________________
એક દિવસ ઘરે અમે સ્વાધ્યાય કરતાં હતાં ત્યારે કહે “મારો કૉલેજનો અભ્યાસ પૂરો થયો છે, જૉબ અને ગ્રીનકાર્ડ મળી જાય તેમ છે. પરંતુ મેં નિર્ણય કર્યો છે કે મારે અમેરિકા છોડી દેવું છે.”
મહેન્દ્ર, વીણા અને હું, તેના સામે જોઈ રહ્યા. બધાંને એક પ્રશ્ન હતો, કેમ ?
તેણે કહ્યું, જો આ તત્ત્વનો મારે વધુ અભ્યાસ કરવો હોય, શ્રદ્ધાબળ વિકસાવવું હોય તો તે માટે ભારતભૂમિ અને ત્યાંનું વાતાવરણ યોગ્ય છે.
એટલે મેં નિર્ણય કર્યો છે કે મારે અમેરિકા છોડી દેવું. વળી મને અહીં વિશેષ શું મળવાનું છે? બીજું જોઈએ પણ શું? ખાવા જોગું તો મળી રહેશે.
પણ માતા-પિતા તો જુદી આશા રાખીને બેઠાં છે. તું અહીં સ્થિર થાય અને કામે લાગે.”
“માતા-પિતાને પણ હું સમજાવીશ. વળી હું એક જ દીકરો છું એટલે ત્યાં સાથે રહું તે સારું છે. તેને બે બહેનો છે.)
આમ તત્ત્વના અભ્યાસ અને જિજ્ઞાસાએ પરિમલને અમેરિકાનું પ્રલોભન છૂટી ગયું અને ખરેખર બધું સમેટીને અમેરિકા છોડીને ભારત આવી ગયો. મુંબઈ ઘરે પહોંચ્યો. જ્ઞાનીની દૃષ્ટિએ તેનો આ મહાપુણ્ય યોગ હતો.
- વાસ્તવમાં માતા-પિતાએ તો પરિમલ માટે કન્યાઓ જોઈ રાખી હતી. એટલે માતા-પિતાની આ આશાઓને સમજાવીને વળાંક આપવાની તેની મોટી કસોટી હતી.
તે દરમ્યાન મારે મુંબઈ ઘાટકોપર શ્રી પર્યુષણની આરાધના માટે જવાનું થયું. તે વર્ષે હું તેને ઘરે રહેવા ગઈ ન હતી. મને એમ કે તેના માતા-પિતાને મારા માટે વિકલ્પ આવે ? કે કદાચ મેં તેને આ માર્ગે લઈ જવા પ્રયત્ન કર્યો છે.
વાસ્તવમાં તો “પૂર્વગત જન્મ ચેષ્ટા અનુભવે ધરજો સુનિષ્ઠાની જેમ તેના પૂર્વસંસ્કારો જાગ્યા હતા.
તે મુંબઈમાં મને મળવા આવતો ત્યાં તેને ચેતનભાઈનો પરિચય થયો. તે દિગંબર આચાર્યશ્રી વિદ્યાસાગરજીના પરિચયમાં હતા. અને કોબા શ્રી આત્માનંદજીના પરિચયમાં પણ હતા. આથી પરિમલને આ યોગ સારો થઈ ગયો. તે પણ ચેતનભાઈ સાથે બંને સ્થળે જવા લાગ્યો. તેમાં તેને આચાર્યશ્રીના પરિચયમાં વધુ રુચિ થઈ. મારી મંગલયાત્રા
૩૦૭
વિભાગ-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org