________________
સમયમાં કૂકર ન હતાં. ખીચડીના પાણીના માપની ખબર નહિ. ખીચડી ધૂણાઈ ગઈ. અને ભાખરીના મોણ માટે દિવેલની બરણી કેવી રીતે હાથે ચઢી ગઈ ! દિવેલનું મોણ નાખી ભાખરીની કણક બાંધી. સીજવવા સગડીમાં નાખી તે વખતે ભાઈ ચોકમાં ઊભા હતા, તે સમજી ગયા કે શું થયું છે. પાંડુને મોકલ્યો, વળી એ સાંજે બધું થાળે પડયું. મોનીટર નાપાસ થયા. ભાઈએ વાત્સલ્યથી નિભાવ્યું. તેઓ તો હંમેશાં પ્રસન્ન જ હોય. ન ફરિયાદ, ન ચર્ચા.
પરંતુ મારું મન મૂંઝાઈ ગયું. પોળમાં સૌ કહેતા કે નેમાભાઈની દીકરાની વહુ હોશિયાર છે. શેરીમાં સૌની ઉપરી થઈને રમે છે. અહીં તો ફિલમ જ ઊતરી. પછી શિન-રવિ બહેન આવ્યાં. વળી તેમની પાસે થોડું શીખી લીધું. જોકે ત્યાર પછી રસોઈકામ કરવાનું ખાસ આવતું નહિ એટલે એ કુશળતા તો ત્રણ દસકા પછી જ્યારે જરૂર પડી ત્યારે જ થઈ. છતાં પાંડુ જૂનો માણસ કુશળ હતો. બહેન આવતાં ત્યારે ઘણું શીખી લેતી. એકંદરે યૌવનજીવનના સુખશાંતિભર્યા એ દિવસો હતા. રોજિંદું સુખદ જીવન ઃ
હવે અગત્યની વાત જણાવવાની છે. આ ઘર મારે માટે સાંસારિક રીતે શારીરિક, માનસિક સુખ ઉપરાંત ખાવું, પીવું, પહેરવું, ફરવું એવાં સુખોથી ભરપૂર હતું. તેમાં વિશેષ પુણ્ય તો એ માનું છું કે મારે માટે સાત્ત્વિક જીવન સાથે ધાર્મિક જીવનની દિશા ખૂલી. આજે વિચારું છું તો લાગે છે કે કોઈ જન્મમાં પૂજેલા દેવગુરુની કૃપા જ હતી. માનો કે એક સુભગ ચમત્કાર હતો. ધર્મનાં બી ઘણી અબોધદશામાં વવાતાં હતાં પણ ઘણા દસકા પછી એના અંકુરોની સુવાસ પ્રગટ થઈ ત્યારે દેવગુરુકૃપા પાસે મસ્તક ઝૂકી જાય છે કે ‘પ્રભુ’ મારી તો કોઈ ભૂમિકા ન હતી પણ આપે તો ત્યારે જ ભાવિ આયોજનનું બી વાવી દીધું. અને મારી મંગલયાત્રા આગળ વધતી ગઈ.
લગ્નજીવન ભાવભર્યા પ્રેમથી શરૂ થયું હતું. એ કાળે કંઈ પતિપત્નીને બહુ વાતચીતો ન હતી. ક્યાંક સિનેમા જોયો હોય તેની ચર્ચા થાય. બેત્રણ મિત્રદંપતી હતા તેમને મળવાનું થાય. વળી ઘરમાં દહેરાસર એટલે સવારે સેવા-પૂજા હોય. થોડું ભરતગૂંથણ થાય. સાંજના ભાઈની
વિભાગ-૩
૫૮
મારી મંગલયાત્રા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org