને ઈચ્છજો વિ. એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે.... - વીરસ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સર્વસ્વરૂપ યથાશ્મ છે તે ભૂલશો નહિ. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય તો તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો એ જ મોક્ષનો માર્ગ છે. મારી મંગલયાત્રા ૨૧૫ વિભાગ-૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ તેઓના અંતરનિરીક્ષણના ઊહાપોહથી બોધપ્રાપ્તિઃ ““અંતજ્ઞનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી યા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય અને સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે “સમાધિ” ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહા વૈરાગ્ય આપે છે. (વિગેરે).” ક્ષણે ક્ષણે પલટાતી વૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો આર્યાચરણ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો પછી માંગવાની ઇચ્છા પણ નથી. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. મોક્ષમાર્ગની પ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણો. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતા (વિનય)ની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. આ ત્રણેમાં દૈન્યપણું (વિનય) બળવાન કારણ છે. જગતને આત્મરૂપ માનવામાં આવે, જે થાય છે તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણો ઉત્કૃષ્ટપણે સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. બીજી રીતે નહિ. જિન થઈ જિનવર જે આરાધે, તે સહી જિનવર હોવે રે ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભૃગી જગ જૂએ રે” - શ્રી આનંદઘનજી નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે એ વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે. માટે ખચિત વિચાર અને જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વત્ય કરે છે. સ્વ-પર શ્રેયરૂપ સ્વાધ્યાયનો સુઅવસર : ઈડર-વડવા : લગભગ ૧૯૮૦થી ઈડર ક્ષેત્રે વધુ સ્થિરતા થવાથી શ્રી વચનામૃતનો અભ્યાસ કરવામાં આંતરિક ઊંડાણ આવતું ગયું. પૂર્વે મળેલો શ્રી આચાર્યોથી, ગ્રંથોનો કંઈક અભ્યાસ, તત્ત્વપિપાસા, વળી સામાજિક ક્ષેત્રે વક્તા તરીકેનો ૨૧૬ મારી મંગલયાત્રા વિભાગ૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ મહાવરો, મુખ્યત્વે તો દેવગુરુકૃપાંજનને કારણે ઈડરમાં સ્વાધ્યાય-સત્સંગ કરવા-કરાવવામાં નિર્દોષ આનંદનો અનુભવ થતો. તેમાં સહજ ક્ષયોપશમ વૃદ્ધિ પામ્યો આબુમાં કોઈ વાર ઈંદિરાબહેન સાથે રહેતી, તેઓ પૂ. દીદી પાસે આવતાં. તેઓ શ્રીમદ્ રાજચંદ્રજીના ભક્ત હતા. તેઓ એક વાર મને વડવા લઈ ગયાં. દરવાજામાં પગ મૂકતાં જ કંઈક પરિચિત હોય તેવો આભાસ થયો. અમે કેવળ દર્શનાર્થે ગયાં હતાં પરંતુ ત્રણ દિવસ રહ્યાં. ત્યાં બોલતી ભીંતો (વચનામૃતનાં લખાણ) જોઈને ભાવના રસાતી. આથી થોડા દિવસ પછી દિવાળીમાં મૌન રાખીને ત્યાં રહી. સામાયિકમાં બેસું ને કોઈ ને કોઈ વચનામૃત ચિંતનમાં સહજ આવે. જયારે વચનામૃત વાંચું ત્યારે તેને મળતાં વચનો તેમાંથી મળે. આથી તે ગ્રંથ પ્રત્યે અને શ્રીમદ્જી પ્રત્યે મારો સદ્ભાવ વૃદ્ધિ પામ્યો. તે સમયે જે ભાવ થયા તે આજે લેખન કરતાં છુપાવવા શા માટે ! વળી ગાંધીજીના આદર્શને માન્ય કરેલો, પૂ. પંડિતજીનો અહમ્ મુક્ત બોધ, પૂ. દીદીની શિસ્તબદ્ધતા, સામાજિક ક્ષેત્રે મળેલી કુશળતા, આ સર્વ જીવને સહાયકર્તા નીવડ્યું. સવિશેષ તો વીતરાગમાર્ગની ઝંખના સમ્યકત્વની જિજ્ઞાસા સત્પંથે દોરતી હતી તેવું જણાતું. એ મારી મંગલયાત્રાને સહાયક હતું. શ્રીમદ્જીના વચનામૃત રસાળ અને મર્મસ્પર્શી હતાં, તે તો આજે પણ જણાય છે. આજે પણ કંઠમાં ક્યારેક ગુંજે છે. સ્મૃતિમાં અંકાઈ ગયા છે. અહીં તેની પ્રસાદીરૂપે આ લખું છે. તે કેવળ ઉતારો નથી. મારા હૃદયના ભાવનો નિર્દેશ છે. ગમે તે પ્રકારે રાગદ્વેષથી મુક્ત થવું અને સ્વભાવમાં રહેવું તે ધર્મ છે. (મહાવીરનો બોધ છે.) આત્માનું સુખ આત્માની સમશ્રેણીમાં છે, અંતર સંશોધનથી તે પ્રાપ્ત થશે, બહાર શોધવાથી નહિ મળે. તારા દોષે તને દુઃખ છે અન્યને દોષ ન દેવો. જગતને આત્મવત્ માનવામાં આવે, અન્યના દોષ ન જોવા. પોતાના ગુણને સહન કરવા. કુટુંબરૂપી કાજળની કોટડીમાં રહેવાથી મોક્ષ નથી. શ્રદ્ધોત્પત્તિ કરવી તે માટે અલ્પભાષી, અલ્પપરિચયી, અલ્પઆરંભી થવું. આર્તધ્યાન કરવાને બદલે ધર્મધ્યાન કરવું. અનંતકાળ દેહને અર્થે ગાળ્યો છે. એક દેહ આત્માને અર્થે ગળાશે મારી મંગલયાત્રા ૨૧૭ વિભાગ-૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ તો જન્મ સાર્થક થશે. આવાં બોધયુક્ત સુવાક્યો લઈને વિસ્તાર કરવાનો થતો. વચમાં મહાપુરુષોની રોચકકથાઓ જોડવાથી પ્રસન્નતા થતી. ચિત્ત તે ભાવોને ઝીલીને શાંતિ અનુભવતું. શ્રીમદ્ રાજચંદ્રનાં અન્ય ક્ષેત્રોનો પરિચય : પ્રારંભમાં સામાજિક સેવાનું ક્ષેત્ર છોડ્યું ન હતું, પણ ગૌણ બન્યું હતું. તે ક્ષેત્ર ઘણા પ્રકારે જીવને જાહેર પ્રસિદ્ધિવાળું હતું. જ્યારે આ આશ્રમજીવન નિવૃત્તિવાળું અને ગુપ્ત જેવું હતું તે પણ પાછળથી જાહેર બની જવા પામ્યું. આશ્રમમાં દેશ-વિદેશથી સાધકો દર્શન કરવા આવતા. ઈડર શ્રીમદ્જીના અનુયાયીઓ માટે તીર્થયાત્રાસ્થળ મનાતું. અહીં આવતા સાધકો સ્વાધ્યાય સાંભળતા. એટલે આ જીવની શ્રીમદ્જીનાં અન્ય ક્ષેત્રોમાં પ્રસિદ્ધિ થવા લાગી. એને કારણે આ જીવને મુંબઈ, રાજકોટ, કલકત્તા અન્ય ક્ષેત્રોમાં સ્વાધ્યાય માટે આમંત્રણ આવવા લાગ્યાં. સ્વ-પર શ્રેયનો આશય પકડાયો હતો. એટલે આમંત્રણોનો સ્વીકાર થતો. પછી તો મુંબઈ ઘાટકોપર, રાજકોટ સ્થળોએ પણ પ્રવચન કે પર્યુષણ આરાધના માટે વારંવાર જવાનું થતું હતું. પ્રજ્ઞાચક્ષુ શ્રી મોટાભાઈનું મળેલું યોગદાન (ખંભાત) : - ઈડરની જેમ સત્સંગી મિત્રો સાથે વડવા શ્રીમદ્ રાજચંદ્ર વિહારભવનમાં જવાનું બનતું. ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચતાં ઘણું ઊંડાણ મળતું. મૌન આરાધના પણ સારી થતી.યોગાનુયોગ ખંભાતમાં શ્રીમદ્જીના અનન્ય ભકત પ્રજ્ઞાચક્ષુ શ્રી ભોગીલાલ રહેતા હતા. તેમને ખબર મળી કે વડવામાં મારી સ્થિરતા છે. એટલે તરત જ તેમના નિવાસે જ્યાં સ્વાધ્યાય થતો ત્યાં મને આમંત્રણ આપ્યું. તેમની વચનામૃત-અધ્યયનશૈલી ખૂબ રોચક હતી. તેમને સૌ મોટાભાઈ કહેતા. ચક્ષુ ગુમાવ્યા પછી તેમણે નજરમાં શ્રીમદ્જીની છબીને ધારણ કરી હતી. અને વચનામૃતને કંઠે ધારણ કર્યા હતાં. તેઓ કહેતા મેં મારા કૃપાળુદેવને અરજ કરી કે હવે હું ચક્ષુ વડે વચનામૃત વાંચી નહિ શકું માટે તે મારે કંઠે ધારણ થાય તેવી કૃપા કરો. અને તેમને લગભગ વચનામૃત કંઠે થયા હતા. આથી એક પત્ર સાથે બહારના કોઈ કથનનું જોડાણ ન કરતા પત્રથી પત્રનું જોડાણ કરીને સમજાવતા. તેમની પાસેથી આ પદ્ધતિ શીખવા મળી. તેઓએ પણ ખૂબ વિભાગ ૨૧૮ મારી મંગલયાત્રા Page #238 -------------------------------------------------------------------------- ________________ સદૂભાવ આપ્યો. અને પત્રવ્યવહાર દ્વારા લગભગ ૨૦૦ જેવા પત્રોનું લેખન મારી પાસે કરાવ્યું હતું. અર્થાત્ તેઓ વચનામૃતનું એક વાક્ય લખે તેના પર મને જે ભાવ ઊઠે તે પ્રમાણે દર સપ્તાહે બે પૂરા આખા કાગળથી જવાબ આપવો. આ ક્રમ લગભગ ત્રણ-ચાર વર્ષ ચાલ્યો હતો. આ પત્રવ્યવહારથી મને ખૂબ લાભ થયો હતો. તેમણે સૂચવેલા પત્ર પર મારે ખૂબ ચિંતન કરવાનું થતું હતું. જેમાં ઘણાં નવાં નવાં રહસ્યો ખૂલતાં. આત્માને આનંદ આવતો તે નિમિત્તે બે સામાયિક થઈ જતા. પૂ. મોટાભાઈએ એ પત્રોની સુંદર ફાઈલ બનાવી હતી. તે વચનામૃતયુક્ત હોવાથી આદરથી સાચવતા. આથી શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનો અભ્યાસ ઘણી વિશદતાથી થયો. આમ ત્રણચાર વર્ષોમાં નિવૃત્તિમાં સાધના થતી રહી. સ્વાધ્યાય વરસીતપ : એક વાર વૈશાખ સુદ એકમના શુભ દિને મારે વડવાથી નીકળવાનું હતું. મોટાભાઈ કહે ત્રીજ-અક્ષયતૃતીયા છે. વરસીતપનાં પારણા છે. બહેન, તમે વરસીતપ શરૂ કરો. મેં સંસ્કાર મુજબ જવાબ આપ્યો : ભાઈ, મારાથી ઉપવાસ થતા નથી. મોટાભાઈ કહે : આ તો સ્વાધ્યાય વરસીતપ વચનામૃતથી કરવાનો છે. તમારે રોજ ત્રણ પાનાં આદર અને સ્થિરતાથી વાંચવાનાં છે. બરાબર એક વર્ષે પૂરું થશે. હાથ જોડી પ્રતિજ્ઞા લીધી. અમદાવાદ આવી અક્ષયતૃતીયાને દિવસે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથનું વાસક્ષેપથી પૂજન કર્યું. પછી ભાવથી મોટાભાઈને વંદન કર્યા. સામાયિક લીધું. અને ત્રણ પાનાં ભાવપૂર્વક વાંચી ગઈ. તે સમયે ખરેખર અપૂર્વ આનંદ થયો, તે પાના પરનાં વચનામૃતોમાંથી થોડું સહજ જ કંઠસ્થ થયું. કોઈ વાર બહારગામ જતી ત્યારે નાની પુસ્તિકા સાથે રાખતી, તપ જળવાતું. એક વર્ષે જયારે તપ પૂરું થયું ત્યારે મને ઘણાં વચનામૃતો હોઠે અને હૈયે વસ્યાં હતાં જેની સરવાણી આજ સુધી વહે છે. મારા આ અનુભવ પછી ઘણાંને આ વરસીતપ સૂચવું છું. સત્સંગીઓ આ તપ આદરપૂર્વક કરીને જ્ઞાનની વૃદ્ધિ કરે છે. જીવમાં મંગલયાત્રાની કેડી આ રીતે કંડારાતી જાય છે. યાત્રાને અનુરૂપ વિવિધ યોગ તે સદ્ભાગ્ય છે. મારી મંગલયાત્રા ૨૧૯ વિભાગ-૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૮૮રી . પ્રાસંગિક અનુભવ : એક દિવસ સવારે વડવાતીર્થ દેરાસરમાં ભગવાની પૂજા કરવા જતી હતી. હાથની થાળીમાં એક ફૂલ અને ચંદનની વાડકી હતાં. દરવાજે એક ભાઈ મળ્યા. મારા સામું જોઈ પૂછ્યું, બહેન પૂજા કરવા જાવ છો ? “હા.” કૃપાળુદેવે કહ્યું છે કે “પુષ્પ પાંખડી જયાં દુભાય ત્યાં જિનવરની નહિ આજ્ઞા” એટલે હું પૂજા કરતો નથી. “ઠીક, તમે શાક-ફળ ખાવ છો ? “હા.' પ્રસંગે ઘરે તોરણ બાંધો છો ? “હા.” ગુસ્સો આવે છે ? “હા.” શાકફળ ખાવામાં દોષ છે તેવું ભાન રહે તો સંયમ આવે. તોરણ સાંસારિક વ્યવહાર છે તે સદોષ છે. તમે ગુસ્સો કરો ત્યારે તે વ્યક્તિનું હૃદયકમળ દુભાય, તે પાંખડીરૂપ છે. હવે જો તમે પ્રભુની પુષ્પપૂજા કરશો તો આ દોષ હળવા બનશે. સાંસારિક વૃત્તિનું પોષણ કરીએ અને જ્યાં ઉચ્ચભાવનાનાં નિમિત્ત છે ત્યાં જ્ઞાનીના વચનને તર્કબદ્ધ કરીને આવશ્યક કરણી ન કરીએ તો તે આજ્ઞાપાલન નથી પણ સમજમાં ભૂલ છે. યદ્યપિ તેમાં વિવેકસહ વર્તવું. જોકે હવે તો શ્રીમદ્જીના પ્રતિમાના પ્રતિષ્ઠા જેવા પ્રસંગે તેમની જ પ્રતિમા ઉપર પુષ્પપૂજા થાય છે. અષ્ટપ્રકારી જેવો આકાર અપનાવ્યો છે. આમ કરવામાં ભાવના હોય તો પણ અતિરેક અને અવિવેકની સંભાવના છે. આવાં કારણોની ચર્ચામાં પડવું તેના કરતાં તેનાથી દૂર રહી, બોધગ્રહણ કરવો હિતાવહ લાગ્યો છે. સૌ પોતાની સમજ પ્રમાણે વિશિષ્ટ દોરવણી વગર અનુસરતા હોય છે એવું જણાતું. અંતરંગ અનુભવની આછી ઝલક : ઈડર જેવા પવિત્ર સ્થાનમાં એકાંત ખૂબ મળતું. અંતરમાં પેલી સમ્યકત્વની જિજ્ઞાસા, અન્ય ક્ષેત્રને સાંભળેલા આત્મસાક્ષાત્કાર, આત્માનુભૂતિ, જેવા શબ્દો, તે અંગેનાં પ્રવચનો અને પૂ. રજનીશ તથા પૂ. દીદીના સાંનિધ્યમાં કરેલી ધ્યાન શિબિરોથી તે તરફનું વલણ થયું હતું. પરંતુ ત્યારે સાંસારિક અને સામાજિક પ્રવૃત્તિમાં તેના અભ્યાસનું સાતત્ય જળવાતું નહિ. આથી તેમાં કંઈ ઊંડાણ આવ્યું ન હતું. પરંતુ ઈડરમાં નિવૃત્તિનો સમય વધુ મળતો. વાતાવરણ શાંત. પવિત્રતાના પરમાણુ પણ ખરા. મને ધ્યાનમાં (વાસ્તવમાં કોઈ ચિંતન કે શુભભાવ હતો) બેસવાનો મહાવરો હતો એથી સૌ જ્યારે જંપી જતા વિભાગ-૯ રર૦ મારી મંગલયાત્રા Page #240 -------------------------------------------------------------------------- ________________ ત્યારે ખુલ્લી જગામાં રાત્રે મોડા ધ્યાનમાં બેસતી. ત્યારે શરીર-સંપન્નતાને કારણે બે કલાક કે વધુ શારીરિક સ્થિરતા પણ રહેતી. શરીરની સ્થિરતા અને શાતા, બહારમાં શાંત પવિત્ર વાતાવરણ, આથી ચિંતન કરતા કરતા એવી શાંતિ અનુભવાતી કે ચિત્ત પ્રસન્ન થઈ જતું. ત્યારે હું તેને આંશિક આત્માનુભૂતિ માનતી. વળી શાસ્ત્રબોધ મળેલો તેમાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા જેવાં લક્ષણો જાણવામાં આવ્યાં હતાં. ચિંતનમાં તેને જીવન સાથે મૂલવતાં શ્રદ્ધા થતી કે આ લક્ષણો કેટલેક અંશે ધારણ થયાં છે, તેમાં પેલી શાંતિ અને પ્રસન્નતાથી એવો ભાસ થતો કે આ આત્માનુભૂતિ છે, એટલે આ સમ્યગ્દર્શન છે. જોકે આ વાત પ્રગટ કરતી નહિ (તે સમય માટે તે બરાબર થયું.) પરંતુ કેટલાક મિત્રોને જ્ઞાનનો ક્ષયોપશમ, વક્તત્વ, સામાન્ય રીતે સ્વસ્થ, સરળ અને સમતાયુક્ત જીવન, સંસાર પ્રત્યેની અનાસક્તિ (જેનું) વિગેરે કારણોથી ખૂબ આદર થતો, આ કારણો તેમને માટે જ્ઞાની માનવી જેવાં હતાં, આથી તેઓ પ્રણામ કરવા જેવો ભાવ વ્યક્ત કરતા. મને તેમાં સૌનો પ્રેમભાવ જણાતો. પૂ. પંડિતજીની શીખ કે કોઈ માન-હોદ્દો ન લેવાં. આથી આ ક્ષેત્રે સૌની ચાહના છતાં ગુરુપદનો આજ સુધી લેશ પણ ભાવ ઊઠ્યો નથી. પૂ. દીદીની કડક સૂચના કે પૂર્ણતા પામો નહિ ત્યાં સુધી કોઈ અંતરબાહ્ય ચેષ્ટા વ્યક્ત કરવી નહિ. પૂ. આચાર્ય ભગવંતોની પ્રણાલી કે ગૃહસ્થ જ્ઞાન જેવી બાબતમાં ગુણસ્થાનકની મર્યાદામાં રહેવું. ગુરુપદ જેવી ખોટી કલ્પના કરીને સમ્યક્ત સન્મુખ થવાને બદલે મિથ્યાત્વનું પોષણ ન કરવું. યદ્યપિ મિથ્યાત્વયુક્ત સાધુ કરતા. જ્ઞાની સમકિતી શ્રાવક આદરણીય છે તેમ શાસ્ત્રકથન છે. પરંતુ એ સિક્કો પોતાની મેળે લગાવી ન દેવો. શાસ્ત્રના અનુમાનથી લોકોમાં પ્રસિદ્ધિ મેળવી, માનનો ભાવ પોષી મોક્ષથી દૂર નીકળી જવાનું થશે. આવા મળેલા ઘણા બોધને કારણે લાભ થયો. પછી જેમ જેમ જિનાજ્ઞાયુક્ત અવતરણોનો અભ્યાસ કર્યો, કોઈ અનુભવીના પ્રસંગમાં આવી ત્યારે સમજાયું કે તે તે દશાઓ સપાટી પરની હતી. તેમાં ઉત્તમ શુભભાવોમાં શાંતિનું વદન થતું તે સત્ય હોવા છતાં તેને આત્માનુભૂતિ માની ન લેવી. હા પણ તે પ્રયોગનો વારંવાર અભ્યાસ કરવો, કાળલબ્ધિ પરિપક્વ થતાં કાર્ય સાર્થક થશે. શુદ્ધના પક્ષનો શુભભાવ તે ભૂમિકાને યોગ્ય છે. આ અનુભવમાં કોઈ કલ્પના ન હતી. ત્યાર પછી આ અભ્યાસ ચાલુ છે. મનમાં તે શું છે તેનો વિકલ્પ મારી મંગલયાત્રા વિભાગ-૯ ૨૨૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ ઊઠતો નથી. વીતરાગ સર્વજ્ઞ કથિત તત્ત્વોની પ્રણાલીનો સંસ્કાર શ્રદ્ધાને ટકાવી રાખતો, પુનઃ પુનઃ એ શાંતિ-પ્રસન્નતાનો અનુભવ થતો રહેતો. પૂ. આચાર્ય ભગવંતો પાસે, યોગેશભાઈ જેવા સાધક પાસે, શ્રી ગોકુળભાઈ જેવા શાસ્ત્રના મર્મી અને ઉપાસક પાસે, આ બાબતમાં ગહન ચર્ચાવિચારણા થતી, તેમ તેમ સન્માર્ગની શ્રદ્ધા પરિપક્વ થતી. આગળનોવિકાસ સમજણમાં આવતો. ક્યારેક ભાવ ઊઠતા કે પૂ. આચાર્ય ભગવંતોએ હાથ પકડ્યો છે તેમ પરમાત્માએ પણ હાથ પકડ્યો છે. વ્યવહાર સમ્યક્ત્વથી આગળ વધી નિશ્ચય સમ્યક્ત્વ આ જન્મમાં જ પ્રાપ્ત કરવાનું છે, તે થશે. પૂ. આ. કલાપૂર્ણભગવંત કહેતા : ““જેનું શરણ તમને અહીં સુધી લાવ્યું છે તે જ તમને પૂર્ણ સુધી લઈ જશે.” શ્રીમદ્ રાજચંદ્ર સ્વયં નિગ્રંથ માર્ગની શ્રદ્ધામાં હતા. તેમના પત્રો તેની સાક્ષી પૂરે છે. પરંતુ પાછળથી કથંચિત તેમના પ્રત્યેના અહોભાવથી આ સ્થાનોમાં દેવગુરુનું સ્થાન ગૌણ થતું હોય તેવું જણાતું. આ મારી માન્યતા છે તે કોઈ રૂઢિને કારણે નથી પણ નિગ્રંથ માર્ગની પરિપાટી અનુસાર છે તેમ સમજું છું. છતાં શ્રીમદ્જી માટે તેમના વૈરાગ્યની દશા પ્રત્યે મને આજે પણ અહોભાવ છે. નિવાસે સમૂહમાં સવારે વચનામૃતનો સ્વાધ્યાય સદ્દભાવથી થાય છે. પૂ. દાદા સુજાનમલ જૈનનો સમાગમ : લગભગ ૧૯૮૩/૮૪માં મને પૂ. દાદાનો સમાગમ મળ્યો. અગાઉ જણાવ્યું તેમ કૌટુમ્બિક રીતે સંબંધી શ્રી રમણભાઈ, વસુબહેન હવે સત્સંગી મિત્રો હતાં. વસુબહેનનો સંસ્કાર દિગંબર આમ્નાયનો વિશેષ હતો. શ્રીમદ્ રાજચંદ્રના ભક્તો તો ખરા જ. વસુબહેન સોનગઢ જતા. ત્યાં તેમને શ્રી સુજાનમલ જૈન (દાદાનો) પરિચય થયો હતો. પૂ. દાદાનું મૂળ વતન ફલોદી, તેઓ પૂ. કાનજીસ્વામીના પરિચયમાં આવ્યા અને સાઈઠ વર્ષની વયે ગૃહ-વ્યાપાર ત્યજી સોનગઢ સ્થાયી થયા. ગૃહસ્થપણામાં પણ પ્રખર વ્યક્તિત્વ હતું. વળી વીસેક વર્ષ પૂ. કાનજીસ્વામીના પરિચયમાં રહ્યા. આત્માના સ્વાતંત્ર્યની, આત્મા શુદ્ધ પરમપરિણામિક ભાવે યુક્ત છે. નિશ્ચયથી આત્મા જ પરમાત્મા છે, આ જ સમયે તે પૂર્ણ છો, એવી સ્વભાવ-આશ્રયી શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન થાય નહિ વિગેરે બોધ તેઓ આપતા. આવી રીતે તેમની પ્રરૂપણા હતી. અનેક વાર શ્રી સમયસારજીનું શ્રવણ કરી નિશ્ચયપક્ષમાં તેઓ ખૂબ દઢતા મારી મંગલયાત્રા વિભાગ-૯ ૨૨૨ Page #242 -------------------------------------------------------------------------- ________________ ધરાવતા. તપાદિ અનુષ્ઠાનો ગૌણ માનતા. યદ્યપિ તેમનું જીવન સંયમી અને દઢ મનોબળવાળું હતું. તેઓ તેમનાં પુત્ર-પુત્રી સાથે રહેતા. માસિક રૂ. ૬૦ની તેમની આવક હતી. તે સિવાય તેમણે કોઈ જરૂરિયાત રાખી ન હતી. સવારે ફક્ત દૂધ લેવું પછી તદ્દન સાદું ભોજન લેતા. કપડાં હાથે ધોતા. ત્રણચાર જોડ કપડાં રાખતા. ૯૯ વર્ષે અવસાન પામ્યા. તે છેલ્લી છ-આઠ માસની બીમારી સિવાય ટેકા વગર કલાકો સુધી ટટ્ટાર બેસી ચિંતન, ધ્યાન, સ્વાધ્યાય કરતા. અવાજ તો માઈક વૉઇસ હતો. સદા હસતા રહેતા. મને તાત્ત્વિક શાસ્ત્રો વાંચવાની રુચિ હતી. શ્વેતાંબર આમ્નાયમાં તેવાં શાસ્ત્રો ક્વચિત્ મળતાં. પરંતુ મેં શ્રી સમયસારજી વિષે સાંભળેલું તેથી રમણભાઈ સાથે પૂ. દાદા પાસે ગઈ, તેઓ સમયસારનો સ્વાધ્યાય આપતા. પ્રારંભમાં અપંગ માનવ મંડળ જતી ત્યારે તેઓ તે બાજુ રહેતા એટલે અવકાશે તેમની પાસે સ્વાધ્યાય કરવા જતી. વળી તેઓ અમારા નિવાસની નજીક રહેવા આવ્યા, ત્યારે હું કોબાથી નિવૃત્ત થયેલી હતી. એટલે રોજ નિયમિત સ્વાધ્યાયનો લાભ લેતી. પૂ. દાદા પાસે ક્યારેક શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર ગ્રંથોનો સાનંદ સ્વાધ્યાય થતો. શ્રીમદ્જી ગૃહસ્થદશામાં હતા પણ તેમનાં જ્ઞાનવૈરાગ્યમય વચનામૃતોથી તેઓ માનતા કે આ વાણી અંતરદશામાંથી પ્રગટેલી છે, તેથી તે વચનામૃતોને તે ગ્રંથોના લેખન સાથે જોડતા. “સવિશેષ તેઓ પરમ પરિણામિકભાવમાં ઉપયોગને લઈ જવાનું સમજાવતા. જેને સ્વરૂપાનુભૂતિ પ્રત્યે અરુચિ કે પ્રમાદ છે તે ગમે તેવા શુભ અનુષ્ઠાન કરે તે વ્યર્થ છે. સ્વરૂપમાં ઠરે, રમે તે જ પુરષ છે, પુરુષાર્થી છે. બાકી શુભાશુભ બંનેમાં, તે માટે થતા શુભાશુભ કાર્યો તે અવળો પુરુષાર્થ છે.” પ્રારંભમાં મને આ પદ્ધતિ થોડી કઠતી. પૂ. દાદા નિશ્ચયનયની. દ્રવ્યદૃષ્ટિની મુખ્યતા રાખતા. વ્યવહારનય જાણવો પ્રયોજનભૂત છે પરંતુ આદરવા યોગ્ય નથી. તે મિથ્યાત્વ છે, એમ સમજાવતા. તેઓનો થોડો પરિચય થયા પછી કંઈ પ્રશ્ન પૂછતી અથવા કહેતી કે પૂજા કરું છું. સામાયિક આદિ કરું છું તે ધર્મ છે ને ? ત્યારે કહેતા કે તેમાં ધર્મ નથી, એ સઘળા શુભ ભાવ ફક્ત અશુભથી મારી મંગલયાત્રા ૨૨૩ વિભાગ-૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ છૂટવા માટે છે, પરંતુ ઉપાદેય નથી. ઉપાદેય શુદ્ધાત્મા જ છે. પુનઃ પૂછતી : તપ કે સંયમ વગર આત્મિક વિકાસ કેવી રીતે થાય? કેવળ શુદ્ધાત્મા છું માની લઈએ તો હજી શુભ ભાવનાં જ ઠેકાણાં નથી, તો શુદ્ધાત્મા તો કેવી રીતે સમજાય ! વળી કોઈ વાર કહેતી કે આશ્રમમાં ભક્તિ સ્વાધ્યાય તો ઉત્તમ થાય છે તે આત્મકલ્યાણ માટે જ છે ને ? એક વાર ઉગ્ર થઈને કહે (સારા માટે) : તમે હજી મિથ્યાભાવમાં છો, આ સમયસારની વાત નહિ સમજાય, કાલથી આવશો નહિ. છતાં હું બીજે દિવસે પહોંચી જતી. વળી થોડા દિવસ શાંતિથી સાંભળતી કે ““હે પરિણતિ, તું તારા સ્વભાવનો આશ્રય લે, જ્યાંથી આવી છું ત્યાં જ સમાઈ જા–આ ધર્મ છે.” હું પૂછતી : શુભ ભાવ ધર્મનું નિમિત્તકારણ તો ખરુંને ? મીઠાને સાકરના વાટકાની બાજુમાં મૂકીએ તો ગળ્યું થાય? અરે પાપને પાપ બધા કહે પરંતુ આત્માનુભવી પુણ્યને પણ પાપ માને કારણ કે તે પણ સંસારનું કારણ છે. શુદ્ધોપયોગ જ મોક્ષનું કારણ છે.” શુભ ભાવ મોક્ષનું કારણ નથી, વીતરાગભાવ મોક્ષનું કારણ છે, પછી તે ગૃહસ્થ હોય પણ વીતરાગભાવ જેટલે અંશે છે તેટલો ધર્મ છે. ભરતજી જેવા ગૃહસ્થદશામાં અંશે વૈરાગી હતા તેટલો ધર્મ હતો. ““દાદા ! મને ભક્તિ, વાંચનમાં આનંદ આવે છે. વળી ઘણા તપસ્વીઓને જોઉં . તેઓ પણ પ્રસન્ન હોય છે, સાધુજનો પણ કેવા સહનશીલ હોય છે ! તે શું ધર્મ નથી ?' આ જ તમારો મિથ્યાત્વનો ભાવ છે. હું કહું છું કે તમને સ્વાત્માની વાતો નહીં સમજાય, તમે આવશો નહિ. આમ બે-ત્રણવાર બન્યું. પણ મને મનમાં એવા ભાવ હતા કે શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવું તો જોઈએ જ. વળી દાદા ઉગ્ર છતાં નિ:સ્પૃહ હતા, વડીલ હતા એટલે તેઓ કહેતા કે કાલથી આવશો નહિ, તેથી મને કંઈ દુઃખ લાગતું નહિ. બીજે દિવસે હાજર થઈ જતી. ત્રીજી વાર એવું બન્યું ત્યારે પણ ગઈ. દાદાની આંખો બંધ હતી. ધ્યાન-ચિંતનમાં હતા. હું શાંતિથી બેઠી હતી. તેમણે આંખ ખોલી, મને જોઈ, ગંભીર મુખમુદ્રા કરી કહે : “તુમ મેરા ગુરુ હો ગઈ.” મેં બે હાથ જોડી જયજિનેન્દ્ર કર્યા. પછી કહે : ““મને એમ કે શ્રીમંત ઘરનાં તમે, મોટાં કાર્યકર એટલે સ્વમાન ઘવાય, તેથી આવશો વિભાગ-૯ રર૪ મારી મંગલયાત્રા Page #244 -------------------------------------------------------------------------- ________________ નહિ. તમે ખરેખર વિવેકી છો, સાચા જિજ્ઞાસુ છો.” મેં કહ્યું : “દાદા. મારે તો આત્મા સમજવો છે જે પદ્ધતિથી સમજાય તે ગ્રહણ કરવાની. આપ વડીલ છો; જે કરો તે સારા માટે.” પછી તો તેમની મારા પ્રત્યેની વાત્સલ્યતા વૃદ્ધિ પામી. કોઈ વાર તો મને આગળ કરીને પોતે શીખતા હોય તેવા ભાવ પણ પ્રગટ કરે, કે યહ તુમને ઠીક કહા.' આમ અમારો સ્વાધ્યાય થતો હતો. ૧૯૮૯માં આશ્રમમાંથી મુક્ત થઈ. એક વાર તેમની પાસે ગઈ. મેં વાત કરી કે હવે હું નિવાસે રહેવાની છું. ત્યારે કહે : “તારે ઘરમાં કેટલી ટિકિટ છે ?” હું સમજી નહિ. મને કહે : “પુત્ર, પુત્રવધૂ અને તેની પુત્રી એટલે અઢી ટિકિટ થઈ. તે પણ સાચવવાની જવાબદારી નહિ. તેના બદલે અઢીસો ટિકિટ સંભાળવાની શી જરૂર ? (આશ્રમમાં)” પછી પૂછે : “તારે ઘરમાં કેટલા ઓરડા? આઠ કે દસ, તેને બદલે અઠ્ઠાવીસ ઓરડાની ટોપી શા માટે પહેરવી ? એટલે જે થયું છે તે સારું છે. આપણે હવે આશ્રમ કરવા નથી અને આશ્રમની જરૂર નથી. આ આત્માને સંભાળો, તે નજીકમાં નજીક કંઈ જ ઉપાધિ રહિત આનંદથી ભરપૂર છે, તેનું લક્ષ્ય કરો.” પૂ. દાદાનો લગભગ દસેક વર્ષ અલ્પાધિક પરિચય રહ્યો. તેમનો ૯૯ વર્ષની વયે ટૂંકી બીમારીથી લગભગ ૧૯૯૯માં તેમના વતનમાં દેહવિલય થયો. તેઓનો મારા પર ઘણો ઉપકાર છે. તેથી આ લેખન કર્યું છે. પૂ. દાદા કંઈ પણ તકલીફ હોય તો તરત જ મને યાદ કરે. છેલ્લી બીમારીમાં પણ મારાં સૂચનો ગ્રહણ કરે. છેલ્લાં દર્શન તેમના દેશમાં જઈને કરી આવી હતી, ત્યારે તે ખૂબ ભાવવિભોર થઈ ગયા હતા કે મેળાપ થશે કે કેમ ? ખરેખર હું અમેરિકા હતી ત્યારે તેમનો દેહવિલય થયો હતો, એટલે મેળાપ ન થયો. પૂ. શ્રી પનાભાઈ ગાંધીનો સમાગમ (૧૯૮૨ થી ૧૯૯૫) : પૂ. કાનજીસ્વામીના વ્યાખ્યાનના શ્રવણ પછી અને પૂ. પંડિત શ્રી ચીમનભાઈના જૈન સિદ્ધાંત પ્રવેશિકા'ના અલ્પ શિક્ષણ પછી તત્ત્વાર્થબોધની જિજ્ઞાસા જાગી હતી. તેને શ્રી પાનાચંદ પંડિત પાસે કંઈક પોષણ મળ્યું. ત્યારપછી અમદાવાદ સ્થળાંતર થતાં પરિસ્થિતિમાં ઘણો પલટો થયો. યદ્યપિ સત્સંગ પરિચય તો થતા રહ્યા પણ તે સાત્ત્વિક સુધીના હતા. તાત્ત્વિક રીતે મને સંતોષ ન હતો. જોકે પંડિતજનો તે તે ગુણાત્મક પદ્ધતિએ મારી મંગલયાત્રા રરપ વિભાગ Page #245 -------------------------------------------------------------------------- ________________ ઘણી ઊંચાઈએ હતા. વળી સામાજિક ક્ષેત્રે માનવસેવાનું કાર્ય હાથ ધર્યા પઈ. સમ્યગદર્શનની વાત ઘણી ગૌણ થઈ. વળી પૂ. વિમળાતાઈના પરિચયથી ધ્યાનનું શિક્ષણ મળ્યું પરંતુ જૈનદર્શનમાં જે રીતે તત્ત્વનું ક્રમિક નિરૂપણ છે તેના અભ્યાસ માટે વિચાર કરતી હતી. ત્યાં જાણવા મળ્યું કે મુંબઈમાં પૂ. પનાભાઈ ગાંધી આ વિષયના મૌલિક રીતે અભ્યાસી છે. ૧૯૮૨માં એક વાર મુંબઈમાં તેમનો પરિચય થયો હતો. પૂ. શ્રી પનાભાઈઃ મૂળ ધ્રાંગધ્રાના વતની, બાળબ્રહ્મચારી, બાળવયથી તત્ત્વજિજ્ઞાસાના સંસ્કાર. આથી તેમણે પ્રથમ આયંબિલ તપ સાથે કરોડો મંત્રજાપ કર્યા; અને પૂર્વગત સંસ્કારના અંકુરો પ્રગટ્યા. તેમણે શાસ્ત્રાભ્યાસ તો અલ્પ કરેલો પરંતુ સ્વયં ક્ષયોપશમ એવો થયો કે શાસ્ત્રનાં સૂક્ષ્મ તત્ત્વો તેમને મૌલિકપણે સમજમાં ઊતર્યા. એથી એમ સમજાતું કે આત્મશક્તિનું જ્ઞાનસ્વરૂપ કેટલું બળવાન છે. તેઓ કલાકો સુધી તેના ચિંતનમાં રહીને જ્ઞાનાદિ વિષયક ખોજ કરતા અને ઘણું નૂતન અવતરણ અનુભવતા. અનુક્રમે તેઓ મુંબઈ સ્થિર થયા. ત્યાં સાધુ-સાધ્વીજનો તેમની પાસે અભ્યાસ માટે આવતા. મને એક વાર એક મિત્ર તેમની પાસે લઈ ગયા. મને તેમના પરિચયમાં આનંદ આવતો તે દરમ્યાન હું અમદાવાદ રહેતી હતી. લગભગ ૧૯૮૭માં એક વાર ખાસ સમય લઈ મુંબઈ તેમના સાન્નિધ્યમાં પહોંચી ગઈ. સવારે અને બપોરે બે-બે કલાક તેઓ સ્વાધ્યાય આપતા. પ્રારંભમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો વિષય લીધો. જેમ સવારે અને બપોરે બે વાર ભારે જમણ પચે નહિ તેમ પ્રથમ બે દિવસ મારું થયું. એક-બે મિત્રો ટક્યા. બીજાને અનુકૂળ ન થયું. હું તો આ માટે જ આવી હતી. એટલે શ્રદ્ધાપૂર્વક ટકી ગઈ, અને ત્રીજા દિવસથી સમજાવા માંડ્યું. પછી તો લગભગ દસેક વર્ષ તેમનો સમાગમ અવારનવાર થતો. અમદાવાદ આવતા ત્યારે ખાસ સત્સંગ માટે બોલાવતા. તેમનો વાર્તાલાપ આત્મલક્ષી જ હોય. મારે તો મારી સાધનામાં આ બધું પ્રેરકબળ હતું. તેમના સ્વાધ્યાયની નોંધોની લગભગ ૪૪ ફાઈલો હતો. છેલ્લા દિવસોમાં મને કહે: “તમે આ અંગે કંઈ કરજો.” પણ તે કામ જરા કપરું હતું. દરેક પાને વિષય બદલાય, વિષય પણ ગૂઢ હોય એટલે તેનું લખાણ તૈયાર કરવાનું મુશ્કેલ લાગ્યું, એટલે મુલત્વી રાખતી. પરંતુ તેમના અવસાન વિભાગ મારી મંગલયાત્રા Page #246 -------------------------------------------------------------------------- ________________ પછી પેલો અવાજ સંભળાતો : “આ અંગે કંઈ કરજો'. એનો વિચાર કરતાં ઉકેલ મળ્યો. દસેક ફાઈલો લીધી. દરેક પાને વિષય બાંધ્યા અને અમારી સત્સંગી બહેનોને વિષયવાર ઉતારા કરવા આપ્યા, તે રીતે દસેક ફાઈલોનું કામ થઈ શક્યું. તે પુસ્તકરૂપે “સ્વરૂપસાધનાનાં સોપાન” પ્રગટ થયું. જેનું ખર્ચ ધ્રાંગધ્રાના જૈન શ્વે. મૂ. તપાગચ્છ સંઘે કર્યું હતું. તે ઉપરાંત તેમનું અન્ય સાહિત્ય પણ પ્રગટ થતું જાય છે. તેમના સ્વાધ્યાયનો સાર આ પ્રમાણે છે. આત્મા (ઉપયોગ) આત્મામાં ઉપયોગમાં) લીન થાય તો પરમાત્મા બને. બહાર નીકળેલો બહારમાંથી અંદર અર્થાત્ બહિર્મુખી એવો અંતરમુખી થાય અને અંતરલીન બને તો અરિહંત બને. માનવમાં પહેલું માનવતાનું બીજું સજજનતાનું, ત્રીજું સાધુ-સંત અંતરાત્માનું અને ચોથું સિદ્ધ સ્વરૂપ-પરમાત્માસ્વરૂપનું લક્ષણ અને સ્વભાવ છે, આ વિકાસક્રમ છે. માનવ દુઃખી હોઈ શકે, સજ્જન પણ દુઃખી હોઈ શકે. જયારે સાધુ-સંતને દુઃખ હોય પણ તે દુઃખ તેમને દુઃખ આપી ન શકે. જ્યારે અરિહંત પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા તો ન સુખી હોય કે ન દુઃખી હોય, તેઓ તો સદા સર્વદા સ્વભાવદશામાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં નિમગ્ન હોય. ઉપયોગનો નિયમ : કોઈ પણ પરપદાર્થમાં ઉપયોગ તન્મય થાય એટલે તે રૂપે ઉપયોગ પરિણમે છે. સજાતીય અને સ્વરૂપ-ઐક્ય અરિહંતસિદ્ધપદમાં ઉપયોગથી પરિણમવું તે મોક્ષમાર્ગની અનન્ય સાધના છે. ઉપયોગ અનાદિકાળથી લક્ષણ રૂપે છે. અને ઉપયોગમાંથી અશુદ્ધિ નીકળી જાય એટલે ઉપયોગ શુદ્ધ રહે છે. તે નિરાવરણ જ્ઞાન છે. - પંચપરમેષ્ઠિનું સ્વરૂપ એ પ્રત્યેક જીવનું સ્વ-સ્વરૂપ છે. એટલે કે સ્વગુણપર્યાય છે. જ્યારે પંચપરમેષ્ઠિ વ્યક્તિ એ સજાતીય પરદ્રવ્ય છે. પંચપરમેષ્ઠિનો શબ્દાર્થ એ જ જગતમાં સત્યજીવન છે. વિરોધી પદાર્થના સંયોગનો નાશ કરવો અથવા પુદ્ગલથી સર્વથા જુદાં પડવું તેનું નામ જ “અરિહંત' અને ફરી પાછા પુગલસમ (દેહરૂપી પગલાવરણને ન ધારણ કરવા) ન બનવું તેનું નામ સિદ્ધ. અધ્યાત્મ: આત્મભાવમાં રહેવું તે અધ્યાત્મ છે. તે વડે રાગ નષ્ટ થઈને વીતરાગતા આવે છે. પૂર્ણ વીતરાગતા પ્રગટવાથી જ્ઞાન નિરાવરણ બને છે, નિર્વિકારી બને છે. મારી મંગલયાત્રા ૨૨૭ વિભાગ-૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ તીર્થયાત્રા કરીને તું સહજાવસ્થામાં ન આવે તો વ્યર્થ. પ્રતિમા પૂજન કરીને તું સહજાવસ્થામાં ન આવે તો વ્યર્થ. ધ્યાનધારણા કરીને તું સહભાવસ્થામાં ન આવે તો વ્યર્થ. શ્રી પનાભાઈ મુંબઈના નિવાસને સમેટી પાછળથી પોતાના વતન ધ્રાંગધ્રા વધુ સમય ગાળતા છતાં જોકે મુંબઈના તેમના ભાવિકો તેમને મુંબઈ રોકી લેતા. લગભગ ૧૯૯૯માં તેમને કેન્સરનું દર્દ થયું. તેઓ ધ્રાંગધ્રા આવી ગયા હતા. અમે તેમની શાતા પૂછવા ગયા. મને અને દક્ષાને તે દિવસે તેમણે બે વાર બોધ આપ્યો. એવું લાગે કે જાણે દર્દી નથી. તેઓને વારંવાર અહેસાસ આવતો કે તેમને માથે સરસ્વતીદેવી ઝૂમી રહ્યાં છે. આથી તેઓ ખૂબ પ્રસન્નતા અનુભવતા. ત્યાર પછી થોડા દિવસમાં તેમનો દેહવિલય થયો. ધ્રાંગધ્રાના સમાજે તેમની પાલખી યુક્ત અંતિમવિધિ સાદર પૂર્ણ કરી હતી. ઈડરમાં શ્રેષ્ઠ સાધક શ્રી ગોકુળભાઈનો સમાગમ : - લગભગ ૧૯૮રના ચાતુર્માસમાં મને ઈડરમાં દોઢમાસી કરી નિવૃત્તિમાં રહેવાની ભાવના થઈ. ત્યારે ત્યાં શ્રી રમણભાઈ અને વસુબહેન હતાં વળી જ્યોતિબહેન પણ હતા. તે સમયે શ્રી ગોકળભાઈનો પ્રથમ પરિચય ઘણો લાભદાયી નિવડ્યો. તેમના સત્સંગનો ઉત્તમ લાભ મળ્યો. ચાતુર્માસના દિવસોમાં ઈડરમાં નિવૃત્તિ માટે સાધકો આવતા. તેમાં પ્રથમ વાર સવિશેષ કરીને શ્રી ગોકુળભાઈના સ્વાધ્યાયનું શ્રવણ થયું. સાંભળેલું કે તેમણે યુવાનીમાં વીસી-પચ્ચીસી પૂરી થતાં અજબનો પલટો લીધો. વડીલોએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને પૂર્વનો કોઈ ગહન સંસ્કાર જાગ્યો. લગ્ન શાને માટે ? અને વડીલોને અભિપ્રાય જણાવ્યો કે પોતે બ્રહ્મચારી રહેવાના છે. બીજો પ્રશ્ન ધંધો શા માટે? ધંધાથી મુક્ત થઈ પોતાની સ્વયં આજીવિકા પરિમિત કરી ધર્મમાર્ગે સત્વર પ્રયાણ કર્યું. મૂળ સંસ્કારે શ્વેતાંબર સંપ્રદાયના છે પરંતુ શાસ્ત્રના અભ્યાસ અને દિગંબર આચાર્યોના પરિચયથી તેઓ મુખ્યત્વે દિગંબર આમ્નાયને અનુસરે છે છતાં વિશાળ બુદ્ધિના અને મધ્યસ્થ છે. વળી શ્રીમદ્ રાજચંદ્રની પ્રત્યે તેમની અનન્ય શ્રદ્ધા છે. ગૃહસ્થદશામાં પણ વૈરાગ્યની પ્રતિભાનાં દર્શન તેમને શ્રીમદ્જીમાં થતાં. મૂળ નામ હિંમતભાઈ પરંતુ ગોકુળભાઈના નામથી ઓળખાય છે. શાસ્ત્ર-અભ્યાસમાં નિપુણ છે, તપસ્વી છે. તેઓ ઈડરની ગુફામાં ધ્યાન આરાધના કરતા. આથી ઈડર કોઈ વાર તેમના સાન્નિધ્યનો લાભ મળતો. ૨૨૮ મારી મંગલયાત્રા વિભાગ Page #248 -------------------------------------------------------------------------- ________________ તેઓની સાધના શૈલીમાં મુખ્યતા એ હતી કે “સ્વભાવ આશ્રયે ધર્મ એ સાચી સાધના છે. બહારમાં જે જે કાંઈ ક્રિયાનું આલંબન હોય તે ભૂમિકા પ્રમાણે થતું રહે ત્યારે પણ દૃષ્ટિનું જોર સ્વભાવ પ્રત્યે કે તે જ ધર્મ છે. માટે પ્રથમ તો સ્વ અને પરનો ભેદ જાણો. સ્વભાવ સાથે અભેદ અને પરથી ભેદ જ્ઞાન એ સાધના છે. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી પરંતુ અનુભવજ્ઞાનથી જ નિવેડો છે. માટે કોઈ પણ સાધનાનો ધર્મ અને મર્મ સ્વભાવના કે સ્વરૂપના આલંબનથી જ થઈ શકે.” તેઓ કહેતા : પ્રથમ ભૂમિકામાં બાહ્ય આલંબનમાં વીતરાગની મૂર્તિ, (દિગંબર) નિગ્રંથ ગુરુ અને સ્વભાવરૂપ ધર્મ એ શ્રદ્ધાના બળે વ્યવહાર-ધર્મ સાચો કહેવાય. એ સિવાય વ્યવહારધર્મ પણ ખોટો છે. તો નિશ્ચયધર્મ તો દૂર જ માનવો. દેહથી ભિન્ન એવા આત્માનું ચિંતન કરો, મનન કરો. તેનો વારંવાર પ્રયોગ કરો. જેની ભેદજ્ઞાનની પ્રખરતા છે તેવા જ્ઞાનીજનોના સંપર્કમાં રહેવાથી સ્વરૂપદષ્ટિ કેળવાશે. તે સિવાય જે કાંઈ કરશો તેનાથી સ્વભાવાલંબન નહિ આવે. ભૂમિકા અનુસાર દર્શનપૂજન-સામાયિક-સ્વાધ્યાય હોય પણ તે સર્વેના મૂળમાં તો વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને સ્વભાવરૂપ ધર્મના દઢ શ્રદ્ધાન અંગેનો નિર્ણય થવો જોઈએ, તેના આધારે નવતત્ત્વોને શ્રદ્ધાન પણ સાચું ઠરે છે. ગોકુળભાઈ વયમાં તો નાના છે પણ જ્ઞાનવૃદ્ધ છે. તેમને શ્રી સમયસાર - શ્રી નિયમસાર જેવા ઉત્તમ ગ્રંથોનો ઊંડો અભ્યાસ છે. તેમની પાસે એ ગ્રંથોનો અભ્યાસ કરવાનો મને પણ ઉત્તમયોગ થયો. તત્ત્વની શ્રદ્ધામાં જરાપણ માંડવાળ ન કરે. પ્રશ્નોનું નિરાકરણ સમતાથી અને શાસ્ત્રના આધારે જ.કરે. શાસ્ત્રોના સિદ્ધાંતોનું તેમનું અવલોકન દઢ છે. ચર્ચાવિચારણા તેના આધારે જ કરતા હોય છે. તેઓનો નિવાસ અમદાવાદમાં છે. એટલે અત્રે તથા અન્ય સ્થળોમાં તેમના સ્વાધ્યાય-શિબિરનું આયોજન થતું હોય છે. જોકે તેઓ બાહ્ય પ્રવૃત્તિમાં અતિ અલ્પ સમય માટે જતા હોય છે. નિવૃત્તિસ્થાનમાં ન ગયા હોય ત્યારે તેમના નિવાસે પણ તેઓ એકાંતમાં વધુ સમય રહેતા હોય છે. પ્રાયે એકાસણાનું તપ હોય છે. એક વાર હું દિવાળીમાં લગભગ ૨૦૦૧માં ગઢના પહાડ પર દિગંબરના મંદિરના સ્થાનમાં તેમની નિશ્રામાં રહી હતી. બે વાર સ્વાધ્યાય આપતા; તે સિવાય એકાંતમાં મૌન સાધના કરતા. એક વાર ગુફામાં તે અને એક બીજા ભાઈ ધ્યાનમાં બેઠા હતા. પેલા ભાઈને પાછા આવેલા મારી મંગલયાત્રા રર૯ વિભાગ Page #249 -------------------------------------------------------------------------- ________________ જોઈને પૂછ્યું, તે કહે કે “ગુફાની બહાર દીપડો બેઠો છે. ગંધથી મેં આંખો ખોલી. દીપડો જોઈ ગભરાયો એટલે પાછો આવ્યો.' સમય થયે ગોકળભાઈ આવ્યા. મેં પૂછયું કે આજે દીપડાના દર્શન થયા ? કહે : તે આવ્યો, બેઠો, સમય થયો અને તે ગયો. અમે બંનેએ અન્યોન્ય જોઈ લીધા. કામ પૂરું થયું. આવી નિર્ભયતા તેમને આત્મસાત્ હતી. આજ સુધી તેમની આ એકાંત સાધના થતી રહી છે. જયારે શરીરમાં કાંઈ વ્યાધિ થાય ત્યારે તેઓ પુષ્ટ આલંબન દ્વારા ઉપયોગને જોડી રાખે અને ભેદજ્ઞાનનો પ્રયોગ કરે. ન છૂટકે ઉપચાર કરે. પ્રારંભમાં એ શરીરને કહે કે આગતાસ્વાગતા તને નહિ મળે. તમે રહો કે જાવ, મારા આત્મપ્રદેશને કોઈ ક્ષતિ થવાની નથી. ઉપચાર દહલક્ષી ન કરે પણ વિકલ્પ શમાવવા પૂરતો કરે-આવું તેમનું સ્વભાવલક્ષી મનોબળ છે. સૌને આ પદ્ધતિ સમજાવે છે. અમદાવાદ હોય ત્યારે તેમના સત્સંગનો લાભ ઘણો પ્રેરણાદાયી રહે છે. મુખ્યત્વે તત્ત્વદૃષ્ટિની પ્રધાનતાથી ભૂમિકા અનુસાર આરાધના વિષે નિરૂપણ કરે, અંગત રીતે મને એમાં ઘણો લાભ થયો છે. ભેદજ્ઞાનની વિશેષતા સમજાવતા. તેમાં ભેદજ્ઞાનના અનુભવીનો પરિચય ઉપયોગી થાય માટે એવો પરિચય કેળવવા માટે ચર્ચાવિચારણા કરતા. તેઓનો સાત્ત્વિક અને તાત્ત્વિક પરિચયનો લાભ આજ સુધી મારા જીવનમાં પ્રેરકબળ છે. મારી બીમારીમાં તેમણે મને સત્સંગ વડે ઘણી સહાય કરી છે. આત્મલક્ષ બળવાન રહે તેવી પ્રેરણા આપી છે, આવો પુણ્યયોગનો શક્ય તેટલો લાભ ઉઠાવું છું. મારી મંગલયાત્રાના આ સૌ સાથીઓ છે. એકાંતવાસી સાધક શ્રી યોગેશભાઈની સાથે ધર્મવાર્તા : ઈડરમાં જયારે મારી સ્થિરતા હોય, ત્યારે ડૉ. હરિભાઈ સાથે યોગેશભાઈ આવતા તે સમયે તેમનો પરિચય થયો હતો. ત્યારે તેઓ શ્રોતાગણ તરીકે સ્વાધ્યાયમાં બેસતા. પછી તો તેમનો આત્મવિકાસ યુવાનીમાં વૃદ્ધિ પામ્યો. એટલે કહું કે હવે હું શ્રોતા છું. વાસ્તવમાં તેમની સાધનાની પ્રતિભાનો એવો પ્રભાવ મારા પર રહ્યો છે. તેઓ મૂળ પાલનપુરના ગર્ભશ્રીમંતના સુપુત્ર છે. વળી તેમના ભાઈ મુંબઈમાં રહેતા, તેમની સાથે ધંધામાં જોડાયા. તેઓ કહેતા કે એક વાર પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરજીનું પ્રવચન સાંભળી મારી વિચારધારા પલટાઈ ગઈ. અનુક્રમે મેં સંસારથી મુક્ત થવાનો મારો અભિપ્રાય માતાને કહ્યો. વિભાગ-૯ મારી મંગલયાત્રા ૨૩O Page #250 -------------------------------------------------------------------------- ________________ તેમણે મારી ઘણી ચકાસણી કરી. ત્યારપછી મારા અંતરધ્વનિ પ્રમાણે હુની શોધમાં નીકળ્યો. તેઓએ શ્રી ગોયંકાજીનાં સ્થાનોમાં સાતેક વર્ષ વિપશ્યનાની આરાધના કરી મૌનને અને સાક્ષીભાવને પુષ્ટ કર્યા છે. ત્યાર પછી પાલનપુરના સોનગઢમાં પૂ. કાનજીસ્વામી પાસે બોધ પામેલા ડૉ. શ્રી હરિભાઈનો મેળાપ થતાં તેમની આરાધનામાં સ્વસ્વરૂપબોધનું આકલન થયું. તેમાં વળી શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, બોધામૃત વિગેરેના ઊંડાણપૂર્વકના પુનઃ પુનઃ અભ્યાસથી અંતરમાં ક્ષયોપશમભાવ વૃદ્ધિ પામ્યો. ડૉ. શ્રી હરિભાઈ તેમના ગુરુસ્થાને હતા. યોગેશભાઈની સેવાપરાયણતાનાં દર્શન કોચીનમાં થયાં. અમે લગભગ ૧૯૮૮માં શ્રી વિણાબહેન, યોગેશભાઈનાં ફોઈના આમંત્રણથી કોચીન સત્સંગ માટે ગયાં હતાં. ત્યાં મને તેમનો નિકટથી પરિચય થયો. શ્રી હરિભાઈ સવારે અમને શ્રી સમયસારજીનો સ્વાધ્યાય આપતા, વળી ત્યાંના ઉપાશ્રયમાં સવારે મારો સ્વાધ્યાય અને રાત્રે શ્રી હરિભાઈનો સ્વાધ્યાય રહેતો. - શ્રી હરિભાઈની દિનચર્યામાં યોગેશભાઈ એક પલકમાં તેમની જરૂરિયાત સમજી લેતા. શ્રી હરિભાઈનું વાત્સલ્ય અને યોગેશભાઈની સેવાનું યુગલ બોધદાયક હતું. વળી ભાઈનો બોધ સ્વાત્મસ્વરૂપ પ્રત્યેનો હતો. ““તું પરનું કંઈ કરી શકતો નથી, તો પછી શા માટે આટલો મથે છે? જયાં તારું કરવાપણું છે ત્યાં દષ્ટિ કર તો તારું સ્વરૂપ પ્રાપ્ત થશે.” - યોગેશભાઈ આ બોધને ખૂબ ઘૂંટતા. છેવટે ભાઈએ તેમને એવું સૂચન કરેલું કે તારે બહુ ભીડમાં રહેવું નહિ, બાહ્ય પ્રવૃત્તિની વિશેષતા કરવી નહિ. શક્ય તેટલો એકાંતમાં લાભ છે. તેઓના અવસાન પછી યોગેશભાઈ ઘણું ખરું એકાંતમાં સાધના કરે છે. ઈડરની ઉપરની ગુફામાં, અચળગઢ (આબુ)ના પહાડમાં, છેલ્લાં થોડાં વર્ષોથી કૌશાની હિમાલયમાં મૌન એકાંતની સાધનામાં રહે છે. ઈડરની ખુલ્લી ગુફામાં રહે એટલે દીપડા, રીંછ, સર્પ જેવાં પ્રાણીઓ. (મિત્રો)નો મેળાપ થાય. તેમનો મૈત્રીભાવ જોઈ તે પ્રાણીઓ પણ જરા નજર નાંખી સ્વસ્થાને જતા રહે. એમાં નિર્ભયતાનું દર્શન થતું. કૌશાની એટલે હિમાલયનો ઠંડો પ્રદેશ. ત્યાં તેઓને દેહમાં સાક્ષીભાવની પુષ્ટિ થાય છે. વિપશ્યનાના ઘેરા અભ્યાસથી તેમનામાં આ શક્તિ આવિર્ભાવ થઈ છે. તેમનામાં ભક્તિભાવનું પ્રભુ પ્રીત્યર્થનું પ્રાધાન્ય મારી મંગલયાત્રા ૨૩૧ વિભાગ-૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ છે. સાથે સ્વલક્ષ્ય પણ પુષ્ટ છે. વારંવાર એક તત્ત્વ ઘૂંટે છે: “તું જાણનાર છું, કરનાર નથી.” કોઈ વાર સળંગ એક, બે કે ચાર માસ કાષ્ઠમૌન પાળે છે. એકાસણાના વ્રત સહિત તેમની સાધના હોય છે. આમ વળી તેઓ ફરતા સાધુ જેવા છે. ઈડરનાં સ્થાનોમાં હોય તો પણ લોકસંપર્ક અતિ અલ્પ હોય છે. આવું એકાંત સેવન વિરલ જીવોમાં જોવા મળે છે. અમદાવાદ આવે ત્યારે ક્યારેક સત્સંગનો યોગ થાય છે. મૌન પછીની તેમની વાણીમાં એવું રસાયણ ઝરે છે કે તેના શ્રવણમાં પ્રેરકબળ મળતું અનુભવાય છે. પ્રાણીમાત્રમાં મૈત્રીભાવ, દેહ પ્રત્યે સાક્ષીભાવ, શ્રીમજી તથા પ્રભુ પ્રત્યે અનન્ય ભક્તિભાવ, વિગેરેનો તેમના જીવનમાં પવિત્ર સંગમ છે. તેઓ કહેતા હોય છે કે : જે કાંઈ બને છે તેનો તું જાણનાર છું. કર્તાભાવ છોડે તો ભોક્તાભાવ છૂટે. મારા ઉપયોગના દર્પણમાં પદાર્થનું-રાગાદિનું પ્રતિબિંબ પડે છે તેનો હું જાણનાર છું, તેમ પુરુષાર્થ ફોરવે તો તું મુક્ત છું.” વળી તેઓ સ્વદોષદર્શન પ્રત્યે જાગ્રત રહેવાનું અને નિરીક્ષણ કરવાનું કહેતા હોય છે. સ્વયં કરતા હોય છે. એકાંતમાં પ્રભુ સાથે એવી રીતે મનોભાવ વ્યક્ત કરવાની તેમની પદ્ધતિ છે, જેના વડે દોષ જણાય અને જાય. ચિત્તની નિર્મળતા પ્રગટે છે તેવો તેમનો અનુભવ પ્રત્યક્ષ અનુભવાય છે. યોગેશભાઈનું યોગમય જીવન પ્રેરણાદાયી છે. કલ્યાણમિત્ર જ્યોતિબહેન પ્રત્યેનો અહોભાવ : વાસ્તવમાં જયોતિબહેન અને હું એક જ પોળની દીકરીઓ. પણ ઉંમરમાં હું પાંચેક વર્ષ મોટી અને મારાં લગ્ન નાની વયમાં થયેલાં એટલે અમારો વિશેષ પરિચય ન હતો. પરંતુ શ્રી રમણભાઈ કે જે ઈડર આશ્રમના ટ્રસ્ટી હતા તેમના અવસાન પછી તેમના નાનાભાઈ એટલે જ્યોતિબહેનના પતિ શ્રી કલ્યાણભાઈ ટ્રસ્ટીપણે આવ્યા. તેઓ ધંધાથી નિવૃત્ત હતા તેથી આ દંપતી ઈડર ઘણો સમય રહીને વ્યવસ્થા સંભાળતાં. તે પહેલાં જયોતિબહેનનો સામાન્ય પરિચય રમણીકકાકાના સંબંધથી થયેલો. તેઓ માનવસેવાનું કાર્ય કરતા ત્યારે પણ પરિચય થયો હતો. વળી કૌટુમ્બિક સગપણ ખરું પરંતુ અહીં આત્મિક સંબંધથી આત્મીયતાની વાત છે. તેઓ બાળપણથી સાત્ત્વિકતા ધરાવતા હતા. શ્વેતાંબર સંસ્કારવાળા હોવાથી સાધુજનોનો પરિચય પણ ખરો. એટલે બાળપણથી સાદાઈ, સત્ય જેવા ગુણોના ગ્રાહક અને ધાર્મિક વૃત્તિના હતા. તેમાં સાસરે વડીલો વિભાગ-૯ ર૩ર મારી મંગલયાત્રા Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી હોવાથી તેઓને તેના સંસ્કારો મળ્યા. તેઓને સંતાનની કોઈ જવાબદારી ન હતી તેથી તેઓ વધુ સમય ઈડર ગાળતા. ત્યારે મારે પણ નિવૃત્તિ માટે ઈડર જવાનું થતું. દંપતી આશ્રમની સુવ્યવસ્થિતપણે, સાત્ત્વિકતાપૂર્ણ વ્યવસ્થા સંભાળતાં. જયોતિબહેન તો શાસ્ત્રના અભ્યાસી, ત્યાગમયજીવન, સંતસેવાસેવી, કુશળ છતાં નમ્ર, અધ્યાત્મપ્રેમી તો ખરાં. ટૂંકમાં સાધનારત જીવન જીવવાની રુચિવાળાં (જોકે એમની સાથે વાત કરતાં આ બધું કહું ત્યારે મને રોકતાં) પણ મને જે ભાવ થયા, તેમના ગુણોનો અનુભવ થયો, તે ઉપરાંત તેઓ ઈડર જયારે હું સ્થિરવાસ કરતી ત્યારે મારી સંભાળ રાખતા, સત્સંગમાં ખૂબ સાથ આપતા. તેથી કંઈક લખવા પ્રેરાઉ તેમાં નવાઈ શી? ઈડરમાં પોતે સ્વાધ્યાય કરતા અને કરાવતા. વળી ઘણી વાર રાત્રે અમારો અંગત સત્સંગ પણ થતો. હવે છેલ્લાં થોડાં વર્ષોથી શારીરિક તકલીફને કારણે અને તેમના પતિના અવસાન પછી તેઓ પૂજય શ્રી આત્માનંદજીની નિશ્રામાં કોબા આશ્રમમાં ઘણો સમય નિવૃત્તિ ગાળે છે. શ્રીમદ્જીના વચનામૃતનો તથા સમયસારાદિ ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી તેમાંથી ધર્મનો મર્મ ગ્રહણ કરી અંતરમુખ સાધના માટે તેમનો પુરુષાર્થ અનુમોદનીય છે. શ્રીમદ્જી પ્રત્યે તેમની અનન્ય શ્રદ્ધા છે, તે તેમના જીવનનું ઉત્તમ પ્રેરક બળ છે. વળી જ્યારે અમદાવાદ હોય ત્યારે ઘણા સમયથી રાત્રે બે કલાક સત્સંગ કે વાંચન અમે અવશ્ય કરતાં. આમ મને પણ તેમની પાસેથી ઘણી પ્રેરણા મળતી. વાસ્તવમાં અમે બંને અન્યોન્ય પ્રેરણા લેતાં. અને અમારા અનુભવોનું આદાનપ્રદાન કરી જીવનસ્વરૂપલક્ષી કેમ બને તેની ઊંડાણથી વિચારણા કરતા અને પ્રસન્નતા અનુભવતા. તેઓ વારંવાર એક વાત ઘૂંટતાઃ આ માનવજીવનની પળેપળ કીમતી છે. તેના વડે જેટલું અંતર મોક્ષ પ્રત્યે કપાય તેટલું કાપી લેવું, ચઢતાપડતા પણ આગળ વધવું. તેઓ કહેતા, ઘણી વાર સંસ્કારવશ પ્રમાદને વશ થઈ જવાય છે ત્યારે સત્પુરુષના બોધનું તેમના જીવનપ્રસંગનું સ્મરણ કરીને ટકવા મથ્યા જ કરવાનું છે. સ્વરૂપદષ્ટિ માટે તેઓ શાસ્ત્રનાં ઘણાં ટાંચણ કહેતા, તેમને કંઠસ્થ થયેલું ઘણું ચર્ચાવિચારણામાં કહેતા ત્યારે મને આવા સત્સંગી-કલ્યાણમિત્ર મળ્યાનો ઘણો અહોભાવ થતો, જોકે તેઓને મારા તરફ ઘણો પૂજ્યભાવ હોવાથી મારી આવી વાતોને સ્વીકારતા નહિ તે તેમની નમ્રતા છે. ટૂંકમાં મારી મંગલયાત્રા વિભાગ-૯ ૨૩૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ મારા જીવનમાં ઘણા સત્સંગી મિત્રોમાં તેમનું સ્થાન હૃદયમાં હાર્દિક રીતે અંકિત થયેલું છે. વળી મારી અકસ્માતથી થયેલી બીમારીમાં તેમણે ઘણો સમય આપી, સત્સંગ દ્વારા મહાપુરુષોના, શ્રીમદ્જીના બોધનું પાન કરાવતા, આથી મને દેહાધ્યાસ તરફનું લક્ષ્ય મંદ થવામાં પ્રેરણા મળતી. કહેવાય છે કે સન્મિત્રો-કલ્યાણમિત્રો મળવા તે પુણ્યોદય છે. તેઓ આહારાદિની પ્રક્રિયામાં ખૂબ સંયમ રાખે છે, સ્થૂલ હિંસામાં પણ જાગ્રત, આરંભના પ્રકારથી સાવચેત રહેતા. જીવન નિર્દોષ રહે તે માટે જાગ્રત રહેતા આથી તેમની પાસેથી પ્રેરણા મળતી. તેમના જીવનમાં ઉત્તમ મહાનુભાવોનો સહવાસ થયેલો તેના સંસ્કાર પણ ખરા. સંતસેવા એ તેમનો હૃદયમાં અંકિત થયેલો ભાવ છે. હું હંમેશાં તેમને મારા જેવા, અગર ત્યાગમાં આગળ માનું. તે તેનો નકાર કરે. ઈડર હોઉં ત્યારે ઓરડાની સફાઈ કરી જાય, કપડાં મૂકી જાય. આવી તો કેટલી સેવા કરે, હું કહું તમે ઘણું પુણ્ય લૂંટી લો છો. અમારી નિકટતા એવી છે કે આંતરિક વિચારણામાં ઘણી મોકળાશ અનુભવીએ છીએ. પુરાણા કે વર્તમાનમાં થતા દોષનું નિરીક્ષણ કરીને કેમ દૂર કરવા તેની શાસ્ત્રબોધના આધારે વિચારણા કરીએ. પૂર્વે થયેલા માયાના કે ઉગ્રતા-દોષનું તે પ્રસંગનું વર્ણન લઈ વિચારીએ અને પુનઃ તેવો દોષ ન થાય તે માટે અન્યોન્ય નિખાલસતાથી સલાહસૂચન કરીએ. સવિશેષ જીવદયા પ્રત્યે અને આહારની શુદ્ધિ માટે તેઓ જાગૃતિ રાખી જીવનમાં ઘણો સંયમ કેળવી શક્યા છે. તેમની પણ મારા જેવી એક ઝંખના છે-સમ્યક્ત્વની સન્મુખ રહી તેની પ્રાપ્તિ માટે જીવનને તે માર્ગે દોરી જવું. આમ અમારી આરાધનામાં ઘણું સામ્ય છે. એટલે લ્યાણમિત્રો છીએ. હર્ષામાંથી સાધ્વી દઢપ્રતિજ્ઞાશ્રી (ઈડરની ભેટ) : અમદાવાદમાં વર્ષો પહેલાં વર્તમાન સુધારક ત્રિપુટીબંધુ સાધુ અવસ્થામાં હતા ત્યારે વિદ્યાશાળાના ઉપાશ્રયે મને માંડવીની પુત્રી હર્ષાનો પરિચય થયો હતો. પછી તે પરિચયને કારણે હું ઈડર હોઉં ત્યારે તે આરાધના માટે આવે, સાથે રહે. શ્રાવિકાના આચારના પાલનયુક્ત તેનું જીવન હતું. તે ઉપરાંત વિનય અને નમ્રતાના ગુણોથી વિભૂષિત હતી. પોતાની આરાધના કરે, અને સેવાકાર્ય પણ કરે. હા, ખૂબ લાગણીપ્રધાન હતી. કયારેક કસોટી સમયે રડી જવું તે તેને સહજ હતું, પરંતુ તરત જ ૨૩૪ મારી મંગલયાત્રા વિભાગ-૪ Page #254 -------------------------------------------------------------------------- ________________ મન વાળી લેતી. ઈડરની સહસાધનાને કારણે ઈડરની ભેટ કહું છું. કોઈ વાર સાથે યાત્રામાં આવતી. હું માંડવી જતી ત્યારે તેમના પિતાને ઘરે જતી. તેની દીક્ષા લેવાની ભાવના હતી. પરંતુ માતાપિતા મંજૂરી આપતાં નહિ. તેઓ કોઈ શ્રીમન્ના ભક્તને મળેલા, તેમણે સલાહ આપી કે આ કાળમાં દીક્ષાનો કંઈ અર્થ નથી. કષાયમુક્ત થવું તે ધર્મ છે. આ વાત તેમના મનમાં ઠસી ગઈ. હું માંડવી ગઈ ત્યારે ચર્ચા થઈ મને કહે : કષાયમુક્ત થાય પછી દીક્ષા લે. વળી હવે અમારી ઉંમર થઈ છે. મેં કહ્યું : “વર્ષા શું કષાય કરે છે ! વળી કષાયના સંસ્કાર તો સામાન્ય રીતે હોય તે નાશ કરવા ચારિત્ર છે. વળી તમારે પુત્ર છે, આ માનવભવમાં જ દીક્ષાનો યોગ હોય છે. શ્રીમદે દીક્ષાની ના પાડી નથી, એ ખોટો ખ્યાલ છે. તમે વૃદ્ધ થયા છો, વળી તમે ન હોય ત્યારે હર્ષાએ શું કરવાનું? ભાઈ ભાભી સાથે સંસારમાં રહે તેના કરતાં ઉપાશ્રયે ગુરુની નિશ્રા વધુ સારી છે. જેટલાં કર્મ ચારિત્રથી ખપશે તેટલાં કંઈ સંસારમાં ખપવાના નથી. વળી આમેય તેનામાં ક્લેશની મંદતા છે. આમ ચર્ચા થઈ. તેમને ગળે વાત ઊતરી હશે. હર્ષાના અંતરાય ખપ્યા હશે. માતા-પિતાએ રજા આપી. તેની દીક્ષા પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજીના સમુદાયમાં થવાની હતી. તેથી ગુરુદેવની આજ્ઞા માટે તેમનાં ગુણીનો પત્ર આવ્યો. તે સમયે આચાર્યશ્રી સૂરત હતા, ત્યારે યોગાનુયોગ હું સૂરત ગુરુદેવ પાસે વાચના માટે ગઈ હતી. તે પત્રમાં મારા નામનો ઉલ્લેખ હતો કે હર્ષાએ સુનંદાબહેન પાસે આરાધના કરી છે. - હું વાચના સમયે ગુરુદેવ પાસે ગઈ. તેમણે પૂછ્યું કે “તમે માંડવીની હર્ષાને ઓળખો છો ?' હા, તે મારી સાથે રહેતી હતી. અભ્યાસી, આચારયુક્ત અને વિનયી છે.” “તેને દીક્ષા લેવાનું મુહૂર્ત આપવાનું છે.” મારાથી સહજ કહેવાઈ ગયું: “સાહેબજી ! તેને ક્રિયાઓની વિશેષતા અનુકૂળ નહિ પડે, શાસ્ત્રાભ્યાસ મૌન-ચિંતનની રુચિવાળી છે.” ગુરુદેવે પત્રમાં આજ્ઞા લખી, સાથે જણાવ્યું કે તેના ગુણી નોંધ લે કે તેની પાસે ક્રિયાનો વિશેષ આગ્રહ ન રાખે, તેમ સાધુજીવનને યોગ્ય ક્રિયામાં તે પ્રમાદ ન કરે વિગેરે. - ત્યાર પછી હર્ષા “દૃઢપ્રતિજ્ઞાશ્રી” સાધ્વી થયાં. તેના ગુરુ મારી મંગલયાત્રા વિભાગ-૯ ૨૩૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ દિવ્યદર્શનાશ્રીજી છે. તે આજે પણ મારા પ્રત્યે એવો જ આદર રાખી નિવાસે આવે છે. સારી રીતે ચારિત્રપાલન કરે છે. અમારા આવા સાધકોનો યોગ તે ધનભાગ્ય છે. આદરણીય પૂ. શ્રી આત્માનંદજીનો પરિચય તથા સમાગમ : પૂ.