________________
વૈરાગ્યવંત થયા તે જ મુક્તિ પામ્યા છે.
સંસારમાં રહ્યા છતાં બંધાય નહિ તે કોઈ વીતરાગ કોટિના જીવો હોય છે. દમન કે શમન, ભૂમિકા પ્રમાણે જીવે મુક્તિના માર્ગે પુરુષાર્થ પ્રયોજવો પડે છે. કોઈ વાર આવી પ્રવૃત્તિ આરાધનાને નામે કરીને જીવ વિકૃતિ પોષે અને અજ્ઞાનપણે જન્મ વેડફે એવું બને, જે હોય તે... આવી મારી માન્યતા અને શ્રદ્ધા હોવાથી મેં તેમનું સાન્નિધ્ય ત્યજી દીધું.
જોકે આપણા જેવાની અનઉપસ્થિતિ તેમને કંઈ ઓછપ લાવતી નથી. તે તો જેમ વિકસવાનું હતું તેમ વિકસ્યું. અને જે બનવાનું હતું તે બન્યું. ત્યારપછી તેઓ અકાળે દેહવિલય પામ્યા.
જેવી તેમની વાણીની પ્રતિભા હતી તેવી તેમના સાહિત્યની પણ વિસ્તૃત પ્રસિધ્ધિ થઈ અને આજે થતી રહી છે. અનેક ભાષાઓમાં તેમનું સાહિત્ય પ્રગટ થયું છે. આજે હજારો ચાહકો તેમના પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે.
મને મારા સંસ્કાર અને આગમ પ્રણિત સિદ્ધાંતોથી વિપરીત લાગવાથી મેં તે તરફનું વલણ સદંતર ત્યજી દીધું. તે તે સમયે જે લાભ થયો તે પૂરતો તેમનો આદર રહ્યો છે. આદરણીય શ્રી વિમલાતાઈ ઠકારનો સમાગમ (૧૯૬૬ થી ૧૯૭૯):
સામાજિક કાર્યનું ક્ષેત્ર વિસ્તરતું જતું હતું. સાથે સાથે હવે આધ્યાત્મિક ક્ષેત્રે પણ કંઈક ભાવના ઊઠી હતી. અંતરમાંથી અવાજ ઊઠતો કે હવે આધ્યાત્મિક વિકાસનો સમય થયો છે. મુંબઈમાં શ્રી પરમાનંદભાઈના નિમિત્તે આચાર્ય શ્રી રજનીશજીનો પરિચય થયેલો, ત્યાર પછી હું અમદાવાદ સ્થાયી થઈ હતી. તે દરમ્યાન લગભગ ૧૯૬૬માં શ્રી પરમાનંદભાઈનો અમદાવાદ પત્ર આવ્યો કે આબુમાં શ્રી વિમલાતાઈ ઠકાર નિવાસ કરવાનાં છે. વિદ્વાન વિદુષી, આધ્યાત્મિક દૃષ્ટિયુક્ત બાળબ્રહ્મચારી છે. આ બહેનનો પરિચય કરવા જેવો છે. તમે કહેતા હતા કે મારે કોઈ મહિલા સંત પાસે ધ્યાન વિગેરેનો અભ્યાસ કરવો છે, તમને અનુકૂળ આવશે.
વળી તેઓએ શ્રી વિનોબાજી સાથે પૂરી ભારતની પદયાત્રા કરેલી તેનો અનુભવ, શ્રી કૃષ્ણમૂર્તિનો પરિચય અને સ્વતઃ પોતાનો અંતરંગ આધ્યાત્મિક અભિગમ, બ્રહ્મચર્યનું ઓજસ આમ ઘણા પ્રકારે તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે.
વળી થોડા દિવસ પછી શ્રી બાપુજી ખબર લાવ્યા કે આબુમાં હું શ્રી વિમલાતાઈ ઠકારને મળીને આવ્યો છું. તેઓએ આબુમાં નિવૃત્તિ માટે મારી મંગલયાત્રા
૧૮૫
વિભાગ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org