SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના ચરણમાં પહોંચશું. અગર તો જેમ યાત્રાએ પગપાળા જતા ભાવિકો એક-બે માઈલ આગળ-પાછળ હોય પણ પહોંચે ત્યારે એક જ જગાએ પહોંચવાના છે. પાલીતાણા તીર્થમાં કરોડો સાથે પહોંચ્યા અને આપણે સો-બસો પાંચસો નહિ પહોંચીએ? શ્રદ્ધા આપણું સાધન છે. અમારા ગુરુદેવ કહેતા કે : “રજહરણ મણિનું કામ એ કે સરોવરમાં મૂકો તો લીલ, કચરો બધું તળિયે પહોંચાડી દે કે સાફ કરી દે. એમ તમારું શ્રદ્ધારૂપી બળ બાધક તત્ત્વોને, કષાયોને દૂર કરી તમને મુક્તિ નગરમાં પહોંચાડી દેશે.” આ જિજ્ઞાસુઓને પ્રારંભમાં સૂચવતી કે ભારત આવો ત્યારે તમારા રોકાણના બે-ત્રણ ભાગ પાડજો. તેમાં એક ભાગ ભગવતભક્તિ અર્થાત્ તીર્થયાત્રા, અને બીજો ભાગ સાધુસંતોનો સમાગમ. તમે સૌ જાણો છો કે આવો સાધુ-સમાગમ ભારતમાં શક્ય છે. આનું પરિણામ એ આવ્યું એ સૌ સાધુ-સમાગમ કરતા થયા. હું સૌને કહેતી આપણા ગીતાર્થજનો પાસે છે તે લેવા જેવું છે. હું ઘણા અનુભવ પછી શ્રદ્ધાપૂર્વક આ તત્ત્વ કહેતી. શ્રી ગોયંકાજીની પ્રણાલિની શિબિરોમાં ગઈ. શ્રી તુલસી આચાર્યની પ્રેક્ષાધ્યાનની પ્રણાલિમાં ગઈ. તે પ્રકારો મનની સપાટી પર શાંતિ આપનારા છે. અભ્યાસ રાખો તો તે સ્થળે સ્થિરતા પણ જણાય. ભલે તે પ્રયોગો જનતાને અનુકૂળ હોય. તેમાં દૈહિક “યોગા' જેવા પ્રકારો આવે છે. વળી જીવોને દૈહિક પૌગલિક પ્રકારોનો મહાવરો છે, એટલે તેનું આકર્ષણ થાય. આથી આધ્યાત્મિકતા ગૌણ બને અને જીવો તો દૈહિકચેષ્ટા સુધી પહોંચે. પુનઃ પુનઃ અભ્યાસ કરે તેઓ તેનું હાર્દ મેળવી શકે. આ ગીતાર્થજનોના સંપર્કમાં આપણને તત્વદષ્ટિ મળે તે વધુ લાભદાયી છે એમ મારો અનુભવ છે. અમેરિકાની સત્સંગયાત્રાના સત્સંગી સાથીઓનો સંગ વિશાળ વડલા જેવો છે. દર વર્ષે વડવાઈઓ ખીલે તેમ વિસ્તરતો જાય છે. તેથી કોના નામનો ઉલ્લેખ કરું ને કોનો મૂકે તે એક મૂંઝવણ છે. એટલે પછી “તમે અમારા અમે તમારા”. વિભાગ-૧૧ ૩૨૮ મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy