________________
છે. સાથે સ્વલક્ષ્ય પણ પુષ્ટ છે. વારંવાર એક તત્ત્વ ઘૂંટે છે: “તું જાણનાર છું, કરનાર નથી.”
કોઈ વાર સળંગ એક, બે કે ચાર માસ કાષ્ઠમૌન પાળે છે. એકાસણાના વ્રત સહિત તેમની સાધના હોય છે. આમ વળી તેઓ ફરતા સાધુ જેવા છે. ઈડરનાં સ્થાનોમાં હોય તો પણ લોકસંપર્ક અતિ અલ્પ હોય છે. આવું એકાંત સેવન વિરલ જીવોમાં જોવા મળે છે.
અમદાવાદ આવે ત્યારે ક્યારેક સત્સંગનો યોગ થાય છે. મૌન પછીની તેમની વાણીમાં એવું રસાયણ ઝરે છે કે તેના શ્રવણમાં પ્રેરકબળ મળતું અનુભવાય છે. પ્રાણીમાત્રમાં મૈત્રીભાવ, દેહ પ્રત્યે સાક્ષીભાવ, શ્રીમજી તથા પ્રભુ પ્રત્યે અનન્ય ભક્તિભાવ, વિગેરેનો તેમના જીવનમાં પવિત્ર સંગમ છે. તેઓ કહેતા હોય છે કે :
જે કાંઈ બને છે તેનો તું જાણનાર છું. કર્તાભાવ છોડે તો ભોક્તાભાવ છૂટે. મારા ઉપયોગના દર્પણમાં પદાર્થનું-રાગાદિનું પ્રતિબિંબ પડે છે તેનો હું જાણનાર છું, તેમ પુરુષાર્થ ફોરવે તો તું મુક્ત છું.”
વળી તેઓ સ્વદોષદર્શન પ્રત્યે જાગ્રત રહેવાનું અને નિરીક્ષણ કરવાનું કહેતા હોય છે. સ્વયં કરતા હોય છે. એકાંતમાં પ્રભુ સાથે એવી રીતે મનોભાવ વ્યક્ત કરવાની તેમની પદ્ધતિ છે, જેના વડે દોષ જણાય અને જાય. ચિત્તની નિર્મળતા પ્રગટે છે તેવો તેમનો અનુભવ પ્રત્યક્ષ અનુભવાય છે. યોગેશભાઈનું યોગમય જીવન પ્રેરણાદાયી છે. કલ્યાણમિત્ર જ્યોતિબહેન પ્રત્યેનો અહોભાવ :
વાસ્તવમાં જયોતિબહેન અને હું એક જ પોળની દીકરીઓ. પણ ઉંમરમાં હું પાંચેક વર્ષ મોટી અને મારાં લગ્ન નાની વયમાં થયેલાં એટલે અમારો વિશેષ પરિચય ન હતો. પરંતુ શ્રી રમણભાઈ કે જે ઈડર આશ્રમના ટ્રસ્ટી હતા તેમના અવસાન પછી તેમના નાનાભાઈ એટલે જ્યોતિબહેનના પતિ શ્રી કલ્યાણભાઈ ટ્રસ્ટીપણે આવ્યા. તેઓ ધંધાથી નિવૃત્ત હતા તેથી આ દંપતી ઈડર ઘણો સમય રહીને વ્યવસ્થા સંભાળતાં. તે પહેલાં જયોતિબહેનનો સામાન્ય પરિચય રમણીકકાકાના સંબંધથી થયેલો. તેઓ માનવસેવાનું કાર્ય કરતા ત્યારે પણ પરિચય થયો હતો. વળી કૌટુમ્બિક સગપણ ખરું પરંતુ અહીં આત્મિક સંબંધથી આત્મીયતાની વાત છે.
તેઓ બાળપણથી સાત્ત્વિકતા ધરાવતા હતા. શ્વેતાંબર સંસ્કારવાળા હોવાથી સાધુજનોનો પરિચય પણ ખરો. એટલે બાળપણથી સાદાઈ, સત્ય જેવા ગુણોના ગ્રાહક અને ધાર્મિક વૃત્તિના હતા. તેમાં સાસરે વડીલો વિભાગ-૯
ર૩ર
મારી મંગલયાત્રા For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org