________________
તેઓનો અંગત પરિચય પણ થતો. ત્યાર પછી તેઓની શૈલીમાં શાસ્ત્રસિદ્ધાંત, વર્તમાન ધર્મની સાત્ત્વિક, તાત્ત્વિક લોકપ્રણાલીથી ઘણું વિરુદ્ધ વાતાવરણ ઊભું થતું લાગ્યું. કુંડલિની જાગૃતિનું તેમનું આંદોલન તેમાં કોઈક શિબિરાર્થીઓ નગ્ન થઈ નાચે, એવા પ્રકારો પ્રદર્શિત થતાં, તેમાં તેઓ અજુગતું ન માનતા. એવું ઘણું બનવા માંડ્યું.
મને અંગત રીતે તેમના વિષે ઘણો અહોભાવ હતો. પરંતુ આ પ્રણાલીમાં મારું મન સંમત ન થયું. વિષયવૃત્તિઓને ઉત્તેજિત કરવી નથી પડતી તે તો જીવ માત્રમાં મૂળમાં પડી છે. સંયમ પેદા કરવો પડે છે. તેમ મારા સંસ્કાર હતા. વિકારોને ઉત્તેજિત કરી, તે વ્યક્ત થઈ વિરમી જાય તે લગભગ અસંભવ છે. જેણે સંસારથી મુક્તિ પ્રાપ્ત કરી છે તે સૌએ વિષયથી મુક્ત થઈ, સંયમ દ્વારા જ પ્રાપ્ત કરી છે. તેમ મારું શિક્ષણ હતું. તે કેવળ રૂઢ માન્યતા ન હતી. પરન્તુ સપુરુષોએ પ્રગટ કરેલો માર્ગ છે. આવા મારા અને મારા મિત્રોના મંતવ્યથી અમે તેઓનો સંપર્ક ત્યજી દીધો. તેઓ સાથે આ ચર્ચા કરવા જેવું મને લાગતું ન હતું. મનમાં કંઈ માર્ગ મળ્યાનો વિશ્વાસ પેદા થયો તેમાં વળી આ કઠિનાઈ ઊભી થઈ. કારણ કે હજી આ ક્ષેત્રે સ્વાવલંબન બન્યું ન હતું. આચાર્ય શ્રી રજનીશજીનું પુનઃ મિલન :
જોકે તે દરમ્યાન શ્રી વિમલાતાઈ-દીદીનો પરિચય થયો હતો. એટલે ધ્યાનમાર્ગે આગળ વધવાની તક મળી હતી.
થોડાં વર્ષો બાદ મારે મુંબઈ સ્ટેશને કોઈને લેવા જવાનું થયું. ત્યારે સ્ટેશન ઉપર “હરે રામ'ની ધૂન સાથે એક ટોળું આવતું હતું. મેં જોયું તો આચાર્ય શ્રી રજનીશજીની આજુબાજુ વર્તુળ કરીને સૌ “હરે રામ'ની ધૂન સાથે આવતા હતા. હું કંઈ વિચાર કરું તે પહેલાં મારા પગ તેમની તરફ વળ્યા. પહેલાંનો સદ્દભાવ, તે સમયની મારી પરિસ્થિતિ પ્રમાણે તેઓ વડે થયેલો લાભ. આવા અંતરમાં પડેલા ભાવે તેમની પાસે જઈને મેં હાથ જોડી નમસ્કાર કર્યા.
એ જ વાત્સલ્યપૂર્ણ નજરે પ્રસન્ન વદનથી બોલ્યા, “કૈસે હો સુનંદાજી?” અને મારા જોડેલા બંને હાથ પર તેઓએ એક ક્ષણ હાથ મૂકયો. પણ તેમના એ વાત્સલ્યપૂર્ણ સ્પર્શમાં શું હતું ? ત્રણ દિવસ મારા હાથ પર તેની અસર રહી. જેમાં નિર્દોષ પ્રસન્નતાનો અનુભવ થતો. ત્યાર પછી ક્યાંય મળવાનું બન્યું નથી. જીવનમાં તેમનો ઉપકાર હતો. મારી મંગલયાત્રા
વિભાગ-૮
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org