________________
રાત્રે ૮ થી ૧૦ સ્વાધ્યાય નવનાતભવન હૉલમાં થતો. જેમાં ૩૦૦ જેવા શ્રોતાઓ હાજર રહેતા. પ્રારંભમાં માંગલિક-ભક્તિ થતી. પછી યોગશાસ્ત્રનું વાંચન થતું. યોગશાસ્ત્રમાં મોક્ષમાર્ગમાં કેમ જોડાવું તેની મુખ્યતાથી બોધ અને કથા હતી. તે કથાઓમાં સૌને સરળતાથી બોધ પ્રાપ્ત થતો. ત્યાર પછી માગનુસારિતાના ગુણોથી ગ્રંથકારે સચોટ બોધ આપી ક્રમે બાર વ્રત અને આખરે ધ્યાનની પ્રક્રિયા બતાવી, પોતાના અનુભવનો પ્રકાશ પ્રગટ કર્યો છે. તે સૌને લાભદાયક નીવડ્યો. શ્રી કલ્પસૂત્રનો સ્વાધ્યાય :
શ્રી પર્યુષણ પર્વમાં શ્રી કલ્પસૂત્રનો સ્વાધ્યાય લીધો હતો. આ દેશમાં સૌ પ્રથમ જ શ્રી કલ્પસૂત્રનું પૂરું વાંચન થયું. પ્રારંભમાં સવારે શ્રાવકના કર્તવ્ય અને ઋષભદેવાદિનાં ચારિત્રોનું વાચન થતું. રાત્રે ભગવાન મહાવીરના બોધદાયક સત્તાવીશ ભવનું વાચન થતું.
આ પ્રવચનોની અસર ઘણી સારી ઊપજી. સાથે સાથે એ દિવસોમાં તપની આરાધના થઈ હતી. વળી શ્રાવકો સહેલાઈથી શ્રી કલ્પસૂત્રનું વાંચન કરી શકે તે આશયથી સ્વ. શ્રી ચંચળબહેન શાંતિલાલ મહેતાના નાના પુત્ર કુમુદચંદ્ર અને સુધાની સહાયથી “શ્રી કલ્પસૂત્ર કથાસાર’ ગૃહસ્થની મર્યાદામાં વાંચી શકાય તે રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારપછી તેની સાત આવૃત્તિઓમાં વૃદ્ધિ સાથે દસેક હજાર નકલો પ્રસિદ્ધ થઈ.
ચંચળબહેન વયોવૃદ્ધ પણ દરેક ધર્મસભામાં હાજર રહે. જમવામાં સાથે જ બેસે. ધીમે રહીને થર્મોસ ખોલે અને મને પ્રેમથી રાબડી પીરસે. ત્યારે મને ખબર પડી કે રોજની રાબડી એક જ સરખી કેમ હોય છે? ત્યારથી મેં તેમનું નામ બદલ્યું. ચંચળબા નહિ પણ ચંદનબા. તેઓ મને મા” કહેતાં. હું તેમને “બા” કહેતી. પૂરા પચીસ દિવસનો કાર્યક્રમ હતો. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન શ્રી નેમુભાઈ ખૂબ વ્યવસ્થિતપણે કરતા. એક મહિના પહેલાં આયોજન સૌને મળી જતું. દરેક દિવસનો પૂરો કાર્યક્રમ, સ્થળ, સમય સર્વ વિગત સૌને આપવામાં આવતાં. તે પ્રમાણે શિસ્તબદ્ધ ક્રમ જળવાતો.
અમદાવાદથી નીકળે ત્યાંથી ફલાઈટની ટિકિટ જવા-આવવાની કારની સુવિધા. લંડન એરપોર્ટ પર પગ મૂકયો અને દરેક કલાકનો વ્યવસ્થિત ક્રમ નેમુભાઈના કોમ્યુટર માઈન્ડમાં ગોઠવાયેલો હોય. છતાં કોઈ દેખાવ કે આડંબર નહિ. કોઈને કામ બતાવવાને બદલે જાતે જ કરી લે. લંડનમાં અન્ય સ્થળે જવા-આવવામાં સાથે જ હોય, અગર અન્ય મિત્રોની સાથે મારી મંગલયાત્રા
૨૫૧
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org