શ્રીનું જન્મથી નામ મુકુંદ સોનેજી. તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી, ડૉકટરની ડિગ્રી મેળવી કુશળ ડૉક્ટર તરીકે કામગીરી બજાવતા હતા. પોતાના જ સ્વબળે એ ક્ષેત્રે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. કૌટુમ્બિક જીવનમાં શર્મિષ્ઠાબહેન જેઓ ડૉક્ટર છે, તેમની સાથે લગ્ન થયાં. બંને પોતાના વ્યવસાયમાં ગોઠવાઈ ગયાં હતાં. એક સંતાનની પ્રાપ્તિ થઈ હતી. એક વાર તેઓને ભયંકર માંદગી આવી, ત્યારે ભાવિનું કોઈ ગૂઢ નિર્માણ તેમાં છુપાયેલું હતું કે શું ? તે સમયે તેમના હાથમાં “શ્રી કુંદકુંદનાં ત્રણ રત્નો” પુસ્તિકા જેમાં દિગંબર આચાર્ય ભગવંતશ્રી કુંદકુંદાચાર્યરચિત સમયસારાદિ ગ્રંથોનું સંકલન હતું એના અધ્યયને એવું ઊંડાણ પડ્યું કે તેઓ સ્વયં ગ્રંથનું મંથન કરવા લાગ્યા. (સાંભળેલું) આ શરીર રોગનું ઘર, આત્મા તેનાથી ભિન્ન કેવળ સચિત્ આનંદમય. એ મંથનમાં એમનો વિચારકળશ આત્મા પર ઢળ્યો. બાળપણમાં માતાપિતા તરફથી મળેલા સંસ્કારો અને સંતસમાગમરૂપી સરોવરમાં કરેલાં છબછબિયાં જાણે સરિતાના પ્રવાહમાં પહોંચ્યાં, આત્મા જાગ્યો. શરીર થાકેલું નિદ્રાધીન થાય, આત્મા જાગેલો વધુ સંશોધન કરે તેમ ડૉ. મુકુંદનું આંતરિક જીવન પરિવર્તન પામ્યું. ડૉક્ટરીના અભ્યાસકાળથી જ શાસ્ત્ર-અધ્યયન કરતા. વળી સંતોનો સમાગમ થતાં શાસ્ત્રાભ્યાસ વૃદ્ધિ પામ્યો. સ્વાત્મા પ્રત્યે ઝુકાવ વૃદ્ધિ પામતાં ક્ષયોપશમ વિકાસ પામ્યો. ત્યાં વળી તેઓને શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતોનો યોગ થયો. તેઓ કહેતા કે આચાર્ય ભગવંતોના તાત્ત્વિક શાસ્ત્રબોધથી સ્વાત્મસ્વરૂપનું નિશ્ચયરૂપ લક્ષ્ય થયું. પણ તે માર્ગે ચાલવાનું શ્રી વચનામૃતથી સમજાયું. સન્માર્ગનાં ગૂઢ રહસ્યો ઊકલતાં ગયાં. આ અભિગમે લગભગ ચાલીસ આસપાસ વર્ષની વયે, જ્યારે ડૉક્ટરી ધીખતી ચાલતી હતી ત્યારે તેમણે આંશિક નિવૃત્તિનો અભ્યાસ શરૂ કર્યો. પોતે સ્વાધ્યાય પ્રદાન કરતા, શિબિરો ગોઠવતા, પોતાના ત્યાગ અને તપના બળે તેમના ચાહકોની સંખ્યા વધી. સૌને લાગ્યું આપણું સાધના માટે નિવૃત્ત સ્થાન હોય તો સારું. તેઓ મત પંથના આગ્રહી નથી. મુખ્ય પદ્ધતિ દિગંબર આમ્નાયની વિભાગ-૯ ૨૩૬ મારી મંગલયાત્રા Page #256 -------------------------------------------------------------------------- ________________ છતાં સૌ સાધકો તેમની નિશ્રામાં સમાઈ જાય તેવા વિશાળ વડલા જેવું તેમનું વ્યક્તિત્વ છે. આમ સ્વ-પર શ્રેયરૂપ તેમના જીવનથી મળતા બોધથી ચાહકોનું આકર્ષણ વૃદ્ધિ પામ્યું. આથી સૌની ભાવના લક્ષ્યમાં રાખી તેની વિચારણા કરી ૧૯૮૧-૮૨માં અમદાવાદથી ૨૨ કિ.મી. દૂર ગાંધીનગરના કોબા ગામની સરહદે, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્રની સ્થાપના થઈ. આથી ક્રમે કરીને તેઓ મહદ્અંશે પારિવારિક સંબંધ અને વ્યવસાયથી મુક્ત થઈ આશ્રમમાં રહેવા લાગ્યા. એ દરમ્યાન તેઓએ મને આશ્રમમાં આરાધના-સ્વાધ્યાય માટે આમંત્રણ આપ્યું. તેમના મેધાવી, જ્ઞાનવૃદ્ધ, સરળચિત્ત અને નમ્રસ્વભાવી ગુણોનું મને દર્શન થતાં તેમનું સાન્નિધ્ય અનુકૂળ રહ્યું. તેમના સ્વાધ્યાયમાં સદાચાર-શીલયુક્ત જીવન અને સ્વરૂપલક્ષ્યનું સમન્વયકારી વક્તવ્ય આનંદદાયક રહેતું. તેઓનો વિશેષ ઝુકાવ દિગંબર આમ્નાયનો છે, છતાં તેઓ વિશાળતા ધરાવે છે. થોડા સમય પછી તેઓ વિશેષ નિવૃત્તિમાં સાધના કરવા લાગ્યા. વિશેષ પ્રકારે ત્યાગ અને સંયમજીવન સાથે સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિ સહજ રીતે વિકસતી ગઈ. તેમના ચાહકોનો તેમના પ્રત્યે અતિ આદર છે, તેઓને ગુરુપદે રાખી સૌ આજ્ઞાપાલનથી સાધના કરી રહ્યા છે. ત્યાગસંયમની વૃદ્ધિ સાથે જેવા ભાવ છે તેવું નામકરણ કર્યું છે : “આત્માનંદજી.” સંતશ્રી આત્માનંદજી નામે હાલ તેઓ પરિચિત છે. નામથી મુકુદ સોનેજીનું જીવન હવે ઉત્કૃષ્ટ સાધનાના અભિગમે યથાનામ પ્રવૃત્ત છે. મને તેમના સમાગમ અને બોધનો ઘણો લાભ મળ્યો છે, તે માટે તેઓ મારા ઉપકારી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આશ્રમનો અનેકવિધ વિકાસ થઈ રહ્યો છે. તેના પ્રણેતા તેઓ છે. તેઓનું સંતત્વ સૌને સ્પર્શે છે. સાંસારિક જીવનસાથી ડો. શર્મિષ્ઠાબહેનને હું “ઋષિપત્ની' કહેતી. તેમને પરોપકાર તથા સમતગુણ આત્મસાતુ છે. પતિના ત્યાગજીવન સામે એમણે ક્યારેય અંતરાય ઊભો કર્યો નથી. પત્નીને સ્ત્રી પ્રકૃતિ પ્રમાણે પતિનું ત્યાગીજીવન સ્વીકારવું કઠણ પડે તોયે તેમણે હસતે મુખે તે નિભાવ્યું છે. વળી શ્રી આત્માનંદજીની ભાવના એવી કે જો સાચો માર્ગ મળ્યાનો યોગ છે તો સંસારનો મોહ છોડવો. આ બોધને ગ્રહણ કરી એક આરાધક તરીકે તેઓ પણ હવે આશ્રમમાં રહી ઘણી નિવૃત્તિ ગાળે છે. સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિમાં સૌની ચાહના મેળવી છે. આશ્રમમાં તેમનું જનપ્રિયત્ન મારી મંગલયાત્રા ૨૩૭ વિભાગ-૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ છે. .શ્રીની જિહવાના બંને કામ મિતલક્ષી અને સંયમિત છે, અર્થાત્ આહાર સંયમ અને વાણીનો સંયમ તેમને આત્મસાત્ છે તે અનુભવમાં આવે છે. મૈત્રી આદિ ભાવનાઓથી તેઓ ભાવિત છે. પૂ.શ્રીના બોધનો સાર મુખ્યત્વે ભક્તિપ્રધાન અને તત્ત્વબોધનો હોય છે. તેમના પ્રવચનો સરળ, રસાળ, માર્મિક હોય છે. ‘મિથ્યાગ્રહનો ત્યાગ કરવો, પ્રમાદ વર્જિત, વિષલોલુપતાથી મુક્ત રહેવા વીતરાગતા પોષક સદ્ભુતનું નિરંતર શ્રવણ-વાચન કરતા રહેવું. ગુરુગમે કષાયને ઉપશાંત કરી શાશ્વત સુખ મેળવવા માટે આ માનવદેહ મળ્યો છે. તે માટે સત્પાત્રતા કેળવવી”. તેઓનું જીવન ત્યાગપરાયણ, પ્રયોગાત્મક અને વૈર્યમાન છે. ભેદજ્ઞાન જેવા તત્ત્વબોધ સાથે તેઓ ભક્તિમાર્ગની વિશેષતા દર્શાવે છે, જે જીવો માટે સરળ છે. તેઓ કહેતા હોય છે : આ દેહ જીવતું શબ છે, તેના મોહથી કર્મસત્તા સંસારમાં રખડાવનાર છે. તે માટે પ્રભુભક્તિ દ્વારા નિર્મમત્વ થવું. સગુરુના બોધના સાફલ્ય માટે સત્પાત્રતા કેળવવી તેમની આજ્ઞાનું પાલન કરવું. અંતરંગ જાગૃતિ રાખવી. તે માટે અનિત્યાદિ ભાવનાઓથી ભાવિત થવું. આ માર્ગ મહાપુરુષાર્થનો છે. માટે સતત સંત-સમાગમના ગ્રાહક રહેવું.' શ્રીમદ્ રાજચંદ્રજીના સાધના ક્ષેત્રો વિસ્તૃત છે. ૧૯૮૧માં શ્રી સોનેજીની પ્રેરણાથી અમદાવાદની નજીક ૨૨ કિ.મી. દૂર કોબા ગામની હદમાં આશ્રમની સ્થાપના થઈ. તે પહેલાં તેઓશ્રીની નિશ્રામાં યોજાતી શિબિરોમાં પ્રવચન માટે જવાનું થતું. ત્યાર પછી આ કેન્દ્રમાં નિવૃત્તિ માટે રહેવાનું ઘણું અનુકૂળ થયું. વળી તેઓશ્રીના સભાવથી સ્વાધ્યાયસમાગમનો લાભ મળતો. આશ્રમમાં તેઓશ્રીની સ્થિરતાને કારણે મુમુક્ષુઓ પણ નિવૃત્તિ માટે રહેતા. તેઓની સાધના માટે નિત્યક્રમનું આયોજન થતું. સવિશેષ ભક્તિસત્સંગને કારણે સાધનામાં સરળતા રહેતી. સામૂહિક આયોજન ઉપરાંત તેઓશ્રી વ્યક્તિગત માર્ગદર્શન આપતા. સવારે ૫ થી ૭ વાગે ભક્તિ-આલોચના, પછી અંગત દિનચર્ચા, ૯-૩૦ થી ૧૧-૩૦ સ્વાધ્યાય-સત્સંગ થતા. અંગત કાર્ય, વ્યક્તિગત આરાધનાનો સમય રહેતો. ૩-૩૦ થી પ ચર્ચા, પ્રશ્નોત્તરી, અન્ય પ્રવચનો ૨૩૮ મારી મંગલયાત્રા --- -- ~ --- વિભાગ-૯ Page #258 -------------------------------------------------------------------------- ________________ થતાં. વળી રાત્રે ૭-૩૦ થી ૯ ભક્તિ આલોચના થતાં. ખાસ પ્રસંગોની ઉજવણી થતી. શિબિરોનું આયોજન થતું ત્યારે બહારના વિદ્વજનોનો લાભ મળતો. શ્રી પર્યુષણ પર્વની આરાધનાનું વિશેષ આયોજન થતું. છેલ્લાં પાંચેક વર્ષમાં તો સંસ્થાનો ઘણો વિકાસ થયો છે. દેશપરદેશના ચાહકો સારો લાભ મેળવે છે. અધ્યાત્મયોગી આનંદઘનજીની સ્મૃતિ અંકાઈ ગઈ ત્યારે ? એક વાર હું આબુ નિવૃત્તિ માટે રહી હતી. નખી તળાવ પર નિત્યક્રમ પ્રમાણે ફરતી હતી. પછી એક શાંત જગ્યાએ બેઠી હતી. પહાડની ઝાડીમાં દૂર દૂર નજર ગઈ. અને અભુત રીતે શ્રી આનંદઘનજીની પ્રતિમા નજરમાં ઊપસી આવી. પછી તો તેમનું વન-ઉપવનમાં ઘૂમવું, ધ્યાનમાં લીન થવું, વિગેરે આકૃતિઓ ઊપસવા માંડી અને તેઓ ધ્યાન માટે ઉપદેશ આપી રહ્યા છે તેવી મનમાં કલ્પના ઊપસી. આનંદથી ચિત્ત ભરાઈ ગયું. એ જ ભાવમાં નિવાસે પહોંચી. આબુમાં પૂ. ગંગાબા ઝવેરીના મકાનમાં તેમની સાથે બે માસ માટે નિવૃત્તિ માટે આવી હતી. તે દિવસે એવા ભાવો ઊપસ્યા કે તરત જ નોટ લઈ લખવા બેઠી. પછી તો રોજ રોજ લખતી. અજ્ઞાનપણે પડેલું નાનું બી અંકુર થઈ પ્રગટે, તેમ નાની વયમાં આનંદઘન ચોવીસીનાં સ્તવનો શીખેલી તેનો પણ આ લેખનમાં પ્રભાવ હશે. લગભગ ૨૦૦ પાનાં લખાઈ ગયાં. - પૂ. આચાર્ય યશોવિજયસૂરિ કહેતા : “એક જ શાસ્ત્ર ઘૂસ્યા કરો, એક જ ગુરુનિશ્રા સેવ્યા કરો તે તમારો સંસ્કાર બની આ જન્મ કે આગળના જન્મમાં પણ પ્રગટ થશે.” આબુથી અમદાવાદ આવી વળી થોડા દિવસ માટે કોબા આશ્રમમાં ગઈ. ત્યારે સંસ્થાના સાહિત્ય-પ્રસારનું કામ શ્રી હરિલાલ શાહ સંભાળતા હતા. દર માસે “દિવ્યધ્વનિ' નીકળતું હતું. મને તેમણે તે માટે લેખની વાત કરી. મેં તેમને આ નોટો આપી કે તમે એમાંથી ઠીક લાગે તો લેખ તરીકે લઈ શકો છો. તેમને આ લેખન રચ્યું. એટલે પૂ. સાહેબજીને બતાવ્યું. તેમને પણ ઠીક લાગ્યું. તેમાં યોગ્ય સૂચનો કર્યા. આથી સતશ્રત સાહિત્ય દ્વારા ધ્યાન, એક પરિશીલન' નામે પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયું. જેનો શ્રી કુમારપાળ દેસાઈએ “ગુજરાત સમાચાર'માં સુંદર ઉલ્લેખ કરી લેખ આપ્યો હતો. જેને કારણે તે પુસ્તક ઘણું પ્રસાર પામ્યું. ત્યાર પછી પૂ. સાહેબજીની પ્રેરણા, આદેશ અને સહકારથી બીજા પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં. મારી મંગલયાત્રા ૨૩૯ વિભાગ-૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ દિગંબર આચાર્યશ્રી વિદ્યાસાગરજીના દર્શનનો લાભ : કોબા આશ્રમમાં સ્થિરતા દરમ્યાન પૂ. શ્રી સાથે સત્સંગયાત્રામાં જવાનું થયું હતું. ત્યારે ૧૯૮૩ લગભગ જબલપુર દિગંબર આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગરજીનાં દર્શન અને બોધનો લાભ મળ્યો હતો. જો કે તેમનો બોધ શિષ્યગણને લક્ષીને કેવળ તત્ત્વદૃષ્ટિયુક્ત અને શાસ્ત્રીય હોવાથી સમજાયું ન હતું. પણ એકાદ વાર અમને જુદો સમય આપ્યો હતો. ત્યારે શ્રાવકાચારની શુદ્ધિ વિષે કંઈક સમજાવ્યું હતું. મેં પૂછ્યું હતું કે ગૃહસ્થને ધ્યાન હોય કે નહિ, ઉત્તમ સંતાનવાળાને ધ્યાન હોય એમ કહ્યું છે ને ? આચાર્યશ્રી બોલ્યા : જીવને ધ્યાન હોય જ છે, જીવ ધ્યાન વગરનો છે નહિ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નિરંતર ચાલુ છે. માટે ધ્યાનને બદલવાનું છે. ગૃહસ્થ કે સાધુ નવકારમંત્ર દ્વારા શુભભાવથી ભાવિત થઈ ધર્મધ્યાન જરૂર કરી શકે છે. જો ગૃહસ્થપણે શુભધ્યાનમાં નહિ રહે તો અશુભધ્યાન તો રહ્યા જ કરે છે માટે નવકારમંત્રનું ધ્યાન કરી દુર્ગાનથી બચવું. (હિંદીમાં). પૂ. આચાર્યશ્રી વિદ્યાસાગરજી દિગંબર આમ્નાયમાં પ્રખર જ્ઞાની, શાસ્ત્રજ્ઞ અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવે છે. ત્યારે લાગતું કે આ કાળમાં પણ આવી ઉત્કૃષ્ટદશાને પ્રાપ્ત મહાત્માઓ હોય છે. આમ્નાયભેદથી થોડો વિવાદ છે. પરંતુ તે દિવસોમાં જોયું કે દેહાધ્યાસ છોડવાનો પ્રયોગ જબરજસ્ત હોય છે. ઉનાળાની ગરમીમાં બપોરે ૧૨ થી ૪ બહાર સ્વાધ્યાપ, ધ્યાન કરે શિયાળામાં રાત્રિએ બેસીને કરે. પરિગ્રહ રહિત તેમની દિનચર્યા જોવા મળી. જોકે મારો સંસ્કાર શ્વેતાંબર આમ્નાયનો હોવાથી ત્યાર પછી વિશેષપણે ત્યાં જવાના ભાવ થયા ન હતા. ગુણગ્રાહતાની દષ્ટિએ દર્શનનો લાભ મળ્યો હતો. અધ્યાત્મયોગી પૂ. આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજીનો આંશિક સમાગમ: લગભગ ૧૯૮૪નો એ સમય હશે. હું એક બહેનને ત્યાં મળવા ગઈ. તેમને ત્યાં (પસ્તી) કાઢી નાખવાનાં પુસ્તકો પડ્યાં હતાં. તેના પર મારી સહેજ નજર ગઈ. તેમાં “તત્ત્વજ્ઞાન પ્રવેશિકા’ નામનું પુસ્તક હાથ આવ્યું. આમતેમ પાનાં ફેરવતાં પ્રથમ નજરે જ તેમાં કંઈ નવું દર્શન થયું. એ નવતત્ત્વનો મને ખાસ અભ્યાસ હતો જ નહિ. પૂરા ક્રમથી નામ પણ ખબર ન હતી. આ પુસ્તકનાં ચિત્રો અને લેખને મને આકર્ષણ પેદા વિભાગ-૯ ૨૪૦ મારી મંગલયાત્રા Page #260 -------------------------------------------------------------------------- ________________ કર્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પુસ્તક શ્રી વિજય કલાપૂર્ણસૂરિજીનું લખેલું છે. તે કચ્છમાં મળે છે. મારો અભ્યાસ ન હતો પણ જ્ઞાનીઓ કહે છે તમે સન્માર્ગે પ્રયાણ કરો, સતુ તમારી સાથે કદમ મિલાવશે. કોબા આશ્રમના નિવૃત્ત, નિવાસમાં નાઈરોબીના શ્રી સોમચંદભાઈનો પરિચય થતાં ૧૯૮૪માં મારે નાઈરોબી જવાનું હતું તે દરમ્યાન એ પુસ્તક હું પૂરું વાંચી ગઈ. પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજીનું થોડું માર્ગદર્શન મળ્યું. આથી નાઈરોબી કેન્યાના શ્રોતાજનોના અભ્યાસ માટે આ પુસ્તક લઈ જવું તેવા ભાવ કર્યા અને ત્રણસો નકલ મંગાવી. વળી યોગાનુયોગ કચ્છ જવાનું થયું. પૂ. આચાર્યશ્રી લગભગ ત્રીસેક વર્ષથી કચ્છ-વાગડના પ્રદેશમાં વિહરતા હતા. તેમના ગુરુજીએ અને તેઓશ્રીએ કચ્છ-વાગડના પ્રદેશમાં સતુધર્મની ધજા ફરકાવી હતી. લોકો કહેતાં આ દૈવી પુરુષ છે જ્યાં જાય છે ત્યાં કંકનાં પગલાં થાય છે અર્થાત જીવો બોધ પામે છે. અમને (પશુમાંથી) ખેડૂતમાંથી માણસ બનાવ્યા છે. વાગડની પૂરી પ્રજામાં આવો આદર હતો. અમે બે દિવસ માટે ગયાં હતાં. મનમાંથી એ વાત નીકળી ગયેલી કે આ પ્રદેશમાં એ પુસ્તિકાના પ્રણેતા આચાર્યશ્રી છે. તેમનાં દર્શન કરીએ. પરંતુ તેમની પુસ્તિકા માટે થયેલા બહુમાનના ભાવનાની એ ચમત્કૃતિ હશે? અમે સાંજે માંડવી પ્રભુ-દર્શનાર્થે દેરાસર ગયા. ત્યાં ખબર મળ્યા કે પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજીની માંડવીમાં આજની રાત સ્થિરતા છે. અમે પણ એ રાત માંડવીમાં રોકાવાનાં હતાં. સાંજ પડી હતી. અમે ઉપાશ્રયે ગયાં. કોઈનો પરિચય ન હતો. એક ભાઈને પૂછ્યું : અમારે આચાર્યશ્રીનાં વંદન કરવાં છે. અમે ત્રણ બહેનો હતાં. સાંજ ઢળી હતી. એટલે એ ભાઈ કહે : હવે આચાર્યશ્રીનાં વંદન નહિ થાય. મેં કહ્યું : તમે કહો તો ખરા કે અમદાવાદથી બહેનો આવ્યાં છે. જો વધું કહેવું પડે તો કહેજો : તેઓશ્રીના તત્ત્વજ્ઞાનના ત્રણસો પુસ્તકો મંગાવેલાં તે બહેનને તત્ત્વ વિશે કંઈ પૂછવું છે કે એ ભાઈએ અંદર જઈને વાત કરી. તરત જ આચાર્યભગવંત એક શિષ્ય સાથે બહાર ઓસરીમાં આવ્યા. સૂકલકડી દેહ, ચાલમાં ગરિમા નિખરે, આંખમાં વાત્સલ્ય અને નિર્મળતા છલકાય. વળી વ્યક્તિને માપી લે. તેવી તીક્ષ્ણતા, ચિત્તની સરળતા, હૃદયની નિઃસ્પૃહતા પ્રત્યક્ષ અનુભવી. મને જ્યારે નવતત્ત્વ સમજાવ્યાં ત્યારે લાગ્યું કે વાણીનું અમૃત મળ્યું. આમ અનેકવિધ પ્રતિભાનાં મારી મંગલયાત્રા ૨૪૧ વિભાગ-૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ દર્શનથી ચિત્ત પ્રસન્ન પ્રસન્ન થઈ ઊઠ્યું. તેઓશ્રી ઓસરીમાં આસન પાથરી બેઠા. અમને નિરાંત લાગી કે હવે કંઈક બોધ તો મળશે. અમે સાદર વંદન-વિધિ કર્યા. પછી નમ્ર ભાવે નિવેદન કર્યું કે અમદાવાદથી મેં નવતત્ત્વ પ્રવેશિકા પુસ્તકો મંગાવેલાં તે માટે માર્ગદર્શન જોઈએ છીએ. મારે નાઇરોબીમાં એનો વર્ગ લેવો છે. પૂ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજીની વચનલબ્ધિનો ધર્મલાભ : - તેઓશ્રીએ તરત જ પહેલો પાઠ સમજાવવાની શરૂઆત કરી. સાવ ટૂંકું અને મર્મગ્રાહી. તત્ત્વ નવ છે : જીવઃ ચેતના અને ઉપયોગ સહિત છે. મનુષ્યાદિ. અજીવ ઃ તેનાથી વિપરીત. ચેતના રહિત છે. ઉપયોગ રહિત છે. ખાટલા-પાટલા તથા ધર્માસ્તિકાય વિગેરે. પુણ્ય : શુભ ભાવથી થાય, પુણ્યથી સુખ મળે. પાપ : અશુભ ભાવથી બંધાય. ઉદયે દુ:ખ પડે. આશ્રવઃ પૂરો સંસારમિથ્યાત્વાદિ કારણોથી થતી બધી ક્રિયાથી કર્યગ્રહણ થાય. સંવરઃ સંયમાદિથી આવતાં કર્મ રોકાય. (રાગાદિભાવનું રોકાવવું.) નિર્જરા : તપથી આવેલાં કર્મો ક્રમે ક્રમે ક્ષીણ થાય. બંધ : આત્માના પ્રદેશો સાથે કર્મરજનું દૂધ-પાણીની જેમ મળવું. મોક્ષ : સંપૂર્ણ કર્મનો ક્ષય થવો. શુદ્ધ આત્માનું પ્રગટ થવું. પછી કહે : જુઓ સરળતાથી શીખવું અને શિખવાડવું. જીવ કહ્યા પછી તેનાથી વિપરીત અજીવ. આમ નવ તત્ત્વ પરસ્પર વિરોધમાં છે. જીવના લક્ષણથી વિરુદ્ધ અજીવ, પુણ્યની વિરુદ્ધ પાપ. આશ્રવની સામે સંવર, નિર્જરા; બંધનો પ્રતિપક્ષ મોક્ષ દસ મિનિટમાં તો એક પાઠનો બોધ મળ્યો. પણ તેમાં તેઓશ્રીની વચનલબ્ધિની ચમત્કૃતિ થઈ, પછી જ્યારે એ પુસ્તક વાંચ્યું ત્યારે એક જ વારમાં સમજાઈ ગયું. વળી જ્યારે જ્યારે વર્ગમાં તેનો અભ્યાસ કરાવું ત્યારે સ્વતઃ રહસ્યો ખૂલતાં જાય. થોડાં પુણ્ય ઓછાં પડ્યા કે પુનઃ પાંચ-છ વર્ષ દર્શનાર્થે જવાનું સૂઝયું નહિ. જોકે તેમણે આપેલી શીખ દીર્ઘકાળ સુધી ટકી હતી તે તેમની જ કૃપા હતી. આના પરિણામે નવતત્ત્વનું શિક્ષણ સ્વમાં અને અન્ય પાત્ર જીવોની સાથે અભ્યાસ દ્વારા ચૂંટાતું રહ્યું, જેના કારણે જીવોમાં તત્વરૂચિનો ઉલ્લાસ પ્રગટતો રહ્યો છે. તે જીવો જીવનના મૂળ મર્મને પામવાને પાત્ર બને છે. વિભાગ-૯ ૨૪૨ મારી મંગલયાત્રા Page #262 -------------------------------------------------------------------------- ________________ કેન્યા - નાઈરોબી સત્સંગ યાત્રા ઈ.સ. ૧૯૮૪ જયાબહેન, સોમચંદભાઈ, સુધાબહેન વિગેરે ભજનિક શ્રી ઈદુમતી ધાનક સાથે મોમ્બાસા દહેરાસરમાં ભક્તિ પછીની વિદાય Page #263 -------------------------------------------------------------------------- ________________ કેન્યા - નાઈરોબી સત્સંગ યાત્રા ઈ.સ. ૧૯૮૪ DEGUATOR ALTITUDE THIS BOAD WAS BUILT BY H.Z.& CO. LTD. મોમ્બાસા જતા પ્રવાસમાં ઈક્વેટર (વિષુવવૃત્ત)ની રેખામાં કેન્યા પ્રવાસમાં કુદરતના ખોળે Page #264 -------------------------------------------------------------------------- ________________ લંડનની સત્સગયાત્રા (શ્રી પર્યુષણપર્વ નિમિત્તે) ૧૯૮૪ | બાહેં, શુભચ્છો સાથે રબાઁન . સુનંદાબહેનનું - માન. કો સુનંદ6ોંન્ટ 0Il/ આબોર લઈ : દાહોદ લંડનની સત્સંગ યાત્રાની શુભ વિદાય સમાજ કલ્યાણ સંઘ લંડનના હીથ્રો એરપોર્ટ પર સુસ્વાગતમ્ લંડનમાં મહિલા શિબિર Page #265 -------------------------------------------------------------------------- ________________ લંડનની સત્સંગયાત્રા (શ્રી પર્યુષણ પર્વ નિમિત્તે) ૧૯૮૪ NAUNAT VANIK ASSOCIATION WELCOMES YOU Sાદાનું છે, | દા રણછ beeટીel EL SELLA રિત્ર સાઈન –છે. તિ સમ. રોDL નન્હીં. તેર પ્રભુ પ્રભુ લય લાગે. નઈ . ઘટી લંડનના નવનાત ભવનમાં પ્રથમધર્મસભા ૩ k Duty Fresh હીથ્રો એરપોર્ટ પર ભાવભરી વિદાય સંચાલક શ્રી નેમુભાઈ ચંદરયા તથા શ્રી સુધાબેન વિગેરે Page #266 -------------------------------------------------------------------------- ________________ પરદેશની સત્સગયાત્રાનો પ્રારંભ : આફ્રિકાના દેશોની સત્સગયાત્રા શ્રીમદ્ રા. સા. કેન્દ્રમાં પૂ. શ્રીના સમાગમ માટે પરદેશથી મુમુક્ષુઓ આવતા. આફ્રિકા-કેન્યાથી શ્રી સોમચંદભાઈ શાહ આવેલા તેમણે પૂ શ્રીને નાઇરોબી સત્સંગ યાત્રાનું આમંત્રણ આપ્યું હતું. પૂ. શ્રીને તે સમયે અનુકૂળ ન હોવાથી તેઓશ્રીએ મારું નામ સૂચવ્યું. પૂ.શ્રીના આદેશ અને સહકારથી સૌ પ્રથમ ૧૯૮૪માં મારી આફ્રિકાના નાઈરોબી વિગેરે સ્થળોએ સત્સગયાત્રા ગોઠવાઈ હતી. ત્યારે ઈન્દુબહેન ધાનકનો ભક્તિ-કાર્યક્રમ સાથે ગોઠવ્યો હતો. - ૧૯૮૪ના એપ્રિલમાં અમે કેન્યા નાઈરોબી પહોંચ્યા. લગભગ ૫૦ જેવા સંત્સંગીઓ એરપૉર્ટ સ્વાગત માટે આવ્યા હતા. જયસોમ ભવન પહોંચ્યા ત્યારે ગીતો ગવાયાં. ઉમળકાભેર અમે સૌના આવકારને માણ્યો. નાઇરોબી મોટું દેરાસર છે. જૈનોની વસ્તી પણ ત્રણ હજાર ઉપરાંત હતી. સવારે રોજ ૧૦ થી ૧૨ દહેરાસરની મહાજનવાડીમાં “નતત્ત્વજ્ઞાન પ્રવેશિકા.” પૂ. શ્રી વિજ્ય કલાપૂર્ણસૂરિજીનું હતું તેના વર્ગો બે સપ્તાહ ચાલ્યા. લગભગ રપ૦-૩૦૦ જેવા ભાઈ-બહેનો રોજે લાભ લેતા હતા. અહીં સૌ પ્રથમ જ આ વર્ગોનો કાર્યક્રમ થયો હતો. આથી સૌનો ઉત્સાહ હતો. સાંજે શ્રી ઈન્દુબહેન ધાનક દ્વારા એક કલાક ભક્તિ અને એક કલાક મારો સ્વાધ્યાય હતાં. તેમાં બાર ભાવનાનો વિષય કેટલાંક દૃષ્ટાંતો સાથે હોવાથી જિજ્ઞાસુઓને રુચિકર થયો હતો. રોજે લગભગ ૭૦૦ ઉપરાંતની સંખ્યામાં સૌએ લાભ લીધો હતો. વળી કેટલાક સત્સંગી મિત્રોની ભાવના દરેકના ઘરે સવારે સ્વાધ્યાય અને સ્વામીવાત્સલ્યની રહેતી, આથી ૧૫૦/૨OO જેવા સત્સંગીઓને અમારી સાથે આમંત્રણ આપી ખૂબ ઉત્સાહથી સ્વાધ્યાય પછી ભોજનનો કાર્યક્રમ રાખતા. કુલ ૨૧ દિવસનો કાર્યક્રમ સાનંદ સંપન્ન થયો. તેમાં વચ્ચે બે દિવસ સફારીમાં જવાનું હતું. ત્યાં હાથીનાં ટોળાં જોવાનાં, વાઘ-સિંહને નજીકથી જોવાના, એમ પર્યટન ગોઠવ્યું હતું. પણ મારે તો નિયમ હતો કે આવાં સ્થળોમાં જવું નહિ. વળી બિચારાં જે પ્રાણીઓ પશુજીવનની પરાધીનતામાં જીવતાં હોય તેમને જોઈને આપણે ખુશી મનાવવી તે તો હિતાવહ નથી. સોમચંદભાઈ કહે કે ““ત્યાં સાંજે તો ભક્તિ, સ્વાધ્યાય રાખ્યાં મારી મંગલયાત્રા ૨૪૩ વિભાગ-૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ છે.” એ ખરું, પણ દેરાસર જેવા પવિત્ર સ્થાનને બદલે સફારીમાં સ્વાધ્યાય રાખવાથી કંઈ સત્સંગનો આત્મિક લાભ ન થાય. પછી તો થોડાક મિત્રો ગયા અને ઘણાખરાને વાત સાચી લાગી તેઓ ગયા નહિ. વળી સાંભળવામાં આવ્યું કે આ દેશની વાત ન્યારી છે. બહેનો તપ કરે, પણ પારણું થાય અને રજાના દિવસો હોય તો કાસીનો-જુગાર રમવા જેવાં સ્થાનોમાં પણ પહોંચી જાય. બહેનોને આ દુષણથી કર્મ બંધાય છે તે સમજાવ્યું. કેટલાંકે તે સ્થાને ન જવાની પ્રતિજ્ઞા લીધી. એકંદરે સત્સંગમાં ઉત્સાહપ્રેરક વાતાવરણથી ઘણો લાભ થયો. તે સમયના પ્રવચનની પુસ્તિકા શ્રી સોમાભાઈ દ્વારા પ્રકાશિત થઈ હતી. મોમ્બાસા અને કિસુમુમાં પણ સ્વાધ્યાય-સત્સંગનો કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. એક વાર એક સત્સંગીએ સ્વામીવાત્સલ્ય રાખ્યું હતું. લગભગ ૨૦૦ જેટલા સત્સંગીઓને આમંત્રણ હતું. તે દિવસે આઠમ હતી. મેં કહ્યું : મારે આયંબિલ છે. યજમાન કહે : તો તો બહુ સારું. અમને તપ કરાવવાનો લાભ મળશે. પછી જાહેર કર્યું કે કાલે આઠમ છે; બહેન આયંબિલ કરવાનાં છે. ત્યાં તો લગભગ ત્રીસેક સત્સંગીઓએ પોતાનાં નામ નોંધાવ્યાં, અને તે દિવસે આયંબિલ તપની આરાધના થઈ. અન્ય રસોઈ પણ તિથિના નિયમ મુજબ કરવામાં આવી હતી. ત્યાર પછી ૧૯૮૮માં સોમચંદભાઈએ પુન: ૨૧ દિવસનો સત્સંગનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. ત્યારે પણ સવાર-સાંજ જિજ્ઞાસુઓએ સારો લાભ લીધો હતો. તે વખતે એક શ્રીમંત અને જાણીતા કાર્યકરભાઈ મળવા આવ્યા કે વ્યવસાયને લીધે સત્સંગમાં આવી શકતો નથી. પણ મારે ઘેર મારા મિત્રો ભેગા થઈએ, તમે આવો અને સ્વાધ્યાય આપો ? એ રીતે સ્વાધ્યાયનો કાર્યક્રમ થયો. સ્વામીવાત્સલ્ય થયું. પછી તે ભાઈ મારી પાસે બેઠા. કહે કે ખરેખર સ્વાધ્યાય સાંભળીને લાગ્યું કે “જીવન તો દોડાદોડમાં વહ્યું જાય છે અને આત્મહિત કંઈ થતું નથી. મારે શું કરવું જોઈએ ?” “ઠીક છે, સંસ્થામાં સેવાભાવથી કામ કરો તો તે સત્કાર્ય છે. પણ આત્મકલ્યાણ માટે સમય રાખવો જોઈએ. વધારે નહિ પણ રોજે સવારે ૨૫-૩૦ મિનિટ ફાળવો. તમને શાંતિ મળશે. તે સમયે શાંત ચિત્તે પ્રભુને સમર્પિત થઈ ૨૭ નવકાર, એક-બે પાનાં શાસ્ત્રવાંચન કરજો . સ્તુતિ બોલી નિત્યક્રમ પૂરો કરજે.” પ્રયત્ન કરીશ.” વિભાગ-૨ મારી મંગલયાત્રા ૨૪૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ “મારી શુભેચ્છા.” ““જે સંસ્થામાં માનવતાભર્યા કાર્યો ન હોય અને કેવળ શ્રીમંત છો, માટે સંસ્થામાં રહેતા હોય તો તેમાંથી મુક્ત થશો તો પણ સમય મળશે. ત્યારપછી છેલ્લે ૧૯૯૫ની સાલમાં પુનઃ નાઈરોબી જવાનું થયું પણ આ વખતે શ્રીમદ્જીના ચાહકોએ કાર્યક્રમ ગોઠવ્યો હતો એટલે ખાસ એકાદ કાર્યક્રમ સિવાય જાહેર કાર્યક્રમ થયા ન હતા. શ્રી વચનામૃતનું વાંચન થતું હતું. જોકે શ્રોતાઓમાં જિજ્ઞાસુવૃત્તિ સારી હતી. વળી મોમ્બાસામાં સ્વાધ્યાય રાખ્યો હતો. સ્વાધ્યાયની સભાઓના નિમિત્તે જેના જેના વ્યક્તિગત પરિચય થયા, તેઓને જીવનદષ્ટિના વિકાસનો ઘણો લાભ થતો. તેમાં કેટલાક જિજ્ઞાસુઓ રોજને માટે, જીવનની પવિત્રતા કેળવવા કેટલાક નિયમો લેતા, વ્યસનથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લેતા વિગેરે. એક ફેક્ટરીના માલિક તેમની ફેક્ટરીમાં (પગલાં) લઈ ગયા. આમ તો અમે એવા સ્થાનોમાં જતાં નથી. પણ કોઈ વાર લાભનું કારણ થઈ જતું એટલે જવાનું બનતું. ફેક્ટરીમાં કંઈ જોવા જેવું તો હતું નહિ. આપણે વળી જિનબિંબ સિવાય જોવાનું શું હોય ? નવકાર ગણતાં થોડું ફર્યા. નીકળતી વખતે તેમણે ફેક્ટરીમાં બનતી શાલ આપી. મેં કહ્યું : મને આવી જરૂર નથી હોતી. તેમણે ખૂબ આગ્રહ કર્યો. મેં કહ્યું તમે મારી પાસેથી કંઈ લો તો કદાચ વિચાર કરું. તેમણે જવાબ ન આપ્યો. મેં કહ્યું, ““રોજ એક નવકારવાળી ગણવાના ભાવ કરો, અને પ્રતિજ્ઞાબદ્ધ થઈ ગણવાનો નિયમ કરો તો જરૂર થશે.” એક મિનિટ વિચારમાં પડ્યા. અમે સૌ ઊભાં હતાં. વળી બોલ્યા, “આમ તો મારા લાભમાં છે. પણ વિશ્વાસ આવતો નથી.” મેં કહ્યું, “તેમાં વિશ્વાસ પ્રભુનો રાખવાનો છે. તમે ભાવ કરો એટલે થાય. આટલો સંસાર ઊભો થયો. ફેક્ટરી ઊભી થઈ, કોના વિશ્વાસથી? તમારા આત્માના વિશ્વાસથી ને ?” “હા.” “બસ, તો હવે તમને ત્રિવેણીનું બળ મળશે. તમારા આત્માનું, પ્રભુનું અને અમારું. પછી એક નહિ, ઘણી માળા ગણશો.” તરત જ તેમણે આનંદથી તે પ્રતિજ્ઞા લીધી. એ શાલ હજી મારી પાસે છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ નવકારવાળી ગણતા હશે. નહિ તો એ શાલ મારી પાસે ટકે નહિ, તે અન્યત્ર જતી જ રહે તેવું લાગે છે. મારી મંગલયાત્રા વિભાગ-૯ ૨૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમચંદભાઈનું વ્યક્તિત્વ : આફ્રિકાના સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થિત રીતે ગોઠવવા અને આનંદપૂર્વક કરવાનો પરિશ્રમ શ્રી સોમચંદભાઈ તન-મન-ધનથી કરતા. સવારથી પૂરા કાર્યક્રમમાં અથાકપણે છાયાની જેમ સાથે રહેતા. મોટા વ્યાપારી છતાં વિવેક સહિત સેવાભાવ રાખતા. માઈલો સુધી જાતે જ ગાડી ચલાવતા ને આનંદથી સારથિનું કામ કરતા. તેઓ સ્વયં સાધક હતા. રોજની પ્રભુભક્તિ, સ્વાધ્યાય, દાન એ તેમના જીવનનું મુખ્ય કર્તવ્ય હતું. કૌટુમ્બિક જવાબદારીઓ નિભાવતા અને પ્રભુ પ્રીત્યર્થે નિવૃત્તિ પણ ગાળતા. સાત્ત્વિકતાના સંસ્કાર એમને બાળપણમાં મળ્યા હતા. તેઓ જામનગર છોડીને આફ્રિકા ગયા. વીસેક વર્ષની ઉંમર હતી. માતુશ્રીએ અભક્ષ્ય આહાર અને વ્યસન વ્યર્જનની પ્રતિજ્ઞા આપી હતી. એક વાર એવા પ્રદેશમાં જવું પડ્યું કે પંદર દિવસ તરબૂચ સિવાય કંઈ પણ આહારમાં ખપે તેવું ન હતું. તેઓ કહેતા : “ધન કમાવાવા માટે કેવો શ્રમ વેક્યો છે ! હવે ધર્મ કરવાની ઘણી અનુકુળતાઓ છે તો પણ આ સંસાર છૂટતો નથી.” વાસ્તવમાં તે સમયે આફ્રિકા હજી નવા નવા ગયેલા પણ માતુશ્રીની શીખ હતી કે અભક્ષ્ય ખાવું નહિ. તે નિયમ કઠિનાઈ છતાં તેમણે ધંધામાં પણ પાળ્યો. ત્યારે સ્થિતિ તો સામાન્ય હતી અને કોઈ કંપની તરફથી મોટું વ્યાપારનું કામ મળ્યું, તેમાં બીજી વસ્તુ સાથે માછલીના પાઉડર જેવી વસ્તુ પણ હતી. તેમણે તરત જ કંપનીને લખ્યું અને બીજી વસ્તુઓ આપીશું પણ આ માછલીનો પાઉડર નહિ આપીએ. કંપનીએ બધો જ સોદો રદ કર્યો. છતાં તેમણે પોતાની નીતિ જાળવી. અભક્ષ્ય ખાવું નહિ તો ખવરાવવું પણ કેવી રીતે ? તેમણે પુણ્ય ઉપર વિશ્વાસ રાખ્યો તો પુણ્ય તેમની પાસે હાજર થયું. ત્યારપછી તેમને ઘણા મોટા વ્યાપારનાં કામો મળ્યાં. તેઓ આ લખું છું ત્યારે ઘણા ગર્ભશ્રીમંત સ્થિતિમાં છે. સમાજમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. સત્કાર્યો કરવામાં આગળ હોય છે. તેઓના નિવાસે મારો ઉતારો હોય, તેમનાં ધર્મપત્ની જયાબહેન ઘરમાં રહીને મૂક સેવા કરતા. તેઓ પણ ધર્મજિજ્ઞાસાવાળાં છે. આથી તેમના નિવાસનું નામ મેં જયસોમભવન રાખેલું. - શ્રી સોમચંદભાઈ આ લખું છું ત્યારે હયાત નથી. ૨૦૦૪ના ઑક્ટોબર વિભાગ-૯ મારી મંગલયાત્રા ૨૪૬ Page #270 -------------------------------------------------------------------------- ________________ માસમાં એકાએક હાર્ટ એટેકથી બાય-પાસ સર્જરી થતાં થતાં જ તેઓ પાર્થિવ દેહત્યાગ કરી ગયા. જીવન દરમ્યાન ઘણી સુવાસ મૂકતા ગયા છે. તેમની ચિરવિદાય પછી હવે આફ્રિકાના દેશોમાં જવાનું બનતું નથી. વળી વચમાં ૧૯૮૭ની આફ્રિકાના સુદાનની સત્સંગયાત્રા કરી લઈએ. આફ્રિકાના સુદાનની સત્સંગયાત્રામાં એક કટોકટી : વળી ૧૯૮૭માં આફ્રિકાના સુદાનના મુમુક્ષુઓનું, કોબા આશ્રમમાં આમંત્રણ આવ્યું. પૂ. સાહેબજીને અનુકૂળ ન હતું. તેઓની સૂચના મુજબ મારી સત્સંગયાત્રાનું આયોજન થયું. સુદાન, દશાલા વિગેરે સ્થળોએ જવાનું હતું. આ દેશ હજી ઘણો પછાત છે. આ બધાં સ્થળો એટલે અમદાવાદના માંડલ-દહેગામ જેવાં ગામો. હજી કોઈ જગ્યાએ ફલશનાં ટોયલેટ પણ ન હતાં. પ્રજામાં ગરીબાઈ ખરી. ભારતવાસીઓ પરિશ્રમ કરી સારી સ્થિતિમાં રહેતા. ત્યાં એક માસ રોકાઈ. સત્સંગીઓએ સારો લાભ લીધો. મને ત્યાં એક તકલીફ થઈ. થોડા દિવસ પછી ખોરાક લેવો ન ગમે. ઘરો સ્વચ્છ હતાં. રસોઈ સ્વાદિષ્ટ હતી. સૌનો પ્રેમ હતો. છેવટે મેં સાંજે જમવાનું છોડી દીધું. સ્વાથ્ય સારું હતું. પેટમાં તકલીફ ન હતી. પણ આહાર પ્રત્યે અરુચિ થતી. આનું કારણ એક દિવસ મળી ગયું. અમે કોઈને ઘરે જમવા માટે મોટરમાં જતાં હતાં. ગાડી ચલાવનાર ભાઈએ એક શેરીમાં ગાડી લીધી. ત્યાંથી પાછી વાળતા હતા ત્યાં એક છોકરો દોડતો આવ્યો. તેણે કંઈ પૂછ્યું, પેલા ભાઈએ “ના' પાડી. આથી મેં પૂછ્યું શું થયું ? ભાઈ કહે તે છોકરો પૂછતો હતો કે તમારે બકરી વિગેરેનું માંસ જોઈએ છે ? તરત જ કાપીને મળશે. હું તો સાંભળી જ રહી ! પછી કહે તે જ દુકાને શાક, ફળ, ફળાદિ મળે. આ દેશમાં એટલાં બધાં પ્રાણીઓ કપાય છે કે, તેમનું લોહી ખેતરોમાં વપરાય છે. વધેલા વાસી માંસ પણ ખેતરમાં ખાતર થઈને નંખાય છે. મને આહારની અરુચિનું કારણ મળી ગયું. મારે તો બહારની રાંધેલી ચીજોનો પણ ત્યાગ હતો. હિમાલયમાં તો સ્વયં પાકી સાધના હતી. કોઈના હાથનું રાંધેલું એ દિવસોમાં ખાવાનું નહિ. આવી આહાર-વિષયક સૂક્ષ્મતાને કારણે કથંચિત અશુદ્ધ આહારની અસર ઊપજવાની સંભાવના હતી તેમ મને ત્યાંના આહારમાં થયેલી અરુચિથી સમજાયું. - એકંદરે સુદાન જેવા વિસ્તારમાં પણ ધર્મની રુચિવાળા જીવોનો મારી મંગલયાત્રા વિભાગ ૨૪૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ સદૂભાવ, સ્વાધ્યાયથી મળેલો લાભ, તેમના ઉત્સાહમાં વ્યક્ત થતો હતો. વળી છેલ્લા દિવસે લગભગ બસો ઉપરાંત મુમુક્ષુઓએ આદરપૂર્વક વિદાયનો કાર્યક્રમ સઉલ્લાસ ગોઠવ્યો હતો. અને ભેટમાં દરેક વ્યક્તિએ નિયમો લીધા હતા. કેટલાકે તો વ્યસનમુક્તિના આજીવન નિયમ લઈને જીવનના વિકાસની દિશા પકડી હતી. તેમાં એક ભાઈએ રોજે સામાયિકનો નિયમ લીધો કે સામાયિક થાય પછી સવારની કૉફી પીવી. ત્યાર પછી તેઓ ભારતમાં હિમાલયની યાત્રાએ ગયા. પૂરા દિવસની બસની મુસાફરી. તેમાં સામાયિક કેવી રીતે થાય ? એ ભાઈએ મનમાં મારું સ્મરણ કર્યું અને તેમના અંતરમાં ફુરણા થઈ કે બસમાં ૧ કલાક મૌન રાખી નવકાર ગણવા. જો ત્યાર પછી બસ ઊભી રહે ત્યારે કૉફી મળે તો માનવું કે પ્રતિજ્ઞાભંગ થયો નથી. આમ મૌનમાં, જાપમાં એક કલાક પૂરો થયો. સમય થતાં બસ વિરામ માટે ઊભી રહી. પણ ત્યાં ક્યાંય કૉફી ન મળી. ભાઈની પ્રતિજ્ઞા પૂરી ન થઈ તે માટે અને કૉફી ન મળી તેથી મૂંઝાયા. છેવટે એક નાની દટ્ટી પાસે ગયા. ત્યાં કૉફી મળી ગઈ. બંને રીતે હાશ થઈ. અમદાવાદ મને મળવા આવ્યા. હું ઈડર હતી. તેથી પેલી પ્રતિજ્ઞાના ખુલાસા માટે મે માસના તાપમાં બપોરે ઈડર આવ્યા. કહ્યું કે પ્રવાસમાં તેમણે સામાયિકને બદલે આ રીતે મૌન રાખ્યું તે ચાલે ? અગર તો પ્રાયશ્ચિત્ત આપો. મને તેમની દઢ ભાવનાથી આનંદ થયો. પ્રાયશ્ચિત્તમાં તેટલા સામાયિકથી બેવડા સામાયિકવાળી આપવાનું કહ્યું. સાધકોની આ નિષ્ઠાથી અમને પ્રેરણા મળે છે. વળી મને શીખવા મળ્યું કે કોઈ પણ પ્રતિજ્ઞા લે ત્યારે દઢતાથી પાળવી આવશ્યક છે તેમ અનિવાર્ય સંયોગોમાં તેનો ઉપાય પણ જણાવવો. આમ દરેક ક્ષેત્રે મુમુક્ષુઓની ભાવના આત્મવિકાસપ્રેરક બનતી જાય છે. તેનો આનંદ છે. લંડનની સત્સંગયાત્રા : અગાઉ જણાવ્યું તેમ પૂ.શ્રી આત્માનંદજીની પ્રેરણાથી સ્થપાયેલ શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર (આશ્રમમાં) કોબામાં તેઓના સદૂભાવ અને સહયોગથી ૧૯૮રથી તેઓની નિશ્રામાં નિવૃત્તિની સાધના કરવાનો અવસર મળ્યો હતો. એ નિવૃત્તિમાં યોગ થયો પ્રવૃત્તિનો. એટલે સમાજ-કલ્યાણનાં કામોમાં જે ગ્રામવિસ્તારમાં ફરવાની નિવૃત્તિ લીધી હતી તેને બદલે હવે દરિયાપારના વિસ્તારના પરદેશમાં શહેરોમાં ફરવાનો યોગ થયો. વિભાગ-૯ મારી મંગલયાત્રા ૨૪૮ Page #272 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી આત્માનંદજીની શ્રીમદ્ રાજચંદ્રના ક્ષેત્રમાં ખ્યાતિ હતી. આથી આશ્રમમાં દેશ, પરદેશના જિજ્ઞાસુઓ સત્સંગ માટે આવતા હતા. ૧૯૮૪માં આફ્રિકાથી શ્રી સોમચંદભાઈ અને લંડનથી શ્રી નેમુભાઈ ચંદરયા સાથે સુધાબહેન, વિનુભાઈ અને કેટલાક મુમુક્ષુઓ આવ્યા હતા. તે સૌને પૂ. શ્રીનું સાન્નિધ્ય તથા સંસ્થાની પૂરા દિવસની આરાધના તથા સ્વાધ્યાય ઘણાં રુચી ગયાં. આથી તેઓએ ૧૯૮૪માં સૌ પ્રથમ પૂ.શ્રીની સત્સંગયાત્રા યોજી જે સાનંદ સંપન્ન થઈ. ત્યારપછી તેઓએ પૂ. શ્રીની સંમતિ અને આદેશથી ૧૯૮૪ના શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે મને આમંત્રણ આપ્યું. કાર્યક્રમના આયોજન માટે અમે સૌ આશ્રમમાં બેઠાં હતાં. મેં કહ્યું. ભાઈ “મને અંગ્રેજીના બે-ત્રણ શબ્દો આવડે છે. તે સિવાય કંઈ આવડતું નથી. એટલે મારે માટે તમારા દેશમાં આવવું તે પણ અહીંથી એકલાં, તે શક્ય નથી. નેમુભાઈ કહે, ““તમારે અંગ્રેજી બોલવું નહિ પડે અને લંડનની ફલાઇટમાં તમને ગુજરાતી મુસાફરોનો યોગ મળી રહેશે.” તમારા ત્રણ શબ્દો થેંક્યુ, સોરી, હેલ્પ મી તો ઘણા છે. (સી હસી પડયાં.) આમ નિવૃત્તિને બદલે ફરવાનો યોગ નિર્મિત હતો ? કે મનમાં, ઊંડાણમાં હજી અંદર ઠરી જવાનું આંતરિક બળ એકઠું થયું ન હતું ? નેમુભાઈ અને સુધાબહેનના ઉમંગ અને સદૂભાવે મને પ્રભાવિત કરી, મારામાં પરદેશ જવાનું સાહસ આવી ગયું. મેં કહ્યું, ““ભલે, સત્સંગનો લાભ મળશે. તમારા સૌનો પ્રેમસદૂભાવ મારા મનને આકર્ષે છે. અગર તો હવે ફરવું નથી, ઠરવું છે. પરંતુ તમારા ઉત્સાહ અને આદર પ્રત્યે મારું મન ઝૂકી જાય છે.” લંડન સત્સંગયાત્રા નક્કી થતાં આશ્રમમાં પણ સત્સંગી મિત્રો ઉત્સાહમાં હતાં. પૂ. શ્રીની દોરવણી મુજબ વિદાય અવસર ગોઠવાયો. પૂ. શ્રીએ હાર્દિક મંગળ આશિષ આપ્યા. સૌએ શુભેચ્છા પાઠવી અને શુભ દિવસે ઘરે આવી. મુંબઈ પ્રયાણ કર્યું. આ સઘળું એવી રીતે ગોઠવાયું કે મન તદ્દન નિશ્ચિત હતું. વળી પરદેશમાં પ્રવચનો આપવાનાં એટલે મનમાં તેના ચિંતનનો શુભ પ્રવાહ ચાલતો હતો. પરદેશની લંડનની સત્સંગયાત્રા પ્રથમ વાર જ હતી. તેથી તે સમયે ત્રિપુટીબંધુ મુનિઓ અમદાવાદમાં હાજર હતા. તેમની મંગળ આશિષ લીધી અને પ્રવચન માટે સલાહ માગી. તેમણે યોગશાસ્ત્ર ગ્રંથનું સૂચન કર્યું. વળી તેમની મારી મંગલયાત્રા વિભાગ-૯ ૨૪૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણા મુજબ ઈડર રહીને આયંબિલતપ કરી ગ્રંથનો અભ્યાસ પણ કર્યો. આમ પૂર્વતૈયારી કરી લીધી. લંડનમાં શ્રી પર્વાધિરાજ પર્યુષણની આરાધના : નેમુભાઈના કહેવા પ્રમાણે મુંબઈ નિવાસી, આશ્રમના આરાધક (હાલ સ્વ.) શશીકાંતભાઈ ધ્રુવ ફલાઈટમાં છેક અંદર સુધી મૂકી ગયા. ફલાઈટમાં થોડાક ગુજરાતીઓ હતા એટલે મનને ધરપત રહી. ફલાઇટ મોડી રાત્રે ઊપડી. સવારે પહોંચવાની હતી. ચાતુર્માસમાં એકાસણાં ચાલતાં હતાં. એટલે કંઈ ખાવા-પીવાનું હતું નહિ. સવારે ૯ વાગે સુખરૂપ લંડનના હીથ્રો એરપોર્ટ પર પહોંચી. કોઈ ગુજરાતી દંપતીની સાથે રહી સામાન બહાર લીધો. ટ્રોલીમાં મૂકી બહાર નીકળી અને સામે જ શ્રી નેમુભાઈ, મીનાબહેન, સુધાબહેન તેમની મંડળી સાથે વીસેક મિત્રો સસ્મિત વદને આવકારવા હાજર હતાં. સુખડના હારથી અને મધુર ગીતના આવકારથી ઉમળકાભેર મારું સ્વાગત કર્યું. હું પણ ખૂબ આનંદમાં આવી ગઈ. થાક તો લાગ્યો જ ન હતો. વળી સત્સંગમાં થાક ઊતરવાનો હતો. મારો ઉતારો મીના નેમુભાઈ ચંદરયાને ત્યાં હતો. લગભગ દસ વાગે પહોંચ્યા. મિત્રો સાથે હળવી વાતો કરી, પ્રાતઃ વિધિ પૂર્ણ કરી. અંગત આરાધનાનો ક્રમ પૂરો કરી આરામથી દિવસ પૂર્ણ થયો. લંડન, અમેરિકા જેવા દેશોમાં સૌ દિવસે કામમાં હોય. એટલે સત્સંગ સ્વાધ્યાયની સભા રાત્રે ૮ થી ૧૦ વાગે હોય. સવિશેષ લંડનમાં જૈનની વસ્તી નજીકમાં વધારે છે. વળી આ કાર્યક્રમ વિશેષ કરીને શ્રીમદ્ રાજચંદ્રના સ્વાધ્યાય મંડળના માધ્યમથી યોજેલો હતો એટલે સવારે કોઈ એક સત્સંગીના નિવાસે ૧૦ થી ૧૨-૩૦ સ્વાધ્યાય-ભક્તિ થતાં. અને ત્યાં જ સ્વામીવાત્સલ્ય થતું. લગભગ ૫૦ થી ૭૦ જેવા સત્સંગીઓ લાભ લેતા, સો ૨ વાગે વિદાય થતાં હતાં. તે ચાતુર્માસના દિવસો હોવાથી મારે એકાસણા હોય તેની વ્યવસ્થા સૌ પ્રેમથી જાળવી લેતા. સવારના વિશેષ કરીને શરૂઆતમાં ભક્તિ પછી શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનો સ્વાધ્યાય થતો. શ્રોતાગણ તેમાં અભ્યાસી હતો. તેથી સ્વાધ્યાયમાં ઘણું બોધદાયક તત્ત્વ પ્રગટ થતું હતું. તેમાં ૧૨૮ અને ૨૫૪ ના પત્રમાં હૃદયના તાર હલી ઊઠે તેવો બોધ હતો. તે દિવસે સૌએ જીવનની ધન્યતા અનુભવી. સાથે સાથે સમજમાં આવ્યું કે ઘણું ગુમાવ્યું છે. હવે જાગવાનું છે. વિભાગ મારી મંગલયાત્રા ર૫O Page #274 -------------------------------------------------------------------------- ________________ રાત્રે ૮ થી ૧૦ સ્વાધ્યાય નવનાતભવન હૉલમાં થતો. જેમાં ૩૦૦ જેવા શ્રોતાઓ હાજર રહેતા. પ્રારંભમાં માંગલિક-ભક્તિ થતી. પછી યોગશાસ્ત્રનું વાંચન થતું. યોગશાસ્ત્રમાં મોક્ષમાર્ગમાં કેમ જોડાવું તેની મુખ્યતાથી બોધ અને કથા હતી. તે કથાઓમાં સૌને સરળતાથી બોધ પ્રાપ્ત થતો. ત્યાર પછી માગનુસારિતાના ગુણોથી ગ્રંથકારે સચોટ બોધ આપી ક્રમે બાર વ્રત અને આખરે ધ્યાનની પ્રક્રિયા બતાવી, પોતાના અનુભવનો પ્રકાશ પ્રગટ કર્યો છે. તે સૌને લાભદાયક નીવડ્યો. શ્રી કલ્પસૂત્રનો સ્વાધ્યાય : શ્રી પર્યુષણ પર્વમાં શ્રી કલ્પસૂત્રનો સ્વાધ્યાય લીધો હતો. આ દેશમાં સૌ પ્રથમ જ શ્રી કલ્પસૂત્રનું પૂરું વાંચન થયું. પ્રારંભમાં સવારે શ્રાવકના કર્તવ્ય અને ઋષભદેવાદિનાં ચારિત્રોનું વાચન થતું. રાત્રે ભગવાન મહાવીરના બોધદાયક સત્તાવીશ ભવનું વાચન થતું. આ પ્રવચનોની અસર ઘણી સારી ઊપજી. સાથે સાથે એ દિવસોમાં તપની આરાધના થઈ હતી. વળી શ્રાવકો સહેલાઈથી શ્રી કલ્પસૂત્રનું વાંચન કરી શકે તે આશયથી સ્વ. શ્રી ચંચળબહેન શાંતિલાલ મહેતાના નાના પુત્ર કુમુદચંદ્ર અને સુધાની સહાયથી “શ્રી કલ્પસૂત્ર કથાસાર’ ગૃહસ્થની મર્યાદામાં વાંચી શકાય તે રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારપછી તેની સાત આવૃત્તિઓમાં વૃદ્ધિ સાથે દસેક હજાર નકલો પ્રસિદ્ધ થઈ. ચંચળબહેન વયોવૃદ્ધ પણ દરેક ધર્મસભામાં હાજર રહે. જમવામાં સાથે જ બેસે. ધીમે રહીને થર્મોસ ખોલે અને મને પ્રેમથી રાબડી પીરસે. ત્યારે મને ખબર પડી કે રોજની રાબડી એક જ સરખી કેમ હોય છે? ત્યારથી મેં તેમનું નામ બદલ્યું. ચંચળબા નહિ પણ ચંદનબા. તેઓ મને મા” કહેતાં. હું તેમને “બા” કહેતી. પૂરા પચીસ દિવસનો કાર્યક્રમ હતો. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન શ્રી નેમુભાઈ ખૂબ વ્યવસ્થિતપણે કરતા. એક મહિના પહેલાં આયોજન સૌને મળી જતું. દરેક દિવસનો પૂરો કાર્યક્રમ, સ્થળ, સમય સર્વ વિગત સૌને આપવામાં આવતાં. તે પ્રમાણે શિસ્તબદ્ધ ક્રમ જળવાતો. અમદાવાદથી નીકળે ત્યાંથી ફલાઈટની ટિકિટ જવા-આવવાની કારની સુવિધા. લંડન એરપોર્ટ પર પગ મૂકયો અને દરેક કલાકનો વ્યવસ્થિત ક્રમ નેમુભાઈના કોમ્યુટર માઈન્ડમાં ગોઠવાયેલો હોય. છતાં કોઈ દેખાવ કે આડંબર નહિ. કોઈને કામ બતાવવાને બદલે જાતે જ કરી લે. લંડનમાં અન્ય સ્થળે જવા-આવવામાં સાથે જ હોય, અગર અન્ય મિત્રોની સાથે મારી મંગલયાત્રા ૨૫૧ વિભાગ-૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ સુવ્યવસ્થિત ગોઠવી દે. સુધાબહેન વિનુભાઈ તો છાયાની જેમ સાથે જ હોય. તેઓ અભ્યાસી પણ ખરાં, એટલે અંગત સત્સંગ ગોષ્ઠિ પણ થતી રહેતી. એક દિવસ નિરાંતનો હતો. સુધાબહેન મને કહે : ચાલો ફરવા જઈએ. મેં કહ્યું કે મને એવી રુચિ નથી. વળી આ વિશ્વમાં કેટલા ચક્કર લગાવ્યા છે, હવે જવા દો. પણ તેમનો ઘણો આગ્રહ, એટલે નીકળ્યાં. અમુક જગ્યાએ પહોંચ્યાં કે ગાડી જ બંધ પડી. કેમે કરી તે ચાલે નહિ. તેઓ કહે સોળ વર્ષમાં ગાડી પ્રથમ વાર બંધ પડી છે. મેં કહ્યું કે ગાડીએ મારી વાત સ્વીકારી, કે ફરવામાં કંઈ મળવાનું નથી. સૌ હસી પડયાં. પછી અમે ટ્રેઈનમાં ઘેર આવ્યાં. સુધાબહેન વચનામૃતનાં અભ્યાસી છે, એ ખબર હતી. પણ રાંધણકળામાં કશળ છે તે તો તેમને ત્યાં એકાસણું કરવા બેઠી ત્યારે ખબર પડી. લગભગ ૨૦૨૨ ચીજો બનાવી હતી. મારે અમુક ચીજોનો નિયમ હતો. મેં સમજાવ્યું કે આજે તો શક્ય તેટલો ન્યાય આપીશ. પણ હવે દરેકને સૂચના આપજો કે આઠ દસ ચીજથી વધુ ન બનાવે. તમે કેટલી મહેનત કરો, એટલાં વાસણો સાફ કરવાનાં, ઘણો શ્રમ પડે. સૌને વાત બરાબર લાગી. નેમુભાઈએ સૌને એ રીતે સૂચના આપી. મારો પ્રીતિ-વાત્સલ્યભાવ અને મિત્રોનો આદરભાવ-સેવા સુભગયોગમાં ઘણા જીવો, ધર્મમાર્ગમાં પ્રવેશ્યા. જેમનો કંઈ રુચિ-પ્રવેશ હતો તે વૃદ્ધિ પામ્યો. સત્સગયાત્રા સૌને આનંદ-પ્રેરણામૂલક નીવડી. આ દિવસોમાં નાઈરોબીથી શ્રી સોમચંદભાઈ ખાસ સત્સંગ માટે આવ્યા હતા. વળી રવિવાર તો જાણે મોટો ઉત્સવ હોય તેમ કોઈ સત્સંગીના ઘરે સવારે ૧૦-૩૦ થી પ-૩૦ આરાધના (શિબિર) આયોજન થાય. સો જેવા જિજ્ઞાસુઓ પૂરો દિવસ સાથે રહી સત્સંગ માણે. વળી સાઉથમાં લેસ્ટરમાં અને અન્યત્ર પણ સત્સંગ-પ્રવચનોનું અને શિબિરનું આયોજન થયું હતું. આમ પચીસ દિવસ પૂરા થયા. નેમુભાઈને ત્યાં તે દિવસે વિદાયનો કાર્યક્રમ હતો. સૌનાં હૃદય ભાવભીનાં હતાં. કોઈ બહેને વિદાયનું ગીત ગાયું. સૌએ ઝીલ્યું. જાગો જાગો જગાડનાર આવી ગયા.” ગીત પૂરું થયું. મેં પણ ગદ્ગદિત કંઠે સૌની ખૂબ જ ભાવભરી વિદાય માંગી. સ્વ-પર શ્રેયનો આનંદ વ્યક્ત કર્યો. સૌનાં હૃદય તો ભીંજાયેલાં હતાં. અને સૌનાં નેત્રોયે સજળ બની ગયા છતાં સૌ પ્રેમભાવ છૂટાં પડ્યાં. યાદગાર સત્સગયાત્રાની વિભાગ મારી મંગલયાત્રા રપર Page #276 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાહુતિ થઈ. મેં ભેટ જેવો વ્યવહાર રાખ્યો ન હતો છતાં સૌના પ્રેમવશ કંઈક ભેટનો સ્વીકાર કર્યો. નેમુભાઈ કહે : ““તમારો ભેટ નહિ લેવાનો નિયમ છે ને ? અમારો આપવાનો નિયમ છે.” બીજે દિવસે સવારે ભાવભરી વિદાય લીધી. જે બીજા વર્ષની યાત્રાના આયોજન સાથે હતી. ૧૯૮૫ની સત્સગયાત્રાના સ્વાધ્યાય અને શ્રી પર્યુષણપર્વની આરાધનાની અપૂર્વતા સૌને સ્પર્શી થઈ. એટલે તરત જ બીજા વર્ષનું શ્રી પર્યુષણ આરાધનાનું આયોજન પણ તેઓએ નક્કી કરી દીધું. કોબા સાધના કેન્દ્રમાં શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે પૂ. શ્રીની હાજરી અનિવાર્ય હોવાથી ૧૯૮૪ પછીના ૧૯૮૮ સુધી દર વર્ષે શ્રી નેમુભાઈ વિગેરેના આયોજનથી શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે મારે જવાનું થતું હતું. શ્રી પર્યુષણમાં કલ્પસૂત્ર-વાંચન અને અન્ય દિવસોમાં શાસ્ત્ર-વાંચન થતું. વળી રોજ સવારે શ્રીમદ્ રાજચંદ્રજી વચનામૃત અને ભક્તિ કોઈ સત્સંગીઓના નિવાસે થતી. આવા વિવિધ આયોજનથી સૌને સંતોષ થતો. પ્રવચનો લોકભોગ્ય બનતાં હોવાથી કેસેટો ઊતરતી અને તેના આધારે તે પ્રવચનોનું પુસ્તક સંસ્થા દ્વારા પ્રકાશિત થતું. તે પ્રકાશનનો અર્થ-સહયોગ લંડનના સત્સંગી મિત્રોનો રહેતો. આમ ૧૯૮૮ સુધી આરાધના અને સત્સંગ યાત્રા અન્યાય લાભદાયી નીવડી. શ્રી નેમુભાઈ ચંદરયાનું કુશળ વ્યક્તિત્વ : શ્રી નેમુભાઈ ચંદરયા મૂળ જામનગરના વતની છે. ધંધાર્થે આફ્રિકાના દેશોમાં રહ્યા હતા. ત્યાર પછી હાલ લંડનમાં સ્થિર થયા છે. જોકે વ્યાપારાર્થે અન્ય દેશોમાં તેઓનો પ્રવાસ નિરંતર થતો હોય છે. સ્વબળે અર્થોપાર્જન તથા ઉજ્વળ કારકિર્દીમાં ઘણા નિપુણ છે. તેઓ મિતભાષી છે. ઘણું બોલવાને બદલે તે તે કાર્ય કંઈ સંકોચ વગર કરી લેવામાં હંમેશાં તત્પર હોય છે. તેઓ ૧૯૮૪માં શ્રી રા.આ.સા.