________________
દોષ, આરંભ-સમારંભના દોષ, ક્યાંય માયાકપટના ભાવ. દુષ્કતગર્તામાં આવું સ્મરણમાં આવતું. તે વાસ્તવમાં ખમાવવા માટે જરૂરી હતું પણ એમ કરતાં મારું મન ગ્લાનિથી ભરાઈ ગયું. થોડી થોડી વારે મન ખેદથી ભરાઈ જાય. જોકે મેં ભવ-આલોચના કરી લીધી હતી. પરંતુ પ્રસંગોપાત્ત ગહ કરતાં આ બધું સ્મરણમાં આવ્યું કે અજ્ઞાનવશ જીવ કેવા પાપમાં પડે છે. ખેર !
એક વાર પરિમલ આવ્યો, મેં તેને વાત કરી, તે કહે, “હવે ભૂતકાળને યાદ કરી કાળક્ષેપ શા માટે કરવો ? થયું તે થયું. હવે એ દોષમાંથી ઉપર ઊઠવાનું બળવાન સાધન તત્ત્વદૃષ્ટિ છે. તમે જાણો છો, માટે ખેદ ન કરતા. શ્રીમદ્જીએ પ્રકાડ્યું છે કે :
“હું ધર્મ પામ્યો નથી, ધર્મ કેમ પામીશ એ આદિ ખેદ નહિ કરતા. વીતરાગ પુરુષનો ધર્મ જે દેહાદિ સંબંધીથી વિષાદવૃત્તિ દૂર કરી આત્માઅસંગ-શુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ છે. એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું અને મંદવૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે.”
આ રહસ્ય મળવાથી શાંતિ થઈ. વળી સુકૃત્ય અનુમોદનાનો ક્રમ લીધો, અરિહંતાદિના ગુણોનું અવલંબન લીધું. વળી મહાત્મા, મહાસતી તથા વીતરાગી, જ્ઞાનીજનોના ઉપકારની, સુકૃતની અનુમોદના કરી અને ચાર શરણાંનો સ્વીકાર કરી જીવ નિશ્ચિત થયો. દીપકભાઈ લખે કે બીમારીના અનુભવ લખજો. એ પણ લખ્યું. વાસ્તવમાં આ મંથનદષ્ટિ નિર્મળ બની અંતરંગ જાગૃતિ વધી. તેમાં ગુરુકૃપાની પ્રેરણાનો અનુભવ થયો.
આમ પૂરા છ માસ પછી પગની સામાન્ય તકલીફ સિવાય બધું યથાવતું ગોઠવાઈ ગયું. આ લેખન અધૂરું હતું. એટલે મારા વ્યસન પ્રમાણે કલમ પકડી અને લેખન શરૂ કર્યું. જોકે બીમારી સમયે મારા મનની દશામાં જે ચઢ-ઊતર થઈ, વિકલ્પો ઊડ્યા ત્યારે લાગેલું કે મારી કહાણીમાં કંઈ વિશિષ્ટતા નથી. વળી મારામાં હજી વિકલ્પોનો ઘેરાવો છે, ઉચ્ચદશા સુધી પહોંચાયું નથી, તેથી હવે લખવાનું નિરર્થક છે.
રોતો જાય તેને દુઃખદુ સમાચાર મળે તે સમજાય, અહીં જુદું જ બન્યું જિજ્ઞાસુઓ યાદ આપતા, તમે તમારા અનુભવો લખોને ! હું કહેતી : મેં શરૂ કર્યું છે પણ આ અકસ્માત પછી પાછું મન નબળું પડ્યું છે. ત્યાં વળી વિભાગ-૧૩
મારી મંગલયાત્રા
૩૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org