________________
સુવ્યવસ્થિત ગોઠવી દે. સુધાબહેન વિનુભાઈ તો છાયાની જેમ સાથે જ હોય. તેઓ અભ્યાસી પણ ખરાં, એટલે અંગત સત્સંગ ગોષ્ઠિ પણ થતી રહેતી.
એક દિવસ નિરાંતનો હતો. સુધાબહેન મને કહે : ચાલો ફરવા જઈએ. મેં કહ્યું કે મને એવી રુચિ નથી. વળી આ વિશ્વમાં કેટલા ચક્કર લગાવ્યા છે, હવે જવા દો. પણ તેમનો ઘણો આગ્રહ, એટલે નીકળ્યાં. અમુક જગ્યાએ પહોંચ્યાં કે ગાડી જ બંધ પડી. કેમે કરી તે ચાલે નહિ. તેઓ કહે સોળ વર્ષમાં ગાડી પ્રથમ વાર બંધ પડી છે. મેં કહ્યું કે ગાડીએ મારી વાત સ્વીકારી, કે ફરવામાં કંઈ મળવાનું નથી. સૌ હસી પડયાં. પછી અમે ટ્રેઈનમાં ઘેર આવ્યાં.
સુધાબહેન વચનામૃતનાં અભ્યાસી છે, એ ખબર હતી. પણ રાંધણકળામાં કશળ છે તે તો તેમને ત્યાં એકાસણું કરવા બેઠી ત્યારે ખબર પડી. લગભગ ૨૦૨૨ ચીજો બનાવી હતી. મારે અમુક ચીજોનો નિયમ હતો. મેં સમજાવ્યું કે આજે તો શક્ય તેટલો ન્યાય આપીશ. પણ હવે દરેકને સૂચના આપજો કે આઠ દસ ચીજથી વધુ ન બનાવે. તમે કેટલી મહેનત કરો, એટલાં વાસણો સાફ કરવાનાં, ઘણો શ્રમ પડે. સૌને વાત બરાબર લાગી. નેમુભાઈએ સૌને એ રીતે સૂચના આપી.
મારો પ્રીતિ-વાત્સલ્યભાવ અને મિત્રોનો આદરભાવ-સેવા સુભગયોગમાં ઘણા જીવો, ધર્મમાર્ગમાં પ્રવેશ્યા. જેમનો કંઈ રુચિ-પ્રવેશ હતો તે વૃદ્ધિ પામ્યો. સત્સગયાત્રા સૌને આનંદ-પ્રેરણામૂલક નીવડી. આ દિવસોમાં નાઈરોબીથી શ્રી સોમચંદભાઈ ખાસ સત્સંગ માટે આવ્યા હતા. વળી રવિવાર તો જાણે મોટો ઉત્સવ હોય તેમ કોઈ સત્સંગીના ઘરે સવારે ૧૦-૩૦ થી પ-૩૦ આરાધના (શિબિર) આયોજન થાય. સો જેવા જિજ્ઞાસુઓ પૂરો દિવસ સાથે રહી સત્સંગ માણે. વળી સાઉથમાં લેસ્ટરમાં અને અન્યત્ર પણ સત્સંગ-પ્રવચનોનું અને શિબિરનું આયોજન થયું હતું.
આમ પચીસ દિવસ પૂરા થયા. નેમુભાઈને ત્યાં તે દિવસે વિદાયનો કાર્યક્રમ હતો. સૌનાં હૃદય ભાવભીનાં હતાં. કોઈ બહેને વિદાયનું ગીત ગાયું. સૌએ ઝીલ્યું.
જાગો જાગો જગાડનાર આવી ગયા.” ગીત પૂરું થયું. મેં પણ ગદ્ગદિત કંઠે સૌની ખૂબ જ ભાવભરી વિદાય માંગી. સ્વ-પર શ્રેયનો આનંદ વ્યક્ત કર્યો. સૌનાં હૃદય તો ભીંજાયેલાં હતાં. અને સૌનાં નેત્રોયે સજળ બની ગયા છતાં સૌ પ્રેમભાવ છૂટાં પડ્યાં. યાદગાર સત્સગયાત્રાની વિભાગ
મારી મંગલયાત્રા
રપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org