________________
હું તો નિવૃત્ત થઈ. પરંતુ કાલિન્દીબહેન કેન્સરના દર્દી છતાં છેલ્લા શ્વાસ સુધી તેમણે સંસ્થાની નિઃસ્વાર્થપણે સેવા જાળવી રાખી હતી. તેમના પરિવારનો અર્થ-સહયોગ પણ ઘણો મોટો રહ્યો.
અપંગોને માટે હવે ઘણાં શહેરોમાં સ્વમાનભર્યું જીવન જીવવા માટેની સંસ્થાઓ સ્થપાઈ છે. ક્યારેક નિરૂપાયતા દેખાતી :
વળી શક્ય તેટલી અપંગતા નિવારવા તબીબી સારવાર અપાતી. છતાં કોઈ વાર તેનો ઉપાય ન થઈ શકે તેવી પરિસ્થિતિ પેદા થતી.
એક વાર પંદરેક વર્ષના યુવાનને લઈને તેના પિતા આવ્યા. તેના બે હાથ ન હતા. સંચામાં વસ્તુ મૂકતાં હાથ ખેંચાઈને છુંદાઈ ગયા તે કપાવવા પડ્યા હતા.
અત્યાર સુધી અમારી સંસ્થામાં છેવટે એક હાથ હોય તેવાં બાળકો હતાં, પણ બે હાથ વગરના બાળકને કેવી રીતે રાખવો ? તેવો પ્રશ્ન મને થયો. બે પગ વગરનાં હતાં તેમને અમે સગવડ આપીને ભણાવતાં હતાં.
તે બાળક કહે હું મારું બધું કરી લઈશ; તમે મને અહીં ભણવા રાખો. તેની હિંમત પરખી અમે તેને સંસ્થામાં રાખ્યો.
ખરેખર તે પોતે જ પગનો ઉપયોગ હાથની જેમ કરતો, કયાંય થોડી સહાય કે અન્ય વિદ્યાર્થીઓ કે માણસો કરતા. જમવા માટે દાળની વાટકી હોઠ વડે પકડી, રોટલી પણ તે રીતે પકડી જમી લેતો.
લખવાનું પગ વડે થોડુંક કરતો, પછી તેને પેઈન્ટરની તાલીમ આપી. તેમાં તેણે કુશળતા મેળવી અને પેઈન્ટરનો ધંધો કરી શકે તેવો તૈયાર થઈ ગયો. સ્વાવલંબી બન્યો. આમ કોઈ વાર અશક્ય પણ પ્રયત્નથી શક્ય બનતું. ત્યારે લાગતું કે સંસ્થાઓ દ્વારા આવા કેટલાયે અપંગોને સુંદર તક મળે છે.
આથી અપંગ યુવાન કહેતો કે અમારાં અંગો અપંગ છે પણ અમારાં દિલ-દિમાગ અપંગ નથી. અમને તક મળે તો અમે સ્વમાનથી જીવી શકીએ તેમ છીએ.
કોઈ વાર કોઈ ઉપાય જડતો નહિ ત્યારે અમે નિરૂપાય થતાં.
એક વાર એક કન્યાને લઈને એનાં માતા-પિતા આવ્યાં. દેખાવે સુંદર મુખાકૃતિવાળી કન્યાના ગળા નીચેના બધા જ અવયવો હાડકામાંસનો કોથળો ભર્યો હોય તેવા હતા તેને ઊંચકીને જ બધું કરવું પડતું. વળી ઉંમર પણ વીસ વર્ષની હતી. એટલે શાળાનું શિક્ષણ પણ આપી શકાય વિભાગ-૭
૧૬૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org