________________
| અધ્યાત્મયોગી પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરિજીની
નિશ્રામાં વિકસેલી મંગલયાત્રા
એક યુવાન સંસારત્યાગી થઈ સગુરુની શોધમાં નીકળ્યો. થોડા દિવસે તે એક જંગલમાં પહોંચ્યો. ત્યાં એક વૃક્ષની શાખા નીચે સંન્યાસી ધ્યાનમગ્ન બેઠા હતા. થોડી વારે તેમણે સાધકના સામી દૃષ્ટિ કરી તેનું માપ લઈ લીધું.
સાધક કહે : ““યોગીજી, મારે સદગુરુની પ્રાપ્તિ કરી જ્ઞાન મેળવવું છે તે માટે સંસારત્યાગ કરીને નીકળ્યો છું. આપ મને સગુરુની વાટ બતાવો.”
સંન્યાસીએ કહ્યું : “આ જંગલમાં અમુક સ્થળો આવશે. નદી, પહાડ આવશે. ત્યાર પછી અંતે એક વિશાળ વૃક્ષની શાખા નીચે તને સદગુરુ મળશે.”
સાધક રાજી થયો, જિજ્ઞાસા સાચી હતી. પરંતુ ઉતાવળો હતો. સંન્યાસીના કહ્યા મુજબ જંગલમાં દોટ મૂકી, પાંચ વર્ષે ફરીને આવ્યો ત્યારે એ જ વૃક્ષ, શાખા અને સંન્યાસી જોયા. આશ્ચર્ય પામ્યો. વંદન કરીને ઊભો. તેની આંખમાં પ્રશ્ન હતો, “અરે ! આ વાત પ્રથમ દિવસે કેમ બતાવી નહિ ? પાંચ વર્ષ હું ફર્યો ?'
બેટા, તે દિવસે તારી ભૂમિકા આટલી હતી. તું ફરીને પરિપક્વ થયો. તું ફર્યો પણ તારા માટે હું અહીં ઠર્યો. હવે તારે ફરવું નહિ પડે.” આમ જીવને આ માર્ગે પરિપક્વતા જરૂરી છે. ત્યારે મળેલા સદૂગુરુની નિશ્રામાં જે મળે તે પૂર્ણતા સુધી લઈ જતું હોય છે.'
મારા માટે આ કથા ઘણી લાગુ પડે છે. પ્રારંભમાં આચાર્યશ્રીથી મળેલો બોધ, વચમાં ઘણાં સ્થળો એ ફર્યા પછી પાછો આચાર્યશ્રીના ચરણકમળમાં જ સાર્થક થયો. અધ્યાત્મયોગી પૂ. આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરિજી : અલ્પાક્ષરી પરિચય :
પૂ. શ્રીનો જન્મ રાજસ્થાનના ફલોદિમાં થયો હતો. પૂર્વની સાધુજીવનની આરાધનાના સંસ્કાર હો કે શું તેઓ બાળપણથી જીવદયાઅનુંકપાભાવવાળા હતા. કોઈનું ઘર બંધાય તેમાં કેટલી હિંસા થતી હશે? વનસ્પતિના જીવોની પરાધીનતા જુએ, મૂક પ્રાણીઓનો શ્રમ જુએ, અને મારી મંગલયાત્રા
વિભાગ-૧૨
૩૩૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org