________________
બીજા મિત્રો આવે અને પ્રેરણા આપે, કે લખો. આમ ભાવતું હતું અને વૈદ્ય કહ્યું કે મેવા-મીઠાઈ ખાજો. અંતરમાં રહેલો લખવાનો સંસ્કાર ઊઠ્યો અને અધૂરું લેખન પૂરું કરવા પ્રેરાઈ છું. અને કર્યું પણ ખરું.
પુરાણા કે વર્તમાનનાં સ્ત્રી ચરિત્રો-પ્રસંગો વાંચું ત્યારે લાગે કે ગુણોથી કોઈ ઊંચાઈએ પહોંચાયું નથી. આ બધું સામાન્ય કોટિનું છે. વરની મા વરના ગુણ ગાય તેમાં સદ્ભાવી સત્સંગી મિત્રો મારામાં કંઈક આદર રાખે એટલે પ્રશંસા કરે, ત્યારે જોકે હું તેમના પ્રેમનો જ સ્વીકાર કરતી. તેમનો મારા પ્રત્યેનો અહોભાવ અને મારું તેમના પ્રત્યેનું કલ્યાણરૂપ વાત્સલ્ય એવું આદાનપ્રદાન હતું. એટલે વિશેષતા ન હોવા છતાં પણ આ લેખન થઈ ગયું. છ માસ લખવાનો “વા” મુલત્વી રહ્યો, પણ વળી સંસ્કાર ઊગ્યો ને કામ થયું.
આ દિવસોમાં સ્થાયી સત્સંગી મિત્રોની અંતરભાવના, ભક્તિ વિગેરેનો સાથ લાભદાયી નીવડ્યો છે. પરદેશના મિત્રો ત્યાં પણ જાપભક્તિના અવલંબનથી બહેનની સુખાકારી ઈચ્છતા. ફોનમાં નિરંતર કાળજી રાખી ફોનમાં પૃચ્છા કરતા. આમ દેશ-પરદેશમાં સૌની સભાવના અને દેવગુરુકૃપાએ પુનઃ આંતરિક ખોજ અને સાધના કરવાનો વિશેષ અવકાશ આ બીમારીથી મળ્યો છે તેવું અનુભવથી જણાય છે.
બીમારીએ નિવૃત્તિનો સમય પણ આપ્યો. લગભગ આઠ-નવ મહિના નિવાસે જ સ્થિરતા રાખવાની હતી. ફક્ત ડૉક્ટરની પાસે ક્યારેક જવાનું રહેતું. નિવૃત્તિમાં કરેલી સાધનાને કારણે જીવને ઘણી સ્થિરતા, જાપનો અવકાશ, ચિંતનનો અભ્યાસ કરવાનો સહેજે અવકાશ રહેતો. યદ્યપિ ઘણા સત્સંગીજનોનો સાથ હતો તે પૂરક હતું.
યદ્યપિ મારું એટલું દઢ મનોબળ ન હતું. જે પૂ. ગુરુદેવ કહેતા કે સાધુ-સાધકને નાનાં-મોટાં અશાતાના યોગ કર્મનિર્જરાનું કારણ હોઈ અંતર શદ્ધિની પ્રક્રિયા છે. માટે દેહ-ભાવની ગૌણતા કરી પ્રભુસ્મરણમાં મનને જોડી રાખવું. આત્મલક્ષ્યની પ્રધાનતા કરી સમભાવે રહેવું. આવી ગરુજનોની કૃપાથી મારીમાં કંઈક સમતાથી ટકી જવાતું હતું.
અમેરિકાના સત્સંગી મિત્રો આવે, હવે પહેલાં જેવી સાજી-નરવી જુએ એટલે કહે હવે ચાલો, સત્સગયાત્રા અમેરિકાની ગોઠવી દો. કોઈ મિત્ર કહે તમે કહો તો લેવા આવું.
હું કહું : હવે કુદરતે જ નિવૃત્તિ આપી છે તો તેમ જ થવા દો, તમે મારી મંગલયાત્રા
વિભાગ-૧૩
૩૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org