________________
ક્યાંય સુધી બેસી રહે.
તેઓ બહારગામ જાય ત્યારે રોજે એક વાર પિતા સાથે ફોનમાં વાત કરી લેતા. આ બધું તો પ્રસંગોપાત્ત છે પણ ભાઈને માનસિક રીતે અત્યંત શાંતિ આપવા સતત તત્પર રહેતા. પિતા પણ એવા જ ઉદાર અને પ્રેમાળ હતા કે પુત્રના સુખ માટે સદાય તેઓ ધ્યાન રાખતા. એ ઉપરાંત મારું પણ એટલું જ ધ્યાન રાખતા કે અમે બંને સુખ માણીએ અને આનંદમાં રહીએ. કોઈ વાર વડીલ તરીકે મીઠી શિખામણ પણ આપતા.
યદ્યપિ કુટુંબમાં સૌ નેમાભાઈ કહેતા. કુટુંબમાંથી કોઈ પણ મળવા આવે, ભાઈ ખૂબ આદર આપતા, જમાડતા. સૌની સાથે આનંદ-ગોષ્ઠિ કરતા. આમ તેમની જન-પ્રિયતા વ્યાપક હતી. સમાજમાં પણ તેમના ગાંભીર્ય અને કુશળતાને કારણે તેમનું સ્થાન ગૌરવભર્યું હતું.
જેવી સંપત્તિની સંપન્નતા હતી તેવી દિલની સંપન્નતા હતી. વળી વડીલોએ ઉપાશ્રય જેવાં સ્થાન કરાવ્યાં હતાં. તેમાં પણ સાથ આપી દાન જેવાં સત્કાર્યો કરતા. સાધુજનોના આદરથી સેવા કરતા. ધર્મક્ષેત્રમાં પ્રથમ પ્રવેશનું કિરણ, એક પુણ્યયોગ : મંજુબહેન-મોટાં નણંદની શીખ
જીવનની નવી દિશા ખૂલવાનો પ્રારંભ ખાસ વિશેષતાવાળો ન ગણીએ તો પણ મારે માટે અગત્યનો હતો એમ આજે સમજાય છે. મારાં મોટાં નણંદ...મોટાં બહેન મંજુબહેન, ક્ષય રોગના દર્દી. દર્દ વધી જતાં, અમારે બંગલે રહેવા આવ્યાં. એ વખતે ખાસ દવાઓ શોધાઈ ન હતી. એક ફેફસું કામ કરતું ન હતું. ડૉક્ટર કહે “આ દીકરી મરવાની આળસે જાણે જીવતી હોય એવું લાગે છે.” બહેનમાં ધર્મના સંસ્કાર હતા. એમણે તે વખતના ઔષધ-પથ્ય શરૂ કર્યા. પણ એ બધા સદોષ હતા એટલે ભારે દુઃખ અનુભવતા. પરંતુ પતિ અને પિતાના દબાણથી દવા કરતા. હવે મરવાનું જ છે એમ સમજી ધર્મભાવનાને પોષણ આપતા.
ધર્મભાવનાવાળા એટલે પ્રતિક્રમણ, સામાયિક, સેવા-પૂજા કરતા. એક દિવસ મને કહે ““મારી સાથે સામાયિક કર.” મેં તો કોઈ દિવસ કટાસણું પાથરેલું નહિ. પાઠશાળા જોઈ ન હતી. પૂર્વના કોઈ પુણ્ય ઓછા, બાપુજીને ત્યાં દર્શન કરવા અને નવકાર ગણીને સૂવા-ઊઠવા જેવું શિક્ષણ વિભાગ-૩
૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org