________________
પૂ. વિમલાતાઈ જબલપુર તેમની મુલાકાતે ગયાં હતાં તેમ સાંભળેલું. તેના અનુસંધાનમાં જાણવા મળ્યું હતું કે તેઓ જબલપુરના જંગલમાં રાત્રે જતાં અને ક્યારેક વૃક્ષ નીચે કે વૃક્ષ ઉપર તેઓ ધ્યાન ચિંતન કરતાં. ત્યારે એક વાર તેમનો પાર્થિવ દેહ અને ચેતના ભિન્ન થયેલાં તેમણે અનુભવ્યાં. ચેતનના પ્રદેશો જાણે દેહથી દૂર અનુભવ્યા. આ તેમનો આત્મસાક્ષાત્કાર હતો. ત્યાર પછી એવી સાધના દ્વારા તેમને અન્ય લબ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હોય તેવું જણાતું. જેમકે તેમની મનમોહક વાણી, દષ્ટિ સામે આપણી આંખ મળે ત્યારે જાણે બે સર્ચલાઈટના ગોળા જેવું જણાતું. તેમની નજીક બેસતાં કંઈક કંપનનો પરિચય થતો. તેઓના પ્રવચનમાં તર્કપ્રધાનતાની વિશેષતા હતી, પરંતુ શ્રોતાગણને તે મંત્રમુગ્ધ કરતી. તેમણે એક વાર કહેલું કે તેઓએ હજારો પુસ્તકો વાંચ્યાં છે. પુસ્તકનાં પાનાં પર નજર કરતાં જ તેમને પૂરું પાનું સ્મૃતિમાં અંકિત થઈ જતું.
તેઓની કુંડલિની શક્તિ તીવ્રપણે જાગ્રત થઈ હતી, તેની પણ આ બધી લબ્ધિઓ હોઈ શકે ! આવી અનેક શક્તિઓ-સંપન્ન તેમને એક કૉલેજક્ષેત્ર કેવી રીતે પુરતું થાય ? આથી તેઓ આચાર્યપદથી સ્વયં મુક્ત થઈ, આધ્યાત્મિક ક્ષેત્રને સ્વીકારી દેશનાં અનેક ક્ષેત્રોમાં પ્રવચનો આપતાં.
મારા લેખનમાં તેમના પ્રવચનની લબ્ધિ કે શક્તિનું વર્ણન કર્યું છે. તે મેં જાતે અનુભવ્યું છે. લોકો કહેતાં કે તેઓ સંમોહન શક્તિ ધરાવે છે તેથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય છે.
તેમને પ્રાપ્ત કુંડલિની શક્તિ કે લબ્ધિ દ્વારા હવે તેઓ ધ્યાન શિબિરો પણ કરતા. જોતજોતામાં તેમનો શ્રોતાગણ હજારોની સંખ્યામાં વૃદ્ધિ પામ્યો હતો. ૧૯૫૪માં મુંબઈના પ્રથમ પ્રવચનમાં ૫૦૦ શ્રોતાગણ હતા. ૧૯૬૬ લગભગ અમદાવાદમાં શ્રોતાગણની સંખ્યા ૨૫/૩૦ હજાર ઉપરાંત હતી.
તે દિવસોમાં લૂંગી અને ઉપરનું ઉત્તરી વસ્ત્ર, મુખ દાઢીવાળું આ તેમની દેહાકૃતિ પણ માનવને આકર્ષણ પેદા કરતી. તેઓનો બોધ સ્વયંને જાગ્રત કરવાનો હતો.
તમે સ્વયંમાં ઝૂકો ત્યાં પરમઆનંદ, અમૃત પડેલું છે. તમે સૌ ત્યાં પહોંચવાનું સાહસ કરો. તેને માટે તમારે કેટલીક અનઉપયોગી જૂની પ્રણાલી ત્યજવી પડે તો તે સાહસ કરજો. તમારા સુખની ખોજ તમારા સ્વયં અસ્તિત્વમાં કરો. ત્યાંથી જ મળશે તે તમારું સ્વનું હશે, અને અનંત અવ્યાબાધ સુખરૂપ હશે.” મારી મંગલયાત્રા
૧૮૩
વિભાગ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org