________________
સૂચના હતી : ‘‘એક-દોઢ કલાક ફરવા જવું. ઘરમાં કંઈ કામ નથી. જીવન બેઠાડું ન કરવું.' રાત્રે થોડી વાર પાનાં રમતાં અને રાત-દિવસ આનંદપ્રમોદમાં પસાર થતા ગયા.
પતિને ખ્યાલ આવ્યો કે ભણતા ભણતા આવી છું એટલે મને વાંચવાનું મળે તો ગમે. એટલે રમણલાલ વસંતલાલ, ધૂમકેતુ, કનૈયાલાલ મુનશી વગેરેની નવલકથાઓ લાવ્યા હતા. તેમને પોતાને પુસ્તકો સાથે મિત્રતા નહિ. હું વાંચું તેમાંથી કંઈ સંભળાવું. પછી થોડી વાર પાનાંબાજી ચાલે, સુખદ સમય ગાળી નિદ્રાધીન થઈએ. પિતા-પુત્રની આદર્શ જોડી :
સંસારમાં મનુષ્યદેહ ઘણા પુણ્યથી મળે છે. તેમ તેની સાથે શારીરિક સ્વાસ્થ્ય અને સાત્ત્વિક ઋણાનુબંધ પણ ઘણા પુણ્ય મળે છે. આજે મોટા ભાગે કૌટુંબિક પારિવારિક સંબંધો, સંઘર્ષ અને વૈચારિક મતભેદથી ગ્રસિત થયેલા હોય છે. ક્યાંક સંવાદિતા જોવા મળે છે.
આ કુટુંબમાં પિતા-પુત્રની જોડી દશરથ-રામના આંશિક પ્રેમની યાદ અપાવે તેવી હતી. પિતાએ પુત્રને ખૂબ લાડથી ઉછેરેલો છતાં પુત્રમાં લાડની કોઈ સ્વચ્છંદતા નહિ. પૂરા વિવેકથી પિતા સાથે અને અન્ય સાથે પ્રેમપૂર્ણ આચાર રાખતા.
પિતા-પુત્ર સવારે દાતણ-પાણી બાંકડે બેસી સાથે જ ક૨તા. પછી પાટલા-બાજોઠી પર બેસી સવારનું શિરામણ સાથે કરતાં. જોકે અમે સૌ સાથે જ રહેતા.
પિતા-પુત્ર પૂજા સાથે કરતા, ઑફિસે સાથે જતા-આવતા. ઘરે સૌ સાથે જમતાં. બપોરે ભાઈ આરામ કરતા. અમે અમારા ઓરડામાં આરામ કરતાં. વળી પુનઃ સાથે જ ઑફિસે જવાનું. સાંજે અમે ફરીને આવીએ પછી ૧/૨ કલાક પિતા-પુત્ર સાથે જ બેસતાં.
તેઓ દર સપ્તાહે એક વાર ક્લબમાં જતા ત્યારે રાત્રે દસ વાગે આવતા, કે અમે કોઈ વાર સિનેમા જોવા જતા ત્યારે રાત્રે દસ વાગે આવતા, ત્યારે ભાઈ નીચેના હૉલમાં બેસી રહે. વરંડામાં આંટા મારે. તેઓ ઘરમાં આવી જાય પછી સૂવા જતા. તેઓનું કોઈ વાર સ્વાસ્થ્ય ઠીક ન હોય, તાવ જેવું હોય તો અમારા ઓરડાની બાજુમાં હૉલમાં ભાઈ
મારી મંગલયાત્રા
૫૯
વિભાગ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org