________________
મસૂરદાળ, ભાત, રોટલી કે પરોઠા, કેળાંનું શાક તેઓનો રસમ પણ હોય. આ બધું ખૂબ સાત્ત્વિક હતું, તેવું સ્વાશ્રયી હતું. આપણા આશ્રમોની જેમ નોકરની પ્રથા જ નથી. આશ્રમાર્થીઓ લગભગ સાધુ જેવું સાદું જીવન ગાળતા. તેમનું જીવન જોઈને સહેજે જ શીખવા મળતું. અહીં અમે પંદર દિવસ રહ્યાં. એકંદરે પ્રસન્નતાપૂર્વક તે દિવસો પસાર થયા. અન્યત્ર બેત્રણ સ્થળોએ જવાનું થયું હતું.
અમે આસામથી નીકળ્યાં. પ્રેમાબહેન બનારસની ટ્રેઈન બદલવા વચમાં ઊતરવાનાં હતાં. પૂ. દીદી અને કિસનસિંહભાઈ એક કૂપમાં હતાં. અમે બંને બીજા કંપાર્ટમેન્ટમાં હતાં. પ્રેમાબહેન રાત્રે ઊતરી ગયાં. પછી હું બારણું બંધ કરી બેઠી હતી, કોઈએ બારણું ખખડાવ્યું. મને જરા ભય લાગ્યો પણ મેં બારણું ખોલ્યું જ નહિ. પછી તો સવાર સુધી બેસી રહી. અજાણ્યો પ્રદેશ અને એકલી હતી. પરંતુ ગુરુકૃપાએ કંઈ વાંધો ન આવ્યો. નિર્ભયતાનો ગુણ કેળવાતો ગયો. પૂ. દીદીના શિક્ષણમાં મૈત્રી, નિર્ભયતા જેવા ગુણોનો બોધ વિશેષ પ્રકારે રહેતો. તેવા પ્રયોગ પણ કરાવતા. શ્રી બદ્રીનાથજી તથા શ્રી કેદારનાથજીની યાત્રા :
લગભગ ૧૯૭૦માં પૂ. દીદીએ ચાર ધામની યાત્રા નક્કી કરી હતી. તેઓની સાથે કલ્યાણભાઈ, ભાભી, પ્રભાબહેન અને હું જોડાવાનાં હતાં. પરંતુ અમારે ત્રણેને સર્જરી થયેલી એટલે પૂ. દીદી વહેલાં નીકળ્યાં. ગંગોત્રી-જમનોત્રી જઈ આવ્યાં. ત્યાર પછી બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા માટે અમને તેમનો આદેશ મળ્યો. કલ્યાણભાઈ, સુશીલાભાભી, પ્રભાબહેન અને હું. અમારે ચાર મિત્રોએ અમદાવાદથી અમારી ગાડી લઈને તેમને હરદ્વાર મળવું એમ નક્કી થયું. લગભગ મે માસમાં અમે ગાડીમાં નીકળ્યાં. ત્રણ દિવસે તેઓને હરદ્વાર અમે મળ્યાં.
પૂ. દીદી પગપાળાં ભૂદાનયાત્રામાં ઘણાં સ્થળોએ ગયેલાં. એટલે ખૂબ પરિચિત હતાં. દરેક સ્થળે અમને એમના કારણે સારી સગવડ મળતી. વળી અમે ખાવાનું ઘણું ખરું જાતે બનાવતાં. એટલે અમારી પાસે સામાન ઘણો હોય. જ્યાં ઊતરીએ ત્યાં કલ્યાણભાઈ બહારનું કામ સંભાળે. પ્રભાબહેન પૂ. દીદીનું કામ સંભાળે. હું અને ભાભી પ્રાયમસ પર રસોઈનું કામ સંભાળીએ. આમ અમારી સત્સંગયાત્રા ખૂબ જ સ્વાશ્રયી અને સાત્ત્વિકતાપૂર્ણ હતી,
વિભાગ-૮
૨૦૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org