________________
શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી હોવાથી તેઓને તેના સંસ્કારો મળ્યા. તેઓને સંતાનની કોઈ જવાબદારી ન હતી તેથી તેઓ વધુ સમય ઈડર ગાળતા. ત્યારે મારે પણ નિવૃત્તિ માટે ઈડર જવાનું થતું.
દંપતી આશ્રમની સુવ્યવસ્થિતપણે, સાત્ત્વિકતાપૂર્ણ વ્યવસ્થા સંભાળતાં. જયોતિબહેન તો શાસ્ત્રના અભ્યાસી, ત્યાગમયજીવન, સંતસેવાસેવી, કુશળ છતાં નમ્ર, અધ્યાત્મપ્રેમી તો ખરાં. ટૂંકમાં સાધનારત જીવન જીવવાની રુચિવાળાં (જોકે એમની સાથે વાત કરતાં આ બધું કહું ત્યારે મને રોકતાં) પણ મને જે ભાવ થયા, તેમના ગુણોનો અનુભવ થયો, તે ઉપરાંત તેઓ ઈડર જયારે હું સ્થિરવાસ કરતી ત્યારે મારી સંભાળ રાખતા, સત્સંગમાં ખૂબ સાથ આપતા. તેથી કંઈક લખવા પ્રેરાઉ તેમાં નવાઈ શી? ઈડરમાં પોતે સ્વાધ્યાય કરતા અને કરાવતા.
વળી ઘણી વાર રાત્રે અમારો અંગત સત્સંગ પણ થતો. હવે છેલ્લાં થોડાં વર્ષોથી શારીરિક તકલીફને કારણે અને તેમના પતિના અવસાન પછી તેઓ પૂજય શ્રી આત્માનંદજીની નિશ્રામાં કોબા આશ્રમમાં ઘણો સમય નિવૃત્તિ ગાળે છે. શ્રીમદ્જીના વચનામૃતનો તથા સમયસારાદિ ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી તેમાંથી ધર્મનો મર્મ ગ્રહણ કરી અંતરમુખ સાધના માટે તેમનો પુરુષાર્થ અનુમોદનીય છે. શ્રીમદ્જી પ્રત્યે તેમની અનન્ય શ્રદ્ધા છે, તે તેમના જીવનનું ઉત્તમ પ્રેરક બળ છે.
વળી જ્યારે અમદાવાદ હોય ત્યારે ઘણા સમયથી રાત્રે બે કલાક સત્સંગ કે વાંચન અમે અવશ્ય કરતાં. આમ મને પણ તેમની પાસેથી ઘણી પ્રેરણા મળતી. વાસ્તવમાં અમે બંને અન્યોન્ય પ્રેરણા લેતાં. અને અમારા અનુભવોનું આદાનપ્રદાન કરી જીવનસ્વરૂપલક્ષી કેમ બને તેની ઊંડાણથી વિચારણા કરતા અને પ્રસન્નતા અનુભવતા.
તેઓ વારંવાર એક વાત ઘૂંટતાઃ આ માનવજીવનની પળેપળ કીમતી છે. તેના વડે જેટલું અંતર મોક્ષ પ્રત્યે કપાય તેટલું કાપી લેવું, ચઢતાપડતા પણ આગળ વધવું. તેઓ કહેતા, ઘણી વાર સંસ્કારવશ પ્રમાદને વશ થઈ જવાય છે ત્યારે સત્પુરુષના બોધનું તેમના જીવનપ્રસંગનું સ્મરણ કરીને ટકવા મથ્યા જ કરવાનું છે.
સ્વરૂપદષ્ટિ માટે તેઓ શાસ્ત્રનાં ઘણાં ટાંચણ કહેતા, તેમને કંઠસ્થ થયેલું ઘણું ચર્ચાવિચારણામાં કહેતા ત્યારે મને આવા સત્સંગી-કલ્યાણમિત્ર મળ્યાનો ઘણો અહોભાવ થતો, જોકે તેઓને મારા તરફ ઘણો પૂજ્યભાવ હોવાથી મારી આવી વાતોને સ્વીકારતા નહિ તે તેમની નમ્રતા છે. ટૂંકમાં મારી મંગલયાત્રા
વિભાગ-૯
૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org