કેન્દ્રમાં પૂ. શ્રીની નિશ્રામાં લંડનના અન્ય મુમુક્ષુઓ સાથે સત્સંગ માટે આવ્યા હતા. તે સૌને આશ્રમની પ્રણાલી, પૂ. શ્રીનાં પ્રવચનો, મારો સ્વાધ્યાય વિગેરે રુચી ગયાં. તે જ દિવસોમાં તેઓ સૌએ નિર્ણય કર્યો કે પૂ. શ્રીની સત્સંગયાત્રા લંડનનાં વિવિધ સ્થાનોમાં યોજવી. આમ, નેમુભાઈ આ કાર્યના પણ પારખુ છે તે અનુભવ થયો. લંડનના નિવાસ દરમ્યાન તેમની કાર્યકુશળતા, સેવાભાવ સાથે મારી મંગલયાત્રા ૨૫૩ વિભાગ-૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ સૌનો સહકાર છતાં શિસ્તબદ્ધતા, ઉદારતા વિગેરેમાં તેમની પ્રતિભા પ્રગટ થતી. વ્યાપારકાર્યો છતાં દરેક કામની તેમના મગજમાં સમયસર થવાની નોંધ પડી હોય. તેઓ તે દિવસોમાં મારા પૂરા કાર્યક્રમની, સ્વાથ્યની, આહારાદિની વ્યવસ્થાની એવી કાળજી રાખતા કે મને તેમના પર હાર્દિક વાત્સલ્યભાવ આવતો. સાથે સાથે તેઓ મારા પરિવાર સાથે કૌટુમ્બિક સભ્યની જેમ નિકટતા ધરાવે છે. અમદાવાદ આવે ત્યારે તેઓ અને તેમનાં પત્ની મીનાબહેન અમારા નિવાસે જ રહેતાં હોય છે. મારા પુત્રપુત્રવધુ-અતુલ-૨મોના સાથે તેમની નિકટની મિત્રતા છે. વળી તેઓએ વિશ્વવ્યાપી કાર્યની ભાવનાથી પવશ્રી કુમારપાળ દેસાઈના સહયોગથી અમદાવાદમાં જૈનૉલોજી સંસ્થાનું નિર્માણ કર્યું છે. તે દ્વારા તેઓ વિશાળતાથી અનેક પ્રવૃત્તિઓ કરવાનું યશનામ ધરાવે છે. બોલવું ઓછું અને કરવું ઘણું એ તેમની પ્રકૃતિ છે. આવાં અનેકવિધ ક્ષેત્રોમાં, દેશવિદેશમાં તેમની વિવિધ સેવાકાર્યની કદર કરીને બ્રિટિશ સરકારે તે દેશમાં સૌ પ્રથમ તેમને એવૉર્ડ આપ્યો છે..... ઓફિસર ઑફ બ્રિટિશ એમ્પાયર” (૦.B.E.) અમારી લંડનની સત્સંગ યાત્રાના સંયોજક હોવાથી તેમનો પરિચય આપવો એ મારું કર્તવ્ય છે. લંડનનાં સુધાબહેન વિનુભાઈ શાહનો સાત્ત્વિક યોગ : અગાઉ જણાવ્યું તેમ કોબાના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં લંડનના મુમુક્ષુઓ સત્સગયાત્રાએ આવ્યા હતા. ત્યાં પૂ. સાહેબજીને અને મારા સ્વાધ્યાયનું શ્રવણ કરી તેઓ પ્રસન્ન થયા. તેમાં નેમુભાઈ ચંદરયા અને સુધાબહેન વિનુભાઈ મુખ્ય સંચાલક હતાં. તેમણે અમને લંડન સ્વાધ્યાય માટે આમંત્રણ આપ્યું. સુધાબહેન સ્વયં વચનામૃતના અભ્યાસી છે. જીવન સાદું, સાત્ત્વિક છે, સ્વભાવે શ્રદ્ધાવાન અને નમ્ર છે. મારી સાથે પરિચય થતાં અમારી મિત્રતા સઘન થઈ હતી. નિર્દોષતાથી અમે ચર્ચાવિચારણા કરતાં. તેઓ મને વડીલ તરીકે આદર આપતાં. ખૂબ ઉત્સાહથી સાથે જ રહેતાં. પોતે સ્વયં સારા સ્વાધ્યાયકાર છે. હાલ તેઓ લંડનથી નિવૃત્ત થઈ સાયલામાં આરાધના કરે છે. વળી લંડનમાં સ્થિરતા કરી સ્વાધ્યાયની સ્વ-પર શ્રેયરૂપ પ્રવૃત્તિ જાળવી રાખી છે. વર્ષોનાં વહાણાં વાયાં પરંતુ સત્સંગના માધ્યમથી થયેલા પરિચયની વિભાગ-૯ ર૫૪ મારી મંગલયાત્રા Page #278 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ પ્રસન્નતા આપે છે તેથી કંઈક લખવા પ્રેરાઈ છું. લંડનમાં મારી સાતેક વર્ષની સત્સગયાત્રામાં તેમણે ઘણી સેવા કરી હતી તે કેમ ભુલાય? તેનો બદલો એટલે તેમની સાત્ત્વિક સ્મૃતિ છે. શ્રી સમેતશિખરજીની સઉલ્લાસ ચિરસ્મરણીય યાત્રા (૧૯૮૬/૮૭): લંડનમાં પૂજ્યશ્રીની તથા મારી સત્સગયાત્રા યોજાતી. તેની ફલશ્રુતિમાં શ્રી નેમુભાઈ તથા તેમના સાથીઓએ શ્રી સમેતશિખરની યાત્રાનું આયોજન પૂ.શ્રીની નિશ્રામાં કર્યું હતું. છ માસ પહેલાં શારીરિક તપાસથી માંડીને “એ ટુ ઝેડ’ સુધીનો સુવ્યવસ્થિત કાર્યક્રમ નેમુભાઈની સકુશળતાપૂર્વક તૈયાર થયો. લંડનથી ચાલીસ યાત્રિકો આવવાના હતા. અને પૂ.શ્રીના આશ્રમ વિગેરેથી ચાલીસ યાત્રિકો જોડાઈને લગભગ એંસી જેવા યાત્રાળુઓનો સંઘ થયો હતો. નાઈરોબીથી શ્રી સોમચંદભાઈ તથા જયાબહેન પણ જોડાયાં હતાં. સંસ્થાના પ્રમુખશ્રી જયંતભાઈ અને ટ્રસ્ટી સ્વ. શ્રી શશીકાંતભાઈએ સુંદર વ્યવસ્થા કરી હતી. પૂ.શ્રીને કલકત્તા સ્વાધ્યાય સત્સંગના કાર્યક્રમો હોવાથી તેઓ પાંચેક દિવસ પહેલાં નીકળી કલકત્તા પહોંચ્યા હતા. ત્યારે હું ઘાટકોપર પ્રવચન માટે ગઈ હતી. ત્યાં જયંતભાઈ અને શશીકાંતભાઈ મને મળ્યા. તેઓ કહે : લંડનવાળા મુમુક્ષુઓ આવે ત્યારે તેમની સાથે તમારે કે પૂ.શ્રી કોઈએ યાત્રામાં સાથે રહેવું જોઈએ. મેં કહ્યું મને કંઈ આ અંગે ખબર નથી. મને પૂ.શ્રીએ કંઈ કહ્યું નથી. અને હું તો બે માસ પહેલાં સમેતશિખરજીની યાત્રા કરી આવી છું. એટલે મારી ઈચ્છા નથી. તેઓ કહે : ““તો પણ સાહેબ નથી એટલે તમારે આવવું જોઈએ. વળી નેમુભાઈ વિગેરેનું તમને આમંત્રણ તો છે જ.” મને થયું કે ફરજ તરીકે જવાનું છે, વળી મને યાત્રાનો લાભ મળશે. લંડનના સત્સંગી મિત્રો સાથેનો પરિચય હતો એટલે આનંદ આવશે. આમ વિચારી હું યાત્રાએ જવા તૈયાર થઈ. જયંતભાઈએ અન્ય યાત્રિકોને તૈયાર કર્યા. મુકરર દિવસે અમે મુંબઈથી યાત્રાએ જવા નીકળ્યાં એક પૂરી બોગી એ.સી.વાળી લંડનના યાત્રિકોની હતી અને બીજી બોગી મુંબઈના યાત્રિકોની હતી. ભોજનાદિની સુવ્યવસ્થા સહિત આયોજન હતું. ટ્રેઇનમાં લગભગ છત્રીસ કલાક ગાળવાના હતા. મેં સહેજે જ કાર્યક્રમ કહ્યો કે ભલે ટ્રેઈન છે પણ તમે લંડનથી આવો છો. ફક્ત તેર મારી મંગલયાત્રા ર૫૫ વિભાગ-૯ Page #279 -------------------------------------------------------------------------- ________________ દિવસનો આ લ્હાવો છે. આપણે સમયનો પૂરો ઉપયોગ કરીએ. આથી રાત્રે એક કલાક ભક્તિ-આરાધના કરી. સવારે ૫-૩૦ વાગે ઊઠીને ભક્તિમૌન-આરાધના કરી, પ્રભાતિક અન્ય કાર્યો આટોપી સી ૧૦ વાગે તૈયાર થયાં. સીટની ઉપર, નીચે, વચમાં એમ અમારી ધર્મસભા ગોઠવાઈ ગઈ. ૧૦ થી ૧૨ સ્વાધ્યાય કરાવ્યો. પછી વળી બપોરે ૩-૩૦ થી ૫ સ્વાધ્યાય, સત્સંગ, રાત્રે ભક્તિ. આમ ટ્રેઇનના સમયનો સદુઉપયોગ થયો. તે પ્રમાણે જયાં જયાં બસમાં ગયા તે પ્રમાણે સત્સંગ-ભક્તિ થતાં હતાં. તેમાં એ સૌની રુચિનો પ્રભાવ હતો. યાત્રાનાં સ્થળોએ સઉલ્લાસ દર્શન-પૂજન થતાં. કોલકતાથી પૂ.શ્રી સાથે થયા, એટલે તેમનાં ભક્તિ-સ્વાધ્યાયનો લાભ મળતો રહ્યો. શ્રી સમેતશિખરજીમાં એક દિવસ ઉપરની યાત્રામાં દર્શન-પૂજનનો લાભ લીધો. પાર્શ્વનાથની ટુંકમાં ભક્તિ કરી. ખૂબ જ ભાવભર્યા દયથી, ધુન ગાતાં ગાતાં નીચે ઊતરતાં હતાં. એક દિવસ નીચેના દેરાસરમાં અષ્ટપ્રકારી પૂજા થઈ. શ્રી દિગંબર મંદિરમાં કે જ્યાં સમય હોય ત્યાં પૂ.શ્રીનો સ્વાધ્યાય થતો. પૂરી યાત્રા હાર્દિક ભક્તિભાવથી આનંદપૂર્વક સંપન્ન થઈ. લંડનના સમૂહની વ્યવસ્થા નેમુભાઈ વિગેરે નિપુણતાથી કરતા. ૪) યાત્રાળુ, દરેકના ત્રણ મુદ્દા, ૧૨૫ ઉપરાંત મુદ્દા સ્ટેશન પર ખડકાય. ગરબો ગાવાનો હોય તેમ સૌ સામાનની આજુબાજુ ગોળ ગરબો કરી લે. સામાન ઊપડે પછી ગરબો મુક્ત થાય. આહારાદિમાં પણ વ્યવસ્થિત હાર. બંધ સૌ ગોઠવાઈ જતાં. પૂ.શ્રીની અને મારી થાળી પિરસાય પછી અન્ય યાત્રિકો થાળી પર ગોઠવાય એવા વિવેકનાં દર્શન થયાં. મુંબઈ યાત્રિકોની વ્યવસ્થા જયંતભાઈ સંભાળતા હતા. વળી શ્રી સોમચંદભાઈ જયાબહેને શ્રી સમેતશિખરની પ્રજાને સાડી, ધાબળો, અનાજનું વ્યવસ્થિત વિતરણ કર્યું હતું. રાજગૃહીમાં વિરાયતનમાં રહ્યા ત્યાંની વ્યવસ્થા માણી અને સંસ્થા દર્શન કર્યા. પ્રભુની નિર્વાણની પાવનભૂમિ પાવાપુરીમાં સાંજે આરતીમાં તો સૌ એવાં મગ્ન થઈ ગયાં કે આરતીનાં પદો બે વાર ચૂંટાતા રહ્યાં સૌના મનમાં અલૌકિક ભાવનાનો અનુભવ થયો. આમ, યાત્રા ચિરસ્મરણીય બની તેથી અહીં સહેજે ઉલ્લેખ થયો. વિભાગ-૯ ૨૫૬ મારી મંગલયાત્રા Page #280 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી સોનેજી સાથે મદ્રાસ, બેંગલોર તરફની સત્સગયાત્રા : મદ્રાસમાં પૂ.શ્રીના ચાહકો, સવિશેષ વસંતબહેનના પરિવારે સ્વાધ્યાય-સત્સંગનું આયોજન કર્યું હતું. તેમના હૃદયના ભક્તિભાવ પ્રશંસનીય હતા અને આજે પણ છે. અમારો ઉતારો, આહારાદિની સપ્રમાણ વ્યવસ્થા, નિયમિત પૂ.શ્રીના સ્વાધ્યાયનું આયોજન વિગેરે આ પરિવારે પ્રેમપૂર્વક સંપન્ન કર્યું હતું. મોટી સંખ્યામાં સૌએ પૂ. શ્રીના સ્વાધ્યાયનો લાભ લીધો. એ સ્વાધ્યાય ઘણા મર્મસ્પર્શી હતા. એક નાના સ્થળે મારા સ્વાધ્યાય રાખ્યા હતા. ત્યાં એક બાર વર્ષના બાળકનો મને હૃદયંગમ અનુભવ થયો. તે બાળક રોજે આગળ આવીને બેસે (નામ યાદ નથી). એક વાર મેં પૂછયું કે તને આ બધું સમજાય છે? “બધું સમજાય નહિ, પણ આનંદ આવે છે. તમે મને તમારું આ જ્ઞાન આપો ને !” તને કેવી રીતે સમજાયું કે આ જ્ઞાન છે ? એ તો મારા મનમાં મને સમજાય છે, તમે મારે ઘરે ચાલો. મને જ્ઞાન આપો.” અમે એને ઘરે ગયા. તેના મા કહે : એને બાળપણથી આ સંસ્કારો છે. કર્મગ્રંથ જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો ગમે. રમતગમતમાં તેનું ધ્યાન ઓછું રહે છે. અમારા કરતાં તેની ભાવના ઊંચી છે. મેં એને કહ્યું, તું ભજન ગા પછી જ્ઞાન આપું.' તમને કેવી રીતે સમજ પડી કે મને ભજન ગાતાં આવડે છે ?” “તને જેમ જ્ઞાનની સમજ પડીને તેમ મને ભજનની સમજ પડી.” તેણે મધુર ભાવથી ગાયું : ““અખિયાં હરિદર્શનની પ્યાસી.” અમે સૌ તેના ભજનમાં લીન થઈ ગયા. થોડી વાર મૌન પ્રસરી ગયું. તેની જ્ઞાન વિષેની ગંભીરતા જોઈ મેં તેને અહિંસા, સત્ય, અચૌર્ય, ઈન્દ્રિય સંયમ અને અલ્પપરિગ્રહના માધ્યમથી જ્ઞાનપરિચય આપ્યો. અલ્પપરિગ્રહની વાતમાં મેં કહ્યું: તારી પાસે પેન્સિલ જેવાં સાધનો જૂનાં થાય તે તારે જરૂરિયાતવાળાં બાળકોને આપી દેવાં. તે કહે: “એ બાળકો પાસે જૂનાં પણ હોતાં નથી તો પછી શા માટે આપણે તેમને નવાં જ ન આપવાં ?” મેં તરત જ મારા કાન પકડ્યા : “બેટા, તારી વાત સાચી છે. નવાં જ આપજે. હું પણ એમ કરીશ.” આમ ગુરુ મળે છે. પછી કહે : હું મામા સાથે અરૂણાચલમ ગયો હતો. ત્યાંના બધા જ મારી મંગલયાત્રા ર૫૭ વિભાગ-૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ પથ્થરો પર મને પ્રભુદર્શન થતાં હતાં. મને થયું આપણે પાલીતાણા ““કાંકરે કાંકરે અનંતાસિદ્ધા” બોલીએ ત્યારે આવું થાય છે? આમ, પૂર્વના આરાધક જીવોમાં બાળક છતાં પણ આપણને ગુણોની ઊંચાઈનાં દર્શન થાય છે. શ્રીમદ્ રા.સા. કેન્દ્ર, કોબાની નિવૃત્તિમાં શુભધ્યાનમાં સ્થિરતા, ચિત્તપ્રસન્નતાનો ક્વચિત્ અનુભવયોગ : તદ્દન પ્રારંભમાં પૂ. આચાર્યશ્રીએ જૈનદર્શનનો મહામંત્ર નવકાર મારી ભૂમિકા પ્રમાણે જાપ રૂપે આપ્યો હતો. તે ગણાતો રહ્યો. તેને પન્નાલાલ ગાંધીએ ઓપ આપ્યો કે આ તો સ્વરૂપમંત્ર છે. મંત્ર ઘૂંટાતો જાય અને સ્વરૂપ-અનુસંધાન થતું જાય. આમ નવકારમંત્રની શ્રદ્ધા હતી જ. વળી આચાર્યશ્રીએ તેને વધુ શ્રદ્ધાયુક્ત કર્યો. વળી શ્રીમદ્જીએ પ્રકાયું છે કે : “શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહા પદને સમરો, નહી એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો.” (શ્રીમદ્જીનાં સ્થાનોમાં ભલે આ મંત્રની ગૌણતા થતી રહી પણ વાસ્તવિકતા આ છે.) આ મંત્ર મારા ચિત્ત પર અંકિત હતો, તેમાં વચ્ચેના ગાળામાં ધ્યાન-મૌનની શિબિરોથી સ્થિરતાનો અભ્યાસ પુષ્ટ થયો હતો. તેનો પ્રયોગ ચાલુ હતો, જ્યારે મનમાં તેની ભાવના ઊઠે મનાદિ યોગ ગોઠવાઈ જાય ઉપયોગ સ્થિરતા પકડતો. રાત હો, અર્ધી રાત હો ગુરુકૃપા હતી. સાધના કેન્દ્રનું પંદર વર્ષ પહેલાં આજ કરતાં વાતાવરણ શાંત હતું. લોકવી અલ્પ હતી. રમ્ય અને રળિયામણું તો હતું અને છે. પૂ.શ્રીના બોધ વચનો, જિજ્ઞાસુઓની શુભભાવનાથી એક વાયુમંડળ રચાતું હોય. તેનાં સ્પંદનો વિખરાતાં હોય, ત્યારે સાધકને તેની સહાય-આલંબન મળી રહે છે. આ જીવને હિમાલયમાં, ઈડર જેવાં સ્થાનોમાં આવો અભ્યાસ હતો તેથી આ કેન્દ્રમાં પણ આ પ્રયોગ થતો. શારીરિક અવસ્થા પણ આસનને યોગ્ય રહેતી. આથી કોઈ વાર અગાસી કે રાત્રે બહાર મેદાનમાં ધ્યાનમાં જવાનું સુલભ બનતું. - નવકાર મંત્ર, ભાવના, શ્વાસ સાથે જાપથી આ ધ્યાનનો પ્રારંભ થતાં, અનુક્રમે નીરવ શાંતિનો લય માવતો. વચમાં મૂકેલું અવલંબન વિભાગ-૯ મારી મંગલયાત્રા ર૫૮ Page #282 -------------------------------------------------------------------------- ________________ પકડાતું. વળી કોઈ સંસ્કાર જોર કરીને બહાર લઈ જતો ત્યારે અલ્પ સમયમાં અવલંબનથી વળી સ્થિરતા આવતી, ઘણી વાર આવા અનુભવથી ચિત્તમાં પ્રસન્નતાનો અનુભવ સ્મૃતિ પર લાંબો સમય ટકતો. આથી એવું સમજાય છે કે તે સમયની ચિત્તશુદ્ધિ જીવન પર અંદરબહાર પ્રકાશ આપતી રહી છે. આવી એક પ્રકારની સૂક્ષ્મતા આવતાં, શાસ્ત્રબોધ સરળતાથી સમજાતો, કોઈ પ્રસંગોનું પ્રથમથી જ સમાધાન થઈ જતું. દરેક પ્રસંગે વ્યક્તિઓ પ્રત્યે સમાધાન રહેતું. અપૂર્ણતા તો છે જ છતાં આત્મ-અવલંબનની શ્રદ્ધાનું બળ વૃદ્ધિ પામતું. ત્યારે કોઈ વાર એમ થતું કે આ પ્રયોગ અન્યને પણ બતાવવા જેવો છે. ક્યાંક પ્રયત્ન કરતી પરંતુ વળી એમ થતું કે એવું બહારનું કર્તુત્વ શા માટે ? હજી પરિપક્વતા થવા દો. ટૂંકમાં ક્યારેક આવા પ્રયોગ વગર પણ અંતર આનંદ-પ્રસન્નતાથી ભરાઈ જતું. તે પછી સામાયિક હો, કોઈ પ્રસંગ હો, એકાંત હો કે લોકસમૂહમાં હો. આવી વાતોનો વિસ્ફોટ ન કરવો તેવું શિક્ષણ હોવાથી તે મનમાં જ સમાયેલું રહેતું જે વધુ લાભદાયી બનતું. આજે આ ગુરુકૃપા વરસતી રહી છે જેથી એ અનુભૂતિ જળવાઈ છે. સ્થિરતા, સૂક્ષ્મતા અને શુદ્ધિની વૃદ્ધિ અનુભવાય છે. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાથી નિવૃત્તિ : (૧૯૮૮-૧૯૮૯). વાચકો ! તમે જોયું કે મારી મંગલયાત્રાનાં ચક્રો ફરતાં બદલાતાં રહે છે, તેને યાત્રા કહેવાય ને ? અથવા માનો કે વિકાસના એ ગૂઢ રહસ્યો છે. મારું ધ્યેય આત્મદર્શનના બીજનું વવાયેલું એટલે બહારના સ્થાન બદલાય પણ અંતરધ્વનિ જળવાયો છે. વળી તે તે નિમિત્તો જે સમયે બનતા હોય છે, ત્યાં કોઈ સ્થાન કે વ્યક્તિની ક્ષતિ નથી, પરંતુ ઋણ છે તેમ માન્યું છે, લેણદેણ છે. આ કેન્દ્રમાં ૧૯૮૨માં પૂ. શ્રીના સદૂભાવથી પ્રવેશ થયો હતો. પૂ.શ્રીની નિશ્રામાં મારી આરાધના થતી હતી. વળી તેઓની જ પ્રેરણાથી આફ્રિકા તથા લંડનની સત્સંગયાત્રા યોજાઈ હતી. ત્યાંના સ્વાધ્યાય વિગેરે સાનંદ સંપન્ન થતા. વળી દરેક વખતે તે તે પ્રવચનોની પુસ્તિકા તે સત્સંગીઓના અર્થ સહયોગથી પ્રગટ થતી. આથી મને એવો ઉત્સાહ કે સંસ્થાના સાહિત્યક્ષેત્રે કાર્ય થાય છે. તેમાં તે વખતના સંસ્થાના માસિકના સંચાલક શ્રી હરિભાઈ પણ ઉત્સાહથી આ કાર્ય પૂરું કરતા. આમ ત્રણમારી મંગલયાત્રા ૨૫૯ વિભાગ-૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ ચાર પુસ્તકો પ્રકાશિત થયાં, તે સંસ્થાના ગ્રાહકો અને ચાહકો સુધી પહોંચ્યા. યદ્યપિ તેમાં તત્ત્વબોધ ગૌણ હતો તે હકીકત સાચી હતી. આથી ટ્રસ્ટીગણને લાગ્યું હવે આ કામ મુલત્વી રાખવું. હમણાં ઘણાં પુસ્તકોનું પ્રકાશન થયું છે. ત્યારે વળી કોઈ પ્રકાશન માટે માંગણી આવતી. તે વખતે ટ્રસ્ટગણના અભિપ્રાય મુજબ પ્રકાશન પ્રતિબંધિત હતું. મને પણ તે વાત સમજાઈ કે કેન્દ્રમાં રહીને તેની પ્રણાલી પ્રમાણે કાર્ય હોવું જોઈએ. વળી ત્યારે સમાજકલ્યાણમાં કામ ચાલુ હતું તેથી એ પુસ્તક તે સંસ્થા દ્વારા પ્રગટ થયું. સામાજિક કાર્ય કુશળતાથી કરેલું એટલે પણ એવો ઉત્સાહ ખરો કે કંઈ વિશેષ આરાધના કરીએ. તે વખતે આયંબિલતપની ઓળી હતી. પૂ.શ્રીને વાત કરી કે આ તપ યથાશક્તિ સૌ કરીએ. પછી તો સૌના ઉત્સાહથી પૂરી વિધિ સહિત એ તપ થયું. યદ્યપિ તે શ્વેતાંબર આમ્નાય પ્રમાણે હતું. તેમાં મારો આગ્રહ ન હતો. વળી પૂ. શ્રી પણ વિશાળ દૃષ્ટિયુક્ત હતા છતાં આમાં તેમની પૂરી સૂચના લેવાને બદલે મારા ઉત્સાહથી આયોજન થયું. તેમાં કેન્દ્રની પ્રણાલીની શિસ્ત સચવાઈ નહિ હોય તેવું ટ્રસ્ટીગણને લાગ્યું. તે મને પછી સમજાયું. ખેર. મારા સ્વાધ્યાય પણ શ્વેતાંબર આમ્નાય પર વધુ આધારિત રહેતા. તેનો મને આગ્રહ ન હતો પરંતુ મારો શાસ્ત્રાભ્યાસ તે પદ્ધતિનો હતો. મને શ્રી વચનામૃત કે અન્ય સાહિત્યનો અભ્યાસ ખરો પરંતુ દિગંબર શાસ્ત્રો અન્વયે તાત્વિક અભ્યાસ નહિવત્ હતો. મને તેનો ઊંડો ખ્યાલ નહિ. આથી પૂ.શ્રીએ એક વાર સૂચન કર્યું કે તમારે હમણાં સ્વાધ્યાય મુલતવી રાખવો, વળી બીજા સ્વાધ્યાયકારો હમણાં છે. તમે તત્ત્વદષ્ટિનાં શાસ્ત્રોનો અભ્યાસ કરો તે જરૂરી છે. પૂ. શ્રીની વાત લાભદાયી હતી. પણ મને તે વખતે તેવી રૂચિ પેદા ન થઈ. વળી ૧૯૮૮માં તેઓશ્રીના જન્મદિને પૂ.શ્રીએ આશ્રમાર્થીઓ માટે સમર્પણ વિધિ' જાહેર કરી તેમાં કેટલીક પ્રતિજ્ઞાઓ હતી. જે પાળવી મને મારે માટે શક્ય ન લાગી. મારો સંસ્કાર પંચપરમેષ્ઠિ અને ચાર શરણનો હતો. વળી મેં હજી કોઈના ગુરુપદને ધારણ કરેલું નહિ તેથી મને આ સમર્પણ ભાવ ઊઠ્યો નહિ. ગુરુ પ્રત્યે શિષ્યની સમર્પણતા હોવી સાધનક્ષેત્રમાં જરૂરી છે પણ મારી માન્યતા પંચપરમેષ્ઠિ પ્રત્યેની હતી. આવાં કારણોથી એક સવારે શાંત ચિત્તે નિર્ણય કર્યો કે આશ્રમમાં રહેવું તો તેની શિસ્ત અને પ્રણાલીથી રહેવું અગર મુક્ત થવું. આથી વિભાગ-૯ ૨૬૦ મારી મંગલયાત્રા Page #284 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી પાસે જઈ મેં મારા નિવાસે જવા રજા માંગી. નિવૃત્તિની વાત કરી ન હતી. તે પાછળથી જાહેર થઈ. તે દિવસે જેમ સંસ્થાઓમાંથી કોઈ સમારંભ વગર નિવૃત્ત થતી હતી તેમ આ કેન્દ્રથી ૧૯૮૮ના અંતમાં મૌનભાવે મુક્ત થઈ. પૂ.શ્રીને ક્ષમાપના પત્ર મોકલી સાથે તેઓના સદ્દભાવનો આભાર માની લીધો હતો. - શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રથી નિવૃત્ત થયા પછી ૧૯૯૧ ૯૨માં બે વર્ષ લંડનની સત્સંગયાત્રા યોજાઈ હતી. છેલ્લાં પાંચ વર્ષથી લંડન, આફ્રિકાના સ્વાધ્યાય-સત્સંગથી સૌ પરિચિત હતાં. ૧૯૯૧માં અમદાવાદ નિવાસી સુશીલાબહેન રમેશચંદ્ર શાહ જેઓ ધંધાર્થે વેલીનબરો રહ્યાં હતાં. ત્યારે તેમણે પોતાના નિવાસે શ્રી પર્યુષણ પર્વની આરાધનાનું આયોજન કર્યું હતું. સંખ્યા અલ્પ હતી પરંતુ જિજ્ઞાસુવૃત્તિવાળા હોવાથી શ્રી પ્રશમરતિગ્રંથનું અધ્યયન કર્યું હતું. જેમાં સૌને વૈરાગ્યનું મૂલ્ય સમજમાં આવ્યું, જીવનદષ્ટિ મળી. ૧૯૯૨માં લેસ્ટરના દેરાસરના સંઘ દ્વારા શ્રી પર્યુષણ પર્વની આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારો ઉતારો શ્રી નટુભાઈ તથા ભાનુબહેનને ત્યાં હતો. શ્રી પર્યુષણ પર્વમાં શ્રી કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવતું હતું. અન્ય દિવસોમાં નવતત્ત્વનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં તે સૌએ પ્રથમ જ વાર નવતત્ત્વની સમજ મેળવી હતી. ૧૯૯૨ના લેસ્ટરના કાર્યક્રમ દરમ્યાન એન્ટવર્પમાં શ્રી રાકેશભાઈ ઝવેરીના સૂચનથી એન્ટવર્પના જિજ્ઞાસુઓએ સાત દિવસનો સત્સંગનો કાર્યક્રમ રાખ્યો હતો. લગભગ જિજ્ઞાસુઓના નિવાસે કાર્યક્રમ થતો. તેમાં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનું વાંચન થતું. તેમાં પ્રશ્ન થયેલો કે ભક્તિ કરવી કે પ્રતિક્રમણ કરવું ? સામાયિક કઈ વિધિથી કરવું ? મેં કહ્યું : “મોક્ષમાળાના પાઠમાં ઘણાં અનુષ્ઠાનોમાં આ ત્રણ અનુષ્ઠાન મૂક્યાં છે. તમારે સમયોચિત, સંસ્કાર પ્રમાણે ત્રણેની આરાધના કરવી જરૂરી છે. જેમ તમે વસ્ત્રો પહેરો ત્યારે જે મુખ્ય ત્રણ પહેરતા હોય તેમાંથી કેવું વસ્ત્ર વર્ષ કરવું ? ત્રણે વધુ જરૂરી છે ને ? તેવી રીતે આહારમાં અમુક વસ્તુ, મસાલા જરૂરી છે ને ? તેમાં ગૌણ મુખ્યતા થઈ શકે પરંતુ આવશ્યક છે તેને કેમ છોડાય ! ભલે ભક્તિ આદિ આવશ્યક કરણી છે. જો કપાય-વિષય મંદ મારી મંગલયાત્રા ૨૬૧ વિભાગ-૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ કરવા છે તો ભક્તિ જરૂરી છે. વીતરાગની ભક્તિ વૈરાગ્ય પેદા કરે તો વિષય-કષાય મંદ પડે ને ! રોજના ગૃહસ્થ જીવનમાં હિંસાદિ, રાગાદિ, ઈર્ષા, નિદા જેવાં પાપો થાય છે ? “હા', તો પછી પાપરૂપી મલને દૂર કરવા પ્રતિક્રમણ જરૂરી ખરું કે નહિ ? પાપ કરતા રહો અને તેના પ્રતિક્રમણને બદલે કેવળ વાંચન કે ધ્યાન કેવી રીતે થાય ? શ્રીમદ્જીએ કહ્યું છે કે “સત્સંગ વગર ધ્યાન તરંગરૂપ છે' મોક્ષમાળામાં, દિવસ-રાતના બંને પ્રતિક્રમણ કરવાનાં કહ્યાં છે તે તેમની આજ્ઞારૂપ છે. વળી મોક્ષમાળામાં સામાયિકના ત્રણ પાઠો છે, વાંચ્યા છે ? નથી વાંચ્યા ને ? વાંચો, તો આ પ્રશ્નનું નિરાકરણ તમે સ્વયં કરી શકો. સમભાવરૂપી સ્વભાવમાં જવા આ સામાયિક છે, જે મોક્ષનું પ્રથમ ચરણ છે. શ્રીમદ્જીએ પાઠ-૩૪ વિગેરેમાં પ્રકાયું છે કે “આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યગુદર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિ ભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થબુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક છે અને કર્મની બાહુલ્યતા છે. અસંખ્યાતા દિવસથી ભરેલા અનંતા કાળચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશદ્ધ સામાયિક સાર્થક કરે છે.” હવે તમારે જ નિર્ણય કરવાનો છે. વિધિ માટે તમને જે સંસ્કાર હોય તે પ્રમાણે કરો. શ્વેતાંબરનો હોય તો તે વિધિથી કરો. સ્થાનકવાસી હોય તે વિધિથી, દિગંબર હોય તો તે વિધિ. એકે વાસી ન હોય તો (સુત્રો શીખો) ત્રણ નવકાર ગણીને ૪૮ મિનિટ સ્વસ્થ ચિત્તે બેસો. આસન રાખવું ખાસ જરૂરી છે. સામાયિકમાં નવકારમંત્ર ગણાય. શાસ્ત્રવાંચન થાય. સૂત્રો ગોખાય, ચિંતન થાય. પ્રમાદ ન કરવો અને સઉલ્લાસ કરવું. ચાલો આજથી જ નિયમને ! આનંદ હો, મંગળ હો. આમ એન્ટવર્પની યાત્રા પણ સાનંદ-સંપન્ન રહી. હવે આપણે અમેરિકાની સત્સંગયાત્રામાં મળશું. સામાયિક એ આત્મા જ છે. સામાયિકનો મર્મ સમભાવની મુખ્યતાનો છે. ચિત્તની રાગાદિ ભાવ રહિત સમ સ્થિતિ તે સામાયિક છે. તેમાં મધુરરસ, સમાનરસ અને દર્શનાદિ ત્રણે ભાવની પ્રચુરતા છે. વિધિ ફકત સ્થિરતા માટે. સમભાવ એ જ આત્માનું છૂપું અમૃત છે, જે જાણે છે તે માણે છે.” વિભાગ-૯ મારી મંગલયાત્રા ર૬ર Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પૂ. આચાર્યશ્રીના અવલંબનથી આરાધનાનો એપૂર્વ અવસર (પ્રારંભ ૧૯૩૮) ૧૯૮૮થી જીવનની મંગલયાત્રી સુધી * પૂ. આ. શ્રી ભદ્રંકર વિજ્યસૂરિજીનો સમ્યગુબોધ * પૂ. પચાસજી ભદ્રંકર વિજ્યના ગ્રંથનો સતપંથ * પૂ. આગમજ્ઞાતા શ્રી જંબૂવિજ્યજીનો ગુણવૃદ્ધિનો બોધ * સ્વ. પૂ. આ. શ્રી ભદ્રગુપ્તજીનું સાહિત્ય દર્શન * પૂ. ભક્તયોગી આ. શ્રી યશોવિજ્યસૂરિજીથી ભક્તિમાર્ગની વિશિષ્ટતા * પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની ફરતી ‘પાઠશાળા' * પૂ. આ. રત્નસુંદરસૂરિજીનાં હૃદયંગમ લોકભોગ્ય સાહિત્યની સરવાણી * પૂ. આ. નરવાહનસૂરિજીના કર્મ સિદ્ધાંતનું અધ્યયન * પૂ. સાધ્વીજનોનો પરિચય * વિદૂષી સ્વ. શ્રી સુલોચનાજી * મૌની સાધ્વી શ્રી નયપ્રભાજી 2 “આટલો સંદેશો મારા ગુરુજીને કહે જો, સેવકના હદીયામાં રહેજો.....સંદેશો સેવાને સ્મરણ અને કેના ર કરીએ તેનો આદેશ અમને દેજો.....સંદેશો.” Page #287 -------------------------------------------------------------------------- ________________ T ? ધન્ય ને મુનિવરા જેનો આત્મા નિશ્ચિત થઈ ગયો, જેના મનમાં નિશ્ચય થઈ ગયો કે તેને માટે દેહની મમતા પણ ગૌણ બની જાય છે. તે યોગી ધર્મશાસનને કાજે ધર્મ પાળવા માટે દેહ અને પ્રતિજ્ઞાપાલન એ બેમાંથી એક પાલન કરવાનું આવે તો દેહનો ત્યાગ તણખલાની જેમ કરી દે છે પણ ધર્મને પ્રત્યેનું તેનું મન એવું અડગ બની ગયું હોય કે ઈન્દ્રિયોનો સુખાનુરાગ એને ચલિત ન કરી શકે. ગમે તેવા ઝંઝાવાત વાય પણ મહાપર્વત મેરૂને જેમ કાંઈ ન થાય તેમ તે દઢ અને અચલની જેમ અચલ રહે છે. (પરમ પવિત્ર શ્રી દશ વૈકાલિક સૂત્રની ચૂલિકાની ગાથા) (પાઠશાળા) - આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ નિર્મળ રોહણ ગુણ મણિભૂધરા, મુનિજન માનસ હંસ, ધન્ય નગરી ધન્ય વેળા ઘડી, માત-પિતા કુલ વંશ. - જિનેશ્વર. - ધર્મ જિનેશ્વર સ્તવન. શ્રી આનંદઘનજી. Page #288 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધુભગવંતના સમાગમનો સુયોગ અને સુબોધી વાસ્તવમાં પૂર્વે જણાવ્યું છે તેમ ૧૯૩૮માં પૂ. આચાર્ય ભગવંતના બોધથી જીવનની ધર્મમય ભાવના સેવાતી હતી. ત્યાર પછી ત્રણચાર જેવા દસકા અન્ય મહાત્માઓના સમાગમમાં તે ભાવનાને કંઈક પ્રકાશ મળતો રહ્યો. પરંતુ સંસ્કારમાં બીજનું રોપણ આચાર્યશ્રીથી થયેલું તે પુનઃ ઉદયમાં આવ્યું. વિવિધ ક્ષેત્રો અને સમાગમ પછી અંતમાં ૧૯૮૮માં શ્રી રા. સા. કેન્દ્ર, કોબાથી નિવૃત્ત થઈ નિવાસે આવી. ત્યાર પછી પુણ્યયોગે આચાર્યભગવંતોના સમાગમનાં સોપાન ગોઠવાતાં ગયાં. યદ્યપિ ૧૯૮૪થી તેનો કંઈક પ્રારંભ થયેલો પરંતુ તેનું સાતત્ય ૧૯૮૮થી રહ્યું. જે આજસુધી જળવાયું છે. તે ગુરુકૃપા વડે મંગલયાત્રા પૂર્ણ થઈને પૂર્ણતા સુધી લઈ જશે તેવી ભાવનાને પોષણ મળ્યા કરે છે. મારા જીવનમાં કેવા સંકેતો મળે છે તે વિચાર કરું છું ત્યારે ગુરુકૃપા જ જવાબ મળે છે. લગભગ ૧૯૮૮ જેવું વર્ષ હશે. એક વાર એક શ્રાવક પૂ. પંન્યાસજી ભદ્રંકર રચિત “આત્મોત્થાનનો પાયો” ગ્રંથ મને આપવા આવ્યા. તેનાં બેચાર પાનાં જોતાં તે ગ્રંથ પ્રત્યે અને પૂ. પંન્યાસજી પ્રત્યે અહોભાવ જાગ્યો. એટલે મેં સહજ પૂછયું, કે પંન્યાસજીનો મેળાપ કયાં થાય ? આ ગ્રંથ તો સતપંથ જેવો છે. અરે ! એ તો કાળધર્મ પામી ગયા છે.” તેમના વિષે તેમણે કેટલીક વિગતો જણાવી. મને થયું આ કાળમાં આવા યોગીઓ થવા છતાં કંઈ દર્શન ન થયાં. વળી પૂછ્યું : હમણાં કોણ એવા આચાર્ય છે ? તેમણે કહ્યું કે પૂ. આચાર્ય ભગવંત ભદ્રંકરસૂરિજી છે. ઉત્તમ-પવિત્ર ચારિત્રશીલ છે. તેમના ગ્રંથો પ્રકાશિત થયા છે. મેં કહ્યું કે મારે તેમનાં દર્શન કરવાં છે. તે સમયે ત્રણ વાગ્યા હતા. “ચાલો હમણાં જ જઈએ.” અમે ઉપાશ્રયે પહોંચ્યાં. આચાર્યશ્રી પોતાનો સ્વાધ્યાય કરતા હતા. સામાન્ય રીતે બહેનોને વ્યાખ્યાન સિવાય ઉપાશ્રયમાં પ્રવેશબંધી રાખતા. મારી સાથેના ભાઈએ અને મેં વંદન કર્યા. તેમણે અમારા સામું જોયું. ભાઈએ સહેજ જણાવ્યું, આ સુનંદાબહેન તત્ત્વજિજ્ઞાસુ છે. તેમની સંમતિથી અમે બેઠાં. પછી મેં હાથ જોડી પૂછ્યું, મારે સમ્યકત્વ પ્રાપ્તિ મારી મંગલયાત્રા વિભાગ-૧૦ ૨૬૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ વિષે બોધ જોઈએ છે. તે વખતે તેમણે ગુણવિકાસની કેટલીક વાતો કહી. પછી મેં પડ્યું : સાહેબજી, થોડા દિવસ સમય આપી શકાશે ? ““અહીં પંદર દિવસ છું. કાલથી બપોરે ૧ થી ૨ આ ભાઈ સાથે આવજો.” મને આ પ્રણાલીનો સંસ્કાર એટલે તેમાં વધુ રુચિ થઈ. વળી તેમણે બે ગ્રંથ આપ્યા. તેનો અભ્યાસ રુચ્યો. તેમની ચારિત્રશીલતાની મારા મન પર સારી અસર ઊપજી. મારા સંસ્કારમાં શ્વેતાંબર પ્રણાલીનાં અનુષ્ઠાનોનું માહાભ્ય હતું તેમાં વધુ વૃદ્ધિ થઈ. પછી શું બન્યું તે જોઈએ. પૂ. સ્વ. આચાર્યશ્રી ભદ્રંકરસૂરિજીનો સમાગમ-બોધ : (સિદ્ધપુરુષ પૂ. આ. બાપજીના આજ્ઞાવર્તી હતા.) પૂ. શ્રી યશોવિજયસૂરિજીએ તેઓનો પરિચય આ રીતે આપ્યો છે. “આચારચુસ્ત જીવન, ચિંતન સભર ચિત્ત, દેખીતી કડકાઈને પેલે પાર આશ્રિતોના કલ્યાણની સતત ચિંતના કરતું મધુર હૃદય.” તેઓશ્રીનાં દર્શન અને હિતશિક્ષા માટે પંકજ સોસાયટી તેમની નિશ્રામાં રહેલો. બપોરે ગોચરી પછી મને સૂઈ જવાની ટેવ, પણ સૂવાની તૈયારી કરતાં પહેલાં મારી દૃષ્ટિ પડી પૂજ્યાદશ્રીજી પર. નવ્વાણું વર્ષની વયે ટેકા વગર સ્વાધ્યાય કરી રહ્યા હતા. અપ્રમત્તતાની આધારશીલા પર સ્વાધ્યાયને તેમણે કેવો આત્મસાત્ કરી લીધો હતો ! આવા મહાત્માઓ જ્યારે મારા જેવી એક શ્રાવિકાની જિજ્ઞાસા માટે સમય આપે, તે એક સુઅવસર જ હતો. આથી તો મારી તત્ત્વજિજ્ઞાસા પમરતી રહી અને આગળના યોગ-સુયોગ બન્યા. અમે ત્રણેક દિવસ ગયા પછી પેલા ભાઈ તો બહારગામ ગયા. આથી હું એકલી ગઈ. બહાર ઊભા રહી પુછાવ્યું કે પેલા ભાઈ આજે આવવાના નથી. પૂ.શ્રીએ શિષ્ય સાથે કહેવરાવ્યું કે તમે અંદર આવો, બીજા શિષ્યો અહીં અભ્યાસ કરે છે એટલે આવી શકો છો. જૈન સોસાયટીમાં તેમની પંદર-વીસ દિવસની સ્થિરતા હતી, તેથી તે દિવસોમાં આ લાભ મળ્યો. પછી પણ કોઈ જગાએ સ્થિરતા હોય અને અનુકૂળ હોય તો સમય આપતા. તેઓએ મને સેવા, સામાયિક આદિ વિષે કંઈ પૂછ્યું નહિ. તેઓએ માન્યું હશે કે આવી મોટી મૂલ્યવાન વસ્તુ લેવા આવ્યા છે તો કંઈક ભૂમિકા હશે. મેં પૂછ્યું હજી અંતરમાં વિકલ્પો અને વિકારો ઊઠે છે તે વિભાગ-૧૦ ૨૬૬ મારી મંગલયાત્રા Page #290 -------------------------------------------------------------------------- ________________ કેમ શમે ? “સમ્યક્ત્વની પ્રાપ્તિના સાધકે વિષયોથી વિરક્તિ કેળવવી જોઈએ અને કષાયોને શમાવવા જોઈએ. જેટલી અંતરની શુદ્ધિ તેટલી સમ્યકત્વને યોગ્ય પાત્રતા કેળવાશે. સાધુજનોને સંસારનો ત્યાગ કર્યા પછી ઘર કરી ગયેલા સંસ્કારોના ઉદય સમયે આંતરિક યુદ્ધ કરીને હટાવવા પડે છે. ત્યાં તે માટે સાધુને પણ પ્રમાદસેવન વજર્ય છે. તમે તો સંસારમાં વિષયકષાયથી ઘેરાયેલાં છો એટલે સમ્યક્ત્વ પામવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ.” સમ્યકત્વ વિષે માર્ગદર્શન આપશો?? સામાન્ય આવશ્યક ક્રિયાઓ પૂરતી નથી, પરંતુ વીતરાગદેવ અને તેના વચનના આરાધનની અપૂર્વ શ્રદ્ધા વડે સમ્યકત્વની ભૂમિકા થાય છે. સંસાર પ્રત્યે જ્યાં સુધી સુખેચ્છા હશે ત્યાં સુધી આ ભૂમિકા નહિ બંધાય. સંસારની સુખેચ્છાનાં મૂળ ઘણાં ઉંડાં છે. મિથ્યા માન્યતાઓનું અજ્ઞાન પ્રવર્તે છે તે બધા અવરોધ છે. તે માટે નિરંતર સ્વાધ્યાય જેવાં તપનું પવિત્ર મનથી આરાધન કરવું. રાગાદિનાં મૂળિયાં ઢીલાં પડે મિથ્યાત્વ મંદ થાય છે ત્યારે જીવને વીતરાગદેવાદિ પર અપૂર્વ શ્રદ્ધા થાય છે તે સાથે તેને યોગ્ય ગુણો વિકાસ પામે છે. એ ગુણો દ્વારા જે શુભ ભાવ છતાં શુદ્ધ પક્ષના ભાવ ઉત્પન્ન થાય તેમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો. આરંભ પરિગ્રહના ચિત્તવાળાને માટે આ ઘણું દુષ્કર છે. તમારી જિજ્ઞાસા સાચી અને તીવ્ર છે, માર્ગના ખપી છો, પ્રયત્ન કરજો. શ્રદ્ધા રાખજો તો સમ્યકત્વ પ્રાપ્તિ સાધ્ય છે – શુભ ભાવો પણ શુદ્ધ સ્વભાવના પક્ષવાળા જોઈએ; તો જ આ માર્ગે આગળ વધી શકાય. થોડો પરિચય વધતાં તેમના જાણવામાં આવ્યું કે હું પરદેશ પ્રવચન માટે જાઉં છું. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિજીની “તત્ત્વજ્ઞાન પ્રવેશિકા'નો અભ્યાસ કરાવું છું. ત્યારે એક વાર કહે : તમારી લેખનશૈલી સરળ છે. શ્રી ઉદયરત્નના નવતત્ત્વ પ્રકરણનો અભ્યાસ કરો, ન સમજાય ત્યાં પૂછજો અને તેના પરથી સરળ શૈલીમાં તમે પુસ્તક તૈયાર કરો. તે પ્રમાણે મેં તે પુસ્તકનો અભ્યાસ કર્યો. તેઓશ્રીનાં માર્ગદર્શન અને પ્રેરણાથી નવતત્ત્વનો સરળ પરિચય પુસ્તક ૧૯૯૦માં તૈયાર થઈ શક્યું. જે દેશવિદેશમાં હજારોની સંખ્યામાં પ્રચાર પામ્યું અને ઘણા જિજ્ઞાસુઓએ તેનો અભ્યાસ કર્યો. મારી મંગલયાત્રા ૨૯૭ વિભાગ-૧૦ Page #291 -------------------------------------------------------------------------- ________________ મુખ્યત્વે તો તેઓશ્રીના પરિચયથી સાધુજનોના તથા મહાન આચાર્યોશ્રીના સમાગમની દિશા ખૂલી તેનો લાભ આજ સુધી મળતો રહ્યો. અને વીતરાગમાર્ગની આરાધનામાં નિઃશંકતા અને સરળતા રહી. વળી તેઓએ સમ્યકત્વ પ્રાપ્તિની સૈદ્ધાંતિક પદ્ધતિ ધર્મરત્ન પ્રકરણ આદિ શાસ્ત્રમાંથી સમજાવી. આમ આચરણયુક્ત શૈલી અને શાસ્ત્રશૈલી બંનેના સમન્વયથી મને સમ્યક્ત્વનો બોધ રસપ્રદ જણાયો. તમારી રુચિ ઉત્તમ છે, પરંતુ જીવનશૈલી અને પરિણતિ બદલ્યા વગર સમ્યકત્વ પામવું નિશ્ચયથી અઘરું છે. માટે અભ્યાસ કરો, અને પ્રથમ તો કષાયની મંદતા કરી, સંસાર પ્રત્યેથી આસક્તિ ત્યજી ગુણવૃદ્ધિ કરો. અંતર્મુખે થવાથી જરૂર પ્રાપ્તિ થશે. તે માટે તેમણે શાસ્ત્રીય સમજ આપી. તેઓને કાનની તકલીફ થયા પછી તેઓ સ્વયં ઘણું ઓછું બોલતા હતા. અને કહેતા મારી આ તકલીફ છે. એટલે દર્શનનો લાભ મળતો. ત્યાં વળી પૂજય શ્રી કલાપૂર્ણસૂરિજીનો યોગ થયો. સમ્યકત્વની શાસ્ત્રીય પદ્ધતિ : ચરમાવર્ત, અપુનબંધક, યથાપ્રવૃત્તકરણની સમજ : મોક્ષમાર્ગની પાત્રતા થાય ત્યારે જીવ ચરમાવર્તમાં આવે છે ત્યારે તેને દુ:ખી જીવો પ્રત્યે અત્યંત દયા પ્રગટે, ગુણવાનો પ્રત્યે બહુમાન અને મોક્ષમાર્ગની રુચિ જેવાં લક્ષણો પ્રગટે છે. અપુનબંધક દશા પામી, મંદ કષાયી થવાથી આ જીવમાં તીવ્રપણે પાપાદિ ભાવ થતા નથી. સાંસારિક પ્રવૃત્તિમાં અતિ રસ નથી હોતો. ઔચિત્યનું પાલન કરે. આથી જીવ મિથ્યાત્વયુક્ત હોવા છતાં તેનામાં સમ્યક્ત્વ સન્મુખ થવાથી શ્રદ્ધા આવે છે. અંતરશુદ્ધિનો ક્રમ વિકાસ પામે છે. માર્ગાભિમુખ થાય છે. માર્ગને યોગ્ય ધર્મદેશના પરિણામ પામે છે. હવે તે મોહનીયકર્મની સિત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધતો નથી. ત્યાર પછી અધ્યવસાય શુદ્ધિ વડે સમ્યકત્વને યોગ્ય કરણ થાય છે, તેનો ક્રમ આ પ્રમાણે છે. યથાપ્રવૃત્તકરણ (અધ્યવસાય) : જીવના તથાભવ્યત્વનો (કાળલબ્ધિનો) પરિપાક થવાથી નદીનો પથ્થર ઘસારાથી ગોળ થાય તેમ આ જીવ વિશિષ્ટ શુભ અધ્યવસાયવાળો થવાથી આયુષ્ય વિના કર્મોની સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ૨૬૮ મારી મંગલયાત્રા વિભાગ-૧) Page #292 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આથી તે ગ્રંથિદેશ આવ્યો કહેવાય. અર્થાતુ અનાદિકાળની રાગદ્વેષની ગ્રંથિ મોળી પડી છે, છતાં તે દુર્ભેદ્ય હોવાથી અપૂર્વ પુરુષાર્થની જરૂર રહે છે. આથી ઘણા જીવો પાછા ફરે છે. અર્થાત્ પરિણતિ પલટાઈ જાય છે. જીવને મંદકષાયને કારણે ભ્રમ પેદા થાય છે કે મને સમ્યક્ત્વ સ્પર્યું છે. પરંતુ પાછો ફરવાથી પુનઃ પરિભ્રમણ પામે છે જેનો ચરમ યથાપ્રવૃત્તકરણનો કાળ છે તે આગળ વધે છે. અપૂર્વકરણ : જે જીવો આસન્નભવ્ય છે, સમીપમુક્તિગામી છે, જે આધ્યાત્મિક બળવાળા છે તે તો અપૂર્વ વીર્ષોલ્લાસ-શુદ્ધ અધ્યવસાય વડે નિબિડ ગ્રંથિને ભેદી-તોડી નાંખે છે. તેને હવે પાછા ફરવાનું નથી. તે જીવ અપૂર્વકરણ જેવા શુદ્ધ અધ્યવસાય વડે હવે આગળ વધે છે. મિથ્યાત્વ છતાં તે અતિ મંદતા પામ્યું છે. એટલે આત્મશક્તિ વડે જીવ આગળ વધે છે તે સમયે આત્મશક્તિ પ્રબળ બને છે. કર્મપ્રકૃતિનાં રસ, સ્થિતિ ઘટતાં જાય છે. અનિવૃત્તિકરણ : ગ્રંથિભેદ વડે તે જીવ આંશિક અલ્પકાલીન આત્માના ઉલ્લાસને અનુભવીને આગળ વધે છે. ઉત્તરોઉત્તર વિશુદ્ધ અધ્યવસાય વડે મિથ્યાત્વના શેષ દલિકોને દબાવતો જાય છે. અંતરકરણ : અહીં સુધી મિથ્યાત્વની સ્થિતિ અતિ મંદપણે છે, મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકોને ત્યાં ઉપશમાવે અર્થાત્ મિથ્યાત્વના દલિકો રહિત સ્થિતિ બને છે. તેથી આંતર પડે છે તે અંતરકરણ છે. મિથ્યાત્વકર્મ અંતરકરણ જેવા શુદ્ધ અધ્યવસાય પાસે આવતાં શાંત થઈ જાય છે. તે ઔપથમિક સમ્યકત્વ છે. તે અંતમુહૂર્ત અલ્પકાલીન સ્થિતિવાળું છે. પરંતુ જીવને મોક્ષમાર્ગે ચઢાવવાનું મહાકાય અહીં થાય છે. સવિશેષ અંતરકરણમાં રહેલો જીવ મિથ્યાત્વના દલિકોને શુદ્ધ કરે છે. ત્યાર પછી તેના ત્રણ વિભાગ થાય છે : (૧) શુદ્ધ પુંજ – સમ્યકત્વ મોહનીયા (૨) અર્ધશુદ્ધ પેજ – મિશ્ર મોહનીય (૩) અશુદ્ધ પુંજ – મિથ્યાત્વ મોહનીય શુદ્ધ પુંજ ઉદયમાં આવે તે ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે છે. એક વાર પડે તો પણ તેને પુનઃ સમકિતની પ્રાપ્તિ થાય છે. તે આખરે અર્ધ પગલ મારી મંગલયાત્રા વિભાગ-૧૦ ૨૬૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ પરાવર્તન કાળ સુધીમાં મુક્ત થાય છે. આ સમકિત દીર્ઘકાળવાળું છે. આ પંચમ કાળમાં પ્રાયે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત નથી. આમ દર્શન મોહનીયનું મિથ્યાત્વ અને ચારિત્રમોહના અનંતાનુબંધી કષાયોનું ઉપશમન તે સમ્યકત્વ ઔપથમિક, ક્ષય-ઉપશમવાળું લાયોપથમિક, અને સત્તામાંથી ક્ષયવાળું ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. જે વધારેમાં વધારે ત્રીજે ભવે મુક્તિદાતા છે. વ્યવહારનયની અપેક્ષાએ સદેવ, સગુરુ તથા સધર્મની શ્રદ્ધા. જીવાજીવાદિનું યથાર્થ જ્ઞાન એ સમ્યક્ત્વ છે પરંતુ અંતરંગ કારણ દર્શનમોહની ત્રણ અને અનંતાનુબંધી ચાર એમ દર્શન સપ્તકના ક્ષય ઉપશમાદિ છે. નિશ્ચયનયથી મિથ્યાત્વ મોહનીય આદિના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમથી પ્રગટ થયેલા શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમ્યક્ત્વ છે. સમ્યગુ શ્રદ્ધા, સમ્યગુ જ્ઞાન, સમ્યગું ચારિત્ર રૂપ રમણતાથી પ્રગટ થયેલી શુદ્ધ પરિણતિ, સ્વ-સંવેદન નિશ્ચય સમ્યક્ત્વ છે. તેઓશ્રી આ રીતે અનેક પડખાથી સમ્યક્ત્વની સમજ આપતા હતા. પછી તો આગળના યોગ મળતા ગયા. પંન્યાસ પ્રવર સ્વ. શ્રી ભદ્રંકરવિજયજી : પરોક્ષ પરિચય-બોધ પરોક્ષ કે ગ્રંથરૂપી અક્ષરદેહથી થતો પરિચય યોગીજનોની પવિત્રતાના વહેણથી પ્રત્યક્ષસ્વરૂપ બને છે તેવું મેં અનુભવ્યું તેથી અત્રે તેઓનો પરિચય સૌને લાભદાયી બનશે એમ માની આપ્યો છે. તેઓની ઉપસ્થિતિમાં કંઈ દર્શનવંદનનો લાભ મળ્યો ન હતો. પરંતુ આ ગ્રંથ દ્વારા તેમના પ્રભાવનો, નવકાર મંત્રના મહિમાનો સુપરિચય થયો. પૂ. આચાર્યશ્રી કહેતા કે મને નવકારમંત્ર આપનાર પૂ.પંન્યાસજી છે. વળી તેઓનો આદેશ છે કે સૌને નવકારમંત્ર આપજો. સંસાર તરવાનું અમોઘ સાધન છે. પંન્યાસજીએ નવકારમંત્ર સાધ્ય-સિદ્ધ કર્યો હતો તેવું તેમના સમીપ રહેલા સાધકોએ તથા પૂ. આચાર્યશ્રીએ અનુભવ્યું છે. તેઓશ્રી ભક્તવત્સલથી ભરપૂર હતા. મૈત્રીભાવ તેમનો વિશિષ્ટ કોટિનો હતો. જીવમૈત્રી અને જીનભક્તિ એ તેઓશ્રીનો અંતરંગ પ્રતિભાવ હતો. તેઓની દષ્ટિમાં કૃપા વરસતી, તો વાણીમાં અમી વરસતું. તે સૌની દૃષ્ટિને અને હૈયાને ભીંજવી જતી. આથી વણખેડેલા પ્રદેશોમાં, વિભાગ-૧૦ ર૭૦ મારી મંગલયાત્રા Page #294 -------------------------------------------------------------------------- ________________ જીવોમાં પણ તેઓએ નવકારનાં બીજ વાવ્યાં હતાં. “આત્મોત્થાનનો પાયો' મને મળ્યો. મેં તેનું અધ્યયન કર્યું. પછી તેને અમદાવાદ તથા અમેરિકામાં ખૂબ ગાયો. બે-ત્રણ વર્ષ સુધી તેના ઉપર સ્વાધ્યાય થયા. બસો ઉપરાંત કુટુંબોનાં ઘરમાં એ વસ્યો. સૌએ તેને હાર્દિક ભાવે વધાવ્યો. એકસો પચીસ જેવી કેસેટો બની, તે ઘર ઘર ગુંજતી થઈ. આજે પણ ગુંજે છે. આ કાળમાં મોક્ષમાર્ગની દુર્લભતા છે, છતાં તેમણે સરળ ચાવીઓ આપી કે પરંપરાએ જીવ મોક્ષમાર્ગી બની શકે તે છે “ચતુદશરણ ગમન, દુષ્કતગહ, સુકૃતાનુમોદન.” આ ચાવીઓને તેઓશ્રીએ પ્રગટ કરી જિજ્ઞાસુ જીવો સુધી પહોંચાડી. અરિહંત, સિદ્ધ, સાધુ, કેવળી પ્રરૂપિત ધર્મ સ્વીકારે તેનાં દુષ્કૃત્યો નાશ પામે, પુનઃદોષોથી બચતો રહે. તેના કારણે સુકૃત્યોનું અમોદન કરી સ્વયં તેવાં પદોને પ્રાપ્ત કરવા પાત્ર બને. તેઓ સ્વયં આ પાઠ-ભાવનાના નિત્ય આરાધક હતા. તેઓશ્રીનો આ ગ્રંથ જ સ્વબોધ અર્થાતુ આત્મચિંતનથી પ્રારંભ થાય છે. તેની શરતોનો અનિવાર્ય સ્વીકાર થવો જોઈએ તો જીવને સન્માર્ગની પ્રાપ્તિ થાય. તે શરતો આ છે. “મોહનો ત્યાગ કરીને જે આત્મા આત્માને આત્મા વડે આત્મામાં જાણે છે તે જ જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે એ જ પરમાત્મ સ્વરૂપને પામવાનો ઉપાય છે.” દેહ દૃષ્ટિથી જોતાં હું દાસ છું. જીવદૃષ્ટિથી જોતાં હું આત્મા છું. આત્મદષ્ટિથી જોતાં હું પરમાત્મા છું. મહદ્અંશે જીવો પુલભાવે વર્તે છે. તેથી તેને આત્મશક્તિનું ભાન નથી. આ આત્મદ્રવ્ય એટલું બળવાન છે કે તે ક્ષણમાત્રમાં આલોકપરલોકને જાણી શકે છે. આ શક્તિ તેનામાં ત્યારે જ પ્રગટે છે કે જ્યારે તેનામાં પૌગલિક આદિ કુતૂહલવૃત્તિ શમે છે. મેરુપર્વત ગમે તેટલો ઊંચો હોય, સ્વયંભૂ સમુદ્ર ગમે તેટલો ગહેરો હોય તેનું માપ કાઢવાની કે જાણવાની શક્તિ આત્માના જ્ઞાનમાં રહેલી છે. પર્વતના કઠણ પથ્થરો પાણીનો પ્રવાહ તોડી શકે છે. અરે ! છેક રેતીના કણમાં ફેરવી શકે છે. લોખંડનો કઠણ ટુકડો પાણીના સંયોગે કટાઈ ઘસાવા માંડે છે. મારી મંગલયાત્રા ૨૭૧ વિભાગ-૧) Page #295 -------------------------------------------------------------------------- ________________ આમ બાહ્યદષ્ટિથી જોતાં કર્મ કઠિન કે બળવાન લાગે છે. આત્મા નિર્બળ લાગે છે. પરંતુ તેને સ્વાભાવિક દૃષ્ટિથી જોવામાં આવે તો ધ્યાનજ્ઞાનાદિ વડે આત્મા જ તે કઠિન જણાતાં કર્મોને ક્ષણ માત્રમાં છિન્નભિન્ન કરી શકે છે. અર્થાત્ આત્માની શુદ્ધ અવસ્થા એ જ મોક્ષ છે અને અશુદ્ધ અવસ્થા તે સંસાર છે. અશુદ્ધ અવસ્થામાં બે દોષો થયા કરે છે. એક તો પોતાને યોગ્ય ભૂમિકામાં શુભ ક્રિયામાં આળસ, અને અશુભ ક્રિયામાં પ્રવૃત્તિ. બીજું આત્મસ્વરૂપનું અજ્ઞાન અને પરસ્વરૂપમાં આત્મપણાનો ભ્રમ. છદ્મસ્થ જીવોમાં આ બે દોષરહિત કોઈક જ હશે તેથી જ્યારે તત્ત્વજ્ઞાનની વાત સાંભળે છે ત્યારે ક્રિયામાં પ્રમાદ સેવે છે. અને ક્રિયાનો મહિમા સાંભળે છે ત્યારે જ્ઞાનમાં પ્રમાદ સેવે છે. વાસ્તવમાં સાચું જ્ઞાન અને સાચી ક્રિયા અન્યોન્ય પૂરક છે. જળ અને રસની જેમ પરસ્પર સંયોગવાળા છે. વિશેષ રુચિવાળાએ તે ગ્રંથનો અભ્યાસ કરવો. પૂ. આગમવેત્તા-સ્થવિર જંબૂવિજયજી વિષે મિતાક્ષરી પરિચય : પૂ. જંબૂવિજયજીનો પરિચય લગભગ વીસેક વરસથી થયો હતો. જોકે વારંવાર દર્શનનો લાભ લઈ શકી નથી. તેઓ ગુજરાતના વિરમગામ તાલુકાના માંડલ ગામના વતની. માતા-પિતા સાથે અમદાવાદ આવી વસ્યા. પરંતુ માતા-પિતા સાથે ચૌદ વર્ષની વયે સંસારત્યાગ કર્યો. પવિત્ર સાધુપણાની ધૂણી ધખાવી. સ્વાધ્યાય, શાસ્ત્રાભ્યાસ તે તેમને માટે હવાપાણી-આહારથી પણ વિશેષ છે. પૂ. જંબૂવિજયજીનો પરિચય શું આપીએ? સ્વાધ્યાયરત, આગમપ્રાજ્ઞ, શ્રુતસ્થવિર ભક્તિયોગી, દાર્શનિકની વિરલ પ્રતિભા. સવિશેષ આગમ-સંશોધનના પ્રાણ સમા, ગુરુવચન તહત્તિ અને આગમનું સંપાદન એ તેમની સાધના બની. વિહાર હોય કે સ્થિરવાસ હોય તેમની આગમસેવા પ્રભુવાણીની સેવાનું કાર્ય વણથંભ્ય થયા જ કરે. જિનશાસન સેવાનાં આવાં રત્નોના સમાગમમાં આપણે કાંકરા જેવા હોઈએ તો પણ આપણું કલ્યાણ થાય. લગભગ આઠ ભાષાઓનું જેઓ જ્ઞાન ધરાવે છે, તે પણ લોકોત્તરમાર્ગની ઉપયોગિતાથી સભર રાખ્યું છે. તે સિવાય અન્ય પ્રયોજન વિભાગ-૧) ૨૭ર મારી મંગલયાત્રા Page #296 -------------------------------------------------------------------------- ________________ નહિ. જૈનસમાજના સાગણમાં શાસનસેવાના તેઓ મૂક સેવક રહ્યા છે. કોઈ બાહ્યાડંબર નહિ. કાર્યની પ્રસિદ્ધિ નહિ. વાજાં-વરઘોડા નહિ, તેઓ કહેતા : ““તેમાં ઘણો સમય જાય છે.” જોકે તેઓને લોકો કહેતા કે આ તો શાસનની સેવા છે, તે તો કરવી જોઈએ. ત્યારે કોઈ વાર કંઈક ભાગ લેતા. ચૈત્યવંદન જેવી મુદ્રા એ તેમની લખવાની બેઠક. ઊભો પગ ડેસ્ક બનતું તેના પર ટેકો રાખી લેખન કરતી તેમની મુદ્રા વંદનીય લાગતી. કલાકો સુધી એ કાર્ય કરતા. પ્રશ્નોના ઉત્તર સમતાથી અને ટૂંકમાં આપતા. લાંબી વાતો કરતા તે ફક્ત તેમના લેખનના કાર્ય માટે કે વિદ્યાર્થીઓને શીખવવા માટે. તેમની પાસે જર્મનીથી વિદ્યાવ્યાસંગ માટે યુવાનો આવતા. તેમને જૈનસંઘોએ આચાર્ય પદવી માટે વિનંતિ કરી હતી. પણ તેમણે જોયું કે એ પદવી લેવામાં આગમ-સંશોધનનું કાર્ય ગૌણ થશે. તેથી તેનો વિવેકપૂર્વક અસ્વીકાર કર્યો, ત્યારે સંઘોએ પૂ. શ્રી આચાર્ય ભગવંત ભદ્રકરસૂરિજીની ઉપસ્થિતિમાં “આગમ સ્થવિરનું પદ આપ્યું હતું.” તેમનો શિષ્યગણ આ કાર્યમાં ઉપયોગી રહે તેટલો મર્યાદિત છે. તેમના સાનિધ્યમાં રહેતા સાધ્વીજનો પણ પ્રાકૃત જેવી ભાષાનાં શાસ્ત્રોના અભ્યાસી છે. તાજેતરમાં તેઓશ્રીને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુવર્ણ ચંદ્રકની પદવી એનાયત કરવામાં આવી છે. છતાં તેઓ સદા એવા ક્ષેત્રથી નિઃસ્પૃહ રહ્યા છે. ઘણાં વર્ષો પહેલાં ભરતભાઈ સાથે તેઓશ્રીનાં દર્શને જવાનું થયું હતું. તે પરિચયના આધારે શંખેશ્વર જ્યારે જવાનું થતું ત્યારે તેમનો લાભ મળતો. તેઓનાં મા-સાધ્વીમહારાજની વયવૃદ્ધતાને કારણે તેઓ પણ શંખેશ્વરનાં આજુબાજુનાં નાનાં ગામોમાં ચાતુર્માસ કરતા, જેથી આગમ-સંશોધનના કાર્યનું એકાંત મળી રહેતું. લગભગ ત્રીસ જેવાં વર્ષ સુધી તેઓ અમદાવાદ આવ્યા ન હતા. એક ચાતુર્માસ કરીને તારવણી કાઢી કે લોકસંપર્કમાં રહેવું હોય તો આ શહેરમાં રહેવું. અને જો આગમસંશોધનનું કાર્ય કરવું હોય તો નાનાં ગામોમાં સ્થિરવાસ કરવો. આથી વળી પાછા નાનાં ગામોમાં જ ચાતુર્માસ કરતા. અપ્રમાદપણે કાર્યરત રહેવું. આહારદિમાં સંયમ, દર માસે અઠ્ઠમની આરાધના. પ્રભુભક્તિમાં પરાયણ, મહાન ચિંતક એવી આ વિભૂતિ આજે મારી મંગલયાત્રા ૨૭૩ વિભાગ-૧૦ Page #297 -------------------------------------------------------------------------- ________________ આઠ દસકાની વય પૂરી થવા છતાં રોજે ૨૦૨૫ કિલોમીટર પાદવિહાર કરે છે, તે ચાલે ત્યારે યુવાની કે વૃદ્ધતાનો ભેદ પરખાતો નહિ. વળી છેલ્લાં આઠ વર્ષમાં તેઓ શંખેશ્વરથી છેક જેસલમેર, દિલ્હીથી છેક બદ્રીનાથ (હિમાલય), બનારસથી છેક સમેતશિખરજી, આમ ભારતની પ્રદક્ષિણાનો પાદવિહાર કરીને તે વિસ્તારમાં વિશાળ બુદ્ધિથી જનસંપર્ક કરી રહ્યા છે. સાથે ફરતું આગમ સંશોધન તો ખરું જ. આ પ્રદેશોમાં વિહાર કસોટીભર્યો હતો પરંતુ પોતાના સાથીઓ સાથે સહિષ્ણુ રહીને પ્રસન્નતાથી વિહાર થયો. તેઓ સરળ ચિત્ત અને નિઃસ્પૃહ છે. જીવદયા પ્રત્યે અનુકંપાયુક્ત છે. જો અમદાવાદ આવે તો પરિચિતોને પોતે જ દર્શન આપે. (અર્થાત્ મળવા આવે). તેમાં પગલાં'ના આમંત્રણની રાહ ન જોતા. કોઈ સાથે ફંડફાળાનું કોઈ કાર્ય જ રાખતા નહિ. અન્ય બાહ્ય પ્રવૃત્તિમાં તેઓ ભાગ ન લેતા. અને તે વિષે ચર્ચાઓ કરતા નહિ. આજે આઠ દસકા ઉપરાંત વય થવા છતાં એ જ ગતિએ કાર્યરત છે. જ્યારે જાવ ત્યારે પ્રસન્નતાથી સમય આપે. ટૂંકો અને મીઠો ઉપદેશ આપે. “તેઓ ક્રિયાકાંડ કરતાં “ગુણકાંડ' પર વિશેષ ભાર મૂકતા. ક્રિયા ગુણો તરફ જવા માટે છે; કે ક્રિયા એ કેવળ સંશોધન માટે છે, તે વાત આજે ભુલાઈ ગઈ. સૌ દોડવા લાગ્યા છે. ક્યાં જવું છે તે જાણતા નથી. ક્યાંય જવાનું નથી. જે કંઈ કરવાનું છે તે ગુણલક્ષી બની વીતરાગમાર્ગે જવાનું છે.” છેલ્લાં દસ વર્ષમાં તેઓના બોધનો વિશેષ લાભ મળતો રહ્યો છે. વળી ભારતનાં ઘણાં સ્થળોનો પરિચય થવાથી હવે તેઓની લોકપ્રિયતા પ્રગટ થવાથી નાનાં ગામોમાં હોય તો પણ ત્યાં માનવમેળો જામે. સૌને આવકારે, બોધ આપે અને પુનઃ પોતાના કાર્યમાં ગોઠવાઈ જાય. એક વાર નિવાસે પધાર્યા ત્યારે બોધ આપ્યો કે હવે સ્વાત્મા પ્રત્યે જવાનો સમય પાક્યો છે. તે માટે શાસ્ત્રબોધને ગ્રહણ કરો. તમે સ્વયં અભ્યાસ કરો; બાહ્યાંડબર ગૌણ કરી અત્યંતર શુદ્ધિની વિશેષતા કરો. તે વખતે અમેરિકાના સત્સંગી મિત્રો આવ્યા હતા. તેમનો પરિચય કરાવ્યો. ત્યારે ખાસ કહ્યું કે તમારા જેવા આઠ-દસ જિજ્ઞાસુઓ મારો સ્થિર વાસ હોય ત્યાં આવો. તમને આ આગમનું માહાભ્ય અને અન્ય અભ્યાસ કરાવું. વિભાગ-૧૦ ૨૭૪ મારી મંગલયાત્રા Page #298 -------------------------------------------------------------------------- ________________ ધન્ય તે મુનિવરા. વયમાં ૮૦ જેટલાં વર્ષ, કાર્યશીલતામાં ૪૦ જેટલાં વર્ષ, અને ચાલવામાં ૨૦ વર્ષ જેટલાં તેમનું અપ્રમાદ દર્શન કરવા જેવું છે. અને વર્તનમાં ૧૦ વર્ષ જેટલાં નિર્દોષ છતાં જ્ઞાનવૃદ્ધ છે. વળી જે કોઈ પરિચિત જાય તેની સાથે ધર્મલાભ' કહેવરાવે. એક વાર એક બહેન તેમની પાસે ગયેલાં તે બહેને ત્રણેક વાર - કામસેવા માટે પૂછ્યું હશે. પૂ.શ્રીએ ત્રણ વાર કહ્યું કે “સુનંદાબહેનને ધર્મલાભ કહેજો.” . પેલાં બહેન જાતેજ મારી પાસે આવ્યાં બહેન, તમે કેવાં ભાગ્યશાળી છો ? મેં કહ્યું, “છુંને ? તમે ધર્મલાભ લાવ્યા છો ? “બહેન, તમે વળી કેવી રીતે જાણું ?” “તમારા જ ભાવ ઉપરથી.” પછી કહે : ““સાહેબજીએ ત્રણચાર “ધર્મલાભ' કહ્યા ત્યારે મને થયું કે સુલતાશ્રાવિકાને ભગવાને “ધર્મલાભ” કહાવ્યા હતા તેનો અણસાર મળી રહે છે. એવો ભાવ થવાથી ફોન કરવાને બદલે જાતે જ કહેવા આવી છું.” આનંદ થયો, પૂ.શ્રી સુખશાતામાં છે ને? “હા.” વળી મેં કહ્યું : ”બહેન, આ જ અમારી ભાગ્યમૂડી છે.” . સ્વ-આચાર્ય શ્રી ભદ્રગુપ્તજીનું સાહિત્ય દર્શન : સંસારમાં વ્યાપારે નીકળેલા વ્યાપારીને જેમ ધંધાર્થીઓ મળતા જય, તેથી વિશેષ મને હવે આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્તમ સાધુ-સાધ્વીજનોનો સંપર્ક થતો ગયો. પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તજી વિષે પૂર્વાર્ધ કંઈ વિશેષ જાણતી નથી. પરંતુ લગભગ ૧૯૯૫થી તેમનો પરિચય ક્યારેક થતો હતો. જોકે તેઓને શારીરિક બીમારી ઘણી હતી તેથી છેલ્લાં વર્ષોમાં અમદાવાદમાં સ્થિર થયા હતા. ત્યારે વિશેષ લાભ મળતો. તેઓશ્રીએ જૈન સમાજને માટે ઉત્તમ કોટિના સાહિત્યનું સર્જન કર્યું છે એ સર્જન બીમારી છતાં થતું રહ્યું. તેઓ કહેતા: ““ઔષધ ઉપચાર તો કરવા પડે છે પણ આ શાસ્ત્રાભ્યાસ, અવલોકન, અને લેખન તે તો ઔષધ, ઉપચાર અને પથ્ય પૂરું પાડે છે.” આમ તેમનું સાહિત્ય તે તેમનો બોલતો પરિચય છે. મારી મંગલયાત્રા વિભાગ-૧) ૨૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ તેઓનું સાહિત્ય રસાળ, સરળ, અધ્યાત્મરસપૂર્ણ છતાં લોકભોગ્ય બન્યું છે. કથાઓની રચના વૈવિધ્ય પૂરું પાડે છે. અમે તેમના દર્શને જઈએ ત્યારે પ્રસન્નવદને પ્રશ્નોના જવાબ આપતા. પાપ કરતાં વિચાર કરજો. પાછા પડજો. સુકૃત્યોના સહારે પુરાણા સંસ્કારને શાંત કરી નવું સર્જન કરજો. શાંતસુધારસ જેવાં શાસ્ત્રોમાં બાર ભાવનાથી વૈરાગ્યનો બોધ પ્રગટ કર્યો. શ્રાવકના પાંત્રીસ ગુણોના વિસ્તારથી શ્રાવકજીવનને પુણ્યનાં દ્વાર ખોલી આપ્યાં. સમરાદિત્ય કથાથી વેરભાવની પરંપરાથી અગ્નિશર્માનો કરુણ અંજામ કલમમાં ઉતારી તેના પ્રતિપક્ષમાં ગુણસેનની ઉત્તમક્ષમા દ્વારા મોક્ષની વાટ બતાવી. અંજનાસતીની કથામાં ઉતાવળા પરિણામવાળા પુરુષના અવિચારી પગલાથી સતી દુઃખ પામી. ત્યારે પણ સતીત્વ કેવું ટકાવી રાખ્યું? સાસુ, સસરા, પતિ, પિતા, ભાઈ કોઈને દોષ ન દેતાં જંગલની વાટ લીધી. મિત્ર સમાન દાસીને સહારે ગુફામાં નિવાસ કર્યો. સતીનાં પાપ એકલા ઉદયમાં નથી હોતા, પય પણ સાથે હોય છે. તેથી ગુફાનો યક્ષ જ રક્ષક બની ગયો. એ ગુફામાં સતીએ પ્રભુની મૂર્તિનું સ્થાપન કર્યું અને તેનો સહારો લીધો. પુત્રજન્મ પછી તો પુણ્યબળ કામ કરતું થયું. અંતે પતિનો મેળાપ થયો. સમય થતાં સંયમ ધારણ કરી મુક્તિનો માર્ગ પકડ્યો. સુલસા શ્રાવિકાની કથામાં સુલતાની પ્રભુભક્તિની સાદશ્યતા દર્શાવી, આપણી પાસે સવિશેષ સ્ત્રી ક્ષેત્રે એક આદર્શ મૂક્યો કે શ્રાવિકાપણું મળો તો આવું જ મળજો જે મુક્તિદાતા થાય. “તારા સુખને વિખેરી નાખ, દુઃખને ખંખેરી નાખ.” અર્થાત્ સુખને વહેંચી નાખ, તારા સુખનાં સાધનોથી સુકૃત્ય કરીને પાપાનુબંધી પુણ્યથી છૂટી જા. અને દુઃખ તો કર્મનો વિપાક છે તેમાં અન્યનો દોષ નથી, સમતાથી વેઠી લે, ખંખેરી નાખ. પુણ્યાનુબંધી પુણ્યને મેળવી લે. વળી પાંપણે બાંધ્યું પાણિયારું' મથાળું વાંચી થાય કે એ શું હશે ? પણ ઋષિદત્તાની રસભરપૂર કથા એક જ બેઠકે વાંચો અને વિચારો. આંખે આંસુ સુકાય નહિ ક્યાં સુધી ? ચારિત્રધર્મ પામું નહિ ત્યાં સુધી. એવો કથાનો મર્મ છે. વિભાગ-૧૦ ૨૭૬ મારી મંગલયાત્રા Page #300 -------------------------------------------------------------------------- ________________ “પ્રીત કિયે દુઃખ હોય” જો પૌગલિક પદાર્થોની પ્રીત છે તો તે સંયોગ-વિયોગે દુઃખદાયી થવાની છે. પરંતુ પ્રભુ સાથે પ્રીત કરી લે. પ્રભુ પરમ સુખી... તારો આત્મા પણ પરમ સુખી. “મારગ સાચા મિલ ગયા' સ્તવનોના આધારે પ્રભુભક્તિનો અદ્ભુત પ્રવાહ રેલાવ્યો છે. પ્રભુનું માહાભ્ય ભાવપૂર્ણપણે પ્રગટ કર્યું છે. જ્ઞાનસાર તો અતિ ઉત્તમ કોટિનું શાસ્ત્ર છે. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી કહેતાં દરેક સાધક, સાધુ, સાધ્વીજનોએ કંઠસ્થ કરવા જેવું છે. જ્ઞાનસાર કંઠસ્થ થાય તો તેના કષાયો મંદ પડે, ચારિત્ર નિર્મળ બને, શ્રદ્ધા-જ્ઞાન પરિપક્વ થાય. પછી સમતારૂપી આત્મા જ પ્રગટ થાય. એક એક અષ્ટકમાં અમૃત ભર્યું છે. પૂર્ણતાથી પ્રારંભ કરીને વિવિધ ગુણાત્મક ભાવોથી ભરપૂર આત્મિક દર્શન કરાવ્યું છે. આવું અમૂલ સાહિત્યસર્જન તેમનું ચિરસ્મરણીય સ્મરણ છે. ભક્તયોગી પૂ. આચાર્યશ્રી યશોવિજ્યસૂરિજી : અનોખી પ્રતિભા પૂ.આચાર્યશ્રી, સ્વ. આ. શ્રી ઉઠેકારસૂરિજીના આજ્ઞાવર્તી છે. ગુરુદેવના વાત્સલ્યપુંજમાંથી તેમને આ “ભક્તિપદારથ' પ્રાપ્ત થયો તેમ તેઓ જણાવે છે. વળી તેઓ અહોભાવથી કહે છે કે “આ જીવના મસ્તક પર સિદ્ધ યોગીપુરુષનો વરદ હસ્ત મુકાય ત્યારે સહસ્ત્રાર ખીલી ઊઠતું. જેના વડે તે પ્રવાહ અવિરત ચાલ્યા જ કરતો. એ વરદ હસ્ત જેના મસ્તકને સ્પર્શે એ કલ્યાણયાત્રી બની જ ગયો.” તેઓની કલમમાં જ્યારે આવા ભાવ નિખરે, આપણા ચક્ષુમાં એ શબ્દ નજરાય, ત્યારે લાગે કે એ અંતરભૂમિ કેવી ગૂઢ હશે ? જે જાણે તે જ માણેને ? વળી આ મહાત્મા પણ કેવા ખુલ્લા દિલ-દિમાગવાળા હોય છે ? ગુરુકૃપા વરસી કે ઝિલાઈ, આવું જોઈએ ત્યારે મારા જેવાને લાગે કે આપણે તો કોરા ધાકોર છીએ. મક્ષીજી તીર્થમાં પ્રથમ દર્શન થયા પછી અમદાવાદ પ્રસંગે પ્રસંગે દર્શન થતાં. ભક્તિ સ્વયં ભક્તવત્સલ હોય. જ્યારે જ્યારે તેમના સમાગમમાં જઈએ ત્યારે તેમની ભક્તિની લહેર તેમના મુખ પર જોવાની પણ એક ધન્યતા છે. જીવંત નીતરતી ભક્તિનાં દર્શન જવલ્લે જ થાય છે. ભક્તિ અને સમકિતનો સંબંધ શું છે ?? મારી મંગલયાત્રા વિભાગ-૧) ૨૭. Page #301 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રી કહે છે કે પ્રભુનું ધ્યાન, ગુણગાન, દર્શન બધું જ સમકિત રૂપ છે. જેમ કે પ્રભુના ક્ષમાગુણનું ધ્યાન સ્વસંવેદનરૂપ બને ત્યારે તે આંશિક સુખનો અનુભવ કરાવે છે, તો પછી જ્યારે પ્રભુ, તમે તો ક્ષમાગુણના શિખરે રહ્યા ત્યાં કેવો આનંદ ? તે ગુણમાં જો આપણી તન્મયતા થાય તો જ્ઞાનરૂપ છે. તે ગુણમાં ઊંડી લીનતા તે ચારિત્ર છે. આત્મા-પરમાત્માનું ત્યાં અંતર નથી. ભક્તિ દ્વારા રત્નત્રયીનું પ્રાગટ્ય છે. ભક્તિયોગ સાથે દ્રષ્ટાભાવ અને જ્ઞાતાભાવ તે પછી કેવળ ઉદાસીન, નિર્વિકલ્પતા, તે સમકિતની પૂર્ણતા છે. જ્ઞાતા-દ્રષ્ટાભાવ કેવી રીતે લેવો ? દૃશ્યોમાં અટવાઈ જવાને બદલે ચેતના માત્ર જોવાની ક્રિયા કરે તે દ્રષ્ટાભાવ, જાણવાની ક્રિયામાં ઉપયોગ તે જ્ઞાતાભાવ. આત્મા જ્યારે જોયો જાણતો હતો ત્યારે તે તે પદાર્થ અને વ્યક્તિનું સારી-ખરાબનું મૂલ્યાંકન કરી રાગદ્વેષની લહેરોમાં અટવાઈ જતો હતો. જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં અટવાતો નથી. જ્યારે જ્યારે તેઓશ્રી સાથે બોધવાર્તા થતી ત્યારે લાગતું કે તેઓ નખશિખ ભક્તિયોગથી ભીંજાયેલા છે, તેમાંથી આ બોધરસ નીકળે છે. ત્યારે વિચાર આવતો કે અન્ય રસનાં પીણાં કેવાં ફિક્કાં હોય છે ? અને આ રસ આત્મપ્રદેશ પ્રદેશે ઝરતો અમૃતપૂર્ણ હોય છે. તેઓ તે સમયના ભાવ યોગમાં ડૂબકી મારતા હોય તેવું જણાતું. * તેઓ કહેતા : મન જ્યારે નિસ્તરંગ, નિરાશ્રય બને ત્યારે શુભ કે અશુભ કર્માણુઓનો પ્રવેશ થતો નથી. ત્યારે જીવનો ઉપયોગ પુણ્યપાપના કંરહિત હોય છે. ત્યાં કર્મ કેવી રીતે પ્રવેશે ? ત્યારે બંધ નથી અને કર્મનો ઉદય થશે તો તે નિર્જરા માટે હશે. પછી ગજસુકુમારનું દિષ્ટાંત આપતા. એ ધ્યાન દશા એટલે સ્વરૂપસ્થિતિ, પોતાની અંદર ઠરી જવું તે સાધુજનોનું કર્તવ્ય. પ્રભુના ધ્યાન વિષે કહેતા : પ્રભુ પદાર્થ પર ચક્ષને ટેકવી રાખતા. એ માત્ર જોવાનું ઘટિત થાય છે. વાસ્તવમાં પ્રભુ અંદર પહોંચી ગયા હોય છે. બહારના ગમે તેવા ઉપસર્ગોમાં પ્રભુના ભીતરી ખંડનો લય હતો. સ્વયં પોતે કહેતા : અઢળક શાસ્ત્રોનું અધ્યયન કર્યું ત્યારે જે વાત સમજાઈ નહોતી તે વાત દેવચંદ્રજીનાં સ્તવનોથી સમજાઈ કે શાસ્ત્ર ચક્ષુ વિભાગ-૧૦ ૨૭૮ મારી મંગલયાત્રા Page #302 -------------------------------------------------------------------------- ________________ છે, તે માત્ર નિર્દેશ કરે છે. વાસ્તવિક સાધના ભીતર જવા માટે છે. મારો શાસ્ત્રોક્ત જ્ઞાનનો કેફ ઊતરી ગયો. નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા નિજતત્ત્વ એકતાનો છે, શુકલ ધ્યાને રે સાધી સિદ્ધતા પામે મુક્તિ નિદાનો જી.” ત્યાં તો આનંદ ઘનજી એ એક ટકોરો કરી દીધો : નામ અધ્યાતમ, ઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ છંડો રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહ શું રઢ મંડો રે. અધ્યાતમ જે વસ્તુ વિચારી બીજા જાણ લબાસી રે. લબાસી-ગણવેશવાળા અંદર ડૂબકી ને મારી શકે છે. તે તો દેખાદેખી ઓઘદષ્ટિએ ધર્મ કરતા રહે છે. સ્વના લક્ષ્યવાળો જ અધ્યાત્મવાન હોય. તેઓ કહેતા : રાગ કે દ્વેષ થાય તે તમારા ઉપાદાનની અશુદ્ધિનું કારણ છે. નિમિત્ત કંઈ કરતું નથી. એ નિશ્ચયનયનું દૃષ્ટિબિંદુ છે. છતાં પ્રારંભિક સાધકોએ અશુભ નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. પુષ્ટ શુદ્ધ અવલંબનનું સેવન કરવું. આવો ઘણો જ્ઞાનનો લાભ મળ્યો છે. પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીનો અલ્પાક્ષરી પરિચય : (જ્ઞાનમાર્ગના પ્રતિભાસંપન સંશોધક) પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી શાસનસમ્રાટ આચાર્યશ્રી નેમિસૂરિજીની પરંપરાના છે. તેઓશ્રી શાસ્ત્રજ્ઞ, ચારિત્રશીલ છે. તેઓશ્રી જૈનદર્શનના ઐતિહાસિક અર્વાચીન પ્રાચીન પ્રસંગો અને પાત્રોના સંશોધક છે. શાસ્ત્રના કોઈ અદશ્ય ખૂણામાંથી અજબગજબનાં રહસ્ય શોધીને “ફરતી પાઠશાળામાં” મૂકે ત્યારે ઘણી વાર ન જાણેલું ઘણું પ્રગટ થતું લાગે. તેઓશ્રીના પ્રવચનમાં પણ લગભગ આવી શૈલી રહી છે. કોઈ કવિઓના ગીત દ્વારા કે કુદરતના સંકેતથી પાઠશાળામાં તે વાચા આપે છે, ત્યારે સાશ્ચર્ય આનંદ થાય છે. પાઠશાળાતે મુખપત્ર છે. સમયોચિત પ્રખરતા પણ ખરી અને વાણીમાં મૃદુતા પણ ખરી. બહુ મોટાં આયોજનો અને ઉત્સવોમાં તેઓ સમયને અનુસરીને પ્રવૃત્ત હોય છે. તેમના દ્વારા થતા પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ બહુ મોટા આડંબરને બદલે શાંત સુરમ્ય અને સુવ્યવસ્થિત આયોજન હોય છે. તેઓ કહે છે : હવે ચાતુર્માસ જેવા દિવસોમાં કેવળ વ્યાખ્યાન પૂરતાં નથી. સૌએ બોધપૂર્વક જ્ઞાનવર્ધક આરાધના કરવી જોઈએ, તેવું સૂચન હંમેશાં કરતા હોય છે. - તેઓશ્રી મધ્યસ્થ અને વિશાળચિત્ત છે. તેઓ ધર્મવિધિઓ કે સિદ્ધાંતો વિભાગ-૧૦ મારી મંગલયાત્રા ૨૭૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ કેવળ રૂઢિની પેટીમાં પૂરી દેતા નથી. પરંતુ પ્રાચીન અર્વાચીન ઐતિહાસિક પ્રસંગો અને પાત્રો દ્વારા તેના મૌલિક અને મૂળ રહસ્યને પ્રગટ કરી આપે છે. આપણી એ કથાઓ ચંદનબાળાનો પ્રસંગ કે ઋષભદેવનું વરસીતપનું પારણું હોય તેઓની કલમમાં તે રસપ્રદ અને રહસ્યમય બને છે. સવિશેષ તેઓશ્રી પ્રાચીન ગ્રંથોનું અધ્યયન કરી અગમનિગમનો બોધ પાઠશાળામાં રજૂ કરે છે. અને વ્યાખ્યાનમાં પણ તે ઝલક જોવા મળે છે. વળી તેઓ નવદીક્ષિત હતા ત્યારે ઘણા મહાત્માઓના પરિચયમાં રહેવાથી તેમનો આત્મવિકાસ ત્વરિત ઉત્થાન પામ્યો હતો તેમ તેમના પરિચયથી જણાય છે. હાલ એકાંત મૌન-યોગ સાધના કરનારા સાધુ છે ? એ મહાત્માઓ યોગીઓ કેવા હતા તે તેમની કલમ, હૃદયની શાહીથી જણાવે છે કે યોગી પુરુષના મનનો ઉપયોગ દેહ-ઈન્દ્રિય-મન તેને ઓળંગીને તેને પેલે પાર જે આતમરામ છે ત્યાં છે. તેઓ પોતાના ગણાતા દેહને પણ બીજાના દેહને જોતા હોય તેમ જુએ છે, એ દેહાત્મ વિવેક પુદ્ગલ ભાવોથી જુદો છે. હું જ્ઞાન માત્ર છું. આ યોગીઓનું હૃદય છે. હા, પણ હાલ તેવા યોગીઓનો મેળાપ થતો નથી. આત્મત્વની અનુપ્રેક્ષા દ્વારા જ આ દેહ-આત્માનું ભેદજ્ઞાન લાધ્યું હોવું જોઈએ. તેવા મહાત્માઓની છાયામાં રહેવા મળે તે સૌભાગ્ય ગણાય. શાસ્ત્રોક્ત કથન અન્વયે આપણે કહીએ છીએ કે આ પંચમકાળ છે. પરંતુ પૂ. આચાર્યશ્રીના પરિચયમાં આવીને જાણ્યું કે જેના પૂરા કુટુંબમાં સર્વવિરતિ પ્રત્યેનું પ્રમાણ હોય તેઓ માટે પંચમકાળ કેમ કહેવાય? હા, આપણા જેવા સંસારવાસીને માટે કહીએ તો ઠીક છે. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની દીક્ષા જાણે પૂર્વના આરાધનના બળે સહજ પણે હોય તેવું “પાઠશાળા'ના ગ્રંથમાં જોવા મળ્યું. વડીલો કહે : તારી દીક્ષા થવાની છે. ગુરુમહારાજ કહે : તારી દીક્ષા થવાની છે. પૂ. ગુરુણીબા મહારાજ એ સાંભળી હર્ષભેર આશીર્વચન મોકલે. આવો અવસર મળે કેવું મોટું સૌભાગ્ય? ત્યાં આપણી નબળાઈ શિર ઝુકાવ્યા વગર શું કરી શકે ? ગુરુમહારાજ પાસે કઠિન શાસ્ત્રોનો સઉલ્લાસ અભ્યાસ; વળી અન્ય આચાર્ય ભગવંતોનો સુયોગ, નવાદીક્ષિતનું ઘડતર ઝડપથી થતું હતું. કારણ કે સ્વયં તેઓ તેમાં તત્પર હતા. એક વિચાર તેમના શબ્દોમાં વિભાગ-૧૦ ૨૮૦ મારી મંગલયાત્રા Page #304 -------------------------------------------------------------------------- ________________ અંકિત : “આમ દૃશ્ય-અદશ્ય એવી ઘણી વ્યક્તિઓના અલ્પ અથવા મહાન ઉપકારોની અમીવર્ષા સતત થતી રહી છે તેથી આજે જે જોવા મળે છે, તે પિંડ આકાર અને સાર સહિતનો બંધાયો છે.” તેઓશ્રીની સાથે કંઈ નિમિત્ત મળતાં વાત થતી ત્યારે મને જે જે સંત, મહાત્માઓ, સાધકો, સાધુઓ મળ્યા તેની વાત કહેતી. ત્યારે તેઓએ મને કહ્યું કે ““તમને ભારતના, ગુજરાતના ઉચ્ચ કોટિના વ્યક્તિવિશેષ વિભૂતિઓનો મેળાપ થયો છે તે સૌભાગ્ય છે. પણ તમે એ આદર્શ પકડી રાખ્યો કે વીતરાગ માર્ગને અનુરૂપ હોય ત્યાંથી લાભ મેળવવો, અગર તો ત્યાં કંઈ પણ દોષારોપણ કર્યા વગર ખસી જવું તે તમારા માટે લાભદાયક બન્યું છે.” અન્ય દર્શનમાં જે યોગીઓ થયા છે, તેમાં કોઈક જ સાચા નિસ્પૃહ, પવિત્રતા પામેલા હોય છે. તેમાં જૈનદર્શન જેવું વીતરાગત્વ, અકર્તુત્વ જેવું યોગબળ નથી કળાતું. જૈનદર્શનમાં એકાંતમાં આરાધના કરનારા યોગીજનોની પણ અતિ અલ્પતા છે. આપણે જ્યાં છીએ ત્યાં પરિણતિની શુદ્ધિ તરફ વિશેષ લક્ષ્ય રાખવું-વિગેરે વિનિમય કરતા. પૂ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિજીનો પરિચય શું આપીએ ? : (જૈનજૈનેતરના પ્રભાવક પ્રવક્તા) વિજય રત્નસુંદરસૂરિજીનો પરિચય તેઓનાં ચાતુર્માસ અમદાવાદમાં ૧૯૯૯થી થયાં ત્યારે પ્રથમ તેમની તલસ્પર્શી વાણીથી થયો. હજારોની જનમેદનીને કલાકો સુધી શ્રવણમાં ગૂંથેલી રાખવી તે તેમની વચનલબ્ધિ છે. તેઓ ગર્ભશ્રીમંત કુટુંબના પનોતા પુત્ર, બાળબ્રહ્મચારી મુનિ, શાસ્ત્રાભ્યાસી, પ્રખર વક્તા, શીધ્ર લેખક-આ સાથે સર્વદા પ્રસન્નમુદ્રામાં રહેનારા, શિષ્યો પ્રત્યે વાત્સલ્ય વરસાવનારા અનેકવિધ પ્રતિભાસંપન્ન છે. દક્ષા સંતસમાગમને શોધી લે, ખાસ વંદન કરવા જાય. પરિચય આપે : “હું સુનંદાબહેનની દીકરી.” તેની જિજ્ઞાસાવૃત્તિ પણ એવી કે સૌ સંતો તેને વાત્સલ્યભાવે સમયોચિત બોધ આપે. દક્ષા મને પણ લઈ જાય. તેઓ પૂરા વ્યાખ્યાનનો સાર દસેક મિનિટમાં સમજાવી દે. તેમના વક્તવ્યમાં કોઈની ઉપેક્ષા કે ટીકા ન હોય. તેઓ હંમેશાં વિધેયાત્મક દૃષ્ટિ રાખે. તેમનો ઉપદેશ સવિશેષ એવો કે જીવનના રોજના સંઘર્ષોથી જીવો બચે, પ્રેમથી કૌટુમ્બિક જીવનમાં ધર્મનું આચરણ કરો. મારી મંગલયાત્રા ૨૮૧ વિભાગ-૧) Page #305 -------------------------------------------------------------------------- ________________ કષાયોને, ખોટી મહત્ત્વાકાંક્ષા અને ફરિયાદોને તિલાંજલિ આપો. તેનું મીઠી અને તીખી ભાષામાં નિરૂપણ કરો. થોડા બોધનાં છાંટણાં કરે. કૌટુમ્બિક જીવનના શ્રવણ કરેલા દર્દ ભરેલા પ્રસંગો કહી જનસમૂહને ૨ડાવે, દયાના ભાવ પેદા કરાવે. સમતાને સ્થાન આપવા વેધકપણે સમજાવે. અને ઝેર વમીને અમૃતપાન કરનારના પ્રસંગો કહી જીવોની ગુણવત્તાની વૃદ્ધિ કરવામાં માર્ગદર્શન આપે. થોડી રમૂજી રસપ્રદ વાતો કહી જનસમૂહને હાસ્યથી તરબોળ કરી પ્રસન્ન કરે. પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાનું બળ કેમ વધે? હું ખાસ વંદન કરવા જાઉં ત્યારે કંઈ બોધ માંગું, ત્યારે સવિશેષ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણની ભાવનાને પોષણ આપે. પ્રભુ પ્રત્યે ભક્તિ અને જીવો પ્રત્યે મૈત્રી, પ્રેમ-આ મંત્ર હૃદયમાં જડી રાખજો . “તમે સ્વાધ્યાય કરવા અને આપવામાં તત્પર રહો છો. હવે અનુપ્રેક્ષામાં જાવ. એક વિષય લઈ તેનું વિસ્તાર અને ઊંડાણથી ચિંતન કરો, તેના વડે ચિત્તશુદ્ધિ થશે.” આ પદ્ધતિ કંઈક ચાલતી હતી. તેમાં તેઓના બોધથી વધુ પ્રેરણા મળી અને નિયમિતતાનો લાભ થયો. ૨૦૦૧માં દક્ષાનું કેન્સરનું ઑપરેશન હતું, ત્યારે માંગલિક સાંભળવા ગઈ હતી. સાહેબજી કહે, ““રોગ શરીરને છે ને આત્મા તો ધર્મ પામ્યો છે. હવે ચિંતા શાની ?” વાસ્તવમાં દક્ષા ઓપરેશનના પૂરા સમય સુધી પ્રસન્ન હતી, તે તેની દેવગુરુની ભક્તિનું કારણ છે. તેઓશ્રીનું સાહિત્ય એટલું વિસ્તૃત અને બોલતું છે કે તેમાંથી શું અવતરણ કરીએ. દરેક પુસ્તક હજારોની સંખ્યામાં પ્રસિદ્ધ થઈ જનસમૂહના ગૃહે અને હૈયે વસે છે. તેમાંથી કંઈ બોધ તારવી લીધો. બોધ : - ૧૯૯૯માં નિવાસે પગલાં કરવા પધાર્યા હતા. ત્યારે કહ્યું કે સત્કાર્યો જે પણ કરી લેવાં છે એ આજે અને અત્યારે જ કરી લેવા જેવાં છે કારણ કે આયુષ્યનો કોઈ જ ભરોસો નથી. આયુષ્ય કદાચ લાંબું હોય તો ય પુણ્યકર્મનો ભરોસો નથી અને પુણ્યકર્મ જીવનના અંત સમય સુધી મજબૂત જ કદાચ રહેવાનું હોય તો ય આપણા ખુદના મનના શુભ ભાવોનો કોઈ ભરોસો નથી. જીવન વંદનીય લાગતાં સન સંત અને પ્રભુને અનુકરણીય બનાવી દો. જીવન સફળ બની જશે. ધર્મને જીવનમાં અમલી બનાવવો જ હોય તો તાત્કાલિક શુભ વિચારને વિભાગ-૧૦ ૨૮૨ મારી મંગલયાત્રા Page #306 -------------------------------------------------------------------------- ________________ અમલી બનાવી દો. અને સાથે સાથે પાપોથી બચવું હોય તો તેવાં પાપોને અમલમાં મૂકવાની બાબતમાં વિલંબ કરતા જાઓ. - આ જીવનમાં મને જે કાંઈ શુભ કે સુંદર મળ્યું છે તે બધું ય મારે પુણ્યને જ આપવું છે એ નિર્ણય પર કદાચ આપણે ન આવી શકીએ, પરંતુ એ બધું ય મને પુણ્યથી જ મળ્યું એવી શ્રદ્ધા તો રાખીએ. પુણ્યવાનને અર્થાત્ ગાડી-બંગલા-પૈસાવાળાને સુખી માનવા મન હજી તૈયાર છે, પરંતુ ધર્મીને અર્થાત્ સામાયિક-પ્રતિક્રમણ-તપશ્ચર્યા કરવાવાળાને સુખી માનવા મન લગભગ તૈયાર નથી. આ કરુણા નહિ તો શું છે? અણસમજ છે. અધિકરણ છોડાવીને ઉપકરણ ગુરુદેવ કદાચ આપી શકશે પણ આપણાં મન-વચન-કાયાના કરણ વડે તેના સદુઉપયોગી અંત:કરણ તો આપણે જ તૈયાર કરવું પડશે. જિંદગીનો બધો જ સમય તમે જેને આપી રહ્યા છો એમાંની એક પણ ચીજ આંખ બંધ થયા પછી સાથે આવવાની નથી અને જે ચીજ સાથે આવવા તૈયાર છે એને માટે તમારી પાસે સમય જ નથી ? સમકિતની પ્રાપ્તિને જો સમ્યક્ પરિણામનું કારણ આપણે બનાવવા માગીએ છીએ તો તેનો સરળ અને સચોટ એક જ વિકલ્પ છે : આપણી પાત્રતા આપણે વિકસિત કરતા જ રહીએ, કરતા જ રહીએ. ધર્મનું શ્રેષ્ઠ કોટિનું ફળ છે : “હું મારી સાથે ભરપૂર પ્રસન્નતાપૂર્વક રહી શકું છું તેજ અનુભૂતિ'. આચાર્યશ્રી નરવાહનસૂરિજીનો પરિચય અને બોધ : સ્વ. ગચ્છાધિપતિ શ્રી વિજય રામચંદ્રસૂરિજીના શિષ્ય (કર્મગ્રંથજ્ઞાતા) લગભગ વીસેક વર્ષ પહેલાં તેઓશ્રી અમદાવાદ આવ્યા ત્યારે પરિચયનું માધ્યમ મારું એક પુસ્તક હતું. ત્યાર પછી તેમનાં દર્શનાર્થે જવાનું ક્વચિત્ બનતું હતું. તેઓ પોતે ખૂબ પ્રસિદ્ધિ થાય તેવા કાર્યક્રમો કરતા નથી. એથી ખાસ જિજ્ઞાસુ હોય તેમને તેઓશ્રીનો પરિચય થાય લગભગ ૨૦૦૧ થી તેમનાં બે ચાતુર્માસ દશા પોરવાડના ઉપાશ્રયમાં થયા ત્યારે તેઓશ્રીના સરળ સ્વભાવનો અને જ્ઞાનનો નિકટથી પરિચય થયો. તેઓ સાહિત્યનું સર્જન વિશાળપણે કરી રહ્યા છે. તેમનો વિશેષ પરિચય એ છે કે તેઓ કર્મસાહિત્યના જ્ઞાતા છે તેમ મારી મંગલયાત્રા ૨૮૩ વિભાગ-૧) Page #307 -------------------------------------------------------------------------- ________________ સૌ જાણે છે. તેમના દર્શન-વંદન માટે કોઈ સંકોચ રાખવો પડતો નથી. તેમના ઉપાશ્રયનાં દ્વાર અભંગ હોય છે. જ્યારે તેમનાં દર્શનાર્થે જાવ ત્યારે સદાયે આગમના સિદ્ધાંતના જ્ઞાનની મસ્તીમાં જ મસ્ત હોય છે. અને જ્ઞાનામૃતનું જ પાન કરતાં હોય છે. કર્મગ્રંથને લગતી કોઈ પણ મૂંઝવણ લઈને તેમની પાસે જઈએ તો તેનો ઉકેલ એટલી સરળ ભાષામાં આપે કે તરત આપણી સમજમાં આવી જાય. કર્મગ્રંથને લગતા બધા આંકડાઓનું ગણિતનું તો તેમના મનમાં એક કોમ્યુટર ફિટ થઈ ગયું હોય તેમ બધા જવાબ તુરત મળી જાય. તેમણે લખેલા કર્મગ્રંથની પ્રશ્નોત્તરીનાં પુસ્તકો દ્વારા કર્મગ્રંથનો અભ્યાસ ખૂબ સરળ રીતે કરી શકાય તેમ છે. તેમની અભ્યાસ કરાવવાની રીત પહેલાંના ગુરુકુલો અને આશ્રમો યાદ આવી જાય તેવી છે. તે સમજાવે અને સાથે સાથે બધું જ લખાવે. ધર્મની શરૂઆત કેવી રીતે કરવી? તેઓ હંમેશાં કહે છે કે ધર્મની શરૂઆત મોક્ષાભિલાષથી થાય છે. સુખનો લાલચુ અને દુઃખથી કાયર ધર્મ માટે લાયક જ નથી. સુખથી જે ગભરાય અને દુઃખ જેને ગમતું થઈ જાય એ ધર્મ માટે લાયક છે. અનુકૂળતાનો રાગ છોડો અને પ્રતિકૂળતાનો દ્વેષ છોડો. આ તેમનો જીવનમંત્ર છે અને બધાને આ મંત્ર આપે છે. પરદેશથી આવનાર જિજ્ઞાસુ સત્સંગીઓને મેં જ્યારે તેઓની પાસે મોકલ્યા છે ત્યારે તે બધાને સધર્મ હૈયામાં ઊતરી જાય અને શાસન પ્રત્યે બહુમાન થાય તેવી રીતે સદાય આચાર્યશ્રી સમજ આપે છે. આમ તેઓ જૈન સમાજના ઉપકારી છે. “સૌ મોક્ષાભિલાષી બનો. એક વાર આત્મશુદ્ધિ માટે ઝૂકી પડો તમારું શ્રેય તમારા હાથમાં છે.” તેઓએ આચાર્યની પદવીને ૪૦ વર્ષોથી ધારણ કરેલ છે. છતાં ખૂબ જ સરળ, સૌમ્ય છે. સ્વ. પૂ. વિદુષી સાધ્વીશ્રી સુલોચનાજી : તમે મારા અન્ય પ્રસંગો પરથી જોયું હશે કોઈ એક પ્રતિભાશીલ વ્યક્તિનો પરિચય તમને કેટલા અંકોડા ગૂંથી આપે છે. તેઓશ્રી માટે મને વિશેષ માહિતી નથી છતાં મારે ઋણ અદા કરવા પરિચય આપવાનો છે. તેઓનો પરિચય મને પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તજીના નિમિત્તથી થયો હતો. પછી તો યોગ હોય ત્યારે હું તેમના વંદનાર્થે જતી. તેઓ શાસ્ત્રાભ્યાસી હતાં. દ્રવ્યગુણ પર્યાયના રાસ જેવા વિષયોના ગ્રંથની તથા એવા ગૂઢાર્થ ૨૮૪ મારી મંગલયાત્રા વિભાગ-૧૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથોની રચના તેઓએ કરી હતી. શબ્દ-વ્યાકરણમાં નિપુણ હતાં. પ્રારંભમાં તે સમયે તેઓને ગ્રંથપ્રકાશનમાં મુશ્કેલીઓ નડી હતી. પરંતુ તેઓ શાસનસેવાના ભાવથી તે કાર્ય કરતાં રહ્યાં. મેં જ્યારે “જૈન સૈદ્ધાંતિક શબ્દ પરિચય” લખવાનું શરૂ કર્યું ત્યારે તેની કઠિનાઈનો મને ખ્યાલ ન હતો. વળી મને એમ કે કોઈ સાધુમહાત્માની સહાય મળી રહેશે. વળી એ મારું સ્વતંત્ર લખાણ ન હતું. પરંતુ અન્યત્રથી સંગ્રહ કર્યો હતો. લખાણ તૈયાર થયું. લગભગ ૪૦૦ જેટલાં પાનાં, શબ્દો પણ ત્રણ હજાર જેવા ખરા. મેં એક-બે પરિચિત આચાર્યશ્રીને આ લખાણ બતાવ્યું કે મને આપના કોઈ શિષ્ય પાસે આનું સંશોધન કરાવી આપો. મને જવાબ મળ્યો કે આ કામ માટે વ્યાકરણની જાણકારી જોઈએ. અન્ય ગ્રંથોની જરૂર પડે. તેથી આ કામ કરવાનું અમારા શિષ્યોથી બનશે નહિ. વળી એક એવા વિદ્વાન સાધુ મળ્યા પણ તેમણે કહ્યું કે આ પુસ્તક વેચાણમાં ન મુકાય તો જ મારાથી બનશે. પુસ્તક જૈન પ્રકાશન જેવા રાખે એટલે વેચાણ થાય. જ્ઞાનભંડારોમાં કે અન્યત્ર ભેટ મુકાય. આથી મારું કામ મુશ્કેલીમાં પડ્યું. એક વાર પાલીતાણા હતી. ત્યાં એક મહારાજશ્રીને મળી, તેમણે તેઓનું નામ સૂચવ્યું. ત્યારે તેઓ પણ પાલીતાણા હતા. તેમણે દસ પંદર દિવસમાં આ કામ સરળતાથી જોઈ આપ્યું. તેઓનો મને પરિચય હતો એટલે અમે અન્યોન્ય સભાવ ધરાવતા હતા. તેઓ ટૂંકમાં બોધ આપતા. ધર્મ સાચી ભાવનાથી કરો. ક્લેશથી દૂર રહેવું. શાસ્ત્રાભ્યાસ કરીને ચિત્તની શુદ્ધિ કરવી. તેઓ સ્વયં સ્વાધ્યાયમાં રત રહેતા. મારા પર તેમનું ઋણ હોવાથી તેમને કેમ ભૂલી જવાય. હાલ તેઓ કાળધર્મ પામ્યા છે. પૂ. સાધ્વીશ્રી નયપ્રભાજી (મૌની) : અગાઉ જણાવ્યું તેમ સાધુસમાજમાં તમારો સંપર્ક થાય એટલે તમને તેવા યોગ મળ્યા જ કરે. પૂ. નયપ્રભાજી, સ્વ. આચાર્ય ભગવંત શ્રી ભદ્રકરસૂરિજીના આજ્ઞાવર્તી છે. બંને બહેનો બાળવયમાં દીક્ષિત થયાં હતા. સવિશેષ તેઓ ગ્રામવિસ્તારમાં વધુ રહેતા કે જ્યાં આરાધનાનો પૂરતો યોગ મળી રહે. તેમની પાસે આવનારને સૂત્ર કે નવકારમંત્રનું અનુસંધાન લઈને ઘણું સંક્ષિપ્ત સમજાવે. મારી મંગલયાત્રા ૨૮૫ વિભાગ-૧) Page #309 -------------------------------------------------------------------------- ________________ કોઈ જગાએ પ્રસંગોપાત્ત મારો સ્વાધ્યાય હતો, તેઓ ત્યાં ઉપસ્થિત હતાં. ત્યારે મને પરિચય થયો. વળી મારા જાણવામાં આવ્યું કે તેઓ તો વીસ બાવીસ જેવા કલાક મૌન રાખે છે. કોબા કેન્દ્ર છૂટ્યા પછી મારી મૌન આરાધના વિક્ષેપ થઈ હતી. પર્વ તિથિએ દસ સામાયિક નિવાસે કરું. આથી મને તેમનો પરિચય રુચિ ગયો. એથી કોઈ પર્વતિથિમાં હું તેમની સ્થિરતા હોય ત્યાં પહોંચી જતી, દેશાવગાસિક (દસ સામાયિક) મૌનથી કરવામાં ઘણી સરળતા રહેતી. વળી સામાન્ય દિવસોમાં દર માસે એક વાર તેઓની પાસે જાઉં. લગભગ તેઓ મારી પાસે કોઈ ગ્રંથ વંચાવે. સ્વભાવે સરળ અને નમ્ર, પ્રસન્નતા તો તેમને વરેલી. એક વાર મેં તેઓની પ્રસન્નતાનું કારણ પૂછયું. કહે કે “હું વિશ્વમાં સૌ ચૈતન્યના કલ્યાણની ભાવના કરું છું એટલે મારું મન પ્રસન્ન રહે છે.” આપે આટલા કલાક મૌન કેમ લીધું છે ? મારાથી તપ કે શાસ્ત્રાભ્યાસ થતો નથી. એટલે પૂ. આચાર્યશ્રીએ મને બે કલાક મૌન આપ્યું હતું. તેમના આશિષથી વૃદ્ધિ થતાં આજે બાવીસ કલાક સરળતાથી મૌન થાય છે.” ત્યારે શું કરો ? મને પણ શિખવાડો. “શ્વાસ સાથે નવકાર, અન્ય જપ, સમોવસરણની રચનાનું માહાભ્યા અને ચિંતન, સર્વ જીવોના કલ્યાણની ભાવના, પરમાત્માની અત્યંત અહોભાવથી ભક્તિ, સ્વાત્માનું ચિંતન. વળી અમારી રોજની આવશ્યક ક્રિયાઓ પણ હોય. જો કે તેઓએ કોઈ અનુભવી પાસે ચક્રોની શક્તિ પણ જાણી છે. એટલે તે રીતે ઊંડાણથી ધ્યાન કરે છે. મૌનમાં તેમની એ શક્તિથી સદા - પ્રસન્ન હોય છે. હાલ પગની તકલીફથી અમદાવાદમાં સ્થાયી થયાં છે. પરંતુ તેમની મૌન સાધના અવિરત ચાલે છે. ફક્ત સાંજે ૪ થી ૬ નક્કી સમયે જ મૌન છોડે છે. પાંચતિથિ પૂર્ણ મૌન પાળે છે. ધન્ય છે મીનીજીને ! સવિશેષ અમે પૂ. પંન્યાસજીના “આત્મઉત્થાનનો પાયો' ગ્રંથનો સ્વાધ્યાય કરતાં. જેથી વંદનાર્થે આવેલા ભાવિકો તેનો લાભ લઈ શકતા. આમ સાધુજનોનો સુભગયોગ આ કાળમાં મહપુણ્ય છે. વિભાગ-૧૦ ૨૮૬ મારી મંગલયાત્રા Page #310 -------------------------------------------------------------------------- ________________ અમેરીકાની સત્સંગયાત્રા લોસએંજલીસમાં વીણા નિવાસે પરિમલના નિમિત્તે સ્વાધ્યાય ગોષ્ટિ શ્રી ગિરીષભાઈ, સુશીલાબહેન, વીણા, ૧૯૮૯ અવકાશે મૌન અને લેખનમાં લીન વીણા નિવાસે શ્રી ગિરીષભાઈ તથા મહેન્દ્રભાઈ સાથે લોસએંજલીસમાં સ્વાધ્યાય વર્ગના પ્રારંભ વિષે વિચારણા, ૧૯૯૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ અમેરીકાની સલંગયાત્રા ન્યુયોર્કમાં સુધા પ્રફુલ્લભાઈ લાખાણી નિવાસે પૂ. આત્માનંદજીના સાનિધ્યમાં (શ્રી સોમચંદભાઈ ડાબીબાજુ) સાનઓઝમાં દેરાસરની પ્રતિમાજીની પ્રાણ પ્રતિષ્ઠા સમયે શાંતિકળશ પૂજામાં, અમેરીકા Page #312 -------------------------------------------------------------------------- ________________ અમેરીકાની સત્સગયાત્રાની સાર્થકતા * ૧૯૮૯ માં વ્યવહારિક પ્રસંગે પ્રથમ પ્રવાસ (એક દુર્ઘટના) * પૂ. શ્રી નંદિયશાજીનો બોધ છે. અમદાવાદના સત્સંગ તથા સત્સંગીઓ * અમેરીકાની અનોખી ભેટ પરિમલનું પરિમલ ૧૯૯૧ થી ૨૦૦૪ સત્સયાત્રા એટલે મંગલયાત્રાનું એક અંગ * અમેરીકામાં શ્રી પર્યુષણપર્વની આરાધના તથા સ્વાધ્યાયનું સુવ્યવસ્થિત આયોજન * અમેરીકાનું પ્રવાસીઓ માટેનું શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત પ્રશંસનીય તંત્ર * શાસ્ત્રાભ્યાસ, તત્ત્વ જિજ્ઞાસા, વ્રત-નિયમ તથા તપ જેવા અનુષ્ઠાનોનો આત્મિક અભિગમ * આરાધકોનો આંશિક પરિચય :- શ્રીમતી વીણા મહેન્દ્રભાઈ, શ્રીમતી સુશીલા ગિરીષભાઈ, શ્રીમતી ઉર્વશી વિરેનભાઈ, શ્રી રજનીભાઈ શાહ, શ્રી નૌતમભાઈ વકીલ (અમદાવાદ) ‘સુખી રહે સબ જીવ જગત મેં, કોઈ કબી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ, જગ નિત્ય નયે મંગલ ગાવે, ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી, દુષ્કૃત દુષ્કર હો જાવે, જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફલ સબ પાવે. Page #313 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિહીન દરિદ્ર માણસ ચિંતામણિ રત્નના સ્વરૂપને જાણનારો હોય તો તેની પ્રાપ્તિના ઉપાયને છોડીને બીજી પ્રવૃત્તિ કરે નહિ, જો કરે તો તે ચિંતામણિને જાણનારો નથી. તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલો જીવ અશુદ્ધ અવસ્થાના દુ:ખને અને શુદ્ધ અવસ્થાના સુખને ખરેખર જાણતો હોય તો તે અશુદ્ધ અવસ્થા ટાળીને શુદ્ધ અવસ્થા મેળવવાના ઉપાયમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહી શકે નહિ. એના ઉપાયનું નામ સમ્યગ દર્શનાદિ ક્રિયા છે. તથા શુદ્ધ અશુદ્ધ અવસ્થાનાં સ્વરૂપનું સાચું જ્ઞાન તે સમ્યગૂ જ્ઞાન છે. મોક્ષ હો કે સંસાર હો પ્રત્યેક કાર્યની સિદ્ધિમાં જ્ઞાન ક્રિયા પરસ્પર મળેલા છે. 1 - પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી Page #314 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાનો સકારણ પ્રથમ પ્રવાસ દીકરી-જમાઈ સાથેનો વ્યાવહારિક પ્રસંગ : ૧૯૮૯માં અમેરિકા પ્રથમ વાર જવાનું પ્રયોજન તો વ્યવહારિક કારણથી હતું. દક્ષાના પતિ (જમાઈ) નિરંજનને કેન્સરનો વ્યાધિ થયો. તેમને અમેરિકા લઈ જવાનું નક્કી કર્યું. દક્ષાને મદદરૂપ થવા અને મનોબળ ટકે તે માટે કોઈએ સાથે જવું એમ નક્કી થયું. નિરંજનનાં માતા-પિતાને અનુકૂળ ન હતું. તેથી મારે જવાનું થયું. અમારે સૌને લોસ એંજલીસમાં નિરંજનનાં બહેન-બનેવીના નિવાસે રહેવાનું હતું. કોબા આશ્રમના નિવાસ સમયે અહીં રહેતા કોઈ સત્સંગી મિત્રોનો પરિચય થયો હતો. આથી પુણ્યયોગ કે ગુરુકૃપાથી ત્યાં મને સત્સંગ-સ્વાધ્યાયનો યોગ મળી ગયો. ૧૯૮૯ના માર્ચમાં અમે ત્યાં પહોંચ્યા. લોસ એંજલીસમાં રહેતાં ડૉ. મણિભાઈ અને સવિતાબહેન મહેતા તેમના પરિચિત હતાં, તેથી નિરંજનને મળવા આવ્યા. તેઓ મને પણ ઓળખતાં હતાં. દંપતી પરોપકારજીવી, સાત્ત્વિક અને સત્સંગ પ્રેમી હતાં. તેમણે ત્યાંના સેન્ટરમાં દર ગુરુવારે સૌપ્રથમ મારા સ્વાધ્યાય ગોઠવી દીધા. તેઓ મને લઈ જતા અને બીજે દિવસે હોસ્પિટલે જતાં મૂકી જતા. ડૉ. શ્રી મણિભાઈ નિષ્ણાત ડૉક્ટર છે. સમાજમાં આ દંપતીનું અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. - ત્યાર પછી બીજી બે-ત્રણ જગાએ ખબર મળ્યા, એથી ન્યૂજર્સી, ડીટ્રોઇટ વિગેરે સ્થળે પણ અનુકૂળતાએ સ્વાધ્યાયનો કાર્યક્રમ સારી રીતે થયો. નિરંજનને કંઈ સારું જણાય ત્યારે આવા કાર્યક્રમ થયા તે કારણે અમેરિકામાં સૌનો પરિચય થયો. અમારે બે-ત્રણ માસ રોકવાનું હતું. નિરંજનની માંદગી જીવલેણ હતી. અમદાવાદના ડોકટરોએ છ માસની અવધિ બતાવી હતી. પરંતુ માનવે આશાવાદી છે. એક તક લેવા ત્યાં જવાનું બન્યું હતું. તેમના બહેન ડૉક્ટર હતાં તેથી બધું ગોઠવાઈ ગયું. પરંતુ કંઈ સુધારો જણાતો ન હતો. તેમની સારવારમાં સહાય કરતી. વળી કોઈ વાર પ્રાર્થના કરતાં, ઘરના કામમાં પણ મદદરૂપ થતી. નિરંજન સ્વભાવે પરગજુ. હાઈકોર્ટના પ્લીડર તરીકે ખૂબ ખ્યાતિ હતી. ખૂબ કર્તવ્યનિષ્ઠ હતા, તેવા જ બાહોશ હતા. પણ મેં જોયું કે આ મારી મંગલયાત્રા ૨૮૯ વિભાગ-૧૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ દર્દે તેમને હતાશ કરી નાખ્યા અને તેમનું શરીર પણ ખૂબ નબળું થઈ ગયું. છતાં તેમને એમ કે હું કામ પર ચઢી જાઉં તેવો ક્યારે થઈશ ? શું આજના વિજ્ઞાને આટલી શોધ કરી છે, તે પણ કામ નહિ આવે ! ત્યારે મને ધર્મ-વિજ્ઞાનથી જવાબ મળતો કે આ તો અશાતાનું પૂર્વસંચિત કર્મ ઉદયમાં આવ્યું છે, તેમાં વિજ્ઞાનના બાપ પણ પહોંચી ન શકે. મૃત્યુ જિતાય નહિ અને જીતે તે જિનેન્દ્ર હોય છે, જે ધર્મ-વિજ્ઞાનના સર્વોચ્ચ સ્થાને છે. સામાન્ય માનવ પરિસ્થિતિને આધીન હોય છે. યદ્યપિ ખાસ સુધારો જણાતો ન હતો, છેવટે અમે લગભગ જૂન માસમાં પાછા ફર્યા. હું લંડન એક માસ રોકાઈને ગઈ. તેઓ અમદાવાદ પહોંચ્યા. એકાદ માસ કંઈક ઠીક લાગ્યું. પરંતુ આ રોગના નિષ્ણાત ડૉક્ટરે તો હાથ ઊંચા કરી જ દીધા હતા. લોહી આપવા વગેરેની ક્રિયાઓ ચાલુ હતી. આમ છતાં તેઓ મૃત્યુ તરફ જઈ રહ્યા હતા તે નક્કી હતું. - છેવટે ડૉક્ટરે કહ્યું કે “હવે પંદર દિવસથી વધુ સમય જશે નહિ. નિરંજન મોટા વકીલ છે, વળી કેટલાંક વ્યવહારિક કાર્યો પણ મુલત્વી રાખ્યાં હોય માટે તમારે તેમને જણાવવું જોઈએ. અને દક્ષાબહેનને પણ જાણ કરવી જોઈએ.' અમારા માટે આ કટોકટી હતી. પરંતુ અમારા કુટુંબમાં અમારા ભાણેજ જમાઈ ડૉ. સુરેશ શાહ તબીબી કાર્ય માટેના સલાહકાર હતા, અમારી સંભાળ રાખતા. છેવટે તેમણે નિરંજનને આ વાત કહી. વાત મુશ્કેલ હતી, કોઈ માણસને કહેવું કે તારું અમુક દિવસે મૃત્યુ છે તે સંસાર સંબંધે ઘણું દુ:ખદાયક છે. નિરંજન એ સાંભળીને શાંતિથી બોલ્યા : “ભલે'. દક્ષાને પણ વાત કરી તે ઘણી અસ્વસ્થ થઈ ગઈ. જોકે નિરંજન શારીરિક વેદનાથી મૂંઝાયેલા હતા. વળી સુરુભાઈએ એ પણ કહ્યું કે તમારે કોઈને કંઈ કહેવા કે લખવાનું હોય તો તે પણ વિચારવું પડશે. તેઓ હજી સ્વસ્થ હતા. તેમના મિત્ર વકીલને બોલાવ્યા. જે કંઈ વ્યવહારિક વિધિ હતી તે સ્વસ્થચિત્તે પતાવી. જાણે હવે તેમણે સ્વીકારી લીધું કે જવાનું નક્કી જ છે. છેવટે કાળની ફાળ, નિરંજનની ચિરવિદાય : જે કંઈ સારવાર હતી તે ચાલુ હતી. પરંતુ તે બધું શરીરને સાથ આપતું ન હતું. છેવટે કાળની ફાળ ભરાઈ, ઑગસ્ટની તા. ૧૦ ના રોજ સવારે અમે સૌ ધીમા અવાજે નવકાર મંત્રનું રટણ કરતાં હતાં, ત્યારે ૪૫ વર્ષની વયે નિરંજને આ પાર્થિવ દેહનો ત્યાગ કર્યો. વિભાગ-૧૧ ર૯૦ મારી મંગલયાત્રા Page #316 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીઓ કહે છે કે મૃત્યુ પાસે જીવ અશરણ છે. ડૉક્ટરની હાજરી, સગાં-સ્વજનોની હાજરી, પત્ની-પુત્રો-મિત્રોની હાજરી, નવકારમંત્રનું રટણ, છતાં કાળે તેનું કાર્ય તેના સમયે કર્યું. અને સૌ નિરાશ વદને સજળ નયને જોતાં રહ્યાં. જ્ઞાનીઓ કહે છે શરીરાદિનો સંયોગ છે તેનો વિયોગ અવશ્ય થવાનો છે. પરંતુ પુરુષની છાયામાં, ધર્મના શરણમાં જે દેહ છોડે છે તે અશરણ છતાં તેને શરણ છે, સમાધિ છે. વળી કહ્યું છે કે મૃત્યુ સાથે મૈત્રી હોય, મૃત્યુ કદી આવવાનું જ નથી તેવી ખાતરી હોય તે ભલે સુખે સૂએ. જન્મ અને મરણનો સ્વીકાર કરવાની માનવીની સમજ સામાન્ય રીતે પ્રજ્ઞાયુક્ત નથી હોતી. આથી મૃત્યુનો ભય અને દુઃખ માનવીને દુઃખી કરે છે. નિરંજને વ્યાપાર ક્ષેત્રે ઘણો યશ પ્રાપ્ત કર્યો હતો. ઘણા કુશળ અને નિષ્ણાત વકીલ તરીકેની તેમની ખ્યાતિ હતી. તેમને તેમના ક્ષેત્રમાં હજી પણ ઘણી વિકાસની તકો દેખાતી હતી. અત્યંત પ્રામાણિકપણે, સદાચારયુક્ત અને પરોપજીવી તેમનું જીવન હતું. જેવી બાહોશીથી જીવ્યા તેમ મૃત્યુને સ્વીકારીને સ્વસ્થ ચિત્તે વ્યવહારિક કાર્ય પતાવ્યાં. દક્ષા નિરંતર તેમની પાસે જ રહેતી. છેવટે તેમના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યા “દક્ષા હું જાણું છું મારા જવાથી તમે દુઃખી થશો પણ હવે કોઈ ઉપાય નથી.” દક્ષાએ મને આ વાત કરી હતી કે તે સમયે અમે બંને રડી પડયાં હતાં. પછી મેં જ મન દઢ કરી તેમને શાંત કર્યા. દક્ષાએ છેલ્લી પળ સુધી મનમાં દુઃખનો ભાર છતાં સ્વસ્થ ચિત્તે સેવા કરી. પછીનો સમય તો કારમો હતો. સંસારની આ જ ચાલે છે, કોણ છટકી શક્યું છે ! વ્યક્તિનું કે વ્યક્તિના સ્વજનના મૃત્યુનો દિવસ જાણીને મનને સ્વસ્થ રાખવું કઠિન છે. પ્રારબ્ધ સર્જેલી કરુણતા : બે-ત્રણ દિવસ પછી બળેવ હતી. નિરંજનની ત્રણે બહેનોને આશા હતી કે રક્ષાબંધન સુધી ભાઈ હશે. તેથી રાખડી લાવી રાખી હતી. જીવ સહિત જીવની વ્યવસ્થા અને નિર્જીવ દેહની વ્યવસ્થામાં ગજબનું અંતર છે. તે પ્રમાણે નિરંજનના પાર્થિવ દેહની અંતિમ વિધિની તૈયારી થઈ ગઈ. અને બહેનોએ રુદન સાથે એ દેહ પર રાખડી મૂકી ત્યારે હાજર રહેલા કોઈ પણ પોતાનાં આંસુ રોકી ન શક્યાં. નિરંજનની નનામી મારી મંગલયાત્રા વિભાગ-૧૧ ૨૯૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વિધિ માટે શબવાહિનીમાં વિદાય થઈ. હું પણ ઘડીભર હાલી ગઈ કે આ શું બન્યું ? અતુલ પણ ઘણો વ્યથિત થઈ ગયો હતો. એ જ પુનરાવર્તન? ચાર વર્ષની ઉંમરે મેં માની ગોદ ગુમાવી હતી. દક્ષાએ ચાર વર્ષે પિતાનો ખોળો ગુમાવ્યો હતો. મેં ભરયુવાનીમાં પતિનું દુઃખદ અવસાન જોયું, વેક્યું. દક્ષા પ્રૌઢ હતી ૪૨ વર્ષની, પણ એ જ પુનરાવર્તન થયું ? દક્ષાની દશા દયનીય બની ગઈ. જ્ઞાનીઓ કહે છે : ઓહ! વિશ્વ આખું પરિવર્તનશીલ છે. સીમા માનવી આંકી શક્તો નથી. જીવનની રોજની પ્રક્રિયાથી માંડીને જંતુ આદિ સૌ જન્મમરણનું પુનરાવર્તન કર્યા કરે છે. જ્ઞાનીઓએ તેમાંથી જ સંશોધન કરી વૈરાગ્યની ચાવી વડે નિવણની પ્રાપ્તિ કરી. જેથી જન્મમરણનું પુનરાવર્તન સમાપ્ત થાય. તે જ્ઞાનીજનોએ બોધ તેમજ કર્યો. ત્યાર પછી હું નિવાસે આવી. સ્નાનાદિથી પરવારી દક્ષા પાસે જવા બહાર નીકળતી હતી. નિવાસે રોજ બપોરે ૩ થી ૪ સ્વાધ્યાયના વર્ગો ચાલતા હોય છે. જે બહેનોને ખબર ન હતી તે બહેનો આવી ગયાં. તક્ષણ મને લાગ્યું કે આ પણ યોગ્ય થયું, એક કલાક સત્સંગથી મારું મન વિશેષ સ્વસ્થ થશે, અને બળપ્રેરક થશે. એટલે રોજની જેમ સ્વાધ્યાય સ્વસ્થ ચિત્તે કર્યો, અંતરમાં કંઈક છૂપી વેદના જરૂર હતી. પરંતુ એ એક કલાક બળપ્રેરક તો બન્યો જ. વીતરાગની વાણીમાં કેટલું યોગબળ છે તે ત્યારે સમજાયું. અને કરેલા સત્સંગનું માહાભ્ય વિશેષપણે અનુભવ્યું. દક્ષાની સ્થિતિ સ્વાભાવિકપણે ઘણી નાજુક હતી. તેમનું જીવન સાંસારિકપણે સુખદ હતું. બે દીકરા ૧૧ થી ૧૪ વર્ષના હતા. લોકઅભિપ્રાયે કાચો સંસાર હતો, અન્ય આર્થિક સંપન્નતા હતી. આમ જીવને એમ થાય કે બધું બરાબર ગોઠવાઈ ગયું છે. ત્યાં જ અશુભના યોગે ધારેલું ધૂળ થઈ જાય તેવી દશા હતી. સ્વજનના મૃત્યુ પછી કંઈ સંસારનો વ્યવહાર અટકી જતો નથી, તેનો ક્રમ ચાલતો જ રહે છે. એમ દક્ષાના જીવનનો વ્યવહાર ચાલતો હતો. સમસ્યાઓ ઊભી થતી, વળી સમાધાન થતું. બે દીકરાઓને હજી ભણાવવાના હતા; વ્યાપાર-ધંધે ચઢવાની એક દશકાની વાર હતી. દક્ષા પાસે વકીલાતની સનદ હતી. સૌની સલાહ હતી કે દક્ષા હવે વકીલાત કરે ત્યાં સુધી દીકરા તૈયાર થશે. અને દક્ષા પણ પ્રવૃત્તિમાં રહી ટકી શકશે. દક્ષા હજી નિર્ણય પર આવી ન હતી. આવી ચર્ચાઓ કુટુંબમાં અને મિત્રોમાં ચાલતી હતી. એક દિવસ વિભાગ-૧૧ ૨૯૨ મારી મંગલયાત્રા Page #318 -------------------------------------------------------------------------- ________________ તે મારી પાસે બેઠી હતી. મેં પૂછ્યું : “તું વકીલાત ન કરે તો તમારું જીવન નભે તેવું સાધન છે.” “હા.” ““હમણા રહીએ છીએ તે રીતે રહી શકીએ, થોડો ફેરફાર કરવો પડે, તે સિવાય કંઈ અગવડ નથી.” ' કહ્યું : “જો, બે ગાડી છે, ઘરમાં ડ્રાઈવર તથા બાઈ વિગેરે છે. સુખેથી ખાઈ-પીને રહી શકો તેમ છો તો પછી આ વકીલાતનો વળગાડ જવા દે. એ વળગણ પછી નહિ છૂટે. હવે જ્યારે આવી દુઃખદ પરિસ્થિતિ પેદા થઈ છે તો પુનઃ આવા દુઃખો ન આવે તે માટે ધર્મમાર્ગ ગ્રહણ કરે તો તારું કલ્યાણ છે. આઠ-દસ વર્ષે બાળકો કમાતાં થાય ત્યાં સુધી ઑફિસ ચલાવવી, કોર્ટમાં આંટા ફેરા કરવા તેમાં પણ કંઈ શાંતિ નથી મળવાની કે દુઃખ ઓછું થવાનું નથી; ખાલી મને ક્યાંક રોકાયેલું રહે. હવે મનને રોકવું છે તો ધર્મમાર્ગ ઉત્તમ છે. કદાચ થોડી કરકસર કરીએ તો પણ તેમાં હિત છે.” દક્ષાનો ધાર્મિકક્ષેત્રે પ્રવેશ: દક્ષાના શ્વસુર પક્ષનાં સગાંઓની, ત્રણે ભણેલાં નણંદોની સલાહ તો ઑફિસ વિગેરે ચાલુ રાખવાની હતી જેમાં બાળકોનું હિત હતું. પરંતુ પુણ્યયોગે દક્ષાને મારી વાત સમજાઈ. અને તેણે સાતેક દિવસ પછી નિવાસે સત્સંગમાં આવવાનું શરૂ કર્યું. વળી સદ્ભાગ્યે આ દિવસોમાં વિદુષી, વાત્સલ્યમય, પ્રસન્નવદના સાધ્વી પૂ. શ્રી નંદિયશાશ્રીજી ઉપસ્થિત હતાં. મને તેમની આધ્યાત્મિકતાનો પરિચય હતો. તેથી તેમના પ્રત્યે મને અહોભાવ હતો. દક્ષાને હું તેમની પાસે લઈ ગઈ. મારા મનમાંથી સહસા જ ઉદ્ગાર નીકળ્યા કે “હું તો જન્મદાતા મા છું, મારામાં રાગના ભાવ હોય તે સ્વાભાવિક છે. તમે ધર્મ-કલ્યાણદાતા મા છો, તમને સોંપું છું, તેને આત્મશાંતિ મળે તેમ તમારે સંભાળ રાખવાની છે.” કોઈ શુભ ઋણાનુબંધથી દક્ષાને તેઓની સાથે ખૂબ જ અનુકૂળ પડ્યું. તે આજે પણ તેમને ગુરુપદે માને છે અને માર્ગદર્શન મેળવે છે. તેમની સ્થિરતા હોય ત્યારે અને અન્યત્ર હોય ત્યારે તેમની પાસેથી બોધ મેળવ્યા કરે છે. થોડા પરિચય પછી તેઓએ દક્ષાને સચોટ બોધ આપ્યો કે “નિરંજનના મૃત્યુના ભાગે તને ધર્મપ્રાપ્તિ થઈ છે તેને હવે વળગી રહેજે.' દક્ષાની સ્મરણશક્તિ પણ સારી છે. આથી વળી મેં તેને પંચપ્રતિક્રમણ મારી મંગલયાત્રા વિભાગ-૧૧ ૨૯૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર, નવતત્ત્વ, તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ કરવા પ્રેરણા આપી. કારણ કે બાળવયમાં શીખેલું ઘણું ભુલાઈ ગયું હતું. એટલે પચિદિયસૂત્રથી શરૂ કરવાનું હતું. શોકગ્રસ્ત જીવનમાં જો શુભ પ્રવૃત્તિ ન હોય તો આર્તધ્યાનથી જીવન વિષાદમય બની જાય. મને એમ હતું કે થોડો વખત માનવસેવાનું કામ કરે અને થોડો વખત અભ્યાસ-સત્સંગ કરે. તેણે તેના મિત્રોને વાત કરી અને લગભગ પંદર જેટલાં બહેનો ભેગાં થયાં. સૌએ અભ્યાસ શરૂ કર્યો. લગાતાર પાંચ વર્ષમાં ઉપર મુજબ અભ્યાસ કર્યો. જોકે તેમાં માનવસેવાનું કાર્ય ગોઠવાયું નહિ, ખેર. હું તેને કહેતી, “વૈધવ્યમાં મેં ઘણું આર્તધ્યાન કર્યું છે, તેથી મારે તને આર્તધ્યાનથી શક્ય તેટલી દૂર રાખવાના ભાવ હોવાથી તેને ધંધાને બદલે આત્માર્થ તરફ લઈ જવા દોરવણી આપું છું. તારું સદ્ભાગ્ય છે કે તને સ્વરુચિ થઈ અને આ માર્ગે પ્રયાણ કર્યું.” આમ આત્મકલ્યાણને માર્ગે તેનું જીવન વહેતું હતું. ત્યાં પૂર્વકર્મ સંચિત અશાતાના ઉદયે તેને છાતીનું કેન્સર થયું. ધર્મના બોધથી રસાયેલું મન હોવાથી તેને અતિ લોભ ન થયો. નિરંજનના કેન્સરનો હેવાલ વાંચીને ગભરાઈ ગઈ હતી. પોતાના દર્દનો હેવાલ સ્વસ્થતાથી સ્વીકારી લીધો. મને કહે તમે મા છો પણ ફિકર ન કરતાં મારા મનમાં ભગવાન વસ્યા છે. જે કંઈ થશે તે સારું જ થશે. વળી તે દિવસોમાં પૂ. આ. શ્રી કલાપૂર્ણજીનાં તથા શ્રી રત્નસુંદરજીનાં આશીર્વચન મળ્યાં. નિદાન પ્રમાણે ઑપરેશન થયું. કેન્સરનું દર્દ ભયંકર છે, તેની સારવાર પણ ભયંકર છે. કિમોથેરેપીની દારુણ વેદનામાંથી શાંતિથી પસાર થઈ. કર્મના ઉદય આમ જ ભોગવાય તેવું દઢ મનોબળ હતું. અને નવકારમંત્રનું શરણ હતું એટલે સમતાથી સમય પસાર થયો. ક્યારેક આંતરિક મૂંઝવણ થાય ત્યારે ભક્તિની શ્રદ્ધાથી ટકી જતી. મિત્રો સત્સંગી હતા એટલે વાતાવરણમાં તેની સુવાસ હતી. સ્વજનો કે પુત્રો પાસે એ વિષે બહુ ચર્ચા ન કરતી. ડૉક્ટર કહે તે બધા ઉપાય કરતી. રમોના-અતુલે પણ તેની ખૂબ સંભાળ રાખી. વળી ત્રણ વર્ષ પછી દર્દની કંઈ અસર થઈ ત્યારે પણ એ જ સમતાથી સ્વીકારી લીધું અને સારવાર લીધી. સત્સંગી મિત્રો આવતા, ભક્તિપદો ગાતાં આમ તેનો સમય સાત્ત્વિક રીતે પસાર થતો હતો. પોતે સ્વસ્થ રહેતી એટલે કુટુંબીજનોને પણ સ્વસ્થતા રહેતી. વિભાગ-૧૧ મારી મંગલયાત્રા ૨૯૪ Page #320 -------------------------------------------------------------------------- ________________ આ દિવસોમાં મારે અમેરિકા જવાનું થયું. તે કહેઃ “મારા નિમિત્તે સત્સંગમાં અંતરાય ન કરતા. અહીં દીકરા, વહુ, ભાઈ, ભાભી અને મારા મિત્રો છે. તમે જરાય ફિકર ન કરતા.” અને હું અમેરિકા ગઈ. યદ્યપિ મનમાં દક્ષાની તબિયતનો વિકલ્પ ઊઠતો. ત્યાં વળી ત્યાંના મિત્રોએ ફોનનાં કાર્ડ આપ્યાં, આથી દર ત્રીજે દિવસે તેની સાથે વાત કરતી હતી. જોકે તેને દસ દિવસમાં સારું થયું હતું. આજ સુધી દરદ તો છે, સારવાર લે છે, સાથે ભક્તિ, સત્સંગ અને સંતસમાગમથી પ્રસન્ન રહે છે. આ દર્દ થયું તે પૂર્વે દક્ષાની પ્રેરણાથી તેના થોડા મિત્રો સત્સંગમાં તેની સાથે જોડાયા. આથી તેમની મંડળીએ લગભગ દસ વર્ષમાં યાત્રાઓનું આયોજન કર્યું. તેમાં લગભગ પૂરું રાજસ્થાન, ગુજરાત, ઘણુંખરું મહારાષ્ટ્ર અને અન્ય સ્થળોની દર્શનયાત્રાઓ અમારા સત્સંગ મંડળે સુંદર રીતે કરી. આ દરેક યાત્રામાં વડીલ જેવા ધર્મપ્રેમી શ્રી પદ્માબહેન અરવિંદભાઈ સાથે આવતાં. અરવિંદભાઈ શંખેશ્વરતીર્થના ટ્રસ્ટી હોવાથી અમને દરેક તીર્થમાં આદરભાવ અને ખૂબ સુવિધાઓ મળતી. પદ્માબહેન વડીલ તરીકે સૌની સંભાળ રાખતા. મારા પરના અહોભાવથી બધી જ ચર્યાની સંભાળ લેતા. પડછાયાની જેમ સાથે રહેતા. ત્યાર પછી નાની મિત્રમંડળીએ અમદાવાદનાં શહેરના દેરાસરોની યાત્રા પૂર્ણ કરી. આ કારણે તેનામાં ભક્તિયોગ વિકાસ પામ્યો, તેમાં તેના આત્માને ખૂબ શાંતિ મળી. સત્સંગ દ્વારા સમતા કેળવાતી ગઈ. નાનું મોટું તપ થતું ગયું. ભક્તિપદો શીખવાનો યોગ પણ મળી રહેતો, સત્સંગ તો હતો જ. પોતે પણ સ્વાધ્યાય કરાવે છે. આમ દુઃખદ પરિસ્થિતિને ગૌણ કરી આત્મકલ્યાણનો માર્ગ પકડી લીધો. આરંભાદિ કાર્યો ગૌણ થઈ ગયાં. પુન: નંદિયશાજીનો બોધ મળ્યા કરતો. આવું દર્દ છતાં હજી પણ ક્યાંય નવા તીર્થની વાત સાંભળે કે મિત્રોને લઈને દોડી જાય. એના મનમાં સદાય પ્રભુદર્શનની ઝંખના રહે. કેન્સરનું દર્દ છે, થોડી તકલીફ થાય પણ તીર્થયાત્રાનું તેને જબરું ઘેલું છે. એ કહે છે કે જાણે હજારો પ્રભુની પૂજા કરું ને પાવન થાઉં ! તેના ગુરુજી કહેતા, “દક્ષા, નિરંજનનું મૃત્યુ તને ધર્મની ભેટ આપી ગયું છે, હવે તું પાછી ન પડીશ. હું હવે શિષ્યાઓ કરતી નથી પણ તારા માટે એક જગા રાખી છે.” દક્ષા કહેતી : ““મારાં ભાગ્ય ઊઘડ્યા છે પણ મારી તાકાત તમારું વચન (ચારિત્રધર્મ) પાળવાની નથી. કેળવાય તેમ આશા રાખું છું.” મારી મંગલયાત્રા રહ્યું વિભાગ-૧૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ ભદ્રિક હોવાથી કષાયની મંદતાને કારણે તેની પાત્રતા વિકસતી જાય છે. વળી મારી સાથે ઉત્તમ મહાત્માઓ, આચાર્ય ભગવંતોનો પરિચય થતો ગયો. પૂ. શ્રી રત્નસુંદરજી, પૂ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી, પૂ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી, પૂ. શ્રી નરવાહનસૂરીશ્વરજી જેવા આચાર્યોનું પણ સાન્નિધ્ય મળવાથી જીવનમાં પ્રસન્નતા પાંગરી તે મહતુ પુયોગ થયો. વળી ઑફિસનાં કાર્યોમાં કંઈ ગરબડ થતી. તેથી તે કાર્ય બંધ કર્યું. નાનામોટા અન્ય સંઘર્ષો-પ્રસંગો બનતા, પરંતુ તેમાં તે સમાધાન મેળવી લેતી, ગુરુજનોના બોધથી આર્તધ્યાન ગૌણ બનતું. બીજી મોટી તકલીફ ન હતી. મિત્રો સાથે સત્સંગના નાતે બંધાયેલી એટલે એ સંબંધો નિર્દોષ હોવાથી તેનો સમય પ્રસન્નતાથી પસાર થાય છે. - ૨૦૦૫ના એપ્રિલના મોટર-અકસ્માતે મને ગંભીર ઈજાઓ થવાથી મારી બીમારી ચારથી છ માસ સુધી રહી, ત્યારે તેણે સતત સાથ આપીને સવિશેષ મારું આરાધનાનું બળ જળવાય તે રીતે રોજનાં અનુષ્ઠાન કરાવવાં, સ્વાધ્યાય કરવો અને સારવાર કરવામાં ઘણો શ્રમ લીધો. જોકે તે શ્રમ ગણાતો નથી, પણ હાર્દિક ભાવ હતો. તે દિવસોમાં પૂ. દીદીનો મારી સ્વાથ્ય-કુશળતાનો સાત્ત્વિક ભાવભર્યો પત્ર હતો. વળી તેમાં આત્મિક બળપ્રેરક બોધ હતો, અને સેવા કરનાર માટે એક સુવર્ણ જેવું વચન હતું કે : “તમારી સેવા કરનારને સત્સંગનો લાભ છે.” આમ દક્ષા તથા અતુલ-રમોના સૌ એ જ ભાવે સેવા કરતા હતા. માની સેવા સાથે ભક્તિસત્સંગ એમ ત્રિવેણી સંગમનો એનો ભાવ મને પણ લાભદાયક હતો. દક્ષાનો આ પ્રસંગ લખવાનો ઉદ્દેશ મને બોધદાયક જણાયો છે. સંસારમાં મહદ્અંશે જીવમાત્ર વધતા સુખને ઈચ્છે, મળેલા સુખને જાળવવા ઈચ્છે, અને તેમાં ભોગવવાનું સુખ માને આવું છતાં એ સુખ કેટલી શીઘ્રતાથી દુઃખમાં ફેરવાઈ જાય છે ! સવિશેષ એવી પરિસ્થિતિમાં ધર્મ જે આત્મશક્તિરૂપ અને શુદ્ધિરૂપ છે તે જ જીવને શાંતિ આપે છે. તે આ પ્રસંગમાં સમજવા જેવું લાગવાથી અત્રે પ્રસ્તુત કર્યું છે. આપણે સાંભળીએ છીએ કે દેહ તો રોગનું નિવાસસ્થાન છે. વિનશ્વર છે પણ તેવો બોધ પરિણમવો તે સંત-સમાગમે જ સમજાય છે. અને તેવા યોગ જે જીવોને મળે છે તે જીવો એવા ભાવને ટકાવી રાખે છે. જેના કારણે જીવતા કે મરતા સમતા રહે છે. વિભાગ-૧૧ ર૯૬ મારી મંગલયાત્રા Page #322 -------------------------------------------------------------------------- ________________ રોજ નિયમિત પ્રતિક્રમણ, સામાયિક, પૂજાભક્તિ, સત્સંગયાત્રા, અનુષ્ઠાન સઉલ્લાસ કરે છે. સ્વાધ્યાય કરવો અને કરાવવો તેને ખૂબ અનુકૂળ છે. ભક્તિયોગમાં તેની વધુ સ્થિરતા છે. તીર્થાટન એ એનો જીવનનો લ્હાવો છે. ૨૦૦૫ની આખરમાં મારી બીમારીમાં તત્ત્વના ગ્રંથોનું વાંચન કર્યું. અને શ્રી ગોકુળભાઈની કેસેટો સાંભળીને તેની તત્ત્વવિષયક દૃષ્ટિ પણ વિકાસ પામી છે. શ્રી ગોકુળભાઈના સ્વાધ્યાયમાં જવાથી તેને દેહ-આત્મા ભિન્ન છે, તેમ જાણવું, તે વાત સમજાતી જાય છે. આથી અંતરમાં દર્દ માટે રહેલો છૂપો ભય શાંત થયો તેમ તે કહે છે. શ્રી ગોકુળભાઈ નિવાસે આવે ત્યારે અવારનવાર મળવાનું થાય છે. ત્યારે તેઓ તેને આ દષ્ટિથી પ્રાયે બોધ આપે છે. શ્રી ગોકળભાઈ સ્વયં દ્રવ્યદષ્ટિના અભિગમવાળા છે. “સ્વભાવના આશ્રયે ધર્મ થાય તે તેમનો વારંવારનો વિષય હોય છે. હું પરમાં કંઈ કરી શકું છું આ ભ્રમણા છોડી દો તો બધા વિકલ્પ ટળી જશે. તે દૃષ્ટિ કેળવવા તેવો સમાગમ રાખવો અને સત્યતત્ત્વની શ્રદ્ધા કરવી, માર્ગ આ રીતે છે. તેમ તેઓ ભારપૂર્વક કહે છે.” શ્રી ગોકળભાઈના સમાગમથી તેને ઘણો લાભ થયો, ચિત્તની પ્રસન્નતા ટકી જાય છે. અને આત્માને દર્દ નથી તે દેહથી અને દર્દથી જુદો છે તે વિચારબળને કેળવતી જાય છે. અમે મા-દીકરી ધર્મચર્યામાં સરખી પદ્ધતિનાં હોવાથી અમારી સાધનામાં અન્યોન્ય પૂરક થવાનું બને છે, તેથી અમે મળીએ ત્યારે સાંસારિક, વ્યવહારિક વાતો અતિગૌણ હોય, કે પ્રસંગોપાત્ત હોય. તે સિવાય મુખ્યત્વે સત્સંગ, વાંચન અમારું માધ્યમ હોય છે. અર્થાત્ અમે કલ્યાણમિત્રોની જેમ રહ્યા છીએ. આમ સાતેક વર્ષ થયાં ને શાલીન મોટો દીકરો એલએલ.