SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ પ્રવચન દ્વારા, શિબિરો દ્વારા કે પત્ર દ્વારા પ્રગટ કરતા હોય છે. તેમનું વક્તવ્ય શાસ્ત્રોક્ત પદ્ધતિ છતાં રસાળ અને સરળ હોય છે. સ્વાનુભવથી સ્વાધ્યાય આપે અને લખે પણ ખરા. સવિશેષ તેમની જીવનશૈલી પ્રતિજ્ઞાબદ્ધ છે, એટલે મેં જોયું કે અન્ય જિજ્ઞાસુઓને તે પ્રતિજ્ઞાબદ્ધ કરવામાં સરળ થાય છે. તેઓની પદ્ધતિ શાસ્ત્રદોહનની છે, તેમાંથી રહસ્યો શોધી સ્વહસ્તે કાગળ પર અવતરણ કરી ઝેરોક્ષ કરાવી સૌ મિત્રોને પહોંચતા કરે. દર માસે બે માસે સૌને પત્રબોધ મળે. આથી અમેરિકાનાં કેન્દ્રોમાં તેઓ સુશ્રાવક તરીકે સૌના પરિચિત છે. તેમનું સ્થાન માનવંતું છે, છતાં નમ્ર અને સરળ છે. શાસ્ત્રની શિસ્તમાં બાંધછોડ ન કરે, સૌને તે પ્રમાણે સમજાવે. તેઓ કોઈ વાર મારા પ્રવચનના શ્રોતાપણે ઉપસ્થિત થાય, ત્યારે અમે પ્રસન્નતા પામતાં. પોતે કામ પર જાય છે. તે પહેલાં પ્રતિક્રમણ જેવાં અનુષ્ઠાન કરી લે, સૌને કરવા પ્રેરણા આપે. કોઈ મીઠાઈ જેવું ન વાપરવાની પ્રતિજ્ઞા માંગે તો સમજાવે કે ભગવાને મીઠાઈનો પ્રતિબંધ નથી કહ્યો, ન ખાવ તે સારું છે, પણ કંદમૂળત્યાગની પ્રતિજ્ઞા પહેલાં લેવી, પછી બીજી લેવી. આમ સૌને સાચી સમજ આપી સાચા આચાર તરફ વાળે. હું એમને પૂછું કે આ પત્રો લખો છો ક્યારે? સવારથી સાંજ કામે જાવ. શનિ-રવિ શિબિર ભરો. ત્યારે કહેતાઃ “દેવગુરુની કૃપાથી થાય છે. મારા લાભ માટે કરું છું.” અમદાવાદ હતા ત્યારે પૂ. બાપજી પાસે દર વર્ષે એક વસ્તુ-આહારની ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. હમણાં હવે ત્રણ વસ્તુ પર આવી ગયા છે. એટલે નવી રીત શોધી કાઢી કે બાર તિથિ ફોન કરવા કે લેવા નહિ અને સૌને સાથ આપવા જણાવી દીધું છે. મારા પર દર માસે બે માસે સત્સંગપત્રની નકલ આવે. તેમાં પ્રથમ તો મારાં માનવંતાં, પાંચ-સાત વિશેષણો હોય. હું લખું કે ભાઈ, એમાં કરકસર કરજો. વળી આ જીવને માનમાં લઈ જવાને બદલે જ્ઞાનમાં લઈ જજો. આમ અમારો સંપર્ક લોકોત્તર માર્ગમાં પૂરક થાય છે. આવા જિજ્ઞાસુમિત્રોની સુભગ યાદી મારા સ્મરણપટ પર કલ્યાણભાવનાથી અંકાયેલી છે. મન થાય છે કે પ્રસ્તુત લેખનમાં એ યાદી ઉતારું. વિસ્તારના કારણે મારી કલમ અટકી જાય છે. હા, પણ એ સૌને કહું છું આપણે વીતરાગશાસનની એક જ નાવમાં બેઠાં છીએ, પાથરણું એક જ છે. એ નાવ પહોંચશે, એ પાથરણું ઊંચકાશે ત્યારે સાથે જ મારી મંગલયાત્રા ૩૨૭ વિભાગ-૧૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy