________________
સદૂભાવ આપ્યો. અને પત્રવ્યવહાર દ્વારા લગભગ ૨૦૦ જેવા પત્રોનું લેખન મારી પાસે કરાવ્યું હતું. અર્થાત્ તેઓ વચનામૃતનું એક વાક્ય લખે તેના પર મને જે ભાવ ઊઠે તે પ્રમાણે દર સપ્તાહે બે પૂરા આખા કાગળથી જવાબ આપવો. આ ક્રમ લગભગ ત્રણ-ચાર વર્ષ ચાલ્યો હતો.
આ પત્રવ્યવહારથી મને ખૂબ લાભ થયો હતો. તેમણે સૂચવેલા પત્ર પર મારે ખૂબ ચિંતન કરવાનું થતું હતું. જેમાં ઘણાં નવાં નવાં રહસ્યો ખૂલતાં. આત્માને આનંદ આવતો તે નિમિત્તે બે સામાયિક થઈ જતા. પૂ. મોટાભાઈએ એ પત્રોની સુંદર ફાઈલ બનાવી હતી. તે વચનામૃતયુક્ત હોવાથી આદરથી સાચવતા. આથી શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનો અભ્યાસ ઘણી વિશદતાથી થયો. આમ ત્રણચાર વર્ષોમાં નિવૃત્તિમાં સાધના થતી રહી. સ્વાધ્યાય વરસીતપ :
એક વાર વૈશાખ સુદ એકમના શુભ દિને મારે વડવાથી નીકળવાનું હતું. મોટાભાઈ કહે ત્રીજ-અક્ષયતૃતીયા છે. વરસીતપનાં પારણા છે. બહેન, તમે વરસીતપ શરૂ કરો.
મેં સંસ્કાર મુજબ જવાબ આપ્યો : ભાઈ, મારાથી ઉપવાસ થતા
નથી.
મોટાભાઈ કહે : આ તો સ્વાધ્યાય વરસીતપ વચનામૃતથી કરવાનો છે. તમારે રોજ ત્રણ પાનાં આદર અને સ્થિરતાથી વાંચવાનાં છે. બરાબર એક વર્ષે પૂરું થશે.
હાથ જોડી પ્રતિજ્ઞા લીધી. અમદાવાદ આવી અક્ષયતૃતીયાને દિવસે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથનું વાસક્ષેપથી પૂજન કર્યું. પછી ભાવથી મોટાભાઈને વંદન કર્યા. સામાયિક લીધું. અને ત્રણ પાનાં ભાવપૂર્વક વાંચી ગઈ. તે સમયે ખરેખર અપૂર્વ આનંદ થયો, તે પાના પરનાં વચનામૃતોમાંથી થોડું સહજ જ કંઠસ્થ થયું.
કોઈ વાર બહારગામ જતી ત્યારે નાની પુસ્તિકા સાથે રાખતી, તપ જળવાતું. એક વર્ષે જયારે તપ પૂરું થયું ત્યારે મને ઘણાં વચનામૃતો હોઠે અને હૈયે વસ્યાં હતાં જેની સરવાણી આજ સુધી વહે છે.
મારા આ અનુભવ પછી ઘણાંને આ વરસીતપ સૂચવું છું. સત્સંગીઓ આ તપ આદરપૂર્વક કરીને જ્ઞાનની વૃદ્ધિ કરે છે. જીવમાં મંગલયાત્રાની કેડી આ રીતે કંડારાતી જાય છે. યાત્રાને અનુરૂપ વિવિધ યોગ તે સદ્ભાગ્ય
છે.
મારી મંગલયાત્રા
૨૧૯
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org