બી. થયો. દક્ષાએ વિચાર્યું કે અમેરિકા જઈને એલ.એલ.એમ. કરે તો સારું. જોકે એટલું મોટું ખર્ચ કરવાની થોડી તકલીફ હતી. પરંતુ તે જોગવાઈ મિત્રો દ્વારા થઈ, અને એક વર્ષમાં દીકરો અમેરિકા કોલંબસ યુનિ.માં ભણીને આવ્યો. તે દરમ્યાન તેનાં લગ્ન થયાં, અને અમેરિકા બરાબર ગોઠવાયું નહિ તેથી પાછો અમદાવાદ આવ્યો. પિતાજીની જેમ કુશળ વકીલ તરીકે ખ્યાતિ પામતો જાય છે. તે દરમ્યાન બીજો દીકરો વિરલ એલએલ.બી. થયો. દક્ષાએ હિંમત કરી મિત્રોની સહાયથી તેને પણ અમેરિકા હાર્વર્ડ યુનિ.માં ભણવા મોકલ્યો. મારી મંગલયાત્રા ૨૯૭ વિભાગ-૧૧ Page #323 -------------------------------------------------------------------------- ________________ તે પણ સારી રીતે ભણીને આવ્યો. કુશળ વકીલ તરીકે તે પણ સંપન્ન થયો. દરેકના દેવા પણ ચૂકવાઈ ગયા. પ્રારંભમાં લાગતું કે દક્ષા ખોટી હિંમત કરે છે. પરંતુ બધું ગોઠવાઈ ગયું. વિરલનાં લગ્ન થયાં, તે સંસારમાં ગોઠવાઈ ગયો. સંસારના પ્રસંગોમાં શુભયોગ હોય એટલે જીવને લાગે કે સંસારમાં બધું બરાબર ગોઠવાઈ જાય છે. વિચાર કરીએ તો વર્ષો પહેલાં દક્ષાનિરંજનને લાગેલું કે જીવન વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે, ત્યારે પણ પ્રસંગો તો બનતા જ હતા. તેઓને જુદા રહેવાનું થયું. ત્યારે કંઈ નિરંજનની સાધનસંપન્નતા ન હતી. વળી તેમના પિતા આદર્શવાદી હતા. તેથી નિરંજનને જાતે જ પગભર થવાનું હતું. ભાગ્યયોગે નિરંજન ચાર-પાંચ વર્ષમાં જ સારી રીતે વ્યાપાર વિકસાવી શક્યા. પોતાનો બંગલો-ઑફિસ વગેરેની જોગવાઈ થઈ અને લાગ્યું કે હવે જીવન યોગ્ય રીતે ગોઠવાઈ ગયું છે ત્યાં તો નિરંજનને કાળે ઉપાડી લીધા. સારું એવું ખર્ચ પણ થયું હતું. છતાં દક્ષા સારી રીતે રહે તેવું તો હતું. છતાં દુઃખ તો યાદ આવતું તે સ્વાભાવિક હતું. પૂર્વસંચિત કર્મ ભોગવ્યા વગર કોણ છૂટ્ય છે ? વળી દીકરાઓ ભણીને તૈયાર થયા. લાગ્યું કે વળી બધું ગોઠવાઈ ગયું છે. નિરંજનની ખોટ તો ખરી. છતાં સાંસારિકપણે પુનઃ સંપત્તિસંપન્નતા ગોઠવાતાં ગયાં ત્યાં તો પોતે કેન્સરની બીમારીમાં પટકાઈ ગઈ. આમ સંસારમાં કશું જ સ્થાયી નથી. ધર્મવત્સલ પૂ. શ્રી નંદિયશાજીનો અભ્યાક્ષરી પરિચય તથા બોધઃ અમારાં સ્વર્ગસ્થ સત્સંગી મનોરમાબહેન પૂ.શ્રીના પરિચયમાં આવ્યાં હતાં. તેઓ ચારૂપ ચાતુર્માસ હતાં, ત્યારે અમે દર્શને ગયાં હતાં. ત્યારે તેઓની કથંચિત ત્રણ દસકાથી થોડી વય વધુ હશે, પરંતુ તેમની વાણીની વિદ્વત્તા, પ્રખરતા છતાં મુધરતાનાં દર્શન થયાં, પ્રથમ દર્શને જ મારું મન તેમના પ્રત્યે આદરભર્યું બન્યું. ત્યાર પછી તેઓ અમદાવાદ આવ્યાં. અમે સત્સંગીમિત્રો તેમની પાસે અભ્યાસ કરતા. તેમની શૈક્ષણિક પદ્ધતિમાં સ્પષ્ટતા અને શ્રદ્ધાનાં દર્શન થયાં. વળી જયારે દક્ષાના પતિ નિરંજનનું અવસાન થયું, દક્ષાને માથે દુ:ખ આવી પડયું. મેં પ્રથમ દિવસથી જ તેને સત્સંગમાં વાળવા પ્રયત્ન કર્યો હતો. પણ તોય માની સગાઈ. મને લાગ્યું કે તેને ત્યાગ, વૈરાગ્ય અને વાત્સલ્યભાવવાળા સંતના સમાગમની જરૂર છે. આથી હું તેને પૂ. વિભાગ-૧૧ ૨૯૮ મારી મંગલયાત્રા Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિયશાજી પાસે લઈ ગઈ, અને મેં કહ્યું હું જન્મદાત્રી છું તમે ધર્મદાત્રી મા છો, તમને સોંપું છું. દક્ષાએ પણ શિર નમાવી વાત સ્વીકારી લીધી. તેમણે દક્ષાનું ઘડતર આ રીતે કર્યું. તે તેના દ્વારા જ જોઈએ. દક્ષાનો અહોભાવ : પૂ. નંદિયશાજીની વાત પ્રભુકૃપાથી એટલી સહજ રીતે સ્વીકારાઈ ગઈ એમાં પ્રભુસંકેત હતો. માએ તેઓશ્રીનો પરિચય કરાવ્યો ત્યારે હું ઈષ્ટવિયોગને કારણે અત્યંત અશુભધારામાં હતી. ત્યારે આર્તધ્યાન જેવો શબ્દ પણ ખબર ન હતી પરંતુ મને તેમની પ્રસન્ન મુદ્રા સ્પર્શી ગઈ. આવું જીવન પ્રત્યેનું તદન વિધેયાત્મક વલણ મારા સાંસારિક અનુભવમાં આવ્યું નહોતું. તેઓશ્રીનો પરિચય વધતાં તેમનો એક બોધ મનમાં બરોબર ગોઠવાઈ ગયો કે નિરંજન મરતો ગયો પણ તને સાચું જીવન આપતો ગયો. માટે ધર્મ એવો કરજે કે જે બીજાને પણ કરવા જેવો લાગે. તેઓશ્રી હંમેશાં કહે છે કે ધર્મ તો પ્રશંસનીય હોય, પ્રદર્શનીય ન હોય. જ્યારે પણ તેમની નિશ્રા મળે ત્યારે એવો બોધ આપે કે આપણને જગતમાં દુઃખ જેવી વસ્તુ લાગે જ નહિ. તેઓ ગમે તે સમસ્યા પોતાની આગવી કળાથી એવી ખોલી નાખે કે આપણા જીવનનું વહેણ બદલાયા વગર રહે જ નહિ. તેમની પ્રસન્નતા અતૂટ છે પછી એ ગમે તે સમય હોય કે પછી કોઈ પણ પ્રકારના પ્રતિકૂળ સંજોગો, જેવા કે કોઈ અશાતાનો ઉદય. મને હંમેશાં કહે કે “મને કોઈ અસાધ્ય રોગ થાય તો મારા એક પણ રૂંવાડામાં તે અંગે જરા પણ ક્ષોભ ઉત્પન્ન ન થાય. બધાંને ગમે તેવા સંજોગોમાં તેમાંથી સારી જ વસ્તુનું પાસું બતાવે. અમને બધાને કહે કે વિચારજો કે લોકોમાં દોષ હોય છે કે તમને દોષ જોવાની ટેવ પડી ગઈ છે !' - દરેકના જીવનમાં ખૂબ ઊંડો રસ માતાના વાત્સલ્યપૂર્વકનો લે. દરેક મળનાર વ્યક્તિને તેઓશ્રી પોતાના હોય તેવી પ્રતીતિ થયા વગર ન રહે. મારા ૧૬ વર્ષના પરિચયમાં એમના મુખની પ્રસન્નતામાં કોઈ ફેરફાર મેં નથી જોયો. તેમનાં જીવનમાં પણ તેમના સ્નેહીઓના વિયોગના પ્રસંગો આવ્યા છે પરંતુ તેઓએ એ વાત આત્મસાત કરી છે કે જે સંયોગમાં વિયોગનાં દર્શન કરી શકે છે તે કોઈ પણ પ્રસંગનો જીવનમાં સહજ રીતે સ્વીકાર કરી જ શકે છે અને તે જ જ્ઞાનીનું લક્ષણ છે. મનુષ્યજીવન મળ્યું છે તો પરિવર્તન કરવા, નહિ કે પુનરાવર્તન કરવા. જીવનના બધા જ પ્રસંગોમાં સમાધાન શોધી આપે તે જ સત્યધર્મ - આવો તેમનો આત્મલક્ષી મારી મંગલયાત્રા ૨૯ વિભાગ-૧૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ બોધ છે. નિવાસે તથા અન્યત્ર સત્સંગ સ્વાધ્યાય : ૧૯૮૪/૮પથી સામાજિક પ્રવૃત્તિઓથી મુક્ત થઈ, પછી શ્રી ઈડર ઇત્યાદિ સ્થળે નિવૃત્તિ માટે જતી, પરંતુ જ્યારે નિવાસે હોઉં ત્યારે અમે બહેનો સ્વાધ્યાય કરતાં, ત્યારપછી લગભગ ૧૯૮૮માં કોબા આશ્રમથી નિવૃત્ત થઈ પછી કેટલાક સત્સંગીઓની ભાવનાથી સવારે સપ્તાહમાં ત્રણ દિવસ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનું ઉત્તમ ભાવાત્મક શૈલીથી અધ્યયન શરૂ કર્યું હતું, તે હજી પણ ચાલુ છે. બપોરના સ્વાધ્યાયમાં સૂત્રો, શાંતસુધારસ, પ્રશમરતિ જેવા ગ્રંથોનો અભ્યાસ થતો. વળી સવારે સૂત્રો તથા તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ કરનારો એક વર્ગ હતો. આ વર્ગોમાં કસોટીપત્ર રાખવામાં આવતું એ રીતે નિવાસે આવતાં પચાસ જેવા સત્સંગીઓને તત્ત્વાર્થનો અભ્યાસ થવાથી તત્ત્વદષ્ટિ પ્રત્યે રુચિ પેદા થઈ છે. સવારના તત્ત્વાર્થસૂત્રના વર્ગમાં વિશેષ કરી દક્ષાના મિત્રોની હાજરી રહેતી. આ ઉપરાંત પૂ. શ્રી નંદિયશાજીના આદેશથી જૈનનગરમાં સામાયિક મંડળમાં, અને જૈન મરચન્ટ સોસાયટીના સામાયિક મંડળમાં વર્ગો ચાલે છે. અમારા સહાધ્યાયીઓ ૨૫૦/૩૦૦ જેટલાં છે, જેઓ ઉલ્લાસપૂર્વક વર્ગમાં અભ્યાસ કરે છે. આ સૌ સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિ ગુરુકૃપાની પ્રસાદી છે. આથી સૌમાં સાત્વિકભાવનું સર્જન થયું છે. જેને કારણે અન્યોન્ય ઉપકારકભાવ પણ વિકાસ પામ્યો છે. વળી અનુકૂળતાએ ઈડર, પાલીતાણા જેવાં સ્થળોએ નિવૃત્તિ અને મૌન સાધના કરવાનું થતું. ચાર માસ પરદેશમાં મારો સાધનાક્રમ જળવાતો; મૌન, લેખન, શાસ્ત્રવાચનનો ઘણો અવકાશ રહેતો. અમદાવાદમાં ઉપર પ્રમાણે સાધના થતી રહે છે. છતાં પૂર્ણતા પામતા સુધી આ સર્વ અતિ અલ્પ જ છે તેમ સમજવું અને વિશેષ સન્દુરુષાર્થમાં લાગવું. અમારા આ વર્ગોના શિક્ષણથી પાંચ-સાત બહેનો સ્વાધ્યાય-વર્ગો ચલાવવાની ક્ષમતા ધરાવે છે. દક્ષાબહેન પણ વર્ગો ચલાવે છે. નિવાસે આવતો સત્સંગી સમુદાય અને સોસાયટીના સામાયિક મંડળનો સમુદાય લગભગ એક જ પ્રણાલીનો છે. જેમાં ક્રિયાની વિશેષતા હોય છે. આથી મને સરળતા એ રહી તેમની પાસે અનુષ્ઠાન હતાં. તેમાં શુદ્ધિ અને સ્વરૂપલક્ષ્ય કરવા તત્ત્વદષ્ટિને પૂરક કરવાની હતી. તે માટે પ્રથમ નવતત્ત્વ, તત્ત્વાર્થસૂત્રના અભ્યાસનું મહાભ્ય સૌને સમજાવ્યું. પછી વિભાગ-૧૧ મારી મંગલયાત્રા ૩OO Page #326 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વદૃષ્ટિયુક્ત અધ્યાત્મસાર જેવા ગ્રંથોના સ્વાધ્યાયથી તત્ત્વદૃષ્ટિનું મુખ્ય હાર્દ સમજાવ્યું. જેમાં સમ્યક્ત્વની મુખ્યતા માટે તેને પૂરક સ્વાધ્યાય થતા. આથી આ સત્સંગી-સમૂહમાં આંશિક પણ સંતોષજનક તત્ત્વબોધથી રુચિ પેદા થવા પામી તે આ વર્ગોની સફળતા છે. સાથે સાથે જીવનમાં સમતા, ઉદારતા, સંઘર્ષો નહિ પણ સમાધાન શોધવું એવી દષ્ટિ મળી. રોજિંદા જીવનમાં પણ શાંતિ, સંતોષ પેદા થયાં. આથી માત્ર ક્રિયાવૃદ્ધિને બદલે તેઓ સૌમાં ગુણવૃદ્ધિ પ્રત્યે બોધ પરિણામ પામ્યો તેનો આનંદ છે. કેટલાક તો ઉત્તમ તપસ્વી છે. જ્ઞાનીજનો કહે છે તેમ પ્રવૃત્તિ સમ્યગુ હોવી જરૂરી છે. અને નિવૃત્તિમાં મનાદિયોગની ગુપ્તિ જરૂરી છે, તેને માટે મૌન અને ધ્યાનની સાધનાનો અવકાશ મળી રહે છે. વળી અમારાં મંડળો તીર્થયાત્રાઓ યોજે ત્યારે ભક્તિભાવના ઉત્તમ કરે. બધું જ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત આયોજન હોય છે, પ્રસન્નતાભર્યું વાતાવરણ હોય છે. અમારી યાત્રામાં સૌ સવાર-સાંજ પ્રતિક્રમણ કરે, બપોરે સ્વાધ્યાય. વાહનમાં ભક્તિપદો ગવાય. વાહનમાં ક્યાંય સાંસારિક વાતો થાય તેણે દસ-વીસ રૂપિયા દાન કરવાનું હોય છે. દેરાસરમાં સાંજે ભક્તિ પછી ધ્યાનમાં બેસવાનું હોય છે. ગાંધાર તીર્થમાં ભક્તિ પછી સૌ શાંત થઈ બેઠાં હતાં. અરિહંતનું ધ્યાન કરવાનું અવલંબન લીધું હતું. પૂજારીજી પણ બેઠેલા, સૌ એવા ધ્યાનમગ્ન થયાં કે ૯ થી ૧૦-૩૦ કંઈ જ ચંચળતા ન થઈ. સૌને આનંદનો અનુભવ થયો જે જીવનમાં એક સ્મૃતિ બની ગઈ. એક વાર મહુવામાં શ્રી નેમનાથ પ્રભુની ભક્તિ કરી સૌ શાંત થઈ ગયા. ભક્તિ-ગીત-ગુંજનના અવલંબનમાં ખોવાઈ ગયાં. એક કલાક પછી સૌ ઊઠયાં, સૌને શાંતિનો અનુભવ થયો. વળી મુનીમજી કહેવા આવ્યા : અમે તો પ્રથમ વાર દેરાસરમાં આવું વાતાવરણ અનુભવ્યું. તમે સૌ અહીં રહી જાવ અને સવારે આ જ પ્રમાણે ભક્તિ કરો... અમને પણ શીખવા મળે. અમારા સત્સંગી સમૂહમાં આવા ચિરસ્થાયી અનુભવો થાય છે તેથી સૌના જીવનમાં પરિવર્તન થવાની મોકળાશ રહે છે. આ સત્સંગીઓ વ્યક્તિગત રીતે પોતાના અનુભવ જણાવે ત્યારે સમજાય છે કે સૌને અંતર્મુખતા પ્રત્યેનું વલણ સમજાયું છે. મારી મંગલયાત્રા ૩૦૧ વિભાગ-૧૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મનોરમાબહેનનું જીવનપરિવર્તન અને મનોબળ : ગર્ભશ્રીમંત કુટુંબનાં મનોરમાબહેનનું જીવન પૂરા સંસારી ક્રમથી વહેતું હતું. ત્યાં જડબાના કેન્સરની ભયંકર વ્યાધિ થઈ. તેમાંથી તેઓને અંતર અવાજ આવ્યો કે હવે કંઈ ધર્મનું શરણું લે. ક્યારે પણ સાધુજનોનો સમાગમ નહિ. એટલે ક્યાં જવું ! ત્યાં વળી પ્રજ્ઞાબહેન નાણાવટીનો મેળાપ થતાં, તેમની પાસેથી વિગત મેળવી તે મારા નિવાસે સત્સંગમાં આવવા લાગ્યાં. અને જિનવાણી, જિનભક્તિના ભાવ જાગ્રત થતાં તેને અનુસરવા લાગ્યાં. વળી તેમણે પૂ. શ્રી નંદિયશાજીનો પરિચય થતાં. તેમણે મને તેઓનો પરિચય કરાવ્યો હતો. પોતે તેમની પાસેથી માર્ગદર્શન મેળવતા હતા. હું કહું “મોડા જાગ્યા છો એટલે વધુ પુરુષાર્થ ઉપાડવો. અને માર્ગાભિમુખ થવા ઔચિત્ય વ્રત, નિયમ, આવશ્યક ક્રિયાઓ શાસ્ત્રવાંચન દઢપણે નિયમિત કરવા લાગ્યા. કહો કે મંડી પડ્યા. વચમાં વ્યાધિનો ઉપદ્રવ સમતાથી સહી લેતા. વળી સર્જરી કરાવવાની થઈ, ત્યારે કહે કે હું રોજ પ્રાર્થના કરું છું કે મને અમેરિકા ન લઈ જાય. અમદાવાદ સર્જરી થાય તો તમારો સમાગમ મળતો રહે અને તેમની પ્રાર્થના ફળી. તે દિવસોમાં હું કોબા આશ્રમમાં રહેતી. સર્જરીના એક સપ્તાહથી રોજે એક કલાક આવતાં. બાર ભાવનાનું શ્રવણ કરતાં. સર્જરી થઈ ભાનમાં આવ્યાં. કહે કે બહેનને બોલાવી લાવો. હું ત્યાં ગઈ. મને ઇશારાથી કહે મને પદ સંભળાવો. વેદના છતાં તેમનું મનોબળ આવું હતું. કોઈ વાર નાની સર્જરી થઈ હોય તો ઘરે જવાને બદલે સ્વાધ્યાયમાં આવે. કહે: આ શ્રવણમાં દેહાધ્યાસ છૂટે છે. મને આનંદ આવે છે. શક્ય હોય તો તીર્થયાત્રા કરે. પાલીતાણા તો મને સાથે લઈને જાય. મારી સેવા સેવકની અદાથી કરે. નમ્રતાથી બોધ ગ્રહણ કરવો તે તેમની શ્રીમંતાઈ હતી. બહેન, તમે મળ્યા મારું જીવન ઊજળી ગયું.' પછી તો અમે સાધુ-ભગવંતોની પાસે પણ જતા. પૂ. આચાર્ય ભગવંત પાસે તેમણે સ્પષ્ટ રીતે સ્વમુખે કહીને ભવ આલોચના લીધી. આમ કરેલાં પાપો પખાળ્યાં. ભાવિ પાપોમાં જાગ્રત થયાં. ભવ સુધારી લીધો. દેવગુરુકૃપાને પાત્ર થયાં. વિભાગ-૧૧ મારી મંગલયાત્રા Page #328 -------------------------------------------------------------------------- ________________ આખરી વ્યાધિ તો જાણે તેમને કસી લેવા ચારે બાજુથી વીંટળાઈ વળ્યો. ભયંકર વેદના. મુખની જીભ તો બહાર નીકળી આવી. પેટે કાણું પાડી પાઈપથી ખોરાક આપે. આવી અસહ્ય વેદના છતાં મને રોજ ગાડી મોકલી બોલાવે. એક કલાક પ્રસન્નતાથી સ્વાધ્યાય સાંભળે. કોઈ વાર તેમને વાંસે, પગે હાથ ફેરવું.. તેમને શાતા મળતી હોય તેમ શાંતિ અનુભવે. વેદના અસહ્ય બનતી હતી. તેમની નર્સ પણ કહેતી : તેમનાં કર્મો બધાં ખપી જવાનાં છે એટલે ભગવાને આટલી વેદના આપી હશે ? એક વાર લખીને કહે : આપણા બધા સ્વાધ્યાયી મિત્રોનો સ્વાધ્યાય મારી પાસે રાખો. અમે એ પ્રમાણે દિવસ નક્કી કર્યો, તેમના નિવાસે પહોંચ્યાં. તેઓ સાડીમાં સજ્જ થઈને બેઠાં હતાં. સૌને પ્રસન્નતાથી આવકાર આપ્યો. સ્વાધ્યાય ભાવપૂર્વક સાંભળ્યો. - ત્યાર પછી એકાદ સપ્તાહ તેઓએ બીમારી ભોગવી ચિરવિદાય લીધી. સત્સંગી તરીકે સદાય પ્રસન્નતા અને તેમની નમ્રતા અમારા દિલમાં અંકિત છે. સત્સંગીઓનો નવરત્ન દરબાર : સત્સંગના વડલાની વિશાળ શાખાઓ પર અમારા પાત્રોસત્સંગીઓની અનેરી આભા છે. મારી ચિત્ત સ્મૃતિ પર તેમનો આદર અંકાયેલો છે. કોના ગુણ ગાઉં ! કોઈક તો તપસ્વીઓ છે, તો કોઈક સેવાભાવી, તો વળી કોઈક અભ્યાસી, કોઈક ભજનીક, કોઈક વ્યવસ્થા શક્તિ ધરાવે, કોઈક વડીલો સૌને વાત્સલ્ય આપે. કોઈક ત્યાગી કોઈક વૈરાગી, કોઈક સ્વાધ્યાય કરે કરાવે. આમ નવરત્ન કહું તો વાત મોટી જણાય, અને તેનો વાંધો શો ? જયાં ગુણ છે ત્યાં ગ્રાહકતા હોવી જરૂરી છે. કપુબહેન-કલ્પના બાળબ્રહ્મચારી, જીદંગી સુધીના આહારની દસ વસ્તુ તેમાં શાક દૂધી અને કાકડી. ફળ કેરી અને કેળાં, તળેલું અને ચોપડેલું ત્યાજ્ય. બાકી રામ રામ. તે દિવસે કંઈ તિથિ ન હોય અને દેરાસરમાં પ્રભુ સામે હાથ જોડી પચ્ચકખાણ માંગે, શાનું ! છઠ્ઠનું ! શું છે ? પ્રભુના તપોબળે પ્રેરણા આપી. સાધ્વીજનોની વૈયાવચ્ચમાં બધા ક્યું ને જાણે. એવા કામ હોય ત્યારે એ ચાલે નહિ દોડે. મને પગ દબાવવાની ટેવ નહિ. પણ એ તો પગ પાસે બેસીને હાથ પ્રસારે. મને કહે મારા પગ દૂખતા મટી જાય છે. હું કહું તારા આયંબિલ જોઈ મને આયંબિલ થાય છે. મારી મંગલયાત્રા ૩૦૩ વિભાગ-૧૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ એકવાર કહે અત્યાર સુધી બહાર દોડીને ધર્મ માન્યો હતો. તમે તો મારી આંખ ઉઘાડી, “ક્યુ” અંદર જાવ આત્માનો ધર્મ આત્માના સમભાવમાં છે.” હવે તમારો સાથ કેમ છૂટે ? બધાં જ સત્સંગીઓએ તત્ત્વાર્થ શીખવામાં સમ્યકત્વની ભાવના પાકી કરી લીધી છે. એ વાત ઘૂટયા કરે છે. આથી તો તાત્વિક શાસ્ત્રોના અધ્યયનમાં હોંશભર્યા આવે છે. સ્વ-પર શ્રેયમાં સૌ હાથ મિલાવે છે. એકવાર મેં કથા કરી હતી કે ભરયુવાનવયે ઉજમફઈના પતિ ગુજરી ગયા પણ શત્રુંજયના નવ્વાણુની ભક્તિ કરવા દાદા પાસે રહી ગયા. ભક્તિ ન ત્યજી લોકવ્યવહાર ત્યજ્યો. આ વાત જાણે ચરિતાર્થ થઈ હોય તેમ બન્યું. અમારા સત્સંગી કિરીટભાઈ સંઘવી બાસઠ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી હમણાંજ એકા-એક અવસાન પામ્યા. તેમની પત્ની લતાએ આ ઘટના સહેજે સ્વીકારી લીધી. સ્વસ્થચિત્તે પતિને વિદાય આપી. હું ગઈ ત્યારે તેના મનના ભાવ કેવા ! સંત-બહેન આવે રડાય કેમ ! દર વખતે જાઉં અને જે પ્રસન્નતાથી બેસે તેમ બેઠી. સત્સંગ સાંભળ્યો. બહેન ભરયુવાનીમાં આપે અમારો હાથ પકડયો, સોળ જેવા વરસથી સત્સંગના પાઠો ભણાવ્યા. તેમાં ઉપકાર આજે સમજાય છે. કે આપે આત્મિક વાતો કેવી લૂંટાવી હતી ?” લતા તું કયારેક પૂછતી કે બહેન માયા કેમ જતી નથી” હું કહેતી સત્સંગથી છૂટવાનું સેવન થઈ રહ્યું છે. તે સમય આવે અવાજ આપશે. આજે ખરેખર એ માર્મિકતાના દર્શન થયા. લતા-કિરીટભાઈ ૧૯ ઓગષ્ટના પર્યુષણ કરવા મુંબઈ જવાના હતા. લતાના ગુરુમાર્ગદર્શક મુંબઈમાં. સરયૂબહેન છે. તે કહેતી માટે અમદાવાદ-મુંબઈ એક જ રાશિના ગુરુનો સુમેળ છે. યોગાનુયોગ ૧૯મીએ સવારે જ કિરીટભાઈએ ચિરવિદાય થયા. સાંજે ત્યાં ગઈ ત્યારે લતા કહે કે આજે મુંબઈ સરયુબહેન પાસે પર્યુષણ આરાધના માટે જાઉં છું. ત્યારે મને ઉજમ ફઈ યાદ આવ્યા. મેં કહ્યું લતા સત્સંગ ફળવાન થાય છે તે સમજાયું ને ? લતાએ સ્વસ્થતાપૂર્ણ પર્યુષણ આરાધના કરી. આવા છે અમારા સત્સંગીઓ. દીલીપ કહે “હા આમ જ જવાનું છે. એટલે અમે પણ ભાભીની જેમ અહીં પર્યુષણમાં આરાધના કરીશું. અને આઠ દસ દિવસ તેણે પણ સંસાર, વ્યવહાર, વ્યાપારને ગૌણ કરી સ્વસ્થચિત્તે સૌની સાથે આરાધના કરી. વિભાગ-૧૧ ૩૦૪ મારી મંગલયાત્રા Page #330 -------------------------------------------------------------------------- ________________ આમ સત્સંગીઓ હવે અંતરથી અને બહારથી સંસારના કાર્યોને ગૌણ કરી અંતરંગ પ્રેરણામાં વૃદ્ધિ કરતા જાય છે. તે તાદશ્ય થતું જણાય જન્મ, જરા, મરણ, શોક દેહાદિના ધર્મો છે. જયારે તેવી આપત્તિ આવી પડે ત્યારે સૌની પાસે સત્સંગની ઢાલ છે તે અનુભવાય છે. વચમાં આપણે મનોરમાબહેન દક્ષાબહેન વિગેરેના પ્રસંગો પણ જો યા. પલ્લવીબહેનની યુવાન દિકરી પૂર્વીના મૃત્યુના ઘાને શમાવી પાલીતાણા પ્રભુભક્તિમાં પહોંચી ગયા હતા ને આવા કેટલાના ગુણ ગાઉં? આ પુસ્તકના પ્રકાશનનો આદર-પ્રેમપૂર્વક સેવાભાવથી શ્રમ કરનાર જ્યોતિ-પરાગભાઈનો બાવીસ વર્ષનો યુવાન સુપુત્ર મલ્હાર ચિર વિદાય થયો. એ દુઃખદ સમાચારથી પરિચિત સૌને આઘાત લાગ્યો તો પછી જે સ્નેહના ધાગે બંધાયા છે તેવાં સંસારમાં આવા સમયે કોને દુઃખ ન થાય ? પણ આ એક સત્સંગનું પાન સૌને માટે અમૃત બનતું જાય છે. આમ જ આપણે જવાનું છે, તેમ મનમાં રણકો ગુંજે છે અને સૌ સ્વસ્થતાપૂર્વક ઘટનાને સ્વીકારે છે. આત્મ સાધનામાં વિશેષ દઢ બને છે. દુઃખ તો લાગે છે પણ સમાધાન મેળવે છે. ઘણીવાર સત્સંગીઓની આ ઉંચાઈ મને પણ આંતિરક બળ આપે છે. દૂવા કરતા પણ આ પ્રેરકબળ ઘણું ચઢિયાતું છે તેના દર્શન કરી હું તૃપ્ત થાઉં છું. પુસ્તક વિસ્તારના ભયે કલમને ન છૂટકે અટકાવવી પડે છે. કોના પ્રસંગ લખું કે કોના છો ? આ લેખન દરમ્યાન મારી બિમારી તો ઠીક પરંતુ એ પૂરું કરું તે પહેલા કુદરતે કેવા પરચા બતાવ્યા? સપ્ટેમ્બરની ૩ સવારે ખબર આવ્યા વડીલ પદ્માબહેનને પણ કાળે ઉપાડી લીધા. તા. રજીએ તો કહે તમારે ત્યાં સોમવારે રહેવા આવવાની છું. પદ્માબહેન છેલ્લે સુધી ભક્તિભાવથી ભિંજાયેલા અને પ્રસન્ન રહેતા. લાંબા આયુષ્યવાળાને નિરંતર બોધ મળે તે માટે આવું જોવાનું બન્યા કરતું હશે ? ટૂંકમાં અમારા આ સહાધ્યાયીઓ અન્યોન્ય સભાવવાળા અને સાધનામાર્ગમાં પૂરક છે. દેવગુરુકૃપા આ છે. દરેક વર્ગમાંથી હવે કેટલાંક સ્વયં સ્વાધ્યાય-સત્સંગનો અન્યને લાભ આપી પોતાના અભ્યાસનું પુનરાવર્તન કરે છે. અમારાં પદ્માબહેન અરવિંદભાઈ તો વયોવૃદ્ધ છે છતાં અમારા વર્ગમાં ઉલ્લાસથી નિયમિત અભ્યાસ કરે છે. અમારી બધી જ યાત્રાનું નિર્વિને આયોજન થતું તેમાં તેમનો મોટો ફાળો છે. અમારા મારી મંગલયાત્રા ૩૦૫ વિભાગ-૧૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ સમુદાયમાં વડીલ જેવું તેમનું વાત્સલ્ય આજેય ચિરંજીવ છે. યુવાન સાધક ચિ. પરિમલનું પરિમલ ઃ અમેરિકાની અનોખી ભેટ કોબા આશ્રમથી નિવૃત્ત થયા પછી આશ્રમ દ્વારા યોજાતી લંડનની સત્સગયાત્રા ત્યારે મુલતવી રહી. પરંતુ તે દેશમાં અન્ય પરિચયને કારણે લગભગ ૯૦૯૧/૯રમાં વેલીનબરો અને લેસ્ટરમાં શ્રી પર્યુષણ પર્વની આરાધના યોજાઈ હતી. વળી ૧૯૮૯માં પ્રસંગોપાત્ત અમેરિકા જવાનું થયું હતું. ત્યારે ડૉ. શ્રી મણિભાઈ મહેતાના સહકારથી લોસ એંજલીસમાં સ્વાધ્યાય થયા હતા, ત્યારે યુવાન પરિમલ ખંધાર તે સ્વાધ્યાયમાં આવતો. તેણે એક દિવસ મને કંઈ તત્ત્વ વિષે પ્રશ્ન કર્યો. મેં કહ્યું : આ પ્રશ્ન માટે આપણે નિરાંતે મળીએ ? એમાં એવું બન્યું કે તે કૉલેજમાં અભ્યાસ કરતો હતો. તેથી કહે : દર શનિવારે હું તમને સ્વાધ્યાય માટે લઈ જઉં, રવિવારે રજા હોય એટલે સાથે રહીએ અને સોમવારે સવારે વહેલા તમને મૂકીને હું કૉલેજ જતો રહું. શ્રી મણિભાઈને વાત કરી, તેમણે કહ્યું કે આ તો બહુ સારું થયું. વળી નિરંજનનાં બહેન-બનેવી પણ શનિ-રવિની રજામાં ઘરે હોય એટલે દેવગુરુકૃપાએ બધું અનુકૂળ થયું. આથી ચાર માસ અમારો આ ક્રમ સંપન્ન થયો. સવિશેષ તો મેં કહ્યું, પરિમલ તારો પ્રશ્ન હતો સ્થિરતા અને શ્રદ્ધા કેમ વધે? જોકે આ પહેલાં પરિમલને અન્ય શિબિરોમાં તથા પૂ. સોનેજીના સંપર્કમાં કંઈક અભ્યાસ હતો. વળી મહેન્દ્ર, વીણા ખંધાર તેનાં કાકાકાકીના સંપર્કથી તેનો સંસ્કાર કંઈક ઘડાયો હતો. તેથી મેં કહ્યું : તું નવતત્ત્વનો અભ્યાસ કર. ધ્યાન, સ્થિરતા, શ્રદ્ધા જેવા પ્રકારો માટે તત્ત્વનો અભ્યાસ જરૂરી છે. એ જયારે મને લેવા આવતો ત્યાંથી અમારે રૂપ માઈલ જવાનું અને આવવાનું રહેતું. એટલે મેં કહ્યું આપણે આ સમયનો પણ ઉપયોગ કરીએ. એ યુવાન હતો. સ્મરણ અને ગ્રહણશક્તિ તેજ હતી. એટલે હું મોટરમાંજ પાઠ વાંચતી, તે સાંભળતો. એમ અમે નવતત્ત્વનો-સરળ પરિચય પુસ્તિકાનો અભ્યાસ કારમાં જતાં-આવતાં કર્યો. નિવાસે સ્વાધ્યાય કરતાં. રવિવાર પૂરો સમય મળતો એટલે શાસ્ત્રાભ્યાસ પણ કરતાં. આમ લગભગ ત્રણ માસ પૂરા થયા. વિભાગ-૧૧ મારી મંગલયાત્રા ૩૦૬ Page #332 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ ઘરે અમે સ્વાધ્યાય કરતાં હતાં ત્યારે કહે “મારો કૉલેજનો અભ્યાસ પૂરો થયો છે, જૉબ અને ગ્રીનકાર્ડ મળી જાય તેમ છે. પરંતુ મેં નિર્ણય કર્યો છે કે મારે અમેરિકા છોડી દેવું છે.” મહેન્દ્ર, વીણા અને હું, તેના સામે જોઈ રહ્યા. બધાંને એક પ્રશ્ન હતો, કેમ ? તેણે કહ્યું, જો આ તત્ત્વનો મારે વધુ અભ્યાસ કરવો હોય, શ્રદ્ધાબળ વિકસાવવું હોય તો તે માટે ભારતભૂમિ અને ત્યાંનું વાતાવરણ યોગ્ય છે. એટલે મેં નિર્ણય કર્યો છે કે મારે અમેરિકા છોડી દેવું. વળી મને અહીં વિશેષ શું મળવાનું છે? બીજું જોઈએ પણ શું? ખાવા જોગું તો મળી રહેશે. પણ માતા-પિતા તો જુદી આશા રાખીને બેઠાં છે. તું અહીં સ્થિર થાય અને કામે લાગે.” “માતા-પિતાને પણ હું સમજાવીશ. વળી હું એક જ દીકરો છું એટલે ત્યાં સાથે રહું તે સારું છે. તેને બે બહેનો છે.) આમ તત્ત્વના અભ્યાસ અને જિજ્ઞાસાએ પરિમલને અમેરિકાનું પ્રલોભન છૂટી ગયું અને ખરેખર બધું સમેટીને અમેરિકા છોડીને ભારત આવી ગયો. મુંબઈ ઘરે પહોંચ્યો. જ્ઞાનીની દૃષ્ટિએ તેનો આ મહાપુણ્ય યોગ હતો. - વાસ્તવમાં માતા-પિતાએ તો પરિમલ માટે કન્યાઓ જોઈ રાખી હતી. એટલે માતા-પિતાની આ આશાઓને સમજાવીને વળાંક આપવાની તેની મોટી કસોટી હતી. તે દરમ્યાન મારે મુંબઈ ઘાટકોપર શ્રી પર્યુષણની આરાધના માટે જવાનું થયું. તે વર્ષે હું તેને ઘરે રહેવા ગઈ ન હતી. મને એમ કે તેના માતા-પિતાને મારા માટે વિકલ્પ આવે ? કે કદાચ મેં તેને આ માર્ગે લઈ જવા પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં તો “પૂર્વગત જન્મ ચેષ્ટા અનુભવે ધરજો સુનિષ્ઠાની જેમ તેના પૂર્વસંસ્કારો જાગ્યા હતા. તે મુંબઈમાં મને મળવા આવતો ત્યાં તેને ચેતનભાઈનો પરિચય થયો. તે દિગંબર આચાર્યશ્રી વિદ્યાસાગરજીના પરિચયમાં હતા. અને કોબા શ્રી આત્માનંદજીના પરિચયમાં પણ હતા. આથી પરિમલને આ યોગ સારો થઈ ગયો. તે પણ ચેતનભાઈ સાથે બંને સ્થળે જવા લાગ્યો. તેમાં તેને આચાર્યશ્રીના પરિચયમાં વધુ રુચિ થઈ. મારી મંગલયાત્રા ૩૦૭ વિભાગ-૧૧ Page #333 -------------------------------------------------------------------------- ________________ છેવટે તેણે નિર્ણય લઈ લીધો. જેમાં વ્યાપારાદિ કરીને મને કંઈ વિશેષ મળવાનું નથી, તેમ લગ્ન કરીને પણ શું મેળવવું છે ? આ આત્મકલ્યાણ મૂકીને મારે નિરર્થક સમય વેડફી નાંખવો ? અને માતાપિતાને પણ જણાવી દીધું કે એવો કોઈ પ્રયત્ન કરે નહિ. આમ તેની સાધના પૂ. આચાર્યશ્રીના સાન્નિધ્યમાં વેગ પકડતી હતી. એક વાર તેઓ સપરિવાર અને મિત્ર સાથે પૂ. આચાર્યશ્રીનાં દર્શનાર્થે ગયા હતા, તે દિવસોમાં પૂ.શ્રીનો જન્મદિન હતો, આ બંને મિત્રોને ફુરણા થઈ કે આપણે પૂ.શ્રીને શું આપી શકીએ ? અંતરથી અવાજ આવ્યો... આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈને ભેટ ધરીએ' આ સબળ વિચારનો પ્રવાહ તેમની આજુબાજુ ફેલાઈ ગયો અને માતા-પિતા તથા અન્ય સ્વજનો પણ આ ભાવનાના ભાગીદાર અને ભાગ્યવાન બન્યાં. ત્યાર પછી તેણે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. આ પ્રકારે તેમની અંતર્મુખ સાધના થતી હતી ત્યાં ઈડરમાં શ્રી યોગેશભાઈનો પરિચય થયો. તેમની સાથે પણ થોડો સમય સંપર્ક રહ્યો. બીજા અન્ય સંયોગોનો વિચાર કરી મુંબઈનું સર્વ કાર્ય સમેટી પૂરું કુટુંબ અમદાવાદ આવીને વસ્યું છે. સૌની ભાવના એકંદરે સમાન હોવાથી નિવાસે રહીને પરિમલ દઢપણે સાધના કરે છે. શ્રદ્ધા અને ચારિત્ર્યબળ કેળવી રહ્યો છે. વળી સમયોચિત નિવૃત્તિમાં પણ રહે છે. સમ્યગુદર્શન માટેની તેની સમજ અને ભાવના પ્રેરણાદાયી છે. તે વારંવાર કહે છે કે જીવ આ સાધન વગર રખડ્યો છે. પૂર્વે આત્મા જ ભૂલીને પરિભ્રમણ કર્યું છે. દેહના સુખની મુખ્યતાથી આજે પણ ભૂલ કરી રહ્યો છે. જ્યાં સુધી આત્મજ્ઞાન નહિ પામે ત્યાં સુધી તેનું પરિભ્રમણ ચાલુ રહેવાનું છે. આ જન્મમાં મળેલી વિચારશક્તિને જો સ્વ તરફ વાળે તો ત્યાંથી જ્ઞાન પ્રગટ થવાનું છે. ક્યાંય લેવા જવાનું નથી. કોઈ વાર તે કહેતો : શરીરે ક્યારેય સુખ આપ્યું નથી પણ શાતાના ઉદયમાં સુખ માની બેઠો છે, તે મૂર્ખ છે. જ્ઞાનીઓએ સુખની ચાવી, વૈરાગ્યથી આપી છે. જ્યારે મૂર્ખ માનવ સુખને ધન, સ્ત્રી, દેહાદિમાં શોધે છે. તારે સુખ માટે ક્યાંય જવાનું નથી. સુખ તારી અંદર પડ્યું છે. તેણે શ્રીમદ્જીનાં વચનામૃત તથા અન્ય શાસ્ત્રોનો સારો અભ્યાસ કર્યો છે. આથી તેનો ક્ષયોપશમ પણ છે. સાથે સર્વજ્ઞ વીતરાગના માર્ગની દઢ શ્રદ્ધા છે. એટલે માર્ગનો બોધ ગ્રહણ કરી આત્મકલ્યાણની કેડીએ વિભાગ-૧૧ ૩૦૮ મારી મંગલયાત્રા Page #334 -------------------------------------------------------------------------- ________________ ચાલતો રહે છે. તે કહે છે : જ્ઞાની મનાવાથી કે કહેવડાવવાથી જ્ઞાની થઈ શકતો નથી. રાગાદિ કષાયને સત્યપણે ઘટાડે અને વૈરાગ્યની વૃદ્ધિ થાય તો જ્ઞાન પ્રગટ થાય. જો સ્વદોષદર્શન બિનપક્ષપાતે કરવા જેવી સૂક્ષ્મ વિચારણા જ નથી તો દંભ પેદા થાય છે. અને જીવને ભ્રમ પેદા થાય છે કે જ્ઞાની છું. પોતે પોતાને સત્યપણે જાણે તો કેવું છે તેવું જણાય. તે માટે જીવે સરળતા સાધ્ય કરવા જેવી છે. છેવટે જીવે સન્માર્ગે જવા પર-પદાર્થોથી ભિન્ન છું, દેહથી ભિન્ન છું તે મનોબળ કેળવવાનું છે. ચારિત્રબળ કેળવીને શારીરિક કષ્ટ સહન કરે પણ હું શુદ્ધ આત્મસ્વરૂપ છું ત્યાં દષ્ટિ ન કરે તો સંસારનો ક્ષય થવાની શક્યતા નથી. આમ ઘણા પ્રકારે ચિંતન-મનન દ્વારા, શાસ્ત્રબોધ દ્વારા તેનું સાન્નિધ્ય પણ પ્રેરણાદાયી છે. સ્વરૂપદષ્ટિ માટે તેનું શ્રદ્ધાબળ વિશેષ વિકસતું જાય છે. આમ હવે હું તેને કહું છું કે ભાઈ, તું ભલે મારી પાસે ભણ્યો પણ હવે તારે મને ભણાવવાની છે. તેમાં વચ્ચે વયમર્યાદા ના લાવતો. પરંતુ તે નમ્રતાથી કહે છે તમે મારા વડીલ છો અને આ તત્ત્વનું કિરણ બતાવનાર છો. હવે તો તે અમદાવાદ હોવાથી ઘણી વાર સત્સંગનો અન્યોન્ય લાભ મળતો રહે છે. મારી બીમારીમાં તેણે સત્સંગનો ઘણો સહયોગ આપ્યો હતો. વળી માતાપિતા વયોવૃદ્ધ હોવાથી તેમને પણ આરાધનામાં સાથ આપી પ્રેરણા આપે છે. વીણા મહેન્દ્ર ખંધાર દ્વારા અમેરિકાની પ્રથમ સત્સગયાત્રા (૧૯૯૧): લોસ એંજલસ રહેતાં વીણા મહેન્દ્ર ખંધાર એક વાર લગભગ ૧૯૮૭માં ઈડર યાત્રાર્થે આવ્યાં હતાં, ત્યારે મારો સ્વાધ્યાય સાંભળીને પરિચય થયેલો. ત્યાર પછી ૧૯૮માં હું જ્યારે વ્યવહારિક કારણે અમેરિકા ગઈ ત્યારે તેમના કેન્દ્રમાં સ્વાધ્યાયના પ્રસંગે વિશેષ પરિચય થયો. શનિરવિ તેમના નિવાસે પરિમલ અને અમે શાસ્ત્રાભ્યાસ-સ્વાધ્યાય કરતાં. આમ અમારો સત્સંગમય સંબંધ થયો. ૧૯૯૧/૯૨માં લંડનમાં શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે જવાનું થયું હતું. ત્યારે આ દંપતીએ અમને પોતાના તરફથી સ્વતંત્ર આમંત્રણ શાસ્ત્રાભ્યાસની વૃદ્ધિ માટે આપ્યું હતું. ત્યારે શ્રી પુષ્પાબહેન શાહ સાથે હતાં. અમે ત્રણ સપ્તાહ તેમના નિવાસે રહ્યા અને શાસ્ત્રઅધ્યયન કર્યું. ત્યારે પરિમલ તો ભારત સ્થિર થયો હતો. અમેરિકાની અમારી આ પ્રથમ વાસ્તવિક સત્સંગયાત્રા હતી. મારી મંગલયાત્રા વિભાગ-૧૧ ૩૦૯ Page #335 -------------------------------------------------------------------------- ________________ વીણા મહેન્દ્ર ખંધાર દંપતી સાત્ત્વિક જીવનવાળાં અને ધર્મરુચિમાં ઉત્સાહિત છે. સાથે સંતોની સેવાપરાયણતા ખરી. તેમણે પોતાના નિવાસે એવી ગોઠવણ કરીને એક મોટો ખંડ અલગ રાખ્યો છે. તે સાધના માટે ખૂબ અનુરૂપ છે. મહેન્દ્ર વહેલી નિવૃત્તિ લીધી હોવાથી અભ્યાસ માટે સમય મળી રહે છે. પોતાનું જ પુસ્તકાલય અને નાનું પ્રભુમંદિર હોવાથી એકાંતમાં સાધના કરવાનો લાભ લે છે. પરિમલને કથંચિત આ વાતાવરણથી સન્માર્ગે જવાની પ્રેરણા મળી હતી. તેમનો નિવાસ પણ પ્રવચનકારો અને સંતોથી સેવાયેલો છે. તેઓ કહે છે કે અમે તેની પવિત્રતા અનુભવીએ છીએ. આથી બંને પ્રસન્નચિત્તથી સાધના કરે છે. - મહેન્દ્રની સ્મૃતિ સારી છે એટલે ભક્તિપદોનો કંઠે સંગ્રહ સારો છે. વળી શાસ્ત્રાભ્યાસ કરેલો હોવાથી એલ. એ. કેન્દ્રમાં નવતત્ત્વના, તત્ત્વાર્થસૂત્રના વર્ગો લઈ શ્રી ગિરીશભાઈને સહકાર આપે છે. તે ઉપરાંત કેન્દ્રની પ્રવૃત્તિમાં તન, મન-ધનથી સેવા આપી રહ્યા છે. નાનામોટા સૌને પ્રિય લાગે તેવું તેમનું વ્યક્તિત્વ છે. વીણાની પ્રકૃતિ પરોપકારની ભાવનાવાળી છે. ત્યાં વૃદ્ધો વડીલોની સેવા તથા કેન્દ્રનાં કાર્યોમાં સહાયકારી છે. તેમના ત્રણ પુત્રો તૈયાર થઈ ગયા છે. તેઓ સુસંસ્કારી છે. હવે વીણા-મહેન્દ્ર ઘણુંખરું વર્ષમાં ચાર-છ માસ કોબા સાધના કેન્દ્રમાં પૂ. શ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં નિવૃત્તિ લઈને સાધના કરે છે. સેવાભાવી હોવાથી સંસ્થામાં નિઃસ્પૃહતાથી સેવાકાર્ય પણ કરતા રહે છે તથા સ્વાધ્યાય વર્ગો પણ કુશળતાથી ચલાવે છે. વળી મારી સાથે યાત્રાસ્થળોએ જઈ સાન્નિધ્ય ટકાવી રાખે છે. પોતાના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો ઉલ્લાસ છે અને માનસિક બળ પણ છે એટલે તેમની સાધના યથાશક્તિ વિકસતી જાય છે. સવિશેષ તેઓ પૂજ્યશ્રીની નિશ્રામાં રહી શિબિરનું તથા લેખનકાર્ય સંભાળે છે. અંતર્મુખ સાધનાની વૃદ્ધિ વિષે મારી સાથે તેમની ચર્ચા-વિચારણા થઈ હતી. તેવા અભિગમની દૃઢતા માટે પરિગ્રહ પરિમાણની અલ્પતા કરી છે. જીવન તો સાદું છે જ. આજીવન બ્રહ્મચર્ય વ્રત લેવાનો નિર્ણય પણ પૂ.શ્રીની નિશ્રામાં કરેલો છે. પૂ.શ્રીના માર્ગદર્શનથી તેમના જીવનમાં સહજ જ ગુણવૃદ્ધિ થતી જાય છે. આ જન્મમાં માર્ગની દઢતાના સંસ્કાર પામીને જવાની તેમની આંતરિક ભાવના બળવાન છે તે માટે શુભેચ્છા. વિભાગ-૧૧ ૩૧૦ મારી મંગલયાત્રા Page #336 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની સત્સંગયાત્રાનું શુભ આયોજન : ૧૯૯૧ થી ૨૦૦૪ વાસ્તવમાં આ જીવની આ મંગલયાત્રા છે તેનું એક અંગ સત્સંગયાત્રા છે. કારણ કે તેમાં સ્વ-પર શ્રેયની ભાવના છે. અમેરિકા પ્રથમ વાર દીકરી અને જમાઈ સાથે વ્યવહારિક કારણથી પ્રવાસ થયો હતો ત્યારે અમે લોસ એંજલીસ રહ્યાં હતાં. તે પ્રસંગ જમાઈની બીમારી એટલે દુઃખદ હતો. પરંતુ પરિણામે મને તે સત્સંગ-સ્વાધ્યાયનું નિમિત્ત બન્યો તે અગાઉ જણાવ્યું છે લોસ એંજલીસમાં ૧૯૮૯માં ડૉ. શ્રી મણિભાઈ તથા સવિતાબહેન મહેતા નિરંજનને મળવા આવતાં. તેમને મારો પરિચય હતો. તેથી તેમણે કેન્દ્ર પર મારા પ્રથમ સ્વાધ્યાયનું આયોજન કર્યું હતું. અમેરિકામાં એ મારો પ્રથમ સ્વાધ્યાય પ્રસંગ હતો. આ દંપતી કેન્દ્રના સેવાભાવી અને આદર ધરાવતા સેવકો છે. સમાજમાં તેમનું સ્થાન જાણીતું છે. અમેરિકાનું ક્ષેત્ર વિસ્તૃત છે. જૈન સમાજ દ્વારા ચાલીસ ઉપરાંત સ્થળોએ નાનાંમોટાં કેન્દ્રો છે. તેમાં વ્યવસ્થિત સ્વાધ્યાય યોજવા તથા શ્રી પર્યુષણ પર્વની આરાધનાનું આયોજન પ્રારંભમાં ન્યૂજર્સીમાં રહેતા બિપીનભાઈ તથા મંદા શાહ સપ્રેમ કરતાં હતાં. તે દરમ્યાન તેમણે ન્યૂજર્સીના કોડવેલ કેન્દ્રમાં (દેરાસર) ૧૯૯૩ના શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે આમંત્રણ આપ્યું. ત્યારથી તેઓ દંપતી દર વર્ષે મારા પર્યુષણ અને સાથે બીજાં કેન્દ્રો પરનો ચાર માસ સમરનો (ઉનાળાનો) કાર્યક્રમ ગોઠવી લેતા. આમ, ૧૯૯૩ થી અમેરિકાનાં વિવિધ સ્થળોએ સ્વાધ્યાય થતા. ભારતથી નીકળું, ન્યૂયોર્ક એરપોર્ટ પર પહોંચું. સુધાબહેન પ્રફુલ્લભાઈ લાખાણી બીજા સત્સંગીઓ સાથે સ્વાગત કરે. મારો ઉતારો સુધાબહેનને ત્યાં રહેતો કોઈ વાર સ્વાધ્યાય નિવાસે થતા. એક વાર ભાવિની પ્રવીણભાઈ વાંકાણી સ્વાધ્યાયમાં આવ્યા. સુધાબહેનને કહે : હવે અમે બહેનને અમારે ત્યાં લઈ જઈશું. તેઓ સાધક-સંત સેવી છે. વિનમ્ર અને સેવાપરાયણ છે. પછીના વર્ષોમાં સુધાબહેન ઘણુંખરું કોબા આશ્રમ હોય તેથી મારો ઉતારો છેલ્લી યાત્રા સુધી ભાવિનીને ત્યાં રહ્યો. પ્રવીણભાઈ મારા ઈસ્યોરન્સનું તથા બધે લેવા-મૂકવાનું સંભાળે. ભાવિની આહારાદિ ઘણા ઠાઠથી સંભાળે, જયારે ભોજન કરાવે ત્યારે જાણે મા હોય તેવી કાળજી રાખે. છેલ્લે મારી વિદાય પણ તેમને ત્યાંથી મારી મંગલયાત્રા વિભાગ-૧૧ ૩૧૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ હોય, ત્યારે નાનીમોટી વસ્તુઓ ભેગી થઈ હોય તે સર્વે બેંગમાં વ્યવસ્થિત ગોઠવી દે. તેઓની એક જ ભાવના : બહેનને કંઈ તકલીફ પડવી ન જોઈએ. - પછી તો વળી બે-ત્રણ વર્ષમાં જે જે કેન્દ્ર પર જાણ થઈ તે સૌનાં આમંત્રણ આવતાં. આથી ક્ષેત્રવિસ્તારનું આયોજન વધી ગયું. બિપીનભાઈને કામ ઘણું રહેતું. તે દરમ્યાન કલ્પના પ્રવીણચંદ્ર શાહ ફીલામાં લેન્સડેલમાં રહે તેમનો પરિચય થયો. આથી લગભગ ૧૯૯૮થી કલ્પનાબહેન આ આયોજન સંભાળતાં. આ કાર્યક્રમ માટે છ માસ અગાઉથી આયોજન કરવું પડતું. ઘણા ફોન કરીને કામ થતું તેમાં સમય ઘણો જતો. છતાં સૌ પ્રેમથી આ શ્રમ ઉઠાવતા. અમેરિકાનું જીવન ઘણું વ્યસ્ત હોય છે. છતાં હવે સન્માર્ગની રુચિવાળા જિજ્ઞાસુઓને આ અંગેનું મૂલ્ય સમજાયું છે. તેથી દર વર્ષે ઉનાળામાં દર માસે એક-બે વખત એક સપ્તાહનો કાર્યક્રમ ગોઠવે છે. તે રાત્રે ૮ થી ૧૦ અને શનિવારે સવારે ૧૦ થી ૪ શિબિર જેવું. રવિવારે સવારે ૧૦ થી ૧ કોઈ ખાસ આયોજન પણ હોય. આ કેન્દ્રો થવાથી વ્યવહારિક પ્રસંગોમાં પણ ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા ઉત્સવ થાય છે. સ્નાત્રપૂજા, કે અન્ય પૂજનો થતાં રહે છે. જેમાં આબાલવૃદ્ધ સૌ ઉમંગથી ભાગ લેતા હોય છે. વળી યુવાન વર્ગ આવા ઉત્સવમાં ભાગ લે અને સેવા આપે. એ રીતે તેમનામાં સંસ્કારસિંચન થતું રહે છે. સવિશેષ આ કેન્દ્રો દ્વારા માનદ્ સેવાઓથી બાળકોની પાઠશાળા દર માસે બે કે ચાર રવિવારની હોય છે. તેમાં બાળકો સુત્રો, તત્ત્વના પાઠ, ધાર્મિક વાર્તાઓ વડે સંસ્કાર પામે છે. ભારતની જેમ પંચતીર્થ યાત્રાઓ યોજાય છે. ધાર્મિક નાટકોનું સુંદર આયોજન થતું હોય છે. - સવિશેષ પર્વાધિરાજ પર્યુષણની આરાધનામાં તપ અને સ્વાધ્યાય ઉત્તમ પ્રકારે થાય છે. શ્રી કલ્પસૂત્ર વાંચન, સ્વપ્નદર્શન અને સંવત્સરી પ્રતિક્રમણ વ્યવસ્થિત થતાં હોય છે. સ્વપ્નદર્શનમાં બાળકો અને વડીલો બધાં જ સ્વપ્નને લઈને દર્શન કરાવતા હોય છે. માઈક જેવી સગવડોને કારણે આ ઉત્સવો ખૂબ વ્યવસ્થિત ઊજવાય છે. સવારે સેવાપૂજા, પ્રવચનશ્રવણ અને સાંજે પ્રતિક્રમણ; રાત્રે ૮ થી ૧૦ પ્રવચનશ્રવણનું આયોજન ઉત્તમ પ્રકારે થાય છે. કોઈ વાર દેશાવગાશિક વ્રત દસ સામાયિક એકસાથે કરવાનું વ્રત થાય. સ્વામીવાત્સલ્યના આયોજનની સગવડ હોય છે. આમ ભારતવાસી જૈનો તે દેશમાં ભારત વિભાગ-૧૧ મારી મંગલયાત્રા ૩૧૨ Page #338 -------------------------------------------------------------------------- ________________ જેવા પર્યુષણનું વાતાવરણ સર્જી આરાધના કરે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વાધ્યાયકાર હવે તો તૈયાર થવા લાગ્યા છે. સાધુ-મહાત્માની ખોટ ખરી. છતાં દરેક કેન્દ્રના નામ શું જણાવું પણ થોડો ખ્યાલ આપું. અમદાવાદના વતની લીના તથા અશોક ચોકસી દંપતીએ સૌ પ્રથમ ડિટ્રોઇટમાં સ્વાધ્યાયનો શુભારંભ ૧૯૮૯માં મારી ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. તે પ્રવૃત્તિ હાલ ઘણી વિકાસ પામી છે. તેઓ પાઠશાળામાં ઘણા પ્રવૃત્ત હોય છે. સ્વયં તત્ત્વાર્થસૂત્ર જેવાં શાસ્ત્રોનો અભ્યાસ કરી તૈયાર થયાં છે. ધર્મપ્રવૃત્તિની વિશેષતા માટે, ઘણી આમદાની છતાં વહેલા નિવૃત્ત થયાં છે. દાનધર્મ પણ ઉદારતાથી કરી રહ્યા છે. સવિશેષ છેલ્લાં ત્રણેક ચાતુર્માસથી અમદાવાદ આવી પૂ. સાધુભગવંતોની નિશ્રામાં ઉચ્ચ આરાધના કરી રહ્યા છે. યથાશક્તિ તપની આરાધનામાં પ્રવૃત્ત છે. વળી શાસ્ત્રોક્ત પદ્ધતિને સમજીને તે પ્રમાણે આચાર પાળે છે. પાછા ડીટ્રોઈટમાં સ્થિરતા હોય ત્યારે તે રીતે સૌને માર્ગદર્શન આપવામાં સહકાર આપી રહ્યા છે. ડીટ્રોઈટમાં તેમનું આદરભર્યું સ્થાન છે. તેમને પણ સૌમાં ધર્મકલ્યાણની ભાવના છે. મને મળ્યું છે. સૌને મળો. ન્યૂજર્સીમાં ચંદ્રકાંત મહેતા સ્વાધ્યાયકાર તરીકે મારી અને પૂ. પંડિત ધીરજલાલ પાસે શાસ્ત્રાભ્યાસ કરીને તૈયાર થઈ ગયા છે. હવે સ્વયં તેઓ જ સામાયિક જેવાં અનુષ્ઠાનોમાં લોકભોગ્ય અભ્યાસ કરાવી રહ્યા છે. અન્ય સ્થળે શ્રી પર્યુષણ પર્વની આરાધના કરાવે છે. તાજેતરમાં નિવૃત્ત થવાથી હવે વિશેષ પ્રકારે સ્વલક્ષ્ય ધર્મારાધનામાં પ્રવૃત્ત થતા જાય છે. તેઓ તથા તેમનાં પત્ની પ્રવીણાબહેન ભારતમાં આવીને પણ આરાધના કરતા હોય છે. આ પ્રમાણે ઘણાં કેન્દ્રોમાં સ્થાનિક સેવાભાવી પ્રવચનકારોનો લાભ મળતો રહે છે. વર્ષોથી વસેલાં ગુજરાતીઓ-ભારતવાસીઓ કૌટુમ્બિક કે આર્થિક રીતે સ્થાયી થયાં છે, તેઓની આ રીતે ધાર્મિક જીવન પ્રત્યે દૃષ્ટિ કેળવાઈ છે. વળી પોતાનાં બાળકોને આ સંસ્કાર મળે તેવી જાગૃતિ આવી છે. સ્થાનિક પ્રવચનકાર દ્વારા દર સપ્તાહે સૌ એક વાર સ્વાધ્યાય, સત્સંગ, દર્શન નિયમિત રીતે દરેક કેન્દ્રમાં કરતા હોય છે. દર વર્ષે ઉનાળામાં ચાર માસમાં ભિન્ન ભિન્ન પ્રવચનકારો-સાધકોના પરિચયમાં આવવાથી તેઓમાં આહારાદિમાં શુદ્ધિ, વ્યસનમુક્તિ, નિયમોની રચિ, શાસ્ત્રાભ્યાસ, સામાયિક જેવાં અનુષ્ઠાનોની ભાવના જાગ્રત થઈ મારી મંગલયાત્રા ૩૧૩ વિભાગ-૧૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ છે. વળી સ્થાનિક પ્રવચનકારો અને શાસ્ત્રાભ્યાસી તૈયાર થવાથી ઉનાળા સિવાય આ પ્રવૃત્તિઓ નિયમિત રીતે ટકે છે. વાસ્તવમાં ભલે એ દેશમાં સર્વવિરતિધરોના યોગની ઊણપ છે, તે છતાં આવા શુભનિમિત્તો-યોગથી રુચિવાળા જીવો સાધના કરે છે. અને ભારત આવે ત્યારે તીર્થયાત્રા તથા સાધુજનોનાં દર્શનનો લાભ લે છે. પાલીતાણા ચાતુર્માસ, ઉપધાન, નવાણું તપ કરવાનો લાભ લે છે. જે કેન્દ્ર પર્યુષણની આરાધના માટે પ્રવચનકારોને આમંત્રણ આપે તે પૂરી યાત્રાનું ખર્ચ કરતા હોય છે. ત્યાર પછી અન્ય કેન્દ્રો જે સ્વાધ્યાયનું આયોજન કરે તેનું ખર્ચ કરતા હોય છે. વળી આદર અને પ્રેમથી અમારા ઉતારાની અને જરૂરી સેવાઓનો લાભ લેતા હોય છે. તેઓ દિવસે પોતાનાં કાર્યોમાં વ્યસ્ત હોય એટલે લેખન-આરાધનાનો પૂરતો સમય મળી રહે. મારી આ સત્સગયાત્રામાં પ્રારંભમાં બે વર્ષ અમદાવાદથી શ્રી પુષ્પાબહેન શાહ હતાં. વળી વચ્ચેનાં થોડાં વર્ષો બધાં સ્થળોએ એકલાં જવાનું થતું પરંતુ ત્યાંનું વ્યવસ્થાતંત્ર સહાયકવૃત્તિનું હોવાથી આપણને કંઈ તકલીફ પડે તો ગૂંચ પાડે નહિ પણ તે ઉકેલવામાં સહાયક થાય. ત્યારપછી પાંચેક વર્ષ કલ્પનાબહેનનાં મમ્મી શ્રી કોકિલાબહેન શાહ મારી સાથે સેવા. સત્સંગના ભાવથી સાથે યાત્રા કરતાં. તેઓ અમેરિકા રહેલાં અને ફરેલાં છે તેથી ઘરે-બહારે કુશળતા ધરાવે છે. હું તેમને કહેતી કે તમને રસોડાનું અવધિજ્ઞાન છે. તેઓ યજમાનની ગેરહાજરીમાં કામમાં ક્યાંય અટકે નહિ. બધું કામ પાર પાડે. ત્યારે તેઓ કહેતાં આ અવધિજ્ઞાન શા કામનું? મારે તો આત્મજ્ઞાન જોઈએ. વળી ધાર્મિક અનુષ્ઠાનો નિયમિત કરતાં. તે માટે જ તેઓ મારી સાથે યાત્રા કરવાનો ભાવ રાખતાં. મા-દીકરી બંને સેવાભાવી છે. તેમનો નિવાસ અમારા જેવા સાધકોનું ઉતારા-આરાધનાસ્થાન જેવું છે. તે દિવસોમાં તેમને ત્યાં શિબિર જેવું થઈ જાય. અન્ય સત્સંગીઓ પણ ત્યારે લાભ લેવા-રહેવા આવે. વળી છેલ્લાં દસ વર્ષથી દસલક્ષણા પર્વ તેમના નિવાસે યોજાતું હતું. ચેરીફિલમાં (ન્યૂજર્સી) રહેતા વર્ષા પ્રશાંત (જૈનેતર લખું તે બરાબર નથી, પરંતુ જૈનદર્શનની પ્રણાલીમાં શ્રદ્ધા થવાથી તે બંને જૈનદર્શનના આચારને અનુસરી આરાધના કરે છે. હું જયારે સ્વાધ્યાય માટે ચેરીહિલ રહું ત્યારે બંને રજા લઈ લે, સતત નિશ્રામાં રહે. સેવામાં કાળજી એવી રાખે કે મોટરમાં બેસું, કે સોફા પર બેસે ત્યારે સફેદ ચાદર પાથરી દે. આથી સૌ કહેતા કે પ્રશાંત તમારો પાકો ભક્ત છે. કંઈ પણ દોષ જેવું વિભાગ-૧૧ ૩૧૪ મારી મંગલયાત્રા Page #340 -------------------------------------------------------------------------- ________________ જણાય તો ખુલ્લા દિલે પૂછીને દોષ દૂર કરવામાં ઉદ્યમી છે. મારાં દરેક સત્કાર્યો, પુસ્તક-પ્રકાશનમાં તેમનો સહયોગ હોય જ. કોઈ વાર એને થાય કે અમારાથી કંઈ આગળ વધાતું નથી ત્યારે સમજાયું કે ગૃહસ્થની સાધના કીડીવેગે હોય. પરંતુ સત્પુરુષાર્થ કરતા રહેવું. જીવન સાદું અને સરળ છે. તમને પ્રભુકૃપાએ માર્ગ મળ્યો છે. તો જીવન સાર્થક થશે. ચેરીહિલમાં રહેતાં સ્નેહલ પરેશા અભ્યાસી છે. તેમના સત્સંગનો તેમને સારો સહકાર છે. કેન્દ્રમાં સૌ હળીમળીને સેવાઓ આપે છે તે પ્રશંસનીય છે. અમેરિકામાં દેરાસરોનાં કેન્દ્રો દૂર હોય, તેથી સ્વાધ્યાયમાં જવાઆવવામાં ર૫/૩૦ માઈલ જેવું અંતર હોય. છતાં સૌ ઉમંગથી લાભ લે. રોજ દેવદર્શનથી વંચિત ન થવાય તેટલા માટે દરેકના ઘરે નાનામોટા પવિત્ર સ્થાનનું આયોજન હોય. કોઈ ઘરોમાં તો ઘર દેરાસરના જેવું જ પવિત્ર સ્થાન હોય છે. આથી અમારા જેવા સાધકોને સાધના કરવા માટે પૂરતી સગવડ મળી રહે છે. આ દેશનું પ્રશંસનીય અને શિસ્તબદ્ધ તંત્ર : આ દેશમાં કોઈ વર્ષોમાં એકલી ફરી તો પણ ત્યાંનું તંત્ર એવું શિસ્તબદ્ધ છે કે તમારી અગવડનું તરત જ નિવારણ કરે. મને અંગ્રેજી બોલતા ન આવડે. તેમના ઉચ્ચાર સાંભળતાં ન આવડે. મારે બહેરામૂંગાની જેમ ઇશારાથી કામ લેવાનું. થોડું નામ વિગેરે વાંચતા આવડે. જ્યારે એકલી હોઉં ત્યારે કાઉન્ટર પર ટિકિટ પરનું જવાના સ્થળનું નામ બતાવું. વ્હીલચેર લઉં તેને પણ નામ બતાવું. મારી વય જોઈને તેઓ વિશેષ કાળજી રાખતા. તેમાં પણ હાથમાં જયારથી લાકડી રાખી ત્યારથી તો સંભાળ વધી ગઈ. એવું લાગે કે જાણે હમણાં ઊંચકીને જ લઈ જશે. કોકિલાબહેન કહેતાં : તેમના દીકરાની જાનમાં આવ્યા છીએ તેવા સાચવે છે ને? પ્લેનના દરવાજે પહોંચતાં જ સસ્મિત આવકાર આપે, લાકડી જોઈને મારી પર્સ પણ પકડી લે, છેક સીટ સુધી બરાબર બેસાડી જાય. મારી પાસે બે ટંક ખાવાનો થોડો સામાન હોય. તે પણ વ્યવસ્થિત મૂકી આપે. મારે આહાર માટે ફલાઈટનું કશું જ લેવાનું ન હોય. કોઈક વાર તેઓ પૂછે : કંઈ જ નહિ લો ? “જૈન ડિશ છે.” હું કહું મને બહારનું કંઈ ચાલતું નથી (હિંદીમાં) ત્યારે હસીને આગળ વધે. એક વાર અમારી ફલાઇટ લેઈટ હતી. એટલે મેં એક હિંદીભાષી મારી મંગલયાત્રા ૩૧૫ વિભાગ-૧૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ ભાઈને કહ્યું હું તમારી સાથે બેગેજ ક્લેઈમ પર આવીશ. તે ભાઈ ભૂલથી લિફટને બદલે સિક્યુરિટીની અમુક જગાએ ઘૂસી ગયા, બેલ દબાવ્યો, બારણું ખૂલ્યું, અંદર ગયા. સાવ સૂનકાર. ત્યાં તો તરત જ ત્રણચાર માણસો આવ્યા, પૂછપરછ કરી. મને આદરથી બેસાડી, પાસપૉર્ટ વિગેરે બધું જોયું. પૂરી તપાસ એવી કરી કે જાણે સ્વજન આપણને મળવા આવ્યા હોય ! પચીસ-ત્રીસ મિનિટ તપાસ કરી પણ જરાય ઉગ્રતા કે આકુળતા કરી નહિ. ગૂંચ ઉકેલે, પાડે નહિ. એક વાર ભારત આવતાં લંડનની ફલાઈટ મોડું થવાથી ઊપડી ગઈ. તરત જ ઑફિસર બહેન આવી. તેણે કહ્યું : કઈ ભાષામાં જવાબ આપશો? મેં કહ્યું : હિંદી કે ગુજરાતી. તરત જ હિંદીભાષી ઑફિસર આવ્યા. તેમણે મને સમજાવ્યું કે ફલાઇટ હવે આઠ કલાક પછી મળશે. અમે તમને હોટેલમાં બધી વ્યવસ્થા કરી આપીશું. તમે ચિંતા ન કરશો. મેં કહ્યું : મારે આજે વ્રત (એકાસણું) છે. હોટેલનું મને ચાલશે નહિ. આ સાંભળી તે ભાઈ ખરેખર ચિંતામાં પડ્યા કે શું કરીએ ! મને એક સારી જગાએ બેસાડી, ભારતનો ફોન માંગી ઘરે સમાચાર આપ્યા. હું નવકાર ગણતી ત્યાં બેઠી હતી. ત્યાં મને જ એકાએક વિચાર સ્ફર્યો કે લંડનમાં ઘણા પરિચિત છે તેમને ત્યાં જાઉં ? મેં પેલા ઑફિસરને વાત કરી. તે