SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહમાં કેવી રીતે સમય પસાર કરતાં હતાં. તત્ત્વચિંતન, ભક્તિ, રાક્ષસીઓ સાથે રામગુણચર્ચા કરતાં તેનું ચિત્ર ઊપસતું. વળી વચમાં કોઈ વેદનામાં ઉપયોગ જોડાતો. ઔષધ ઉપચારમાં સમય જતો. સીતાજીની અશોકવાટિકામાં દશા કેવી હશે, તેઓ આંતરિક સમતામાં કેવી રીતે ટકતા હતા તેનું વારંવાર નિરીક્ષણ કરતી. શારીરિક વેદનામાં ગજસુકુમારનું સ્મરણ કરતી. ત્યારે લાગતું ક્યાં તેઓનું દૃઢ મનોબળ, ક્યાં મારી નબળાઈ ? થોડી વધુ સ્વસ્થ થઈ શ્રી આનંદઘનજીનાં સ્તવનોના અર્થ ચિંતન કરતી. સતત ધારા ટકતી ન હતી. વચમાં નિરર્થક વિકલ્પો ઊઠતા. તે ઉપયોગમાં જણાતા. કોઈ વાર શમી જાય, કોઈ વાર પ્રવાહ લાંબો ચાલે, એ વિકલ્પો મહદ્અંશે સંસ્કારવશ હતા. ક્યાંય વેદનાનું લક્ષ્ય થતું, વળી વિકલ્પ ઊઠતો કે આ અકસ્માત થવો, મને જ વધુ ઈજા થવી તે કેવું નિર્માણ હશે ? તે વિકલ્પો સહજ શમી જતા, કોઈ વાર અવલંબન લેવું પડતું. શરીરની વધુ રાહત થવા માંડી. એક વાર સત્સંગીઓમાં વાત નીકળી કે કર્મની કેવી વિચિત્રતા છે ! અકસ્માતમાં સૌ બચી ગયાં. ડ્રાઇવર સીટ સાથે મારા માથે આરામથી ગોઠવાઈ ગયો. અને તે સદ્ભાગ્યે તદ્દન રક્ષિત રહ્યો. બહેનને જાણે બધાંનું ભેગું આવ્યું. આ ચર્ચા દરમ્યાન મને વિકલ્પ ઊઠયો, મારા કર્મ ભારે અશાતાના હશે ? તેથી મને આટલી બધી ઈજા થઈ ? બીજા સૌ સાજાં રહ્યાં ! એ વિકલ્પ લાંબો ટકતો નહિ કારણ કે એ વાત શ્રદ્ધામાં હતી કે પોતાના પૂર્વકર્મ સિવાય કશું નિરર્થક આવતું નથી. મોટરમાં આમ તો અમે પદો ગાયાં, સત્સંગ કર્યો, પછી આચાર્યશ્રી નરવાહનજીને ડીસામાં વંદન કરવાનાં હતાં. દસ મિનિટ પછી ઉપાશ્રય આવશે એમ જાણી ચારે નવકાર ગણતાં હતાં. તે દરમ્યાન એકાએક બે વાહન ભટકાયાં અને દુર્ઘટના બની. પૂર્વકર્મબળે હું ઝડપાઈ ગઈ. બે માસ થયા પછી દક્ષા પાસે પંચસૂત્રનાં પ્રવચનોનો સ્વાધ્યાય કર્યો ત્યારે મને થયું કે દુષ્કૃતગહ કરું, અને એ રીતે જે જે દોષોની સ્મૃતિ થતી તેની ગર્હા કરતી. કોઈને મારાથી અન્યાય થયો હોય, ગયાં વર્ષોમાં કાર્યવશ રકમની લેવડદેવડમાં કોઈને મનદુઃખ થયું હોય. શારીરિક વાસનાઓ ઊઠી હોય, સંધર્ષો થયા હોય, નાની-મોટી હિંસા થઈ હોય અસત્યવાણીનો મારી મંગલયાત્રા વિભાગ-૧૩ Jain Education International ૩૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy