________________
તે આજે પણ માનું છું. તેથી હવે સામાજિક ક્ષેત્રને બદલે આધ્યાત્મિકતા પ્રત્યે આંતર ઝુકાવ વધતો ગયો.
જે જે સમયે મનના સ્તર પર જે બન્યું તે જેવું છે તેવું આલેખું છું. ત્યાર પછી જીવનમાં ઘણા પ્રસંગો બન્યા તેમ ઘણું બદલાતું પણ રહ્યું. જે જે વીતરાગ માર્ગથી દૂર લાગ્યું તે સહજપણે છૂટી જતું. તે સમજ પાકી હતી. મારો સંસ્કાર એ પ્રણાલીથી ઘડાયો હતો ને ? આચાર્ય શ્રી રજનીશજીનો સાદર સંક્ષિપ્ત પરિચય :
આપણું બંધારણ ભાવસ્વરૂપ છે. સંયોગ અને યોગ પ્રમાણે ભાવના પરિવર્તન પામે છે. પૂ. શ્રી રજનીશજી સાથેના સમાગમમાં કંઈ મળ્યું હતું, ગુમાવ્યું ન હતું તેવું આજે લાગે છે. મારી ભાવના, મંતવ્ય અને શ્રદ્ધાથી કંઈ વિપરીત લાગવાથી હું તેમના સાન્નિધ્યથી દૂર થઈ. પરંતુ તેમનાથી મળેલા લાભને કારણે કૃતજ્ઞતા કેમ છોડાય ? તેથી તેમના પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરવા મારી અલ્પબુદ્ધિ વડે કંઈક લખવા પ્રેરાઈ છું. તેમનું વ્યક્તિત્વ વિશ્વવ્યાપી છે, તે કંઈ નાની કલમમાં સમાય નહિ.
આચાર્ય રજનીશજીને તેમના અનુયાયી “ઓશો” કહેતા અને માનતા. તેમની જીવનકથા લખાઈ હશે. પરંતુ છેલ્લાં વર્ષોમાં એ પ્રત્યેનો પરિચય ન હોવાથી કંઈ ખાસ માહિતી મારી પાસે નથી અને મેળવીને લખવું તેના કરતાં મને મારા ભાવ જણાવવા વધુ પસંદ છે. આથી પરિચિત મિત્રો પાસેથી અને તેમના સ્વ-મુખે સાંભળેલું તેની સ્મૃતિ દ્વારા અત્રે મારી પાત્રતા પ્રમાણે કેટલાક ભાવો રજૂ કરું છું.
તેમનો દેહવિલય ૧૯૯૦માં થયો ત્યારે તેઓની વય લગભગ ૫૯ વર્ષની હતી. જો કે તેઓ આ જીવનના જન્મને ઉત્પાદ કે મરણને અંત માનતા ન હતા. વાસ્તવમાં સ્વ-સ્વરૂપે તો જીવને જન્મ-મરણ નથી.
શ્રી પરમાનંદભાઈ કહેતા કે તેઓ જબલપુરના સ્થાનકવાસી જૈન હતા. જન્મથી અતિ બુદ્ધિશાળી હતા. દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. થયા હતા. તેમની વિદ્યાર્થીજીવનની કારકિર્દી જ તેમની પ્રતિભાને ઉપસાવતી હતી. તેઓને કૉલેજમાં આચાર્યપદવી પ્રાપ્ત થવાથી તેઓ આચાર્ય રજનીશ તરીકે પ્રખ્યાતિ પામ્યા.
કૉલેજમાં આચાર્યપદે થતા પ્રવચનોથી વિદ્યાર્થી તેમના પ્રત્યે સહેજે આકર્ષણ પામતા. પછી તો તેઓને ભારતભરમાં પ્રવચન માટે આમંત્રણ મળવા લાગ્યાં. વિભાગ-૮
મારી મંગલયાત્રા
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org