________________
નહિ.
હાથ-પગથી કંઈ કરી શકે નહિ તેથી કંઈ શીખવી શકાય નહિ. આથી આવી વ્યક્તિઓને પ્રવેશ ન આપી શકતાં. ત્યારે દુઃખ થતું પણ ઉપાય કરી શકતા નહિ.
આમ દરેક અપંગ બાળક પાછળ કોઈ પ્રસંગ છુપાયેલો પડ્યો છે તેનું અલગ પુસ્તક લખ્યું છે “એક માળાના મણકાં.”
અર્થાતુ દેશભરમાં અને આ સંસ્થામાં આવા અપંગો હળીમળીને શિક્ષણ મેળવે છે. કર્મચારીઓને કહેતી તમને સારું કામ કરવાની તક મળી છે તેમ સમજી કામ કરો.
અમે કાર્યકરો તો આ બાળકોને વાત્સલ્યથી આવકારતાં. એમાં અમને સંતોષ થતો. અપંગ માનવ મંડળ વિષેની વિશેષ માહિતી :
ભારતભરમાં પ્રસિદ્ધિ પામેલી આ સંસ્થામાં અપંગ બાળક પ્રવેશ મેળવતાં તે લગભગ ઘણી ગરીબીમાંથી આવતાં. બીમાર જેવા હોય, આથી પ્રથમ તબીબો દ્વારા તેમની શારીરિક તપાસ કરતા. તેની યોગ્ય સારવાર આપતા. પ્રથમ ધોરણમાં દાખલ થઈ દસમા ધોરણ કે આગળનો અભ્યાસ કરી, ધંધાકીય તાલીમ મેળવી સ્વાવલંબન સુધી પહોંચી જતા. આ સંસ્થાના ઘણા વિદ્યાર્થીઓ ઊંચા હોદ્દા પર છે. વળી તેમની અપંગતા શક્ય તેટલી નિવારવા સર્જરી પણ કરાવતા. સંસ્થામાં ઓર્થોપેડિક સારવાર વિભાગની સગવડ કરેલી છે.
એક વાર કોઈ ખાસ પ્રસંગે સંસ્થાના ગૃહપતિએ સુંદર રજૂઆત કરી હતી કે “આ સંસ્થાની જગા એટલે વસ્ત્રાપુરની તલાવડી હતી. એ જગા જોઈને સુનંદાબહેનની આંખમાંથી બે અશ્રુ ટપક્યાં હતાં. તે છીપમાં પડેલા સ્વાતિ નક્ષત્રનાં હતાં. તેમાંથી આજે કેટલી મોતી જેવી વ્યક્તિઓ પેદા થઈ છે ! આ એક-બે ભાઈ તો મારુતિ ગાડી રાખે છે અને વકીલની કારકિર્દી ધરાવે છે, બીજા ભાઈ ગાંધીનગરના સચિવાલયના સારા હોદ્દા પર છે. કેટલાક કલાકાર છે. વ્યાપારી છે. આમ સંસ્થામાંથી અભ્યાસ કરીને મોતીઓ પાકયા છે. એ તેમના અશ્રુબિંદુનો પ્રભાવ માનવો રહ્યો.”
લગભગ ૧૯૮૪માં મંડળમાંથી મેં નિવૃત્તિ લીધી. ત્યારપછી અન્ય કાર્યકરોએ ઘણો વિકાસ કર્યો છે. વળી મને ભાવના થતાં મેં માધ્યમિક શાળામાં સત્સંગી મિત્રો દ્વારા અમેરિકાની કેટલીક સહાયથી સાત લાખની રકમનું પ્રદાન કર્યું છે. તેથી સંસ્થાએ સુનંદાબહેન વોહોરા માધ્યમિક મારી મંગલયાત્રા ૧૬૭
વિભાગ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org