તો રાજી થયા, “મારે પણ વ્રત છે. તમારા વ્રતથી મને ચિંતા થતી હતી.” તરત મેં ફોન નંબર આપ્યો, તેમણે ફોન કરી મુમુક્ષુ ભાઈને બોલાવી લીધા. સદ્ભાગ્યે ગુલાબભાઈ, ચંદ્રિકાબહેન ઘરે હતાં. મને લેવા આવ્યાં. પેલા ઑફિસર પરમિશન મેળવી છેક બહાર મૂકી ગયા. ચંદ્રિકાબહેનને ત્યાં જમી પરવારી, તેમણે અન્ય સત્સંગીઓને બોલાવ્યા. બે-ત્રણ કલાક સત્સંગ કરી વળી તેઓ એરપોર્ટ પર મૂકી ગયાં આમ ગુંચ તો પડે પણ સરળતાથી ઊકલી જતી. વળી કંઈ નવો અનુભવ થતો. બધું સરળ રીતે પતે તો શીખવા શું મળે ? શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના આધારે શિબિર આયોજન : પ્રારંભનાં વર્ષોમાં શ્રી શાંતિભાઈ કોઠારી દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના માધ્યમથી ન્યુયોર્ક, ન્યૂજર્સીમાં સ્વાધ્યાય ગોઠવાતા. તેઓ સ્વયં વર્ષોથી આ કાર્યક્રમ ચલાવી રહ્યા હતા. ખાસ શનિ-રવિનો સમય ગોઠવી ન્યૂયોર્કમાં સુધાબહેન પ્રફુલ્લભાઈ લાખાણીના નિવાસે શિબિર ગોઠવતા. આ દંપતી ખૂબ ભાવિક છે. તેમની વ્યવસ્થાશક્તિ પ્રશંસનીય વિભાગ-૧૧ ૩૧૬ મારી મંગલયાત્રા Page #342 -------------------------------------------------------------------------- ________________ છે. હાલ તેઓ કોબા પૂ. શ્રી આત્માનંદજીની નિશ્રામાં ઉત્તમ સાધના કરે છે. પ્રારંભમાં મારો ઉતારો અહીંજ રહેતો હતો. - શ્રી સુધા તથા પ્રફુલ્લભાઈ સો જેવા શ્રોતાઓની સવારથી રાત સુધીની સર્વ વ્યવસ્થા સંકુશળ યોજતાં હતાં. મારો સૌ પ્રથમ ન્યૂયોર્કમાં પરિચય તેમણે કરાવ્યો હતો. એ બે દિવસ સાનંદ સંપન્ન થતા. વળી શ્રી કલ્પનાબહેનને ત્યાં પણ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના સ્વાધ્યાયનું શિબિરયુક્ત આયોજન સુંદર ગોઠવાઈ જતું. મને શ્રીમદ્ વચનામૃતનો અભ્યાસ અને શ્રદ્ધા હોવાથી સ્વાધ્યાય ઉત્તમ પ્રકારે થતા. આ શ્રોતાગણમાં શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવનો પ્રભાવ અનન્ય છે. વચનામૃતનું શ્રવણ દત્તચિત્તે કરે. ભક્તિ નિયમિત રીતે ભંગ વગર કરે. કોઈ નવા શ્રોતા આવ્યા હોય તો તે પણ આ રસમાધુર્યમાં ભળી જાય. યદ્યપિ વચનામૃતનાં ગૂઢ રહસ્યોમાં જેમ જેમ બોધ ગ્રહણ થાય તેમ તેમ તેમાં અલૌકિક ભાવ ઊપજે છે તે મેં અનુભવ્યું છે. એમાં શ્રીમદ્જીની કૃપાનિધિ છે. વળી આ શ્રોતાઓની શ્રદ્ધા એવી હોય છે કે તેમને પદ તો કંઠસ્થ હોય પણ ગદ્ય, વચનામૃત પણ કંઠસ્થ હોય. આથી જયારે સ્વાધ્યાય થાય ત્યારે તેઓ શ્રવણમાં એકચિત્ત થાય તે અનુભવાતું. વીતરાગી દશામાંથી લખેલા એ શબ્દપ્રાણ હતા ને ? - સવારે ૯-૩૦ થી ૧૦ ભક્તિ પછી ૧૦ થી ૧૨ સ્વાધ્યાય થતો. એક વાર “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે”ના પદ પર સ્વાધ્યાય થતો હતો. વક્તા-શ્રોતા એવા તલ્લીન થયા હતા કે ૧-૩૦ નો સમય થયો. તેમની શિસ્ત એવી કે કોઈ ઊઠ-બેસ ન કરે, ઊંચા-નીચા ન થાય. ઘડિયાળ ન જુએ, ન બતાવે. મને અચાનક જ ખ્યાલ આવ્યો કે સમય ૧-૩૦ થયો છે, મેં કહ્યું “ મિચ્છામિ દુક્કડ.' શાંતિભાઈ કહે “જ્ઞાન-ગંગાના સ્નાનની શીતળતામાં તાપ-ઉતાપ શમી જાય પછી જીવોને બીજું શું જોઈએ. આજે તો સૌને હાર્દિક આનંદ ઊપજ્યો છે.” અર્થાત્ આ શ્રોતાવર્ગ ભાવુક અને શિસ્તબદ્ધ આચારવાળો છે. પછીના સમયમાં શિબિરો વૈશાલી સતીશભાઈને ત્યાં થતી. તેઓ સુવ્યવસ્થિત આયોજન કરતાં હતાં. મારી સત્સંગયાત્રાની માહિતીમાં તમને એ દેશનાં અન્ય સ્થળોનું કે ડઝનીલેન્ડ જેવાં ભૌતિકતાનાં કે અગત્યનાં સ્થળોનું વર્ણન નહિ મળે. મને લાગે છે કે મારું પુસ્તક વાંચનારને જીવનના સ્વકલ્યાણ વિષયક ભાથું મળશે, તેમાં આનંદ આવશે. મારી મંગલયાત્રા ૩૧૭ વિભાગ-૧૧ Page #343 -------------------------------------------------------------------------- ________________ મારામાં બાળપણથી જ ભૌતિક સ્થળો જોવાની વૃત્તિ ઓછી હતી. અમે યુવાનીમાં કાશ્મીર ગયા ત્યારે પણ હું ઘણાં સ્થળોએ જવાને બદલે હાઉસબોટમાં કે અન્યત્ર પુસ્તક વાંચતી. તેમાં વળી હવે તો મારું માનસ આધ્યાત્મિક ક્ષેત્રે પરિપક્વ થતાં, અને એ સમજમાં આવ્યું કે જીવ આ ચૌદ રાજલોકના ફ્રી ઝોનમાં સર્વત્ર અનેક જન્મો કરી પ્રદક્ષિણા કરી આવ્યો છે. આકાશશ્રેણીનો એકે પ્રદેશ સ્પર્શરહિત રહ્યો નથી, જે સર્વ દિશામાં હર્યોફર્યો છે. હવે કશું બાકી નથી તો પછી શા માટે હવે ફર્યા જ કરવું ? જિજ્ઞાસુ મિત્રો ક્યારેક કહેતા કે તેમાં જોવા જેવું છે, તમને સ્વાધ્યાયમાં કહેવા જેવું લાગશે. “અરે શાસ્ત્રમાં શું ઓછું છે !” ત્યારે મારો જવાબ ઉપર મુજબનો રહેતો. એક વાર ફક્ત ડીઝનીલેન્ડ ગઈ. એકબે રાઈડ લીધી પરંતુ એકબે કલાકમાં મને લાગ્યું કે અહીં કંઈ જોવા કે રોકાવા જેવું છે નહિ, અને રાઈડમાં આરંભનો દોષ લાગે તેથી અમે પાછા ફર્યા. વળી મારી જરૂરિયાત જ ખાસ હોય નહિ, કંઈ ખરીદવાનું ન હોય એટલે બજારદર્શન તો કર્યા જ નથી. કુટુંબમાં પરિવાર કંઈ મંગાવે તો તેમની ચિઠ્ઠી સીધી કલ્પનાબહેનને કે ન્યૂયૉર્કમાં ભાવિનીને આપતી તે પ્રમાણે તેઓ લઈ આવતા, પેકિંગ પણ તેઓ જ કરતા. અન્ય રીતે હિસાબ પણ ચૂકતે થઈ જતો. તે વ્યવહાર રમોના અતુલ સંભાળી લેતાં. હું કહેતી કે મુમુક્ષુઓ પાસે સાંસારિક વસ્તુઓ મંગાવવી નહિ. અને તેમ કરવું પડે ત્યારે તેઓ તે વ્યવહાર નભાવી લેતા. આથી કોઈ દેશનું બજાર જોયું નથી. વળી હું તેઓ સૌ માટે ઉત્તમ પુસ્તકો આપતી. એમ આદાનપ્રદાન થતું. હા, કોઈ વાર શૂઝ કે સ્વેટર જેવું લાવવાનું થતું તે તો માપથી પતી જતું. સૂકોમેવો અને કેસરનો સ્વીકાર કરતી. તેનો થોડો સદ્ઉપયોગ પણ થતો. સ્વાધ્યાય-કેન્દ્રો અને પ્રવૃત્તિ ઃ ૧૯૮૯માં ત્રણ સ્થળોની યાત્રાનો કેટલો વિસ્તાર થયો તેની સામાન્ય વિગત આ પ્રમાણે છે. સમાંતરે આવેલાં સ્થળોના વિભાગ કરીને કાર્યક્રમ ગોઠવાતો, જેથી મને વધુ દોડાદોડ ન થાય. ટોરંટો લોસ એંજલીસ અટલાન્ટા ન્યૂજર્સી ડેટ્રોઇટ સેન ડી એગો ચેરીહીલ શિકાગો હ્યુસ્ટન વૉશિંગ્ટન વિભાગ-૧૧ મારી મંગલયાત્રા ન્યૂયૉર્ક રાલે ૩૧૮ Page #344 -------------------------------------------------------------------------- ________________ લેન્સડેલ ક્લીવલેન્ડ ડલાસ-તુલસા અગસ્ટ્રા એડીસન પીસબર્ગ ઓરલાન્ડો બોસ્ટન સમર્પણ કોલંબસ મયામી ઈન્ડિયાના કોઈ વાર બે-ત્રણ સ્થળ મુલતવી રખાતાં. તો પછીના વર્ષે ફેરફાર કરીને ગોઠવાતાં. આ ઉપરાંત તેની નજીકનાં સ્થળોએ નાના કેન્દ્રમાં રવિવાર પૂરતું જવાનું રહેતું. સ્થળ અને અનુકૂળતા પ્રમાણે દિવસો નક્કી થતા. આ સ્થળોમાં ત્રણેક કલાકની મુસાફરી હોય તો કારમાં થતી. અર્થે રસ્તે મળતા એટલે કોઈને વધુ પડતો શ્રમ ન થતો. રસ્તા ખૂબ સારા એટલે મને પણ સ્કૂર્તિ રહેતી. કોઈ વાર સીધા જ સ્વાધ્યાયમાં જવાનું થતું. તે છતાં શ્રમ ન લાગતો. શાસ્ત્રાભ્યાસ, વ્રતનિયમ, તપ વિગેરે આત્મિક અભિગમ : આ વર્ષોમાં લગભગ નીચે પ્રમાણેનાં શાસ્ત્રો પૈકી અમુક ભાગનો સમયની મર્યાદામાં રહીને સ્વાધ્યાય થતો. વળી ત્રણે ફિરકાના જિજ્ઞાસુઓને અનુરૂપ ગોઠવાતું. જોકે મુખ્યત્વે પદ્ધતિ શ્વેતાંબરીય રહેતી. દેરાસરમાં મૂર્તિ લગભગ બંને આમ્નાયને અનુસરીને રાખવામાં આવતી. હું ખાસ કરીને પ્રારંભમાં નવકારમંત્ર અને સામાયિકની પદ્ધતિ દર્શાવતી. તેને કારણે મહદ્ અંશે જનસમૂહમાં નવકારમંત્ર-માળાની નિયમિતતા આવતી ગઈ. સાથે ઘણા જિજ્ઞાસુઓ સમયની અનુકૂળતા પ્રમાણે સામાયિક કરતા થયા છે જેને કારણે શાસ્ત્રવાંચન થઈ શકે છે. ચિત્તને શાંતિ પ્રદાન થાય છે. જ્ઞાનઆરાધનાની રૂચિ કેળવાતી જાય છે. શાસ્ત્રવાંચન પહેલાં દરેક સ્થળે નવતત્ત્વનો અભ્યાસ કરાવતી હતી. શાસ્ત્રવાંચનમાં શાંતસુધારસ, ગુણ પાંત્રીસી, બારભાવના, પ્રશમરતિ, હારિભદ્રી યોગદર્શન, સમ્યગુદર્શન, આત્મવિશુદ્ધિ, શ્રાવકાચાર, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, તત્ત્વાર્થસૂત્ર, શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, સૈકાળિક આત્મવિજ્ઞાન. આત્મોત્થાનનો પાયો મોટો ગ્રંથ હોવાથી ત્રણેક વર્ષ વાંચન થયું. ઉત્તરાધ્યયન ફક્ત ગુજરાતી લેખન, હૃદયપ્રદીપ છત્રીસી, યોગદષ્ટિ સમુચ્ચય (નાનું). વળી કથાઓમાં શાલિભદ્ર, સમરાદિત્યચરિત્ર, સ્થૂલિભદ્ર, સુદર્શન શેઠ, ભીમસેન કથા, પુણિયાશ્રાવક, જંબૂકમાર, રોહણીયો, શ્રેણિક રાજા. સુલસા, ચંદનબાળા, અંજના, સુભદ્રા, ઋષિદત્તા, મયણા સુંદરી જેવી સતીઓનાં જીવનરહસ્યો સમજાવતી. જેનો જીવન સાથે કેવો મેળ છે તેમાંથી શું બોધ ગ્રહણ કરવો, તેના વિચાર કરતા તેમાં સ્વ-પર શ્રેય સધાતું. કથાઓથી શ્રોતાઓને ઘણું જાણવાનું મળતું. મારી મંગલયાત્રા વિભાગ-૧૧ ૩૧૯ Page #345 -------------------------------------------------------------------------- ________________ વળી અન્ય નાનાંમોટાં દૃષ્ટાંતોથી સ્વાધ્યાય રોચક બનતો. સર્વ અને તત્ત્વ બંનેનો મેળ થતો. એ બોધ જીવનમાં કેમ પરિણમે તેના ઉપર ભાર મૂકતા જેથી દરેક પોતાના જીવનનો વિકાસપંથ મેળવી શકે. સ્વાધ્યાયનો શુભ પ્રારંભ નવકારમંત્ર તથા માંગલિકથી થતો. અંતમાં અંતઃમંગલ થતું. દરેક સ્વાધ્યાયને અંતે કોઈ ને કોઈ નિયમ લેવાની પદ્ધતિ રાખી હતી. નિયમની એક યાદી બનાવીને દરેકને આપવામાં આવતી. દરેક પોતે જાતે જ નક્કી કરીને બતાવી જતા. કોઈ વાર ચિઠ્ઠીઓ ઉપાડવાની હોય. જેને જે ચિઠ્ઠી આવે તે પ્રમાણે કરવાનું. કરતા હોય તેણે જ ચિઠ્ઠી બદલવાની હતી, તેમાં કોઈ વાર કોઈની કસોટી થતી. ચીટ્ટીને હું દસ્તાવેજ કહેતી : એક વાર એક બહેન ચિઠ્ઠી લઈને આવ્યાં, તેમાં હતું રેશમનાં વસ્ત્રો વાપરવા નહિ. તે બહેન કહે : મારે આ ચિઠ્ઠી બદલવી પડશે. મને રેશમનાં વસ્ત્રો ગમે છે, હું પહેરું છું. મેં કહ્યું “ચિઠ્ઠી બદલવાને બદલે વસ્ત્રો બદલો, તમને લાભ થશે; પાપથી બચશો તો શતાવેદનીય મળશે.” થોડો વિચાર કરીને કહે : નવા નહિ લઉં. વળી એક ભાઈ આવ્યા. તેમની ચિઠ્ઠી હતી સિગરેટ પીવી નહિ. ભાઈ કહે : મારી તબિયત બગડી જાય. અરે ““ભાઈ લાંબે ગાળે અસાધ્ય રોગના ભોગ ન બનો એને માટે આ ચિઠ્ઠી આવી છે. તમે ભાગ્યશાળી છો, તમારું ભાવિ સુધરી ગયું. ચિઠ્ઠી ન બદલતાં ટેવ બદલો.” તેમણે પ્રયત્ન કર્યો. તલપ લાગે ત્યારે ત્રણ નવકાર ગણતા. થોડી કસોટી થઈ, પણ ટેવ છૂટી ગઈ. વળી જેને ત્યાં ભોજન હોય તેને ત્યાં બીજા મિત્રો પણ હોય. સૌની સાથે થોડી હળવી વાતો થાય. તેમાં એક વાર મેં કહ્યું જુઓ, જેને ત્યાં માંસાહાર થતો હોય, પોતે લેતા હોય, “બાર' ચલાવતા હોય તેને ત્યાં હું જમતી નથી, તેના હાથનું જમતી નથી. તે દિવસે એક બહેન મળવા આવ્યાં, કહે : મને પ્રાયશ્ચિત્ત આપો, હું માંસાહાર કરું છું. મેં આજે તમને વસ્તુ પીરસી હતી. મેં કહ્યું “પ્રાયશ્ચિત્ત હું કરી લઈશ.” તે બહેન વિચારમાં પડ્યાં. બીજે દિવસે આવીને માંસાહાર ત્યાગની પ્રતિજ્ઞા લઈ ગયાં. એક દંપતીમાં બહેન મારા તરફ ઘણો આદર રાખે, પણ પતિ ઘરમાં લાવીને માંસાહાર કરતા. તેથી તે મને ઘરે જમવા લઈ જઈ શકતા વિભાગ-૧૧ ૩૨૦ મારી મંગલયાત્રા Page #346 -------------------------------------------------------------------------- ________________ નહિ. એક વાર તેણે વાત કરી. મેં કહ્યું : તારા ઘરે આવીશ. મને પાંચ બદામ નવકાર ગણીને આપજે, હું અન્યત્ર ભોજન સમયે તે લઈશ. એમ બે વાર ગઈ. ત્રીજી વાર તેના પતિ કહે: મને માંસાહાર-ત્યાગની પ્રતિજ્ઞા આપો અને મારે ત્યાં ભોજન માટે પધારો. ત્યાર પછી તેમને ત્યાં સત્સંગ સાથે ત્રીસેક મિત્રો સહિત ભોજનનો કાર્યક્રમ થયો. અમારા સ્નેહીના પુત્રને ત્યાં ભોજન માટે જવાનું થયું. મેં તો બાળપણમાં જોયેલો તેવો જ માનેલો. પણ ભાઈને પીણાની આદત, ઘરમાં બાર રાખે. હું ભોજન કરીને હૉલમાં બેઠી હતી ત્યાં મારી નજર પેલી વસ્તુ પર પડી. તે રાત્રે ત્યાં રહી હતી તેની સાથે વાત કરી. દીકરો ગુણિયલ હતો, બીજે દિવસે સ્વાધ્યાયમાં પ્રતિજ્ઞા લઈ લીધી અને ઘરમાંથી બધી વસ્તુઓનો નિકાલ કરી દીધો. ટૂંકમાં જેઓએ ભારત ભૂમિના ધર્મના સંસ્કાર બચાવ્યા અને પચાવ્યા હતા તેઓ આ માર્ગમાં સઉલ્લાસ આગળ વધતા હતા. અને જેઓ કંઈ ચૂક્યા હતા તેઓ પુનઃ જાગ્રત થઈ માર્ગે ચઢતા હતા. તેમાં સ્વાધ્યાય, ભક્તિ, વ્રતો, નિયમોનો મોટો ફાળો છે. અમેરિકાની જેમ વ્યવસ્થિત ધાર્મિક કાર્યક્રમો અન્યત્ર આફ્રિકા, લંડન, જેવા સ્થળે ગોઠવાતા નથી તે ખેદ સહિત કહેવું પડશે. તે સ્થળોએ જૈન વસ્તી, સંઘ, સ્થાનો છે પરંતુ આ પ્રણાલીનું સાતત્ય નથી જળવાતું. આ સત્સંગયાત્રાનું અલગ પુસ્તક લખ્યું છે : “દેશ-પરદેશના પ્રવચનોનો પ્રતિસાદ.” જનપ્રિય સુશ્રાવક શ્રી ગિરીશભાઈ તથા તપસ્વી સુશીલાબહેન : લોસ એંજલીસમાં રહેતાં સુજ્ઞ દંપતી છેલ્લાં બે વર્ષથી મારી સાથે સત્સંગયાત્રામાં હોય છે. શ્રી ગિરીશભાઈ સ્વયં પ્રવચનકાર અને શાસ્ત્રાભ્યાસી છે, બંને તપસ્વી પણ ખરા. ગિરીશભાઈની શિક્ષણ પદ્ધતિ રસાળ અને ઉલ્લાસવર્ધક હોવાથી સમાજમાં તેમની જનપ્રિયતા ઘણી છે. કેવળ શાસ્ત્રવાંચન નહિ; સાથે તપ, વ્રત જેવા આચારનું પણ માર્ગદર્શન આપી સૌને આરાધનામાં પ્રેરણા આપે છે. મારી સાથે હોય ત્યારે તે તે સ્થળે તેમના પ્રવચનો લોકભોગ્ય બનવાથી હવે તેઓ અમેરિકાનાં જુદાં જુદાં સ્થળોમાં શ્રી પર્યુષણની આરાધના કરાવે છે. તેમના મધુર કંઠે પ્રભુસ્તવન સાંભળવાં તે પણ એક સુંદર યોગ છે. તેઓ મૂળ અમદાવાદ નજીક મહેસાણામાં રહેતા હતા. સંસ્કારે સ્થાનકવાસી પરંતુ તેઓ આગ્રહી ન હોવાથી વિશાળ સમુદાય સાથે સ્વમારી મંગલયાત્રા ૩૨૧ વિભાગ-૧૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ પર શ્રેયની પ્રવૃત્તિ કરી રહ્યા છે. યદ્યપિ તેઓ શ્વેતાંબર આપ્નાયની પદ્ધતિથી અનુષ્ઠાનો કરે છે, કરાવે છે છતાં તેમના દ્વાર સૌને માટે અભંગ છે. તેઓ જૈન સમાજ માટે વડીલ જેવા છે. ગુંચ પડે તો ઉકેલવાની ક્ષમતા ધરાવે છે. તેથી જૈન સમાજમાં તેમનું સ્થાન આદરણીય છે. અમારી સત્સગયાત્રા ખૂબ આનંદમય રહેવામાં તે દંપતીનો ઘણો સહયોગ છે. સુશીલાબહેન સ્વયં તપસ્વી છે. માસક્ષમણ જેવું તપ પણ સહજ રીતે તેમને ઉપાસ્ય છે. સૌમ્યતા અને ઓછાબોલા એ એમની પ્રકૃતિ છે. સેવાપરાયણતામાં ઉત્સાહી છે. આથી અન્યોન્ય અમે સત્સંગનો લાભ લઈ શક્યા છીએ. - ઘરમાં સુંદર અલગ નાનું દેરાસર અને વ્યવસ્થિત સાધનાખંડ છે જ્યાં સહાધ્યાયીઓ અભ્યાસ કરતા હોય છે. કોઈ વાર દેશાવગાસિકનું આયોજન થતું હોય છે. આ ઉપરાંત વ્રત, તપ તથા નિયમની તેમની પ્રેરણાથી સૌમાં આચારયુક્ત આરાધના ટકી રહી છે. દર સપ્તાહે ત્રણ સ્વાધ્યાયનો લાભ આપે છે. અમે અન્યોન્ય સન્માર્ગની આરાધનામાં પ્રેરક કલ્યાણમિત્રો છીએ તે સુભગ યોગ છે. ધર્માવલંબી ઉર્વશી વિરેન શાહ (લોસ એંજલીસ) : દર વર્ષે જાઉં અને નવા સન્મિત્રોનો સાથ મળે. લગભગ ૨૦૦૧ ની સત્સગયાત્રામાં ઉર્વશી સાથે રહી. મથાળે ધર્માવલંબી લખ્યું છે પણ હું એને ધર્મલોભી કહ્યું છે. સત્સગયાત્રામાં તેનો મૂળ આશય સેવાભાવનો હોય છે. જોકે યજમાનને ત્યાં કંઈ ખાસ કામ ન હોય તો પણ તે સ્વયં સેવાભાવી છે. બે વરસીતપમાં પણ સાથે જ રહી હતી. તપનું આરાધન ચાલુ જ હોય. કામથી મુક્ત થાય ત્યારે તેને યજમાનના ઘરના સ્વાધ્યાયખંડદેરાસરની જગામાં શોધવી પડે. તેનું પાથરણું ત્યાં પાથરેલું જ હોય. તિથિએ દેશાવગાશિક દસ સામાયિક કરી લગભગ મૌન રાખે એ જ પાથરણા પર પૂરો દિવસ ગાળે. તે કહે : તમારી સાથે રહી આરાધના કરી લઉં તો કર્મભાર ઓછો થાય ને ? આ સંસારભાવ છોડવો છે તે આરાધના વગર કેમ છૂટે ? ઉર્વશીને દીકરીઓ અને પતિ વિરેનનો ઘણો સહકાર મળે. મારા પુસ્તક-વિતરણનું બધું કામ વિરેન સંભાળે છે. મેં એક વાર તેને એક પ્રશ્ન પૂછ્યો કે ““મને લાગે છે કે ભગવાન ઋષભદેવના સમયમાં આપણે બંને સાથે હતાં. તે કેવી રીતે ?” તેને વિભાગ-૧૧ ૩૨૨ મારી મંગલયાત્રા Page #348 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્ય થયું. મેં કહ્યું : મને કંઈ વિશેષ જ્ઞાનમાં આ દર્શન થયું છે એવું નથી પણ આ વાત જગજાહેર છે. તું શોધી લે કેવી રીતે ? તે આશ્ચર્યથી જોઈ રહી. મેં પૂછયું, ઋષભદેવની એક પત્નીનું નામ શું હતું ? “સુનંદા.” માતા મરુદેવીના નંદના સ્તવનમાં નાટારંભ કોણ કરે છે ? “ઉર્વશી... રૂડી અપ્સરા.... કરતી નાટારંભ.” ઉર્વશીને ? હા, હવે સમજાયું આપણા નામનો સંદર્ભ એ કાળને મળતો આવે છે. મારામાં આવું વિચારવાનું જ્ઞાન ક્યાં છે ? અરે નામથી પણ આપણે સાથે હતા ને ?” તે કહેતી : ““મને તો અત્યારે પણ આપની સાથે ખૂબ આનંદ છે. પેટ ભરીને લાભ ઉઠાવું છું. કોણ જાણે મારી ભૂલો થતી હશે ?” હું કહું : “હું સત્સંગયાત્રા અને સ્વ-અધ્યાય માટે આવી છું. મને તારી ભૂલો શોધવાનો અવકાશ ક્યાં છે? જ્યાં પ્રેમમય સેવા છે ત્યાં ભૂલ શું હોય? આપણે સૌ સાધકોએ કદમ મિલાવીને મોક્ષમાર્ગે ચાલવાનું છે. અમારી આવી નિર્દોષ અને અર્થસભર સત્સંગયાત્રા નિહાળીને અન્ય મિત્રો પણ ભાવ કરતા કે અમારે તમારી સાથે આવવું છે, સાધના કરવી છે. “નિર્દોષ સુખ નિર્દોષ આનંદ' ૨૦૦૫નો સત્સગયાત્રાનો કાર્યક્રમ લગભગ ૧૬ કેન્દ્રો પર વ્યવસ્થિત ગોઠવાઈ ગયો હતો. જુલાઈથી ઓક્ટોબર, તેમાં શ્રી પર્યુષણ કોલંબસ હતા, અને આયંબિલતપ ન્યૂયૉર્ક નવનિર્માણ થયેલા (દરાસર) કેન્દ્રમાં હતું. પરંતુ એપ્રિલ ૨૧મીએ મને ગંભીર કાર અકસ્માત થવાથી તે કાર્યક્રમ રદ થયો. છતાં સૌ આશા રાખતા કે બહેન સાજો થઈ જશે, આવશે. મને તે સૌના સદ્દભાવની આશા હતી. પરંતુ, મારી બીમારી લંબાઈ ગઈ એટલે ત્યાં જવાનું બન્યું નહિ. પરંતુ મારા કેટલાક સત્સંગી મિત્રો સત્સંગના વ્યસનવાળા છે. ત્રણેક માસ પછી હું વાત કરવા જેવી સશક્ત થઈ. પછી તેઓ ફોનમાં ૧૦-૧૫-૨૫ મિનિટ સત્સંગની વાતો કરી છે. કોઈ પ્રશ્ન હોય તો તેનું નિવારણ કરે. વ્રત, પ્રતિજ્ઞા, પચ્ચકખાણ લે. ઉર્વશી, વીણા જેવાં તો સામાયિક જ કરે એમ કહું તો ચાલે. હું પણ પત્ર દ્વારા તેમનો સંપર્ક રાખું છું. તેમાં શાસ્ત્રોક્ત બોધ પણ વણાઈ જતો. વળી તે મિત્રો અમદાવાદ આવે ત્યારે પણ સત્સંગનો લાભ લે છે. આમ મારી મંગળયાત્રાનું આ મારી મંગલયાત્રા વિભાગ-૧૧ ૩૨૩ Page #349 -------------------------------------------------------------------------- ________________ અંગ હજી પણ સાજું-તાજું રહ્યું છે. દરેક શહેરમાં સૌ આદર-પ્રેમથી અમારો ઉતારો ગોઠવે. પાંચસાત દિવસ વ્યવસ્થિત રહેવા, જમવાનું ગોઠવી દે. કોઈ વાર ભોજનભક્તિ માટે ઘર વધી પડે અને અમારા દિવસો ખૂટી પડે. વળી મારે બેસણાં હોય, સવારે મારી આરાધના હોય એટલે મને બે વાર જમવા જવું અનુકૂળ ન પડે, તો પણ કોઈ વાર જવું પડે. આ સૌ યજમાનો સત્સંગી હોય એટલે આહાર સાત્ત્વિક હોય. સાથે સત્સંગ, સ્વાધ્યાય, સામાયિક પણ યોજાતા. છેલ્લાં પચ્ચીસ વર્ષમાં તો ગુજરાતી સવિશેષ જૈન સમાજનાં કુટુંબો સારી રીતે ત્યાં સ્થિર થયાં છે, તેઓમાં ઉદારતા અને આદર બંનેનો સુભગ યોગ છે. તેથી અન્યોન્ય ઘણી સંવાદિતા અને સમીપતાનો અનુભવ થતો. આ સૌની સાથે મારો જે સમાજસેવા સમયે વાત્સલ્યભાવ હતો તે સાત્ત્વિપણે વિકાસ પામ્યો. અને તેઓ પણ પારિવારિકપણે સાત્ત્વિક સંબંધ જાળવતા. હું કોઈ વાર પૂછું કે તમને લેવા, જમાડવા વગેરેની કેવી રીતે અનુકૂળતા છે ? ત્યારે તેઓ જવાબ આપતા તમારે અમારું એ કંઈ નહિ જોવાનું. તમને અનુકૂળ હશે તે જ કરવાનું, તમને કંઈ જ મુશ્કેલી પડવી ન જોઈએ. તમારો અમારા પર ઘણો ઉપકાર છે. તેનો બદલો શું વાળી શકીએ ? સવિશેષ હું જે જે શહેરોમાં જાઉં છું ત્યાં દરેક સ્થળે અમદાવાદના સ્વજનો હોય છે. તે ઉપરાંત અન્ય સત્સંગીઓનો પણ સાદર પરિચય થતો ગયો. આથી મને આઠ દસકા પૂરા થયા તોય અંગત સત્સંગનો પ્રેમ અને સત્સંગીઓનો હાર્દિક આવકાર હોવાથી ત્યાં જવાનું આકર્ષણ રહે છે. મને આઠ દસકા પૂરા થયા પછી દર વર્ષે ના પાડું અને વળી જાઉં, છેવટે આ સત્સંગયાત્રા ૧૯૯૧ થી ૨૦૦૪ સુધી સતત ૧૫ વર્ષ દેવગુરુકૃપાએ ચાલુ રહી. - દરેક ગામે ધર્મગૃહ-સત્સંગગૃહ બાંધેલાને? તેથી આ બીમારી સમયે સૌએ કેન્દ્ર પર શુભ ભાવનાથી પ્રાર્થનાઓ યોજી. એ પ્રથમના મહિનામાં રોજે બે-ત્રણ કોલથી સૌ ખબર પૂછતા. જ્યારે હું વાત કરતી થઈ ત્યારે પણ આ ક્રમ જાળવી રાખ્યો. અમારો સંપર્ક તદ્દન જીવંત રહ્યો છે. હજી ત્યાંની યાત્રાનો તેઓનો ખૂબ આગ્રહ છે. પરંતુ મેં કહ્યું કે છેલ્લી બીમારીથી પગે થોડી તકલીફ વિભાગ-૧૧ મારી મંગલયાત્રા ૩૨૪ Page #350 -------------------------------------------------------------------------- ________________ છે, વળી મને ચોર્યાશીમું વર્ષ ચાલે છે એટલે હવે ચોર્યાશીના ચક્કર પૂરાં થાય તેવી સૌ શુભ ભાવના આપો. વળી મેં ગયે વર્ષે કહ્યું હતું કે આ વર્ષ છેલું છે. તે રીતે પણ મારું આયોજન પૂર્ણ થાય છે. છતાં તમને મારી જગાની ખોટ આંશિક રીતે પૂરી કરી આપી છે. અમદાવાદ નિવાસી સુશ્રાવક શ્રી નૌતમભાઈ : કથંચિત મેં મારી જગા પૂરી આપી છે તેમ કહું તો ચાલે ? છેલ્લાં ત્રણ વર્ષથી સુશ્રાવક શ્રી નૌતમભાઈ વકીલ જે જૈન ધર્મના આચાર અને વિચારની સમતુલાવાળા છે, તેમનો લાભ તમને મળે છે. તે મારા ધર્મપુત્ર છે. સ્વાધ્યાય માટે, સૌના સંપર્ક માટે યોગ્ય વ્યક્તિ અને વક્તા છે. પોતે સ્વયં સાધનસંપન્ન છે, એટલે અન્ય કોઈ અપેક્ષા વગર સૌને લાભ આપી રહ્યા છે. પ્રવચનકાર ઉપરાંત ભક્તિરસમાં પણ નિપુણ છે. સવિશેષ શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે તેઓ યોગ્ય છે. તેઓએ પણ સૌનો આદર મેળવ્યો છે. તેમનાં ધર્મપત્ની નીતાબહેન સાથે હોય છે. તેઓ અમદાવાદની ઘણી સંસ્થાઓમાં નિઃસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે. જૈન સમાજમાં પ્રતિષ્ઠિત નામના ધરાવે છે. દિલના ઉદાર અને પરોપકારજીવી છે. તેઓએ ત્રણ વર્ષમાં અમેરિકામાં શ્રોતાગણની ચાહના મેળવી છે એટલે ૨૦૦૮ સુધીના શ્રી પર્યુષણની આરાધના માટેનું આયોજન નિર્ભીત થઈ રહ્યું છે. વળી મારા અમેરિકાના પુસ્તક વિષેનાં તથા કાર્યક્રમ વિષેનાં કાર્યો ઈ-મેઇલથી દરેક સ્થળોએ તેઓ સંભાળી લેતા હોય છે. તમને મારી પુરવણી માટે એક સાધક મળ્યા તેનો આનંદ છે. સૌ પૂરો લાભ લેજો. તેમનો અમેરિકામાં સત્સંગ ગોઠવવાનો મારો પ્રયાસ સફળ થયો છે. અમારી સત્સંગયાત્રા સાર્થક જણાઈ છે : ધર્મની પ્રણાલીમાં સવિશેષ કેન્દ્રોમાં શનિ-રવિ રજામાં વિવિધ આયોજનો થાય. તેમાં જનસમૂહ સામુદાયિક ક્રિયાયોગ જેવા ઉત્સવોમાં વધુ રસ ધરાવતા હોય છે, કારણ કે તેમાં આબાલવૃદ્ધ સૌ ભળી શકે; જેમકે પૂજન જેવી વિધિઓ. જેમાં એક પૂજનનો ચઢવો લે તેમાં પૂરું કુટુંબ ભાગ લઈ શકે. તે પ્રમાણે મહાવીર જન્મોત્સવ કે ગૃહસ્થોના કૌટુમ્બિક પ્રસંગોના નિમિત્તે યોજાતી ધાર્મિક સ્નાત્ર જેવી પ્રવૃત્તિ જેમાં મોટી સંખ્યામાં સૌ લાભ લે. પરંતુ સ્વાધ્યાય જેમાં શ્રવણમાં મન-મગજ-બુદ્ધિને કસવાં પડે, શાસ્ત્રોક્ત અભ્યાસ અલ્પ હોય, પ્રવચનના શ્રવણનો અભ્યાસ પણ નિરંતર ન હોય, એટલે રુચિની વૃદ્ધિ ન હોય તે સમજી શકાય. તેને મારી મંગલયાત્રા વિભાગ-૧૧ ૩૨૫ Page #351 -------------------------------------------------------------------------- ________________ કારણે અન્ય વિધિવિધાનો કરતાં સ્વાધ્યાયમાં સંખ્યાબળ ઓછું હોય તે સ્વાભાવિક છે. બી વવાયું છે તો વૃદ્ધિ પામશે. કોઈ વાર અમે સ્વાધ્યાયકારો વિચારતા કે શ્રોતાની ક્રિયાકાંડ સાથે તત્ત્વરુચિ વધે તો સંખ્યા વધે. છતાં લાગે છે કે તત્ત્વશ્રવણમાં લોકોને રૂચિ અલ્પ રહેવાની, એટલે આપણે સંખ્યાબળનો આગ્રહ ન રાખવો. અલ્પ સંખ્યામાં પણ જિજ્ઞાસુ છે તો જેટલાને લાભ થયો તે ખરશે. આપણે આપણી ફરજ બજાવવી. હું તો એમ કહું કે આ પ્રવૃત્તિ નિરર્થક ગઈ જ નથી. તેના લાભ આપણા અનુભવમાં આવે છે. કેટલાયે ભાવિકોએ વ્યસનનો ત્યાગ કર્યો, માંસાહાર કે અભક્ષ્ય આહારનો ત્યાગ કર્યો, અન્ય વસ્તુઓમાં વનસ્પતિજન્ય હોય તેવું લેતા થયા, તપ-વ્રત વૃદ્ધિ પામ્યા, સામાન્ય જીવો અન્ય નિયમોથી પરિચિત થઈ તેનો લાભ લેતા થયા; સામાયિક જેવાં અનુષ્ઠાનો કરતા થયા. પ્રસંગે ભારતમાં કટુંબસહયાત્રા કરતા ગયા. અંગત પરિચય થતાં મારો અનુભવ તો એ છે કે કૌટુમ્બિક કે અંગત જીવનના સંઘર્ષો ટળ્યા. પારિવારિક પ્રસંગોમાં ધર્મક્રિયાઓ કરતા થયા. દીકરા-દીકરીઓ તેમના પ્રસંગોએ સ્નાત્રપૂજામાં ભક્તિ કરતાં થયાં, રોગ કે શોક જેવા પ્રસંગોએ પણ ધર્મભાવનાને પ્રદીપ્ત રાખતાં થયાં. પરિગ્રહની મૂછ ઘટાડી સવ્યય કરતાં થયાં. ભૌતિકતા છતાં ભોગવૃત્તિમાં સંયમ રાખતાં થયાં. ઘરમાં પવિત્ર સ્થાનોનું અલ્પાવિક આયોજન થયું. પુસ્તક-શાસ્ત્રો રાખતાં અને વાંચતાં થયાં. મારો અંગત અનુભવ ઘણો વિશાળ છે. વિસ્તારના ભયે અલ્પ રજૂ કરું છું. અગર તો જેટલી વ્યક્તિ તેટલા અનુભવ છે. કોના લખું ને કોના સ્વજન-વિયોગ થાય ત્યારે જીવોની માનસિક સ્થિતિ વ્યાકુળ થાય તે સંસારમાં સ્વાભાવિક છે. ત્યારે મેં જોયું કે અમારા જેવાના પરિચયમાં છે, સ્વાધ્યાયની રુચિવાળા છે તેમાં થોડું પરિવર્તન આવે છે, જે તેમને માટે આત્મકલ્યાણરૂપ હોય છે. સુશ્રાવક આદરણીયશ્રી રજનીભાઈ શાહ (ન્યૂજર્સી) : છેલ્લાં થોડાં વર્ષથી ન્યૂજર્સી હાલ એડીસન બાજુ રહેતા મૂળ અમદાવાદના વતની શ્રી રજનીભાઈ શાહનો નવો પણ જાણે પુરાણો પરિચય થયો. તે અમદાવાદમાં આ. ભગવંત બાપજીના સંપર્કમાં ધાર્મિકઆધ્યાત્મિક શિક્ષણ પામ્યા હતા. તેને અમેરિકા જઈને વાગોળ્યું હોય વિભાગ-૧૧ ૩૨૬ મારી મંગલયાત્રા Page #352 -------------------------------------------------------------------------- ________________ તેમ પ્રવચન દ્વારા, શિબિરો દ્વારા કે પત્ર દ્વારા પ્રગટ કરતા હોય છે. તેમનું વક્તવ્ય શાસ્ત્રોક્ત પદ્ધતિ છતાં રસાળ અને સરળ હોય છે. સ્વાનુભવથી સ્વાધ્યાય આપે અને લખે પણ ખરા. સવિશેષ તેમની જીવનશૈલી પ્રતિજ્ઞાબદ્ધ છે, એટલે મેં જોયું કે અન્ય જિજ્ઞાસુઓને તે પ્રતિજ્ઞાબદ્ધ કરવામાં સરળ થાય છે. તેઓની પદ્ધતિ શાસ્ત્રદોહનની છે, તેમાંથી રહસ્યો શોધી સ્વહસ્તે કાગળ પર અવતરણ કરી ઝેરોક્ષ કરાવી સૌ મિત્રોને પહોંચતા કરે. દર માસે બે માસે સૌને પત્રબોધ મળે. આથી અમેરિકાનાં કેન્દ્રોમાં તેઓ સુશ્રાવક તરીકે સૌના પરિચિત છે. તેમનું સ્થાન માનવંતું છે, છતાં નમ્ર અને સરળ છે. શાસ્ત્રની શિસ્તમાં બાંધછોડ ન કરે, સૌને તે પ્રમાણે સમજાવે. તેઓ કોઈ વાર મારા પ્રવચનના શ્રોતાપણે ઉપસ્થિત થાય, ત્યારે અમે પ્રસન્નતા પામતાં. પોતે કામ પર જાય છે. તે પહેલાં પ્રતિક્રમણ જેવાં અનુષ્ઠાન કરી લે, સૌને કરવા પ્રેરણા આપે. કોઈ મીઠાઈ જેવું ન વાપરવાની પ્રતિજ્ઞા માંગે તો સમજાવે કે ભગવાને મીઠાઈનો પ્રતિબંધ નથી કહ્યો, ન ખાવ તે સારું છે, પણ કંદમૂળત્યાગની પ્રતિજ્ઞા પહેલાં લેવી, પછી બીજી લેવી. આમ સૌને સાચી સમજ આપી સાચા આચાર તરફ વાળે. હું એમને પૂછું કે આ પત્રો લખો છો ક્યારે? સવારથી સાંજ કામે જાવ. શનિ-રવિ શિબિર ભરો. ત્યારે કહેતાઃ “દેવગુરુની કૃપાથી થાય છે. મારા લાભ માટે કરું છું.” અમદાવાદ હતા ત્યારે પૂ. બાપજી પાસે દર વર્ષે એક વસ્તુ-આહારની ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. હમણાં હવે ત્રણ વસ્તુ પર આવી ગયા છે. એટલે નવી રીત શોધી કાઢી કે બાર તિથિ ફોન કરવા કે લેવા નહિ અને સૌને સાથ આપવા જણાવી દીધું છે. મારા પર દર માસે બે માસે સત્સંગપત્રની નકલ આવે. તેમાં પ્રથમ તો મારાં માનવંતાં, પાંચ-સાત વિશેષણો હોય. હું લખું કે ભાઈ, એમાં કરકસર કરજો. વળી આ જીવને માનમાં લઈ જવાને બદલે જ્ઞાનમાં લઈ જજો. આમ અમારો સંપર્ક લોકોત્તર માર્ગમાં પૂરક થાય છે. આવા જિજ્ઞાસુમિત્રોની સુભગ યાદી મારા સ્મરણપટ પર કલ્યાણભાવનાથી અંકાયેલી છે. મન થાય છે કે પ્રસ્તુત લેખનમાં એ યાદી ઉતારું. વિસ્તારના કારણે મારી કલમ અટકી જાય છે. હા, પણ એ સૌને કહું છું આપણે વીતરાગશાસનની એક જ નાવમાં બેઠાં છીએ, પાથરણું એક જ છે. એ નાવ પહોંચશે, એ પાથરણું ઊંચકાશે ત્યારે સાથે જ મારી મંગલયાત્રા ૩૨૭ વિભાગ-૧૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ચરણમાં પહોંચશું. અગર તો જેમ યાત્રાએ પગપાળા જતા ભાવિકો એક-બે માઈલ આગળ-પાછળ હોય પણ પહોંચે ત્યારે એક જ જગાએ પહોંચવાના છે. પાલીતાણા તીર્થમાં કરોડો સાથે પહોંચ્યા અને આપણે સો-બસો પાંચસો નહિ પહોંચીએ? શ્રદ્ધા આપણું સાધન છે. અમારા ગુરુદેવ કહેતા કે : “રજહરણ મણિનું કામ એ કે સરોવરમાં મૂકો તો લીલ, કચરો બધું તળિયે પહોંચાડી દે કે સાફ કરી દે. એમ તમારું શ્રદ્ધારૂપી બળ બાધક તત્ત્વોને, કષાયોને દૂર કરી તમને મુક્તિ નગરમાં પહોંચાડી દેશે.” આ જિજ્ઞાસુઓને પ્રારંભમાં સૂચવતી કે ભારત આવો ત્યારે તમારા રોકાણના બે-ત્રણ ભાગ પાડજો. તેમાં એક ભાગ ભગવતભક્તિ અર્થાત્ તીર્થયાત્રા, અને બીજો ભાગ સાધુસંતોનો સમાગમ. તમે સૌ જાણો છો કે આવો સાધુ-સમાગમ ભારતમાં શક્ય છે. આનું પરિણામ એ આવ્યું એ સૌ સાધુ-સમાગમ કરતા થયા. હું સૌને કહેતી આપણા ગીતાર્થજનો પાસે છે તે લેવા જેવું છે. હું ઘણા અનુભવ પછી શ્રદ્ધાપૂર્વક આ તત્ત્વ કહેતી. શ્રી ગોયંકાજીની પ્રણાલિની શિબિરોમાં ગઈ. શ્રી તુલસી આચાર્યની પ્રેક્ષાધ્યાનની પ્રણાલિમાં ગઈ. તે પ્રકારો મનની સપાટી પર શાંતિ આપનારા છે. અભ્યાસ રાખો તો તે સ્થળે સ્થિરતા પણ જણાય. ભલે તે પ્રયોગો જનતાને અનુકૂળ હોય. તેમાં દૈહિક “યોગા' જેવા પ્રકારો આવે છે. વળી જીવોને દૈહિક પૌગલિક પ્રકારોનો મહાવરો છે, એટલે તેનું આકર્ષણ થાય. આથી આધ્યાત્મિકતા ગૌણ બને અને જીવો તો દૈહિકચેષ્ટા સુધી પહોંચે. પુનઃ પુનઃ અભ્યાસ કરે તેઓ તેનું હાર્દ મેળવી શકે. આ ગીતાર્થજનોના સંપર્કમાં આપણને તત્વદષ્ટિ મળે તે વધુ લાભદાયી છે એમ મારો અનુભવ છે. અમેરિકાની સત્સંગયાત્રાના સત્સંગી સાથીઓનો સંગ વિશાળ વડલા જેવો છે. દર વર્ષે વડવાઈઓ ખીલે તેમ વિસ્તરતો જાય છે. તેથી કોના નામનો ઉલ્લેખ કરું ને કોનો મૂકે તે એક મૂંઝવણ છે. એટલે પછી “તમે અમારા અમે તમારા”. વિભાગ-૧૧ ૩૨૮ મારી મંગલયાત્રા Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અધ્યાત્મયોગી ગુરુવર્ય પૂ. આચાર્યશ્રી વિજ્ય કલાપૂર્ણસૂરિજીની નિશ્રામાં બોધ-વાચનાનો સુઅવસર કે અધ્યાત્મયોગી પૂ.આ. શ્રી કલાપૂર્ણસૂરિજી અલ્પાક્ષરી પરિચય ક આ.યોગીશ્રીનો બોધ તથા શ્રીદેવચંદ્રજીના સ્તવનોનો ભાવાર્થ (અમદાવાદ) આ.યોગીશ્રીનો બોધ (ધ્રાંગધ્રા તથા સુરત) * આ.યોગીશ્રીનો સમાષ્ટકનો ઉપદેશ (હૈદ્રાબાદ) * સમાગમ તથા વાચનાનો લાભ (પાલીતાણા) જ સવાર ઉગી કે આથમી ? (કાળધર્મ) * પૂજ્યશ્રીના પાર્થિવદેહનો અંતિમ સંસ્કાર (શ્રી શંખેશ્વર) * ભાવુકોની ભક્તિનું અનોખું દર્શન ઉપકાર ભલુ ડેમ તારો ગુરુજી, મારો સફળ થયો જન્મારો, ભવી અટવીમાં ભમતો ભમતાં કયારે આવતા આરો, કૃપા કરીને કર પકડી લીધો માર્ગ બતાવ્યો અને ત્યારો.” - ગુરુજી. I . Page #355 -------------------------------------------------------------------------- ________________ “ “જેની આંખમાંથી દયાની – કરૂણાની વૃષ્ટિ થાય છે અને જેમની વાણીમાંથી સમતારૂપી સુધા નીતર્યા કરે છે, તેવા યોગીપુરુષને નમસ્કાર કરું છું'' ને એમણે એવા યોગીની કલ્પના કરી છે કે, જે વિશ્વ પર નિરંતર કરૂણા વરસાવે. કેમકે આ વિશ્વ દ્રવ્ય અને ભાવથી દુ:ખી છે. | યોગી પુરુષનું આ લક્ષણ બતાવ્યું છે કે, એ કોઈની પણ સામે જુએ, તેઓ કરૂણા વરસાવતા લાગે. આવા મહાપુરુષો પાસે જે કોઈ પણ જાય તેમના ઉપર એવી કૃપાનું બુંદ ઝરે કે, જેના દ્વારા તેના તાપ અને સંતાપ નષ્ટ થઈ જાય છે. - મહોપાધ્યાયજી યશોવિજયજી Page #356 -------------------------------------------------------------------------- ________________ | અધ્યાત્મયોગી પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરિજીની નિશ્રામાં વિકસેલી મંગલયાત્રા એક યુવાન સંસારત્યાગી થઈ સગુરુની શોધમાં નીકળ્યો. થોડા દિવસે તે એક જંગલમાં પહોંચ્યો. ત્યાં એક વૃક્ષની શાખા નીચે સંન્યાસી ધ્યાનમગ્ન બેઠા હતા. થોડી વારે તેમણે સાધકના સામી દૃષ્ટિ કરી તેનું માપ લઈ લીધું. સાધક કહે : ““યોગીજી, મારે સદગુરુની પ્રાપ્તિ કરી જ્ઞાન મેળવવું છે તે માટે સંસારત્યાગ કરીને નીકળ્યો છું. આપ મને સગુરુની વાટ બતાવો.” સંન્યાસીએ કહ્યું : “આ જંગલમાં અમુક સ્થળો આવશે. નદી, પહાડ આવશે. ત્યાર પછી અંતે એક વિશાળ વૃક્ષની શાખા નીચે તને સદગુરુ મળશે.” સાધક રાજી થયો, જિજ્ઞાસા સાચી હતી. પરંતુ ઉતાવળો હતો. સંન્યાસીના કહ્યા મુજબ જંગલમાં દોટ મૂકી, પાંચ વર્ષે ફરીને આવ્યો ત્યારે એ જ વૃક્ષ, શાખા અને સંન્યાસી જોયા. આશ્ચર્ય પામ્યો. વંદન કરીને ઊભો. તેની આંખમાં પ્રશ્ન હતો, “અરે ! આ વાત પ્રથમ દિવસે કેમ બતાવી નહિ ? પાંચ વર્ષ હું ફર્યો ?' બેટા, તે દિવસે તારી ભૂમિકા આટલી હતી. તું ફરીને પરિપક્વ થયો. તું ફર્યો પણ તારા માટે હું અહીં ઠર્યો. હવે તારે ફરવું નહિ પડે.” આમ જીવને આ માર્ગે પરિપક્વતા જરૂરી છે. ત્યારે મળેલા સદૂગુરુની નિશ્રામાં જે મળે તે પૂર્ણતા સુધી લઈ જતું હોય છે.' મારા માટે આ કથા ઘણી લાગુ પડે છે. પ્રારંભમાં આચાર્યશ્રીથી મળેલો બોધ, વચમાં ઘણાં સ્થળો એ ફર્યા પછી પાછો આચાર્યશ્રીના ચરણકમળમાં જ સાર્થક થયો. અધ્યાત્મયોગી પૂ. આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરિજી : અલ્પાક્ષરી પરિચય : પૂ. શ્રીનો જન્મ રાજસ્થાનના ફલોદિમાં થયો હતો. પૂર્વની સાધુજીવનની આરાધનાના સંસ્કાર હો કે શું તેઓ બાળપણથી જીવદયાઅનુંકપાભાવવાળા હતા. કોઈનું ઘર બંધાય તેમાં કેટલી હિંસા થતી હશે? વનસ્પતિના જીવોની પરાધીનતા જુએ, મૂક પ્રાણીઓનો શ્રમ જુએ, અને મારી મંગલયાત્રા વિભાગ-૧૨ ૩૩૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ તેમનાં નયનો સજળ બની જતાં. આથી વડીલો તેને માખણિયો' સુંવાળો કહેતા. તેમનું નામ હતું અક્ષયરાજ. સામાન્ય રીતે સાંસારિક પ્રણાલી પ્રમાણે વ્યાપારમાં જોડાયા, અને લગ્નજીવન પણ ઉદયમાં હતું. વળી વ્યાપાર માટે રાજનાંદ ગામ ગયા. ત્યાં દેરાસરમાં પ્રભુ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા સામે રોજ બે કલાક ભક્તિ કરે. દિવસના સમય ન મળે તો રાત્રે સામાયિક કર્યા પછી સૂએ. તેમના શબ્દોમાં “એક દિવસ મને અંતરમાંથી અવાજ ઊઠ્યો કે તું ભક્તિ કરે છે પણ નિગ્રંથમાર્ગે ક્યારે પ્રયાણ કરીશ?” ત્યાં જ ઉત્સાહપૂર્વક પ્રભુ પાસે બ્રહ્મચર્ય વ્રત લીધું. પ્રભુ તેમને માટે આવા જીવંત-સાક્ષાતરૂપે હતા. પછી નજીકના ઉપાશ્રયમાં સાધુમહાત્મા પાસે વ્રતને પાકું કરવા પ્રત્યાખ્યાન લીધું. ઉપાશ્રયથી ઘરે જતાં દસ મિનિટ થાય. પેલા પ્રભુવચનને વાગોળતાં બીજો નિર્ણય લીધો કે પ્રથમ પંદર દિવસમાં જે મુહૂર્ત આવે તેમાં દીક્ષા લેવી. આમ ઉત્સાહભેર ઘરે પહોંચ્યાં. પત્નીએ જમવા બેસાડ્યા ત્યારે તેમણે પત્નીને પોતાનો મનોરથ જણાવ્યો. પત્ની સુશીલ હતાં. કંઈ ઈન્કાર ન કર્યો. પરંતુ પોતાના પિતાને જણાવ્યું કે તમારા જમાઈ તો સંસાર ત્યાગ કરવાનું કહે છે. તમે કંઈ સમજાવો. બાળકો નાનાં છે તેથી કંઈ વિચાર કરવો જોઈએ. પિતાનો જવાબ આવ્યો : મને જમાઈના સંસારત્યાગના ભાવથી આનંદ થયો, કારણ કે હું એ જ ભાવના કરતો હતો અને કોઈ સાથ શોધતો હતો. તમે કંઈ ફિકર ના કરતા. તમારી તથા બાળકોની વ્યવસ્થા યોગ્ય રીતે કરીશું. - સાંજે અક્ષયરાજ ઘરે આવ્યા. પત્ની કહે : ““હું હવે શા માટે સંસારમાં રહું ?” આ સાંભળી તેઓ રાજી થયા. “બહુ સારું.” પત્ની કહે : ““પણ બાળકોનું શું ?” આચાર્યશ્રીને પુછાવ્યું, જવાબ આવ્યો : ““તમારું સંસારમાં કલ્યાણ નથી તો બાળકોનું કલ્યાણ સંસારમાં ન હોય. તમે જે માર્ગે તે માર્ગે બાળકો.” સસરાજીએ ગુરુની તપાસ કરી અને પૂ. શ્રી કંચનવિજયજીને ગુરુ તરીકે સ્વીકાર્યા. આથી તેઓ બંને હળવા થઈ ગયાં. અનુક્રમે દરેકે યોગ્ય સ્થાને અભ્યાસનો પ્રારંભ કર્યો અને ભરયુવાનવયે, પત્ની, નાનાં બાળકો સાથે, વિભાગ-૧૨ ૩૩૨ મારી મંગલયાત્રા Page #358 -------------------------------------------------------------------------- ________________ સસરા અને સાળા સાથે ફલોદિમાં ભવ્યતાથી દીક્ષા મહોત્સવ ઊજવાઈ ગયો. આવા પ્રસંગો ભગવાનશ્રી મહાવીરના સમયના પ્રસંગોની કંઈ ઝાંખી કરાવે છે કે વીતરાગનાં દર્શન અને વાણીનું શું પ્રભુત્વ છે ? પૂ. શ્રીના ગુરુમહારાજશ્રી કંચનસૂરિજી મુખ્યત્વે કચ્છ વાગડ પ્રદેશમાં જ વિહરતા હતા. પૂ. શ્રીએ પણ ત્રીસ વર્ષ ત્યાં જ સ્થિરતા કરી એ ભૂમિમાં જિનશાસનની દષ્ટિનો જનસમૂહમાં પ્રસાર કરી મહાન કાર્ય કર્યું. જેમ જેમ તેમના જીવનની પવિત્રતા નિખરતી ગઈ તેમ તેમ તેઓનું અધ્યાત્મબળ સ્વ-પરમાં પ્રગટ થયું. આથી તેઓ “અધ્યાત્મયોગી' તરીકે સૌના દિલમાં વસી ગયા. તેઓનું આ અધ્યાત્મ વાચનામાં વાચા બનતું ત્યારે સૌને સ્પર્શી જતું. ૧૯૯૦માં તેઓ સાધુ સંમેલનમાં અમદાવાદ પધાર્યા હતા. ત્યાર પછી ઘણા પ્રદેશોમાં વિહારયાત્રા થઈ. ત્યારે શાસનનાં ઘણાં કાર્યો થયાં છતાં તેઓની નિર્લેપતા અજબની હતી. પક્ષી ગગનમાં ઊડે પછી તેની પાછળ કોઈ રેખા અંકિત ન થાય, તેવું તેમનું જીવન હતું. ૨૦૦૨ના મહા સુદ ચોથને દિવસે વિહાર સમયે તેઓ કાળધર્મ પામ્યા. તેમના શિષ્યગણ અને ભક્તો દ્વારા શંખેશ્વરમાં શ્રી વિજયકલાપૂર્ણસૂરિ સ્મારક થઈ રહ્યું છે. જેમાં વૃદ્ધ સાધ્વીજનોનો શ્રમણી વિહાર, ગુરુપ્રાસાદ સંસ્કૃત પાઠશાળા વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની ઊંચાઈને-ગુણોને ધારણ કરવાનો આવો પ્રયાસ એ આપણું ઋણકાર્ય છે. - ૨૦૦૬ ના મહા વદ છઠ્ઠના દિવસે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયો. ભક્તોની ભાવના કેવી હોય છે ! પૂરા સંકુલનું, દસ દિવસની પૂર્ણ ભક્તિનું રોજના ૨૫ હજારથી ૫૦ હજાર યાત્રિકોના સન્માનનો પૂર્ણ વ્યવસ્થા ખર્ચનો લાભ એક જ પરિવારે ૩૦ કરોડના અર્થ સહયોગથી લીધો હતો. ધન્ય તે વ્યક્તિને. અધ્યાત્મયોગી પૂ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજીનો બોધ (અમદાવાદ) : અગાઉ જણાવ્યું તેમ ૧૯૮૪માં પૂ. શ્રીનો કચ્છ-માંડવીમાં દર્શનનો લાભ મળ્યો હતો. તે સાથે નવતત્ત્વ પ્રવેશિકાનો પ્રથમ પાઠ તેમની વચનલબ્ધિ રૂપે મળ્યો હતો. ત્યાર પછી ઈડર, કોબા જેવા આશ્રમની નિવૃત્તિમાં અને લંડન, આફ્રિકાની સત્સગયાત્રા અને લેખનમાં ખૂબ પ્રવૃત્ત રહેવાનું બન્યું. વળી પુણ્યયોગની અલ્પતા કે સાતેક વર્ષ દર્શનનો લાભ ન લીધો. મારી મંગલયાત્રા વિભાગ-૧૨ ૩૩૩ Page #359 -------------------------------------------------------------------------- ________________ યોગાનુયોગ પૂ. શ્રી ૧૯૯૦માં અમદાવાદ પધાર્યા હતા. કોઈ સત્સંગીએ સમાચાર આપ્યા. તરત જ પંકજ સોસાયટીમાં ઉપાશ્રય પહોંચી ગઈ. તેઓ ઓળખી ગયા. મેં પણ સહજ જ પૂછયું : “સાહેબજી બોધનો કંઈ લાભ આપો.” તેઓએ તરત જ સાંજે ૫ થી ૬ નો સમય આપ્યો. લગભગ ૧૪/૧૫ દિવસ શ્રીદેવચંદ્રના સ્તવનના ભાવાર્થ જે ઘણા ગૂઢ છે તે મને બોધરૂપે સમજાવ્યા. પૂરું કથન તો લખતી નથી પણ મને તેમના એ બોધથી તત્ત્વનિષ્ઠાની વાસ્તવિકતા સમજમાં આવી. અને નિર્ણય પાકો થતો ગયો કે તત્ત્વબોધ વગરની ધર્મારાધના ઘી વગરની રોટલી જેવી કે સાકર વગરની મીઠાઈ જેવી છે. અમદાવાદના સમાગમ પછી પૂ. શ્રી ધ્રાંગધ્રા હતા. ધ્રાંગધ્રાના ચાતુર્માસની વિશેષતા એ હતી કે વ્યાપારીઓએ સંગઠિત થઈને નક્કી કર્યું હતું કે પૂ. શ્રીના ચાતુર્માસમાં બજારની દુકાનો ૧૦ વાગે ખૂલે. સૌએ આ વાત પ્રેમથી વધાવી લીધી હતી. એક-બે કલાક સંસાર-વ્યાપારની દુકાનને બદલે ધર્મવ્યાપારના વ્યાખ્યાને સૌ જતા. વળી રાત્રે ૮ થી ૯ પૂ. શ્રી પોતે જ નવતત્ત્વના વર્ગો ચલાવતા. લગભગ સો જેટલા પુરુષો આ વર્ગમાં આવતા. તેમાં ડૉક્ટરો અને એન્જિનિયરો પણ સારો લાભ લેતા. આ પ્રથા અનુકરણીય છે. હું ધ્રાંગધ્રા ગઈ ત્યારે સવારે ૧૦ થી ૧૧ અને ૩ થી ૪ મને સમય આપ્યો હતો. એક વાર એક ડૉક્ટર ત્રણ વાગે આવ્યા. “મને ૧૫ મિનિટ આપો. હું રાત્રે વર્ગમાં આવ્યો ન હતો. મને એ પાઠ સમજાવી દો તો રાત્રે તૈયાર થઈને બધાની સાથે જોડાઈ શકે.” અને પૂજ્યશ્રીએ સહર્ષ પંદર મિનિટમાં પાઠ સમજાવ્યો. ડૉક્ટર પણ કેવા ઉત્સાહી કે બપોરના વિરામના સમયનો ઉપયોગ કરી લીધો. પૂ. શ્રીનું સાન્નિધ્ય આવું અનોખું હતું. પૂરા ધ્રાંગધ્રાના વાતાવરણમાં તેમની ઉપસ્થિતિ છવાયેલી જણાતી હતી. બપોરે સાધ્વી મહારાજ બહેનોના વર્ગો ચલાવે. ૫. શ્રીના આદેશથી એક દિવસ મારો સ્વાધ્યાય રાખ્યો હતો. સંચાલકોને કહ્યું કે આ બહેન પાસે બહેનોને તત્ત્વનો બોધ આપવાનું ગોઠવજો. અને સો જેવાં બહેનોએ લાભ લીધો હતો. પૂ. શ્રીનો સુરતના ઉપાશ્રયે મળેલો બોધ : બીજી વાર સુરતમાં ચાતુર્માસ હતું ત્યારે ત્યાં વાચનાનો લાભ મળ્યો હતો. સુરતમાં પૂ. શ્રીએ જ્ઞાનસારના પૂર્ણતાના પ્રથમ અષ્ટકની સ્વવિભાગ-૧૨ મારી મંગલયાત્રા ૩૩૪ Page #360 -------------------------------------------------------------------------- ________________ નોંધથી બોધ આપ્યો હતો. છબસ્થ અવસ્થામાં જીવ અપૂર્ણ તો છે જ પણ ધ્યેય મૂળ સ્વરૂપના લક્ષ્ય કરવાનું છે. સ્વસ્વરૂપે આત્મા પૂર્ણ છે. પૂર્ણ સુખથી ભરેલો છે. તેવું દઢ શ્રદ્ધાન કરવું. સંસારના પદાર્થો ગમે તેવા સુંદર કે મૂલ્યવાન હોય, ઈન્દ્રિયોનાં સુખો મનગમતાં અને કાયમનાં લાગતાં હોય તો પણ તે અપૂર્ણ જ રહેવાનાં. વળી જીવને તેનાથી તૃપ્તિ પણ નહિ થવાની. માટે આ જીવનમાં યોગ મળ્યો છે તો પૂર્ણતાનું લક્ષ્ય કરવું, પુરુષાર્થ પણ તેમ જ કરવો. પુરુષાર્થ વગર કોઈ કાર્ય સંપન્ન થતું નથી. મોક્ષમાર્ગનાં સાધનોમાં પણ પુરુષાર્થની જ વિશેષતા છે. આત્મા એટલે પુરુષ પૂર્ણતાનો સ્વામી તે પુરુષ, તેને સિદ્ધ કરવું તે પુરુષાર્થ માટે પૂર્ણતાનું માહાભ્ય સ્વીકારી તે લક્ષ્ય પુરુષાર્થ કરવો. તત્ત્વબોધની ફળશ્રુતિ પણ એ જ છે. આત્મબળની હીનતાથી એમ લાગે કે આ બધું કઠણ છે. પરંતુ જે સપુરુષો પૂર્ણ સ્વરૂપને પામ્યા તેઓ પૂર્ણતાને લક્ષ્ય જ પામ્યા હતા. તેમના સ્વરૂપનું ચિંતન કરવું. તેઓશ્રી સાધનાના સમાધાન માટેની ગુરુચાવી આપતા અને કહેતા કે હું આ જગતની કોઈ વસ્તુને ચાહું તેના કરતાં શુદ્ધ આત્મા-ચૈતન્ય માત્રને ચાહું એવી મારી પ્રાર્થના અને સાધના હો. આગમના ભાવશ્રુતને ગ્રહણ કરી અને ભગવાન ન મળે તેવું ન બને. હા, તેમાં એક શરત છે કે તમારું મન ભગવતુમય રહેવું જોઈએ. ભગવાનને પવિત્ર હૃદયનું આસન જોઈએ છે, હું તો વારંવાર એ જ પ્રયત્ન કરું છું. ક્યારેક મારું મન ભગવમય બને છે ત્યારે હું આત્માના આનંદને અનુભવું છું. આત્મા જ્ઞાનાનંદ છે. જ્ઞાન છે તો આનંદ છે. પરંતુ જીવને પોતે આવો સુખ અને આનંદસંપન્ન છે તેનું ભાન નથી, મહિમા નથી. છતાં ગુરુગમે જો રૂચિ અને શ્રદ્ધા કરે તો સ્વ-નિધાનને તે જાણે. ગુરગમ પ્રાપ્તિનો ઉપાય વિનય છે. તેઓ ધ્યાનના અનેક પ્રકારમાં મુખ્યતા બતાવતા. જ્યાં ભગવાનની મુખ્યતા ન હોય તે ધ્યાન આત્મરૂપ ન હોય તેમ કહેતા. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું વર્ષાનું પાણી મોતીરૂપે પ્રગટ થાય છે. આપણા પવિત્ર મનમાં પ્રભુનાં વચન રસાઈ જાય તો અમૃત પ્રગટ થાય, આપણો આત્મા પરમાત્મ સ્વરૂપે પ્રગટ થાય. પરંતુ જે પૌદૂગલિક પદાર્થોમાં આસકત છે તેને આ અમૃત પોતાની પાસે હોવા છતાં માનવ મારી મંગલયાત્રા વિભાગ-૧૨ ૩૩૫ Page #361 -------------------------------------------------------------------------- ________________ વિષપાન કરે છે. નિગોદથી માંડ નીકળ્યા હવે પાછા ત્યાં પહોંચશું તો તે જીવો તમારી હાંસી કરશે. તમને પૂછશે કે અમે તો એમ માનતા હતા કે તમે સિદ્ધ થઈ અમને અહીંથી છોડાવશો, તેને બદલે તમે જ અહીં આવી ગયા ? શું જવાબ આપશો? જીવોનું અજ્ઞાન શું છે? પૂ. શ્રી કહેતા કે સર્વજ્ઞના વચનને ન જાણે, ન શ્રદ્ધે તે જ મોટું અજ્ઞાન. સંસારના સઘળા વ્યવહારને આદરવો તે અજ્ઞાન, વ્યવહારજ્ઞાનથી વ્યવહાર નભે પણ મોહ નષ્ટ ન થાય. ઉપયોગમાં મોહનું ભળવું તે અજ્ઞાન, જ્ઞાનથી મોહ નષ્ટ થાય. મોહથી કેમ બચવું? એ કયા બારણેથી ઘૂસે છે તે જ ખબર નથી. તમે સારાં કપડાં પહેર્યા હોય તો સાચવતાં આવડે છે? રોગથી બચવાના ઉપાય શોધો છો, કારણ કે હજી જીવને દેહથી સુખ છે તેવો ભ્રમ છે. છતાં ધારો કે મરણથી બચવા જોષ જોવરાવે તો મરણથી બચાય ? રોગ દૂર થવા જોષ જોવરાવે તો બચાય ? ભાઈ ! આ સર્વ તારા પૂર્વ પ્રારબ્ધ આધારિત છે. છતાં બચવા કેવા ઉપાયો યોજે છે ? તું આવો બુદ્ધિમાન ! મોહથી કેમ બચાય તે જાણતો નથી. દંડથી ઘડો બનાવી શકાય અને દંડથી ઘડો ફોડી શકાય. બુદ્ધિ-જ્ઞાન વડે મોહ જીતી શકાય અને બુદ્ધિ વડે સંસારવૃદ્ધિ પણ થઈ શકે. શું કરવું તે માટે તું સ્વતંત્ર છું. હું મોક્ષમાર્ગ તરફ ચાલી રહ્યો છું તેવી પ્રતીતિ ન થાય તો આ જન્મ, આ જીવન શા કામનું ? - સાધુ સમુદાયને કહેતા : સમતા જ આપણો પ્રાણ. શ્વાસ વિના ચાલે છે ? સમતા વિના કેમ ચાલે ? મુનિજીવનનો પ્રાણ સમતા છે. મુનિનું ધ્યાન, સર્વ ક્રિયા સમતામય હોય. સમતામાં આરૂઢ મુનિ મુક્તિનો આનંદ આ ધરતી પર માણે છે. લોકો બોલતા અને માનતા થયા છે કે જૈનદર્શનમાં ધ્યાન-યોગ નથી. અરે ! જૈનદર્શનનાં તમામ અનુષ્ઠાનો ધ્યાનરૂપ જ છે. તમને તેની કળા હસ્તગત હોવી જોઈએ. ધ્યાનથી પાપ નાશ પામે. પ્રતિક્રમણ શું છે? જેનાથી પાપનાશ થાય છે તે ધ્યાન, ભક્તિથી વૈરાગ્ય જન્મે તે ધ્યાનરૂપ જ છે. આવું ધ્યાન છોડીને હવે ટોળે મળીને શિબિરો થાય છે. જેમાં કેટલીક પદ્ધતિઓ દૈહિક છે. જીવોને આમેય દેહ વહાલો છે. એટલે આ શિબિરોમાં ટોળાં ભેગાં થાય છે. વળી સાંભળ્યું છે કે એ ધ્યાન શિબિરોમાં વિભાગ-૧૨ ૩૩૬ મારી મંગલયાત્રા Page #362 -------------------------------------------------------------------------- ________________ રકમ ભરીને જવાનું. પ્રતિક્રમણમાં રકમ ભરવાની નહિ; પાપ જાય, ધ્યાન થાય. છતાં પ્રતિક્રમણ થતું નથી. આશ્ચર્ય. પૂ. શ્રીનો હૈદ્રાબાદની સ્થિરતામાં મળેલો બોધ : - ત્યારપછી પૂ. શ્રી ૮૯ વર્ષ બેંગલોર-મદ્રાસ બાજુ વિહારમાં હતા, જયારે તેઓ હૈદ્રાબાદ પધાર્યા ત્યારે હું, પદ્માબહેન અરવિંદભાઈ, વીરબાળાબહેન ત્યાં ગયાં હતાં. પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રવૃત્ત છતાં અમને પૂરતો સમય આપતા હતા. દરેક વખતે અમારી સ્થિરતા પૂછી લેતા અને તે પ્રમાણે સમય ગોઠવી આપતા. ત્યાંના ટ્રસ્ટીઓ અને તેમના શિષ્યોને સૂચના હતી કે આ બહેનો દૂરથી તત્ત્વજિજ્ઞાસાથી પ્રેરાઈને આવ્યાં છે તેથી વાચના સમયે તત્ત્વજિજ્ઞાસુઓ ભલે આવે, બાકીના થોડી વાર બહાર બેસજો. તે સમયે જ્ઞાનસારના શમાષ્ટકની વાચના આપી મેં નોધ કરી હતી અને તેઓશ્રી પ્રણીત સર્વજ્ઞ કથિત સામાયિક વિજ્ઞાનમાંથી માહિતી લઈ ભવાંતનો ઉપાય સામાયિક યોગનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તેમની સાથે ભક્તિનો લાભ પણ મળતો. ભક્તિમાં ભગવાન સાથે ભક્તનું ઐક્ય કેવું હોય તે ત્યારે અનુભવમાં આવતું. રાગ-રાગણી કે વાજિંત્રની ગૌણતા રહેતી. એક કલાક ઉપરાંત આ ભક્તિ થતી. બીજા શ્રી અજિતનાથ ભગવાનનું સ્તવન અતિપ્રિયતા ધરાવતું : “પ્રીતલડી બંધાણી રે અજીત નિણંદશું.' તેમાં પણ જ્યારે પંક્તિ બોલતા “તારકતા તુજ માહિરે શ્રવણે સાંભળી” પછી તો “તારકતા તારકતા” શબ્દ ભાવ બની જતો, તે ભાવ લય બની જતો, ત્યારે લાગતું તેઓ સ્થળકાળથી મુક્ત થઈને પ્રભુગુણ સાથે એકત્વ માણી રહ્યા છે. ત્યારે સમૂહ પણ એ ભાવને ઝીલીને ધન્ય બનતો. આવો તેમનો ભક્તિયોગ હતો. પૂ. શ્રીએ સ્વયં પ્રભુભક્તિમાંથી વૈરાગ્ય પામી બત્રીસ વર્ષની વયે બે પુત્રો અને પત્ની સાથે સંસારત્યાગ કર્યો હતો. તેમની જીવનકથાની નાની પુસ્તિકા બહાર પડી છે “ધન્ય તે ધરા.” તેમાં તેમના જીવનની વિશેષતા જાણવા મળશે. હું કોઈવાર કહેતી : “સાહેબજી, સાધનામાં આગળ વધાતું નથી. હવે મને પહેલાંની કોઈ મૂંઝવણ કે સંઘર્ષ ન હતા. પણ અંતરની શુદ્ધિ અને સ્થિરતામાં કોઈ વાર ક્ષતિ જણાય છે.” ત્યારે તેઓ એક જ મંતવ્ય રજુ કરતા : “જે અહીં સુધી લાવ્યા છે તે પ્રભુની ભક્તિમાં વધુ શ્રદ્ધા રાખો. તે છેક પહોંચાડશે. તમારું અસ્તિત્વ મારી મંગલયાત્રા વિભાગ-૧૨ ૩૩૭ Page #363 -------------------------------------------------------------------------- ________________ ભૂલી જાવ. પ્રભુના ગુણમાં ઓતપ્રોત થાવ; શુદ્ધિ પ્રગટ થશે. સ્થિરતા આવશે. એ જ આત્માનો આનંદ છે.” મારાથી બાહ્યક્રિયામાં વિશેષ રસ અને ઉદ્યમ નથી થતા.” “શ્રાવકાચારને યોગ્ય આવશ્યક ક્રિયા કરવી કારણ કે આરંભપરિગ્રહનાં પાપ થતાં રહે અને પ્રતિક્રમણ કે આલોચના ન થાય તો શુદ્ધિ ન થાય. તમારી સ્વાધ્યાયશક્તિ ઉત્તમ છે. તેનાથી ઘણો લાભ થશે, નિર્જરા થશે.” પૂજ્ય શ્રી હૈદ્રાબાદથી અમદાવાદ બે-ત્રણ દિવસ માટે પધાર્યા હતા. ત્યારે દર્શનનો લાભ મળ્યો હતો. વળી અમારા સત્સંગના સભ્યોને લઈને ગઈ હતી. થોડી વાર બોધ આપ્યો. પછી એક શિષ્ય કહે : કાલે ત્રણેક હજાર માણસો વાસક્ષેપ મસ્તકે ચઢાવી ગયા. તેથી હાથે હવે જરાય ઊંચો થતો નથી માટે માંગલિક સાંભળીને સંતોષ માનજો. પૂજ્યશ્રીના સાન્નિધ્યનો આત્મિક લાભ અને અનુભવ થયા પછી હવે એવું હતું કે : ભક્તવત્સલ તમારું બિરુદ જાણી કેડો ન છેડો હવે લેજો તાણી.” આવા ભાવોલ્લાસથી છેલ્લાં બે-ત્રણ વર્ષમાં પાલીતાણા અને કચ્છ પૂ. શ્રીની સ્થિરતા હોય ત્યારે ઘણું ખરું દર્શનાર્થે જવાનું થયું. પાલીતાણા તો બે વાર પંદર-વીસ દિવસનું સાન્નિધ્ય મળ્યું. શ્રી પાલીતાણામાં થયેલો સમાગમ : તેઓનો પ્રથમ પ્રશ્ન કેટલા દિવસની સ્થિરતા છે. પાલીતાણા પંદરવીસ દિવસ હતી. એટલે સવારે એક કલાક અને બપોરે સાધ્વીજનોની વાચના સમયે લાભ મળતો. મારી સાથે કોઈ એકાદ બહેન આવતી. - સવારે જ્ઞાનસારની નોંધપોથીમાંથી બોધ આપતા. બહાર તો સેંકડો માણસો ઊભા હોય પરંતુ શાંતિથી એક કલાક અમને બોધ આપતા. સૌ તેમના શિષ્યોને પૂછતા ત્યારે જવાબ મળતો. આ શ્રાવિકા એક જ એવાં છે કે જે દૂર દૂરથી તત્ત્વના બોધ માટે આવે છે. તેમની જિજ્ઞાસાને કારણે પૂ. શ્રી તેમને પૂરતો સમય આપે છે. તેથી બધાંને બહાર બેસવાનું કહે છે. મારી સાથે પુષ્પાબહેન રોજે આવતાં, વળી કોઈ એકાદ ભાઈ પણ હોય. પાલીતાણા વ્યાખ્યાન તો તેમના (પુત્ર) શિષ્ય, આચાર્યશ્રી કલાપ્રભસૂરિજી આપતા. તેઓશ્રી પ્રારંભમાં ફક્ત પંદર મિનિટ વ્યાખ્યાન આપતા. વયવૃદ્ધતાને કારણે અવાજ અતિ ધીમો હતો. આગળની એકાદ વિભાગ-૧૨ ૩૩૮ મારી મંગલયાત્રા Page #364 -------------------------------------------------------------------------- ________________ હારમાં અવાજ પહોંચે પરંતુ માનવમેદની તો બેત્રણ હજારની હોય. એક વાર મેં બેચાર બહેનોને પૂછ્યું કે તમને સંભળાતું નથી છતાં બધાં પૂરો કલાક બેસો છો ? “અરે, તેમના દર્શનથી પવિત્ર થવાય છે. આ તો દિવ્યપુરુષ છે.” તેમના દર્શનમાં આવું ચુંબકીય તત્ત્વ હતું. ત્યારે મને પણ સમજાયું કે તેઓની અધ્યાત્મ-પવિત્રતાનું માહાભ્ય કેટલું વ્યાપક છે? આ શ્રોતાગણ મુંબઈ, મદ્રાસ, બેંગલોર, કચ્છ વગેરે સ્થળેથી આવતો. તેઓશ્રી દસેક વર્ષથી કચ્છ ગયા ન હતા તેથી જાણે પૂરું કચ્છ-ભુજ પાલીતાણામાં ઊતરી આવ્યું હોય તેવું લાગતું અને ધનનો સદ્વ્યય તો મન મોકળું મૂકીને કરતા. દ્રવ્યાદિની ઘણી પ્રભાવના થતી. જોકે માનવપ્રકૃતિમાં લોભની મુખ્યતા છે. એટલે પ્રભાવનાની ભીડમાં શિસ્ત જળવાતી નહિ. જે શ્રોતાઓ એક કલાક શાંતિથી બેસતા તે જ શ્રોતાઓ ધમાલ કરી મૂકતા. ત્યારે પ્રભાવનામાં આદરનું માહાભ્ય છતાં તેમાં અશિસ્ત અને તુચ્છતા જણાતી. ત્યારે થતું કે જનતાને લાલચથી ધર્મ પમાડી શકાતો નથી. જોકે શ્વેતાંબર આમ્નાયમાં આ પ્રથા ફૂલીફાલી છે અને તેમાં આવું દૂષણ પણ છે. હમણાં ક્યાંય સુધારો થતો જાય છે, ખેર. એક મહારાજશ્રીએ કહ્યું પણ ખરું કે પ્રથા સુધારવા જેવી છે. પછી વળી બે ચાતુર્માસ કચ્છ થયાં ત્યારે પણ દર્શનાર્થે જવાનું થયું હતું. પૂ. શ્રી વિહારમાં હોય, અને યાત્રામાં હોઈએ એટલે વિશેષ વાચના જેવું બન્યું ન હતું. વચ્ચેનાં વર્ષોમાં દુષ્કાળની પરિસ્થિતિમાં પૂ. શ્રી કહેતા. મૂક પશુઓનું રક્ષણ કરજો. અને એ સમયના વિહારમાં લગભગ ત્રણ કરોડ જેવી રકમ જીવદયા માટે થઈ હતી. તેઓ પ્રવચનમાં કંઈ કહેતા નહિ, તેમની ઉપસ્થિતિ જ પર્યાપ્ત થતી. પૂ. શ્રી કચ્છમાં ચાતુર્માસ માટે પધાર્યા ત્યારે જનસમૂહમાં ઉત્સાહ અનેરો હતો. મોટાં મોટાં શહેરોની હદમાં તેમના ચિત્રપટ મૂકીને કમાનો કાઢી હતી. તેમના પગલાં પવિત્ર-કંકુના મનાતાં હતાં. ચમત્કાર ગણાય એવું ઘણું બનતું. પરંતુ તેઓ તેની ગૌણતા કરતા એટલે વાતો વહેતી થવા પામતી ન હતી. પૂજ્યશ્રીની વિશેષતા : વિશાળપણે તીર્થ પ્રતિષ્ઠાઓ થતી હતી. એક વાર કચ્છમાં પ્રતિષ્ઠા મારી મંગલયાત્રા વિભાગ-૧૨ ૩૩૯ Page #365 -------------------------------------------------------------------------- ________________ મહોત્સવમાં સામૈયામાં જઈ રહ્યાં હતાં. માર્ગમાં એક બહેને વંદન કરીને પોતાની હીરાની બંગડીઓ ચરણમાં મૂકી દીધી. એમનાં દર્શનમાં એવું યોગબળ હતું કે લોકોને ધનની મૂછ ઘટી જતી અને સદ્વ્યય કરતા. છતાં તેઓ સદા અલિપ્ત. મહોત્સવ પૂરો થાય એટલે શાલ પ્રમાર્જીને ઊભા થઈ જાય. કોણ આવ્યું, કેટલી ધનરાશિ ભેગી થઈ, કેટલી વપરાઈ કંઈ જ વળગણ નહિ. કોઈ ટ્રસ્ટ ઊભાં કર્યા નહિ. તેઓ કહેતા: ‘એ કામ શ્રાવકોનું છે. સાધુઓને એ પાપમાં પાડશો મા.” વાસક્ષેપ આપવાના સમય સિવાય કોઈ ટ્રસ્ટીઓ ટોળે વળી બેસે, મિટિંગો થાય તેવું પ્રયોજન રાખતા જ નહિ. એકાંતમાં સ્વાધ્યાયલેખન અને જાપ કરવામાં એકાગ્ર થતા. ત્યારે જ તો આવું અધ્યાત્મબળ પ્રગટ થયું હતુંને ! ગમે તેવી ભીડમાં કે ભીડ પછી જાણે કંઈ હતું જ નહિ તેમ સ્વાધ્યાયમાં લીન થઈ જતા. ક્ષીણકાય, પણ માંજરા નેત્રોમાં પવિત્રતા ટપકતી. પ્રસન્નવદન અને અપ્રમાદીપણાનાં દર્શન થતાં. ટેકા વગર કલાકો સુધી બેસવાનું જોકે કચ્છમાં વર્ષો પહેલાં ગાયના ધક્કાથી પડી જવાથી પગે ફ્રેકચર થતાં એક પગ ટૂંકો થયો હતો. તેથી વ્હીલચેર વાપરતા હતા. એક વાર કહે : આ જમણો પગ નિશ્ચય અને ડાબો પગ વ્યવહાર છે. જમણો ઊપડવાની ના પાડે એટલે ડાબો ઊપડતો નથી, બંને સાથે ચાલે છે. તેમ નિશ્ચય-વ્યવહાર ગૌણ-મુખ્ય થઈ સાથે જ હોય છે. તત્ત્વના નામે એકાંત માર્ગ પકડશો નહિ. જ્યારે જ્યારે પરદેશ જવાનું થતું ત્યારે દર્શનાર્થે જઈ શુભાશિષ મેળવતી. તેઓનું સૂક્ષ્મ અનુસંધાન રહે તે માટે દર વખતે કંઈ આજ્ઞા માંગતી. તેઓ કહેતા કે તમારી તત્ત્વજિજ્ઞાસા, સ્વાધ્યાયપ્રેમ અને ભક્તિ જ તમને આગળનો માર્ગ બતાવશે છતાં કોઈ વાર લોગસ્સ જેવા જાપ આપતા. છેલ્લે નવ લાખ નવકાર અને એક કરોડ અઈમના જાપ આપ્યા હતા. અને પાંચ વર્ષમાં થઈ જશે તેમ કહ્યું હતું. તે પ્રમાણે તેમની જ કૃપાથી થઈ શક્યું. તેના કારણે સંતોષજનક યથાશક્તિ સ્થિરતા અને ક્ષયોપશમનો સ્પષ્ટ લાભ અનુભવમાં આવે છે. મનમાં એમ થયા કરતું કે હવે આ પરદેશની યાત્રા સમાપ્ત કરવી. આથી એક વાર મેં પૂછ્યું : “મારે હવે પરદેશ જવાનો આરંભ બંધ કરવો છે.' પૂજયશ્રી બોલ્યા : ““તમારી શારીરિક શક્તિ હોય ત્યાં સુધી સ્વપર શ્રેયરૂપ આ કાર્યમાં કંઈ બાધકતા નથી, ત્યાં સાધુ જઈ શકે નહિ. વિભાગ-૧૨ ૩૪૦ મારી મંગલયાત્રા Page #366 -------------------------------------------------------------------------- ________________ તેથી યોગ્ય શ્રાવક-શ્રાવિકાએ આ કાર્ય કરીને ત્યાંના જિજ્ઞાસુઓની જિજ્ઞાસા પૂરી કરવી. આથી તમારે તે પ્રતિબંધનો નિયમ લેવાની જરૂર નથી.” - પૂ. શ્રી તેમના જ અનુભવથી કહેતા : સાચા હૃદયથી ભક્તિ કરો અને જીવને વૈરાગ્યનો ગુણ ન પ્રગટે એવું ન બને. ભગવાને મને પૂછ્યું હતું કે તે ભક્તિ કરી, હવે આગળ વધ. અને તેમના ચિત્તમાં ચમકારો થયો કે અહો ! ભગવાન કહે છે સંસારત્યાગ કર. તે જ પળે તેમણે મંદિરમાં સર્વ વિરતિના મનોમન પચ્ચકખાણ લીધા અને બત્રીસ વર્ષની ઉંમરે સહકુટુંબ, સંસારત્યાગ ર્યો. એટલે કહેતા : સાચી ભક્તિનું કાર્ય વિરક્તિ છે. વિરક્તિ વૈરાગ્યને પેદા કરે છે, તે વૈરાગ્ય જ સ્વયં સ્વભાવ છે, આત્માનુભૂતિ છે. કોઈ વાર તેમના સાન્નિધ્યમાં આશ્ચર્ય એ થતું કે હજારો માનવોને નવકારમંત્ર અને વાસક્ષેપ પ્રદાન કર્યા પછી જાણે કોઈને મળ્યા જ નથી તેમ પાટ પર જ્ઞાનસારની નોંધપોથી લઈ અધ્યયનમાં લીન થઈ જતા કે ઓરડો બંધ કરાવી પ્રભુસ્મરણમાં લીન થઈ જતા. તેમાંથી નિખરેલું અધ્યાત્મ અન્યને માટે પણ લાભદાયી થતું. હજારો માનવો તેમનાં દર્શન માટે તાપમાં તપે, કોઈ વાર જાતે આ જોતી ત્યારે વિચાર થતો કે આમાં તેમની પવિત્ર અને સર્વ જીવોના કલ્યાણની ભાવના જ છે. જીવોની ઊંડી સમજ ન હોય તો પણ તેમના સમાગમમાં કલ્યાણ થશે તેવો વિશ્વાસ સૌને પ્રેરણા આપતો. યોગીનું લક્ષણ જ છે કે તેમનું અસ્તિત્વ તાપ-સંતાપ દૂર કરે. થોડાં વર્ષ પણ મારા ભાગ્યમાં તેમનું યોગત્વ માણવાનું મળ્યું. ભક્તોની ભાવનાનો સાક્ષાત્ દર્શન-અનુભવ તો તેમના અંતિમ સંસ્કારને દિવસે થયો. કહેવાય છે કે યોગીજનોને ભાવિની ઘટનાના સંકેત મળતા હોય છે. ૨૦૦૧નું ચાતુર્માસ તેમની આ દેહસ્થિતિની જન્મભૂમિ ફલોદિમાં નક્કી થયું હતું. ફલોદિના ભક્તોએ કહ્યું આ વર્ષે તો અમે આપનો છેડો છોડવાના નથી. અને એ ભૂમિનું ઋણ ચૂકવવાનું હોય તેમ પૂ. શ્રીએ સાધુ-સાધ્વી સમુદાય સાથે ફલોદિ ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પૂરું થયા પછી ફલોદિથી ચતુર્વિધ સંઘ સાથે પ્રયાણ કર્યું. છ'રી પાલક સંઘ શંખેશ્વર જવાનો હતો. માર્ગમાં પ્રતિષ્ઠા મહોત્સવ જેવાં કાર્યો, દીક્ષા-પ્રદાનનાં કાર્યોની હારમાળા લાગી હતી. અથાગપણે પ્રસન્ન અને નિઃસ્પૃહભાવે તે કાર્યો સંપન્ન થતાં. પૂ. શ્રીની સાથે માનવ-મહેરામણ તો હોય જ. એ ધરતીનું ઋણ ચૂકવવા જાણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા. મારી મંગલયાત્રા વિભાગ-૧ર ૩૪૧ Page #367 -------------------------------------------------------------------------- ________________ સવાર ઊગી કે આથમી? : મહામાસના એ ઠંડીના દિવસો હતા. પૂ. શ્રીને શરદી થઈ હતી. તેમાં ધૂળિયા માર્ગની ધૂળ ભળી. તેની કોઈ ગંભીરપણે નોંધ લેવાય તે પહેલાં સવારે કફ જામી ગયો. કાઢવાની શક્તિ નહિ. મહા સુદ ૪ને શુક્રવારે પ્રાતઃ પ્રતિક્રમણાદિ પૂર્ણ થયાં. અને કાળે કરામત કરી. પૂ. શ્રીનો પાર્થિવ દેહ છૂટી ગયો. તેમનો પવિત્ર આત્મા આગળના સાધના ક્ષેત્રે પ્રયાણ કરી ગયો. એક કલાકમાં ભારતના ખૂણે ખૂણે આ દુ:ખદ સમાચાર પહોંચી ગયા. અચાનક જ આ પરિસ્થિતિ ઊભી થતાં સૌ મૂંઝાયાં. રાજસ્થાનના ઝાલોર પાસે કેસવણા સાવ નાનું ગામ. જયાં સો માણસને પણ રાખવાની સગવડ નહિ અને પૂ. શ્રીના ભક્તોનો માહોલ કેટલો મોટો હોય તેનો શિષ્યોને અને મુખ્ય સંચાલકોને ખ્યાલ હતો. દૂર હતા તેવા અગ્રગણ્યા ભક્તો તે જ દિવસે પહોંચી ગયા. અમુક નજીકનો સાધુ સમુદાય પણ પહોંચી ગયો. સૌ મૂંઝાતા હતા કે અંતિમ સંસ્કાર ક્યાં કરવા ? પ્રથમ તો ગામની જનતા કહે : “અમારા ગામે આવો યોગ થયો છે માટે સમાધિ અહીં થવી જોઈએ. અમે પાલખી લઈ જવા નહિ દઈએ.” ગામજનોને પૂ. શ્રીના ભક્તોની ભાવિ યોજનાની વિગત કહીને સમજાવ્યા. પૂ. શ્રીની ઉપસ્થિતિની મહાનતા તો હતી. અનઉપસ્થિતિની મહાનતા તેમના ચીંધેલા માર્ગે ચાલવાની છે. પણ આપણે એ આંબવાનું ગજુ નહિ એટલે સ્મારક કરીને સંતોષ માનવો રહ્યો. હવે પ્રશ્ન હતો સમાધિનું સ્થળ ક્યાં નક્કી કરવું. કોઈ ભક્ત તો પોતે જ ગુરુ-સમાધિમંદિર કરશે તેવી ભાવના કરી. કોઈને લાગ્યું કે શત્રુંજયમાં સમાધિ-મંદિર થાય તો ભાવિમાં તે નિમિત્તે બીજાં પણ કાર્યો થાય. કોઈને લાગ્યું કે પૂ. શ્રી શંખેશ્વર જવા નીકળ્યા હતા. વળી તેઓને શંખેશ્વરદાદા પ્રત્યે પ્રગાઢ પ્રીતિ હતી માટે શંખેશ્વર અંતિમ સંસ્કારવિધિ માટે પાલખી ત્યાં લઈ જવી. આમ અધ્યાત્મયોગી તો પાર્થિવ દેહ ત્યજી ગયા પણ પછીની વિધિની વ્યવસ્થા માટે પૂરા છત્રીસ કલાકે નિર્ણય લેવાયો. ભાવુકોની ભક્તિનું અનોખું દર્શન : ભારતભરના ખૂણે ખૂણેથી ભક્તો નીકળ્યા. ક્યાં જવું, શું કરવું ! કલાકો સુધી કંઈ જ સમાચાર ન મળે. આથી મોટાં સ્ટેશનો પર માઈક પર જાહેરાત કરવામાં આવી કે પાલખી શંખેશ્વર તીર્થે રવાના થઈ છે. વિભાગ-૧૨ મારી મંગલયાત્રા ૩૪૨ Page #368 -------------------------------------------------------------------------- ________________ આ સમાચાર મળતાં ખાસ ટ્રેઈન દ્વારા, ફલાઈટ, મોટર, ટ્રક, જેને જે સગવડ મળી તે પ્રમાણે હજારો ભાવિકો દોડી આવ્યા. ન કોઈને તકલીફ લાગી, ન ભૂખ-ન તરસ, એક જ ભાવના પૂ. શ્રીનાં અંતિમ દર્શન, યોગીના પાર્થિવ દેહનું જીવોને કેવું માહાભ્ય હોય છે ! પવિત્રપણે જિવાયેલા જીવનનું સત્ત્વ દેહને પણ દર્શનીય બનાવે છે. શંખેશ્વર હું પણ પહોંચી ગઈ. હજારો ભાવિકો એ દેહને વાસક્ષેપથી વધાવતાં ધન્યતા અનુભવતા. અમે ત્યાં પહોંચ્યા અને વાસક્ષેપથી વધાવ્યા, ત્યારે આંખો અશ્રુથી ભરાઈ ગઈ. મારા મનને થયું કે હે ગુરુદેવ ! હજી મારે કેટલો પંથ કાપવાનો બાકી છે. આપનો એક સહારો હતો. પ્રત્યક્ષતાની જરૂર હતી. અને આપ તો પ્રયાણ કરી ગયા ! ત્યાં બેસીને થોડી વાર જાપ કરી મનને શાંત કર્યું. મહા સુદ છઠ્ઠના દિવસે સવારે ચાર વાગે પાલખી શંખેશ્વરમાં આગમમંદિરની જગામાં દર્શનાર્થે પધરાવવામાં આવી હતી. સાધુ-સમાજની પ્રણાલી પ્રમાણે સર્વવિધિ થઈ. દરેક ચઢાવા તો લાખોથી શરૂ થઈ કરોડ સુધી પહોંચ્યા. ભાવિકો માનતા કે આવો યોગ ક્યારે મળે ? હું મનમાં વિચાર કરતી કે ભાવિકોને કેવા ભાવ ઊપજે છે. ભરબપોરે કલાકો સુધી તડકામાં બેસવાનું છતાં પાણી પણ પીવાનું યાદ ન આવે. - પાલખીયાત્રા બારને બદલે ત્રણ વાગે નીકળી. હર્ષ મનાવવો કે શોક તેની મને તો સૂઝ ન પડે. પાલખીની આજુબાજુ ગુલાલ અને ધૂપ હવામાં ફેલાય. પાલખી ઊંચકવાની, સ્પર્શ કરવાની સૌની પડાપડી. એક બાજુ ઉત્સાહ જોઉં અને બીજી બાજુ મારું મન મૂંઝાય કે હવે પછી શું ? ભાવિકો તો જય જય નંદા, જય જય ભદ્દાના ધ્વનિ સાથે નાચે કૂદે. કોઈના ચક્ષુ સજળ પણ બને. લગભગ પચાસ હજાર માનવો ક્યાંથી આવ્યા, જ્યાં સમાયા. મોટું રસોડું ખોલ્યું હતું. ક્યાં જમ્યા ? કોઈએ ઉપવાસ પણ કર્યા, બધું ભાવવિભોરથી ભર્યું હતું. આખરે તો જે કરવાનું હતું તે પળ આવી. મહા સુદ છઠ્ઠની ઢળતી સાંજે સૂરજ આથમવાની તૈયારી હતી, ત્યારે પૂ. શ્રીના નશ્વર દેહને ભૂમિ પર કરેલી સુખડના લાકડા વગેરેની ગોઠવણીમાં સુપ્રત કર્યો. અશ્રુભરી આંખે ભાવિકોએ અગ્નિ સંસ્કાર કર્યો. સૌ સજળ નયને બોલી ઊઠ્યા : અધ્યાત્મયોગી અમર હો.” ભક્તોના આ નાદથી ગગન ગાજી ઊઠ્યું. અંતે દર્શનીય દેહ પણ અગ્નિમાં વિલીન થયો. પૂ. શ્રી તેમની વાણી અને ગ્રંથોના અક્ષરદેહથી આપણી સાથે જ મારી મંગલયાત્રા ૩૪૩ વિભાગ-૧ર Page #369 -------------------------------------------------------------------------- ________________ છે. તેમણે વરસાવેલું વાત્સલ્ય આપણા હૃદયમાં અંકિત છે. તેમનો બોધ આપણા જીવનનો સહારો છે. તેમણે આપેલો નવકારમંત્ર આપણું શરણ છે. તેઓશ્રીનું યોગબળ સૂક્ષ્મપણે કલ્યાણમય છે. મારો અનુભવ છે કે મારી દરેક સાધનામાં તેઓશ્રીનું યોગબળ નિખર્યા કરે છે. વર્ષોની શૂનકારની, સત્સંગના વિરહની વેદના, માર્ગની ઝંખનાનું સમાધાન આપીને મહાન ઉપકાર કર્યો છે. ન અશાંતિ, ન અજંપો. જાણે એવું લાગે કે સરળતાથી સન્માર્ગે ચાલવાની ચાવી આપતા ગયા છે. જે જન્માંતરે પણ સાથે રહીને મુક્તિ પ્રદાન કરશે. મારા જીવનની આ અપૂર્વ ઘટના છે, મહત્પુણ્યયોગે મળેલો આ પંચમ-દુષમ કાળનો સહારો હતો અને છે. રોજના નિત્યક્રમ પ્રમાણે સવારે ૯ થી ૧૨-૩૦ સામાયિક હોય છે. એકાંતમાં મૌનની આરાધનાનો યોગ જળવાય છે. વળી નવકારમંત્રની માળા બારભાવનાની કે અન્ય અનુપ્રેક્ષા. પછી “ૐ અર્હમ નમ:' જાપ. અંતમાં સહજ રીતે ઉપશાંત ભાવ, ઉપયોગથી ઉપયોગમાં રહેવું. આ અનુષ્ઠાનથી કવચિત્ સ્થિરતાનો અનુભવ થતો હોય છે. આજે એ સ્થિરતા પછી તેની સ્મૃતિમાં એક ભાવ આવ્યો કે સાધક અવસ્થાની સ્થિરતામાં શાંતિનું-આનંદનું વેદન અલ્પકાલીન છતાં સ્વરૂપ પ્રત્યેના અપૂર્વતાનો સ્પર્શ કરાવે છે તો શૈલીશીકરણમાં આત્માની સર્વોચ્ચદશાની અદ્દભુતતા કેવી હશે કે જેનું વર્ણન સર્વજ્ઞ પણ કરી શક્યા નથી. દેવ-ગુરુકૃપાની પ્રસાદીરૂપ આવી આરાધના થતી રહે અને આત્મા પૂર્ણતા પામે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. માર્ગ મળ્યાની નિઃશંકતાનું પૂ. શ્રીનું પ્રદાન એ આ જીવનું અમૂલ્ય આત્મધન છે. તેના વડે સન્માર્ગમાં આગળની સાધનાનું સાતત્ય જળવાય છે. પરમ ઉપકારી ગુરુવર્ય માટે મારી કલમ નાની છે, હૃદયમાં તેમનો બોધ અંકિત છે તે અમાપ છે. કોટિશઃ વંદન હો. વિભાગ-૧૨ મારી મંગલયાત્રા ૩૪૪ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ Uમોટર અકસ્માતથી ગંભીર બિમારી (૨૦૦૫) બોધરૂપ ગૂઢ સંકેત * એપ્રિલની ૨૧મીએ અણધારી ઘટના * પૂરા બે માસ પથારીનો સંગ * સેવા ચાકરીમાં ઘણી સગવડો તથા પરિવારની કાળજી, ડોકટરોનો સદ્ભાવ પરદેશના સત્સંગી મિત્રોની સદ્ભાવનાનું દર્શન * સ્થાયી સત્સંગીઓનો સત્સંગ-ભક્તિનો સાથ * આંતરિક મંથન તથા અનુપ્રેક્ષાની સંગત * પરદેશની સત્સંગયાત્રાની પૂર્ણાહૂતિ * પૂ. સાધુજનોના દર્શન-પગલા-માંગલિકનો લાભ ગઈ હ)%C, S) | DJ ૯ પ્રેરકબળા માણો તણા ધાર્યા સદાયે વિશ્વમાં તથાતાં નથી, ભાવિ તણાં ભાવો કદી નિષ્ફળ બની. જિાતા નથી. નરવીર કઠી કાયરી બની, મહાકથી કાંતા નથી, શતબંધનો વેઠે છતાં, પણ સિંહ ખડ ખાતા નથી.” Page #371 -------------------------------------------------------------------------- ________________ ‘પુદગલ અનુભવ ત્યાગ.' બહુ જ મઝાના મનોવૈજ્ઞાનિક આયામમાં આ વાત થઈ છે. પુદગલ ત્યાગ નથી કહેવાયું. પુદગલ અનુભવ ત્યાગ કહેવાયું છે. ખાવાનું રહેશે; એનો અનુભવ ન રહેવો જોઈએ. કોઈ પૂછે : શું જમ્યા? તમારે યાદ કરવું પડે. અસાતાનો ઉદય હોય ત્યારે સાધકની સાવધાની એને એમાંથી ભળતા કેવી રીચે બચાવી લે છે ! રોગને શરીરમાં ફેલાતો જોયા કરે છે અને પોતે શરીરથી કેટલો ભિન્ન છે, એ ભેદજ્ઞાનને અનુભૂતિમાં ફેરવે છે. આજ રીતે ઉદય મોહનીય કર્મનો છે, હું તો નિશ્ચયનયની દૃષ્ટિએ શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન છું. મારે ને કર્મને શું ? એ વિચારધારાને વ્યાપક બનાવી શકાય. - પૂ. શ્રી યશોવિજયસૂરીજી Page #372 -------------------------------------------------------------------------- ________________ | એપ્રિલની ૨૧મીએ અણધારી દુર્ઘટના મોટર-અકસ્માતથી ગંભીર બીમારી (૨૦૦૫) : ૨૦૦પમાં અમેરિકાની સત્સંગયાત્રાનો પૂરો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો, કારણ કે છ માસ પહેલાં કેન્દ્રોને જણાવવું જરૂરી હોય છે, જેથી તેઓ અન્ય કાર્યક્રમો ગોઠવી શકે. અમેરિકાના સત્સંગી મિત્રોનો સાથ, સહવાસ, સત્સંગપ્રેમ અને સદ્ભાવનાઓ મને ત્યાં જવા પ્રેરે છે. છતાં સહેજે કહેલું કે ૨૦૦૫નો પ્રવાસ મારો આખરી છે. કારણ કે ત્યારે મને ચોર્યાશીમું વર્ષ ચાલતું હશે એટલે ચોર્યાશીના ચક્કર પૂરા કરવા છે તેમ આ કાર્યક્રમ પણ પૂરો કરવો એમ લાગે છે. ૨૦૦૫ના જુલાઈમાં લગભગ જવાનું હતું. એપ્રિલ ૨૧મીએ નાકોડાજી દર્શન કરવા નીકળ્યાં હતાં. ત્યાં ડીસા ચોકડી પાસે ટ્રેક્ટર સાથે કારનો અકસ્માત થયો. અમે ચાર સત્સંગીઓ હતાં. હું ડ્રાઈવરની સીટની પાછળ બેઠી હતી. ટ્રેક્ટર સાથે ગાડી અથડાઈ જતાં, તેના આંચકાથી ડ્રાઇવરની સીટ ક્લીપમાંથી નીકળી ગઈ, પેલી સીટ મારા પર આવી ગઈ. મારી સ્પાઈનલના ઉપરના પ્રથમ બે મણકાને ફેંક્યર થયું, માથામાં મોટો જખમ થયો, પગના ઢીંચણમાં ફક્સર થયું. કાનમાં થોડી ઈજા થઈ. અન્ય ત્રણને સામાન્ય માર વાગ્યો હતો. સદૂભા ડ્રાઇવર તદન સાજો હતો. ડીસાની હૉસ્પિટલમાં સામાન્ય સારવાર લઈ માથામાં ટાંકા લેવરાવી અમે સૌ એબ્યુલન્સ કારમાં અમદાવાદ આવ્યાં. સવારે પાંચ વાગે નીકળ્યાં હતાં. આઠ વાગે અકસ્માત થયો અને અમે લગભગ ૧ વાગે અમદાવાદ આવ્યાં. પરિવારને ખબર આપી, અતુલે ડૉ. સુરુભાઈની સાથે રહી ઘણી વ્યવસ્થા કરી હતી. મને સીધી હૉસ્પિટલમાં લઈ ગયા. મણકાની ઈજાને લીધે અતુલ વગેરે સૌ ચિંતિત હતાં. પરંતુ તે ઈજા ત્યાં જ અટકી ગઈ એટલે મને લકવા જેવી અસર પહોંચી ન હતી. વળી દેવગુરુકૃપાએ અહંમ નમઃ જાપના અનુસંધાને મને આકુળતા ન હતી. સભાન હતી અને સમતા હતી. (સાથેના મિત્રો કહેતા.) પૂરા બે માસની પથારીનો સંગ : માનસિક નબળાઈ, તપભંગનો દોષ : તે દિવસમાં આયંબિલની ઓળી હતી, આસો સુદ ૧૨ હતી, સાતમું આયંબિલ હતું. સાંજે કોઈ દવા સાથે દૂધ લેવું જરૂરી હતું, જો કે મને એ મારી મંગલયાત્રા ૩૪૭ વિભાગ-૧૩ Page #373 -------------------------------------------------------------------------- ________________ સમયે વિચાર ન આવ્યો કે ચાર વાગ્યા છે. હવે દિવસ પૂરો થશે. મેં પ્રથમ તો ના પાડી કે મારે કશી જરૂર નથી. દર્દી બીમારીમાં શરીર ડૉક્ટરને સોંપે પણ આત્માને સજાગ રાખે. ડૉક્ટરે કહ્યું : આ દવા સાથે દૂધ લેવું જરૂરી છે નહિતર બીજી તકલીફ થશે. અને હું માની ગઈ. મનોબળ નબળું. કંઈ બહુ વિચાર ન કર્યો અને દવા સાથે દૂધ લીધું. મણકાની સારવાર માટે ડોકે મોટા આભૂષણની જેમ મોટો પટ્ટો માથાથી ડોક સુધીનો મજબૂત રીતે બાંધવામાં આવ્યો. આમાં મને આકુળતા ન હતી. પરંતુ રાત્રે મારી તકલીફ અનિદ્રાની છે. આમે મારી સાથે નિદ્રાને મિત્રતા ઓછી છે, તેમાં જગા બદલાય. ડોકે પડ્યો હતો. ઘેનનું ઈજેશન પણ વ્યર્થ ગયું. લગભગ પંદર દિવસ અનિદ્રામાં ગયા. ક્યારેક થોડું ઝોલું આવે. આથી રાત્રે થોડી અકળામણ થતી. પણ જાપથી થોડી વારમાં તે શમી જતી. બીજે દિવસે પગે સર્જરી થઈ. ઢીંચણમાં ઢાંકણી પાંચેક વર્ષ પહેલાં બદલાવી હતી, તેની બાજુનું હાડકું ભાંગી ગયું હતું. ત્યાં હાડકું સાંધી સ્કૂ લગાવ્યા. એટલે પૂરી પથારીવશતા આવી. પગની પરવશતા હતી પરંતુ વેદના ન હતી. વિકલ્પ ઊઠતો કે આ પરવશતા દૂર થશેને ? વળી ડૉક્ટર કહેતા : તમે ચાલતા થવાનાં છો. કંઠે આભૂષણનો ભાર એવો હતો કે જ્યાં જ્યાં ધાર ઘસાય ત્યાં ત્યાં મોટી ચાંદીઓ પડે. પૂરી ચામડી જ નીકળી જાય અને પટ્ટીઓ ઘસાતી રહે તેની જલન થયા કરે. ડોકે પટ્ટો તો એક મિનિટ માટે પણ કાઢવાનો નહિ. મણકાની મુખ્ય સારવાર એ હતી. અકસ્માતના સમયે તો મેં કંઈ કોઈને કહ્યું કે પૂછવું નથી શું થશે? તેઓ જે કંઈ કરતા તે જોતી. મને એટલું યાદ આવે છે મારા અંતરમાં “અહમ નમઃ” જે ગુરુદેવે એક કરોડના જાપ કરવાના અભિગમ-સાધના આપેલાં તેના સંસ્કારથી એ સુલભ થયું હતું. એથી કથંચિત વેદના સહ્ય થતી હતી. કારણ કે તેનું રટણ પુનઃ પુનઃ ઝબકતું રહેતું હતું. હૉસ્પિટલમાં શારીરિક તકલીફો હતી પરંતુ ચારે બાજુ સેવા અને સદૂભાવના એટલા વિપુલ પ્રમાણ માં હતા કે તકલીફો ટકતી નહિ. હા, શારીરિક વેદનાનું કર્મ પોતે બાંધ્યું ઉદયમાં આવ્યું હતું. તેમાં કોઈ ભાગ ન પડાવે, ઇંદ્રાદિ સૌને તે સ્વયં ભોગવવું પડે. છતાં ઔષધ-ઉપચારથી રાહત હતી અને દેવગુરુકૃપાએ સમતા હતી. જાપના કારણે પ્રસન્નતા વિભાગ-૧૩ મારી મંગલયાત્રા 3४८ Page #374 -------------------------------------------------------------------------- ________________ રહેતી. ક્યારેક વિકલ્પો ઊઠતા કે આપણે ધારીએ શું અને થયું શું? કયા દોષે આવું બન્યું ? સ્વનિર્મિત અશાતાનો ઉદય. વળી ચિત્ત શાંત થઈ પ્રભુસ્મરણમાં લાગી જતું. કર્મસત્તા સામે ધર્મસત્તા જ મહાન છે. પારિવારિક સેવાચાકરીની પૂરી સગવડો : રમોના (પુત્રવધુ) સારી રીતે મલમપટ્ટા કરે એથી કંઈ રાહત થાય. પણ એક જગાએ રૂઝાય તો બીજી જગાએ ચાંદી થાય. આમ ચારેક માસ પટ્ટાની દોસ્તીમાં તકલીફ રહી. છતાં એકંદરે તેનાથી પણ ટેવાઈ ગઈ. અર્થાત્ સ્વીકારી લીધું કે આમ જ ચલાવવાનું છે. અશાતાનું કર્મ ખપે છે. કુદરતની કળા અકળ છે. છેલ્લા થોડા સમયથી ફોટા પડાવતી ન હતી. મારા ફોટા ન લેવા સૌને સમજાવતી, તેને બદલે હવે પગ અને ડોક બંનેના દર માસે એક્સ-રે પડાવવા જવાનું. ખાટલેથી સ્ટ્રેચરમાં (કોથળાને) શરીર ઉપાડીને મૂકે, બે જગાએ લઈ જાય. વળી એક્સ-રે માટે આ શરીરને ઊંચકીને મૂકે એમ શરીરનો ખેલ ભજવાતો તે જોતી. ડૉક્ટર કહે તેમ કરવાનું હતું. આમ ચાર માસ સુધી ડૉક્ટરને સંતોષજનક સુધારો લાગતો ન હતો. વયને કારણે સુધારો ધીમે થાય તે સમજાય તેવું હતું. પૂરા બે માસ ખાવું, પીવું, નહાવું, કુદરતી ક્રમમાં જવું-સઘળું ખાટલે જ હતું. બે માસ પછી પગને વૉકરથી ચાલવાનું આવડ્યું, એટલે હવે ખાટલેથી પાટલે જવાની છૂટ (ખુરશીની છૂટ) મળી. ડોકનો પટ્ટો ચારેક માસ પછી થોડો નાનો કરવામાં આવ્યો. બીજા બે માસ કેચીસથી ચાલતાં શીખી, પૂરા ચાર માસે લાકડીથી ચાલવાનું મળ્યું. આ લખું છું ત્યારે હજી બાર માસ થયે ત્રણ પગે એટલે લાકડી સાથે ચાલવાનું રહ્યું છે. લાગે છે કે લાકડીની મિત્રાચારી પાકે પાયે બંધાયેલી રહેશે. પછી જેવા યોગ. પટ્ટાના સખત બંધનથી ગળાની નસો પણ દબાઈ એટલે બોલવામાં થોડી તકલીફ રહી, કાનની નસો દબાવાથી થોડી ધાકની અસર રહી છતાં શરૂઆતના પંદર દિવસ સાહજિક જાપ ચાલુ રહ્યા હતા. પછી દક્ષા સાથે પ્રતિક્રમણ જેવાં અનુષ્ઠાન (પથારીમાં સાંભળીને) થતાં રહ્યાં. વળી મનમાં શાસ્ત્રવાંચનની સ્મૃતિ આવે. શરીરમાં કંઈક વેદના હતી. શ્રી ગોકુળભાઈ શાતા પૂછવા આવતા ત્યારે કહેતી, “બધા કહે છે કે બહેનને ખૂબ સમતા રહે છે, જ્યારે જુઓ ત્યારે પ્રસન્ન મુદ્રામાં હોય છે, કંઈ આકુળ થતા નથી. હું ગોકુળભાઈને મારી મંગલયાત્રા વિભાગ-૧૩ ૩૪૯ Page #375 -------------------------------------------------------------------------- ________________ કહેતી આ બધું સત્ય હોય તોય હું સાચું કહું મારું મન વેદનામાં જોડાઈ જતું. વેદનાને જાણનારો જુદો છે, દેહથી જુદો છે - તે વિચારમાં લેતી. પણ વાસ્તવિક જુદો પડતો નથી તેવું મને લાગે છે.' શ્રી ગોકુળભાઈ ભેદજ્ઞાનના પ્રાયોગિક અભ્યાસવાળા છે. બીમારીમાં શરીરની આગતા-સ્વાગતા ન કરે, પણ જાણનાર છું તેનો સતત અભ્યાસ કરે. તે મને સમજાવતા. સંસારી જીવોને ચારિત્રનું બળ ન હોય, એટલે નિષ્કપાયભાવની દૃઢતા નથી હોતી અને કષાયભાવ જોડાયેલો હોય છે, એટલે આત્મશક્તિ દબાય છે. આથી ભેદજ્ઞાન સધી ઉપયોગ ટકતો નથી. સમતા, પ્રસન્નતા રહી તે ભૂમિકા પ્રમાણે ઠીક છે પણ જ્યાં સુધી ચારિત્રવૈરાગ્યનું બળ વૃદ્ધિ ન પામે ત્યાં સુધી ભેદજ્ઞાન થાય નહિ છતાં ઉપયોગને આત્મભાવ પ્રત્યે વાળવા પ્રયત્ન કરવો. દક્ષા પૂરા ત્રણ-ચાર માસ સુધી રાત્રિદિવસ સાથે રહી. તે ભક્તિપ્રધાન અને સત્સંગપ્રેમી હોવાથી મને ઘણો અનુકૂળ સહવાસ મળ્યો. ત્યાર પછી હું જાતે જ મારી સાધના કરવા જેવી સક્ષમ થઈ ગઈ એટલે રોજના પ્રતિક્રમણાદિ ક્રમ નિયમિત થતા ગયા. વળી સાંજે બે કલાક શાસ્ત્રવાંચન દક્ષા સંભળાવતી. ત્રણ માસમાં વચનામૃત, સમયસારનો સાર, પરમાત્મપ્રકાશ, પંચસૂત્રનાં પ્રવચનો જેવા ગ્રંથોનું અધ્યયન કર્યાનો અવસર મળ્યો. તેમાં દક્ષાને ઘણો લાભ થયો. તેના ભક્તિરસમાં તત્ત્વબોધ ભળ્યો. કોઈ સત્સંગી આવતા હતા. લગભગ પાંચ માસ પછી પર્યુષણનો પ્રારંભ થતાં પ્રભુપૂજન, વિશેષ અનુષ્ઠાન, આશિક તપ, અને સંવત્સરી પ્રતિક્રમણ (ઉપાશ્રયમાં) કરવાનો યોગ પણ થયો. દિવાળી પછી અસલની જેમ રોજના બહેનોના સ્વાધ્યાય શરૂ કર્યા. પગની સામાન્ય તકલીફ સિવાય અસલની જેમ આરાધના થતી રહે છે. પૂ. યશોવિજયસૂરિજી કહેતા : પ્રભુની કૃપા અનુગ્રહ અને નિગ્રહ બે પ્રકારે સ્વીકારવી. શુભના ઉદયમાં જે કંઈ આરાધના બને તે અનુગ્રહ કપા છે જેમાં સાધના વિકસતી જાય છે. નિગ્રહ એટલે અશુભ કર્મના ઉદયમાં નિર્જરાના યોગ-સંયોગ મળ્યા કરે, કર્મ નિખરતું જાય, તે નિગ્રહ કૃપા. મને આ બોધનું ઘણું બળ મળ્યું. મારો અશાતાનો કઠિન ઉદય હતો. સંભવ છે કે આઠ દસકામાં આવી બીમારી ભોગવી નથી. આ વિભાગ-૧૩ ૩પ૦ મારી મંગલયાત્રા Page #376 -------------------------------------------------------------------------- ________________ બીમારીમાં આંશિક આકુળતા છતાં સવિશેષ સમતા રહી તે પ્રભુકૃપા જ માનું છું. દેહાધ્યાસ ઘટે તેવું કંઈક ચિંતન થતું હતું. જો કે મારા પરિવારનાં અતુલ, રમોના (પુત્ર-પુત્રવધૂ), દક્ષાએ ઘણી સગવડો ઊભી કરી હતી. સેવાચાકરી પ્રેમ અને તત્પરતાથી કરતાં. હું હસતા હસતા કહેતી કે “મારું પુણ્ય વપરાઈ જાય છે. બહુ સગવડ ઊભી ના કરો, આ દેહની બહુ આગતાસ્વાગતા ન કરો. આ ઉપરાંત અનુચર વર્ગમાં બાઈ, રસોઈયો, માણસો સૌ મા સમજીને કાળજી રાખતાં. ભોજનાદિ પણ અનુકુળ મળી રહેતાં. મારી સમતામાં આ સૌની સહાય કેમ ભૂલાય! અમારા ડૉક્ટરો પણ બહુ આદર રાખતા. મણકાના ડૉક્ટર તો કહે : તમે એકાદ પુસ્તક લખો આ દરદ તદ્દન મટી જશે. પગના ડૉક્ટર કહેતા : હવે એકાદ પ્રવાસ અમેરિકાનો ગોઠવી દો. ફિઝિયોથેરેપિસ્ટ કહે : તમે હવે બહાર જાવ, બધી તમારી પ્રવૃત્તિઓ ચાલુ કરી દો. હવે કંઈ ચિંતાનું કારણ નથી. અને મેં લગભગ પૂર્વની જેમ સ્વાધ્યાય-લેખન પુનઃ યથાવત્ ચાલુ કર્યા છે. શરીરમાં હવે કંઈ તકલીફ નથી. આ બીમારીમાં અમારાં સત્સંગી બહેનોની મનોભાવના એવી કે અમારાં બહેન જલ્દી સાજા થઈ જાય. રોજે જ તેઓ આવતાં ભક્તિપદો સંભળાવતાં. આમ પૂરા દિવસનો સાત્વિકતાત્વિક ક્રમ ચાલુ રહેતો. એટલે પછી સમય નક્કી કર્યો કે સૌએ ૩ થી ૪-૩૦ આવવું, ભક્તિ કરશું અને દક્ષાબહેન શાસ્ત્રવાચન કરશે. હંસાબહેન, પદ્માબહેન તો લગભગ રોજ આવે અને સ્વાધ્યાયમાં સાથ આપતાં. સમય નક્કી થવાથી નિવૃત્તિ મળી રહેતી. વર્ષોથી જેની સાથે સત્સંગના, વીતરાગવાણીના વિનિમયનું સાતત્ય જળવાયું છે તેવા કલ્યાણમિત્ર શ્રી જ્યોતિબહેને આ દિવસોમાં કોબાથી આવી અમદાવાદ રહીને ઘણો સાથ આપ્યો. વચનામૃતના આધારે તત્ત્વદષ્ટિયુકત તેમનો અભ્યાસ છે. તેઓ કહેતાં : “આપણે સૌએ અશુભયોગમાં આપણા સ્વાધ્યાયની શીખનો ઉપયોગ કરવાનો છે. આપણી પરીક્ષા આવા સમયે થાય છે. મહામુનિઓના ઉપસર્ગાદિનું સ્મરણ કરી દેહભાવ છૂટે તેવું બળ કેળવવાનું છે. તેઓને કંઠે વસેલાં ઘણાં વચનામૃતનું પાન કરાવીને આંતરિક પ્રેરણા આપતાં. આ દિવસોમાં પરિમલે સત્સંગનો ખૂબ લાભ આપ્યો. મેં તો વર્ષો પહેલાં અમેરિકામાં તેને અંગુલિનિર્દેશ જ કરેલો કે તત્ત્વનો પરિચય કરવા મારી મંગલયાત્રા વિભાગ-૧૩ ૩૫૧ Page #377 -------------------------------------------------------------------------- ________________ જેવો છે, તેણે તો તત્ત્વનો સંગ્રહ કરવા માંડ્યો. આ દિવસોમાં તત્ત્વબોધની ચર્ચાવિચારણા ઘણી વિશદતાથી તે કરતો. તે કહેતો : જીવને જે કંઈ કરવું છે તે આત્માર્થે કરવું છે, અને તે ક્યાં લેવા જવાનો છે. તદ્દન નજીક જ તે છે. તમારે ઉપયોગને ત્યાં વાળવાનો છે. આમ બીમારીમાં દેહાધ્યાસ મંદ થવાનો બળપ્રેરક સત્સંગ થતો રહ્યો. પૂ. આત્માનંદજીથી અશાતામાં સમતા માટે પ્રેરકબળનો બોધ મળ્યો. આ ઉપરાંત શ્રી નગીનભાઈ, શ્રી રાકેશભાઈ ઝવેરી પણ શાતા પૂછવા આવી ગયા, તેમના સત્સંગનો લાભ મળ્યો. સૌ આત્મપરિણતિનું માહાભ્ય સમજાવતા. વળી આ દિવસોમાં પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી બે-ત્રણ વાર દર્શન સાથે બોધ આપી ગયા. પૂ. આચાર્યશ્રી નરવાહનસૂરિજી માંગલિક સંભળાવી ગયા. તેઓ કહેતા : અનુષ્ઠાન નિષ્ઠાપૂર્વક થાય તેમાં આનંદ આવે. તે અનુભૂતિ સુધી લઈ જશે ત્યારે દેહભાવ ઘટી જશે. વિશેષ બોધની વિગત અલગ આપી છે. પૂ. બહેન મહારાજ (પૂ.આ.શ્રીરાજયશજીનાં આજ્ઞાવર્તી) માંગલિક સંભળાવી ગયાં. તેઓએ પ્રકાણ્યું કે કર્મસત્તા એવી બળવાન છે કે તે વિપાક સમયે જીવને બરાબર શોધી લે છે. ગાડીમાં તમે પાંચ હતાં. તમને જ તમારા કર્મ વિપાકે શોધી લીધાં. અમારા એક સાધ્વી મહારાજને અને બસને એક ઇંચનું અંતર રહ્યું. તેઓ બચી ગયા. દૂરથી જોનારને લાગ્યું કે શું થશે ? આમ જગતમાં આ તંત્ર નિયમિત ચાલે છે. આવા સમયે સંયોગનો સહજ સ્વીકાર અને અંતરમાં સમતા એ આપણો ધર્મ. આ સર્વ હકીકત બીમારીની બાહ્યદશા વિષેની છે. કેટલીક અંતરંગ દશા પણ જણાવી દઉં? એક સત્સંગી મિત્રે આ અંગે કેટલાક પ્રશ્ન અને સૂચન લખ્યાં છે તેથી વળી આ વિગત લખવા પ્રેરાઈ છું. બીમારી એટલે શારીરિક અશાતા, તેમાં દેહાધ્યાસ થાય. વળી આરાધનાના બળે બીમારી પણ કંઈ બોધરૂપ બની. સમતા રહી તેટલાં કર્મ ખપ્યાં. કોઈ વાર એક વિકલ્પ ઊઠતો કે આ પરવશતા જ રહેશે કે ખાટલો છૂટશે ? કે ડૉક્ટરો તો ખાતરી જ આપતા, તમે તો હજી ઘણું કાર્ય કરવાનાં છો. લગભગ પંદર દિવસ પછી મને થયું પથારીમાં પડી રહેવાનું છે તો કોઈ વિષયનું ચિંતન, અનુપ્રેક્ષા કરું. પ્રારંભમાં મેં સુલતાના પુત્ર વિયોગના સમયનું ચિત્ર મનમાં આલેખ્યું. પછી સીતાજી અશોકવાટિકામાં રામના ----- વિભાગ-૧૩ ઉપર મારી મંગલયાત્રા Page #378 -------------------------------------------------------------------------- ________________ વિરહમાં કેવી રીતે સમય પસાર કરતાં હતાં. તત્ત્વચિંતન, ભક્તિ, રાક્ષસીઓ સાથે રામગુણચર્ચા કરતાં તેનું ચિત્ર ઊપસતું. વળી વચમાં કોઈ વેદનામાં ઉપયોગ જોડાતો. ઔષધ ઉપચારમાં સમય જતો. સીતાજીની અશોકવાટિકામાં દશા કેવી હશે, તેઓ આંતરિક સમતામાં કેવી રીતે ટકતા હતા તેનું વારંવાર નિરીક્ષણ કરતી. શારીરિક વેદનામાં ગજસુકુમારનું સ્મરણ કરતી. ત્યારે લાગતું ક્યાં તેઓનું દૃઢ મનોબળ, ક્યાં મારી નબળાઈ ? થોડી વધુ સ્વસ્થ થઈ શ્રી આનંદઘનજીનાં સ્તવનોના અર્થ ચિંતન કરતી. સતત ધારા ટકતી ન હતી. વચમાં નિરર્થક વિકલ્પો ઊઠતા. તે ઉપયોગમાં જણાતા. કોઈ વાર શમી જાય, કોઈ વાર પ્રવાહ લાંબો ચાલે, એ વિકલ્પો મહદ્અંશે સંસ્કારવશ હતા. ક્યાંય વેદનાનું લક્ષ્ય થતું, વળી વિકલ્પ ઊઠતો કે આ અકસ્માત થવો, મને જ વધુ ઈજા થવી તે કેવું નિર્માણ હશે ? તે વિકલ્પો સહજ શમી જતા, કોઈ વાર અવલંબન લેવું પડતું. શરીરની વધુ રાહત થવા માંડી. એક વાર સત્સંગીઓમાં વાત નીકળી કે કર્મની કેવી વિચિત્રતા છે ! અકસ્માતમાં સૌ બચી ગયાં. ડ્રાઇવર સીટ સાથે મારા માથે આરામથી ગોઠવાઈ ગયો. અને તે સદ્ભાગ્યે તદ્દન રક્ષિત રહ્યો. બહેનને જાણે બધાંનું ભેગું આવ્યું. આ ચર્ચા દરમ્યાન મને વિકલ્પ ઊઠયો, મારા કર્મ ભારે અશાતાના હશે ? તેથી મને આટલી બધી ઈજા થઈ ? બીજા સૌ સાજાં રહ્યાં ! એ વિકલ્પ લાંબો ટકતો નહિ કારણ કે એ વાત શ્રદ્ધામાં હતી કે પોતાના પૂર્વકર્મ સિવાય કશું નિરર્થક આવતું નથી. મોટરમાં આમ તો અમે પદો ગાયાં, સત્સંગ કર્યો, પછી આચાર્યશ્રી નરવાહનજીને ડીસામાં વંદન કરવાનાં હતાં. દસ મિનિટ પછી ઉપાશ્રય આવશે એમ જાણી ચારે નવકાર ગણતાં હતાં. તે દરમ્યાન એકાએક બે વાહન ભટકાયાં અને દુર્ઘટના બની. પૂર્વકર્મબળે હું ઝડપાઈ ગઈ. બે માસ થયા પછી દક્ષા પાસે પંચસૂત્રનાં પ્રવચનોનો સ્વાધ્યાય કર્યો ત્યારે મને થયું કે દુષ્કૃતગહ કરું, અને એ રીતે જે જે દોષોની સ્મૃતિ થતી તેની ગર્હા કરતી. કોઈને મારાથી અન્યાય થયો હોય, ગયાં વર્ષોમાં કાર્યવશ રકમની લેવડદેવડમાં કોઈને મનદુઃખ થયું હોય. શારીરિક વાસનાઓ ઊઠી હોય, સંધર્ષો થયા હોય, નાની-મોટી હિંસા થઈ હોય અસત્યવાણીનો મારી મંગલયાત્રા વિભાગ-૧૩ ૩૫૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ દોષ, આરંભ-સમારંભના દોષ, ક્યાંય માયાકપટના ભાવ. દુષ્કતગર્તામાં આવું સ્મરણમાં આવતું. તે વાસ્તવમાં ખમાવવા માટે જરૂરી હતું પણ એમ કરતાં મારું મન ગ્લાનિથી ભરાઈ ગયું. થોડી થોડી વારે મન ખેદથી ભરાઈ જાય. જોકે મેં ભવ-આલોચના કરી લીધી હતી. પરંતુ પ્રસંગોપાત્ત ગહ કરતાં આ બધું સ્મરણમાં આવ્યું કે અજ્ઞાનવશ જીવ કેવા પાપમાં પડે છે. ખેર ! એક વાર પરિમલ આવ્યો, મેં તેને વાત કરી, તે કહે, “હવે ભૂતકાળને યાદ કરી કાળક્ષેપ શા માટે કરવો ? થયું તે થયું. હવે એ દોષમાંથી ઉપર ઊઠવાનું બળવાન સાધન તત્ત્વદૃષ્ટિ છે. તમે જાણો છો, માટે ખેદ ન કરતા. શ્રીમદ્જીએ પ્રકાડ્યું છે કે : “હું ધર્મ પામ્યો નથી, ધર્મ કેમ પામીશ એ આદિ ખેદ નહિ કરતા. વીતરાગ પુરુષનો ધર્મ જે દેહાદિ સંબંધીથી વિષાદવૃત્તિ દૂર કરી આત્માઅસંગ-શુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ છે. એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું અને મંદવૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે.” આ રહસ્ય મળવાથી શાંતિ થઈ. વળી સુકૃત્ય અનુમોદનાનો ક્રમ લીધો, અરિહંતાદિના ગુણોનું અવલંબન લીધું. વળી મહાત્મા, મહાસતી તથા વીતરાગી, જ્ઞાનીજનોના ઉપકારની, સુકૃતની અનુમોદના કરી અને ચાર શરણાંનો સ્વીકાર કરી જીવ નિશ્ચિત થયો. દીપકભાઈ લખે કે બીમારીના અનુભવ લખજો. એ પણ લખ્યું. વાસ્તવમાં આ મંથનદષ્ટિ નિર્મળ બની અંતરંગ જાગૃતિ વધી. તેમાં ગુરુકૃપાની પ્રેરણાનો અનુભવ થયો. આમ પૂરા છ માસ પછી પગની સામાન્ય તકલીફ સિવાય બધું યથાવતું ગોઠવાઈ ગયું. આ લેખન અધૂરું હતું. એટલે મારા વ્યસન પ્રમાણે કલમ પકડી અને લેખન શરૂ કર્યું. જોકે બીમારી સમયે મારા મનની દશામાં જે ચઢ-ઊતર થઈ, વિકલ્પો ઊડ્યા ત્યારે લાગેલું કે મારી કહાણીમાં કંઈ વિશિષ્ટતા નથી. વળી મારામાં હજી વિકલ્પોનો ઘેરાવો છે, ઉચ્ચદશા સુધી પહોંચાયું નથી, તેથી હવે લખવાનું નિરર્થક છે. રોતો જાય તેને દુઃખદુ સમાચાર મળે તે સમજાય, અહીં જુદું જ બન્યું જિજ્ઞાસુઓ યાદ આપતા, તમે તમારા અનુભવો લખોને ! હું કહેતી : મેં શરૂ કર્યું છે પણ આ અકસ્માત પછી પાછું મન નબળું પડ્યું છે. ત્યાં વળી વિભાગ-૧૩ મારી મંગલયાત્રા ૩૫૪ Page #380 -------------------------------------------------------------------------- ________________ બીજા મિત્રો આવે અને પ્રેરણા આપે, કે લખો. આમ ભાવતું હતું અને વૈદ્ય કહ્યું કે મેવા-મીઠાઈ ખાજો. અંતરમાં રહેલો લખવાનો સંસ્કાર ઊઠ્યો અને અધૂરું લેખન પૂરું કરવા પ્રેરાઈ છું. અને કર્યું પણ ખરું. પુરાણા કે વર્તમાનનાં સ્ત્રી ચરિત્રો-પ્રસંગો વાંચું ત્યારે લાગે કે ગુણોથી કોઈ ઊંચાઈએ પહોંચાયું નથી. આ બધું સામાન્ય કોટિનું છે. વરની મા વરના ગુણ ગાય તેમાં સદ્ભાવી સત્સંગી મિત્રો મારામાં કંઈક આદર રાખે એટલે પ્રશંસા કરે, ત્યારે જોકે હું તેમના પ્રેમનો જ સ્વીકાર કરતી. તેમનો મારા પ્રત્યેનો અહોભાવ અને મારું તેમના પ્રત્યેનું કલ્યાણરૂપ વાત્સલ્ય એવું આદાનપ્રદાન હતું. એટલે વિશેષતા ન હોવા છતાં પણ આ લેખન થઈ ગયું. છ માસ લખવાનો “વા” મુલત્વી રહ્યો, પણ વળી સંસ્કાર ઊગ્યો ને કામ થયું. આ દિવસોમાં સ્થાયી સત્સંગી મિત્રોની અંતરભાવના, ભક્તિ વિગેરેનો સાથ લાભદાયી નીવડ્યો છે. પરદેશના મિત્રો ત્યાં પણ જાપભક્તિના અવલંબનથી બહેનની સુખાકારી ઈચ્છતા. ફોનમાં નિરંતર કાળજી રાખી ફોનમાં પૃચ્છા કરતા. આમ દેશ-પરદેશમાં સૌની સભાવના અને દેવગુરુકૃપાએ પુનઃ આંતરિક ખોજ અને સાધના કરવાનો વિશેષ અવકાશ આ બીમારીથી મળ્યો છે તેવું અનુભવથી જણાય છે. બીમારીએ નિવૃત્તિનો સમય પણ આપ્યો. લગભગ આઠ-નવ મહિના નિવાસે જ સ્થિરતા રાખવાની હતી. ફક્ત ડૉક્ટરની પાસે ક્યારેક જવાનું રહેતું. નિવૃત્તિમાં કરેલી સાધનાને કારણે જીવને ઘણી સ્થિરતા, જાપનો અવકાશ, ચિંતનનો અભ્યાસ કરવાનો સહેજે અવકાશ રહેતો. યદ્યપિ ઘણા સત્સંગીજનોનો સાથ હતો તે પૂરક હતું. યદ્યપિ મારું એટલું દઢ મનોબળ ન હતું. જે પૂ. ગુરુદેવ કહેતા કે સાધુ-સાધકને નાનાં-મોટાં અશાતાના યોગ કર્મનિર્જરાનું કારણ હોઈ અંતર શદ્ધિની પ્રક્રિયા છે. માટે દેહ-ભાવની ગૌણતા કરી પ્રભુસ્મરણમાં મનને જોડી રાખવું. આત્મલક્ષ્યની પ્રધાનતા કરી સમભાવે રહેવું. આવી ગરુજનોની કૃપાથી મારીમાં કંઈક સમતાથી ટકી જવાતું હતું. અમેરિકાના સત્સંગી મિત્રો આવે, હવે પહેલાં જેવી સાજી-નરવી જુએ એટલે કહે હવે ચાલો, સત્સગયાત્રા અમેરિકાની ગોઠવી દો. કોઈ મિત્ર કહે તમે કહો તો લેવા આવું. હું કહું : હવે કુદરતે જ નિવૃત્તિ આપી છે તો તેમ જ થવા દો, તમે મારી મંગલયાત્રા વિભાગ-૧૩ ૩૫૫ Page #381 -------------------------------------------------------------------------- ________________ ભારે લોભ ઊભો કરાવો છો ! એમ કરો એક વાર આવીને સૌને મળી જાવ, લાભ આપી જાવ. શું કહ્યું? પછી શું બન્યું? પરદેશની સત્સગયાત્રાની પૂર્ણાહુતિ : - જ્યારે ઓરલાન્ડો ફલોરીડાના સંઘ દ્વારા શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે આમંત્રણ આવ્યું, તેમાં પણ શ્રત આરાધક શ્રી ચંદ્રકાંતભાઈ દોશીએ શાસ્ત્રાભ્યાસ માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું. ફોનમાં વાત કરીને કહે ફલાઇટમાં ફર્સ્ટ ક્લાસની મુસાફરી ઉપરાંત સઘળી વ્યવસ્થા સંઘની સાથે રહીને હું જવાબદારીથી ગોઠવી દઈશ. તમે જરૂરથી આવો. તેમનો અભ્યાસ માટેનો ઉત્સાહ જોઈ મારું મન લોભાઈ ગયું. મને થયું કે અન્ય સત્સંગી મિત્રોનું મિલન થશે, સ્વ-પર આરાધના થશે. મેં હા પાડી. વળી જયારે શારીરિક કંઈ પણ તકલીફ લાગતી ત્યારે મન પાછું પડતું. ત્યાં વળી ચંદ્રકાંતભાઈનો ફોન આવે, મારું મન તૈયાર થાય. મારા કાર્યક્રમના આયોજક કલ્પનાબહેનને મેં વાત કરી કે તમે ઇસ્યોરન્સની તપાસ કરજો. કારણ કે આટલાં વર્ષોથી હું તે ગોઠવણ કરીને જ જતી હતી. તે પ્રવીણભાઈ વાંકાણી સંભાળી લેતા. કલ્પનાબહેને તપાસ કરીને જણાવ્યું કે ઈન્શ્યોરન્સ મળવાની સંભાવના નથી. આથી મેં જવાનું માંડી વાળ્યું. તે સમયે ત્યાંના ધર્મી દીપકભાઈ અમદાવાદ હતા તે કહે કે “આવો કંઈ વાંધો નહિ થાય.” મેં કહ્યું આટલાં વર્ષો હું પરિવારને કહીને આવતી હતી કે “મને કંઈ થાય તો તમારે ચિંતા કરીને દોડવું નહિ. ત્યાં સ્વજન મિત્રોનો મોટો પરિવાર છે. બધી વિધિ પતાવશે.” પણ ત્યારે મારા હાથમાં ઈસ્યોરન્સ હોવાથી અન્ય નિશ્ચિતતા લાગે કે કોઈને કંઈ મુશ્કેલી નહિ થાય. એટલે હવે મારે જોખમ લેવું નથી. પરદેશ જવાની મનમાં કંઈક દ્વિધા તો હતી જ આથી હવે ચોક્કસ નિર્ણય કરી પરદેશની મુસાફરીને આભાર-આનંદ સાથે છેલ્લી સલામ ભરી દીધી. સૌને કહ્યું આપણે અંતરના ભાવથી, પત્રલેખનથી, ફોનમાં વાર્તાલાપથી મળશું. હવે તમારે ભારત આવવાનું, કોઈ તીર્થમાં સાથે રહી આરાધના કરશે, તે રીતે મળતા રહીશું. પછી ક્ષેત્રનું અંતર ગૌણ છે. જોકે આ ક્રમ ચાલુ જ છે. સૌનું શ્રેય થાઓ, આનંદ હો, મંગળ હો. વિભાગ-૧૩. ૩૫૬ મારી મંગલયાત્રા Page #382 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪ > અંતમંગલ - * ગુણાનુરાગી સ્વજનોનો આદરભર્યો પ્રેરક સભાવ * પૂ. ગુરુજનોનો અમૃત બોધ - મંગળભાવના * સમીક્ષા મંગલ ભાવનાઓ ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમો તે બધા મુજને સર્વ રીતે; એવા જીવમાં મિત્રતાને પ્રસારું, નથી કોઈ સાથે હવે વેર માર. બધા વિશ્વનું થાવ કલ્યાણ આજે, બનો સસો પારકા હિત કાજે? બધા દુષણો સવથા નાશ પામો, - જનો સર્વ રીતે મંગલ માંહિ જીવો. Page #383 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળધર્મ (માર્ગ) આપ શ્રીમદે અનંતકૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું, વળી આપ શ્રીમતું. કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ. - શ્રીમદ્ રાજચંદ્ર Page #384 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગી સ્વજનોનો આદરભર્યો પ્રેરક સભાવ રતિલાલ દીપચંદ દેસાઈ, અમૂલ સોસાયટી, અમદાવાદ. શુભ પરિચય ૧૯૮૪ બહેનશ્રી સુનંદાબહેન વોહોરા અમદાવાદમાં ગર્ભશ્રીમંત જૈનકુટુંબમાં એમનો જન્મ થયો હતો. જિનભક્તિ અને સાધુસંતોની સેવાઓ દ્વારા ધર્મના સંસ્કારો યુવાવયથી જ પ્રાપ્ત થયા હતાં. વળી મહાત્મા ગાંધીજીના જીવનદર્શનનો પરોક્ષપણે પ્રભાવ પડયો હોવાથી, સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. સૌ પ્રથમ ગ્રામવિસ્તારમાં બાળકો તથા સ્ત્રી-કેળવણીનું કાર્ય હાથ ધર્યું. તેમાં ખાસ કરીને ત્યકતા, વિધવા બહેનોના સ્વાવલંબનનું કાર્યક્ષેત્ર પણ વિકસાવવામાં આવ્યું. આ પ્રવૃત્તિઓને કાયમી સ્વરૂપ આપવા ૧૯૫૮માં અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ'ની સ્થાપના કરી. ૧૯૬૦માં “અપંગ માનવ મંડળની સ્થાપના થઈ. તેમાં ગરીબ, પછાત અને અપંગ બાળકોના સર્વાંગી જીવન વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. આ ઉપરાંત જીવનવિકાસલક્ષી સત્સંગ મંડળો અને શિબિરોનું કાર્ય પણ હાથ ધર્યું હતું. ત્યારપછી લગભગ ૧૯૮૦થી તેમનો અભિગમ મહદ્દઅંશે અધ્યાત્મ જીવનલક્ષી બન્યો. આમ માનવ કલ્યણ, જ્ઞાન અને અધ્યાત્મયોગનો સંગમ તે તેમનું વિરલ વ્યક્તિત્વ છે. પરંપરાએ જૈનમુનિઓનો પરિચય થતો રહ્યો. ભારત પદ્મવિભૂષણ પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજીની નિષ્કામ કર્મયોગની સતત પ્રેરણા મળતી રહી. એમનો પરિચય તેમને પચ્ચીસ વર્ષ રહ્યો. અને તેમની પાસે વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો હતો. સ્વ. શ્રી પંડિત પાનાચંદજી પાસે કર્મગ્રંથનો અભ્યાસ કર્યો A અને સંત કેદારનાથજી પાસે જીવન-વ્યવહાર શુદ્ધિના પાઠોની 0િ:40 મારી મંગલયાત્રા ૩પ૯ વિભાગ-૧૪ Page #385 -------------------------------------------------------------------------- ________________ - ઉત્તમ કેળવણી લીધી. શ્રી વિમલાતાઈ ઠકારના સાનિધ્યમાં લગભગ ૧૨ વર્ષ સુધી હિમાલય અને આબુ જેવા પવિત્ર સ્થાનોમાં એકાંત, મૌન અને ધ્યાનની અંતર્મુખી સાધના કરી. ૧૯૭૯માં વડવા અને ઈડરમાં શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્યનો અભ્યાસ કર્યો. ત્યાર પછી કોબા ગામે પૂજ્ય શ્રી સોનેજીની પ્રેરણાથી સ્થપાયેલો “શ્રી રાજચંદ્ર અધ્યાત્મ સાધના કેન્દ્રમાં લગભગ પાંચ વર્ષ રહ્યા હતાં. ત્યાં પૂજય ડૉ. સોનેજીના સહયોગથી સ્વ-પર શ્રેયની સાધના પ્રવૃત્તિનો ઉત્તમ લાભ પ્રાપ્ત થયો હતો. તથા પ્રથમ જ પરદેશની સત્સંગ યાત્રા યોજાઈ હતી. આ પ્રકારે આચાર્યશ્રી, સાધુ, સંતો અને પવિત્ર આત્માઓના સાન્નિધ્ય અને સેવાથી તેમના જીવનમાં અધ્યાત્મભાવના અને તત્ત્વચિંતન વૃદ્ધિ પામતા રહ્યા. તેની સાથે સ્વ-પરના શ્રેયરૂપ અધ્યાત્મ વિષયના પ્રવચનો સંતસેવાની કૃપારૂપે સહજપણે થતા રહ્યા. વળી તાત્વિક તથા વિવિધ વિષયોનાં સાહિત્યનું, પુસ્તકોનું સર્જન પણ થતું રહ્યું. હાલ આચાર્ય શ્રી ભદ્રંકરસૂરિજીના માર્ગદર્શનથી સાધના કરે છે. તેમની પાસે શાસ્ત્રોની વાંચના દ્વારા તત્ત્વજિજ્ઞાસાની પૂર્તિ કરે છે. સાધુજીવનની ભાવનાને અનુસરીને ઘરમાં રહીને પણ લગભગ નિવૃત જીવન ગાળે છે. સાદાઈ સંયમી જીવન તેમનો આદર્શ છે. આથી તેમના જીવનની જીવંત અસર તેમના પરિચયમાં આવતાં સૌને પ્રેરક બને છે. સ્વ-પર શ્રેયનું તેમનું કાર્ય સૌને પ્રેરક છે. પ્રભુ તેમને દીર્ધાયુ આપે અને શાસનસેવા કરતા રહે તેવી શુભભાવના સાથે. લી. રતિલાલ દીપચંદ દેસાઈ અમદાવાદ-૧૯૮૪ વિભાગ-૧૪ ૩૬૦ મારી મંગલયાત્રા Page #386 -------------------------------------------------------------------------- ________________ V એક વિરલ વ્યક્તિત્વ - મહેન્દ્ર ખંધાર, LA બહેનશ્રી સુનંદાબહેન વહોરા લોસ એન્જલિસના શ્રી મહેન્દ્ર ખંધારે શ્રી પર્યુષણ પર્વની આરાધના સમયે આપેલો પરિચય. ૨૦OO. તેઓ ભારતના અમદાવાદ શહેરના વતની છે. તેમનો જન્મ અમદાવાદમાં ગર્ભશ્રીમંત જૈનકુળમાં થયો હતો. જિનભક્તિ અને સાધુસંતોના સેવા પરિચયથી યુવાવયમાં તેમને ધર્મના સંસ્કારો પ્રાપ્ત થયા હતા. વળી મહાત્મા ગાંધીજીના જીવનદર્શનની પ્રેરણાથી ચાલીસ વર્ષ સુધી સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ કરી. સવિશેષ ગ્રામવિસ્તારમાં બાળ અને સ્ત્રી કેળવણનું કાર્ય અને અપંગોના સ્વાવલંબનનું કાર્ય કર્યું હતું. ત્યાર પછી વળી અધ્યાત્મજીવનનો યોગ સાંપડયો તેમાં આચાર્યશ્રી, પંડિતવર્ય જેવા મહાનુભવો ના પરિચયથી અધ્યાત્મજીવનમાં રંગાઈ ગયા. યુવાવયમાં કરેલા શાસ્ત્રાભ્યાસની વધુ રૂચિ કેળવાતી ગઈ. વળી ઈડર અને કોબા જેવા આધ્યાત્મિક ક્ષેત્રોમાં રહીને મૌન અને ધ્યાનની આરાધના કરી. તેમાં વિદ્યમાન શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજીના માર્ગદર્શનથી સાધનામાં વિશદતા મળી. જીવનમાં ધન્યતા અનુભવી. વળી છેલ્લા પંદર વર્ષથી આફ્રિકા, લંડન અને અમેરિકા જેવા દેશોમાં જિજ્ઞાસુ મિત્રો દ્વારા તેમની સંભાવનાઓને કારણે સત્સંગયાત્રાઓ યોજાઈ. ઘણા જિજ્ઞાસુઓએ જીવનમાં ધાર્મિક લાભ પ્રાપ્ત કર્યો. જીવનના આદર્શોની ભૂમિકાનું નિર્માણ થયું. તેમનું જીવન આપણને ઘણું પ્રેરણાદાયી છે. પોતાના નિવાસે તેઓ અવિરત ગતિએ શાસ્ત્ર-વાચનનો અભ્યાસ કરાવે છે. અમદાવાદ શહેરમાં મહિલા ક્ષેત્રે કોઈ ધાર્મિક, તાત્ત્વિક પ્રવચન કે સ્વાધ્યાયકાર તરીકે નિયમિત વર્ગો ચલાવનાર જવલ્લે જ બહેનો હોય છે. આજે અમદાવાદમાં સોસાયટી વિસ્તારમાં ૩૦૦ જેવા બહેનો આ વર્ગોનો લાભ લે છે જેમના જીવનમાં વિશિષ્ટ જાગૃતિનો A અનુભવ થાય છે. હુંકર . મારી મંગલયાત્રા ૩૬૧ વિભાગ-૧૪ Page #387 -------------------------------------------------------------------------- ________________ આ કાર્યો સાથે તેમના તપ, દાનની પણ વિશિષ્ટતા છે. લગભગ ૨૦ વર્ષથી તેઓ મુખ્યત્વે બેઆસણા, એકાસણા, આયંબીલ જેવા તપ કરે છે. નિયમિત પ્રતિક્રમણ, સામાયિક, પૂજા, નવકારમંત્રની અવિરત સાધના કરી રહ્યા છે. તેમના સાન્નિધ્યમાં મહાવી૨ના યુગની શ્રાવિકાની પ્રતિકૃતિ હોય તેવો આપણે આનંદ અનુભવીએ છીએ. ગૃહસ્થ જીવનમાં પરિવારની સાથે રહેવા છતાં સાધુ જીવનની છાપ આપણને જોવા મળે છે. આજે ૭૮ વર્ષની વયે અથાગપણે પરદેશમાં આવીને પર્યુષણ પર્વની આરાધના કરાવે છે, અને ૧૫-૨૦ સ્થળોમાં પ્રવચન આપે છે. તેમના સંપર્કમાં આવતાં કેટલાંયે ભાઈબહેનોનાં જીવન ધર્મમાર્ગે વળ્યાં છે. સૌને રોચક તત્ત્વજ્ઞાન, આવશ્યક અનુષ્ઠાનનું માર્ગદર્શન, ગૃહસ્થ જીવનમાં પણ ધર્મભાવનાના વિકાસની પ્રેરણા આપી રહ્યા છે. દર વર્ષે દેશાવગસિક વ્રતકરાવે, બારવ્રત લેવરાવે, નાના મોટા નિયમોથી સૌને પોતાની સાથે ચાલતા કરે છે. તેઓ પુસ્તકોમાં કે કેસેટોમાં પોતાનાં અંગત કંઈ જ મેળવતા નથી. છતાં બચત રકમ હોય તો તેનો કેન્સર સોસાયટી, હોસ્પિટલમાં વૈયાવચ્ચ કે શિક્ષણમાં લાભ આપે છે. આજ સુધીમાં તેમણે ૪૫ જેવા મોટા ગ્રંથો અને ૧૫ જેવી નાની પુસ્તિકાઓ લખી છે અને ૭૦૦ જેવી કેસેટો પણ પ્રસાર પામી છે. આમ વિવિધ પ્રકારની આગવી શૈલીનું તેમનું વ્યક્તિત્વ વિરલ છે. સરળતા અને સમતા એ તેમના જીવનનો મંત્ર-પ્રાણ છે. શ્રીમંત છતાં સાદાઈ, આવા નિઃસ્પૃહ વ્યક્તિનો, આપણને લાભ મળ્યો છે, તે આપણું સદ્ભાગ્ય છે. વીણા તો કહે છે કે મને તો ગુરૂ અને મા બંને મળ્યા છે. મારે માટે શીતળ છાયા જેવા છે. કોઈએ તેમને પૂછ્યું ‘તમારા જીવનનો આવો વિવિધતાભર્યો વિકાસ કેવી રીતે થયો ?’ તેઓ ટુંકો અને મીઠો જવાબ આપે છે ‘‘દેવગુરૂ કૃપા સંતકૃપા, પ્રભુનો અનુગ્રહ, તમારા સૌની સદ્ભાવના’’. '....એમના અનુભવનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. પ્રભુ તેમને દીધાર્યુ આપે સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિ કરતા રહે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. સર્વત્ર શાંતિ વિસ્તરો. મહેન્દ્ર ખંધાર, લોસ એંજલીસ, અમેરીકા, વિભાગ-૧૪ ૩૬૨ મારી મંગલયાત્રા Page #388 -------------------------------------------------------------------------- ________________ છે . આ રજની ચુનીલાલ શાહ 20, Brentwood Lane Cranbury, NJ 08512 Tel. : 609 - 716 - 0009 વીર સંવત ૨૫૩૨ ને કારતક વદી પ ને સોમવાર તા. ૨૧મી નવેમ્બર, ૨૦૦૫ શ્રી સુવિધિનાથ પ્રભુ જન્મ-કલ્યાણક શુભ દિન. પરમ શાસન પ્રવચન પ્રભાવક પૂજય બેનશ્રી, અંતકરણપૂર્વક અને અહોભાવપૂર્વકે મારા પ્રણામ. બહિરંગજીવનના પાત્રો, સંબંધો, સંવાદો અને ઘટનાઓનું યથાર્થ મૂલ્યાંકન કરી, અમારા અંતરંગજીવનનો અને આત્માના વિકાસનો વિચાર આપશ્રીએ અમેરિકામાં અમારી સૌની સમક્ષ અનેક વર્ષો સુધી ખૂબ અભૂત રીતે રજૂ કર્યો છે. ભવનિર્વેદ ઉત્પાદક સામગ્રી અને આપશ્રી જેવા પ્રવચન પ્રભાકર વ્યાખ્યાતા-આ બન્નેનો સુભગ સમન્વય અમારા સૌના પુણ્યોદયનું પ્રતિક છે, પ્રતિતિ છે. આપશ્રીના રોમાંચક, હૃદયસ્પર્શી અને મનનીય પ્રવચનોના ભાવભર્યા શ્રવણ વડે અમ સૌના કલ્યાણના દ્વાર ઉઘડ્યા છે, તે ચોક્કસ વાત છે. આપશ્રીએ કરેલી, અને ખાસ કરીને અમેરીકામાં કરેલી શ્રુતભક્તિ-પ્રવચન ભક્તિની ભૂરિભૂરિ મારી અનુમોદના. જૈનદર્શનના બધા જ ગ્રંથો-શાસ્ત્રો ચાર પાયા ઉપર જ રચાયેલા છે. (૧) વૈરાગ્ય (૨) સમક્તિ (૩) દીક્ષા અને (૪) મોક્ષ. જીવાજીવાદિ નવતત્વોને ય ટપી જાય તેવા તત્વો બે છે. (૧) વૈરાગ્યતત્ત્વ અને (૨) સમાધિતત્ત્વ ગમે તેવા સુખમાં ય અલીનતા એ વૈરાગ્યતત્ત્વ અને ગમે તેવા દુઃખમાં ય અદીનતા એ સમાધિતત્ત્વ છે. જ્ઞાની ભગવંતોએ આ બે તત્ત્વો પર ઘણો ભાર મૂક્યો છે. તમામ આરાધના કરીને, તેની ફલશ્રુતિસ્વરૂપ, આપણે આ બે તત્ત્વોને જ આત્મસાત કરવાના છે. વૈરાગ્ય અને સમાધિ પેદા ન કરે એવું નવતત્ત્વનું જ્ઞાન પણ જ્ઞાન નથી; માત્ર મગજનો બોજો છે. - મારી મંગલયાત્રા ૩૬૩ વિભાગ-૧૪ Page #389 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પરમાત્મા એ જ મારા દેવ, સુસાધુઓ જ મારા ગુરૂ અને જિનપ્રણીત હોય એ જ સાચું તત્ત્વ - આ ત્રણે ઔષધનું સેવન અમને સૌને, આપશ્રીએ થાકયા વગર નિરંતર કરાવ્યું છે. જગતને જોવા, જાણવા અને પૌગલિક ભાવોમાં રહેવાને બદલે સ્વ-આત્માને જુઓ, જાણો, માણો અને સ્વ-સ્વરૂપમાં રહેવાના પ્રખર પુરૂષાર્થી બનો એવી આપશ્રીની શિખામણ અમારા હૃદયમાં કોતરાઈ ગઈ છે. આપશ્રીના ઉપકારનો બદલો અમારાથી વાળી. શકાય તેમ નથી. અનાર્ય ભૂમિ અમેરીકાની અને પૂજય ઉપકારી ગુરૂભગવંતોની અનુપસ્થિતિવાળી ભૂમિ અમેરીકામાં, આપશ્રીની યોગકૈલાશ પરથી વહેતી જ્ઞાનગંગાએ મારા જેવા અનેકના જીવનપ્રદેશને પાવન બનાવ્યો છે. આપશ્રીએ અંતરથી અસીમ કૃપામૃત વરસાવી, પરમાર્થની પગદંડી પર પગરણ મંડાવ્યાં, સંસારસાગર પાર ઉતરવા અમને સંયમનૌકા આપી, અમારી જીવનનૈયાના આપશ્રી સફળ સુકાની બન્યા છો. આપશ્રીએ ઉત્તમ શિલ્પી બની મારા જેવા અનેક આત્માઓની જીવનપ્રતિમામાં પ્રાણ પૂર્યા છે. આવા ભવસિન્વતારક, સદૈવ ઉપકારક, નિષ્કામ, કરૂણાધારક અને પ્રશાંતમૂર્તિ, અમારા પરમ તારક પૂજ્ય બેનશ્રીના પદપંકજમાં ભાવવિભોર હૈયે મારૂં સાદર સમર્પણ. ભક્તિયોગના અધિષ્ઠાતા સ્વ. પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજીના ગુરૂમંદિરમાં આર્થિક સહયોગરૂપી અપૂર્વ લાભની અમને તક આપવા બદલ, હું આપનો ખૂબ ઋણી છું. આપનું સ્વાથ્ય સુધરતું જાય તેવી અમારી શાસનદેવને પ્રાર્થના. આપશ્રીના દર્શનની અને આશીર્વાદની નિરંતર હું અભિલાષા સેવું છું. માંગ્યા વગર મળેલો આ પત્ર છે ને ! ભાઈ, તમે ગુણાનુરાગમાં લિ. કરકસર કરતા રહેજો જવાબમાં સ્ટેજ.' રજનીના જય જિનેન્દ્ર. વિભાગ-૧૪ ૩૬૪ મારી મંગલયાત્રા Page #390 -------------------------------------------------------------------------- ________________ અમેરીકાના ફલોરીડા સ્ટેટના ઓરલાન્ડો સીટીમાં વસતા મૂળ અમદાવાદના દીપકભાઈ અને ધર્મબહેન નિકટના સત્સંગી મિત્રો છે. તેમને ત્યાં સ્થિરતા હોય ત્યારે સવારે ફરતા કે રાત્રે મોડા હળવી વાતો થાય તેમાં મારા જીવનના અનુભવો સાંભળી કહે તમે આ બધા અનુભવોનું પુસ્તક લખો. આમ પ્રસ્તુત પુસ્તકના લેખનના પ્રથમ પ્રેરક આ દંપતિ છે પરંતુ આ અપ્રગટ રહસ્ય કોઈ આંતરિક બળથી ઘણા મિત્રોનાં હૃદયતંત્ર સુધી પહોંચ્યુ. વળી અન્ય મિત્રો પણ કહેવા લાગ્યા. આથી લખુ વળી અટકું તેમ કરતા એ સૌના પ્રેરકબળથી લખાયું તે પણ વિસ્તારથી બન્યું, તેમાં તે સૌના તન મન અને ધનની સદ્ભાવના છે. ગુરૂવાર, માર્ચ ૨૩, ૨૦૦૬ પુજ્ય ગુરૂવર્ય બેનશ્રી, “જે સ્વરૂપ સમજયા વિના, પામ્યો દુ:ખ અનંત સમજાવ્યું તે પદ નમુ, શ્રી સદ્ગુરૂ ભગવંત’ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ કૃપાળુ દેવના દોહા આ કાગળમાં લખ્યા છે તેવા શ્રી સદ્ગુરૂ ભગવંત પૂજ્ય બેનને પ્રણામ. સુખના આભાસને સુખ માનવાની ભૂલ સુધારીને સાચું સુખ બતાવવા માટે આપશ્રીનો ખૂબ ખૂબ અંતઃકરણથી આભાર. આ દોહાની કોપી શ્રી સીમંધરસ્વામી ભગવાનની સામે રાખી છે અને દરરોજ તેના દર્શન કરતા આપને ભાવથી દર્શન વંદન કરું છું. - આપશ્રીના સ્વાસ્થ્યના સમાચાર જાણી આનંદ થયો. શ્રીસંઘમાં સૌ આપના નીરોગી સ્વાસ્થ્ય અને દીર્ધાયુ માટે પ્રાર્થના કરે છે અને અમેરીકા આવી સૌને ધર્મ પ્રત્યે જાગૃત રાખો તેવી ભાવના રાખે છે. આપશ્રીની ‘આઠ દાયકા’ની બુક સંપુર્ણ થવા આવી છે. તે જાણી ખૂબ આનંદ થયો. તે માટે અમારા લાયક સેવા આપશો . ૧૮મી મે, ૨૦૦૬ મારા પૂ. પિતાશ્રીની પ્રથમ વર્ષની પુણ્ય મારી મંગલયાત્રા ૩૬૫ વિભાગ-૧૪ Page #391 -------------------------------------------------------------------------- ________________ : તિથિ આવે છે તે પ્રસંગે અમદાવાદ આવવાનો પ્લાન કર્યો છે, અને આપશ્રીના પ્રત્યક્ષ દર્શન થશે તેવા ભાવથી આનંદ થાય છે. આજે ફરીથી આપશ્રીની કૃપા પૂ. જિનેન્દ્ર વર્ણ-રચિત શાંતિપથ-દર્શન મારફત વર્ષા છે. પુસ્તક વાંચતા બીજા “સાધના ખંડ” ના ૨૬મા ““તપ” પ્રકરણમાં ૧૭૬માં પાના પર “દરેક સમયે ઉપયોગ અંતરંગમાં ડૂબકી મારી મંદ મંદ મધુરતાને માણશે.” બાહ્ય રીતે તો આવશ્યક કાર્ય થતું રહેશે, અને “અંતરમાં તે શાંતિ રસના આનંદનું વદન થતું રહેશે.” પરમાંથી ખસી સ્વમાં વસવાનો, અંતરંગમાં ડૂબકી મારવાનો, શાંતિ રસના (આત્માના અનુભવના) આનંદનું વેદન કરવાનો સીધો, સરળ અને સચોટ રસ્તો-ઉપાય આપશ્રીએ બતાવ્યો છે. આપશ્રીનું જીવન, નિયમિતતા, ધર્મ પમાડવાની રૂચિ, ધર્મ સાહિત્ય રચના કરવાની લગન અને આ ઉંમરે સવારે પાંચથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી પ્રવૃત્તિ કરવાની શક્તિ, બીજા લોકોનો મુંઝવણના સચોટ ઉપાય બતાવવાની સુઝ...વ. વ...આપશ્રી શાંતિપથ પર ચાલી રહ્યા છો તે બતાવે છે. અમને પણ આવું જીવન જીવવાની શક્તિ મળે તેવા આશીર્વાદ આપવા કૃપા કરશો તેવી પ્રાર્થના સાથે. લી. દીપકના વંદન. ધર્મીના પ્રભુસ્મરણ –– ––– – ––– ––––– ––––– ––– પરમ પૂજય બહેનશ્રી, જો આપ મને મળ્યા ન હોત તો હું ક્યાં અને કેવી હોત! એની કલ્પના આ કલ્પના કરી શકે તેમ નથી. જૈન કુળમાં જન્મેલી હું માતા-પિતાના વાત્સલ્યથી દર્શન પૂજન જેવા સંસ્કાર પામી હતી. સાધુ સંતોનો સમાગમ પણ NR થતો. શાળા કોલેજનો મારો અભ્યાસ પૂરો થયો. સકારણ મા efl વિભાગ-૧૪. ૩૬૬ મારી મંગલયાત્રા Page #392 -------------------------------------------------------------------------- ________________ લગ્નજીવન હતું નહિ. તેમાં વળી સાધ્વીજનોના સમાગમથી તેમની વૈયાવચ્ચનું કામ કરતી અને સંતોષ માનતી. પરંતુ જયારે વ્હન પાસે આવી તેમની જ્ઞાન અને અનુભવ સભર વાણી સાંભળી ત્યારે સમજાયું કે મારી પાસે સુવાસ વગરનું કુસુમ હતું. સાધુજનો પાસે આમથી તેમ ફરતી. જો કે તેઓ તો પ્રશંસા કરતા. ત્યારે સંતોષ માનતી કે હું ધર્મ કરી રહી છું. વાત્સવમાં તે કુળ પરંપરાના સંસ્કાર હતા. એથી હું માનતી મારી પાસે જ્ઞાન અને આચરણ બને છે. એટલે પ્રથમ તો બહેનના વિષે સાંભળતી પણ તેમના સ્વાધ્યાયમાં જતી નહિ. કોઈ અકળ રહસ્યનો ઘટસ્ફોટ થવાનો હશે ! એક દિવસ તેમના સ્વાધ્યાયમાં ગઈ. તેમણે કહ્યું પ્રભુએ, ગુરૂજનોએ આપેલા અનુષ્ઠાન ક્રિયાઓ કલ્યાણ માટે છે. આપણે કેટલા દસકા પૂરા કર્યા? કલ્યાણનો અનુભવ થયો ? પ્રભુ-દર્શન કર્યા, વૈરાગ્યનોસમતાનો અનુભવ થયો? સામાયિક કર્યા, સમભાવનો અનુભવ થયો ? તપ કર્યા તૃપ્તિનો અનુભવ થયો ? આપણી દષ્ટિ અંતર તરફ વળી કે હજી બહાર છીએ ! તત્ત્વના અભ્યાસ વગર તત્ત્વદૃષ્ટિ વગર આત્માને કયા સાધનથી ઓળખશો? આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે નીકળ્યા છો કે માથે કર્મભાવના પોટલા લઈને ફરો છો ? પુણ્યયોગને ધર્મ માનીએ તો તે ભ્રમ છે. એ સાધના માટે બાધક છે. આ સાંભળ્યું અને મેં મારા કાર્યો જેને જ્ઞાન અને આચરણ માનતી હતી તેના પર x ચોકડી મૂકી દીધી. મારા નયનો સજળ બન્યા. મારું હૃદય ભિજાણું, વાસ્તવમાં મારે ખોટું ભરેલું ખાલી કરવાનું હતું. હજી મારી એવી તાકાત કેળવાઈ નથી પરંતુ બે વર્ષે મને અને સૌને લાગ્યું કે હું બદલાઈ ગઈ છું. મારા જીવનનું ખરું ઘડતર શરૂ થયું, તેમ માનું છું., લો મારે લખવાનું હતું બહેનશ્રીનું અને મેં ચિત્રામણ મારું કર્યું. બહેનશ્રીના પરિચયમાં આવી જે અનુભવ્યું તે લખું છું. તેમનામાં જ્ઞાન અને આચરણનો ઘણો સમન્વય છે. કેવળ પ્રવચન જ નથી હોતું પણ અંતરનો નિઃસ્પૃહ સ્ત્રોત હોય છે. બાળક, યુવાન ન O મારી મંગલયાત્રા ૩૬૭ વિભાગ-૧૪ Page #393 -------------------------------------------------------------------------- ________________ ( કે વૃદ્ધ સૌને સમાધાન થાય તેવી તેમની વાણીમાં વિશેષતા છે. આ સંસારની સમસ્યાની આગ લઈને ગયેલી વ્યક્તિ બાગની બેઠકનો અનુભવ કરે તેવું તેમનું વ્યક્તિત્વ છે. સુખી ઘરના રૂડા જીવો તેમની પાસે આવતા હજારોની રકમ મૂકીને કહેતા આનો સદ્ઉપયોગ કરવો છે. બહેનશ્રી તરત જ તેમની ઈચ્છા મુજબ સંસ્થાઓમાં રકમ પહોંચાડી દેતા. ઘણીવાર તો લાખોની રકમ હોય પરંતુ બીજા દિવસે જૂઓ તો એની પાછળ કોઈ રેખા નહિ. સંતોષજનક વ્યવસ્થા થઈ જાય. એમનું વ્યક્તિત્વ જ સૌને સમાધાનકારી છે. કૌટુમ્બિક કારણ હોય, ધાર્મિક સાધના હોય, પરમાર્થ માર્ગ હોય દરેક ક્ષેત્રે તેમની પ્રતિભા પ્રગટ થાય છે. તેને શું ઉપમા આપું ? જાણે સુલસા શ્રાવિકા જેવી સમ્યમ્ દષ્ટિ ! મદનરેખા જેવું સાહસ ? દર્શન થાય. કેટલાક અનુભવો તો એવા થતા કે જો જીવોને ચમત્કારમાં રસ હોય તો તે ચમત્કાર તરીકે પ્રગટ કરી દે. બહેનશ્રી તે વાતોને ગૌણ કરી દેતા. કોઈ વાર તીર્થના એકાંતમાં તેમની સાથે ધ્યાનમાં બેસતા ત્યારે અપૂર્વ શાંતિનું વેદન અનુભવાતું. ટૂંકમાં મારી વાત કહું તો મારા જીવન ઘડતરમાં તેમણે જે આપ્યું છે તેનું વર્ણન શું કહું ? અને બદલો શું વાળું ? મારી કેટલાય વર્ષોની સાધનામાં મને કંઈ મળ્યું નથી તેટલું ટૂંક સમયમાં તેમની પાસેથી મળ્યું. તેમણે વધુ લખવાની ના પાડી છે એટલે અટકું છું. પ્રભુ પાસે એટલું માગ્યું કે બહેનશ્રીને પ્રભુ કૃપાએ મુક્તિ મળો, અમને તેમની સાથે રાખો. તેમાં પણ છેલ્લી બિમારીમાં બહેનની આંતરિક શક્તિના જે દર્શન થયા તે તો અદ્દભૂત ઘટના હતી. મારે માટે એ “ગુરુમાં છે, તેમને ચરણે શીશ નમાવી વિરમું છું. - ચરણરજ કલ્પના દોશી. (અમદાવાદ) •= વિભાગ-૧૪. ૩૬૮ મારી મંગલયાત્રા Page #394 -------------------------------------------------------------------------- ________________ ૐ વીતરાગાય નમઃ ધર્મપ્રેમી, વાત્સલ્યવંત, સુશીલવંત શ્રી સુનંદાબહેન બુધવારના સ્વાધ્યાયમાં કંઈ ભિજાયેલ હ્દય અને ભીની આંખે પ્રભુના બોધને યાદ કરતી વિદાય લીધી. આપે અત્યંત સરળ હ્રદયથી વાત સાંભળી તેથી ગુણોનો વિકાસ કેવો થયો છે તેની પૂર્તિ મળી. ગુણોની ઉંચાઈના શબ્દનો પ્રયોગ સાંભળી એ સ્તરે પહોંચવાની ખૂબ અભિલાષા છે. એ માટેનું બળ મળતું રહે છે. આટલા પ્રેમ અને વાત્સલ્યમયી વાણીથી સંબોધન કરનાર બહુ વિરલ જીવો હોય છે. ‘‘આપના મુખેથી ‘કલ્યાણ મિત્ર’ શબ્દનો શ્રવણનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. એ ભાવાના છેવટ સુધીનો માર્ગ બતાવશે. કલ્યાણ મૈત્રી એ જ છે ને ? કરવાનું કાર્ય એટલું છે કે હું આત્મા છું. શરીર નથી, બંનેથી જૂદો છું.’ આનો વિશ્વાસ, પ્રતીતિ, શ્રદ્ધા આ કાળે જમાવવા જેવી છે. “શ્રદ્ધા પરમ દુલ્લહા' ચારિત્ર્યનો લથડ્યો કોઈવાર ઠેકાણે આવે પણ શ્રદ્ધાનો લથડયો અનંતભવ કરે. આપ્તપુરૂષના એક પણ વચનની પ્રતીતિરૂપ પૂર્ણ શ્રદ્ધા જોઈએ. ગમતું માનવું, અનુકૂળ હોય તે માનવું, સગવડ હોય તેવું માનવું, એ વીતરાગનો માર્ગ નથી. માથું ઘડ પરથી છૂટું થાય તો પણ.....આવી અગ્નિપરીક્ષાઓ થઈ તો પણ સીતાજી સુદર્શનશેઠ સોનું જ રહ્યા, પિત્તળ ન બન્યા. આત્માનું ખમીર કયારેય લજવાય નહિ. કયારેય નિમિત્તોથી ડર્યાં નહિ. ડર લાગ્યો છે પોતાના કષાયનો, અજ્ઞાનનો. એ માટે વૈરાગ્ય અને ઉપશમનું વિશિષ્ટ બળ જોઈએ. આ જગતનું એક પણ પરમાણુ આકર્ષી ન શકે. મમત્વમાંથી સમત્વમાં આવવાનું છે. આ પાઠ દૃઢ કરવાનો છે. તમે વારંવાર કહો છો ગુણવિકાસથી શુદ્ધિ છે. એવા ગુણોની ઉંચાઈને આંબવી તો જીવન ધન્ય છે. અધ્યાત્મ અને સિદ્ધાંતનો સુમેળ કરવાનો છે. આપના એ સ્વરો ગુંજે છે. ઉપકાર કયારે વસુલ થશે તે ખબર નથી. શાતામાં હશો. તા. ૧-૭-૦૬ વાત્સલ્યનો સતત પ્રવાહ વહેવડાવી, જિનવાણીનો મહિમા લાવી, વીતરાગનો બોધ આપ્યો. રવિવાર તો યાદ રહી ગયો છે. અશુભની સજા ભારે છે તો શુભની સજા લાંબી છે. બંનેથી છુટવાનું છે. આ સમજ પાકી કરવાની છે. લી. જ્યોતિ મારી મંગલયાત્રા ૩ વિભાગ-૧૪ Page #395 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગુરુજનોનો અમૃત બોધ-મંગળભાવના મોટર અકસ્માતમાં ગંભિર ઈજાઓથી આવેલી બિમારીઅશાતામાં મળેલો. આંતરિક બળપ્રેરક ઔષધરૂપ અમૃતબોધ, જે મારી ભૂમિકાથી વિશેષ પ્રકારે આલેખાયેલો છે. તેમાં સૌની મંગળભાવના છે. રતલામ, ચૈત્ર વદ-૪ ધર્મપ્રેમી સુશ્રાવિકા સુનંદાબહેન યોગ્ય ધર્મલાભ... નરમ સ્વાસ્થ્ય વચ્ચે ય તમે ટકાવી રાખેલ મસ્ત સમાધિના સમાચાર સાંભળી ખૂબ આનંદ થયો છે. બાકી, સત્ત્વના સહારે થતી સાધના કરતાં ય સમજણના સહારે ટકી રહેતી સમાધિ, એ જીવ માટે બહુ મોટો પડકાર છે અને એ પડકારને ઝીલી લેવામાં તમે જવલંત સફળતાને વરી રહ્યા છો એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ ધટે છે. શુભકામના પાઠવું છું કે તંદુરસ્તી, પૂર્ણ દીર્ઘાયુ ભોગવીને તમે ખૂબ સુંદર ધર્મારાધના કરતા રહો. આ જ કામ આપણે સહુએ જીવનમાં કરતા રહેવાનું છે. માંદગીમાં પણ તમે જે પ્રસન્નતા ટકાવી રાખી છે એ બદલ તમને ખૂબ ધન્યવાદ છે. પ્રભુશાસનની એક માત્ર આ જ તો આજ્ઞા છે... તમામ પ્રયાસોથી અશુભના બંધથી જાતને બચાવતા જાઓ. .. દક્ષાબેનને ધર્મલાભ જણાવશો. એમની સમાધિ સરસ હશે... રત્નસુંદરસૂરિ સુશ્રાવિકા સુનંદાબહેન જોગ ધર્મલાભ. દાદાના ધામમાં અમે છીએ. તમને એકસીડેન્ટ થયાના સમાચાર જાણી ચિંતા થઈ. હવે કેમ છે ? સારી તબિયતના સમાચાર આપશો. વૈશાખવદ છઠ્ઠ સુધી અમે અહીં છીએ. પછી વિરમગામ થઈ શંખેશ્વરજી જેઠ સુદિ-૧૦ આસપાસ; ચોમાસું શંખેશ્વરજી પાસે પંચાસરમાં છે. દેવ-ગુરૂ કૃપાએ તમને ખૂબ સારૂ થાય અને તમારી સ્વ-૫૨ કલ્યાણ કર આરાધના ચાલુ જ રહે એવી શુભેચ્છા. વિભાગ-૧૪ - જંબૂવિજ્યજીના ધર્મલાભ ચૈત્રવદિ-૭ વીસાનીમા ભવન, તળેટી રોડ, પાલિતાણા-૩૬૪ ૨૭૦. ૩૦૦ મારી મંગલયાત્રા Page #396 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ર વદ-૨ રાધનપુર વિ. કલાપ્રભસૂરિ તરફથી તત્ત્વચિંતક, તત્વરસિક સુશ્રાવિકા સુનંદાબને જોગ ધર્મલાભ. પ્રભુ-કૃપાથી અમે આનંદમાં છીએ. શંખેશ્વર તીર્થમાં ઓળીની આરાધના પ્રસંગે રહેવાનું થયું. ચે.સુદ ૧૨ના દિવસે સુશ્રાવક શ્રીયકભાઈ અરવિંદભાઈ વંદનાર્થે આવ્યા. પ્રાસંગિક વાતો થઈ છેલ્લે અમે કહ્યું : ““સુનંદાબેનને ધર્મલાભ કહેજો.” ત્યારે તેમને તમારા એકસીટેન્ડની વાત કરી અને અમને તમારી વર્તમાન નાદુરસ્ત શારીરિક સ્થિતિની માહિતી મલી. વીતરાગ સર્વજ્ઞ શ્રી વીરપ્રભુના કર્મવિજ્ઞાન, આત્મવિજ્ઞાનના તમે અભ્યાસી છો. આવેલી તકલીફ-વિપત્તિ-વ્યાધિ-વેદના સ્વકૃત કર્મનું જ ફળ છે. એમાં સમતા ભાવ કેળવવા સાથે આ વ્યાધિ એ ભેદજ્ઞાનને આત્મા દેહથી ભિન્ન છે, આ સમજને વધુ પુષ્ટ બનાવવાની તક છે એમ માની આ તકનો લાભ ઉઠાવજો. અધ્યયન શ્રાવણ, વાચન, મનન અને પરિશીલન દ્વારા જે તત્ત્વજ્ઞાન તમે ભાવિત બનાવ્યું છે. તેને સાર્થક કરવાનો સમય કર્મ રાજાએ આપ્યો છે. એને વધાવી જ લેવાનો હોય ને ? . ગુરૂદેવશ્રીના સ્વમુખે તમને તત્ત્વજ્ઞાન મળ્યું છે. તમારી ઉપર તેમની, અનેક ઉપકારી ગુરૂદેવોની કુપા છે પ્રભુની કરૂણા દૃષ્ટિ છે. અને અનેક તત્ત્વજિજ્ઞાસુઓની સભાવના તમારી સાથે • શ્રી અરિહંતાદિચારનું શરણ • દુષ્કૃત ગર્તા-સુકૃત અનુમોદન ૦ તત્વચિંતન અને આત્મધ્યાન આ બધું દહની ઉચિત સારવાર સાથે થતું રહે અને તમો દ્રવ્યભાવ નિરામયતા-આરોગ્યને પ્રાપ્ત કરો એજ સદ્દભાવના અને પ્રાર્થના શાસન દેવને... ! - લી. કલાપ્રભસૂરિજી || હિN RSS મારી મંગલયાત્રા ૩૭૧ વિભાગ-૧૪ Page #397 -------------------------------------------------------------------------- ________________ - પૂ. શ્રી બહેન મહારાજસાહેબ (પૂ. આ. રાજયશસૂરિ સમૂદાય) બિમારી સમયે નિવાસે પગલાં કર્યા હતા ત્યારે માંગલિક સંભળાવ્યું હતું. તવ પાદૌ મમ હૃદયે મમ હૃદયં તવ પાદયે લીન તિષ્ઠતુ જિનેન્દ્ર ! તાવત્ વાવનું નિર્વાણ સંપ્રાપ્તિ અવરો ન નિદિ અવ્યો પસંસિ અવો ન હુ કયાવિ અધ્ધા સમભાવો કાયવો બોહમ્સ રહસ્સ ઈમેવ ચે-વદ-૧ નમો શીલપ્રભાશ્રી, શિષ્યાશ્રી નયપ્રભાશ્રીજીના ધર્મલાભ આત્માનંદની અનુભૂતિ કરતા. “સહ કલેવર દુઃખ મ ચિંતયનું ” હે શરીર સહન કર ! દુઃખનો વિચાર ન કર. આ વિચાર ધારામાં ત્રણ-ત્રણ દિવસ વહી ગયા. નિર્જરા ઘણી મનથી તમો કરી રહ્યાં છો. - સુનંદાબેન ! નામને સાર્થક આ સમયે તમે કરી રહ્યાં છો. તેને કેવલજ્ઞાની સિવાય કોણ કહે ? શાંતિ-શાતા અને સુખસમાધિમાં- મહાલતા તમને આ બાલકો શું લખે ? ત્યાં ભાવના આવતાં-પત્ર થી મળું છું. તમારી શાંતિ અપૂર્વ ! મનને કેળવ્યું છે તમે, જેથી શિદ્ધ ઘા રૂઝાશે. અને ઉપાયો તેવા થશે. “શરિર માદ્ય ખલુ ધર્મ સાધનમા એ વિસરો તેવું નથી.” ધર્મી દક્ષાબેન ભક્તિમાં-તન-મન-ધન-વચન કામે. “મા”. મિ કે ગુરૂ ! ઉભયની સેવામાં ખરું ને ? વિભાગ-૧૪ ૩૭ર મારી મંગલયાત્રા Page #398 -------------------------------------------------------------------------- ________________ તા. ૮-પ-૦૬ પ્રિય સુનંદાબહેન આજે શ્રી કલ્યાણભાઈ પાસેથી તમોને થયેલ મોટર એકસીડેંટની વાત જાણવા મળી. દુઃખ થયું. પણ તમો જીવિત ઘેર પહોંચ્યા એની ખુશી થઈ. યોગ્ય સારવાર ચાલતી હશે. આશા કરું છું કે શસ્ત્રક્રિયા કરાવવી નહિ પડે. સ્વસ્થ ચિત્તે જીવવાનો અભ્યાસ છે એટલે તમોને જોઈને સ્વજનોને ધરપત મળતી હશે. - દીદીના સ્નેહભય વિમલઆશિષ. VIMALA THAKAR Shiv Kuti, Mount Abu, Rajasthan-307 501. Phone : 02974-238434 Fax : 02974-238596 E-mail : shivkuti @sanchamet.in તા. ૧૬-૫-૨૦૦૫ પ્રિય સુનંદાબેન ગઈ કાલે ફોન પર તમારા સ્વસ્થ આવાજમાં, સ્વસ્થ ચિત્તે કરેલી સુંદર વાતો સાંભળીને અનહદ આનંદ થયો. પરસ્પર સહવાસમાં ગાળેલા સમયના સુખદ સ્મરણો તાજા થયા. બેન, તમે જિનના ““મૂળ મારગના પથિક “ “ભગવંત ભજીને ભવ અન્ત” સાધનારા સમર્થ સાધક રહ્યા છો. દેશ-વિદેશમાં પ્રવાસ કરીને અનેક ભવ્ય જીવોને જૈન દર્શનનું સાર તત્ત્વ સમજાવનારા શિક્ષક રહ્યા છો. ! શારીરિક વેદનાને મધ્યસ્થ ભાવે જીવવાની-જીરવવાની શક્તિ ધરાવો છો ! તમારું શરીર વેદનામુક્ત થાઓ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. જે સ્વજનો અત્યારે તમારી સેવા સુશ્રુષા કરી રહ્યા છો તેમને માટે તમારૂં સાન્નિધ્ય અને સત્સંગ એક અણમોલ લ્હાવો ગણાય. - પ્રગાઢ સ્નેહસાથે વિમલ આશિષ. શિ Cછે મારી મંગલયાત્રા For Privateersonal Use Only વિભાગ ઇrary.org Page #399 -------------------------------------------------------------------------- ________________ ) વૈ.વ.૮ સદ્ગુણાનુરાગી ધર્મશ્રદ્ધાળુ સુશ્રાવિકા સનંદાબેન, દક્ષાબેન તથા ઘરના સર્વે, મુંબઈ વાલકેશ્વરથી લિ. નંદીયશાશ્રી ઠા. સર્વેના ધર્મલાભ. તમારા અકસ્માતના સમાચાર જાણી ખૂબ દુ:ખ થયું. પણ કર્મસત્તા પાસે આપણે લાચાર છીએ. જે આવ્યું છે તે ભોગવવાનું જ છે. અત્યાર સુધી જે થીયરી આપણે શીખ્યા હતા તેનું પ્રાયોગિક સ્વરૂપ આવી ચૂક્યું છે. તમે તો ખૂબ સમજુ છો. બીજાને સમતા અપાવવામાં ઘણા જ નિમીત્ત બની રહ્યા છો તે અત્યારે આપણને કામ લાગશે. દક્ષાબેનની તબિયત સારી હશે. ઉપચાર ચાલુ હશે. સુનંદાબેન ! ખાસ યાદ રાખવું કે કર્મમાં કારણતા છે. કારકતા નથી. કારક તો આત્મા પોતે જ છે. એટલે કે આ અકસ્માત એ અશાતા વેદનીય કર્મનું બાહ્ય નિમિત્ત કારણ છે. અને કર્મો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભવને લઈને ઉદયમાં આવે છે તો આજે આ અકસ્માતના બાહ્ય નિમિત્તને પામી અશાતાવેદનીય કર્મો ઉદયાવલિકામાં આવ્યા, ઉદયાવલિકા એ સકલ કરણ અયોગ્ય છે. તેને ભોગવવું જ પડે છે એ વાત સાચી પણ જો વિવેકથી વિચારવામાં આવે તો સમજવું કે જેટલું સુખ ભોગવીએ તેટલી મૂડી ઓછી થાય છે અને જેટલું દુઃખ ભોગવીએ છીએ તો તેટલું દેવું ચૂકવાય છે. વળી આ દુઃખ શરીરને થાય છે. હું તેનો જ્ઞાતા છું પણ ભોગવનાર નથી એવું સતત વિચારવું. જો કે ભેદજ્ઞાનની વાતો કરવી સહેલી છે અવસરે હું પણ ટકી ન શકું એવી સાધના છે. આત્માનો સ્વભાવ વેદનાને જાણવાનો જ્ઞાનધર્મ છે તેમાં અરતિ કરવી એ વિભાવ છે. વળી વેદનાના અનુભવ વખતે સાત્ત્વિક ચિંતન કરવું કે મેં અશાતાવેદનીય કર્મ બાંધ્યું ત્યારે કેટલાને દુ:ખ આપ્યું છે હવે પ્રભુ ! હું તે જીવોની માફી માંગું છું. તમે પણ અને માફી આપો. તમે નિર્જરી જાવ. લી. નંદીયશાશ્રીના ધર્મલાભ છે . વિભાગ-૧૪ ૩૭૪ મારી મંગલયાત્રા Page #400 -------------------------------------------------------------------------- ________________ 1 - સમીક્ષા – ૪ આટલું લખ્યા પછી હવે શું બાકી રહે ! છતાં કંઈક કહેવું છે. વિશ્વની રચના નિયમથી નિર્ભર છે. જીવો પોતાનાજ શુભાશુભ ભાવ વડે પુણ્ય-પાપ ઉપાર્જન કરી સુખ દુઃખ ભોગવે છે. જો આ શુભાશુભ ભાવથી જીવ તત્ત્વદષ્ટિ વડે ઉપર ઉઠે છે તો સુખ દુઃખ હર્ષ શોકના કંથી મુક્ત થાય છે. મહદ્અંશે સરિતા તટે પડેલો પત્થર કાળક્રમે ઘસારાથી ગોળાકાર પામે છે. તેમ માનવજીવન સમવિષમના અનેક વહેલથી ઘડાય છે. તેમાં પણ જે જીવો સાત્વિકતા કે તાત્વિકતા સન્મુખ છે, તેઓ માનવજીવનને સાર્થક કરી લે છે. યદ્યપિ આ પુસ્તક કોઈ સત્કથા કે ધર્મકથા નથી. પરંતુ વિવિધ કક્ષાના જીવોને જાણવા જેવું કંઈક એમાં મળી રહેશે. મને લાગે છે કે પ્રસ્તુત પુસ્તકમાં સાંસારિક સમવિષમ પ્રસંગો, પંડિતજનો તથા સાધુજનોનો બોધ ઉપકારી થશે. જેમાં જીવનની વાસ્તવિકતાઓ આલેખી છે. મંગળયાત્રાના ખેડાણમાં ચઢ ઉપર થઈ પરંતુ તે પુણ્યયોગે મંગળયાત્રામાં પૂરક થતી ગઈ. સાગરમાં રહેતા જળજીવો અન્યોન્ય અથડાય, છતાં પોતાનો માર્ગ કાઢી લે. સાગરને છોડીને કયાં જાય? પરંતુ સંસાર સાગર તરી જવાનો માનવ માટે ઉપાય છે, એથી માનવજીવનની ઉત્તમતા છે. જ્ઞાનીઓએ સંસારને પર્વતની ઉપમા આપી નથી કેમકે ત્યાં તો કંઈકે વિશ્રામ મળે. પણ સાગરમાં પડયા કે વિશ્રામ કેવો ? સંસાર સાગર તરવાનો જીવને જ્ઞાન અને પદ્ધતિનો બોધ હોવો જોઈએ. સંસાર સાગર પાર કરવા બહાર વિશેષ કંઈ કરવાનું નથી. જે કંઈ કરવાનું છે જીવને અંતરંગને ઉજાળવાનું છે, ત્યાંનો અંધકાર દૂર કરવાનો છે. તેનું સાધન સ્વાત્મજ્ઞાન છે. તેને પૂરક બહારના સાધનોની પ્રાપ્તિ હોય છે. તે સદ્દગુરુગમે સમજાય છે. મહાભારતનો એક પ્રસંગ છે કે મહાભારતનું યુદ્ધ અનિવાર્ય બન્યું, ત્યાર પછી કર્ણને એક સ્વપ્ન આવે છે. તે જૂએ છે કે પાંડવો ધર્મવીર છે ભગવાનનો સથવારો છે એટલે જીત તો પાંડવપક્ષે થશે. પરંતુ એ જીત ૩૭૫ વિભાગ-૧૪ મારી મંગલયાત્રા Page #401 -------------------------------------------------------------------------- ________________ પછી તેણે જોયું કે યુદ્ધિષ્ઠિર સફેદ અસ્થિના ઢગલા પર બેસી સુવર્ણપાત્રમાં દૂધ પી રહ્યા છે. આ સ્વપ્નનો સંદર્ભ સમજાય તેવી વિચક્ષણતા કર્ણ ધરાવતો હતો. પાંડવોની જીત પણ દુઃખદાયક હશે. યુદ્ધ વિરામ થતાં પહેલા જે સંહાર થયો હશે તેમાંથી નગરમાં યુદ્ધવિજેતાઓનું સ્વાગત કરવા સૌભાગ્યવતી સ્ત્રીઓ નહિવત્ રહી હતી. કોઈ પતિ વિયોગી કે પુત્રવિયોગી હતી. એવા રાજ્યની જીત પણ જાણે હારની ઉપમા પામે તેમાં નવાઈ શું ? પાંડવોને જીત પછી પણ સંતાપ હતો. આમ માનવજીવન પામી બહારથી ઘણું પ્રાપ્ત કરવું તેમાં તૃપ્તિ છે જ નહિ કારણ કે અંતરના સુખની તૃપ્તિ અંતરમાં છે. આ વાત ભલે વિલંબથી સમજાય પણ તે જ હિતકારી છે. મારું બાળપણ કંઈક નિદોર્ષતામાં ખાસ વિશેષતા વગર ગયું. શિશુવય રમવા, ભણવામાં ગયું. ૧૨/૧૩ વર્ષ યુવાનીના સુખભોગ, છલકાતી સમૃદ્ધિ માણવામાં ગયા. ગીચ જંગલમાં સૂર્ય કિરણો ચળાઈને આવે અને પ્રકાશ આપે તેમ સુખભોગના વિલાસી જીવનમાં ધર્મમાર્ગના અનુષ્ઠાનો કિરણની જેમ પ્રકાશ આપતા હતા. અન્યના દુઃખને દૂર કરવાના પરોપકારી ભાવો થતા હતા. તે કાળલબ્ધિએ પ્રગટ થયા. તેમાં વળી મુંબઈ સ્થળાંતર થયું. મુંબઈમાં સાંસારિક સુખદ જીવનનું સ્વપ્ન સેવાતું હતું ત્યાં કર્મની વિષમતાથી વૈધવ્યરૂપ દારૂણતાએ એ સ્વપ્ન ઠગારું નિવડયું. જીવન આર્તધ્યાનના વાવાઝોડાથી ઘેરાઈ ગયું. અને સંપત્તિનું સુખ આપત્તિરૂપે પરિણમ્યું. આથી આ દિવસોમાં શોક સંતાપને દૂર કરવા જે જે ઉપાયો કર્યા તે વ્યર્થ થતા. દુઃખ ગર્ભિત વૈરાગ્યથી ભૌતિક સુખના સાધનો વિજય કર્યા. લૂખુસૂકુ ખાવું, કર્મગ્રંથનો અભ્યાસ બધું જ ત્યારે મોહનીયના ઘેરાવામાં વ્યર્થ જતું. બાળકોની દશા પણ દીનહીન બની. આ જખમ ઉંડો હતો રૂઝાતા વાર લાગી સંયોગવશાત્ મુંબઈથી અમદાવાદ પુનઃ સ્થળાંતર કર્યું. તેઓની અનઉપસ્થિતિમાં અમે ત્રણે ખૂબ મૂંઝાતા. કેટલાક સંઘર્ષો થતા ત્યારે દુઃખનો બોજ વધી જતો, તેને આંસુઓ પણ હળવો કરી શકતા નહિ સમયને આધીન સમી જતું. વિભાગ-૧૪ મારી મંગલયાત્રા ૩૭૬ Page #402 -------------------------------------------------------------------------- ________________ યદ્યપિ અમદાવાદમાં સત્સંગી મિત્રો, પૂ. પંડિતજનો સાધુસંતોના સમાગમથી કંઈ શાંતિ મળતી. વળી સામાજિક સેવાથી, દલિત વર્ગોની બહેનોના વિકાસથી, અપંગોની સેવાથી મન સ્વસ્થતા અને સંતોષ અનુભવતું જો કે તે ઉપરની સપાટિનું હતું પણ તે સમય માટે તે મને લાભદાયક અને આનંદપૂર્ણ હતું. આથી પેલો જખમ મંદ ગતિએ રૂઝાતો ગયો. જીવનમાં કંઈક હળવાશ થતી થઈ. વળી સમય સમયનું કાર્ય આગળ ચાલતું હતું. “તારી મંઝિલ દૂર છે કેટલી તેનું મને ન ભાન છે, સંસાર સાગર પાર કરવાનો એ એક જ અરમાન છે.” સામાજિક કાર્યો વ્યવસ્થિત થતા ગયા. બાળકોના લગ્ન આદિ કૌટુમ્બિક કાર્યો સરળતાથી ઉકલ્યા હતા. ત્યારે લગભગ છ દસકાની વય થઈ ગઈ હતી, ત્યારે અંતરમાં પડેલો પેલો સંસ્કાર ચમકારા મારતો તારા આત્મકલ્યાણનું, આત્મદર્શન, સમ્યગુદર્શનનું શું? તેમાં ચમત્કૃતિની જેમ નિગ્રહ કે અનુગ્રહથી આગળનો આરાધનાનો માર્ગ મળતો ગયો. તેવા યોગ સંયોગ મળ્યા. સામાજિક ક્ષેત્રોથી સહજપણે મુક્ત થઈ. તેમ અન્ય આરાધનાના ક્ષેત્રોથી પણ મુક્ત થઈ. નિવૃત્ત જીવન માટે આશ્રમ જીવન તરફ પ્રયાણ કર્યું. ત્યાં વચમાં પરદેશની સત્સંગયાત્રાની પ્રવૃત્તિ યોગનો ઉદય થયો, તે સાનંદ સંપન્ન થતો હતો. વળી આશ્રમ જીવનમાં પણ સાધુજનોના બોધ, દર્શનની ઉણપ લાગી અને ત્યાંથી મુક્ત થઈ આમ આગળનો વિકાસ થતો રહ્યો. પાછળના જે કંઈ લાભ થયા તેમાં એ બધુ પૂરક થતું ગયું. મારું મુખ્ય ધ્યેય જ્ઞાનધ્યાનના માર્ગે જવાનું હતું અને રહ્યું છે. છતાં એ માર્ગે જવામાં પ્રારંભમાં સાંસારિક પરિબળો ભળ્યા. સમજથી કે અણસમજથી તે ઉકલતા ગયા. પરંતુ જયારે જીવનમાં તત્ત્વબોધ પરિણામ પામ્યો ત્યારે અંતરમાં ઉજાસ થયો કે કેવો ખોટો શ્રમ ઉઠાવ્યો હતો ? બહારમાં કંઈ કરવાનું ન હતું. હા પણ ત્યારે આત્મશક્તિ શું? તેનું કાર્ય શું! તેવો બોધ કયાં હતો? આજે પણ તેનું ઉંડાણ કેટલું? છતાં ધીરજપૂર્વક ગીતાર્થજનોએ દર્શાવેલા માર્ગ પર શ્રદ્ધાથી ટકી જવું તેટલું સમજાયું છે. તે પ્રમાણે યથાશક્તિ ઉધમ ચાલે છે. અંતમાંથી જયાંથી યાત્રાનો મર્મ પૂ. આચાર્યશ્રી પાસેથી પકડ્યો મારી મંગલયાત્રા ૩૭૭ વિભાગ-૧૪ Page #403 -------------------------------------------------------------------------- ________________ હતો. તેમ અતમાં પણ તેવા જ સુભગ યોગ મળી ગયા. આ. ભ. વિ. કલાપૂર્ણસૂરિજીએ પૂર્ણતાની પ્રાપ્તિની ઝલક અતિ વિશદતાથી દર્શાવી. અધ્યાત્મયોગીમાં નિતરતું યોગીત મને સ્પર્શી ગયું. મારું મન ત્યાં વિશ્રામ પામ્યું. આગળનો સન્માર્ગ ખૂલ્લો થવાની શ્રદ્ધા દઢ થઈ. હવે જ કંઈ શેષ કરવાનું રહે છે તે આત્મિક પુરૂષાર્થ. આચાર્યશ્રીમાં ભક્તિથી પ્રાંગરેલી નિર્મળતા, જીવદયાથી અંક્તિ થયેલી કરૂણા, વાત્સલ્યથી પ્રગટ થયેલો તેમનો સમભાવ. નિર્મળદષ્ટિમાં સૌમાં સિદ્ધાત્માના દર્શન. આ સર્વે મને સ્પર્શી ગયું અને જીવન ધન્ય બની ગયું. મને પ્રતીતિ આવતી ગઈ કે તેઓશ્રીએ આપેલો અધ્યાત્મ બોધ અવશ્ય સફળતા આપશે, જીવન સાર્થક થશે, થઈ રહ્યું છે. હવે તો આત્મસન્મુખ થઈ આગળના માર્ગે પ્રયાણ કરવાનું છે. આપણે સન્માર્ગ પામીએ તેવી અભ્યર્થના સાથે વિરમું છું. “સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે, જ્ઞાન ચારિત્ર તપ વિર્ય ઉલ્લાસથી કર્મ જીવી વસે મુક્તિ ધામે.” - શ્રી દેવચંદ્રજી ઈતિ શીવમ્ (ારી, અરજ કરી વિભાગ-૧૪ ૩૭૮ મારી મંગલયાત્રા Page #404 -------------------------------------------------------------------------- ________________ આફ્રિકા, લંડન, એન્ટવર્પ, અમેરિકા, પરદેશમાં સ્વ-પર શ્રેયરૂપ સત્સગયાત્રાની સફળતા અને સાર્થકતાની ચિત્ત પ્રસન્ન મુદ્રા Page #405 -------------------------------------------------------------------------- ________________ જીવનસંધ્યાએ વર્ષ-૮૪ સંતકૃપામૃત ૮૪નું ચક્કર પૂરુ થવાનો આંકમેળ Page #406 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પુસ્તક સંબંધિત પાત્ર પરિચય લગભગ આઠ દસકા સુધીની હૃદયાંકિતની યાદિ હજી વિશાળ છે. ગણ્યા ગણાય નહિ તો પછી કાગળમાં કયાંથી સમાય ? ઋણમુક્તિ માટે વિશેષ શું કરું ? સૌના સહયોગ, ઉપકાર, માર્ગદર્શન, સુબોધ આવા વિવિધ પ્રદાનનું મારા જીવનમાં બહુમૂલ્ય છે. વાસ્તવમાં કહું તો મારા જીવનના અનેકવિધ વિકાસની કડીઓના સૌ શિલ્પી છે. આ પરિચય નોંધ ઉપરાંત આ લેખન શ્રુતમાં અન્ય પરિચયોનો ઉલ્લેખ છે. તે સર્વેનું અહોભાવથી અવતરણ કર્યું છે. અત્રે સવિશેષ જેની નિશ્રા મળી તેટલું જ જણાવ્યું છે. કેટલુંક પુસ્તકમાં અવતરણ થયેલું છે. પરિચયની પૂરી યાદિ જોતાં ચતુર્વિધ સંઘનો સહેજે સમન્વય સધાયો છે. અર્થાત સૌ તેમાં સમાઈ જાય તેવી જૈન સંઘની ઉત્તમ પ્રણાલિ છે. સૌનું આત્મય હો. પારિવારિક પરિચય (આવશ્યક સંક્ષિપ્ત) :પિતૃપક્ષ નામ સંબંધ શ્રી નકરચંદ મગનલાલ પૂ. પિતાશ્રી શ્રી ચંપાબહેન નકરચંદ પૂ. માતુશ્રી (ચાર વર્ષ અલ્પકાલીન છાયા મળી) શ્રી શારદાબહેન નકરચંદ નવા માતુશ્રી શ્રી સમરથબહેન પૂ. દાદી (નાની) જેણે જન્મથી ગળથુથીમાં નવકાર મંત્ર આપ્યો. શ્રી સુભદ્રાબહેન પૂ. મોટા બહેન (મા તુલ્ય) માતાના અવસાન પછી વાત્સલ્યથી ઉછેર કર્યો શ્વસુરપક્ષ પરિચય (આવશ્યક સંક્ષિપ્ત) :શ્રી નેમચંદ પોપટલાલ પૂ. સસરાજી શ્રી લક્ષ્મીબહેન નેમચંદ પૂ. નવા સાસુજી શ્રી મંજુબહેન નેમચંદ પૂ. મોટા નણંદ જેમણે સામાયિક જેવી ધર્મ ક્રિયામાં પ્રવેશ કરાવ્યો શ્રી શારદાબહેન નેમચંદ જેમણે ગૃહવ્યવહારનું શિક્ષણ આપ્યું શ્રી જગતચંદ્ર નેમચંદ સાંસારિક સુખદ જીવન સાથે સામાજિક સેવા તથા ધાર્મિક જીવનમાં સાથ આપ્યો. મારી મંગલયાત્રા ૩૭૯ Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રી અતુલકુમાર (ભૂપેન્દ્રકુમાર) શ્રી ૨મોના બહેન દક્ષાબહેન સાત્વિક મિત્ર પરિચય (મુંબઈ) શ્રી નિર્મળાબહેન ભરતકુમાર શ્રી પન્નાલાલ મોદી શ્રી કાંતાબહેન સારાભાઈ મણિયાર શ્રી સરલાબહેન માર્કંડભાઈ ઠાકોર પારમાર્થિક ક્ષેત્રમાં સુભગયોગ પૂ. શ્રી કાનજીસ્વામી સોનગઢ દિગંબર આમ્નાયની મહાન વિભૂતિ પૂ. પરમાનંદ કુંવરજી કાપડીયા પૂ. પં. ચીમનલાલ કામદાર પૂ. પાનાચંદભાઈ પંડિત સંતશ્રી કેદારનાથજી પુત્ર, ઘર, વ્યાપારની સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી પુત્રવધુ, મારા નિવૃત્ત જીવનમાં સાથ આપી ઘર વ્યવહાર કુશળતાથી સંભાળી લીધો. પુત્રી, સાથે હતી ત્યારે ઘરકામ કુશળતાથી સંભાળતી. હાલ સત્સંગ સ્વાધ્યાય યાત્રામાં કદમ મિલાવે છે. : મુંબઈમાં કર્મ ગ્રંથના અભ્યાસમાં પ્રેરક તથા વ્યવહારિક કાર્યમાં સહયોગ, પછી અમદાવાદમાં મળ્યા. મુંબઈમાં સંત કેદારનાથજીનો પરિચય કરાવનાર સત્સંગી મિત્ર વ્યવહારકાર્યમાં સથવારો સામાજિક સેવા ક્ષેત્રે પ્રથમ સહયોગ આપનાર (મુંબઈ) :નિશ્ચયનય દ્રષ્ટિયુક્ત પ્રભાવક વ્યાખાતા સમ્યગ્દર્શનના માહત્મ્યના પ્રથમ બોધદાતા જૈન સમાજમાં સુધારક વાદી અને જૈન યુવક સંઘના અગ્રગણ્ય વડીલ જેમના પરિચયે ઘણા વિદ્વાનજનોનો સાત્વિક યોગ મળ્યો દિગંબર આમ્નાય પ્રણિત જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો અભ્યાસ કરાવનાર કર્મગ્રંથના જ્ઞાતા, તત્ત્વદૃષ્ટિયુક્ત અધ્યયન કરાવનાર વ્યાવહારિક જીવનશુદ્ધિના પાઠ તથા નિયમનું શિક્ષણ પ્રદાન કર્યું. ३८० મારી મંગલયાત્રા Page #408 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી રજનીશજી મુબંઈમાં ફકત વ્યાખ્યાન પરિચય જે અમદાવાદમાં સમીપવર્તી બન્યો આંતરિક ચેતનાની જાગૃતિના બોધની દષ્ટિ મળી. પ્રજ્ઞાચક્ષુ મહાનવિભૂતિ આકિંચન્યપણે જીવ્યા અને એજ પૂ. પંડિતજી સુખલાલજી શિક્ષણ આપ્યું. જેમનો પરિચય પ્રથમ પરિચય મુંબઈમાં થયો પચીસ વર્ષ રહ્યો. મુંબઈની અમદાવાદ સુધી મૌલિક ચિંતન પ્રધાન વ્યવહાર તથા નિશ્ચયનયનું પૂ. પં. શ્રી પન્નાલાલ ગાંધી સમન્વયકારી વિચાર દર્શન કરાવ્યું. સામાજિક સેવા ક્ષેત્રનો સાત્વિક પરિચય અમદાવાદ :શ્રી પુષ્પાબહેન મહેતા, અમદાવાદ. સૌ પ્રથમ સામાજિક સેવા ક્ષેત્રે માર્ગદર્શક. શ્રી ઈન્દુમતી ચીમનલાલ શેઠ અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘની પ્રવૃત્તિમાં વડીલની જેમ હંમેશા સહયોગ આપનાર. શ્રી છોટાલાલ પટેલ અમદાવાદ જિલ્લાની ગ્રામ વિસ્તારની પ્રવૃત્તિમાં વડીલની જેમ નિ:સ્પૃહભાવે સહયોગ આપનાર. અમદાવાદ સત્સંગી મિત્રોનો સાત્વિક પરિચય : આનંદ સુમંગલ પરિવારના ત્રણે સ્વાધ્યાયના મળીને પંચોત્તેર ઉપરાંત સત્સંગી મિત્રો. અત્રે જેની સાથે નિવૃત્તિનો સમય ગાળ્યો છે તેવા મિત્રોના ઉલ્લેખમાં સૌ સમાઈ જશે. શ્રી વસુબહેન અને રમણભાઈ શ્રી ઈડર તીર્થમાં સહઅધ્યાયી. શ્રી સુશીલાબહેન અને કલ્યાણભાઈ પંડિતજનો સાથે તથા પૂ. દીદીની નિશ્રા અને યાત્રાના સત્સંગી. શ્રી જ્યોતિબહેન કલ્યાણભાઈ શ્રી ઈડર તથા અમદાવાદ મળે સમીપવર્તી કલ્યાણમિત્ર, સહચિંતનના સાથી રહ્યા છે. ચિ. પરિમલ અંધાર જે અમેરીકાની ભેટ અમદાવાદ પહોચી તે, તત્ત્વ જિજ્ઞાસુ, સત્સંગના સહયોગી. મારી મંગલયાત્રા ૩૮૧ Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રી અધ્યાત્મનિષ્ઠ શાસ્ત્રાભ્યાસી જેમની નિશ્રામાં સમયસાર જેવા શ્રેષ્ઠ સાધક શ્રી ગોકુળભાઈ ગહનગ્રંથોનો અભ્યાસ થયો. તથા તત્ત્વચિંતનના માર્ગદર્શક. શ્રી યોગેશભાઈ ભણશાલી એકાંત સાધનાના અભ્યાસી, તેમના અનુભવનો લાભ મળતો. પ્રજ્ઞાચક્ષુ પૂ. શ્રી મોટાભાઈ શ્રી વડવા શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી ભોગીલાલ) ખંભાત વિહારભવનમાં નિવૃત્તિ સમયે શ્રી વચનામૃતનો સ્વાધ્યાય વરસીતપ કરાવી વિશદતાથી વ. મૃનો પરિચય કરાવ્યો.. શ્રી ગંગાબહેન ઝવેરી જેઓ આબુની નિવૃત્તિની સાધના કાળમાં નિવાસનો સહયોગ આપનાર. નિશ્વાયુક્ત પારમાર્થિક પરિચય અમદાવાદ :પ્રજ્ઞાચક્ષુ વિરલવિભૂતિ શાસ્ત્રબોધ તથા ચિંતન પદ્ધતિનું પદ્મશ્રી વિભૂષિત શિક્ષણ મળ્યું. સામાજિક સેવામાં પૂ. શ્રી પંડિત સુખલાલજી નિષ્કામયોગનું માર્ગદર્શન મળ્યું. (૨૫ વર્ષ) મુંબઈ થી અમદાવાદ. પૂ. શ્રી વિમલાતાઈ ઠકાર આત્મ જાગૃતિનું શિક્ષણ, ધ્યાન-મૌન (પૂ. દીદી) (આબુમાં સ્થિરતા) ની આરાધના, સ્વશિક્ષણના પ્રેરક તથા હિમાચલ પ્રદેશની સત્સંગ યાત્રાના અધિષ્ઠાતા ૧૨ થી ૧૩ વર્ષ પૂ. આદરણિય શ્રી આત્માનંદજી કોબા આશ્રમમાં નિવૃત્તિ કાળમાં (શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર કોબાના પ્રેરક) જેમની નિશ્રામાં સાધનાનો ઉત્તમ યોગ મળ્યો. પૂ. દાદાશ્રી સુજાનમલ જૈન જેમણે દિગંબરીય સમયસાર જેવા ગહન શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું. પૂ. સાધ્વીગણનો બોધદાયક પરિચય :સ્વ. વિદૂષી પૂ. સુલોચનાશ્રીજી લેખનકાર્યનાં માર્ગદર્શન પૂ. સાધ્વી શ્રી નયપ્રભાશ્રીજી મૌનની ઉચ્ચ સાધનાનો પરિચય પૂ. વિદૂષી શ્રી નંદિયશાશ્રીજી શ્રાવિકા ધર્મનું યોગ્ય માર્ગદર્શન તથા દક્ષાની વિષમ પરિસ્થિતિમાં માર્ગદર્શક (ગુરુ) ૩૮ર મારી મંગલયાત્રા Page #410 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક માર્ગે પૂ. આચાર્ય ભગવંતોનું કૃપાંજન (અમદાવાદ ૧૯૮૪થી) પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી જેમની નિશ્રામાં સ્વાનુભવ યુક્ત શાસ્ત્રાનુસારી સમ્યક્ત્વનો બોધ પ્રાપ્ત થયો. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરિજી અધ્યાત્મસાર જેવા ગ્રંથલેખનના પ્રેરક તથા શ્રાવકધર્મના બોધ દાતા. પૂ. શ્રી આગમવેત્તા જંબૂવિજ્યજી પ્રમાદરહિત પ્રસન્ન મુદ્રિત જીવન ઉપયોગી તત્ત્વ બોધ દાયક પૂ. આ. શ્રી ભક્તયોગી યશોવિજ્યસૂરિજી ગુરુમાહત્મ્યથી મળતો સન્માર્ગ, ભક્તિથી મુક્તિના સન્માર્ગની શ્રદ્ધા યુક્ત બોધ પ્રાપ્તિ. પૂ. આ. પ્રધુમ્નસૂરિજી પ્રાચીન અર્વાચીન સાધુ સંતો, શ્રાવક શ્રાવિકારૂપ ઉત્તમરત્નો-પાત્રોના જીવનપ્રસંગો ખોલીને પ્રેરણા પ્રદાતા. સ્વ. પૂ. આ. શ્રી. ભદ્રગુપ્તસૂરિજી શ્રેષ્ઠ સાહિત્ય સર્જક લેખનના માર્ગદર્શક : પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજી આમ તો પ્રવચન પ્રભાવક પરંતુ દર્શનાર્થે જવાનું થતું ત્યારે અનુપ્રેક્ષા જેવા આત્મશોધન વિષયનું માર્ગદર્શન મળી રહેતું. પૂ. આ. શ્રી નરવાહનસૂરિજી નવતત્ત્વ તથા કર્મપરિપાકના દરેક પ્રશ્નના સંક્ષિપ્ત અને સચોટ સમાધાન મળી રહેતું. પૂ. આધ્યત્મયોગી આ. શ્રી. વિજ્યકલાપૂર્ણસૂરિજી (પૂ. ગુરુદેવ) અનેક વિધ વિદ્વાનો-સંતોના પરિચય પછી મૂળ સ્ત્રોત પ્રત્યે ભક્તિમાર્ગની વિશેષતાથી સન્માર્ગની તત્ત્વ દૃષ્ટિ યુક્ત નિઃશંકતાના દાતા. પરોક્ષતામાં પ્રત્યક્ષતાનો બોધ : પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી જેમના સાહિત્ય શ્રુત વડે આધ્યત્મ સિંચન થયું. પૂ. શ્રીમદ્ રાજચંદ્રજી જેમના પાદસ્પર્શ યુક્ત પવિત્ર ભૂમિમાં સાધનાનો યોગ મળ્યો. વિશેષ નોંધ : સૌ પ્રથમ ધર્મમાર્ગના બોધદાતા ઈ.સ. ૧૯૩૬ લગભગના ત્રિપૂટિ બંધુમાંથી પૂ. શ્રી ન્યાયવિજ્યજી હતા. ત્યાર પછી ઘણા સમયે તે સંસ્કારના પાયા પર પાછી પૂ. આ. પ્રવરશ્રી દ્વારા ઈમારત રચાઈ, મારી મંગલયાત્રા ૩૮૩ Page #411 -------------------------------------------------------------------------- ________________ આનંદ સુમંગલ પરિવાર, અમેરિકાના સહયોગથી થયેલા સત્કાર્યનું દસ વર્ષીય આયોજન (૧૯૯૫ થી ૨૦૦૫) કાર્ય યોગદાન ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. સંસ્થાનું નામ માંડલ પાંજરાપોળ, પાલીતાણા ૯. તથા ભચાઉ વિગેરે. સાધુ સાધ્વીજનોની ભક્તિ અમદાવાદ, પાલીતાણા અન્યત્ર જૈન શિક્ષણ સંસ્કૃતિનું ધામ સામાન્ય કુટુંબોને રાહતથી મળતી તમામ સહાય આયંબિલ શાળા અમદાવાદ આયંબિલ શાળા અમદાવાદ અપંગ માનવમંડળ અમદાવાદ ૧૦. ધાર્મિક પુસ્તકોના પ્રકાશન માટે તપોવન સાધર્મિક ફંડ તથા નિવાસે સાધર્મિકને સહાય ગુજરાત કેન્સર સોસાયટી ઠાકરસી હોસ્પિટલ ૧૧. સુનામી અનાથ બાળકો માટે ૧૨. તપોવન સંસ્કાર વિદ્યાપીઠ ૧૩. પાલીતાણા પારણા ભવન ૧૪. શ્રી શંખેશ્વર શ્રી. આ. વિજય કલાપૂર્ણસૂરિજી સ્મારક ટ્રસ્ટ ભાવિ સંસ્કૃત પાઠશાળા • આ સત્કાર્યો હજી ગતિમાન છે. જીવદયા વૈયાવચ્ચ શિક્ષણકાર્ય ઔષધ, અનાજ, શિક્ષણ લેબોરેટરી હોલ અદ્યતન ઓપરેશન થિયેટર સાધુ-સાધ્વીજનોની ભક્તિ માટે મકાન સંસ્કરણ કર્મચારી સહાયતા માટે માધ્યમિક શાળા માટે વિકલાંગ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે ૩,૦૦,૦૦૦ ૩૮૪ ૧,૩૫,૦૦૦ ૬,૩૫,૦૦૦ ૨,૪૫,૦૦૦ ૨,૦૦,૦૦૦ ૩,૫૦,૦૦૦ ૫૦,૦૦૦ ૨,૧૧,૦૦૦ ૫૦,૦૦૦ ૭,૦૦,૦૦૦ ૧૦,૦૦,૦૦૦ આચાર્યશ્રી લિખિત ૫૦,૦૦૦ ૧,૦૦,૦૦૦ કમ્પ્યુટર શિક્ષણકાર્ય ૧૦,૦૦,૦૦૦ ત્રણ ઓરડા માટે ૧૦,૦૦,૦૦૦ ૧૧,૧૧,૧૧૧ મારી મંગલયાત્રા Page #412 -------------------------------------------------------------------------- ________________ પરમ શ્રાવિકા શ્રી સુનંદાબહેન | બાહ્ય પ્રસિદ્ધિમાં ન આવનાર વ્યક્તિના પરિચયમાં આવીએ ત્યારે આપણે તેમના આતરિક ગુણોને સ્પર્શીને પ્રભાવિત થઈએ છીએ. આયંબિલખાતામાં જયારે હું સ્ત્રી હતો ત્યારે જોતો કે સુનંદાબહેન શા.તિથી અને ગંભીરપણે આયંબિલ કરવા આવતા. ત્યાર પછી તેમણે અમેરીકાના આનંદસુમંગલ પરિવારના સહયોગથી સંસ્થાને સાડા ત્રણ લાખનું યોગદાન આપ્યું ત્યારે મારા પુણ્યોદયે મને તેમનો નિકટનો પરિચય થયો. સફેદ વસ્ત્રમાં શોભતા, સદા પ્રસન્નચિત્તા બહેનમાં મને પ્રતિભાસંપન્ન વિભૂતિના દર્શન થયા. જેમ જેમ હું તેમની નજીકના પરિચયમાં આવ્યો તેમ તેમ તેમના બાહ્ય અત્યંતર ગણો મને નીરખવા મળ્યા. સુશ્રાવિકાના જીવનને યોગ્ય શાસ્ત્રોકત બાહ્ય આવશ્યક ક્રિયાઓમાં અપ્રમત્તપણું, અને અંતરંગ અવસ્થામાં ક્ષમા, ઉદારતા, સંયમ, સમતા જેવા ગુણોનું ગુંજન જણાય. તેમની શાન ધ્યાન અને ત્યાગાદિની દશા તો કોઈ ઝવેરી જ પારખી શકે. તેમાં મારુ પણ. ગજુ નહિ છતાં તેમણે મને આ કાર્ય માટે યોગ્ય માન્યો તે મારું સદ્ભાગ્ય છે. - તેમના જીવનના કૌટુમ્બિક સામાજિક અને ધાર્મિક પ્રસંગો સાંભળું ત્યારે મને નેક નામદાર હરકુંવર શેઠાણી યાદ આવે. તેમણે સ્થાવર તીર્થની સ્થાપના કરી અને બહેન જંગમતીર્થ જેવા છે તેવું સામ્ય લાગે. | મારી અમેરીકાની પ્રથમ સત્સગયાત્રાના પ્રણેતા તેઓ છે. તેઓ મને ધર્મપુત્ર માની વાત્સલ્યભાવે ધાર્મિક ચર્ચા દ્વારા ભાથું આપે. તેઓ ધર્મના વ્યવહાર અને નિશ્ચય બંનેને રથના પૈડાની જેમ ધારણ કરીને પરમાર્થ પંથની કેડીએ ચાલી રહ્યા છે. આ પંથ એમનો પ્રાણ છે. તેનો અનુભવ તેમની કાર અકસ્માતની ગંભીર બિમારીમાં તેમના સમતા અને પ્રસન્નતાથી મેં નજરે નિહાળ્યો. ક નિવાસે, દેશ અને વિદેશોમાં તેમને આચાર્યશ્રીની નિશ્રામાં અનુભવેલા તત્વજ્ઞાનનું સૌને પ્રદાન કર્યું છે, અને જિજ્ઞાસુઓને પરમાર્થ પંથના પ્રેમી બનાવવામાં તેમનો અભૂત અને આત્મિય ફાળો છે. મારા તો ધર્મમાતા અને પ્રેરણાદાયીની છે. તેમની શાસન પ્રભાવનાને પુનઃ પ્રણમું છું. તેઓ દીર્ધાયુષી રહે, મને અને સૌને પૂ. બહેનનો તાત્વિક બોધ મળતો રહે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. ધર્મતત્વચિંતક નૌતમભાઈ વકીલ | અમદાવાદ. Jain Education internauonal