SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સસરા અને સાળા સાથે ફલોદિમાં ભવ્યતાથી દીક્ષા મહોત્સવ ઊજવાઈ ગયો. આવા પ્રસંગો ભગવાનશ્રી મહાવીરના સમયના પ્રસંગોની કંઈ ઝાંખી કરાવે છે કે વીતરાગનાં દર્શન અને વાણીનું શું પ્રભુત્વ છે ? પૂ. શ્રીના ગુરુમહારાજશ્રી કંચનસૂરિજી મુખ્યત્વે કચ્છ વાગડ પ્રદેશમાં જ વિહરતા હતા. પૂ. શ્રીએ પણ ત્રીસ વર્ષ ત્યાં જ સ્થિરતા કરી એ ભૂમિમાં જિનશાસનની દષ્ટિનો જનસમૂહમાં પ્રસાર કરી મહાન કાર્ય કર્યું. જેમ જેમ તેમના જીવનની પવિત્રતા નિખરતી ગઈ તેમ તેમ તેઓનું અધ્યાત્મબળ સ્વ-પરમાં પ્રગટ થયું. આથી તેઓ “અધ્યાત્મયોગી' તરીકે સૌના દિલમાં વસી ગયા. તેઓનું આ અધ્યાત્મ વાચનામાં વાચા બનતું ત્યારે સૌને સ્પર્શી જતું. ૧૯૯૦માં તેઓ સાધુ સંમેલનમાં અમદાવાદ પધાર્યા હતા. ત્યાર પછી ઘણા પ્રદેશોમાં વિહારયાત્રા થઈ. ત્યારે શાસનનાં ઘણાં કાર્યો થયાં છતાં તેઓની નિર્લેપતા અજબની હતી. પક્ષી ગગનમાં ઊડે પછી તેની પાછળ કોઈ રેખા અંકિત ન થાય, તેવું તેમનું જીવન હતું. ૨૦૦૨ના મહા સુદ ચોથને દિવસે વિહાર સમયે તેઓ કાળધર્મ પામ્યા. તેમના શિષ્યગણ અને ભક્તો દ્વારા શંખેશ્વરમાં શ્રી વિજયકલાપૂર્ણસૂરિ સ્મારક થઈ રહ્યું છે. જેમાં વૃદ્ધ સાધ્વીજનોનો શ્રમણી વિહાર, ગુરુપ્રાસાદ સંસ્કૃત પાઠશાળા વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની ઊંચાઈને-ગુણોને ધારણ કરવાનો આવો પ્રયાસ એ આપણું ઋણકાર્ય છે. - ૨૦૦૬ ના મહા વદ છઠ્ઠના દિવસે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયો. ભક્તોની ભાવના કેવી હોય છે ! પૂરા સંકુલનું, દસ દિવસની પૂર્ણ ભક્તિનું રોજના ૨૫ હજારથી ૫૦ હજાર યાત્રિકોના સન્માનનો પૂર્ણ વ્યવસ્થા ખર્ચનો લાભ એક જ પરિવારે ૩૦ કરોડના અર્થ સહયોગથી લીધો હતો. ધન્ય તે વ્યક્તિને. અધ્યાત્મયોગી પૂ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજીનો બોધ (અમદાવાદ) : અગાઉ જણાવ્યું તેમ ૧૯૮૪માં પૂ. શ્રીનો કચ્છ-માંડવીમાં દર્શનનો લાભ મળ્યો હતો. તે સાથે નવતત્ત્વ પ્રવેશિકાનો પ્રથમ પાઠ તેમની વચનલબ્ધિ રૂપે મળ્યો હતો. ત્યાર પછી ઈડર, કોબા જેવા આશ્રમની નિવૃત્તિમાં અને લંડન, આફ્રિકાની સત્સગયાત્રા અને લેખનમાં ખૂબ પ્રવૃત્ત રહેવાનું બન્યું. વળી પુણ્યયોગની અલ્પતા કે સાતેક વર્ષ દર્શનનો લાભ ન લીધો. મારી મંગલયાત્રા વિભાગ-૧૨ ૩૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy