________________
પૂરા ભારતમાં આ. રજનીશજીની લોકચાહના ખૂબ વિસ્તાર પામી. પ્રસંગકથાઓ ઉપજાવવાની તેમની શક્તિ અદ્દભુત હતી. જોયું છે કે રજનીશનો વિરોધ કરનારા વક્તાઓ પણ તેમની પ્રસંગકથાઓનાં નામ બદલીને, જરા ફેરફાર કરીને પોતાનાં પ્રવચનોમાં ઉપયોગ કરે છે. વાસ્તવમાં તેમની એ પ્રસંગકથાઓથી લોકોના મન સુધી તેમની વાણી સ્પર્શતી, ક્યાંક તે કથાઓ હાસ્યરસ વેરતી તો ક્યાંક પાત્ર જીવને વિચારની જાગૃતિ આપતી.
પૂ. પંડિતજી કહેતા કે આ. રજનીશનું વસ્તૃત્વ ધારદાર તર્કયુક્ત છે. સવિશેષ તેમની વાણી અને નયનમાં પેલી કુંડલિની શક્તિ દ્વારા કહો કે તેમને થયેલા આત્મસાક્ષાત્કારનું કારણ કહો, એક જાતનું સંમોહન હતું. જેથી તેમના વાણી-શ્રવણમાં લોકો ડોલી ઊઠતા કે એકાગ્ર થઈ જતા.
જૈનદર્શનના પરંપરાગત માળખાથી તેમની પદ્ધતિ નિરાળી હતી. પરંતુ તેઓ તે બાબતમાં નિર્ભય હતા. ગમે તેમ હો પણ તેમના શ્રોતાગણ, શિષ્યગણ હજારોની સંખ્યામાં વિસ્તૃત હતા. જોકે એ કારણ કોઈને જ્ઞાની તરીકે પુરવાર કરવા માટે ન હોઈ શકે. તેઓ દ્વારા યોજાતી ધ્યાન શિબિરોમાં પણ હજારોની સંખ્યા થતી.
વળી તેમણે પૂનામાં આશ્રમ સ્થાપ્યો, પછી અમેરિકામાં શિષ્યોએ ઓરેગોનના રણવિસ્તારમાં વિપુલ જગ્યામાં મોટી સંસ્થા ઊભી કરી. તે પણ તેમના કોઈ લબ્ધિબળે રણ જેવા વિસ્તારમાં અતિ આકર્ષક એવું સ્થળ અલ્પ સમયમાં અસ્તિત્વમાં આવ્યું તેમ લોકો માનતા.
પછી તો અન્ય વૈભવ પણ વધ્યો. એક વાર તેઓ ગહન મૌનમાં પણ રહ્યાં. તેમનું પ્રભુત્વ ગજબનું હતું. એક વાર પૂનામાં તેઓનું પ્રવચન હતું. તેઓ સમયસર આવ્યાં. પોતાની બેઠક પર આવી એક કલાક મૌન રહ્યાં. હજારો માનવો પણ મૌનમાં બેસી રહ્યા. સાંભળેલું કે મૌનની પણ મન કેસેટ ઊતરેલી તે હજારોની સંખ્યામાં વહેંચાઈ.
આ વિભૂતિનું માપ કાઢવા જેટલી મારા જેવાની ગુંજાયશ નહિ. પરંતુ સંભોગથી સમાધિ, નગ્નપણે શિબિરોમાં નાચવું તે મારા મંતવ્ય કે જૈનદર્શન અન્વયે વીતરાગ માર્ગને અનુરૂપ ન હતું. જૈનદર્શનનો માર્ગ વિષયથી વિરક્તિ અને કષાયોથી મુક્તિરૂપ વૈરાગ્યનો છે, તેમાં એવું નથી કે પહેલાં ભોગવો પછી છૂટી જશે. ભોગવીને પણ જે આખરે
વિભાગ-૮
૧૮૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org