________________
તેમનાં નયનો સજળ બની જતાં. આથી વડીલો તેને માખણિયો' સુંવાળો કહેતા. તેમનું નામ હતું અક્ષયરાજ.
સામાન્ય રીતે સાંસારિક પ્રણાલી પ્રમાણે વ્યાપારમાં જોડાયા, અને લગ્નજીવન પણ ઉદયમાં હતું. વળી વ્યાપાર માટે રાજનાંદ ગામ ગયા.
ત્યાં દેરાસરમાં પ્રભુ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા સામે રોજ બે કલાક ભક્તિ કરે. દિવસના સમય ન મળે તો રાત્રે સામાયિક કર્યા પછી સૂએ.
તેમના શબ્દોમાં “એક દિવસ મને અંતરમાંથી અવાજ ઊઠ્યો કે તું ભક્તિ કરે છે પણ નિગ્રંથમાર્ગે ક્યારે પ્રયાણ કરીશ?” ત્યાં જ ઉત્સાહપૂર્વક પ્રભુ પાસે બ્રહ્મચર્ય વ્રત લીધું. પ્રભુ તેમને માટે આવા જીવંત-સાક્ષાતરૂપે હતા. પછી નજીકના ઉપાશ્રયમાં સાધુમહાત્મા પાસે વ્રતને પાકું કરવા પ્રત્યાખ્યાન લીધું.
ઉપાશ્રયથી ઘરે જતાં દસ મિનિટ થાય. પેલા પ્રભુવચનને વાગોળતાં બીજો નિર્ણય લીધો કે પ્રથમ પંદર દિવસમાં જે મુહૂર્ત આવે તેમાં દીક્ષા લેવી. આમ ઉત્સાહભેર ઘરે પહોંચ્યાં.
પત્નીએ જમવા બેસાડ્યા ત્યારે તેમણે પત્નીને પોતાનો મનોરથ જણાવ્યો. પત્ની સુશીલ હતાં. કંઈ ઈન્કાર ન કર્યો. પરંતુ પોતાના પિતાને જણાવ્યું કે તમારા જમાઈ તો સંસાર ત્યાગ કરવાનું કહે છે. તમે કંઈ સમજાવો. બાળકો નાનાં છે તેથી કંઈ વિચાર કરવો જોઈએ.
પિતાનો જવાબ આવ્યો : મને જમાઈના સંસારત્યાગના ભાવથી આનંદ થયો, કારણ કે હું એ જ ભાવના કરતો હતો અને કોઈ સાથ શોધતો હતો. તમે કંઈ ફિકર ના કરતા. તમારી તથા બાળકોની વ્યવસ્થા યોગ્ય રીતે કરીશું.
- સાંજે અક્ષયરાજ ઘરે આવ્યા. પત્ની કહે : ““હું હવે શા માટે સંસારમાં રહું ?” આ સાંભળી તેઓ રાજી થયા. “બહુ સારું.” પત્ની કહે : ““પણ બાળકોનું શું ?”
આચાર્યશ્રીને પુછાવ્યું, જવાબ આવ્યો : ““તમારું સંસારમાં કલ્યાણ નથી તો બાળકોનું કલ્યાણ સંસારમાં ન હોય. તમે જે માર્ગે તે માર્ગે બાળકો.”
સસરાજીએ ગુરુની તપાસ કરી અને પૂ. શ્રી કંચનવિજયજીને ગુરુ તરીકે સ્વીકાર્યા.
આથી તેઓ બંને હળવા થઈ ગયાં. અનુક્રમે દરેકે યોગ્ય સ્થાને અભ્યાસનો પ્રારંભ કર્યો અને ભરયુવાનવયે, પત્ની, નાનાં બાળકો સાથે, વિભાગ-૧૨
૩૩૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org