________________
જેનો સ્ત્રોત બળપ્રેરક રહ્યો છે, ઘડતર થતું રહ્યું છે. આસામના “મૈત્રી' આશ્રમમાં શિબિર :
આસામની સરહદે શ્રી વિનોબાજીએ મૈત્રી આશ્રમ સ્થાપ્યો હતો. મૂળ આશય એ હતો કે ત્યાં પાકિસ્તાનની સરહદ હતી, તેમાં મૈત્રીભાવ સ્થાપિત થાય. આ આશ્રમ ભારતના ગ્રામીણ જીવનના આદર્શ પર રચાયો હતો. તેના સંચાલક અમૃતકુંવર બહેન ગર્ભશ્રીમંત કુટુંબનો ત્યાગ કરી આજીવન ભેખ લઈ અત્રે સ્થિર થયાં હતાં. લગભગ પચીસ જેવાં બહેનો અત્રે સેવાકાર્ય કરતાં હતાં. તેમની સાદાઈ, શ્રમ અને સેવાભાવથી ઘણું શીખવા મળતું. તેને માટે આપણી આંખ, મન ખુલ્લાં જોઈએ.
પૂ. દીદીની નિશ્રામાં અહીં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમનું નામ “મૈત્રી' હતું. આથી વિષય પણ મૈત્રી જેવો જ રાખ્યો હતો. બે વાર પ્રવચન થતાં હતાં. પૂ. દીદી સાથે શ્રી કિસનસિંહ ચાવડા, બનારસથી પ્રેમાબહેન અને હું અમે ચાર આસામ ગયાં હતાં. આ આશ્રમમાં આધુનિક વિજ્ઞાનનો કાંઈ સ્પર્શ ન હતો. આ પ્રદેશમાં દૂધાળાં પશુઓની અલ્પતા છે. વળી આ આશ્રમ તદન સરહદ પર હતો એટલે તાજા દૂધની શક્યતા ન હતી. મોટે ભાગે આશ્રમાર્થીઓ ચા જેવી આદતથી મુક્ત હતાં. છતાં પાવડરની ચાની વ્યવસ્થા થઈ શકતી.
વળી હજી અહીં ગેસના ચૂલા જેવી સગવડ ન હતી. લાકડાના ચૂલે રસોઈ કરવાની અને કૂવામાંથી પાણી કાઢવાનું હતું. ત્યાં કેળ પર કેળાં થતાં તે શાક, મસૂરની દાળ અને ચોખા મળતાં. અમે સાથે થોડો ઘઉંનો લોટ લઈ ગયા હતા.
અમારી સાથે બનારસથી પ્રેમાબહેન જોડાયાં હતાં. તેઓ પૂ. દીદીનાં પ્રવચન અક્ષરસઃ લખી આપતાં. જેનું પછી પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. મેં રસોઈનું કામ લીધું હતું. કોઈ બહેનો લાકડાનો ચૂલો સળગાવી આપતાં. તો પણ લીલા લાકડાં એટલે આંખમાંથી પાણી (રડાવે) નીકળે. કોઈ વાર પૂ. દીદી વહેલાં આવી જાય તો કહે : ““અરે ક્યોં રડતી હૈ, ઘર યાદ આતા હૈ ન !'' આમ હસે-હસાવે. વળી કોઈ બહેન મદદ કરે... એમ આનંદપૂર્વક રસોઈ થતી.
વળી કૂવેથી નહાવા, કપડાં ધોવાનું પાણી કાઢવાનું, ગરગડી હોય પણ દોરડું ખેંચવું પડે, એટલે શરીરમાં લોહી છે તેની ખબર પડે, હાથ લાલ લાલ થઈ આવે ને!
મારી મંગલયાત્રા
૨૦૧
વિભાગ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org