SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે મારી ઘણી ચકાસણી કરી. ત્યારપછી મારા અંતરધ્વનિ પ્રમાણે હુની શોધમાં નીકળ્યો. તેઓએ શ્રી ગોયંકાજીનાં સ્થાનોમાં સાતેક વર્ષ વિપશ્યનાની આરાધના કરી મૌનને અને સાક્ષીભાવને પુષ્ટ કર્યા છે. ત્યાર પછી પાલનપુરના સોનગઢમાં પૂ. કાનજીસ્વામી પાસે બોધ પામેલા ડૉ. શ્રી હરિભાઈનો મેળાપ થતાં તેમની આરાધનામાં સ્વસ્વરૂપબોધનું આકલન થયું. તેમાં વળી શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, બોધામૃત વિગેરેના ઊંડાણપૂર્વકના પુનઃ પુનઃ અભ્યાસથી અંતરમાં ક્ષયોપશમભાવ વૃદ્ધિ પામ્યો. ડૉ. શ્રી હરિભાઈ તેમના ગુરુસ્થાને હતા. યોગેશભાઈની સેવાપરાયણતાનાં દર્શન કોચીનમાં થયાં. અમે લગભગ ૧૯૮૮માં શ્રી વિણાબહેન, યોગેશભાઈનાં ફોઈના આમંત્રણથી કોચીન સત્સંગ માટે ગયાં હતાં. ત્યાં મને તેમનો નિકટથી પરિચય થયો. શ્રી હરિભાઈ સવારે અમને શ્રી સમયસારજીનો સ્વાધ્યાય આપતા, વળી ત્યાંના ઉપાશ્રયમાં સવારે મારો સ્વાધ્યાય અને રાત્રે શ્રી હરિભાઈનો સ્વાધ્યાય રહેતો. - શ્રી હરિભાઈની દિનચર્યામાં યોગેશભાઈ એક પલકમાં તેમની જરૂરિયાત સમજી લેતા. શ્રી હરિભાઈનું વાત્સલ્ય અને યોગેશભાઈની સેવાનું યુગલ બોધદાયક હતું. વળી ભાઈનો બોધ સ્વાત્મસ્વરૂપ પ્રત્યેનો હતો. ““તું પરનું કંઈ કરી શકતો નથી, તો પછી શા માટે આટલો મથે છે? જયાં તારું કરવાપણું છે ત્યાં દષ્ટિ કર તો તારું સ્વરૂપ પ્રાપ્ત થશે.” - યોગેશભાઈ આ બોધને ખૂબ ઘૂંટતા. છેવટે ભાઈએ તેમને એવું સૂચન કરેલું કે તારે બહુ ભીડમાં રહેવું નહિ, બાહ્ય પ્રવૃત્તિની વિશેષતા કરવી નહિ. શક્ય તેટલો એકાંતમાં લાભ છે. તેઓના અવસાન પછી યોગેશભાઈ ઘણું ખરું એકાંતમાં સાધના કરે છે. ઈડરની ઉપરની ગુફામાં, અચળગઢ (આબુ)ના પહાડમાં, છેલ્લાં થોડાં વર્ષોથી કૌશાની હિમાલયમાં મૌન એકાંતની સાધનામાં રહે છે. ઈડરની ખુલ્લી ગુફામાં રહે એટલે દીપડા, રીંછ, સર્પ જેવાં પ્રાણીઓ. (મિત્રો)નો મેળાપ થાય. તેમનો મૈત્રીભાવ જોઈ તે પ્રાણીઓ પણ જરા નજર નાંખી સ્વસ્થાને જતા રહે. એમાં નિર્ભયતાનું દર્શન થતું. કૌશાની એટલે હિમાલયનો ઠંડો પ્રદેશ. ત્યાં તેઓને દેહમાં સાક્ષીભાવની પુષ્ટિ થાય છે. વિપશ્યનાના ઘેરા અભ્યાસથી તેમનામાં આ શક્તિ આવિર્ભાવ થઈ છે. તેમનામાં ભક્તિભાવનું પ્રભુ પ્રીત્યર્થનું પ્રાધાન્ય મારી મંગલયાત્રા ૨૩૧ વિભાગ-૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy