________________
વળી ૧૯૭૫માં એ જ પ્રમાણે સહાય મેળવી બે છાત્રાલય બાંધ્યાં, કન્યા અને કુમારી બંને માટે આ પ્રવૃત્તિ ચાલતી. તેમાં આઠ વર્ષથી વીસ-પચીસ વર્ષના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ હતાં. તેથી કોઈ વાર જાતીયતાના સંબંધોથી પ્રશ્નો ઊભા થતાં. આથી ૧૯૮૫ લગભગ કન્યા છાત્રાલય જુદું બાંધ્યું. ત્યાર પછી તો નાણાંકીય રીતે સંસ્થાનો ઘણો વિકાસ થયો. એક જ સંસ્થા દ્વારા કન્યા, કુમાર છાત્રાલય, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉદ્યોગકીય તાલીમ, સારવાર કેન્દ્ર, કયૂટર પદ્ધતિથી શિક્ષણ વિગેરે સમગ્ર પ્રવૃત્તિ ભારતભરમાં કોઈક જ સંસ્થા દ્વારા યોજિત ગણતરીની સંખ્યામાં સંસ્થાઓ હતી. ત્રણ વ્યક્તિઓથી કરેલી શરૂઆત, આજે ત્રણસો જેવી અપંગ વ્યક્તિઓને લાભ મળે છે. અપંગો વધવા એ અગત્યનું નથી પણ તેમને તક મળી તે અગત્યનું છે.
આમ જ્યારે હું નિવૃત્ત થઈ ત્યારે સંસ્થાની ગરીબાઈ નિવારી શકાઈ હતી. સંસ્થાને અનેક પ્રકારની સહાય મળતી થઈ. અને વિવિધ ક્ષેત્રે ઘણો વિકાસ થતો રહ્યો છે. તેમાં કોઈ વાર મુશ્કેલીઓ આવતી તે નિવારી લેતાં.
વળી રમાબહેન ઝવેરી સંસ્થાની નજીક રહેવા આવ્યાં હતાં. તે પણ મારી સાથે માનદ્ મંત્રી તરીકે ખૂબ સારું કામ કરતાં હતાં.
શ્રી કાલિન્દીબહેન કાજી મુંબઈથી આવી વસ્યાં હતાં. કોલેજનાં સ્નાતક હતાં. સંપન્ન કુટુંબમાંથી આવ્યાં હતાં. પતિ હાઈકોર્ટના પ્લીડર હતા. કાલિન્દીબહેન સમાજસેવાની વૃત્તિવાળા હતા તેથી તેનું ક્ષેત્ર શોધતા હતા. બંને સંસ્થાઓની કાર્યવાહી, અનેક પ્રવૃત્તિઓ છાપામાં પ્રસિદ્ધ થતી. તે આધારે તેમણે મને શોધી કાઢી.
એક દિવસ અપંગ માનવ મંડળની સંસ્થામાં પેલા પતરાના શેડમાં આવીને ઊભાં રહ્યાં. ““તમે સુનંદાબહેન ?” ““હા.”
“મારે સમાજસેવાનું કામ કરવું છે, તમારું નામ સાંભળીને આવી છું.” મેં કહ્યું, “બહુ સારું. આનંદ થયો, અમારે તમારા જેવાની જરૂર છે.”
પછી તો તેઓ રોજ બે કલાક આવતા થયા. કુશળ હોવાથી તરત જ કામ ઉપાડી લીધું. નાની મોટી સર્વ બાબતોમાં દિલચસ્પીથી કામ કરે. મને તો એક સાથીદાર મળી ગયા.
તેઓ અનેક ક્લબ જેવા ક્ષેત્રોના સભ્યપદે તથા પતિ પણ કાર્યક્ષમ એટલે અમારા કામને ઘણો સહકાર અને દાન મળતાં. વાસ્તવમાં સૌના સહકારથી સંસ્થા ઘણી વિકાસ પામી. મારી મંગલયાત્રા ૧૬૫
વિભાગ-૭ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International